________________
હસ્તિનાપુરના કુરૂ દેશના સીમાડે સિંહબલ રાજા હતો જે કપટથી મહાપદ્મ રાજાના ગામોને ભાંગતો હતો. એટલે મહાપદ્મ રાજાના આદેશથી નમુચિ મંત્રી સિંહ૨થ રાજાને જીતવા માટે ગયો. નમુચિએ પોતાની બુદ્ધિનો પ્રયોગ કરી યુક્તિથી સિંહ૨થ રાજાને પકડી લાવી રાજા સમક્ષ હાજર કર્યો. તેથી ખુશ થયેલા રાજાએ નમુચિને વરદાન માગવાનું કહ્યું. નમુચિએ ‘અવસરે માંગીશ’ એમ કહી વરદાન ભંડારી રાખ્યું.
પદ્મોત્તર રાજાએ મહાપદ્મ યુવરાજનો રાજ્યાભિષેક કરી પોતે મોટા પુત્ર વિષ્ણુકુમા૨ સાથે શ્રી સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. મહાપદ્મરાજા ભરતક્ષેત્રના છએ ખંડ જીતીને નવમા ચક્રવર્તી રાજા થયા. પદ્મોત્તરમુનિ અને વિષ્ણુકુમારમુનિ તપ, ધ્યાન આદિ દ્વારા આત્મસાધનામાં લીન થયા, કર્મોનો ક્ષય કરતા કરતા વિષ્ણુકુમારમુનિને અનેક લબ્ધિઓ પ્રકટ થઈ. તે લબ્ધિસંપન્ન એવા મુનિ આત્મસાધના માટે મેરૂપર્વત પર ચાતુર્માસ માટે રહ્યા. તે વખતે સુવ્રતાચાર્ય ચાતુર્માસ માટે હસ્તિનાપુર હતા. મંત્રી નમુચિને સુવ્રતાચાર્યના ચાતુર્માસની ખબર પડતા ભૂતકાળમાં ઉજ્જૈનીમાં થયેલો વાદનો પ્રસંગ તાજો થયો, સુવ્રતાચાર્ય પરનું વેર તાજું થયું અને બદલો લેવાની તીવ્ર ઈચ્છા થઈ. પરંતુ રાજા જૈનધર્મ અને જૈન મુનિઓના ઉપાસક હતા. તેથી વિચારતા એમને ઉપાય સૂઝ્યો. રાજા પાસે રાખેલું પોતાનું વરદાન એણે માગ્યું, ‘સાત દિવસ માટે તમારું રાજ્ય મને આપો.' રાજા વચનબદ્ધ હોવાથી તેને રાજ્ય આપી પોતે ગુપ્ત સ્થાનમાં રહ્યા. રાજા બનતા નમુચિએ સુવ્રતાચાર્યને બોલાવીને સાત દિવસની અંદર સર્વ જૈનમુનિઓને રાજ્યમાંથી જવાનો આદેશ આપ્યો. સુવ્રતાચાર્યે નમુચિને, ચાતુર્માસ હોવાથી જૈન મુનિઓનો વિહાર ન કરવાનો આચાર સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દ્વેષથી ભરેલો નમુચિ સમજ્યો નહીં. જૈન મુનિઓ અને જૈન શાસન ૫૨ આવેલી આ આફતનું નિવારણ કરવા સુવ્રતાચાર્યે આકાશગામિની વિદ્યાધારી એવા એક મુનિને મેરૂ પર્વત ૫૨ ચાતુર્માસ કરી રહેલ એવા અનેક લબ્ધિસંપન્ન વિષ્ણુકુમાર મુનિને બોલાવવા મોકલ્યા. હકીકત જાણતા વિષ્ણુકુમાર મુનિ હસ્તિનાપુર આવ્યા અને
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૮૧