________________
જ્ઞાન અને ચારિત્ર વિના એકલું સમ્યગ્ગદર્શન મોક્ષમાર્ગ ન બને. જ્ઞાન અને દર્શન વિના એકલું સમ્યગુ ચારિત્ર મોક્ષમાર્ગ ન બને. દર્શન અને ચારિત્ર વિના એકલું સમ્યગૂ જ્ઞાન મોક્ષમાર્ગ ન બને. દર્શન અને જ્ઞાન હોય પરંતુ ચારિત્ર ન હોય તો મોક્ષમાર્ગ નથી. જ્ઞાન અને ચારિત્ર હોય પરંતુ દર્શન ન હોય તો મોક્ષમાર્ગ નથી. દર્શન અને ચારિત્ર હોય પરંતુ જ્ઞાન ન હોય તો મોક્ષમાર્ગ નથી.
અર્થાત્ સમ્યગુદર્શન-જ્ઞાન-ચરિત્ર સમૂહપણે મોક્ષમાર્ગ બને છે. જેમ આરોગ્ય મેળવવા ઓષધનું જ્ઞાન, ઔષધ વિષે શ્રદ્ધા અને ઔષધનું વિધિપૂર્વકનું સેવન એ ત્રણે જરૂરી છે, આ ત્રણમાંથી એકના પણ અભાવે આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, તેમ આત્માનું આરોગ્ય અર્થાતુ મોક્ષમાર્ગ મેળવવા સમ્યગુદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્રમાં આ ત્રણેની જરૂર પડે છે.
આ જ વાત આપણે ગુણસ્થાન'ના માધ્યમથી સમજીએ. જૈન શાસ્ત્રોમાં આત્માનો વિકાસ કેવી રીતે થાય છે, તેની શરૂઆત ક્યારથી થાય છે અને તે ચરમ સીમાએ ક્યારે પહોંચે છે એનું વર્ણન અર્થાત્ આત્માનો આધ્યાત્મિક વિકાસ ૧૪ ગુણસ્થાનના માધ્યમથી ક્રમવાર બતાવવામાં આવ્યો છે. ગુણસ્થાન એટલે ગુણોનું સ્થાન, અર્થાત્ આત્મામાં ગુણો પ્રગટવાથી થતા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો પિંડ છે. પણ અત્યારના પર્યાયમાં એ ગુણો પર કર્મોનું આવરણ છે. (જેમ સૂરજ ઉપર વાદળો આવી જાય) જેમ જેમ કર્મોનું આવરણ ખસતું જાય છે તેમ તેમ આત્માનાં જ્ઞાનાદિ ગુણો પોતાના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટતા જાય છે અને આત્મા વિકાસના પંથે આગળ વધતો જાય છે. કર્મોથી આવરિત આત્માના ગુણોનું પ્રગટીકરણ એ જ આધ્યાત્મિક વિકાસ છે જે ક્રમિક થાય છે. આ ક્રમિક ભૂમિકાઓનું ચૌદ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેને જૈન દર્શનમાં ચૌદ ગુણસ્થાન કહેવામાં આવ્યા છે. આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ ચોથા ગુણસ્થાનથી થાય છે. (જ્યાં સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે.) આ ભૂમિકાએ જિનેશ્વર ભગવંતે જે કહ્યું છે તે જ સાચું છે. આવી શુદ્ધ માન્યતા હોય
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન