________________
સૂર્યોદય થાય એ પહેલા જેમ અરૂણોદય થઈને રાત્રિના અંધકારને હટાવે છે તેમ કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશે એની પૂર્વે સમ્યગ્દર્શનરૂપી અરુણોદય મોહનો અંધકાર ઉલેચી નાખે છે. સમ્યગદર્શન એટલે આત્મદર્શન, સ્વ અને પરના અર્થાત્ આત્મા અને કાયાના ભેદનો સાક્ષાત્કાર. સમ્યગ્દર્શન એટલે દેહ અને આત્માની જુદાઈની પ્રતીતિ, અર્થાત્ આત્મા છે એવી માત્ર શ્રદ્ધા કે દેહ અને કર્માદિથી તદ્દન ભિન્ન એક સ્વતંત્ર આત્મદ્રવ્યનું અસ્તિત્વ છે, એવી માત્ર બૌદ્ધિક સમજણ નહિ પણ એ બેની ભિન્નતાની સ્વાનુભૂતિમય પ્રતીતિ આજ વાત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે. ‘ઠરે જિહાં સમક્તિ તે થાનક, તેહના ષવિધ કહીયે રે !
તિહાં પહેલું થાનક છે ચેતન લક્ષણ આતમ લહીએ રે ! ખીરનીર પરે પુદ્ગલ મિશ્રિત પણ એહથી છે અલગો રે ! અનુભવ હંસ ચંચુ જો લાગે, તો નવિ દીસે વલગો રે II૬૨૮૫
સમકિત સડસઠ બોલની સઝૂઝાય એકબીજા સાથે એકમેક થયેલા દૂધ અને પાણીને હંસ પોતાની ચાંચથી અલગ કરે છે એવીજ રીતે અનાદિ અનંત કાળથી આપણે જે દેહ અને આત્મા એકરૂપ પ્રતીત થાય છે અને આ સ્વાનુભૂતિથી દેહ અને આત્મા સંપૂર્ણપણે અલગ જણાય છે. દેહાદિથી ભિન્ન હું જ્ઞાન-આનંદનો પિંડ છું એવો અભૂતપૂર્વ જ્ઞાનપ્રકાશ પથરાય છે. જીવન અને જગત પ્રત્યેની દૃષ્ટિમાં અકથ્ય પરિવર્તન આવે છે. દેહાત્મબુદ્ધિ રૂપ અજ્ઞાનગ્રંથિ દૂર થતાં રાગદ્વેષની આધારશીલા ઉથલી પડે છે અર્થાત્ નિબિડ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય છે. તેની સાથે મોહનું વિષવૃક્ષ તૂટી પડે છે અને ક્રમશઃ તે કરમાઈ સુકાઈને નષ્ટ થઈ જાય છે. આથી સમ્યગૂ દૃષ્ટિની પ્રાપ્તિ પછી જન્મમરણની પરંપરા અનિયત કાળ સુધી ટકી શકતી નથી અર્થાત્ ભવભ્રમણની સીમા નક્કી થઈ જાય છે.
અહીં સુદેવ, સુગુરુ અને શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલ સદ્ધર્મ પરની શ્રદ્ધાને પણ સમ્યગદર્શન કહ્યું છે કારણ તેના દ્વારા સમ્યગદર્શન માટેની ભૂમિકા
૧
સમ્યગુદર્શન