Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna
Catalog link: https://jainqq.org/explore/032029/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી નો - મ 5ฟรีม લેખક ગજાનન દવે Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીની ગરિમા લે. ગજનન દવે આ પુસ્તકમાં શ્રીસ્થલ અર્થાત આજના સિદ્ધપુરની પ્રાચીન ગરિમાને ઉજાગર કરતા અન્ય ઐતિહાસિક પ્રસંગો અને સરસ્વતી નદીના તીર્થો તેમજ માહાભ્ય સંબંધના ઇતિહાસોનું પૌરાણિક વિવેચન પ્રસ્તુત છે. आदौ सिद्धपुरं प्रसिद्धनगरं स्वर्गोपम सुन्दरम् विद्यागद्यविवेकज्ञानचतुरं तीर्थं च काशीसमं विश्वामित्र प्रभृति भिः सेयं च प्राचीतटम प्राची माधव रुद्रदेव सहितं तीर्थ स्कुटममुत्किक्ष्मम ।। | (ઓ-પ્રકાશ) Page #4 -------------------------------------------------------------------------- ________________ ૦ આવૃત્તિઃ પ્રથમ આવૃત્તિ ૦ પ્રત: ૨૦૦૦ / ૧૨ | ૯૭ ૦ મૂલ્ય: ૦ પ્રકાશક: રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજના બ્રાહ્મણીયા પોળ, અંબાવાડી નાકે, સિદ્ધપુર - ૩૮૪૧પ૧. ૦ મુદ્રકઃ ધી સરસ્વતી પ્રીન્ટીંગ પ્રેસ સિદ્ધપુર, (ઉ.ગુ.) ફોનઃ ૨૦૯૭૦ • નોંધઃ સર્વ હક્ક જનતા જનાર્દનને સ્વાધીન. ૦ પુસ્તક પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી ગજાનનભાઈ દવે બ્રાહ્મણીયા પોળ, અંબાવાડીના નાકે, સિદ્ધપુર. (૨) શ્રી બચુભાઈ દવે પ્રસિદ્ધ છોટાલાલ મગદળવાળાની દુકાન, મંડીબજાર, સિદ્ધપુર. Page #5 -------------------------------------------------------------------------- ________________ એક એ પ્રસ્તુત ગ્રંથ સિદ્ધપુરના મૂર્ધન્ય તપસ્વી પૂ. શ્રી દેવશંના ચ૨ણે સાદર સમર્પણ એની કળ વળ XX*PRA re you your દેવ શંકરને ચરણે સમર્પણ કોક આવા તારલા અવનિ મહીં ક્યાંક ઝગમગે સ્વનામને સાર્થક કરી સંસાર સાગરને તરે ||૧|| પ્રાચી કિનારે અરવડેશ્વર તીર્થમાં જે મઘમઘે શંકર સ્વરૂપે દેવશંકર જીવમાં શિવને જુએ ॥૨॥ આ તીર્થને વરીને કદી જે અન્યત્ર ફેરા ન ફરે આત્મભાવે . શિવનાં દર્શન કરી શિવમય બને ॥૩॥ વીસમી સદીના યુગમાં જે રાગમાં નિરસ બને ધન્ય છે એ કુખને જ્યાં જીવ નહીં શિવ અવતરે ।।૪।। ફૂલ નહીં પણ ફૂલની આ પાંખડી તુજને ઘરી મુક્ત થઉં છું આજ હું ૠષિઋણથી તુજને સ્મરી પ।। દિનાંક ૧૨ માર્ચ ’૯૭ ગજાનન દવે Page #6 -------------------------------------------------------------------------- ________________ આિ પ્રાચીન મહાલય તીર્થ ભૂમિ • Tosin 1-B-T-spac 1991s 11-9zispa fle શ્રેણીઓ નવીમ બાંધકામ ઈ. 1202 WV 9316 16 10+ dj}es ભગ્નાવશેષ રુદ્રમહાલય Pos Jue Fr દુર્દશાગ્રસ્ત S. 1307 અસ્તિત્વ : 105 વર્ષ O bar બંધાવનાર : ગુર્જર નરેશ મુળરાજ તોડી પડાવનાર આક્રમક અલાઉદીન ખિલજી Page #7 -------------------------------------------------------------------------- ________________ AXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXI Rudra-Song - oh, Umashankar, Where are you. We dre in your temple, Vaiting for your. 1 The children are singing, and dancing to you When will you radiate, When we greet you. 2 Which is your redch range Approching to you. Please quick specify, We can meet you. 3 we shall bring fruits, and butter, millk Ghee. Please these accept, and bless all with mee. 4 G. M. Dave XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. સિદ્ધ મોતીરામ ગુરૂ હિંગળાજ માતા, સરસ્વતીતટ, સિદ્ધપુર. શ્રી માધવરાય શ્રી ગોવિંદરાય योगेशसिद्ध विबुधे: परिभाव्यमानं लक्ष्यालयं जननबन्धहरं पवित्रम् । भक्तार्ति भज्जनपरं मुनिवृन्दपूज्यं गोविन्दमाघवमुदारमहं नममि ॥ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ H - ક લેખક પરિચય શ્રી ગજાનન દવે સિદ્ધપુર ઓ. સ. બા. જ્ઞાતિના એક શ્રેષ્ઠ પરિવારમાં જન્મ લેવાનું જે સૌભાગ્ય લેખકને પ્રાપ્ત થયું છે તેનું તેઓ ગૌરવ અનુભવે છે. ઉપનિષદોમાં કહેવાં આવ્યું “કુર્તમ માનુષી તત્રાપિ નરવદે | ब्राह्मणयं च महाविष्णो वेदान्तश्रवणादिकम् ॥ અર્થાત્ મનુષ્ય દેહ દુલર્ભ છે. તેમાં પણ પુરૂષ, તેમાંય બ્રાહ્મણ. તેમજ વેદાન્ત શ્રવણયુક્ત એવો બ્રાહ્મણ વિષ્ણુ સ્વરૂપ ગણાય છે. શ્રીમંત ગાયકવાડ પણ જેમને કાકા કહીને બોલાવતા એવા દવેજી તરીકે પ્રસિદ્ધ શ્રીમંત અને બ્રહ્મસમાજના પ્રથમ અવિવેશનમાં વરાયેલા પ્રમુખ ભુદરભાઈ પ્રાણનાથ દવે પ્રાણનાથ મંગળજીના સુપુત્ર છે. પ્રાણનાથ મંગળજી દવેએ જે આર્થિક જાહોજલાલી તેમજ કૌટુંબિક કુલીનતાને ભૂતકાળમાં શોભાવી છે તે પરિવારમાં ચોથી પેઢીએ આ લેખકનો જન્મ થયેલો છે. વિશેષ પદવી અભ્યાસના પદેથી વિભૂષિત ન હોવા છતાંય દૈનંદિન સ્વાધ્યાય, વાંચનનો નિયમિત શોખ અને ચિંતનની મુળભૂત અભિરૂચીના કારણે લેખકના વ્યક્તિત્વનું સર્જન થયેલું છે સંતો કુટુંબીજનો તેમજ સમાજના મૂર્ધન્ય વ્યક્તિઓના સમયે-સમયે પ્રાપ્ત સંસ્કારો તેમજ આશીર્વાદથી લેખકના જીવનનું વૈચારિક ભાથું તૈયાર થયેલું છે. અનેક પ્રકારથી મળેલ જ્ઞાનમાં અનુભવિત જ્ઞાન શ્રેષ્ઠ મનાયેલું છે. કહેવત છે કે જે ન જાણે કવિ એ જાણે અનુભવી . વ્યક્તિના ઘડતરમાં સત્સંગ અને સદ્ વ્યવહારનું મહત્વપૂર્ણ સ્થાન છે. એક દષ્ટાંત છે કે માર્કડેય મુનિને પ્રારબ્ધથી અલ્પાયુષ્ય મળ્યું હતું. પરંતુ તેમના કૌટુમ્બિક સંસ્કારના વ્યવહાર માર્કણ્ડપને શતાયુ જીવન બક્યું હતું માર્કન્ડેયને એવા વ્યવહારની ટેવ કાયમ થયેલી હતી કે આગંતુક સંતોને જોતાં જ તેઓ તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. સાષ્ટાંગ દંડવત પ્રણામનો પ્રભાવ એટલો બધો છે કે શત્રુ પણ ઘેંસ જેવો નરમ બની જાય છે. સપુરૂષોના મનની સદ્દભાવનાની Page #11 -------------------------------------------------------------------------- ________________ શક્તિઓ પ્રણામ કરનારના મનમાં પ્રવેશી જાય છે. બંને એક બીજાના સદભાવના સ્રોતથી સંસ્કારિત બની જાય છે. એક દિવસે માર્કંડેય ઉપસ્થિત સપ્તર્ષિઓને આ પ્રણામ કર્યા. માત્ર ચાર વર્ષના બાળકના આ સંસ્કારથી દંગ થઈ જઈ સપ્તર્ષિઓએ દિર્ધાયુષ્યના આર્શીવાદ આપ્યા. પાછળથી ધ્યાનમાં આવ્યું કે આ બાળકનું આયુષ્ય તો માત્ર પાંચ વર્ષનું છે. બાળકના આયુષ્યને બદલી તેને દિર્ધાયુષ્ય બનાવવા સત્પરૂષોને પણ કમર કસવી પડી. આપેલો આર્શીવાદ એળે ન જાય તે માટે આ સપ્તર્ષિઓએ બાળકનું આયુષ્ય વધે તેવા સર્વ પ્રકારના પ્રયાસો કર્યા. ત્યારથી એવી લોકોકિત બની છે કે ““તને માર્કડેયનું આયુષ્ય મળે.” માર્કન્ડેયના સદવ્યવહારની ટેવથી આવું અઘરું કામ પણ સફળ બન્યું. અનુભવોથી પણ જ્ઞાન મેળવાનો પુરૂષાર્થ કરવામાં આવે તો તે પુરૂષાર્થ લક્ષ્યસિદ્ધિમાં અસાધારણ સફળતા પ્રાપ્ત કરાવી શકે છે. દષ્ટાંતો નજર સામે જ છે. મહાકાવ્યોના રચયિતા વાલ્મિકી કે તુલસીદાસ કદી યુનિવર્સીટીઓમાં ડીગ્રી મેળવી સફળ બન્યા ન હતા. પુરૂષાર્થે જ તેમને સ્વાભાવિક રીતે પી.એચ.ડી. બનાવ્યા હતા. જ્ઞાન શાળા-મહાશાળાના કરતાં પુરૂષાર્થના ઉદ્યમથી જ વિકસી શકે છે. આ સાધનો તો કેવળ માધ્યમ એટલે વાતાવરણ પૂરું પાડે છે. તે ભૌતિક તત્ત્વો છે. ફક્ત ઉદ્યમ ચૈતન્ય તત્વ છે. અભિરુચિ તેમજ ઉદ્યમના સમન્વય વિના પણ શાળા-મહાશાળાની ડીગ્રીઓ આજે પ્રાપ્ત કરી શકાતી હશે પરંતુ સુયોગ્ય વ્યક્તિત્વનું સર્જન તો તદ્દન અશક્ય છે. * આ લેખકને સામાજિક તેમજ રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓનો બહોળો અનુભવ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા પછી જે અનુભવિત જ્ઞાન તેમને મળેલું છે તેને લેખક પોતાનું અહોભાગ્ય સમજે છે. લેખક માને છે કે જે અનુભવોથી તેનો માનસિક વિકાસ થયો છે તે કદાચ મહાશાળાના માધ્યમથી પણ શક્ય ન બન્યો હોત. રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘની દૈનંદિન એક કલાકની શાખા તેમજ પ્રસંગોપાત થતા વિશેષ કાર્યક્રમો વ્યક્તિના ઘડતર માટે એક મહાશાળાનું વાતાવરણ જ પ્રદાન કરે છે. વ્યક્તિને પ્રાચીન સંસ્કૃતિના સંસ્કાર દ્વારા વિચાર અને ચિંતનની તાલીમ અહીં મળે છે. વિચાર તેમજ ચિંતનની દૈનંદિન તાલીમ વિના શ્રેષ્ઠ વ્યક્તિત્વનું સર્જન અસંભવિત છે. આ લેખક તેના જ લાભાર્થી છે અહીં સદ્ ચિંતનની સામગ્રી સાથે રાષ્ટ્ર-ભાવનાના સંસ્કારો પણ જાગૃત થાય છે. તેનાં ગીતો બોધપાઠ તેમજ વિચારોના ઘડતર માટે થતાં વ્યાખ્યાનો વ્યક્તિને એક અણમોલ શૈક્ષણિક સંસ્કારને અવસર પૂરો પાડે છે. એકવીસ વર્ષની પરણિત વયે પણ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરને રાષ્ટ્રીય મહાપ્રવાહથી અલગ પાડવાના ચાલી રહેલા ષડયંત્ર વિરુદ્ધ સત્યાગ્રહનું જે આષ્ઠાન કરેલું તેમાં ભાગ લેવા અહીંના કાર્યકરોની ટૂકડી સાથે લેખક ઉપડેલા. મારા સદભાગ્યે હું પણ આ ટૂકડીમાં સામેલ હતો. આ એક જ કાર્યક્રમ પણ અમારા Page #12 -------------------------------------------------------------------------- ________________ જીવનઘડતરમાં જ અમૂલ્ય ભાથું પૂરું પાડેલ છે તે એક ચિરસ્મરણીય ઘટના બની ગઈ છે. રાષ્ટ્રીય સ્તરના અનેક સપુરુષોના સંપર્કના કારણે પણ લેખકની દષ્ટિ એક અભિનવ દિશા તરફ વળેલી છે. સંઘના દ્વિતિય સરસંઘચાલક શ્રીગુરૂજીના એક શિશિર શિબીર નિમિત્રને અહીં આગમનના પ્રસંગે શ્રીગુરૂજીની જીવનશૈલીની ઘટનાઓનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી આ લેખકને સોંપાયેલી હતી. શ્રી દેવશંકર બાપા તેમજ શ્રી ગુરૂજી બંનેની મુલાકાત સમયે ઉપસ્થિત લેખકે બંનેના સંવાદથી ઉત્પન્ન વાતાવરણની જે આબેહૂબ નોંધ તૈયાર કરેલી છે તે નોંધના વાંચન માત્રથી પણ તે વાતાવરણના આવરણમાં આવી જવાય છે. સિદ્ધપુર ઔ સ. બા.જ્ઞાતિના મંત્રી તરીકેના પાંચ વર્ષના ટૂંકા ગાળામાં પણ લેખકે બહુ લાંબા સમયથી ખોટ અનુભવાતા કેટલાક કાર્યો પૂરાં કરી જે સુવિધાઓ ઉત્પન્ન કરી છે તે ચિરસ્મરણીય છે. જૂજ સમય અભિનવ હાઈસ્કૂલ અને નિવૃત્તિ સુધી એમ.પી. હાઈસ્કૂલમાં વિદ્યાલક્ષી શૈક્ષણિક સેવામાં લેખકે જીવન વિતાવ્યું છે, કુટુંબના વડીલોની સેવા અર્થે શહેર ન છોડવાના તેમના અડગ નિર્ણયે અનેક ઉજળી તકોથી પણ તેમને વંચિત રાખ્યા છે. હું શૈશવ કાળથી જ લેખકનો સોબતી છું. લેખક સાથેના ઘનિષ્ઠ સંબંધને કારણે તેમનો જે પરિચય થયો છે તે રજુ કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. લેખકનો વિવાહ અહિંના જ એક ખ્યાતનામ પરખા ઉપનામ ધરાવતા પંડ્યા શંકરલાલ કેશવલાલની સુપુત્રી પુષ્પાબહેન સાથે થયેલો છે. પુષ્પાબહેનનાં માતુશ્રી મણીબેન ઉંઝાના પ્રસિદ્ધ નારાયણજી વિઠ્ઠલદાસ દવેના બહેન થાય છે. લેખકના પિતા મણીલાલ કાળુરામ-કાલુરામ નરભેરામ-નરભેરામ પ્રાણનાથ મંગળજી દવેના વંશના છે. લેખકના માતુશ્રી તુલસી બહેનનો જન્મ દયાશંકર કુબેરજીના પરિવારમાં (પ્રસિદ્ધગાંગડા કુટુંબો થયેલ છે. આ તમામ પરિવાર ખાનદાન નાગરિક્તાના પરિચાયક છે. તેમના મિત્રોમાં હું, વાસુદેવ અંબાલાલ ત્રિવેદી-બ્રધર્સ, શાન્તકુમાર નારાયણજી દવે, વિ. અનેક છે. વડીલો સાથેના ગાઢ પરિચયમાં જયંતિલાલ મોહનલાલ ઠાકર (માસ્તર) શ્રી આર. એમ. સ્વામી સાહેબ તેમજ શ્રી લાભશંકર રવિશંકર દવે (વકીલ) મુખ્ય છે. સંતોના પરિચયમાં સવિશેષ શ્રીદેવશંકર બાપા (ગુરૂમહારાજ)નું નામ ગણાવી શકાય. પ્રત્યેક પ્રદોષના દિવસે સાંજે બે કલાક જેવો સમય લેખક શ્રી દેવશંકર બાપાના સાન્નિધ્યમાં ગાળતા. બચુભાઈ રામશંકર દવે પરિચાયક Page #13 -------------------------------------------------------------------------- ________________ લેખકના બે બોલ આ પુસ્તકના લેખક લેખકશ્રેણીના કોઈ લેખક નથી. લેખક બનવાના કોડ સાથે આ પુસ્તક લખાયું પણ નથી. પરંતુ સરસ્વતી નદી પ્રત્યે પ્રત્યેક હિન્દુ માનસમાં શ્રદ્ધા-ભાવનું જે અખંડ ઝરણું વહે છે તે નદી સંબંધે સંસ્કૃત વાઙમય સિવાય તેના માહાત્મ્યને ઉજાગર કરે એવું લોકભોગ્ય ભાષાનું સાહિત્ય ખાસ ઉપલબ્ધ નથી. લેખકે આ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી આ ઉત્કૃષ્ટ અભિલાષાને પૂર્ણ કરવા આ પુસ્તક લખ્યું છે. આ દૃષ્ટિકોણની આદ્ય પ્રેરણા તો અહીંના મૂર્ધન્ય કોટિના બ્રહ્મવિદ પૂ. દેવશંકરના સત્સંગથી ઉદભવેલી. પરંતુ લેખકની અકર્મણ્યતા ગણો કે પ્રારબ્ધનું વિધાન પણ આ પુસ્તકની રચના તેમના દેહાવસાન બાદ જ પૂર્ણ થઈ શકી. તેઓ ભલે બ્રહ્મલીન થયા હોય પણ તેમનું બ્રહ્મ ચૈતન્ય તો સર્વત્ર પ્રકાશમાન હોઈ આ બ્રહ્મ ચૈતન્યને આ પુસ્તક અર્પણ કરાયું છે. સ્વર્ગ શ્રીબાબાસાહેબ આપ્ટેની પુણ્યસ્મૃતિમાં વૈદિક સરસ્વતી નદી શોધ અભિયાન માટેની એક સંશોધન ટુકડી સિદ્ધપુર આવેલી ત્યારે આ નદી સંબંધે પુરાણોકત માહિતી એકત્ર કરી રજુઆત કરવાની એક જવાબદારી આ લેખકે નિભાવેલ. લેખકે આ નદી સંબંધેના પૌરાણિક દૃષ્ટિકોણનો અભ્યાસ કરી અધ્યયનના નિષ્કર્ષરૂપે હિન્દી ભાષામાં એક શોધપત્ર તૈયાર કર્યું હતું. આ શોધપત્ર ઉપર ‘મંગલં’ દિસતુ ન: સરસ્વતી સંમતિપત્રમ એ શીર્ષક સાથે તેની પ્રસ્તાવના અહીંના જ એક કાવ્ય-પુરાણ-વેદ મીમાંસા તીર્થ વેદાચાર્ય તેમજ રાષ્ટ્ર સમ્માનિત પંડિત પદવીઘર પૂ. શ્રી નરહરિપ્રસાદ શાસ્ત્રીએ લખી હતી. આ હિન્દી પ્રસ્તાવનાનો ગુજરાતી અનુવાદ આ ગ્રંથમાં પ્રસિદ્ધ છે. સાથે સાથે અહીંના જ બે ગણમાન્ય વિદ્વાન ચિન્તનકારોને આ હસ્તપ્રત પુસ્તક વાંચન માટે આપવામાં આવ્યું હતું. તેના અધ્યયન ઉપરથી આ બંનેએ પોતાના લેખિત મંતવ્ય લેખકને આપ્યાં હતાં. તે બંને મંતવ્યો પણ આ પુસ્તકમાં પ્રકાશિત છે. આ બે વિદ્વાન પૈકી એક અહીંની સુવિખ્યાત એમ.પી. માધ્યમિક ઉચ્ચતર શાળાના નિવૃત્ત પ્રિન્સીપાલ શ્રીરામચન્દ્રભારતી એમ.એ.બી.એડ. છે. સાહિત્યના ઉંડા અભ્યાસી છે. શિવ મહાપુરાણના વિશ્વ વિખ્યાત કથાકાર શ્રીદયાગિરિજીની કેસેટો ઉ૫૨થી તેમણે શ્રીદયાગિરી કથિત શિવ મહાપુરાણ જેવા ઉત્તમ ગ્રંથનું સંપાદન કાર્ય કરેલું છે. અન્ય અહીંના જ પણ જી. એલ. પટેલ હાઈસ્કુલ ઊંઝાના સહાયક પ્રિન્સીપાલ શ્રીકનુભાઈ વી. ઠાકર છે. તેઓ એમ. એ. બી. એ. એલ. એલ. બી. છે. સ્થાનિક સાહિત્ય વર્તુલના અધ્યક્ષ પણ છે. એક નવોદિત ચિન્તનકાર તેમજ કાવ્ય-લેખનના નવલોહિયા સાહિત્યકાર છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ તદુપરાંત આ લેખકે વૈદિક સરસ્વતી નદી શોધ સંસ્થાને રાજસ્થાન દ્વારા આયોજિત એક શોધપત્ર સંગોષ્ઠિ માટે આ શોધપત્ર મોકલ્યું હતું. નાદુરસ્ત સ્વાથ્યને કારણે લેખક આ સંગોષ્ઠિમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. પરંતુ આ સંગોષ્ઠિમાં શોધપત્રનું વાંચન થઈ સંગોષ્ઠિના પ્રાયોજકો દ્વારા તેને એક વિદ્વતાપૂર્ણ પ્રસ્તુતિ તરીકે આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. કેટલાક ધનિષ્ટ મિત્રોના આગ્રહથી પ્રસ્તુત શોધપત્રના આધાર ઉપર સરળ ગુજરાતી ભાષામાં લેખકે આ પુસ્તક તૈયાર કર્યું છે. આ ગ્રંથમાં પૌરાણિક સાહિત્યની માહિતીયોના આધારે સરસ્વતીની એક નદી તરીકેના અવતારની ઉત્પત્તિ કથા, તેના વહન માર્ગ અને માર્ગ પર આવેલ તીર્થ, તેમજ આ તીર્થોના પ્રાચીનતમ ઇતિહાસનાં દૃષ્ટાંતો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરાયેલો છે. વિશેષમાં વિષયાનુલક્ષિત હિન્દુ જીવનદર્શનના મુદ્દાઓનું વિવેચનાત્મક આલેખન પણ લેખકની કલમે પ્રસ્તુત છે. આ ઉપરાંત સરસ્વતીના કિનારે વિકસિત વૈદિક સંસ્કૃતિના એક કેન્દ્ર સમાન પ્રાચીન તીર્થધામ શ્રીસ્થલ અર્થાત્ આજના સિદ્ધપુરની પ્રાચીન અર્વાચીન યશોગાથાના સંસ્મરણો પણ તેમાં ઉપલબ્ધ છે. પ્રાચીન સમયથી એક વિદ્વદ નગરીનું બહુમાન આ નગરે પ્રાપ્ત કરેલું છે. તદુપરાંત તેની પ્રાચીનતમ ઐતિહાસિક પ્રતિષ્ઠાને કારણે શ્રીસ્થલ દેશનું એક સુપ્રસિદ્ધ તીર્થધામ તરીકે લોક રૂદયમાં રેખાંકિત છે. . સરસ્વતી નદી સંબંધેના પુરાણોક્ત માર્ગદર્શનને સ્વીકાર્યા સિવાય તેનું સ્પષ્ટ દિશાદર્શન કરાવે એવા કોઈ સંજોગો હાલ હયાત નથી. કારણ કે, વૈદિક કાળમાં એક મહાનદી તરીકે વર્ણવાયેલ સરસ્વતી પુરાણ કાળમાં પૌરાણિક ઇતિહાસના સાહિત્યકારોની નજરે જ્યાં લુપ્ત-પ્રકટ પ્રવાહોમાં વહેતી દેખાયેલી છે, ત્યાં તેના નવા માર્ગદર્શન માટે ગાઢ અંધકારમાં ફાંફાં મારવા જેવું છે. વેદગ્રંથોમાં તેના સ્તવન મંત્રો છે પણ તેની ભૌગોલિક પરિસીમાને સ્પર્શતી વાસ્તવિકતાનું ચિત્ર નથી. વેદકાળ પછીના પૌરાણિક કાળના ગ્રંથોમાં તેનાં તીર્થ સ્નાન માહાસ્ય અંગેના જે વર્ણનો મળી આવે છે તેની સમીક્ષા કરતાં એક વાત સ્પષ્ટ ઉપસી આવે છે કે પુરાણ કાળના સાહિત્ય ગ્રંથોમાં વર્ણિત સરસ્વતી તેનું વેદકાલિન સ્વરૂપ યથાવત જાળવી શકી નથી. પુરાણ કાળના સાહિત્યિક ઇતિહાસના ગ્રંથકારોએ સંશોધનોથી સાક્ષાત્કારિત સંશોધિત સરસ્વતીના સ્વરૂપનું જ વર્ણન કરેલું પુરાણોમાં પણ સર્વશ્રેષ્ઠ પુરાણગ્રંથની વિધેશ્વર સંહિતામાં સરસ્વતીને સાઈઠ મુખવાળી દર્શાવેલ છે. અર્થાત તેની સાઈઠ ધારાઓ છે. કાળ મર્યાદા દરેક અવતાર માટે એક સમાન ધોરણ ધરાવતી નથી. નદિયો, પહાડો, જંગલો, સમુદ્રો વગેરેના આયુષ્ય તો હજારો વર્ષનાં હોય છે. ઇતિહાસનાં તથ્યો અને સંશોધનોના સત્યો એક વાત પ્રકટ કરે છે કે લાખો વર્ષનાં ઘરાતલ અને ઘરાતલ ઉપરના અવતારો ભુસ્તરીય ફેરફારોના કારણે પરિવર્તનનીય રહેલાં છે. સ્થલ Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જલ અને ગીચ જંગલોના સ્થાને સમતલ માથાની ટાલ જેવા મેદાનો પણ બનેલો છે. પહાડો અને સમુદ્રોના પુરાતન અવતરણોના ચિન્હો પણ શેષ રહ્યા નથી. પુરાણ કલિન સરસ્વતી પણ વેદકાલિન મહા નદી સરસ્વતીના અવશિષ્ટ અવશેષો માત્ર છે. વેદકાલિન અને પુરાણકાલિન સરસ્વતીમાં જે તફાવત છે તે પ્રાકૃતિક નિયમોના ભુસ્તરીય પરિવર્તનોના હજારો વર્ષની ઘટનાચક્રના પરિણામોનું દર્શન છે. સ્વરૂપ પરિવર્તન તો સૃષ્ટિના તમામ અવતારોના પ્રત્યેક સ્તરે દર્શન દે છે. સૃષ્ટિ રચના તંત્રમાં ઉત્પન્ન થતા નાના મોટા પ્રત્યેક અવતાર કાળબળના પ્રભાવથી વિસ્તાર, વિકાર અને વિસર્જનની પ્રક્રિયામાં પરિણમે છે. પુરાણ કાલિન પરિસ્થિતિને પણ હજારો વર્ષ વિતી ચૂક્યાં છે. તેમાં વર્ણવાયેલી સરસ્વતી પણ સ્વરૂપાન્તર હાલતમાં હાલ જેવા મળે છે. સરસ્વતીના વૃકમુલિક તીર્થના ઇતિહાસમાં વર્ણિત સરસ્વતીનું તે સ્વરૂપ આજે ક્યાં છે ? આજે તો અર્બુદારણ્યના ભુગર્ભ જળ સ્રોતોમાંથી ભુગર્ભ વહી અંબિકા વનના ભુસ્તર પર અવતરણ પામે છે. પુરાણોક્ત સરસ્વતી પણ સરસ્વતીના જળ સ્રોતોના અન્વેષિત પ્રવાહ ધારાઓનું ચિત્ર રજુ કરે છે. પ્રત્યેક યુગમાં સંશોધનોનો સિલસિલો ચાલુ જ હોય છે. ધરાતલ પરથી ધરાતલમાં સમાઈ જતાં જળ પૃથ્વીના પેટાળમાં પ્રસરણ થતાં થતાં ક્યાંક ભુસ્તરે તો ક્યાંક ભૂતલના જળાશયોમાં પ્રસૂત પામે તેમાં આશ્ચર્ય કે અપ્રાકૃતિક જેવું કશું જ નથી. પ્રકૃતિના પ્રાકૃતિક નિયમાનુસાર જ સરસ્વતીના સંશોધિત જળ સ્રોતોના સ્થાનોનું પુરાણોમાં નિરૂપણ કરાયેલું છે. પૌરાણિક કાળના આ ઐતિહાસિક દૃષ્ટિકોણને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આ સ્થાનોમાં પ્રતિવર્ષ લાખો યાત્રાળુઓ સરસ્વતી સ્નાન માહાત્મ્યનો શ્રદ્ધાપૂર્વક લાભ લે છે. તે જળમાં પિતૃ તર્પણ કરે છે. આ બધાં કાર્યા વંશ પરંપરાથી પ્રચલિત છે. આ પરમ્પરાગત સામાજિક ધારણાઓ પણ આ સ્થાનોના સરસ્વતી પ્રવાહોને પુષ્ટિ આપે છે. આ તીર્થસ્થાનો સમાજના શ્રદ્ધા કેન્દ્રો બનેલા છે. સરસ્વતીનાં આ તીર્થ સ્થાનો સામાજિક ભાવનાઓને સંતોષવા તેમજ તેનું જતન અને સંવર્ધન કરવાનું જે સામર્થ્ય ધરાવે છે. તેની પૂર્તિ કરી શકે એવું લક્ષ્ય આ સંશોધનોના ઉદ્દેશ્યમાં સમાવિષ્ટ નથી. આ નદી અંગે સંશોધનની જે પ્રવૃત્તિયો ચાલે છે તે એક અલગ દિશાની છે. આ સંશોધન ભલે તેના ભૂગર્ભ જળભંડારો પર પ્રકાશ પાડી જળ પૂર્તિની સુવિધા ઉત્પન્ન કરી શકે; પરંતુ તે તીર્થસ્થાનો સંબંધની સામાજિક આકાંક્ષાઓને સંતોષી નહીં શકે. આપણાં પુરાણો આપણા ભૂતકાલિન ઇતિહાસના વારસાનું પ્રતિબિમ્બ પાડે છે. વેદ ઉપનિષત કાળનાં સાક્ષાત્કારિત જ્ઞાન-વિજ્ઞાનના ગૂઢ તત્ત્વોનું જીવનદર્શન પ્રસ્તુત કરે છે. તેમાં હિન્દુ જીવનદર્શનના પ્રેરણાદાયક ઇતિહાસો પણ છે તો Page #16 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનના સાક્ષાત્કાર માટેની આચાર સંહિતાઓ પણ છે. શ્રેષ્ઠ મનુષ્યત્વની પ્રેરણા ઉત્પન્ન કરવાના સંસ્કારોનું ભાથું પણ તેમાં છે; તો નરમાંથી નારાયણ સર્જવાની સંજીવની શક્તિનાં અમૃત જળના રસાસ્વાદ કરાવનારાં ચારિત્ર્યોનો ખજાનો પણ તેમાં છે. આ સાહિત્યિક વારસો ભારતના ભવ્ય ભૂતકાળનો પ્રહરી છે અને વર્તમાનનો માર્ગદર્શક છે. તેમાં જ્ઞાન-વિજ્ઞાન અને ઇતિહાસના વિષયોને સાહિત્યના રસાસ્વાદથી લોકભોગ્ય શ્રેણીમાં પિરસવાનું મનોવિજ્ઞાન પણ જોવા મળે છે. આ સાહિત્યમાં આશા-આકાંક્ષા અને ભયસૂચક ભાવનાઓની વિવિધ રંગ પુરવણી પણ વણાયેલી છે. પ્રેરક તત્ત્વજ્ઞાનના પુરુષાર્થની કેડી પણ તેમાં કંડરાયેલી છે. તો હજારો વર્ષના સદાચાર અને સ્વેચ્છાચારના ઇતિહાસનો નિચોડ પણ તેમાં સંગ્રહાયેલો છે. તેમાં ઇતિહાસ કથન છે. જ્ઞાનના ઝરણાંઓ છે. વિજ્ઞાનના આવિષ્કારોનું સાર તત્ત્વ છે. ઉજ્જવલ જીવન પ્રારંભ કરવાની ભૂમિકા છે. ઐહલૌકિક તેમજ પારલૌકિક સિદ્ધાન્તોના અમૃતફળોનો રસાસ્વાદ પણ છે. આપણા પુરાણોમાં દર્શન શ્રવણ અને કિર્તનને સંસ્કાર નિર્માણનાં સાધનો ગણેલાં છે. ક્વિન એટલે વાણી. શ્રવણ પણ એક શ્રેષ્ઠ સાધન છે. ઉત્તમ પ્રકારના શ્રવણથી અંતરાત્મા જાગૃત થાય છે. સારા નરસાનો વિવેક જાગે છે. જે ગૂઢ રહસ્યો વાંચનથી સમજાતાં નથી તે પણ ઉત્તમ કથનના શ્રવણથી ચિત્તને સંસ્કારિત કરે છે. આપણે ત્યાં સાહિત્યમાં ઇતિહાસ લેખનની સાથે સમાજમાં ઇતિહાસ કથનની વ્યવસ્થા પણ વિચારાયેલી છે. ઇતિહાસ કથનની વ્યવસ્થાનો લાભ સાક્ષર-નિરક્ષર સૌને સમાન પણ મળે છે. આ ઇતિહાસ કથનની વ્યવસ્થાને પરિણામે આ દેશના સાક્ષર-નિરક્ષર સૌ કોઈ આ વારસાથી સ્વ શક્તિના અનુપાતમાં સંસ્કારિત છે. આપણા પૌરાણિકો, માણભટો, કથાકારો, કિર્તનકારો અને બ્રહ્મભટોના સમુદાયે આ પૌરાણિક વારસાને સમાજના અબોઘમાં અબોઘ વ્યક્તિ સુધી પ્રસરાવવા અપૂર્વ યોગદાન કરેલું છે. જ્ઞાન-વિજ્ઞાન કે ઇતિહાસ આખરે તો સાહિત્યના સેતુથી જ લોકભોગ્ય બને છે. સાહિત્યના વિવિધ રસરંગોથી તે રસપ્રદ રસથાળ બને છે. રસપ્રદ સાહિત્ય લોક માનસને રસરંગી બનાવે છે. બોધપ્રદ તત્ત્વજ્ઞાન પણ જો વિવિધ સાહિત્ય રસથી સજાવવામાં ન આવે તો સામાન્ય જનમાનસ માટે અછૂત બની જાય છે. સંપૂર્ણ પૌષ્ટિક તત્ત્વોના સંયોજનથી બનેલ રસોઈ પણ જો વિવિધ રસોની મિલાવટના સ્વાદથી વંચિત હોય તો તે સામાન્ય જનમાનસ માટે નિરુપયોગી સાબિત થશે. આ પુસ્તકમાં ઇતિહાસ કથનના નામે જે પ્રાચીન દષ્ટાંત રજુ કરાયેલાં છે તે હિન્દુ જીવનદર્શનના આજન્મ, પૂર્વજન્મ અને પુનર્જન્મના પ્રાચીન સાક્ષાત્કારિત સિદ્ધાન્તો સાથે તદ્દન સુસંગત છે હિન્દુ જીવનદર્શનની અવધારણા મુજબ યોનિ ગમે તે હોય પણ એક જ જીવતત્ત્વનું સંઘાણ આ સૃષ્ટિતંત્રમાં સંકળાયેલું છે. કર્મફળ અને કાળચક્રની મર્યાદાને અધિન રહી જીવ વિવિધ યોનિયોના સુખદુ:ખો ભોગવે છે. દૈહિક વિશિષ્ટતા તેમજ ક્ષમતા સંબંધે મનુષ્ય અન્ય પ્રાણિયોથી ચઢિયાતો છે. મનુષ્ય Page #17 -------------------------------------------------------------------------- ________________ દેહ ભોગ અને મોક્ષ બંને લક્ષ્યાંકોનો અધિકારી છે. જ્યારે અન્ય યોનિયો ફક્ત ભોગ યોનિયો છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે એટલા માટે સામાજિક પ્રાણી ગણાય છે કે તે સામાજિક સંવિધાનની રૂએ જીવવાનું શિક્ષણ ધરાવે છે. આ શિક્ષણ અનુસાર તે પોતાનો જીવનક્રમ ગોઠવે છે. તે સમાજમાંથી હૂંફ મેળવે છે અને અન્યોનો મલાજો. તે જાળવે છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન અંગેના જ્ઞાનના સંસ્કાર તો સર્વગ્રાહી છે. પરંતુ મનુષ્ય જે સામાજિક જ્ઞાનનો વારસો સ્વીકારેલ છે; તેની લક્ષ્મણ રેખા છોડી તે જો અન્ય પ્રાણિયોની જેમ સ્વેચ્છાચારથી ભોગનો આશ્રય લેવા માંડે તો તેનું સામાજિક મુલ્ય ખતમ થઈ જશે. તેની શૈક્ષણિક ક્ષમતા સમાપ્ત થઈ જતાં તે પશુ શ્રેણીમાં આવી જશે. - સામાન્ય રીતે સામાન્ય જનમાનસ તત્વબોઘના સાક્ષાત્કાર માટે ક્ષમતા રહિત હોય છે. તત્ત્વબોધને સમજવા તત્વચિંતનની આવશ્યકતા રહે છે. તત્વચિંતન માટે બુદ્ધિની સુક્ષ્મતમ ચેતનાનું સ્કુરણ જરૂરી છે. બુદ્ધિની સુક્ષ્મતમ ચેતનાનું ફુરણ ત્યારે જ સંભવ બને છે; જ્યારે બર્ણિમુખ મન અંતર્મુખ બને છે. આ માટે નિરૂપિત તપ અને સાધનાનું શિક્ષણ જરૂરી બને છે. અષ્ટાંગ યોગ દર્શન એ એક શૈક્ષણિક પ્રક્રિયા છે. તેના દસ યમ અને દસ નિયમોવાળું જીવનદર્શન યોગમાર્ગનું પ્રથમ સોપાન છે. ઉત્તરોત્તર સોપાન સર કરવાથી જીવ સ્વયં શિવમાં સ્વરૂપાન્તર પામે છે. શિવ યોગમાર્ગના આદ્ય પ્રવર્તક છે. . પૌરાણિક સાહિત્ય કેવળ ધર્મગ્રંથો નથી. તે શ્રેણીમાં તેમને મૂકી શકાય તેમ પણ નથી. કારણ તેમાં ધર્મ સાથે સંકલિત સદાચાર તેમજ સ્વેચ્છાચાર બંને ઐતિહાસિક ઘટનાઓની રજુઆત છે. તેની ઐતિહાસિક સચ્ચાઈનો આ પ્રમાણસિદ્ધ રણકો છે. પૌરાણિક સાહિત્યને સમજવા ઇતિહાસ અંગેના પાશ્ચાત્ય દૃષ્ટિકોણ ને બાજુ પર રાખી તેના ઐતિહાસિક મુલ્યોની મુલવણી કરવી પડશે. પુરાણકાલિન પરિસ્થિતિયોના સંદર્ભને ધ્યાનમાં લેતાં એ વાત સમજાશે કે પુરાણકારોએ જીવનદર્શનના શિક્ષણ કાજે ઇતિહાસને લક્ષ્ય બનાવ્યો છે. શિક્ષણ અને સંસ્કારને જો લક્ષ્યપૂર્તિનું સાધન સ્વીકારવામાં આવે તો ઇતિહાસમાં પ્રસંગોનું પ્રાધાન્ય જ મહત્ત્વપૂર્ણ લેખાશે. પુરાણોકત ઇતિહાસમાં આ લક્ષ્ય અને શૈલીનું અનુશિલન જોવા મળે છે. જેમ ધાન્યની ઇચ્છાવાળો બુદ્ધિમાન ફસલમાંના પરાળને છોડી દઈ ધાન્યના ભાગને જ ગ્રહણ કરે છે તેમ જીવનદર્શનના ઘડતર માટેના ઉદ્દેશ્ય પુરત્સર રચાયેલા પૌરાણિક ઇતિહાસના ગ્રંથોમાં પ્રસંગોના નિરૂપણને જ પ્રાધાન્ય મળેલું છે. સમય નિર્ધારણ અને નિરૂપણ માટે પુરાણકાલિન પ્રચલિત યુગ સંકલ્પના આધરિત અધિષ્ઠાનને તેમાં અપનાવેલું છે. ઈસવીસન પૂર્વેના પાશ્ચાત્ય ઐતિહાસિક તથ્યો અંગેની માહિતીઓ માટે પણ આવું ધોરણ અપનાવેલ છે. ઇતિહાસ લેખન સંબંધે પ્રાચીનતમ કાળથી પ્રચલિત આ ભારતીય પ્રણાલિકા છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થલ સરસ્વતી દર્શન ચંપલે). ગુરૂમહારાજ [lllllik ખરવડેશ્વર – સરસ્વતીનદી » li •ાવાલકેશ્વર, IIIIIIII માdછે. સહકળા| પુસવાટ पा થા : ની પીપળો જ કમુલક lin મણી હરમહાલય પૂર્વ el Piak14 F - 1 દક્ષિણ “KIT T. જ પક્તિપીઠ ઉત્તર , # = હાર્કેટ ધા. પશ્ચિ પ્રવેશદ્વાર રાજમાર્ગ Page #19 -------------------------------------------------------------------------- ________________ પંડિત નરહરિ શાસ્ત્રી વેદાચાર્ય રાષ્ટ્રસમ્માનિત પંડિત પદવીઘર, કાવ્યપુરાણ વેદ મીમાંસા તીર્થ, સંસ્કાર સદન, તરવાડી માઢ, સિદ્ધપુર (ઉ.