________________
પાંચ દૂષણ (સમ્યક્ત્વમાં ન સેવવા યોગ્ય પાંચ દૂષણ)
સમ્યક્ત્વને જે દૂષિત કરે તે ‘દૂષણ’ કહેવાય છે. આવા પાંચ દૂષણ છે - a) શંકા b) કાંક્ષા c) વિચિકિત્સા d) મિથ્યાદષ્ટિની પ્રશંસા e) મિથ્યાદષ્ટિનો સંગ. આ દૂષણો ત્યજવા યોગ્ય છે. કારણ એ સમ્યકત્વને મલિન ક૨ના૨ા છે.
a) શંકા - અરિહંત પરમાત્મા સર્વજ્ઞ હોવાથી એમણે પ્રરૂપેલ, એમણે કહેલ તત્ત્વો સંપૂર્ણ સત્ય છે. પરંતુ અતીન્દ્રિય વસ્તુઓ ચક્ષુ આદિ ઈદ્રિયોથી જાણી શકાતી નથી. ઉદા. સ્વર્ગ, નક, નિગોદ, મોક્ષ વગેરે આપણે જોઈ, જાણી શકતા નથી. ત્યારે જિનેશ્વર ભગવંત, જે રાગ, દ્વેષ અને મોહ આદિ દોષોના ક્ષયથી સર્વ શ્રેષ્ઠ આપ્ત છે તેઓના વચનમાં શ્રદ્ધા ન કરતા એમાં શંકા ક૨વી; એનું આચરણ સમ્યક્ત્વને દૂષિત કરનારું છે. કેવલજ્ઞાનથી જે જણાય તે ઈંદ્રિયગમ્ય જ્ઞાનથી ન દેખાય, ઘણી વસ્તુઓ છે જે જ્ઞાનીગમ્ય હોવાથી શ્રદ્ધેય છે એમાં શંકા કરવી તે દૂષણ છે. એના ઉપર શ્રી આષાઢાભૂતિનું દૃષ્ટાંત છે.
અયોધ્યા નગરીમાં એકવાર શ્રી આર્યઆષાઢાભૂતિસૂરિ નામે આચાર્ય પધાર્યા જે ગીતાર્થ, ઉત્તમ ચરિત્રધર અને શાસ્ત્રોના પારગામી હતા. એમની સાથેના જે જે સાધુઓ આહારનો ત્યાગ કરી અનશન કરતા તેમને તેઓ નિર્વેદકારી વાણી વડે નિર્યામણા (અંતિમ આરાધના) કરાવતા અને તે સાધુઓને કહેતા, ‘કાળધર્મ પામીને જો તમે દેવ થાઓ તો અવશ્ય અમને દર્શન આપવા આવજો.' સાધુઓ પણ તેના માટે સંમતિ આપી કાળધર્મ પામી દેવલોકને પ્રાપ્ત કર્યું પરંતુ ત્યાંના દૈવિકસુખોમાં વ્યસ્ત થવાથી કોઈ પણ પોતે આપેલ વચન પ્રમાણે સૂરિને દર્શન આપવા આવ્યા નહિ. એક વખતે ઉત્તમ આરાધક અને ચારિત્રવાન એવા એક વિનિત શિષ્યને સૂરિએ અંતિમ આરાધના કરાવી અને પ્રાર્થના કરી કે જો તને દેવલોક પ્રાપ્ત થાય તો જરૂરથી મને દર્શન કરાવવા આવજે. પરંતુ કાળધર્મ પામીને દેવ થયેલો એ શિષ્ય પણ દેવલોકના ભોગોમાં વ્યસ્ત થવાથી ગુરુને દર્શન આપવા
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૬૫