________________
છ પ્રકારની જયણા
જયણા એટલે સંભાળપૂર્વક, વિવેકપૂર્વક હાનિ ન થાય તેવી રીતે પ્રવૃત્તિ કરવી. આ જયણા વ્યવહાર પ્રસંગમાં મિથ્યાષ્ટિ સાથે વર્તન કરવા સંબંધી છે. પરધર્મીઓના ધર્મગુરુઓ, પરધર્મીના દેવો તેમ જ પરધર્મીઓએ પોતે કલ્પે કરેલા ચેત્યો આદિને વંદન, નમન વગેરે કરવું નહિ, જેને આતમધર્મનું ભાન નથી, સત્ય સમજાયું નથી, વિવિધ પ્રકારના પૌલિક સુખો મેળવવા અને ભોગવવા એ જ જેનું લક્ષ્ય છે, ધર્મને બહાને વિવિધ પ્રકારના તપ, જપ, સંયમાદિ કઠિન કર્મકાંડો કરવા છતાં જેના અંતઃકરણમાં તો પાંચ ઈદ્રિયોના વિષયસુખો ભોગવવાની ઇચ્છા રમે છે. આ લોક કે પરલોકના વૈભવ ભોગવવા છે એ સર્વ મનુષ્યો મિથ્યાદૃષ્ટિ છે. પછી તે ગમે તે ધર્મને માનનાર હોય પણ જેનું વલણ આત્માભિમુખ થયું નથી તે સર્વ મિથ્યાદષ્ટિ છે એવા પરતીર્થિકોની સાથે જે છ પ્રકારના વ્યવહાર ન કરવા - વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ, સંલાપ. આ સમ્યત્વની છે જયણા કહેવાય છે. ૧, ૨) વંદન, નમન - અન્યધર્મ ગુરુ અને દેવાદિને વંદન ન કરવું, હાથ જોડીને નમસ્કાર કરવા અને તેના લક્ષ વિનાના અથવા વિપરીત લક્ષવાળા કર્મકાંડોની પ્રશંસા કરવી, સ્તુતિ કરવી આ બંનેનો ત્યાગ કરવો, કારણ તેનાથી અજ્ઞાનતાને પોષણ મળે છે, તેમનામાં મિથ્યાત્વ વધે છે, પોતાના ધર્મને વધુ સત્ય માનતા થાય છે અને તે તરફનું મિથ્યા અભિમાન ધરાવે છે, વારંવાર આવા જીવોના પરિચયથી સમ્યકત્વી જીવો સમ્યકત્વમાં ઢીલા થવાની શક્યતા થાય છે. પરંતુ અન્યધર્મી પ્રત્યે વૈષ કે ઈષ્ય કે અપમાન ન કરવો. જિનપ્રતિમા હોય પરંતુ અન્યધર્મીઓના તાબામાં હોય તો ત્યાં પણ વંદન, નમન ન કરવું. આ બંને જયણા ઉપર ‘સંગ્રામસૂર'નું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે -
આ જંબૂદ્વીપમાં પદ્મિનીસંડ' નામના નગરમાં સૂરસેન રાજાનો સંગ્રામસૂર નામે પુત્ર હતો. તે પુત્ર બાલ્યાવસ્થાથી શિકારનો શોખીન હતો. એના પિતા રાજાએ
હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૦૭