________________
નવ તત્વ
નવ તત્ત્વો શું છે?
(૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ.
નવ તત્ત્વમાં મુખ્યપણે બે તત્ત્વો છે - ૧) જીવ ૨) અજીવ. ૧) જીવ જેનામાં ચૈતન્ય હોય અર્થાત્ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ હોય, એ જીવ કહેવાય છે. એ અનાદિ શાશ્વત પદાર્થ છે. જે જીવે અર્થાતુ પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ થાય છે. પાંચ ઈદ્રિયો, ત્રણ યોગ (મન-વચન-કાયા), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દસ દ્રવ્ય પ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ સ્વાભાવિક ગુણો ભાવ પ્રાણ છે. સંસારી જીવોને બંને પ્રકારના પ્રાણ હોય છે. મુક્ત અર્થાત્ સિદ્ધ જીવોને કેવળ ભાવ પ્રાણ હોય છે. આ શરીરમાં જ્ઞાનવાન એવો આત્મા રહેલો છે, જે સુખદુઃખનો વેદક છે, અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશો હાથી અગર કીડીમાં એક સરખા જ હોય છે કારણ તે દીવાની જેમ સંકોચ અને વિસ્તાર સ્વભાવવાળો છે અર્થાત્ દેહવ્યાપી છે, જેટલો દેહ મળે તેટલામાં વ્યાપીને રહે છે. આ જીવોના પાંચ ભેદ છે -