________________
સમ્યગુદર્શનના પ્રકારો
જીવને પોતાની મિથ્યા માન્યતાને લીધે આ શરીર એ જ હું છું) અનાદિથી પોતાના સ્વરૂપ વિશેની ભ્રમણા છે. આ ભ્રમણા જ્યારે ટળે ત્યારે સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે. જીવને જ્યારે પોતાનું સાચું સ્વરૂપ સમજવાની જીજ્ઞાસા થાય છે ત્યારે આત્મજ્ઞાની પુરુષના ઉપદેશનો યોગ મળે છે. તે ઉપદેશ સાંભળી જીવ પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે તો સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે. સમ્યગુદર્શન બે પ્રકારે પ્રગટ થાય છે – નિસર્ગથી અથવા અધિગમથી. નિસર્ગ સમ્યકત્વ- બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક રીતે (પૂર્વના સંસ્કારથી) ઉત્પન્ન થાય તેને નિસર્ગ સમ્યકત્વ કહેવાય છે. અધિગમ સમ્યકત્વ – ગુરુ ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી જ સમ્યગુદર્શન પ્રાપ્ત થાય તેને અધિગમ સમ્યકત્વ કહેવાય છે.
સમ્યગુદર્શન અંતર અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મ પરિણામ એ અંતરંગ નિમિત્ત છે. ગુરુ ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોથી કેટલાક જીવોને બાહ્ય નિમિત્ત વિના પૂર્વ સંસ્કારથી આત્મપરિણામોમાં વિશુદ્ધિ આવતા રાગ દ્વેષની તીવ્રતા મટી જાય,