________________
વર્ષ બાદ ઉજ્જૈની નગરીમાં મહાકાલના મંદિરમાં આવ્યા. પારાંચિત તપને યોગ્ય તપને સેવતા એ મૌનને કારણે લોકો પૂછવા છતાં કાંઈ બોલતાં નથી. તેથી લોકોએ રાજાને નિવેદન કર્યું કે કોઈ પરદેશી મંદિરમાં રહેવા છતાં મહાદેવને પ્રણામ કરતો નથી. આશ્ચર્ય અને ક્રોધ સાથે રાજાએ સિદ્ધસેનસૂરિને મહાદેવને પ્રણામ ન કરવાનું કારણ પૂછ્યું. સિદ્ધસેનસૂરિએ અત્યારે જિનશાસનની પ્રભાવના કરવા યોગ્ય અવસર જાણી રાજાને કહ્યું, ‘મારી સ્તુતિ આ મહાદેવ સહી શકશે નહિ.' રાજાએ વધારે ગુસ્સે થઈ કહ્યું, “જે થવાનું હોય તે થાય પણ તમે મહાદેવને પ્રણામ અને
સ્તુતિ કરો.' ત્યારે સૂરિએ જિનગુણથી ગર્ભિત એવી બત્રીસ બત્રીસ શ્લોક રચવા લાગ્યા અને અત્યંત પ્રભાવશાળી એવા કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. જે રચતા શિવલિંગમાંથી અગ્નિની જ્વાલાઓ નીકળી અને એના મધ્યમાંથી અપ્રતિમ સૌંદર્યવાળી એવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ. આ દશ્ય જોઈ રાજા અને લોકોએ પાર્શ્વનાથ પ્રભુનો અને જિનશાસનનો જયજયકાર કર્યો. સૂરિજીએ રાજાને ધર્મોપદેશ આપી જૈનધર્મનો અનુરાગી બનાવ્યો. આવી રીતે સિદ્ધસેનસૂરિએ જિનશાસનની પ્રભાવના કરી એટલે સંઘે પણ પારાંચિત પ્રાયશ્ચિતના બાકી રહેલ ચાર વર્ષના પ્રાયશ્ચિતની ક્ષમા આપી અને ઘણા બહુમાનપૂર્વક સૂરિજીને નગર પ્રવેશ કરાવ્યો. તેઓએ સંમતિપ્રકરણ, બત્રીસ બત્રીસિકા આદિ સુંદર કાવ્યરચનાઓ દ્વારા જિનશાસનની પ્રભાવના કરી એટલે તેઓ આઠમા કવિ પ્રભાવક કહેવાયા.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૮૭.