________________
સમ્યગુદર્શનની વ્યાખ્યા
સમ્યગુદર્શન એટલે સુદેવ, સુગુરુ અને સુધર્મ પર અવિચલ શ્રદ્ધા. - પરમ તારક, વીતરાગ, સર્વદોષ રહિત એવા સર્વજ્ઞ તે
મારા સુદેવ. તેમની આજ્ઞા અનુસાર વર્તનારા, પંચ મહાવ્રતના ધારક, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અલંકૃત નિગ્રંથ મુનિ તે સુગુરુ. વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલો ક્ષમાદિ દસ પ્રકારનો તેમજ અહિંસા - સંયમ અને તપમય જે ધર્મ એ જ સુધર્મ.
આ દેવ, ગુરુ અને ધર્મ પરની શ્રદ્ધા એટલે સમજ્યા વિના કેવળ સાંભળીને માની લીધેલી નહીં, પરંતુ ઊંડાણમાંથી પ્રતિત થયેલી, આદરપૂર્વક સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મને સેવતા સેવતા સુદઢ થયેલા સંસ્કારમાંથી પ્રમાણભૂત થયેલી અવિચલ શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન.
જૈન દર્શન પ્રમાણે દરેક સંસારી જીવ જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી બંધાયેલો છે તેમાં સૌથી મહત્ત્વનું કર્મ મોહનીય કર્મ છે. એના દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદ છે. શ્રદ્ધા ગુણનો ઘાત કરનાર દર્શન મોહનીય કર્મ