________________
વ્રતોનું સમ્યક્ રીતે પાલન કરી, અનુક્રમે દેવલોકમાં જઈ ભાવિમાં મોક્ષે જશે. દેવોએ એની કાયા નિરોગી કરી એટલે એ લોકમાં એ ‘આરોગ્યદ્વિજ’ તરીકે પ્રખ્યાત થયો.
૩) દેવગુરુની વૈયાવચ્ચ - વિદ્યાની સાધના કરનાર વિદ્યાસાધક જેમ વિદ્યા સાધવામાં એકચિત્ત રહે છે, અલ્પ પણ પ્રમાદ કે આળસ કરતો નથી તેમ જિનેશ્વર પરમાત્માની અર્થાત્ સુદેવની સેવા-પૂજા કરવામાં અને સાધુ મહાત્માઓની અર્થાત્ સુગુરુની વૈયાવચ્ચ ક૨વામાં તત્પર રહેવું, જરા પણ પ્રમાદ કરવો નહીં એ સમ્યક્ત્વનું ત્રીજું લિંગ છે. પ્રભુપૂજા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. દ્રવ્ય પૂજા આઠ પ્રકારની કહી છે – શ્રેષ્ઠ ચંદન, સુગંધી ધૂપ, અક્ષતચોખા, પુષ્પ, શ્રેષ્ઠ દીપક, નૈવેધ, ફળ, જલ વડે જિનપૂજા આઠ પ્રકારની કહી છે. અને ભાવપૂજા તો સ્તુતિ, સ્તોત્ર, ગીત, નૃત્ય, વાજિંત્રાદિ ભેદ વડે અનેક પ્રકારે છે. ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવને આરાધીને જીવ અચ્યુત દેવલોક સુધી જાય છે જ્યારે ભાવસ્તવથી જીવ અંતર્મુહૂર્ત કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. આવી રીતે જિનેશ્વર ભગવંતની તેમજ ધર્મમાર્ગનો ઉપદેશ આપનારા ધર્માચાર્યોની અશમ, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્રાદિ બહુ પ્રકા૨થી ભક્તિ ક૨વી, સેવા કરવી. અહીં ‘આરામશોભા’નું દૃષ્ટાંત આપેલું છે જેણે જિનાલય, જિનમૂર્તિ અને ધર્મગુરુઓની સેવા, ભક્તિ અને વૈયાવચ્ચ કરી એ સમ્યક્ત્વનું ત્રીજું લિંગ છે.
પર
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો
-