________________
બીજે દિવસે સવારના સભામાં બુદ્ધાનંદ ન આવવાથી તપાસ કરતા એમણે પ્રાણોનો ત્યાગ કર્યાની ખબર પડી. એ જ વખતે શાસનદેવીએ મલમુનિ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરીને ઉદ્ઘોષણા કરી, 'હે રાજા, આ બુદ્ધાનંદ શ્રી મલ્લમુનિ વડે વાદમાં કરાયેલા ગૂઢ ભોગવાળી જાળમાં ફસાઈ તેમાંથી નીકળવા તથા પ્રત્યુત્તર આપવા અસમર્થ હોવાથી ચિંતા-ભય અને લજ્જા વડે હૃદય ભાંગી પડવાથી રાત્રીમાં જ મૃત્યુ પામ્યા છે. આ સાંભળી રાજાએ બીજા વિદ્વાન બૌદ્ધોને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા કે જેથી ફરી પાછા બોધ માટે ન આવે. અને અત્યંત બહુમાન અને મહોત્સવપૂર્વક મલ્લમુનિ અને એમના ગુરુ શ્રી જિનાનંદસૂરિને ભરૂચમાં પ્રવેશ કરાવ્યો. ત્યારથી શ્રી મલ્લમુનિ મલવાદી સૂરિ (વાદીઓના સમૂહને જીતનારા) તરીકે પ્રસિદ્ધ થયા. ગુરુની આજ્ઞા લઈ વિધિપૂર્વક નયચક્રગ્રંથને પૂજીને સંઘ સમક્ષ સમ્યગૂ પ્રકારે એની વાચના આપી. વાદમાં આવા કુશલ પુરુષો ‘વાદી પ્રભાવક' કહેવાય છે. d) નૈમિત્તિક પ્રભાવક - ત્રણે કાળના લાભ-અલાભ ઉપર પ્રકાશ પાડનારા અર્થાત્ જાણનારા, નિમિત્ત શાસ્ત્રને જે જાણે, દૈવિક, આકસ્મિક, આકાશ સંબંધી, ભૂમિ સંબંધી, શરીર સંબંધી, સ્વર સંબંધી, લક્ષણ સંબંધી અને વ્યંજન સંબંધી એમ આઠ જાતના નિમિત્તોનું વિશિષ્ટ જ્ઞાન જેને હોય અને યથાર્થ જ્ઞાન દ્વારા પ્રસંગ આવે ત્યારે એ જૈન શાસનની પ્રભાવના કરે અથવા કોઈ મિથ્યાત્વી જૈનશાસનનો પરાભવ કરતો હોય ત્યારે તેને ટાળે એ નૈમિત્તિક પ્રભાવક કહેવાય છે. જેમ કે ભદ્રબાહુ સ્વામી, જેમણે વ્યંતરદેવ તરફથી થયેલ શ્રી સંઘ પરના ઉપસર્ગ દૂર કરવા માટે ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરેલી. જેની કથા નીચે પ્રમાણે છે –
મહારાષ્ટ્રદેશમાં શ્રી પીતષ્ઠાન નામના નગરમાં ભદ્રબાહુ નામના બ્રાહ્મણ હતા.એમને વરાહમિહિર' નામે નાનો ભાઈ હતો. બંને ભાઈઓએ ચૌદપૂર્વધારી એવા શ્રી યશોભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ગુરુ પાસે શાસ્ત્ર અભ્યાસ કરવા લાગ્યા. શ્રી ભદ્રબાહુ સ્વામીએ ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. યોગ્ય પાત્ર જાણી યશોભદ્રસૂરિએ શ્રી ભદ્રબાહુ સ્વામીને આચાર્યપદે નિયુક્ત કર્યા. તેથી પોતાને આચાર્ય
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન