________________
સમ્યકત્વના પાંચ ભૂષણો
‘ભૂષણ' એટલે શોભા એટલે જ અલંકાર. જેમ અલંકારથી દેહની શોભા વધે છે તેમ જ ગુણોથી સમ્યકત્વ શોભે તેને ‘ભૂષણ' કહેવાય. આવા પાંચ ભૂષણ કહેલા છે - a) કુશળતા - વીતરાગ પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, ગુરુને વંદન, વ્યાખ્યાન, શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ, પર્વતીથિના દિવસે યથાશક્તિ ઉપવાસાદિ પચ્ચખ્ખાણ, દાન, શ્રાવકને યોગ્ય બાર વ્રતોનું પાલન ઈત્યાદિ ધર્મક્રિયામાં કુશળતા તેમજ જિનશાસનમાં નિપુણતા અર્થાત્ ચિનોક્ત તત્ત્વોના અર્થાત્ શાસ્ત્રોના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતી પ્રવીણતા એ સમ્યત્વનું ‘કુશળ' નામનું પ્રથમ ભૂષણ છે. એના માટે ઉદાયી રાજાની કથા આપેલી છે –
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર કોણિક (બીજું નામ અશોકચંદ્ર) રાજ્ય કરતો હતો. તેને પદ્માવતી નામની પત્ની હતી. એમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો જેનું નામ ઉદાયી' રાખ્યું. રાજાને આ બાળક પર અત્યંત સ્નેહ હતો. એક વખત કોણિક રાજા પોતાના ખોળામાં ઉદાયીને બેસાડીને ભોજન કરતો હતો ત્યારે બાળ ઉદાયીએ મૂત્રની ધારા રાજાના ભોજનની થાળીમાં કરી. બાળક પ્રત્યેના વાત્સલ્ય ભાવના લીધે મૂત્રવાળું ભોજન દૂર કરી બાકીનું ભોજન એ જ થાળીમાં રસવતી હોય તેમ કર્યું.
કાળાંતરે આ જ કોણિક રાજા “આ ભરતક્ષેત્રમાં હું તેરમો ચક્રવર્તી થયો છું.” એમ બોલતો, વૈતાઢય પર્વતની તમિસ્ત્રા ગુફાના દ્વારને ઉઘાડવા દંડ વડે તાડન કરવા લાગ્યો. તેથી કોપાયમાન થયેલા ગુફાના અધિષ્ઠાયક દેવે સૈન્ય સહિત કોણિક રાજાને ભસ્મીભૂત કર્યો. તેથી મંત્રીઓએ બાળક ઉદાયીનો રાજ્યાભિષેક કર્યો. પરંતુ બાળક ઉદાયી રાજા પિતાના સ્નેહને યાદ કરીને અત્યંત શોકાતુર રહે છે. એના શોકને દૂર કરવા મંત્રીઓએ પાટલીપુત્ર રાજધાની બનાવી અને ત્યાં ઉદાયી રાજા
८८
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )