________________
દ્વાદશાંગીની (બાર અંગ સૂત્રોની) રચના કરે છે જેને જિનવાણી કહેવામાં આવે છે. અહીં તત્ત્વની શ્રદ્ધા કરવી એટલે પરમાર્થથી -
૧) તત્ત્વાર્થના પ્રરૂપક એવા સર્વજ્ઞ તીર્થકર ભગવંતની શ્રદ્ધા કરવી જેને આપણે “અરિહંત દેવ' કે ટૂંકમાં માત્ર સુદેવ' કહીએ છીએ એટલે ‘સુદેવ'ની શ્રદ્ધા કરવી.
૨)તત્ત્વની શ્રદ્ધા કરવી એટલે તીર્થકર ભગવંતના પ્રરૂપેલા તત્ત્વ સાંભળીને દ્વાદશાંગીની રચના કરનાર ગણધર ભગવંતોની અને સર્વજ્ઞ પરમાત્માએ કહેલા પંચ મહાવ્રતને ધારણ કરનાર સાધુ-સાધ્વીજીઓની શ્રદ્ધા. તીર્થંકર પરમાત્માના નિર્વાણ પછી આ પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીઓને ‘ગુરુ' કહ્યા છે. આ ગુરુ તત્ત્વને વ્યવહારમાં સુગુરુ' કહ્યાં છે તેથી તત્ત્વાર્થ શ્રદ્ધા એટલે ‘સુગુરુની શ્રદ્ધા કરવી.
૩) જીવાદિ તત્ત્વોનું યથાર્થ નિરૂપણ તે જ સદ્ધર્મનું નિરૂપણ છે. તેમાં પણ મુખ્યત્વે જીવની અજ્ઞાનમય બહિદશાનું સ્વરૂપ કહીને મોહદશાથી પરાભૂત થયેલો અજ્ઞાની જીવ કેવી રીતે કર્મબંધથી બંધાય છે અને તે કર્મબંધથી છૂટવાના શું ઉપાયો છે જેથી જીવ અંતરાત્મદશા પ્રગટાવીને અર્થાત્ સમ્યગદર્શન પ્રાપ્ત કરીને પરમાત્મદશા સુધી કેવી રીતે પહોંચી શકે અને આત્માનું પરમ વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે તેનું યથાતથ્ય નિરૂપણ તે સુધર્મ છે. એટલે જીવાદિની શ્રદ્ધા તે ‘સુધર્મ'ની પણ શ્રદ્ધા થઈ.
એટલે નવ તત્ત્વની શ્રદ્ધા કે તત્ત્વાર્થનું શ્રદ્ધાનું એ “સુદેવ' કહેતા અરિહંત દેવ, સુગુરુ' કહેતા અરિહંત પરમાત્માની આજ્ઞા પ્રમાણે વિચરતા પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી અને સુધર્મ કહેતા સર્વજ્ઞ અરિહંત પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ એની શ્રદ્ધા તે સમ્યગુદર્શન છે. જેને આપણે વ્યવહાર સમ્યગ્દર્શન' કહીએ છીએ. અને જીવ અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપની પોતાના જ જ્ઞાન વડે અર્થાત્ આત્મજ્ઞાન વડે આત્મામાં શ્રદ્ધા કરે તેને નિશ્ચય સમ્યગ્દર્શન કહ્યું છે. આ નિશ્ચય સમ્યગદર્શન પણ તીર્થંકર પરમાત્માએ કહેલા નવ તત્ત્વની શ્રદ્ધામાંજ સમાયેલું છે. કારણ
૨
સમ્યગદર્શનની વ્યાખ્યા