________________
ક્રમશઃ સર્જાય છે અને અંતે સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આગમ, યુક્તિ અને અનુભૂતિ એ ત્રિવિધ માર્ગે તત્ત્વપ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞ વીતરાગ - પરમાત્માને આપ્ત તરીકે સ્વીકારી તેના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી તેની આજ્ઞાનું પાલન કરે છે સાથે આત્મજ્ઞાની ગુરુનું માર્ગદર્શન લે છે. શ્રુતની સાથે ચિંતન, મનન દ્વારા શ્રુતનું પરિશીલન કરે છે અને તત્ત્વચિંતન દ્વારા આત્મતત્ત્વની પ્રતીતિ પ્રાપ્ત થાય છે એટલે જ ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે,
‘‘તત્ત્વાર્થ શ્રદ્ધાનાં સમ્યઃ વર્શનમ્ ।''
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૧૧