________________
એ જ સમયે રાજસભામાં રાજાના બાલ્યકાળના મિત્ર ‘મદનદત્ત' નામના શ્રેષ્ઠી રાજાને મળવા આવ્યો. જે ઘણા વર્ષોથી વ્યાપાર અર્થે દેશ વિદેશમાં ગયો હતો. રાજાએ પૂછતા એણે પોતાના દેશવિદેશના પરિભ્રમણનો વૃત્તાંત કહ્યો અને સાથે એને અદ્ભુત એવા એકાવલિ હારની પ્રાપ્તિ થયાનું જણાવ્યું. અને તે હારની કથા સંભળાવી, ‘‘દેશ-વિદેશમાં ફરતા દુપદિકા નામની અટવિમાં શ્રી ગુણધર નામના સૂરિ ભગવંતને જોયા. હું એમની ધર્મદેશના સાંભળવા બેઠો. ત્યાં તેમની ધર્મપર્ષદામાં પોતાની દેવી સહિત દેદીપ્યમાન કાંતિવાળો હાર ધારણ કરેલા દેવને મેં જોયા. તે દેવ વારંવાર મારા તરફ પ્રેમથી જોતો હતો. તેણે સૂરિ ભગવંતને પૂછ્યું કે આ પુરુષ ૫૨ એને અતિશય પ્રીતિ કેમ થાય છે ? જ્ઞાની ભગવંતે એનો પૂર્વભવ કહી સંભળાવ્યો, ‘કૌશાંબી નગરીમાં વિજય નામના રાજાને વિજય અને વૈજયન્ત એમ બે પુત્રો હતા. બાલ્યવયમાં જ તેમની માતા મૃત્યુ પામી. રાજાએ બીજા લગ્ન કર્યા. બેઉ પુત્રો યુવાન થયા અને બધી કળાઓમાં પ્રવીણ થયા એટલે રાજાએ એમને યુવરાજ પદનો અભિષેક ક૨વાનું વિચાર્યું. આ સાંભળી સાવકી માતાને ઈર્ષ્યા થવાથી એણે બંને ભાઈઓને વિષમિશ્રિત લાડવા ખવડાવ્યા. તેથી બંને મૂર્છિત થઈ ગયા. તે જ ઉદ્યાનમાં માસક્ષમણના તપસ્વી ‘દિવાક૨’ મહર્ષિ બીરાજમાન હતા. તેમના દર્શનાર્થે ઈન્દ્ર મહારાજા ત્યાં આવ્યા. અવધિજ્ઞાનથી ઈન્દ્રે આ બંને ભાઈઓ પર થયેલો વિષપ્રયોગ જાણી એ વિષવિકા૨ને દૂર કર્યો. તેથી મૂર્છામાંથી ઉઠેલા બંને રાજકુમારોને ઈન્દ્રે બનેલી હકીકત જણાવીને કહ્યું, આ મહર્ષિ ન હોત તો નક્કી તમારું મૃત્યુ થાત. તેથી આ મહર્ષિ તમારા મહા-ઉપકારી છે. સાવકી માતાનું આવું અનુચિત કાર્ય જોઈને બંને ભાઈઓ વૈરાગ્ય પામ્યા અને દિવાક૨ મહર્ષિ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. લાંબા કાળ સુધી દુષ્કર તપધર્મનું આચરણ કરી આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલોકમાં વિદ્યુતપ્રભ અને વિદ્યુતસુંદર નામે દેવ થયા. વિદ્યુતપ્રભ ત્યાંથી ચ્યવીને નરવર્મા રાજાનો પરમ મિત્ર મદનદત્ત થયો જે વ્યાપાર અર્થે ફરતો અહીં આવ્યો છે. જે તારો પૂર્વભવનો ભાઈ હોવાથી તને એના તરફ અત્યંત પ્રેમ ઉત્પન્ન થાય છે. ગુરુ ભગવંતના મુખેથી આ વૃત્તાંત સાંભળી હર્ષિત થયેલા તે દેવે તેના ગળામાં પહેરેલો હાર મારા ગળામાં નાખ્યો. તે જ વખતે વિદ્યુતસુંદર દેવને એના દેવલોકથી ચ્યવનના
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો
૬૦