________________
મિથ્યાજ્ઞાન કહેવાય છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતા જ તે મિથ્યાજ્ઞાન સમ્યજ્ઞાન બની જાય છે.
આ સમ્યક્ત્વ ગુણની આવા પ્રકારની મહત્તા જે સાંભળે છે અને સમજે છે તે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનું મન થયા વિના રહે ખરું? આપણે આ ચોરાશી લક્ષ યોનિના ભવચક્રમાંથી છૂટવું છે અને મોક્ષ પ્રાપ્ત કરવો છે – એ આપણું લક્ષ્ય છે. એના માટે આપણને જે પુરુષાર્થ આચરવો પડે તેમાં પ્રથમ આવશ્યકતા સમ્યગ્દર્શનની છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા વિના કોઈ કાળે મુક્તિ થાય નહિ. જે જીવ સમ્યક્ત્વના આ મહાત્મ્યને સમજ્યો છે તે જીવ સમ્યક્ત્વ ગુણની મહત્તાને વર્ણવનારા શાસ્ત્રનું જ્ઞાન સંપાદન કરવાનો પુરુષાર્થ કરે, એ શાસ્ત્રમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાના જે ઉપાય બતાવ્યા છે, તે એને જાણવા છે, જાણીને આચરવા છે એવી મનોવૃત્તિથી જે જ્ઞાન મેળવે તે જ્ઞાન એ જીવને સમ્યક્ રૂપે પરિણમે. એ જ રીતે, સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની ભાવનાથી એ જીવ જો ચારિત્રનું પાલન કરે અથવા અનશનાદિ તપ કરે તો એ ચારિત્ર અને એ તપ પણ ક્રમશઃ સમ્યક્ કોટિનું ફળ આપે. જ્યારે જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે એના પૂર્વે એ મિથ્યાદૅષ્ટિ હોય પણ સમ્યક્ત્વ પમાડે એવા પરિણામનો એ સ્વામી બની, સમ્યક્ત્વની સન્મુખ દશાનો ક્ષયોપશમ પામે તો એ જીવ ક્રમે કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે. એ જીવને મિથ્યાત્વનો ઉદય ચાલુ છે, પણ એ જીવનું મિથ્યાત્વ મંદ ઘણું થયેલું છે એટલે એ જીવને મિથ્યાદૅષ્ટિ કહેવાને બદલે સમ્યક્ત્વની સન્મુખ બનેલો જીવ કહી શકીએ જે આચાર્ય હરિભદ્રસૂરિએ વર્ણવેલી આઠ યોગદ્યષ્ટિમાં ચોથી યોગદ્યષ્ટિ ‘દીપ્રા’માં પહોંચેલો જીવ કહી શકાય.
આવું સમ્યગ્દર્શન પ્રાપ્ત ક૨ના૨ જીવ કદાચ સમકિતથી ભ્રષ્ટ થાય અને પાછો મિથ્યાત્વે જાય તો પણ તેને કર્મબંધ અલ્પ જ થાય. ગ્રંથિભેદ સમયે થનારી કર્મસ્થિતિનું ઉલ્લંઘન કરીને ૭૦ ક્રોડાક્રોડી પ્રમાણ મોહનીય કર્મ વગેરેના કાર્યણવર્ગણાનું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે જીવ કરતો નથી. મિથ્યાત્વ ઉદયમાં આવવા છતાં, મિથ્યાર્દષ્ટિ બનવા છતાં પણ વિશેષ પ્રકારે અલ્પસ્થિતિવાળો કર્મબંધ થાય
૧૪૮
સમ્યક્ત્વનું મહાત્મ્ય