________________
ગુરુની, સાધુ-સાધ્વીજીની ભક્તિ ક૨વી તે ‘ભક્તિ' નામનું ત્રીજું ભૂષણ છે. પંચમહાવ્રતધારી સાધુ સાધ્વીજીની અતિશય આદરપૂર્વક ભક્તિ, ગુણીજનોનો અનુરાગ ક૨વો. અહીં ‘કામિની’નું દૃષ્ટાંત આપેલું છે. કે આ કામિનીને એક પરિવ્રાજકે કામટુમણ દ્વારા પોતાની અત્યંત અનુરાગી બનાવી તેથી તે તેને જ ચાહતી હતી. બીજા કોઈની પણ ઈચ્છા કરતી ન હતી તેમ આપણે નિરંતર જિનેશ્વર, સુસાધુ અને પ્રવચનની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વના અનુરાગી થવું, મિથ્યાત્વમાં આસક્ત દેવ-ગુરુનો ક્યારે પણ ભક્તિરાગ ક૨વો નહીં.
d) સ્થિરતા - અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ધર્મ પ્રત્યે અત્યંત દેઢતા, સ્થિરતા રાખવી. ગમે તેવા મિથ્યાત્વી રાજા કે દેવોના ઉપસર્ગ આવે તો પણ સ્વધર્મમાંથી ચલિત ન થવું. દૃઢ રહેવું તેમજ બીજો કોઈ ધર્મથી પતિત થતો હોય તો તેને ધર્મમાં સ્થિર ક૨વો તે સ્થિરતા નામનું ચોથું ભૂષણ છે. અહીં સુલસા શ્રાવિકાની કથા આપેલી છે.
રાજગૃહી નગરીમાં પ્રસેનજિત રાજાનો નાગ નામનો સારથિ હતો, એની સુલસા નામની પત્ની હતી જે જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અત્યંત ભક્તિ અને અનુરાગવાળી હતી. એક વખત ઈંદ્રમહારાજાએ દેવસભામાં સુલસાની ધર્મઢઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી એક દેવ સુલસાની પરીક્ષા ક૨વા સાધુનો વેશ લઈ એને ઘરે આવ્યો. તેને પણ સુલસાના ધર્મઢઢતાની ખાતરી થઈ. એક વખત મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમોસર્યા. ત્યાં અંબડ નામનો પરિવ્રાજક પ્રભુની દેશના સાંભળવા આવ્યો. દેશના પૂર્ણ થતા પ્રભુને વંદન કરી આકાશગામિની વિદ્યાથી રાજગૃહી નગરી જવા પ્રયાણ કરે છે ત્યાં પ્રભુએ અંબડ શ્રાવકને કહ્યું, ‘નાગસારથીની પત્ની સુલસાને અમારા ધર્મલાભના આશીર્વાદ કહેજો.’ ૫૨માત્માની વાત સ્વીકારી અંબડ સુલસાના ઘરની બહાર આવ્યો. ત્યાં એણે વિચાર્યું, ‘જે શ્રાવિકાને સ્વયં, પ્રભુએ ધર્મલાભ કહેવરાવ્યો છે તો એની હું પરીક્ષા કરું. એમ વિચારી વૈક્રિય લબ્ધિથી એમણે જતિનું ઉદ્દ્ભટ રૂપ બનાવી સુલસાના ઘરે પ્રવેશ કર્યો અને ભિક્ષાની યાચના કરી. ત્યારે સુપાત્ર વિના બીજા
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો
૯૪