________________
થઈ છે. આ લબ્ધી ચારે ગતીના મંદ કષાયરૂપ વિશુદ્ધપણાના ધારક અને સભ્યત્વ તરફ ઝૂકેલા એવા સંજ્ઞી પંચેન્દ્રિય, જાગૃત અને સાકાર ઉપયોગયુક્ત ભવ્ય જીવને જ હોય છે. કરણલબ્ધિના અંત સમયમાં સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. જ્ઞાનના વિશિષ્ટ ક્ષયોપશમને લબ્ધિ કહેવાય છે. ૧) ક્ષયોપશમ લબ્ધિ - જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમની એવી સ્થિતિ કે જેમાં તત્ત્વવિચાર થઈ શકે તે ક્ષયોપશમ લબ્ધિ કહેવાય. સંસારચક્રમાં પરિભ્રમણ કરતા અકામ નિર્જરા અને શુભ અધ્યવસાયોના બળે એવો સમય આવે છે જ્યારે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની અશુભ પ્રકૃતિઓના અનુભાગ (રસ)ને સમયે સમયે અનંતગુણ ઘટાડતા જ્ઞાનાવરણીય કર્મના આવરણો જે તીવ્ર હતા તે મંદ થાય છે તેથી તે જીવને ક્ષયોપશમ લબ્ધિ પ્રાપ્ત થાય છે; જ્ઞાનનો ઉઘાડ થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિને યોગ્ય સામગ્રી તરીકે સંજ્ઞી પંચેંદ્રિયપણું તથા કર્મોનો ક્ષયોપશમ પ્રાપ્ત થતા જીવ જ્ઞાનનો ઉપયોગ તત્ત્વ નિર્ણયમાં કરે છે તે ક્ષયોપશમ લબ્ધિ છે. ૨) વિશુદ્ધ લબ્ધિ - ક્ષયોપશમ લબ્ધિના પ્રભાવથી અશુભ કર્મના રસોદય ઘટે છે તેથી મનમાં કલેશ ઉપજાવે તેવા પરિણામો ઘટતા જાય છે, કષાયની મંદતા થતી જાય છે, વિશુદ્ધ પરિણામોની વૃદ્ધિ થતી જાય છે. પરિણામે સંસારની રૂચિ મંદ થઈ ધર્મની રૂચિ વધતી જાય છે. આ વિશુદ્ધલબ્ધિ છે. એના ફળરૂપે સાતાવેદનીય આદિ શુભ કર્મ બંધાય છે. અહીં મોહનીય કર્મનો ઉદય મંદ હોય છે, કષાયભાવ મોળા હોય છે પરિણામે તત્ત્વવિચારની રૂચિ જાગે છે.
આ ભૂમિકાએ જીવને મુક્તિની તીવ્ર ઝંખના હોય છે. અવિનાશી, સ્વાધીન સુખનો ભોક્તા થવા માટે તે ઉત્સાહિત બને છે. જન્મ મરણના દુઃખથી ભરેલા આ સંસારથી છૂટવાનો દઢ નિર્ણય થાય છે. જગતના બધા જીવો પ્રત્યે અંતરથી દયાનો ભાવ પ્રગટે છે. તેનું જીવન શાંત, નિર્મળ, સંયમિત થવા લાગે છે. પાંચે ઈદ્રિયના વિષયવ્યાપાર ઓછા થતા જાય છે. રાગદ્વેષના પરિણામ થાય એવા નિમિત્તોથી તે દૂર રહે છે. તે આત્મકલ્યાણ અને આત્મશુદ્ધિ પર પોતાનું લક્ષ કેંદ્રિત કરે છે.
૧૩૬
પાંચ લબ્ધિ છે