________________
આવા શુધ્ધ વ્યવહારને પામી જીવ સમક્તિ પામે છે. તેવા અનેક ઉપાયો આ શાસ્ત્રમાં નિરૂપ્યા છે.
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ”
શ્રીમદ્ રાજચંદ્રજી (સમ્યકત્ત્વ) સામાન્યતઃ ચારે ગતિના પંચેન્દ્રિય સંજ્ઞીજીવો આ ગુણના અધિકારી છે છતાં શ્રદ્ધારૂપ સમ્યગુદર્શન દુર્લભ મનાયું છે. કારણ કે અનાદિના મિથ્યાત્વાદિ અવરોધો છે. તે ગુરુગમે પૂર્ણ શ્રદ્ધા વડે દૂર થાય છે. તેવા યોગોની પ્રાપ્તિ દુર્લભ છે. છતાં
‘દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદઘન મહારાજ.” શક્ય છે. આ લેખમાં મિથ્યાત્વરૂપ અવરોધનું પણ આલેખન ઉપદેશાત્મક છે તેને દૂર કરવાનું સામર્થ્ય સાધકો દેવ ગુરુ કૃપાએ પ્રાપ્ત કરી આ ગુણ પ્રાપ્ત કરે તેવી અભિલાષા સાથે વિરમું છું.
રશ્મિબહેન તમને આવા સુંદર ગ્રંથની રચના માટે અભિનંદન અને શુભાશિષ પાઠવું છું. પુનઃ આવુ સુંદર સર્જન કરતા રહો તેવી મંગળ કામના. વિષય ઘણો ગહન છે વિસ્તાર વધુ ન કરતાં વિરમું છું.
- સુનંદાબહેન વહોરા