________________
થવાથી નદીઘોષપાષાણ ન્યાયે, એટલે કે ઘડવાના કોઈ પણ જાતના પ્રયત્ન વિના માત્ર વારંવાર અથડાવાથી નદીના પથ્થર સુંદર આકારવાળા અને લીસા બની જાય છે, તેમ જીવ પણ અથડાતો-કુટાતો, પોતપોતાને પ્રાપ્ત થતી અવસ્થાદિને અનુસાર થયા કરતા પરિણામને લીધે કર્મસ્થિતિની લઘુતાવાળો થાય છે. આવી રીતે કર્મસ્થિતિની લઘુતા થતા જીવ આત્માના વિશિષ્ટ શુભ અધ્યવસાયરૂપ યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચે છે. ત્યારે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ ઘટીને માત્ર અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણે થાય છે. આ સ્થિતિએ જીવ ગ્રંથિદેશે આવ્યો કહેવાય, અત્યાર સુધી કોઈ ખાસ પુરુષાર્થ વિના જીવ યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચે છે. અહીંથી બીજો ચરણ – અપૂર્વકરણમાં પહોંચવા માટે રાગદ્વેષની દુર્લભ ગ્રંથિને ભેદીને આગળ વધવા માટે ઘણા વર્ષોલ્લાસની જરૂર પડે છે.
યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશને પામ્યા પછી જીવ અપૂર્વકરણને પામે જ એવો નિયમ નથી. ઘણા જીવો ગ્રંથિદેશે આવીને પાછા ફરે છે. અર્થાત્ સાત કર્મોની દીર્ઘ સ્થિતિ બાંધે છે, અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અભવ્ય અને દુર્ભવ્ય જીવો આ રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિ સુધી આવીને ગ્રંથિનો ભેદ ન કરી શકવાથી પાછા ફરે છે પણ જે જીવોમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની યોગ્યતા પ્રગટી છે તે જીવો ગ્રંથિભેદ માટે જરૂરી અપૂર્વ વર્ષોલ્લાસરૂપ અપૂર્વકરણ વડે રાગદ્વેષની આ ગ્રંથિને ભેદે છે. ૨. અપૂર્વકરણ એટલે શું? કરણ એટલે અધ્યાવસાય અથવા પરિણામ અને અપૂર્વ એટલે પૂર્વે પ્રાપ્ત નહીં થયેલો. આત્માને પોતાને એવા પ્રકારનો શુભ અને તીવ્ર પરિણામ, જે અનાદિકાળથી પરિભ્રમણ કરી રહેલ મિથ્યાદષ્ટિ જીવને પૂર્વે કદી પણ પ્રગટ્યો ન હોય. રાગ-દ્વેષ એ કેવળ નુકસાનકારક જ છે, હેય જ છે, તેથી મારે એ રાગ-દ્વેષ જોઈએ જ નહિ' આવા પ્રકારનો જે તીવ્ર પરિણામ એને અપૂર્વકરણ કહી શકાય. સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ માટે અપૂર્વકરણની પ્રાપ્તિ અનિવાર્ય છે. જેનામાં અપૂર્વકરણના પરિણામ પ્રગટે, તે જીવ અવશ્ય અપૂર્વ વર્ષોલ્લાસથી ગ્રંથિને ભેદે, ત્યાર બાદ ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મ અધ્યાવસાય
સમ્યગદર્શનના પ્રકારો છે