________________
આત્માના સ્વરૂપની ઓળખાણ કરાવનાર પણ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા જ છે. એટલે પરમાર્થથી તો વ્યવહાર અને નિશ્ચય સમ્યકત્વ એ બને સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્માની શ્રદ્ધામાં જ સમાયેલું છે. એટલે જ આચારાંગ સૂત્રમાં કહેલું છે – “તમેવ સā vીશંવં, ગંવિહિંપથ' અર્થાત્ જિનેશ્વર પરમાત્માએ જે ફરમાવ્યું છે તે જ સત્ય છે. નિર્ગથ પ્રવચન અર્થાતુ જિનવાણીમાં સંપૂર્ણ શ્રદ્ધા તે જ સમ્યગદર્શન. શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું, આજ્ઞા એ જ ધર્મ છે એવું જ્યાં શ્રદ્ધાન છે એ પણ સમ્યકત્વ કહેવાય છે. એટલે ઉપાધ્યાય યશોવિજયજી અધ્યાત્મસારમાં કહે છે,
तत्त्वश्रद्धानमेतच्च गदितं जिनशासने।।
સર્વે નવા ઇંન્તવ્ય સૂત્રે તત્ત્વમતી પા૨૨.દ્દા અર્થ : એને જિનશાસનમાં ‘તત્ત્વશ્રદ્ધાને કહ્યું છે. “સર્વ જીવોને હણવા નહીં એ તત્ત્વને સૂત્રમાં પ્રતિપાદિત કર્યું છે.
આમ કોઈ જીવને હણવા નહિ' અર્થાત્ ‘જીવહિંસા કરવી નહિ એ ધર્મનું સૂત્ર બને છે એ તત્ત્વરૂપે છે. જીવોને તત્ત્વ તરફ વાળવા માટે અહિંસા એ પ્રથમ પગથિયું છે. અહિંસા એ આત્માનો ધર્મ છે એટલે અહિંસાનો સરળ બોધ હૃદયમાં પરિણમે એ સમ્યકત્વ માટે આવશ્યક છે, અનિવાર્ય છે. કોઈપણ જીવને હણવો નહિ' એમાં ફક્ત જીવ તત્ત્વની વાત આવે છે. પરંતુ જિનેશ્વર ભગવાને તો જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એમ નવ તત્ત્વની વાત કરી છે. અને એ પણ આજ્ઞારૂપ છે. એટલે માત્ર જીવ તત્ત્વમાં નહિ પણ નવે તત્ત્વમાં શ્રદ્ધાન હોવું એ સમકિતનું લક્ષણ છે.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૨૧