________________
ભગવંતના આજ્ઞામાં રૂચિ રાખવી અર્થાત્, ઉપરોક્ત શ્રદ્ધા પ્રાપ્ત થવી તે આજ્ઞારૂચિ છે.
અહીં ધર્મરૂચિ અણગારનું દૃષ્ટાંત આપેલું છે. ધર્મઘોષસૂરિ આચાર્યના શિષ્ય ધર્મરૂચિ અણસાર માસક્ષમણના પારણે ગોચરી માટે નાગેશ્રી બ્રાહ્મણીના ઘરે આવે છે. નાગેશ્રીએ તુંબડીનું શાક બનાવેલું. એને ચાખતા ખબર પડી કે તુંબડી કડવી ઝેર જેવી હતી. આટલા મસાલા નાખીને બનાવેલું શાક હવે ક્યાં નાખવું ? એ જ વખતે ધર્મરૂચિ મુનિ ગોચરી માટે નાગેશ્રીના ઘરે આવતા નાગેશ્રીએ એ કડવી તુંબડીનું બધું જ શાક મુનિએ ના પાડવા છતાં એમના પાત્રમાં વહોરાવી દીધું. ઉપાશ્રયમાં આવી ધર્મરૂચિ અણગાર લાવેલી ગોચરી ગુરુને બતાવી. ગુરુ જ્ઞાની હતા. એ સમજી ગયા આ આહા૨ વાપરવા યોગ્ય નથી એટલે શિષ્યને આજ્ઞા કરે છે, ‘આ આહાર વાપરવા યોગ્ય નથી માટે નિર્વદ્ય સ્થાને એને પરઠી દો.’
ગુરુની આજ્ઞા ‘તત્તિ’ કરી ધર્મરૂચિ અણગાર આહાર પરઠવા ગામથી દૂર ગયા અને નિર્દોષ ભૂમિ જોઈને શાકનું હજુ એક ટીપું નાખ્યું ત્યાં તો શાકના મસાલાની ગંધથી અનેક કીડીઓ ત્યાં આવી અને એ ઝેરી શાક ગ્રહણ કરતા મરણને શરણ થઈ. આ દશ્ય જોઈ કરૂણાશીલ મુનિનું હૃદય કંપી ઊઠ્યું. ‘એક ટીપું પરઠતા આટલી જીવહિંસા થઈ તો બધું શાક પરઠું તો કેટલી જીવહિંસા થાય. ગુરુએ મને નિર્વદ્ય સ્થાને આહાર પરઠવાની આજ્ઞા આપી છે તો મારું પેટ જ સૌથી ઉત્તમ નિર્વદ્ય સ્થાન છે.’ એમ વિચારી બધું ઝેરી શાક પોતે જ વાપર્યું - અનશન આરાધી, ઝેરના અસ૨ના લીધે આયુષ્ય પૂર્ણ કરી સર્વાસિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. આમ એકાવતારી થઈ મનુષ્યભવ પ્રાપ્ત કરી મોક્ષે જશે. આમ ગુરુઆજ્ઞાથી અવબોધ પામ્યા તે છે આજ્ઞારૂચિ.
૪) સૂત્રરૂચિ - જે અંગપ્રવિષ્ટ અર્થાત્ શ્રી આચારોગ સૂત્રાદિ અંગસૂત્રો અથવા શ્રી દસવૈકાલિકાદિ અંગબાહ્ય સૂત્રોનું અવગાહન કરી શ્રુતથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તે સૂત્રરૂચિ છે.
૧૨૪
સમ્યગ્દર્શનની દસ રૂચિ