________________
મહર્ષિઓએ સૂત્ર સિદ્ધાંતની મહત્તા બહુ બતાવેલી છે - शास्त्रे पुरस्कृते तस्मात् वीतराग पुरस्कृतः । पुरस्कृते पुनः तस्मिन् नियमात् सर्व सिद्धयः ।।
અર્થ : શાસ્ત્રોને શ્રદ્ધાપૂર્વક માનવાથી વીતરાગની અર્થાત્ અરિહંત દેવની શ્રદ્ધા થાય છે (કારણ કે બધા શાસ્ત્રોની રચના ગણધર ભગવંતો વીતરાગવાણી સાંભળીને કરે છે.) અને વીતરાગમાં શ્રદ્ધા રાખનારા સર્વ શ્રદ્ધાળુ નિયમથી સિદ્ધપદને પામે છે.
સૂત્રરૂચિ જંબૂસ્વામીને થઈ. પ્રભુ મહાવીરસ્વામીના નિર્વાણ પછી એમની પાટે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી આવ્યા. તેમના શિષ્ય શ્રી જંબૂસ્વામીએ સુધર્માસ્વામી પાસેથી દ્વાદશાંગી સૂત્રોનું ક્રમશઃ જ્ઞાન મેળવ્યું. શ્રી સુધર્માસ્વામી પાસે આવી તેમને વંદના કરી દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે પૂછતા, ‘હે ભગવંત, પ્રથમ અંગ શ્રી આચારાંગસૂત્રમાં પ્રભુએ આવું કથન કર્યું છે, તો હવે બીજા અંગસૂત્રમાં પ્રભુએ તેવા ભાવો ફરમાવ્યા છે ?’ આ રીતે ક્રમશઃ સૂત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરતા તેમનું જ્ઞાન ખીલતું ગયું, સમ્યક્ત્વ નિર્મળ થતું ગયું.
૫) બીજરૂચિ - પાણીમાં નાખેલ તેલના બિંદુની માફક જે એક પદમાં શ્રદ્ધા ઉત્પન્ન થતા, પોતાની પ્રતિભાના બળે અનેક પદો જાણી લે છે અને સમગ્ર સિદ્ધાંતમાં શ્રદ્ધાવાન થાય છે એવા અધિકારી પુરુષની શ્રદ્ધાને બીજરૂચિ કહેવાય છે. ઉદા. ત્રિપદી રૂપ એક પદ ભગવાનના શ્રીમુખેથી ગણધર ભગવંતો સાંભળે છે અને ત્યારબાદ તેઓ અનેક પદો રચી અધ્યાત્મશાસ્ત્રની રચના કરે છે. બીજનો ચંદ્ર અંધકાર મટાડીને પ્રકાશનો દ્યોતક છે એવી રીતે અનાદિકાળના મિથ્યાત્વના ઘોર અંધારામાંથી બહાર કાઢવા માટે સમ્યગ્દર્શનનો પ્રકાશ અંતરમાં પ્રગટાવવાનો છે. આ સમ્યક્ત્વને ‘બોધબીજ' એવું નામ આપ્યું છે.
તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંતોને ત્રિપદી - ૩પ્પન્ને રૂ વા, વિામે રૂ વા, થુવે રૂ વા' આપે છે ત્યારે પાણીમાં નાંખેલ તેલબિંદુની જેમ, બીજબુદ્ધિના
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૧૨૫