________________
ધર્મમાર્ગથી ડગતા હોય તો તેમને પણ પાછા ધર્મમાં સ્થિર કરવા બોધ આપે. ૭) વાત્સલ્ય અંગ - ધર્મ અને ધર્મી આત્માઓ, ચતુર્વિધ સંઘ પ્રત્યે, માતાને જેવું વાત્સલ્ય પોતાના બાળક પ્રત્યે હોય, તેવું વાત્સલ્ય રાખવું. અર્થાત્ સાધુસાધ્વીઓને કલ્પતા નિર્દોષ આહારપાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ ભાવપૂર્વક આપવા તથા સાધર્મિક બંધુની ભીડ વખતે મદદ કરવી તે વાત્સલ્ય અંગ છે. ૮) પ્રભાવના અંગ- જેનાથી જિનેશ્વર પ્રરૂપિત ધર્મનો પ્રભાવ ફેલાય, ધર્મનું મહાલ્ય વધે અર્થાત્ ધર્મની ઉન્નતિ થાય એવા સત્કાર્યો કરવા એ પ્રભાવના અંગ’ છે. પ્રભાવના નીચે પ્રમાણે આઠ પ્રકારે થાય છે - a) પ્રવચન પ્રભાવના - તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું ગુરુગમથી અથવા તેવો યોગ ન હોય તો સ્વયં શાસ્ત્રનું પઠન, ચિંતન કરવું અને અન્ય જીજ્ઞાસુઓને કરાવવું તે પ્રવચન પ્રભાવના છે. b) ધર્મકથા પ્રભાવના - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ ધર્મકથા - ધર્મોપદેશ દ્વારા જિનશાસનની પ્રભાવના કરવી. c) નિરપવાદ પ્રભાવના - કોઈ સ્થળે જૈન ધર્મ પર આપત્તિ આવે તેવી પ્રવૃત્તિ થતી હોય ત્યારે વિવેકી સાધુ કે શ્રાવક ચતુરાઈથી શાસ્ત્રના પ્રમાણ આપી ખોટા મતની ઉત્થાપના કરી જૈન ધર્મની સ્થાપના કરે તે નિરપવાદ પ્રભાવના છે. d) ત્રિકાળજ્ઞ પ્રભાવના - ત્રણે કાળનું જ્ઞાન થયું હોય તો ધર્મની પ્રભાવના માટે તેનો ઉપયોગ કરે. e) તપ પ્રભાવના - દુષ્કર તપશ્ચર્યા કરવાથી પણ ધર્મની પ્રભાવના થઈ શકે જેમ કે અકબર બાદશાહના સમયે ચંપા શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા હતા તેમના તપ અને ગુરુના પ્રવચનના પ્રભાવે માંસાહારી મુસલમાન બાદશાહના સમગ્ર રાજ્યમાં પર્યુષણ પર્વ દરમ્યાન બાર દિવસ માટે અમારી પ્રવર્તન થયું હતું. f) વિદ્યા પ્રભાવના - મંત્ર વિદ્યા, અંજન સિદ્ધિ, રસ સિદ્ધિ આદિ વિદ્યાઓને ધારણ
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૩૩