________________
अतुलगुणनिधानं, सर्वकल्याणबीजं ___ जननजलधिपोतं, भव्य सत्त्वैकचिन्हम्। दुरिततरुकुठारं, पुज्यतीर्थं प्रधानम् पिबत जितविपक्षं दर्शनारव्यं सुधाम्बु।।६.५९।।
જ્ઞાનાર્ણવ અર્થ : હે લોકો, તમે સમ્યગદર્શનરૂપી સુધાજલનું પાન કરો, કારણ કે તે અતુલ ગુણોનું નિધાન છે, સર્વ કલ્યાણનું બીજ છે, જન્મમરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ છે, ભવ્ય જીવો તેને પામી શકે છે, તે પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડી સમાન છે, પવિત્ર તીર્થોમાં એ જ પ્રધાન છે અને મિથ્યાત્વનો એ જ્યવંત શત્રુ છે.