________________
અર્થ : સમકિતપૂર્વક ગ્રહણ કરેલ શ્રુત તે સમ્યક્ શ્રુત છે. તે સમકિત ઔપશમિક, સાસ્વાદન, ક્ષયોપશમક, વેદક અને ક્ષાયિક એમ પાંચ પ્રકારે છે.
એવી જ રીતે કવિ ઋષભદાસે સમ્યક્ત્વની ચોપાઈ - ૮ માં સમકિતના પાંચે પ્રકા૨ને વર્ણવતા કહ્યું છે -
ઉપશમિક પહિલું તે કહીઈ, પાંચ વરા સંસારિ;
આવ્યું અંતરમુરત રહિ, અસ્ય વચન(ન)રા શ્રી જિનવર કહિ... ૨૮૫
અર્થ : પ્રથમ ઉપશમ સમકિત છે. તે ભવચક્રમાં પાંચ વખત પ્રાપ્ત થઈ શકે છે. ઉપશમ સમકિત અંતર્મુહૂર્ત (૪૮ મિનિટમાં થોડો ઓછો સમય) રહે છે. હે માનવો ! એવા શ્રી જિનેશ્વર દેવના વચનો છે.
સાસ્વાદન તે બીજું જોય, પાંચ વાર સંસારિ હોય;
કાલ તેહનો ષટ્ આવલી, અસ્યુ વચન ભાષઈ કેવલી... ૨૮૬
અર્થ : બીજું સાસ્વાદન સમકિત છે. તે સંસાર ચક્રમાં પાંચ વખત પ્રાપ્ત થઈ શકે છે.
ધ્યાયો ઉપશમિક તે સાર, પામઈ જીવ અસંખ્યા વાર;
છાઠિ સાગર કાલ તસ હોય, ઝાઝેરા જિન ભાખિ સોય... ૨૮૭
અર્થ : ક્ષયોપશમ સમકિત જીવ અસંખ્યાત વખત પ્રાપ્ત કરી શકે છે. તેની
સ્થિતિ છાસઠ સાગરોપમ ઝાઝેરી છે. એવું જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે.
વેદક ચોથું સમક્તિ સાર, સંસારિ જીવ લેહિ એકવાર;
સમિ એક કહ્યો તસ કાલ, ભાખિ જીવદયા પ્રતિપાલ... ૨૮૮
અર્થ : ચોથું વેદક સમકિત છે. ભવચક્રમાં જીવ ફક્ત એકવાર પ્રાપ્ત કરે છે. તેની સ્થિતિ એક સમયની છે એવું જીવદયા પાલક જિનેશ્વર દેવ કહે છે.
ધ્યાયક પાંચમું સમક્તિ દવિ, એકવાર પામિ સહું જીવ;
તેત્રીસ સાગરોપમ તે રહિ, ઝાઝેરા જિન સ્વામી કહિ... ૨૮૯
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૩૧