________________
તત્ત્વ નિશ્ચય થઈ જાય અને સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય, આવી રીતે અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે નિસર્ગ સમ્યગદર્શન કહેવાય છે.
બાહ્ય નિમિત્તો અનેક પ્રકારના હોઈ શકે છે. કોઈને સદ્ગુરુનો ઉપદેશ સાંભળતા સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તો કોઈને વીતરાગ પરમાત્માની પ્રતિમાના દર્શન કરતા આત્મવિશુદ્ધિ થાય છે. તો કોઈને શાસ્ત્ર અધ્યયન કરતા પ્રાપ્ત થાય છે. આવી રીતે બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી સમ્યગુદર્શન પ્રગટે છે જેને અધિગમ સમ્યગદર્શન કહે છે.
આમ સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તો કોઈને પણ ન પ્રગટે. આમ થવામાં તે જીવનું તથાભવ્યત્વ કારણ છે.
તથાભવ્યત્વ એટલે દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા. દરેક જીવમાં તથાભવ્યત્વ એટલે કે મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. એટલે સમ્યગ્ગદર્શન આદિ ગુણો ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કોઈ જીવને નિસર્ગથી તો કોઈ જીવને અધિગમથી સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શનના જૂદી જૂદી અપેક્ષાએ અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. જે નીચે પ્રકારે છે – ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, સાસ્વાદન અને વેદક.
દ્રવ્ય સમ્યક્ત અને ભાવ સમ્યકત્વ નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વ રોચક, કારક અને દીપક સમ્યકત્વ.
શ્રી તત્ત્વાર્થસૂત્રના વિવેચનમાં સમ્યક્ત્વના પથમિક, ક્ષાયિક, લાયોપથમિક, વેદક અને સાસ્વાદન એમ પાંચ ભેદો કહેલા છે.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણે સમકિતના પાંચ ભેદ દર્શાવ્યા છે –
सम्मत्तपरिग्गहिय सम्मसयंतंच पंचहा सम्म । उवसमियं सासाणं रवयसमजं वेययं रवइयं ।।
૩)
સમ્યગદર્શનના પ્રકારો છે