________________
સૂત્રનું પઠન-પાઠન ચાલુ છે. જૈનદર્શનના મૌલિક બધા જ પદાર્થોનો તેમાં સંગ્રહ કરવામાં આવેલ છે. વાચકવર ઉમાસ્વાતિજીનો ચોક્કસ સમય ઉપલબ્ધ નથી. તેઓ શ્રી વિક્રમના પહેલાથી ચોથા શતાબ્દીના ગાળામાં થયા હશે એવી માન્યતા છે. દિગંબર સંપ્રદાય શ્રી ઉમાસ્વાતિજીને આચાર્ય શ્રી કુંદકુંદદેવના શિષ્ય માને છે. આચાર્ય શ્રી કુંદકુંદદેવ વિક્રમના પ્રારંભમાં થઈ ગયા, એ દિગંબર જૈન પરંપરામાં અગ્રપદે છે. એમણે લખેલ પરમાગમોમાં (સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ, પ્રવચનસાર, પંચાસ્તિકાય) તીર્થંકર દેવોએ પ્રરૂપેલા સિદ્ધાંત જાળવી રખાયેલા છે. ભગવાન મહાવી૨થી ચાલ્યા આવતા મોક્ષમાર્ગના બીજભૂત જ્ઞાનને તેમણે આ પાંચ અધ્યાત્મ અને તત્ત્વપૂરક શાસ્ત્રોમાં સંગ્રહિત કરેલું છે, મોક્ષમાર્ગ વર્ણવેલો છે. ‘સમયસાર’ આચાર્ય કુંદકુંદદેવની સર્વોત્કૃષ્ટ કૃતિ છે જેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. નિશ્ચય અને વ્યવહા૨ની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની સંકલનબદ્ધ પ્રરૂપણા ‘સમયસાર’ અને ‘નિયમસાર’ આ ગ્રંથોમાં વર્ણવી છે. આચાર્ય કુંદકુંદદેવ કહે છે, ‘ત્રણે લોકમાં, ત્રણે કાળમાં એક જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ બને છે.’
મોક્ષ તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ છે. માટે તેનું કારણ પણ આત્મપરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે. તેથી જે મોક્ષના ઇચ્છુક જીવો આ દર્શન-જ્ઞાનચારિત્ર સ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગને સેવે છે તે થોડા જ કાળમાં શુદ્ધ પ૨માત્મસ્વરૂપને અર્થાત્ મોક્ષને અવશ્ય પ્રાપ્ત કરે છે.
મોક્ષનું કારણ બતાવતા તે કહે છે
जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं । રાયાવિહિરાં ચરાં સો તુ મોવ્રુપો ।।
।। સમયસાર
અર્થ: જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. તે જીવાદિ પદાર્થોનો અભિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે. આ જ મોક્ષમાર્ગ છે. સર્વ અરિહંત
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૫