________________
નગરચર્યા નિહાળી રહ્યા હતા. ત્યારે માર્ગ પર જતા એક જૈનમુનિને જોયા છે નીચી નજરે ભૂમિ નિહાળતા જયણાપૂર્વક ચાલતા હતા. એમને જોતા જોતા મૃગાપુત્ર વિચારે ચડ્યા - “અહો, આવું મેં પૂર્વે ક્યાંક જોયું છે અને વિચાર કરતા કરતા અનુપ્રેક્ષામાં ઊંડા ઊતરી ગયા. મોહનીય કર્મનો ઉપશમ થતા મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વના ભવો પ્રત્યક્ષ નિહાળ્યા. સંસાર પ્રત્યે નિર્વેદ ભાવ જાગૃત થયો અને માતાપિતાની આજ્ઞા લઈ મૃગાપુત્રએ સંસારનો ત્યાગ કરી સંયમ અંગીકાર કર્યો. અહીં મૃગાપુત્રને આચાર્ય આદિના ઉપદેશ વિના સ્વયં જે ધર્મમાં રૂચિ ઉત્પન્ન થઈ એ નિસર્ગરૂચિ છે. ૨) ઉપદેશરુચિ - સ્વયં સ્કરણાના બદલે ઉપરોક્ત જીવાદિ નવતત્ત્વોમાં (સુધર્મમાં) શ્રદ્ધા કોઈના ઉપદેશના નિમિત્તથી ઉત્પન્ન થાય તે ઉપદેશરુચિ છે. આવા ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરી યથાર્થતા પામીને જીવ મોક્ષમાર્ગે જાય છે.
અહીં ઋષભદેવ ભગવાનના ૯૮ પુત્રોનું દૃષ્ટાંત છે. ઋષભદેવે સંયમ લેતા પહેલા બધા પુત્રોને રાજ્યની વહેંચણી કરી દીધી હતી. છ ખંડ જીતીને ભરત મહારાજા અયોધ્યા નગરીમાં પ્રવેશ કરે છે ત્યારે ચક્રરત્ન અયોધ્યા નગરીમાં પ્રવેશ કરતું નથી. કારણ તેમના બધા ભાઈઓ તેમની આજ્ઞામાં રહેવા તૈયાર નથી. ભરત મહારાજાએ બધા ભાઈઓને પોતાના આધીન થવાનું કહ્યું, ત્યારે ઋષભદેવના ૯૮ પુત્રો એમની પાસે આવીને ફરિયાદ કરે છે કે, ‘આપે દરેક ભાઈને સ્વતંત્ર રાજ્યની વહેંચણી કરી આપી છે તો હવે અમે ભરતના આજ્ઞામાં શા માટે રહીએ.” પ્રભુ તેમને સમજાવતા કહે છે, “સંજુદાધિંવ જુદા- તમે બોધ પામો, કેમ બોધ પામતા નથી? તમારે રાજ્યલક્ષ્મી જોઈએ છે કે મોક્ષલક્ષ્મી? નાશવંતલક્ષ્મી જોઈએ છે કે શાશ્વત લક્ષ્મી? આ રાજ્ય તો ક્ષણિક છે, અનિત્ય છે
જ્યારે આત્મા તો શાશ્વત છે.' પ્રભુના ઉપદેશથી ૯૮ પુત્રો બોધ પામી રાજ્ય, સંસારને ત્યાગી પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ ઋષભદેવનો ઉપદેશ સાંભળી તેઓ આત્મબોધ પામ્યા. ૩) આજ્ઞારૂચિ - જેના રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન દૂર થઈ ગયા છે એવા જિનેશ્વર ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૨૩