SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મરૂપ તેહ મારગ જિનનો પામીઓ રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ T૯) મૂળમારગ આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે ગુણ આત્માથી જૂદા નથી. નિશ્ચયનયથી તે આત્મરૂપ છે. આ ત્રણે અભેદપણે – એકરૂપ થઈને વર્તે ત્યારે આત્મસ્વરૂપ પ્રગટે છે, એ જ જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલો મોક્ષમાર્ગ છે. મૂળમારગ''ની જેમ પંથ પરમપદ બોળો' આ કાવ્યમાં પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ નિરૂપેલું છે. અહીં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રના લક્ષણો બતાવી તે ત્રણે અભેદ પરિણામથી વર્તે ત્યારે મોક્ષ પમાય. સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય.'' જિનેશ્વર ભગવંતે કહ્યું તે જ સત્ય છે, તે જ અર્થયુક્ત છે, તેથી ભિન્ન તે અનર્થરૂપ છે, આવી દઢ શ્રદ્ધા, એવો મક્કમ નિર્ધાર જીવમાં જો પ્રગટ થાય તો જ તે મોક્ષનો અધિકારી બની શકે છે. આ સમ્યગદર્શન અર્થાત્ સમ્યકત્વનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન બંને યુગલિક મનુષ્યની જેમ સદા સાથે જ ઉત્પન્ન થાય છે, સાથે રહે છે અને નાશ પામે તો સાથે જ નાશ પામે છે. અર્થાત્ જ્યારે સમ્યગદર્શન હોય ત્યારે સમ્યગુજ્ઞાન હોય જ અને સમ્યગુજ્ઞાન હોય ત્યારે સમ્યગ્ગદર્શન હોય જ. પણ સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન હોય ત્યારે સમ્યગુચારિત્ર હોય જ એવું નથી. હોય અથવા ન પણ હોય, પણ સમ્યગુચારિત્ર હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન અવશ્ય હોય. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
SR No.034345
Book TitleUgyo Muktino Arunoday Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy