________________
એક વખત વરસતા વરસાદમાં કેવળજ્ઞાનથી અચિત્તભાગને જાણી ત્યાંથી ચાલીને આચાર્ય માટે આહાર લઈ આવ્યા. આચાર્યશ્રીએ આવું અઘટિત કામ કેમ કર્યું એમ પૂછતાં એમણે જ્ઞાનની વાત કરી અને આ આહાર નિર્દોષ છે એમ કહ્યું. આ સાંભળી આચાર્ય “મેં કેવળીની આશાતના કરી’ એમ વિચારી ખેદ કરવા લાગ્યા ત્યારે સાધ્વીજીએ કહ્યું કે ખેદ ન કરો, તમને પણ નદી ઉતરતા કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.
કેટલાક વખત પછી આચાર્ય ઘણા લોકો સાથે ગંગા નદી પાર કરવા નાવમાં બેઠા. પરંતુ જે બાજુ આચાર્ય બેસે તે બાજુ નાવ પાણીમાં નમવા લાગી. તે જોતા નાવમાં બેઠેલા લોકોએ તેમને નદીમાં નાખ્યા. આચાર્ય પૂર્વભવમાં અપમાન કરેલી સ્ત્રી વ્યંતરદેવી થઈ હતી તે નાવ ડુબાડતી હતી. નદીમાં પડતા આચાર્યના શરીરને એ શુદ્ર વ્યન્તરીદેવીએ ત્રિશૂલથી વિંધ્યું. શરીરમાં ત્રિશૂલની અસહ્ય પીડા હોવા છતાં આચાર્ય પોતાના લોહી થકી થતા અપકાય જીવોની થતી વિરાધનના વિચારથી ભાવદયામાં ચડ્યા. પરિણામની ધારા વધતા ક્ષપક શ્રેણિ પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને મોક્ષે ગયા. પુષ્પચૂલા સાધ્વી પણ આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. આ પ્રમાણે પુષ્પચૂલા સાધ્વીજીએ ગુરુની પરમ સેવા ભક્તિ, વિનય કર્યો તે સુદષ્ટ પરમાર્થ સંસ્તવ નામની બીજી સદ્દણા છે. ક) વ્યાપન્ન દર્શન વર્જન - જેમણે પ્રબળ મોહના ઉદયના લીધે પ્રાપ્ત થયેલ સમ્યગદર્શનને વમી દીધું હોય અર્થાત્ ત્યજી દીધું હોય અને સંસારની મોહજાળમાં ફ્લાયા હોય તેવા પતિત જીવોનો તથા શિથિલ ચારિત્રવાળા તેમજ અજ્ઞાની જીવોનો પરિચય ત્યજી દેવો કારણ જેઓ પોતે પતિત થયા છે તેઓની સોબતમાં રહેવાથી બીજા પણ સન્માર્ગથી ભષ્ટ થવાની શક્યતા રહે છે એટલે તેવાઓની સોબતથી દૂર રહેવું તે વ્યાપન્ન દર્શન વર્જન આ ત્રીજા પ્રકારની શ્રદ્ધા છે. અહીં રોહગુપ્ત નામના નિદ્ભવની કથા છે જે નીચે પ્રમાણે છે –
આ ભરતક્ષેત્રમાં અંતરંજિકા નગરીમાં બલશ્રી નામે રાજા હતો. તે કાળે એ નગરીમાં શ્રીગુપ્ત નામના જ્ઞાની ગીતાર્થ આચાર્ય હતા. એક વખત એમના સંસારપર્યાયથી ભાઈ અને સાધુપણામાં શિષ્ય એવા રોહગુપ્ત મુનિ એમને વંદન
( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૪ ૫