________________
b) વચનશુદ્ધિ - જિનેશ્વર પરમાત્માની ભક્તિ, એમના ચરણકમલની ઉપાસનાથી જે કાર્ય સિદ્ધ ન થયું તે કાર્ય અન્ય કોઈ દેવ દેવીથી કેમ થઈ શકે, અર્થાત્ ન જ થાય. વીતરાગ છોડીને અન્ય દેવોની સ્તુતિ કરવાથી સમ્યકત્વ મલિન બને છે. તેથી વીતરાગ એવા જિનેશ્વર ભગવંતની જ સ્તુતિ કરીશ આવું સત્ય નિરૂપણ કરવું તે વચનશુદ્ધિ છે. એના માટે ભોજ રાજાની સભામાં સોમચંદ્ર બ્રાહ્મણ અને એની પત્ની સોમશ્રીના પુત્ર ધનપાલ પંડિતની વચનશુદ્ધિ પર કથા છે. c) કાયશુદ્ધિ - દેહને અનેક પ્રકારે છેદે, ભેદ, વેદના ઉપજાવે તે બધું સહન કરવું પરંતુ જિનેશ્વર પરમાત્મા સિવાય અન્ય સરાગી દેવોને વંદન નહીં જ કરવા, વીતરાગ દેવને જ મસ્તક નમાવવું તે કાયિક શુદ્ધિ છે. તેના પર વજકર્ણરાજાનું દૃષ્ટાંત છે.
અયોધ્યા નગરીમાં દશરથ રાજાના પુત્ર રામ કૈકયી રાણીએ કરેલા વરદાનની માંગણીના કારણે લક્ષ્મણ અને સીતા સહિત જ્યારે પંચવટી તરફ જતા હતા ત્યારે અવંતી નામના દેશમાં આવ્યા. ત્યાં ધન-કંચનથી પરિપૂર્ણ ઘરો, ધાન્યથી ભરપૂર ખેતર, સર્વજાતની વસ્તુથી ભરપૂર દુકાનો પરંતુ મનુષ્યોની વસતિ વિનાનો એવો સુંદર પ્રદેશ જોયો. તે જોઈને રામચંદ્રને આશ્ચર્ય થયું. ત્યાં દૂરથી એક માણસને જોયો તેને બોલાવી આ નગરની નિર્જનતાનું કારણ પૂછતા તેણે જણાવ્યું, ‘અહીંદશપુર નામના નગરમાં વજકર્ણ નામનો રાજા હતો. તે ઘણા ગુણવાળો હતો પણ એક વખત શિકાર માટે જતા તેણે એક બાણથી સગર્ભા હરિણીને વીંધી. હરણીનો તો શિકાર થયો સાથે બાણના પ્રહારથી ગર્ભનો પ્રપાત થયો. વેદનાથી તરફડતા તે ગર્ભને જોઈ રાજા અત્યંત ખેદ પામ્યો અને વિચારવા લાગ્યો, “મેં ગર્ભનો ઘાત કરી ભયંકર પાપ કર્યું છે. હવે મારું શું થશે? એમ કરૂણા ઉત્પન્ન થયેલો રાજા વૈરાગ્યથી રંજિત થઈ અત્યંત ઉદાસ થયો. ત્યાં શિલાતલ પર આતાપના લેતા એક મુનિને જોયા. મુનિને વંદન કરીને અહીં જંગલમાં એકલા વસવાનું કારણ પૂછ્યું. મુનિએ રાજાને ધર્મ સમજાવ્યો. જીવ દેહરૂપે અર્થાત્ પર્યાયરૂપે અશાશ્વત છે અને દ્રવ્યરૂપે શાશ્વત છે. જે નિર્દયપણે જીવહિંસા કરે છે તે ભવાન્તરમાં નરકગામી
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )