________________
(૧)એકેન્દ્રિય (૨) બેઈન્દ્રિય (૩) તેઈન્દ્રિય (૪) ચઉરિન્દ્રિય (૫) પંચેન્દ્રિય. ૧. એકેન્દ્રિય - જે જીવોને ફક્ત એક ચામડી જ ઈન્દ્રિય છે, અર્થાત્ સ્પર્શેન્દ્રિય છે, તેઓ એકેન્દ્રિય કહેવાય છે. તેઓને સ્થાવર કહેવાય છે. કારણ આ જીવો સ્થિર રહે છે, પોતાની ઈચ્છાથી હલન ચલન કરી શકતા નથી. સ્થાવર જીવોના ૫ ભેદો છે –
અ) પૃથ્વીકાય : માટી, પથ્થર, રેતી, કાંકરા, સોનું, રૂપું આદિ બ) અપકાય : પાણીના જીવો ક) તેઉકાય : અગ્નિના જીવો ડ) વાઉકાય : પવનના જીવો
ય) વનસ્પતિકાય : વનસ્પતિના જીવો ૨. બેઈન્દ્રિય - જે જીવોને ચામડી અને જીભ એમ બેઈન્દ્રિય હોય છે. જેમ કે શંખ, ગંડોલા, અળસિયા ઈત્યાદિ. ૩. તેઈન્દ્રિય - જે જીવોને ચામડી, જીભ અને નાક એમ ત્રણ ઈન્દ્રિય હોય છે. જેમ કે કીડી, જુ, લીખ, મંકોડા, મચ્છર, માંકડ, કાનખજૂરિયા ઈ. ૪. ચઉરિન્દ્રિય - જે જીવોને ચામડી, જીભ, નાક અને આંખ એમ ચાર ઈન્દ્રિય હોય છે જેમ કે વીંછી, ભમરા, તીડ વગેરે ૫. પંચેન્દ્રિય - જેમને ચામડી, જીભ, નાક, આંખ અને કાન એમ પૂરી પાંચ ઈન્દ્રિયો હોય છે. જેમ કે દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય.
સંસારી જીવોને ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે દસ પ્રાણ હોય છે. સિદ્ધને ચાર ભાવ પ્રાણ હોય છે - કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ, અનંત વીર્ય. ૨) અજીવ જે પ્રાણરહિત હોય, જેમાં ચેતના ન હોય, અર્થાત્ જે જડ હોય તે અજીવ. અજીવ તત્ત્વના ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એમ પાંચ ભેદ છે. તેમાં કેવળ પુદ્ગલ દ્રવ્ય રૂપી છે.
( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૨૩