________________
વધુ પ્રિય છે. આ સાંભળી રાજા વિજયને સમજાવે છે કે જો એક ભવના મરણના ભયથી મન અને ઈંદ્રિયો પર કાબૂ રાખી શકાય છે તો તત્ત્વને જાણનારા એવા ધર્મગુરુઓ જેમને અનંત ભવભ્રમણનો ભય લાગ્યો છે તેઓ પોતાના મન અને ઈંદ્રિયોનો નિરોધ કેમ ન કરી શકે ? રાજાના આ વચનો સાંભળી વિજયે પ્રતિબોધ પામીને જૈનધર્મ અને શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. આ પ્રમાણે ઘણા લોકોને બોધ આપી જિનધર્મના અનુયાયી બનાવી ‘આસ્તિક્તા' ગુણનું પરમ આરાધન કરી આયુષ્ય પૂર્ણ કરી પદ્મશેખર રાજા દેવલોકમાં ગયા.
આ પ્રમાણે ‘સમ્યક્ત્વ’ જેનાથી જાણી શકાય એવા સમ્યક્ત્વના પાંચ લક્ષણો છે. ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા. સમ્યગ્દષ્ટિ જીવોના જીવનમાં આ પાંચેય લક્ષણો દેખાય છે.
૧૦૬
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો