________________
૫, ૬) આલાપ, સંલાપ - થોડું બોલવું તે આલાપ છે અને વારંવાર બોલવું તે સંલાપ છે. અન્યધર્મીઓની સાથે આવા આલાપ, સંલાપથી પરિચય વધે છે, તેમના આત્માના વિમુખ આચાર, વિચારથી વિવિધ પ્રકારની ઈચ્છાઓને ઉત્તેજન મળે છે. અનાદિકાળના સંસ્કારના લીધે મન પાછું વિષયની સન્મુખ થાય છે. તેને લીધે આત્મમાર્ગનો ત્યાગ કરી તેની પ્રવૃત્તિ પાંચ ઈંદ્રિયોના વિષયોને પોષણ મળે તેવા માર્ગ તરફ થાય છે તેનાથી મૂળ માર્ગ પરથી પતિત થવાની સંભાવના રહે છે. એટલે સમ્યગ્દષ્ટિ આત્માઓએ અન્યધર્મી સાથે આવા આલાપ સંલાપ વર્જી દેવાનું કહ્યું છે. અન્યધર્મીઓના દેવ અને ગુરુ આદિને વંદન, નમન, આલાપ, સંલાપ, દાનનો નિષેધ ક૨વાનો હેતુ તેમનો છે.
આ ચારે જયણા ઉ૫૨ નલરાજા અને મન્નીતિલકની કથા આપેલી છે.
વિજય નામના નગરમાં નલ નામનો રાજા હતો અને તેનો તિલક નામે મંત્રી હતો. એક વખત રાજા મંત્રી સાથે શિકાર માટે જંગલમાં ગયો. ત્યાં એક મૃગનો શિકા૨ ક૨વા જતા એ મૃગે મનુષ્યની ભાષામાં રાજાને નિ૨૫૨ાધ અને અશરણ એવા પ્રાણીઓને મારવાનું કૃત્ય અત્યંત અધર્મપૂર્વકનું છે એ સમજાવ્યું. મૃગને મનુષ્યની ભાષામાં બોલતો જોઈ રાજાને આશ્ચર્ય થયું અને રાજા મંત્રી સાથે એ મૃગની પાછળ ગયો. મૃગ એમને એક ધ્યાનસ્થ મુનિને ત્યાં લઈ ગયો. રાજા અને મંત્રીએ મુનિને વંદન કર્યા. મુનિએ ધ્યાન પાળીને ધર્મદેશના આપી. હિંસા, અમૃત, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહ આ પાંચે મહાપાપ છે જે નરકનો માર્ગ છે એટલે ત્યજવા યોગ્ય છે અને શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ આચરવા યોગ્ય છે. ઉત્તમ રાજલક્ષણોથી યુક્ત દેહ ધરાવતા મુનિને જોઈ રાજાએ પૂછ્યું, ‘આપ રાજકુમાર હોવા છતાં દીક્ષા ગ્રહણ કરવાનું કારણ શું હતું ? વૈરાગ્ય થવાનું કારણ શું ?' ત્યારે મુનિએ એનો વૃત્તાંત નીચે પ્રમાણે કહ્યો.
સિદ્ધપુર નામના નગરમાં ભુવનસાર નામનો રાજા અને તેનો મતિસાગર નામે મંત્રી હતો. એક વખત રાજા રાજસભામાં નૃત્ય જોવામાં લયલીન હતો ત્યારે અષ્ટાંગનિમિત્ત જાણનાર એવો પંડિત રાજસભામાં આવ્યો. રાજાએ તેને આવકાર
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૧૧૧