________________
ભગવંતોએ સેવેલો શુદ્ધ રત્નત્રયરૂપ આ એક જ મોક્ષમાર્ગ છે જે જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલો છે અને જિનાગમોમાં આપેલો છે.
આચાર્ય કુંદકુંદદેવે નિયમસાર'માં પણ મોક્ષમાર્ગનું નિરૂપણ આવી જ રીતે કરેલું છે. નિયમ' એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય, નિયમસાર એટલે શુદ્ધ રત્નત્રય. હું ધ્રુવ, શુદ્ધ આત્મદ્રવ્ય છું એવી શ્રદ્ધા, અનુભવની પરિણતિ એ જ પરમાત્મતત્ત્વનો આશ્રય છે અને એ જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યગૂજ્ઞાન છે, તે જ સમ્યગુચારિત્ર છે. એટલે નિયમસારમાં આચાર્ય કુંદકુંદદેવ કહે છે કે સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર અર્થાત્ શુદ્ધ રત્નત્રય એની ભક્તિ કરવી અર્થાત્ આરાધના કરવી તે મોક્ષનો માર્ગ છે.
આ જ વાત શ્રીમદ્ રાજચંદ્ર એમની પદ્ય રચનાઓ મૂળમાર્ગ-રહસ્યઅને ‘પંથ પરમપદ બોધ્યો'માં સમજાવી છે. અર્વાચીન કાળમાં શ્રીમદ્ રાજચંદ્રને અધ્યાત્મ યુગપ્રવર્તક કહી શકાય. આત્મજ્ઞાન અને આત્મસમાધિ પ્રાપ્ત થયેલા તેઓ ભાવનિગ્રંથ હતા. અત્યંત ઉચ્ચ આત્મદશાને તેઓ પામેલા હતા. મુમુક્ષુઓ અર્થાત્ જેઓ મોક્ષ અને મોક્ષમાર્ગના ઇચ્છુક છે એમના માટે તેમનું ગદ્ય અને પદ્ય સાહિત્ય ઘણું જ ઉપયોગી અને રાહ ચીંધનારું છે. શ્રીમદ્ આત્મજ્ઞાન થયા પછી મોક્ષમાર્ગ વિષે એમને નિઃશંકતા થઈ હતી. પોતાને સ્પષ્ટ જણાયેલો માર્ગ બીજા પણ જાણે એવા કરૂણાભાવથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરતી રચનાઓ તેમણે કરી છે. મૂળમારગ-રહસ્યમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, “શ્રી જિનેશ્વર ભગવંતે કહેલો મોક્ષમાર્ગ એ આત્મામાં રહેલો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતા એ જ મોક્ષમાર્ગ છે, ત્રણે કાળમાં તે માર્ગ એક સરખો છે, તેમાં કોઈ કાળે ભિન્નતા આવી નથી અને આવશે નહિ એવું સર્વ જ્ઞાનીઓનું વચન છે.
જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે,
એકપણે અને અવિરૂદ્ધ જિનમારગ તે પરમાર્થથી રે,
એમ કહ્યું સિદ્ધાંતે બુધ ૩મૂળમારગ
ઊગ્યો મુક્તિનો અરુણોદય.. સમ્યગદર્શન