________________
નમુચિને ચાતુર્માસ સુધી મુનિઓને રહેવા દેવા માટે કહ્યું. પરંતુ દ્વેષ ભાવનાથી ભરેલા એવો નમુચિ પોતાના વચન પર અડગ રહ્યો અને હવે બાકી રહેલા પાંચ દિવસમાં સર્વ મુનિઓને રાજ્ય છોડી દેવાનું કહ્યું. ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું, ‘તમારું રાજ્ય તો સંપૂર્ણ ભારતમાં છે. અને મુનિઓ ભરતક્ષેત્રથી બહાર જઈ શક્તા નથી તેથી બધા મુનિઓને રહેવા માત્ર ત્રણ ડગલા જેટલી ભૂમિ આપો.' નમુચિએ કહ્યું, ‘ત્રણ ડગલા જેટલી ભૂમિ આપું છું પણ તે ત્રણ ડગલાની બહાર જો કોઈ મુનિ હશે તો એને હું મારી નાંખીશ. એટલે અત્યંત ક્રોધાયમાન થયેલા એવા વિષ્ણુકુમાર મુનિએ તીવ્ર તપાદિથી મેળવેલી વૈક્રિય લબ્ધિથી એક લાખ યોજન પ્રમાણ વૈક્રિય શરીર બનાવ્યું અને જંબૂદીપના બંને છેડાએ બે પગ મૂકી પૃથ્વીને રોકી લીધી અને ત્રીજું પગલું નમુચિ પર મૂકી એને કીડાની જેમ દબાવ્યો. વિષ્ણુકુમાર મુનિનો આ ક્રોધ જોઈ સુવ્રતાચાર્યે પોતાની અમૃત સરખી વાણીથી એમનો ક્રોધ શાંત કર્યો. વિષ્ણુકુમાર મુનિ પોતાનું વૈક્રિયસ્વરૂપ સંકેલી મૂળ શરીર ધારણ કર્યું. આવા જિનશાસન અને જૈન સાધુઓની અવહેલના કરનારા નમુચિને રાજ્ય સોંપવા બદ્દલ રાજાને ઠપકો આપ્યો. અને પોતે ગુરુ પાસે પોતાના આ વૈક્રિય શરીરની અને ક્રોધની આલોચના, પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થયા. આ પ્રમાણે તપ દ્વારા પ્રાપ્ત થયેલ લબ્ધિ દ્વારા જૈન શાસનની પ્રભાવના કરે એ તપસ્વી પ્રભાવક કહેવાય છે. f) વિદ્યા પ્રભાવક – મંત્ર અને વિદ્યાના બળથી જે શાસનની ઉન્નતિ કરે તે વિધાબલી પ્રભાવક કહેવાય છે મંત્ર અને વિદ્યાની શક્તિ ઘણી હોય છે જે ચમત્કારી શક્તિના અધિષ્ઠાયક પુરુષદેવો હોય છે તેને મંત્ર કહેવાય છે અને જે ચમત્કારી શક્તિની રોહિણી. પ્રજ્ઞપ્તિ.... વગેરે ૧૬ વિદ્યાદેવીઓ અધિષ્ઠાયિકા હોય છે તેને વિદ્યા કહેવાય છે. જે સૂરિશ્વરો અને મુનિવરો એવા મંત્ર અને વિદ્યાશક્તિમાં બળવાન હોય છે, વિદ્યાદેવીઓ અને શાસનદેવી જેને સહાયક હોય તેઓ પોતાની આ શક્તિ દ્વારા જૈન શાસનની આશાતના કરનારને બોધપાઠ આપી શાસનની પ્રભાવના કરે, અર્જુન ને જૈન બનાવે, જૈન ધર્મ અને જૈન સાધુના દ્રષીને પરમ રાગી બનાવે તે વિદ્યાપ્રભાવક કહેવાય છે. અહીં વજસ્વામીનું દૃષ્ટાંત આપેલું
૮૨
સમ્યગુદર્શનના ૬૭ (ભેદો) બોલો )