________________
આજ્ઞાને જે ક્યારેય લોપતા નથી, કર્મબંધ થવાના કારણ એવા આશ્રવને જે અટકાવે છે, કષાયોને વશ થતા નથી એવા તીવ્ર તપ દ્વારા મેળવેલી લબ્ધિથી જે શાસન પ્રભાવના કરે છે તે તપસ્વી પ્રભાવક કહેવાય છે. અહીં શ્રી વિષ્ણુકુમાર મુનિનું દૃષ્ટાંત આપેલું છે.
હસ્તિનાપુર રાજ્યમાં પોત્તર નામે રાજા અને એની જ્વાલા નામે રાણી હતી. એણે ગર્જના કરતાં સિંહના સ્વપ્નથી સૂચિત એવા પુત્રને જન્મ આપ્યો જેનું નામ “વિષ્ણુકુમાર' રાખ્યું. અને ચૌદ સ્વપ્નોંથી સૂચિત બીજો એક પુત્ર જન્મ્યો જેનું નામ “મહાપા' રાખ્યું. બંને ભાઈઓ યુવાવસ્થા પામ્યા ત્યારે વિષ્ણુકુમાર મોટા ભાઈ હોવા છતાં વૈરાગી ચિત્તવાળા હોવાથી રાજાએ નાનાભાઈ મહાપદ્મને યુવરાજ પદ આપ્યું.
ઉજ્જૈની નગરીમાં નરવર્મા રાજાને ત્યાં જૈન ધર્મનો વેષી એવો નમૂચિ નામે મંત્રી હતો. ૨૦મા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના સુવ્રત' નામે શિષ્ય બીજા મુનિઓ સાથે તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. રાજાને ખબર મળતા તેમને વંદન કરવા રાજા પોતાના નમુચિ મંત્રીને સાથે લઈને ત્યાં ગયા. જેન મુનિઓનો દ્વેષી એવા નમુચિએ સુવ્રતાચાર્ય સામે વાદનો પડકાર ફેંક્યો. વાદ માટે અયોગ્ય સમજી ગુરુ મૌન રહ્યા પરંતુ ગુરુ મૌન રહે તો તેમનો પરાભવ થાય એમ સમજી એક નાના મુનિએ નમુચિ સાથે પ્રત્યક્ષ-અનુમાન-આગમાદિ પ્રમાણો દ્વારા ધર્મતત્ત્વ એવી રીતે રજૂ કર્યું કે નમૂચિ નિરૂત્તર થઈ ગયો. પોતાનો વાદમાં પરાભવ થવાથી નમુચિનો સાધુઓ પ્રત્યેનો દ્વેષ વધ્યો. એમના ઉપર અત્યંત ક્રોધ આવવાથી અર્ધરાત્રિએ તલવાર લઈને મુનિને મારવા માટે ઉદ્યાનમાં ગયો. પરંતુ શાસનદેવીએ એને ખંભિત કરી દીધો. પ્રભાતે ખંભિત થયેલ નમુચિને જોઈ લોકો એને ધિક્કારવા લાગ્યા. ક્ષમાવાન એવા આચાર્ય ભગવંતે દેવીને કહી એને મુક્ત કર્યો. નમુચિનો આ વૃત્તાંત જાણી રાજાને નમુચિ પર ક્રોધ આવતા એને દેશમાંથી કાઢી મૂક્યો. નમુચિ ત્યાંથી હસ્તિનાપુર ગયો. ત્યાં મહાપદ્મરાજાએ એને પોતાના મંત્રી તરીકે રાખ્યો.
0
સમ્યગુદર્શનના ૬૭ (ભેદો) બોલો )