________________
છે. ગ્રંથિભેદ ન કરેલ હોય તે જીવને મોહનીય કર્મની ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ કાલ પ્રમાણે સ્થિતિ બંધાઈ શકે છે. જ્યારે ગ્રંથિભેદ થયા પછી મોહનીયાદિ કર્મની એક ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ પણ સ્થિતિબંધ થતો નથી. કારણ કે તેના પરિણામ અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ કરતા સારા જ હોય છે. ભલે ને બાહ્ય પ્રવૃત્તિ (આરંભ પરિગ્રહાદિ પ્રવૃત્તિ) મિથ્યાષ્ટિ અને સમકિત ભષ્ટની પ્રાય: સમાન દેખાતી હોય. કારણ કર્મબંધનો મુખ્ય આધાર જીવના અધ્યવસાય છે, અને સમકિત પતિત જીવને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કે રસબંધ કરાવે તેવા સંકિલષ્ટ પરિણામ હોતા નથી. સમકિતી જીવની સાંસારિક પ્રવૃત્તિ તપેલા લોખંડના ગોળા પર પગ મૂકવા જેવી જણાવી છે. જંગલમાં પાછળ પડેલા વાઘથી જાન બચાવવા ભાગતો યુવાન વચ્ચે અંગારા ભરેલી ખાઈ આવે અને તેમાં લોખંડના લાલચોળ તપેલા લોખંડના ગોળા પરથી પગ મૂકી પસાર થાય ત્યારે તે પગ મૂકે તો પણ અડધો મૂકે, ઓછામાં ઓછા ગોળા પર પગ મૂકે, કંપતા હૈયે મૂકે અને ઝડપથી પાછો ઉંચકી લે. તપેલા ગોળા પર પગ મૂકતા એને કેવી કંપારી છૂટે તેવી ધુજારી અને કંપારી પાપ કરતી વખતે સમકિતી જીવ અનુભવે છે. પાપની પ્રવૃત્તિ બિનજરૂરી ન કરે. જીવનજરૂરી પાપપ્રવૃત્તિ ઘટાડતો જાય, અવશ્ય કરવી પડે તેવી પાપપ્રવૃત્તિમાં પણ તેનું મન અત્યંત વ્યથિત હોય, બેચેન હોય કારણ કે પાપપ્રવૃત્તિના ફળ તેની નજર સામે તરવરતા હોય છે. એટલે નિર્મળ સમકિતી જીવ જીવનનિર્વાહ આદિ માટે કરવા પડતા પાપને માત્ર કાયાથી કરે છે, રૂચિપૂર્ણ ચિત્તથી નહિ. (તેથી સમકિતી વ્યક્તિ કાયપાતી જ હોઈ શકે, ચિત્તપાતી નહિ.)
આવા સમ્યગ્દર્શન અને તેના મહાસ્ય વિષે નિગ્રંથ આચાર્યો/મુનિવરો કેવી રીતે વર્ણન કરે છે તે નીચેના શ્લોકોમાં જણાઈ આવે છે -
अतुलगुणनिधानं, सर्वकल्याणबीजं। __ जननजलधिपोतं, भव्यसत्त्वैकचिन्हम्। दुरिततरुकुठारं, पुण्यतीर्थं प्रधानम्
पिबत जितविपक्षं दर्शनारव्यं सुधाम्बु।।
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૪૯