ગુ.) 384151 मंगलं दिसतु नः सरस्वती संमति पत्रम વૈદિક કાળથી પ્રારંભિત પુણ્યસલિલા સરસ્વતી નદી દેશની પ્રમુખ નદિઓમાં શ્રેષ્ઠ મનાયેલી છે. શ્રોતકાળમાં કાર્ડ બ્રાહ્મણ તેમજ જૈમિનીય બ્રાહ્મણ ગ્રંથોમાં તેના લુપ્ત અને પ્રાદુર્ભાવના સ્થાનો માટે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. જ્યાંથી તે પ્રકટ થાય છે તે સ્થળને પ્લેક્ષ પ્રસવણ કહે છે. જ્યાં લુપ્ત થાય છે તેને વિનશન તીર્થ કહે છે. માતા સરસ્વતીનું વર્ણન વેદ પુરાણ અને બ્રાહ્મણ ગ્રંથોમાં અનેક સ્થાનો પર મળે છે. ઋગ્વદમાં : મલ્પિત્તમે નવી મે તેવી તમે સરસ્વતી | अप्रसिस्ताइवस्मासि प्रशस्तिब नस्कृधि । યજુર્વેદમાં : પન્વના: સરસ્વતીમપિયંતિ સ્ત્રોત: | सरस्वती तू पच्चघासोदेशे भवत्सरितः ॥ ઉત્પત્તિ માહાભ્ય અંગે નિર્દોષ છે કે : દધિચી - સુભદ્રાપુત્ર પિપ્લાદે જ્યારે માતાને પોતાના પિતા અંગે પુછેલું ત્યારે દેવકાર્ય માટે દધિચીના દેહોત્સર્ગનો પ્રસંગ સાંભળતાજ પિપ્લાદે દેવોના નાશ માટે તપ કરી વડવાનલ ઉત્પન્ન કરેલો. આ વડવાનલે વિષ્ણુની સલાહને અનુલક્ષી દેવામાં સર્વપ્રથમ દેવ જળદેવને ભક્ષ બનાવવા સાગર સુધી પહોંચવાના થાન તરીકે કુમારિકાની પસંદગી કરી. આ કુમારિકા એજ બ્રહ્મપુત્રી સરસ્વતી. વડવાનલ દ્વારા થતા દાહ શમન માટે ભૂમિમાં અંતર્ધાન અને પુન: પ્રાદુર્ભાવ તે રીતે સમુદ્ર સુધી પહોંચવાની વિષ્ણુની સલાહ મુજબ બ્રહ્મપુત્રી કુમારિકા સરસ્વતી હિમાલયના ઉર્વગ આશ્રમના અશ્વત્થ વૃક્ષથી એક વિશાળ નદીના રૂપમાં અવતરિત થઈ. પ્લક્ષવૃક્ષના કારણે સરસ્વતી પ્લેક્ષ પ્રસવણ કહેવાઈ. આ પ્રસંગે દેવો સહિત ઉપસ્થિત વિષ્ણુએ એક શાંતકુંભમાં વડવાનલને પધરાવી સરસ્વતીની ગોદમાં તેને અર્પણ કર્યો. Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉર્વાંગ આશ્રમથી પ્રારંભ કરી પ્રભાસ સુધી સરસ્વતીના માર્ગ પર એકાવન તીર્થ આવેલાં છે. શ્રીસ્થલ, વાલ્યખિલ્યેશ્વર, બિન્દુતીર્થ, વટેશ્વર, લોહયાષ્ટિ, વગેરે મહત્વનાં છે. આ સરસ્વતી સંબંધે ગહન મનન ચિંતન તેમજ નિદિધ્યાસનપૂર્વક અભ્યાસ કરી પુરાણોકત, વેદોકત અને શાસ્ત્રોકત પ્રમાણો દ્વારા સરસ્વતી ઉત્પત્તિ વહનમાર્ગ સાથે તીર્થોના ઇતિહાસની મહાનતાને સમજાવવા ખૂબ પરિશ્રમ લઈ ગહન વિષયને સરળ ભાષામાં વ્યક્ત કરવા ગજાનન ભાઈ દવેએ આ ગ્રંથ રચનાનો જે પુરૂષાર્થ કરેલો છે. તે આત્મીયતાપૂર્વક ધન્યવાદ અને આર્શીવાદ રૂપ છે. આ પ્રકટ કરવાનો તેમનો પુરૂષાર્થ શુભગુણયુક્ત અને મુમુક્ષુ જનો માટે અણમોલ રત્ન સમાન છે. માતા સરસ્વતી આ કાર્યને યશસ્વી બનાવે. શુભેચ્છક નરહરિ શાસ્ત્રી સિદ્ધપુર. 1-10-94 નોંધ : લેખકના મૂળ હિન્દી લેખન કાર્યના સન્દર્ભે પ્રાપ્ત સંમતિ પત્રનો ગુજરાતી અનુવાદ. Page #21 -------------------------------------------------------------------------- ________________ એક અભ્યાસ પૂર્ણ પ્રદાન : શ્રીસ્થલ અને સરસ્વતી તીર્થ વિષય પરત્વે એક અભ્યાસપૂર્ણ હસ્તપ્રત પુસ્તિકા અવલોકન માટે વાંચવાનો અવસર મળ્યો, તેમાં સરસ્વતીની ઉત્પત્તિ કથા, તેના માર્ગ, માર્ગ ઉપરનાં તીર્થો તેમજ તીર્થોના પ્રાચીન ઇતિહાસ સંબંધે લોકભોગ્ય ભાષામાં રસપ્રદ વિવેચનાત્મક માહિતી ઉપલબ્ધ છે. શ્રીસ્થલ અર્થાત્ સિદ્ધપુરની પ્રાચીન મહિમાથી લઈ અર્વાચીન પ્રતિભાની ઝાંખી કરાવે એવું આબેહૂબ દર્શન તેમાં વર્ણવેલ છે. સાથોસાથ તેમાં હિન્દુજીવનદર્શનની અવધારણાઓ સંબંધિત ઘણા મુદ્દાઓને ધ્યાનમાં લાવવાનો પ્રયાસ કરાયેલો છે. આ વિષયોનું વિવેચનાત્મક વર્ણન પણ પ્રતિભાશાળી ભાષા સાથે પ્રતિભાસિત દેખાય છે. ઇતિહાસના દૃષ્ટાંતો તેમજ માહિતી ૫૨ વિવેચનાત્મક શૈલીથી લખાયેલા લેખો મન પર આ દેશની પ્રાચીન સંસ્કૃતિના વિચારોની છાપ દૃઢ બનાવે છે. જો કે આ પુસ્તકમાં વર્ણવાયેલી ઘટનાઓ હજારો વર્ષ પૂર્વેના સમાજની શ્રદ્ધાઓ, આસ્થાઓ અને માન્યતાઓની ઝાંખી રૂપે છે પરંતુ તેની ભાવાત્મક છાયા તો આજે પણ વર્તમાન સમાજના અંત:કરણમાં પ્રતિબિમ્બીત છે. આજનું સામાજિક જીવન પણ એ જ, ભાવનાઓનો રણકો પ્રતિધ્વનિત કરે છે. પુસ્તકના અપથી ઇતિ સુધીના અધ્યયનથી એક વાતની પ્રતીતિ થાય. છે; તે એ બતાવે છે કે ભલે સમય બદલાઈ ગયો છે, સમાજનાં મહોરાં બદલાઈ ગયેલાં છે, પ્રાકૃતિક પરિસ્થિતિઓ પણ પલટાઈ ગયેલી છે, પરંતુ જે અવધારણાઓ હજારો વર્ષ પૂર્વેના સમાજજીવનમાં અવસ્થિત હતી તે તો આજે પણ યથાવત અવશિષ્ટ છે. આ પુસ્તિકા એ વાતનું સ્મરણ કરાવે છે, કે સૃષ્ટિનું સ્વરૂપ ભલે ચિંરજીવ ન રહી શકતું હોય પણ સૃષ્ટિનું મુળ તત્ત્વ તેમજ સંસ્કૃતિ ચિરંજીવ રહી શકે છે. અવતારવાદની અવધારણા સંબંધે લેખકનું ચિંતન સ્વયં સ્પષ્ટ કરે છે, કે અવતાર કદાપિ કાળ અબાધિત સ્થિરત્વ પામી શકતો નથી. તે તેનો સ્વભાવ પણ નથી. સૃષ્ટિ રચનાના નિયમથી તે સુસંગત પણ નથી. સૃષ્ટિકર્તા સ્વયં ઈશ્વરના અવતારો પણ કાળ મર્યાદાના અધીનમાં જ યોજાતા હોય છે. અવતાર ગમે તે દેહનો હોય પણ સ્થૂલ શરીર કાળચક્રથી પ્રભાવિત બની નાશવંત રહે છે. અવતાર ચિરંજીવ હોઈ શકે પણ સદા કાળ ચિરસ્થાયિત્વ પ્રાપ્ત કરી શકે નહીં. ઐશ્વરીય શક્તિઓનો અભ્યાસ લેખ પણ પર્યાવરણના ઘણા મુદ્દાઓ સાથે ઐશ્વરીય શક્તિઓનો તાત્વિક ઘટસ્ફોટ કરે છે. સમગ્ર વિશ્વના પદાર્થોનું સંચાલન બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની કાર્યશક્તિઓ દ્વારા કેવી રીતે સંચાલિત થઈ રહ્યું છે તેનું અર્થપૂર્ણ સમાધાન આ લેખમાં પ્રસ્તુત છે. વિશ્વની પર્યાવરણીય શક્તિઓનું સુંદર આકલન ધર્મને નજર સમક્ષ રાખીને જે રીતે રજુ કરવામાં આવેલું છે તે લેખકની Page #22 -------------------------------------------------------------------------- ________________ એક વિહંગાવલોકન કનુભાઈ વી. ઠાકર પ્રમુખ સાહિત્યવર્તુલ, સિદ્ધપુર ‘સરસ્વતીની ગરિમા' એ નામે વિવેચનાત્મક ઐતિહાસિક ગ્રંથની હસ્તપ્રત વાંચવાના મળી. પવિત્ર તીર્થભૂમિ સિદ્ધપુર, તેની ભૂતકાલીન યશસ્વી પાવિત્ર્ય તથા માતૃગયો ક્ષેત્ર તરીકે હિન્દુઓમાં હૃદયાંકિત છે આ તેમજ ક્ષેત્રના પૌરાણિક અને સાંપ્રત સ્થાન સ્થિતીઓનું માહાત્મ્યપૂર્ણ વર્ણનથી તીર્થોના પરિચય કરાવતાં લેખકે આપણને સત્ય અને તથ્યનાં દર્શન કરાવ્યાં છે. વર્તમાન શહેર સિદ્ધપુરનો સત્યયુગ સમયનો પૌરાણિક ઉલ્લેખ આપતાં લેખકે અત્રેના તપોનિધિ બ્રહ્મર્ષિઓનો પુણ્ય પ્રકાશ ફેલાવ્યો છે. અહીંની પૂજ્ય દેવશંક૨ બાપાની તપોભૂમિ, રૂદ્રમાળ ગાથા, ગંગા તૂલ્ય સરસ્વતીની ઉત્પત્તિ અને તેનું માહાત્મ્ય, શ્રીગોવિંદ માઘવરાયની પ્રતિમાસિદ્ધ, માઘવ તીર્થ, વૃકમુલિક તીર્થ, પિંડતાક તીર્થ, મહાલય તીર્થ, અશ્વતીર્થ વાલ્યબિલ્વેશ્વરતીર્થ, એક દ્વાર, બિન્દુતીર્થ ઇત્યાદિ સ્વર્ગીય સ્થળોનાં દિવ્ય દર્શન આપતો ચિતાર અત્યંત પ્રશસ્ય છે. વડોદરાના શ્રીમંત ગાયક્વાડ મહારાજાના મિત્રના નાતે વે પ્રાણનાથ મંગળજી અત્રેના ખાનદાન પરિવારના વિદ્વાન વિપ્ર હતા, તેમની કુળગંગાના વારસ શ્રી ગજાનનભાઈ દવેની કલમે અંક્તિ આ વિવેચન ગ્રંથ સાચે જ માહિતી સભર અને વાચ્ય છે. રોચ્ય છે. દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે, આમ આ ગ્રંથસ્થ માહિતી ભવાટવીથી દેવભૂમિનો સબળ સેતુ પ્રત્યક્ષ કરી શકે છે એવી મને પ્રતિતી થઈ છે. આ હસ્તપ્રત સાવધાનીથી વાંચતા હું તદ્રુપ થઈ ગયો હતો. મને લાગે છે કે લેખકશ્રીએ કઠિન પરિશ્રમ કરી નૈષ્ઠિક પુરૂષાર્થને પ્રત્યક્ષ કરી વાચક વર્ગને પ્રેરક, પોષક અને દીર્ઘજીવી ખ્યાલો પેશ કર્યા છે. ભાષા અસંદિગ્ધ, ચૈત્રિક અને પ્રવાહી છે. મનનીય ચિંતન અને સ્મરણીય ગ્રંથની ઉણપ પૂર્ણ કરવા આ ગ્રંથ સક્ષમ છે. લેખકશ્રીએ પૌરાણિક મહત્ત્વની સાથે સાથે સિદ્ધપુરની સાંપ્રત પરિસ્થિતિનું પણ હૂબહૂ નિરીક્ષણ આપ્યું છે. જે આ ભૂમિના દર્શક તરીકે ભોમિયાનું કર્તવ્ય અદા કરવામાં મદદગાર બનશે. પુસ્તક સાથે જોડેલ રેખાચિત્રો તેમજ સરસ્વતીના પ્રવાહ માર્ગ અંગેના શબ્દચિત્ર આધારિત નકશાઓ પણ આ પુસ્તકના હાર્દને સમજવા ઉપયોગી બને Page #23 -------------------------------------------------------------------------- ________________ એક વિહંગાવલોકન કનુભાઈ વી. ઠાકર પ્રમુખ સાહિત્યવર્તુલ, સિદ્ધપુર સરસ્વતીની ગરિમા” એ નામે વિવેચનાત્મક ઐતિહાસિક ગ્રંથની હસ્તપ્રત વાંચવાના મળી. પવિત્ર તીર્થભૂમિ સિદ્ધપુર, તેની ભૂતકાલીન યશસ્વી પાવિત્ર્ય તથા માતૃગયો ક્ષેત્ર તરીકે હિન્દુઓમાં હૃદયાંતિ છે આ તેમજ ક્ષેત્રના પૌરાણિક અને સાંપ્રત સ્થાન સ્થિતીઓનું માહાભ્યપૂર્ણ વર્ણનથી તીર્થોના પરિચય કરાવતાં લેખકે આપણને સત્ય અને તથ્યનાં દર્શન કરાવ્યાં છે. વર્તમાન શહેર સિદ્ધપુરનો સત્યયુગ સમયનો પૌરાણિક ઉલ્લેખ આપતાં લેખકે અત્રેના તપોનિધિ બ્રહ્મર્ષિઓનો પુણ્ય પ્રકાશ ફેલાવ્યો છે. અહીંની પૂજ્ય દેવશંકર બાપાની તપોભૂમિ, રૂદ્રમાળ ગાથા, ગંગા તૂલ્ય સરસ્વતીની ઉત્પત્તિ અને તેનું માહાસ્ય, શ્રીગોવિંદ માઘવરાયની પ્રતિમાસિદ્ધ, માઘવ તીર્થ, વૃકમુલિક તીર્થ, પિંડતારક તીર્થ, મહાલય તીર્થ, અશ્વતીર્થ વાલ્યુબિલેશ્વરતીર્થ, એક હાર, બિન્દુતીર્થ ઇત્યાદિ સ્વર્ગીય સ્થળોનાં દિવ્ય દર્શન આપતો ચિતાર અત્યંત પ્રશસ્ય છે. વડોદરાના શ્રીમંત ગાયકવાડ મહારાજાના મિત્રના નાતે દવે પ્રાણનાથ મંગળજી અત્રેના ખાનદાન પરિવારના વિદ્વાન વિપ્ર હતા, તેમની કુળગંગાના વારસ શ્રી ગજાનનભાઈ દવેની કલમે અંક્તિ આ વિવેચન ગ્રંથ સાચે જ માહિતી સભર અને વાચ્ય છે. રોચ્ચ છે. દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શુન્યમાં શબ્દ થઈ વેદ ભાસે, આમ આ ગ્રંથસ્થ માહિતી ભવાટવીથી દેવભૂમિનો સબળ સેતુ પ્રત્યક્ષ કરી શકે છે એવી મને પ્રતિતી થઈ છે. આ હસ્તપ્રત સાવધાનીથી વાંચતા હું તદ્રુપ થઈ ગયો હતો. મને લાગે છે કે લેખકશ્રીએ કઠિન પરિશ્રમ કરી નૈષ્ઠિક પુરૂષાર્થને પ્રત્યક્ષ કરી વાચક વર્ગને પ્રેરક, પોષક અને દીર્ઘજીવી ખ્યાલો પેશ કર્યા છે. ભાષા અસંદિગ્ધ, ઐત્રિક અને પ્રવાહી છે. મનનીય ચિંતન અને સ્મરણીય ગ્રંથની ઉણપ પૂર્ણ કરવા આ ગ્રંથ સક્ષમ છે. લેખકશ્રીએ પૌરાણિક મહત્ત્વની સાથે સાથે સિદ્ધપુરની સાંપ્રત પરિસ્થિતિનું પણ હૂબહૂ નિરીક્ષણ આપ્યું છે. જે આ ભૂમિના દર્શક તરીકે ભોમિયાનું કર્તવ્ય અદા કરવામાં મદદગાર બનશે. પુસ્તક સાથે જોડેલ રેખાચિત્રો તેમજ સરસ્વતીના પ્રવાહ માર્ગ અંગેના શબ્દચિત્ર આધારિત નકશાઓ પણ આ પુસ્તકના હાર્દને સમજવા ઉપયોગી બને Page #24 -------------------------------------------------------------------------- ________________ તેમ છે. શ્રીસ્થલ સરસ્વતી દર્શનનું રેખાચિત્ર તો સિદ્ધપુરના સરસ્વતી કિનારા અંગેની વિસ્તૃત માહિતી સાથેનું ચિત્ર સમજાવે છે. રેખાચિત્રો અંગેની લેખકની કલમ આગવી મૌલિક સુઝબૂઝનું પ્રતિબિંબ પાડે છે. પવિત્ર સરસ્વતીના તીર્થ તેમજ શ્રીસ્થલની પ્રાચીન ભવ્યતા અને મહાનતા માટે આ ગ્રંથની માહિતી આપણને ભાવવિભોર બનાવે છે. મહામોલું માર્ગદર્શન આપે છે. ટૂંકમાં તન-મન અને ધનથી તૈયાર થયેલા આ ગ્રંથના કર્તા શ્રી ગજાનનભાઈ દવેને હાર્દિક ધન્યવાદ. કનુભાઈ વી. ઠાકર વારાહીનો માઢ એમ. એ. બી. એ. એલ. એલ. બી. સિદ્ધપુર સિનિ. એચ. એચ. એસ. તા. 1-2-97 પ્રમુખ સાહિત્ય સ્કુલ, સિદ્ધપુર Page #25 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજના સિદ્ધપુર) (સંયોજક સમિતિ શ્રીરામચંદ્રભારતી એમ. સ્વામી પ્રમુખ શ્રી કનુભાઈ વી. ઠાકર ઉપ-પ્રમુખ L શ્રી બચુભાઈ આર. દવે સંકલન પ્રમુખ શ્રી શાન્તકુમાર એન. દવે મંત્રી છે કે શ્રી વાસુદેવભાઈ ડી. દવે ના સહમંત્રી શ્રી વસંતલાલ એ. ત્રિવેદી સદસ્ય શ્રી જયેશભાઈ એચ. ઠાકર સદસ્ય Page #26 -------------------------------------------------------------------------- ________________ નિવેદન રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજનાનો ઉદ્દેશ્ય ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા તેમજ પ્રાચીન ઐતિહાસિક તથ્યોના સંસ્કારો સમાજમાં પ્રસારિત કરવાનો છે. આ હેતુને પૂર્ણ કરવા સાહિત્ય પ્રકાશન, જ્ઞાન સત્રની પ્રવૃત્તિઓ તેમજ તેને અનુરૂપ પરિસંવાદ વગેરે કાર્યક્રમો રજુ થાય તેવી અમારી યોજના છે. આ પ્રવૃત્તિઓના પ્રથમ પુષ્પ રૂપે ‘‘સરસ્વતીની ગરિમા’’ વિષય ઉપર ગજાનન દવેની કલમે લખાએલું પુસ્તક પ્રસિદ્ધ દવેજી પરિવાર તેમજ પંડ્યા શંકરલાલ કેશવલાલના સ્વર્ગ. પરિવારજનોની પુણ્યસ્મૃતિરૂપે છપાવી પ્રસિદ્ધ કરાવવાનો અમોને સહકાર મળેલ છે. આ પુસ્તકની વેચાણ કિંમત આ સંસ્થાની સંપત્તિ-નિધિ રહેશે. આપ આપના શુભ પ્રસંગોમાં આપના આત્મીય જનોને ભેટ આપવા આ પુસ્તકોને ખરીદી સહકાર આપશો. તેમાં સિદ્ધપુર અને સરસ્વતીની ગરિમાને ઉજ્વલિત કરવાનું શ્રેય પણ આપના હાથે સચવાશે. જ્ઞાનસત્ર, પ્રકાશન અને અન્ય પ્રવૃત્તિયો આ પ્રમાણે નામાભિધાન સાથે યોજવાની પણ ઉમ્મીદ અમારી પ્રવૃત્તિયોમાં છે. આપનો સહકાર એજ આ ઉદ્દેશ્યનો પ્રસાર છે. આ અમારું પ્રથમ સાહિત્ય-પુષ્પ રજુ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજના બ્રાહ્મણીયા પોળ, અંબાવાડી નાકે, સિદ્ધપુર-(૩૮૪૧૫૧) બચુભાઈ રા. દવેના વંદન સંકલન-પ્રમુખ રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજના સિદ્ધપુર. (ઉ.ગુ.) Page #27 -------------------------------------------------------------------------- ________________ અહીંના સુપ્રસિદ્ધ દવેજી પ્રાણનાથ મંગજીના પરિવારમાં જન્મેલ દવે મણીલાલ કાળુરામ તેમજ પંડ્યા શંકરલાલ કેશવલાલના સ્વર્ગસ્થ પરિવારજનોની પુણ્ય સ્મૃતિ રૂપે આ સાહિત્ય પુષ્ય પુસ્તક છપાવી સમાજ સમક્ષ સાદર રજુ કરનાર. 21 કિલો પુષ્પાબેન ગજાનન દવે કોઈ ના Page #28 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી અને પ્રાચી સરસ્વતી પરિશિષ્ટ-૧) વર્ત હિમાલય કુaઉપ્રદેશ હરિયા? પુષ્કર રાજસ્થાન ઉ.ગુ પુરામામસ્વતી . બ્રીસ્થલ प्रभासपश्चिमेतीपस्यप्राविसरस्वती પ્રભાસ (માર) અનેક પ્રાચીનતમ ગ્રંથોમાં એક વિશા નદી તરીકે સરસ્વતી અપ્રતિમ પ્રશંસા પામેલ છે. દેશના અતિ પ્રાચીન ગ્રંથ ઋગ્વદમાં પણ તેના પ્રશસ્તિ મંત્રો ખૂબ છે. आम्बतमे नदीतमे देवितमे सरस्वती । પ્રસ્તા ફુવ જી પ્રતિષ્ણ નધિ | (% ૨/૪૧(૧૭) વેદકાળમાં તેના ગુણગાન છે. પૌરાણિક અને શ્રૌતકાળના સાહિત્યમાં તેના પ્રકટ અને લુપ્ત સ્થાનો તેમજ તેના તીરે આવેલ તીર્થોના વર્ણનો પણ મળી આવે છે. આ લેખનના પ્રારમ્ભમાં “હિમાલયમાં સરસ્વતીનું એક રેખાચિત્ર સામેલ છે. આ રેખાચિત્ર પુરાણ વર્ણનનોના શબ્દચિત્ર અને દિશાસંકેત તેમજ પ્રાપ્ય વર્તમાન Page #29 -------------------------------------------------------------------------- ________________ નકશાઓના અભ્યાસ; માનચિત્રોમાંથી પ્રાપ્ત માહિતિયોના સંદર્ભને અનુલક્ષી તૈયા૨ કરાયું છે. આ રેખાચિત્રમાં દર્શાવેલ ગૌરકુંડ, ત્રિજુગીનાથ અને રૂદ્રપ્રયાગના નામો વર્તમાન માનચિત્રોના છે. પુરાણોમાં જે નામો મળી આવે છે. તેમાં સુગંધતીર્થ, ભૂતીશ્વર અને રુદ્રકોટિ બતાવેલાં છે. માહિતિ અને માહાત્મ્ય સંબંધે, નામોના વિવાદને બાજુ પર મૂકવામાં આવે તો સમાનતા આંખે ઊડી આવે છે. ગૌરિકુંડ પણ એક કૂપ છે. સુગંધતીર્થનો ઉલ્લેખ પણ એક કૂપ (કુવો) તરીકે છે. દિશા સંકેત મુજબ કેદારથી તે દક્ષિણે છે. દિશા બાબત પણ સમાનતા છે. હાલના નકશાઓમાં જે ત્રિજુગીનાથ તરીકે ઓળખાય છે તે સ્થાન પ્રાચીન દિશા સંકેત મુજબ ગૌરીકુંડવી દક્ષિણ-પશ્ચિમમાં જ છે. પુરાણ ગ્રંથોમાં જણાવેલ ભૂતીશ્વરમાં પણ શિવ પ્રાક્ટય અને ભસ્મનું માહાત્મ્ય હાલના ત્રિજુગીનાથના માહાત્મ્યને મળતું છે. હાલ નકશામાં જે રૂદ્રપ્રયાણ તરીકે ઓળખાય છે. પુરાણમાં તેનું નામ રૂદ્રકોટિ છે. પુરાણ વર્ણનાનુસાર તે ભૂતીશ્વરથી દક્ષિણે પણ છે. પુરાણના ઉલ્લેખો મુજબ અહીંથી જ સરસ્વતી લુપ્ત થઈ કુરૂક્ષેત્રમાં પ્રકટ થાય છે. પૌરાણિક સાહિત્ય અને શ્રૌતકાળના સાહિત્યમાં પણ પ્રકટ-લુપ્ત સરસ્વતીનાં જ વર્ણનો છે. રેખાચિત્રમાં દર્શાવેલ ૦ સરસ્વતી એ સરસ્વતીનું ઉદગમ સ્થાન છે. આ સ્થળ બદ્રીનાથથી પશ્ચિમ અને કેદારથી પૂર્વમાં ઉર્ધ્વ હિમાલયમાં આવેલું છે. તેનું પૌરાણિક નામ ઉર્નંગ આશ્રમ છે. પિપ્પલાદની તપોભૂમિ છે. અહીંથી એક અશ્વત્થ વૃક્ષ ઉપરથી સરસ્વતી અવતરિત થઈ પશ્ચિમ સાગર તરફ પ્રયાણ કરે છે. ઉર્વાંગ આશ્રમથી સરસ્વતી લુપ્ત થઈ કેદાર પર આવે છે. ત્યાંથી ગૌરીકુંડ ત્રિજુગીના અને રૂદ્રપ્રયાગને પોતાના જળથી પબાળતી સરસ્વતી ભૂગર્ભ વાહિની બની કુરૂક્ષેત્રમાં પ્રસ્ફુરિત થાય છે. પ્રાચી સરસ્વતીનાં પાંચ પ્રમુખ તીર્થ रूद्रावर्ते कुरूक्षेत्रे पुष्करे श्रीस्थलेतथा । પ્રભાસે પશ્ચમે થૈ પદ્મ પ્રાચી સરસ્વતી ।। (ભારતે) પ્રાચી એટલે પૂર્વ દિશામાંથી આવતી નદી એવો અર્થ થાય છે. નદીયોમાં સરસ્વતી માટે જ પ્રાચી શબ્દ વપરાય છે. એવા પૌરાણિક ઉલ્લેખો મળે છે કે હિમાલયમાંથી તેને વિદાય આપવાના સમયે તેની સખિયો ગંગા વગેરે નદીયોએ સરસ્વતીને તેના પ્રાચીના જળમાં મળવાનું વચન આપેલ છે. આ ઉલ્લેખો પ્રમાણે Page #30 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીના પ્રાચીના જળોમાં આ નદિયોના સંગમજળનું વિશેષ માહાત્મ્ય સચવાયેલું છે. આ સ્થાનોમાં સરસ્વતીના જળમાં કરાયેલું સ્નાન ત્રિવેણી સંગમ સ્નાનનું ફળ આપે છે. ૦ રૂદ્રકોટિ અર્થાત્ રૂદ્રપ્રયાણ સરસ્વતી નદીનો હિમાલયમાંનો છેલ્લો મુકામ છે. આ રાજ્ય-ઉત્તરપ્રદેશના વિસ્તાર છે. દક્ષ યજ્ઞ ભંગનું સ્થાન છે. ૦ કુરૂક્ષેત્ર પ્રાચી સરસ્વતીનું આ બીજું તીર્થક્ષેત્ર છે. કુરૂ નામના એક બ્રાહ્મણને ભગવાન વિષ્ણુએ દર્શન આપી વિષ્ણુપદની પ્રાપ્તી કરાવેલી છે. તેથી તે બ્રાહ્મણના નામ ઉપરથી આ ભૂમિને કુરૂક્ષેત્ર કહેવામાં આવે છે. કુરૂક્ષેત્રમાં સરસ્વતી સરોવ૨માં પ્રસ્ફુરિત થાય છે. સૂર્ય ગ્રહણ સમયે અહીંની સરસ્વતીમાં સ્નાનનું વિશેષ માહાત્મ્ય છે. પ્રતિ વર્ષ લાખો યાત્રાળુઓ સ્નાનાર્થે અહીં આવે છે. મહાભારતના ઉલ્લેખ મુજબ તેનું ઐતિહાસિક મહત્ત્વ સુપ્રસિદ્ધ છે. ૦ પુષ્કરારણ્ય કુરૂક્ષેત્રમાંથી પતિયાળાના રણમાં લુપ્ત થયેલી સરસ્વતી ભૂગર્ભ વાહિની બની પુષ્કરારણ્યમાં પ્રવેશ કરે છે. પુષ્કરનો અર્થ નાના સરોવર થાય છે. આ અરણ્ય પુષ્કરિનોનું છે. તેમાં પુષ્કર તરીકે ઓળખાતું પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પ્રાચીન મહત્ત્વ ધરાવે છે. અહિંસ સ્વતી ત્રણ કુંડોમાં પ્રસ્ફુરિત છે. વિશાળ, મધ્યમ અને નાના એવા ત્રણ કુંડોમાં સ્નાનનું માહાત્મ્ય છે. સૃષ્ટિ કર્તા બ્રહ્માજીનું અહીં માહાત્મ્ય છે. તેથી પિતૃતર્પણનું અખિલ ભારતીય કેન્દ્ર છે. ૦ શ્રીસ્થલ પુષ્કરારણ્યમાંથી આગળ વધી સરસ્વતી અર્બુદારણ્યમાં આવે છે અર્બુદારણ્યમાંથી સરસ્વતી પ્રાચીન તીર્થક્ષેત્ર શ્રીસ્થલમાં વહન કરે છે. અંબિકા વનના ભૂગર્ભ સ્રોતોમાંથી હાલ ગુજરાતમાં તે પ્રવેશ કરે છે. પરંતુ માર્કડેયના પ્રાચીન ઇતિહાસ મુજબ અર્બુદારણ્યથી શ્રીસ્થલ સુધીનો તેનો વિશાળ પ્રવાહ ભૂતલની સપાટી પર વહેતો હતો એવું પ્રતિપાદિત થાય છે. (જુઓ વૃકમુવિક તીર્થ-ઇતિહાસ) આ ઇતિહાસ સરસ્વતીના સળંગ મહાપ્રવાહનું ચિત્ર દર્શાવ છે. આજે પણ સિદ્ધપુરમાં સરસ્વતીનો વિશાળ મહાકાય પ્રવાહ પર તેની પ્રાચીન ભવ્યતાની સાક્ષી આપે છે. સૃષ્ટિના આદિ ઋષિ કર્દમની આ તપોભૂમિ છે. કપિલ મહામુનિની જન્મભૂમિ Page #31 -------------------------------------------------------------------------- ________________ છે. દેવહૂતિની મોક્ષભૂમિ છે. શ્રીસ્થલની ભૂમિ પર આઠ ઇતિહાસો રચાયા છે. અહીં સરસ્વતી પ્રાચીમાંથી વહન કરતી આવે છે. આ ભૂમિ પર અતિ પ્રાચીન સમયનું પિંડતારક તીર્થ છે. અહીંથી પિંડ ગ્રહણ કરી પિતામહો પ્રસન્નતા મેળવે છે. માતા દેવહૂતિના મોક્ષને કારણે માતાના પિંડ પ્રદાન માટે દેશભરના શ્રદ્ધાળુઓ હજારોલાખોની સંખ્યામાં માતૃગયા શ્રાદ્ધ માટે પ્રતિવર્ષ અહીં આવે છે. આ ભૂમિ માતૃગયા તીર્થ તરીકે સુપ્રસિદ્ધ છે. પ્રાચીન મહાલય તીર્થ હોવાના કારણે ગુર્જર નરેશ મહારાજા મુળરાજે બારમાં સૈકામાં અહીં રૂદ્રમહાલય બનાવ્યો હતો. પવન આક્રમક અલાઉદ્દીન ખિલજીએ ઈ.સ. ૧૩૦૭માં તેને તોડી પડાવેલ. આજે તેના નામશેષ અવશેષો મૌજુદ છે. આ રીતે સિદ્ધપુર એક પ્રાચીન તીર્થક્ષેત્રનું મહત્ત્વ ધરાવતી ઐતિહાસિક નગરી છે. પ્રભાસ શ્રીસ્થળ પછી પ્રાચી સરસ્વતીનું સુવિખ્યાત તીર્થ પ્રભાસ છે. નિસ્તેજ ચન્દ્રને પૃથ્વી પર અમૃતવર્ષા માટે શિવ અહીં તેને પ્રભાનું દાન કર્યું હતું. આ માહાભ્યને લઈ આ ભૂમિને પ્રભાસ ક્ષેત્ર કહે છે. ગરજતા-ઉચળતા મહાસાગરને જોઈ કર્તવ્યપૂર્તિના આનંદમાં આવી પ્રસન્નચિત્ત સરસ્વતી અહીં પાંચ પ્રવાહોમાં વહેતી થઈ. પોતાના તગડા ભક્ષ્યને જોઈ પુલક્તિ થઈ મોહવશ બનેલ વડવાનલે પોતાની કાર્ય સિદ્ધિમાં સહાયક સરસ્વતીને યથા ઉમ્મીદ વરદાન મેળવવા હુંક્કાર કર્યો. ઉપસ્થિત વિષ્ણુની સલાહ અનુસાર સરસ્વતીએ એક સોયના છિદ્ર જેટલા મુખથી જળદેવનું ભક્ષણ કરવા વચન માંગી લીધું. ચન્દ્રને જ્યોતિ આપવા પ્રકટ સોમનાથ મહાદેવ અને વડવાનલ નિમિત્ત સરસ્વતી અને સર્વદેવોની ઉપસ્થિતીને કારણે પ્રભાસ પૃથ્વી પરનું એક સર્વશ્રેષ્ઠ તીર્થ બન્યું. આ તીર્થ સૌરાષ્ટ્રનું એક સુપ્રસિદ્ધ તીર્થ અને ઐતિહાસિક નગરી છે. પ્રતિવર્ષ લાકો યાત્રાળુઓ અહીં આવે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીરથલ એક સિંહાવલોકન સરસ્વતી એક અસ્ખલિત વહેતા જળ-પ્રવાહ વાળી નદીના રૂપમાં સરસ્વતીનું દર્શન આજે અપ્રાપ્ય હોવા છતાંય વૈદિક કાળથી વર્ણવાયેલી સરસ્વતી નદી પ્રત્યેક હિન્દુના માનસમાં આજે પણ યથાવત અંકિત છે. દેશના કોઈપણ ખૂણે કોઈપણ સ્થળે કોઈપણ જળથી જ્યારે હિન્દુ સ્નાન કરે છે; ત્યારે દેશની પવિત્ર નદીઓના જળનું સ્મરણ અને આવાહન કરે છે, આ નદીઓમાં સરસ્વતી પણ એક છે. गंगे च यमुने चैव सरस्वती नर्मदे सिन्धुकावेरी जलेस्मिन सन्निधिम कुरु 11 गोदावरी એક વાત સાચી છે કે ધરતી સ્તર પર અખંડ અને પ્રકટ પ્રવાહવાળી સરસ્વતી નદી ન વહેતી હોઈ આજે તે અનેક તર્ક વિતર્કનો વિષય બની સંશોધનની સુચિમાં સામેલ થઈ ગઈ છે. વેદો અને પુરાણોમાં તો આ નદીનું માહાત્મ્ય મુક્ત કંઠે ગવાયેલું છે. પૌરાણિક ગ્રંથોમાંથી પ્રાપ્ત થતા ઇતિહાસ મુજબ તો સમાજના માનસ પર આ નદી ઉદ્ગમથી અંત સુધીના વર્ણનનો ઇતિહાસ રજૂ કરે છે. પરંતુ આ વર્ણનના અધ્યયનથી જે એક મહત્વનો વિચારણીય મુદ્દો સામે આવે છે તે તર્ક ઉપસ્થિત કરે છે કે આવા ત્રુટક પ્રવાહના અવયવો વાળી સરસ્વતીને એક નદી તરીકે માન્ય કરી લેવાની પૌરાણિક માન્યતાને કઈ યુક્તિથી ઉચિત ઠરાવી શકાય ? પ્રશ્ન અવશ્ય મહત્ત્વપૂર્ણ છે પરંતુ સમાધાન કઠીન નથી. પુરાણ લેખકોનાં માનસ અને અભિપ્રાયનું સૂક્ષ્મતમ જ્ઞાન, જળપ્રવાહોનું પરિક્ષણ, સંસ્કૃતિના પુરાતત્ત્વીય અવશેષ, જે તે સમયની ભૂસ્તરીય રચના અને પરિસ્થિતિઓનું વિશ્લેષણ, પરમ્પરાગત સામાજિક વારસાના ખ્યાલો અને સામાજિક એકતાના બંધનને ટકાવનાર સાંસ્કૃતિક મુદ્દાઓનો યુક્તિસંગત અભ્યાસ કરી નિર્ણય ૫૨ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે તો રાષ્ટ્રીય હિતો માટે આવકારદાયક ગણાશે. જળ અને ભૂતલ જ્ઞાનનું રહસ્ય તો સ્વયં સ્પષ્ટ કરે છે કે જળ માત્રનું પ્રસ્ફુરણ તેના ભૂગર્ભ પ્રવાહોમાંથી ધરતી પર વહે છે. જળનો સંબંધ ભૂગર્ભ પ્રવાહો સાથે સંબંધિત છે. હા, વર્ષાના જળ અને બરફ પીગળવાના પ્રસંગે પ્રવાહો વિશેષ તગડા બનતા હોય છે. પણ તેનાં મૂળ સ્ત્રોત તો ભૂગર્ભમાં જ હોય છે. ધરતીની સપાટી ૫૨ વહેતી નદિયોના જળ પણ ભૂગર્ભમાં શોષાઈ ભૂગર્ભમાં પ્રસારિત થતા રહે છે. વિશાળકાય સરોવરો, નદિયો, કુવા-વાવ વગેરે તમામ જળ સંગ્રાહકોનાં મૂળ સ્રોતનો મૂલાધાર ભૂગર્ભ જળ જ હોય છે. અને મૂળ સ્રોતમાં કમી આવવાથી કે Page #33 -------------------------------------------------------------------------- ________________ સૂકાવાથી તે નામમાત્રનાં બની રહે છે. જેટલા જળ પ્રવાહ ધરતી પર પ્રકટ દર્શન દે છે તેથી પણ વિશેષ ધરતીમાં સમાવિષ્ટ હોય છે. એવું પણ અનુભવવામાં આવે છે કે ધરતી પર વહેતા પ્રવાહો ધરતીની ભૂપૃષ્ઠ રચના તેમજ સમયે સમયે થતા ફેરફારોને કારણે ક્યાંક અંતર્ધાન પણ થઈ જતા હોય છે. અને અન્યત્ર મોકો મળે ધરતીની સપાટી પર પ્રસ્ફુરિત પણ થતા હોય છે. વાસ્તવિકતા એ છે કે જળને ગળી જવું અને ઓકારવું તે ધરતીનો સ્વભાવ છે માત્ર જળ જ નહીં પણ વા અને અગ્નિ (વીજળી) જે આ બ્રહ્માન્ડના પ્રમુખ પરિબળો મનાય છે તે પણ આ નિયમમાં આવી જાય છે. જળ, વાયુ અને અગ્નિના તત્ત્વો ધરતીમાં પણ સંચારિત થતા હોય છે. બહાર પણ પ્રકટ થતા રહે છે. આપણે તેને ધરતીકંપ અને લાવારસના નામે ઓળખીએ છીએ. સંક્ષેપમાં સમારોપ કરતાં જણાવવાનું કે સરસ્વતી નદીના વિષયને, વિષયને સ્પર્શના લોકમાનસના શ્રદ્ધ કેન્દ્રને એકદમ આંખો મીંચી એટલા માટે અમાન્ય કરવું કે તે ધરતી પર અખંડ વહેતી દેખાતી નથી; પુરાણોના મંતવ્યકારોને સરાસર અન્યાય કરવા જેવું થશે. પ્રકટ પ્રવાહ હોય એ જ નદી તે તર્ક ઉપલક દૃષ્ટિએ સાચો હશે પરંતુ તે તર્ક થોથા દૃષ્ટિકોણથી ભરેલો છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સૂચક તો નથી જ. હકીકતમાં ભારતની ભૂમિ પરના નાના મોટા, પ્રકટ કે ભૂગર્ભ જળોનું આખરી ઉદ્ગમ કેન્દ્ર તો હિમાલય જ છે. એકમાત્ર હિમાલય મીઠા જળ ભંડાર માટે સુખ્યાત છે. ભારતનો વિશાળ સમુદ્ર કિનારો ખારા જળને સ્પર્શે છે. વર્ષાનાં જળ અને હિમાલય બંને મીઠાં જળ માટે આશીર્વાદ સમાન હોઈ હિમાલયને ભારતનું સ્વર્ગ કહે છે. ભારતનો વૈભવ હિમાલયના અસ્તિત્વ પર નિર્ભર છે. જીવ સંપત્તિનો આધાર જળ છે. હિમાલય આ સંપત્તિનો પ્રમુખ નિયામક છે. ગંગા-યમુના કે બ્રહ્મપુત્રા જેવાં નામો ભલે ગમે તે અપાયાં હોય પણ તે તમામનાં જળ તો હિમાલયનાં છે. નદીયોના જળ પણ જમીનમાં શોષાતાં જ રહે છે. ભૂગર્ભમાં દૂર-દૂર તે પ્રસરતાં પણ છે. હોય છે. આ જળ જ્યારે બહાર દેખાવ દે છે ત્યારે નામાભિધાન શરૂ થાય છે. આસેતુ હિમાલયથી પૂર્વ-પશ્ચિમ સુધી સમાન સંસ્કૃતિની એક સમાજ-ગંગા પણ અહીં વહે છે. આ સમાજ ગંગાને એકસૂત્રમાં સાંકળવાનો ભગી૨થ પ્રયાસ પુરાણકારોએ આદરેલો છે. ભારતના હજારો વર્ષના ઇતિહાસના પ્રેરણાદાયક પ્રસંગો એક યા બીજા નામે વિવિધ પુરાણોમાં સંકળાયેલા છે. આ ઐક્યના તત્ત્વને થોથા વિવાદો સર્જી નબળા બનાવી સામાજિક બંધનના તત્ત્વને શિથીલ બનાવવું તે એક રાષ્ટ્રીય અપરાધ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થલ વિભિન્ન પ્રાચીન ગ્રંથોના અધ્યયન દ્વારા એવું સ્પષ્ટ તારણ તરી આવે છે, કે પ્રાચીન સમયમાં સુપ્રસિદ્ધ શ્રીસ્થલ એ જ આજનું સિદ્ધપુર છે. શ્રીમદ્ ભાગવત, વિભિન્ન પુરાણોના સાર સંકલનરૂપ સરસ્વતી પુરાણ, ઔદિચ્ય પ્રકાશ તેમજ અન્ય વિભીન્ન પુરાણ ગ્રંથો શ્રીસ્થલ એજ સિદ્ધપુર છે તેની પ્રતીતીના અનેક પુરાવા પ્રસ્તુત કરે છે. વિભિન્ન પ્રાચીન ગ્રંથોમાં શ્રીસ્થલના સંદર્ભમાં જે-જે કહેવામાં આવ્યું છે તે સર્વે હકીકતોમાંથી આ વાતની પુષ્ટિ થાય છે. છેલ્લામાં છેલ્લો પણ આધુનિક પ્રાચીન ગ્રંથ ઔદિચ્ય પ્રકાશ લગભગ છસો-સાતસો વર્ષ પૂર્વેની સિટ પુરની ગૌરવગાથાને સુવર્ણ અક્ષરોથી આલેખી સિદ્ધપુર નગરના ઉજ્જવલ ભૂતકાળ પર પ્રકાશ ફેંકે છે. આ ગ્રંથમાં પુરાણ ગ્રંથોના આધાર ઉપરથી આ ભૂમિના હજારો વર્ષના ઇતિહાસનો સંદર્ભ પણ સ્પષ્ટ રીતે આલેખાયેલો છે. આ ગ્રંથને ગુજરાતના છેલ્લામાં છેલ્લા એક ઐતિહાસિક ગ્રંથ તરીકેની માન્યતા ઇતિહાસકારોએ આપેલી છે. સરકારી વિશેષજ્ઞોએ પણ તેમાંની માહિતીની પુષ્ટિ કરતાં પ્રમાણપત્રો લખેલાં છે. અને તે માહિતી મુજબનો વર્તમાન ઇતિહાસ હાલ મૌજુદ પણ છે. આ ગ્રંથ પણ સિદ્ધપુર નગરને એક અતિ પ્રાચીન સુપ્રસિદ્ધ ઐતિહાસિક વિદ્વદ નગરી તરીકે, બિરદાવે છે. તેમજ તેના પ્રાચીનતમ ઐતિહાસિક તીર્થક્ષેત્ર તરીકેના માહાભ્યને રજૂ કરે છે. તીર્થોમાં સર્વોત્તમ તીર્થ ભારતવર્ષની ભૂમિ પર આવેલાં નૈમિષ, મથુરા, પુષ્કરજી, કેદાર, પ્રયાગ, વિપાશા, ઉર્મીલા, ઐરાવતી, કપિલા ચન્દ્રભાગા, સરસ્વતી, ગંગાસાગર, વારાણસી, અધતીર્થ, ગંગાદ્વાર, હિમાલય, માયાપુરી, શતભદ્રા, મહાભાગા, સિધુ નદી, પયોણિ, કૌશિકી, ગોદાવરી, પ્રભાસ અને મહાતીર્થ શ્રીસ્થલ (સિદ્ધપુર) આ બધા પૃથ્વી ઉપરનાં સર્વોત્તમ તીર્થો તરીકે પુરાણગ્રંથોમાં વર્ણવાયેલાં છે. | તીર્થ અંગેની ધારણા સંબંધે એવું કહેવાયું છે કે જે ભૂમિ પર ઈશ્વરે અવતાર લીધેલો હોય, જ્યાં દેવોનું આવાગમન થયે રહેતું હોય, જ્યાં સંતોની ચરણરજથી ધરતી સદા પાવન થયે રહેતી હોય, જ્યાં વેદમંત્રોના સ્વરગાન તેમજ યજ્ઞ જ્વાલાઓની આભાથી નભોમંડળ નિર્મળ બનતું હોય, તે સર્વ સ્થાનો તીર્થ તરીકે ઓળખાય છે, વેદરક્ષક બ્રાહ્મણ પણ એક જંગમતીર્થ ગણાય છે. આવા બ્રાહ્મણોનો જ્યાં વસવાટ હોય તે ભૂમિ પણ એક તીર્થક્ષેત્ર છે. પ્રાચી સરસ્વતી તીર તીર્થોમાં પણ જ્યાં બ્રહ્મપુત્રી સરસ્વતી હોય, સરસ્વતીનાં જળ અને અશ્વત્થ Page #35 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષનો (પીંપળો) જ્યાં સંયોગ રચાતો હોય, જ્યાં સરસ્વતી પૂર્વમાંથી વહન કરતી હોય, તે તીર્થમાં સરસ્વતીના જળમાં કરાયેલું સ્નાન, દાન અને ધર્મકર્મ વિશેષ પુણ્યદાયી ગણાવેલું છે. દેવોના સંકટ નિવારણ માટે હિમાલયના એક અશ્વત્થ વૃક્ષ પરથી એક વિશાળ નદીના રૂપમાં અવતરિત થઈ બ્રહ્મપુત્રી સરસ્વતી વડવાનલને ગોદમાં લઈ જ્યારે પશ્ચિમ સાગર ભણી પ્રયાણ માટે તૈયાર થઈ ત્યારે આ વિદાયવેળાએ સખીઓએ તેને પ્રાચીના જળમાં મળવાનું વચન આપેલું છે. તેથી અહીં પવિત્ર નદિયોના સંગમ જળમાં સ્નાન કર્યાનો વિશષ લાભ મળે છે. શ્રીસ્થલમાં પ્રાચી સરસ્વતી છે. સરસ્વતીના જળ સાથે અશ્વત્થ વૃક્ષનો સંયોગ પણ રચાયેલો છે. અહીં વૃકમુલિક તીર્થ મોક્ષ પીંપળા તરીકે પુરાણ પ્રસિદ્ધ સ્થળ છે. સરસ્વતીના ગુણગાન ગાતા મંત્રો અનેક છે. જેમ કે रुदावर्ते कुरुक्षेत्रे पुष्करे श्रीस्थले तथा 1 प्रभासे पञ्चमे तीर्थे पञ्चप्राची सरस्वती ॥ પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કહે છે. યજુર્વેદમાં કહેવાયું છે, अम्बितमे नदी तमे देवीतमे सरस्वती 1 अप्रशस्त इव स्मसि प्रशिस्तिम्ब नस्कृधि ॥ पच्चनघः सरस्वतीमपियंति सस्त्रोतसः I सरस्वती तु पञ्चघासो देशे ઘણા બધા પ્રાચીન ગ્રંથોમાં પણ સરસ્વતીનું માહાત્મ્ય મુક્ત કંઠે ગવાયેલું છે. સરસ્વતીના કિનારે વૈદિક સંસ્કૃતિના વિકાસનો ઇતિહાસ રચાયેલો છે. સિદ્ધપુર નગર પણ પ્રાચીન વૈદિક સંસ્કૃતિના પ્રતિક સમાન એક પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. ગુજરાતમાં વૈદિક સંસ્કૃતિના વિકાસમાં આ નગરનો પ્રાચીન ઇતિહાસ એક અદ્વિતીય ઉદાહરણ તરીકે સુપ્રસિદ્ધ છે. ભવત્પતિ: ।। (યુજુર્વેદ) પણ મનમાં સવાલ ઉપસ્થિત થતો હશે કે જે વૈદિક સંસ્કૃતિની સરસ્વતીના મહાન ગુણગાન ગવાએલાં છે તે સરસ્વતી આ સરસ્વતી જ છે ? આ સવાલ ઉત્પન્ન થવાનું કારણ એટલા માટે છે કે હિમાલયથી પ્રભાસક્ષેત્ર સુધીનો અસ્ખલિત ધરતી ૫૨ વહેતો સરસ્વતી પ્રવાહ આજે દેખાતો નથી. સરસ્વતીની ઉત્પત્તિ અંગેનો પુરાણ મત પણ આવા ધરતી પર વહેતા સતત પ્રવાહનો નથી. પરંતુ આ બે કારણોસર આ સરસ્વતી નથી એવું માનવું તર્ક પૂર્ણ કે વૈજ્ઞાનિક પણ નથી. વૈજ્ઞાનિક મત તો એવું કહે છે કે ધરતી ઉપર વહેતી નદી તે જેમ નદી છે તેમ ભૂગર્ભમાં પ્રસ્ત્રવણ Page #36 -------------------------------------------------------------------------- ________________ કરતા જલસ્રોતો પણ નદી તરીકે ભૂગર્ભમાં સદાય વહેતાં જ રહે છે. આ જલસ્રોતો ભૂગર્ભમાં વહેતા વહેતા કોઈ કોઈવાર કુવા-વાવ-જલસ્રોત તેમજ સરોવરોમાં ભૂગર્ભમાંથી પ્રફુરિત થઈ તેમાં પ્રકટ થતાં જ હોય છે. કોઈ પણ જલસ્રોત ભૂગર્ભમાંથી જ્યારે ધરતીની સપાટી પર દેખાવ દે છે ત્યારે તેનું નામાભિધાન થાય પ્રાચીન પુરાણગ્રંથોનો મત પણ આ વાતનું સમર્થન કરે છે. તેથી પુરાણોમાં ઉલ્લેખિત સરસ્વતી અંગેના ખ્યાલોને એટલા માટે અવાજિબ ન માની શકાય કે તે સરસ્વતીના પ્રવાહો ધરતી પર અસ્મલિત વહેતા નથી. અનેક બૌદ્ધિક વિચારકો શંકાઓ કરે છે કે હિમાલયમાંથી લુપ્ત સરસ્વતી કુરુક્ષેત્રમાં કેવી રીતે આવી ? કુરુક્ષેત્રમાંથી લુપ્ત તે રાજપુતાનામાં કેવી રીતે આવી ? રાજપુતાનામાંથી લુપ્ત સરસ્વતી મસપ્રદેશમાં કેવી રીતે આવી, અને મરપ્રદેશમાંથઈ તે અર્બુદારણ્યમાં કેવી રીતે આવી ? અબ્દારણ્યમાંથી તે ગુજરાતના અંબિકા વનમાં કેવી રીતે આવી ? અમ્બિકા વનમાંથી સિદ્ધપુર થઈ વહેતી સરસ્વતી કચ્છના રણમાં લુપ્ત થઈ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી વહેતી પ્રભાસમાં કેવી રીતે પ્રકટ થઈ ? હાલની ભૂસ્તરીય રચના અને ભુગોળને ધ્યાનમાં લેતાં આવા પ્રશ્નો મનમાં ઉદ્દભવે તે સ્વાભાવિક છે. પરંતુ જે તે કાળની પૂર્વ ભૂસ્તરીય રચનાની ભૂગોળનો અભ્યાસ કરવાથી તર્કપૂર્ણ સમાધાન મળી રહે તેમ છે. ભૂગોળ સાથે ઇતિહાસ પણ જોડાય છે. બન્નેના સંકલિત અધ્યયનથી પૌરાણિક નિષ્કર્ષ સમજી શકાય છે. રાજસ્થાનની ધરતી પર ભૂગર્ભ જળસ્રોતોના વૈજ્ઞાનિક સંશોધનોથી ભૂગર્ભમાં સંગ્રહિત સરસ્વતીના વિશાળ જળભંડારોની હકિકતો હમણાં જ પ્રકાશમાં આવી છે. આ હકીકતો સ્વયં સ્પષ્ટ કરે છે કે કુરુક્ષેત્રમાંથી લુપ્ત સરસ્વતી પ્રવાહો રાજપૂતાનાની ધરતીમાં સન્નિહિત છે. પુરાણોમાં રૂદ્રાવર્ત, કુરુક્ષેત્ર, પુષ્કર અને શ્રીસ્થલ તેમજ પ્રભાસ આ પાંચ તીર્થો સરસ્વતીના પ્રમુખ તીર્થો તરીકે વર્ણાયેલાં છે. તે માટે ઘણા મંત્રો છે. શ્રીસ્થલ વૈદિક સંસ્કૃતિનું એક અતિપ્રાચીન કેન્દ્ર છે અને અહીંની સરસ્વતી વૈદિક સરસ્વતીના પ્રવાહ માર્ગનો એક અંતર્ગત હિસ્સો છે. બિન્દુસરોવર શ્રીસ્થલ જેમ વૈદિક સંસ્કૃતિના તેમજ પ્રાચી સરસ્વતીના કેન્દ્ર તરીકે પુરાણોમાં સુપ્રસિદ્ધ છે તેમ કર્દમના તપ અને તપથી પ્રસન્ન ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુથી બનેલ બિન્દુસરોવર માટે પણ પુરાણોમાં સુવિખ્યાત છે. હા એક બિન્દુસરોવરનું વર્ણન હિમાલયમાં હોવાનું કેટલાક પ્રાચીન ગ્રંથોમાં જણાવેલું છે પરંતુ તેની સાથે કર્દમદેવહુતિ-કપિલ અને વિષ્ણુનો ઇતિહાસ સંકળાયેલો હોવાના કોઈ ઉલ્લેખ નથી. આ Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ઇતિહાસ તો શ્રીસ્થલ અર્થાત સિદ્ધપુર સાથે સંબંધિત છે એવા પ્રમાણો પુરાણગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. કપિલ રૂપે વિષ્ણુના અવતાર તેમજ પુત્રરૂપે માતાના મોક્ષધામ તરીકે સિદ્ધપુર સમસ્ત દેશમાં પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. કપિલ મુનિ દ્વારા માતાના મોક્ષની પ્રાચીન પરમ્પરા અનુસાર દેશના ખૂણેખૂણેથી યાત્રાળુઓ માતાના ગયા શ્રાદ્ધ માટે પિંડ પ્રદાન કરવા પ્રતિવર્ષ આવે છે અને પોતાના પિતૃઓને સંતોષી અનહદ પ્રસન્નતા અનુભવે છે. પૂર્વે પરશુરામે માતૃત્યાના દીષ્ટ નિવારણ માટે શ્રીસ્થલની સરસ્વતીના કાંઠે આવેલ અલ્પા સરોવ૨ ઉપર ઉગ્ર તપ કરી પિંડ પ્રદાન દ્વારા માતૃત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું. મહાભારતના યુદ્ધમાં આચરાયેલી હત્યાઓના દોષનું પ્રાયશ્ચિત પાંડવોએ શ્રીસ્થલ વાસ કરી ત્રણ ઉપવાસ અને સરસ્વતી સ્નાન દ્વારા કર્યાના ઉલ્લેખો મળી આવે છે. ભાદ્ર, કારતક અને ચૈત્ર મહિના શાસ્ત્ર અનુમોદિત પિતૃકાર્યના મહિનાઓ ગણાયા હોઈ તે સમયે અસંખ્ય યાત્રાળુઓ અહીં આવી માતાને પિંડ પ્રદાન કરે છે. સરસ્વતીના જળથી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, બિન્દુસરોવરમાં સ્નાન પિંડ પ્રદાન અને દાન વિ. કાર્યોથી પિતામહોને સંતોષી તેમની પ્રસન્નતા મેળવવાનો પુરૂષાર્થ આજ પર્યંત લગાતાર ચાલુ છે. દેશના કોઈ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એક માત્ર અભિલાષા મરણબાદ સિદ્ધપુરમાં માતૃ ગયા શ્રાદ્ધ દ્વારા પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની રહે છે. કારતક માસમાં પાટણ-ડીસા- વગેરે પરગણાઓમાં વસતો વિશાળ મોદી સમાજ અહીં સરસ્વતીના તીરે ધાર્મિક વિધિ-વિધાન યોજવા પ્રતિવર્ષ આવે છે. જેને અહીં મુખાદ કહે છે. કારતક સુદ અગીયારસથી પુનામ સુધીના ભીષ્મપંચક પર્વ સમયે તો લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને સંતોષવાનો આનંદ અનુભવે છે. ગ્રામજનો વિવિધ શ્રાદ્ધકર્મો અને બ્રહ્મભોજન તથા દાન આપી પોતાના ગોર લોકોને ધનધાન્ય આપે છે, દેવદર્શન કરી દેવમંદિરોમાં પણ પોત પોતાની શક્તિના અનુપાતમાં અર્જિત સંપત્તિનો હિસ્સો મદાન કરે છે. ગુર્જર નરેશ મહારાજા મૂળરાજે પણ આ પ્રાચીન તીર્થના ગૌરવને પુન; પ્રસ્થાપિત કરવાના આદરેલા પુરૂષાર્થથી તો ગુજરાતના ઇતિહાસના પાનાંઓ ભરાયેલાં છે વેદરક્ષક બ્રાહ્મણોના આ નગરને જે એક્વીસ પરિવારોને એકવીસ પદ આપી સન્માન કરેલું છે તે પરિવારો પોતાની અટક સાથે આજે પણ પદને જોડે છે. આ પદોમાં સર્વ પ્રથમ પદ ઋગ્વેદ અને ભાર્ગવ ગોત્રની આશ્લાયલ-સાંખ્યયિની શાખાના વિદ્વાન દવે પરિવારોને મળેલું છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ તદુપરાંત મુળરાજે સિદ્ધપુર, શિહોર અને ટોળકીયા તરીકે ઓળખાતા બ્રાહ્મણ * પરિવારોને કુલ મળી બસો અઠાવન ગ્રામદાન પણ કરેલાં છે. આ બ્રાહ્મણ પરિવારોના વંશજો આજે પણ પોતાના ગામોમાં ધર્મપ્રચારનો ડંકો સંભાળી દાન-દક્ષિણા મેળવી રહ્યા છે. રુદ્રમહાલય શ્રીસ્થલના પ્રાચીન મહાલય તીર્થની અનુભૂતિને અનુલક્ષી ગુર્જર નરેશ મહારાજાધિરાજ મુળરાજે સિદ્ધપુરની ભૂમિ પર અગીયાર શિવલિંગો ધરાવતા જુદાજુદા અગીયાર ભવ્ય મંદિરોનો વિશાળ સંકુલ એવો રૂદ્રમહાલય પ્રાસાદ બારમી સદીમાં બંધાવેલ છે. જેમાં વિશાળ સભામંડપો, યજ્ઞશાળાઓ, ધ્યાનખંડો અને હિન્દુ વાસ્તુશિલ્પમાં સમાવેશ તમામ દેવદેવીઓનાં મંદિરોનો સમાવેશ હતો. આ પ્રસંગે ભવ્ય રૂદ્રમહાયાગનું આયોજન પણ થયું હતું. ઉત્તરમાંથી ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણ પરિવારોને રથ, ઘોડા, હાથી અને પાલખીઓ મોકલી સન્માન તેડી લાવી સંતોષપૂર્વક અહીં વસાવવામાં આવ્યા હતા. આ બ્રાહ્મણ પરિવારોમાં બસો સામવેદી, પાંચસો પાંચ યજુર્વેદી તેમજ ત્રણસો બત્રીષ્મ ઋગ્વદના સસ્વર જ્ઞાતા વિદ્વાન ગાયકો હતા. દેશના વિવિધ ભાએમાંથી વિદ્વાનો, સંતો, રાજા-મહારાજારણો અને સમાજનો સર્વસામાન્ય વિશાળ જનસમુદાય પત્થરોમાં રાષ્ટ્રીય કલાકૃતિઓની નમૂનેદાર કોતરણીથી સુશોભિત એવા આ ભવ્ય રૂદ્રમહાલયને નિરખવા સિદ્ધપુરમાં ઉમટી પડ્યો હતો. કમનસીબે રૂદ્રમહાલયની ભવ્યતાની આ યશોગાથા યવન આક્રમક અલાઉદ્દીન ખિલજીને કાને અથડાતાં તેનું ધમધ અસહિષ્ણુ માનસ ઝેરથી ખદબદી ઉડ્યું. અનેક કલાકૃતિઓના પ્રતિક સમાન મંદિરોની રાષ્ટ્રીય ધરોહર (સંપત્તિ)ને તોડી પાડનાર આ આક્રમકે લગભગ તેરમી સદીમાં તોપના ગોળાઓના ધણધણાટ સાથે ભવ્ય પ્રાસાદને તોડી પડાવ્યો હતો. તેની ધમધ અસહિષ્ણુતાની ચાડી ખાતા વિવિધ અવશેષો આજે સિદ્ધપુરની ધરતી પર મળી આવે છે. દેશમાં પ્રાણપ્રશ્ન જેવા કોમી વિખવાદનું મૂળ આવા ધર્માધ અંસહિષ્ણુતાના માનસવાળા પરકીય આક્રમકોની કુબુદ્ધિને ફાળે જાય છે. પુરાતત્ત્વ વિશેષજ્ઞોનું સ્પષ્ટ મંતવ્ય છે કે આ આક્રમણને જોરદાર રીતે પડકારી ખાળી શકાયું હોત તો સિદ્ધપુરનો આ રૂદ્રમહાલય વિશ્વના પુરાતત્ત્વ સંશોધકો માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યો હોત. તેજપૂંજ વ્યક્તિત્વ દર્શન લગભગ બારમી સદીના સિદ્ધોના ઇતિહાસનો રંગ પણ આકર્ષક છે. નદીના પૂર્વ કિનારે જંગલમાં વસતા બ્રહ્મભારતી, ભીમભારતી અને કેવળપુરીની યોગવિદ્યાના Page #39 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યનાં અનેકોને પારખાં થયેલાં છે. સિદ્ધરાજે બ્રહ્મભારતીનું પારખું લેવા હલાહલ ઝેરનો પ્યાલો નજરાણામાં પીવડાવી એજ નજરાણું બીજા દિવસે પરત મેળવવા પ્રાર્થના કરતાં આ યોગીએ જમણા હાથનો અંગુઠો ચીરી એજ ઝેર મિશ્રિત લોહી રાજાને પરત સુપરત કરેલું. હલાહલ ઝેરને પણ પચાવી જનાર આ યોગી ત્યારથી ઝેરી બાવાના નામે ઓળખાવા લાગ્યા. બ્રહ્મભારતીના શિષ્ય ભીમભારતી પણ એટલા જ સમર્થ યોગી પુરૂષ હતા. આ દશનામી ગોસ્વામીઓને મઠ બાંધવા અને નિભાવ માટે સિદ્ધરાજે સહાયતા કરેલી છે. આ મઠમાં દશનામી સમ્પ્રદાયનું અન્નક્ષેત્ર પણ છે. કેવળપુરીની સિદ્ધિઓથી અંજાઈ અહલ્યાબાઈ હોલકરે તેમની સ્મૃતિમાં નદીના પૂર્વ કિનારે કિલ્લેબંધી ઘાટ બનાવેલ છે. જે કેવળપુરીની થળી નામે ઓળખાય છે. . આ ત્રણે સિદ્ધોએ જીવંત સમાધિ લીધેલી છે અને તેમનાં સમાધિ સ્થાનો જે-તે સ્થાનમાં મૌજુદ છે. ગુર દુઘલીમલા મંડી બજારના ચોકમાં ગુરુ દુધલીમલ નામે ગુરૂ ગોરખનાથ શિષ્ય સમુદાયના એક સિદ્ધ યોગીનું પ્રાચીન સ્થાન આવેલું છે. ઉત્તરમાંથી અહીં આવી અહીં જ વસી આ ભૂમિને પોતાની તપોભૂમિ બનાવનાર આ યોગીએ અહીં જ દેહોત્સર્ગ કરી નિગરજનો પર યાદગાર સ્મૃતિ બનાવી છે. આજે પણ તેમની સ્મૃતિમાં સમસ્ત નગરજનોના કલ્યાણ માટે થતા હોમ-હવન પ્રતિવર્ષ તેમની સ્મૃતિના સાનિધ્યમાં જ યોજાય છે. - * * અસાઇત ઠાકર. ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં શ્રીસ્થલના જ એક બ્રાહ્મણ પુરૂષે સમસ્ત ગુજરાતની રંગભૂમિના ક્ષેત્રે એક આદ્ય નાટ્યલેખક, અભિનેતા, સંગીતકાર, ઉત્તમ કથાકાર, તેમજ ક્રાન્તિકારી નરરત્નની ભૂમિકા અદા કરી સિદ્ધપુરના ગૌરવને ગુજરાતભરમાં સન્માનિત કર્યું છે. શ્રી અચાયત રાજારામ ઠાકરના નામે ઓળખાતા આ પુરુષની પ્રવૃત્તિઓએ ગુજરાતભરમાં સાહિત્યકલા ક્ષેત્રે તેમની સ્મૃતિ ખડી કરી છે. ગુજરાતમાં અસાયત ઠાકર નાટ્ય સભાની પ્રવૃત્તિયો વિકાસમાન છે. ઉંઝામાં પટેલ કોમના તેઓ ગોર હતા. એવો ઇતિહાસ મળે છે. કે મુસલમાન બાદશાહના સૂબાનાએ ઉંઝા નજીક પડાવ નાંખેલો તે સમયે એક પટેલની દીકરી ગંગાને સૂબાના સૈનિકો છાવણીમાં ઉઠાવી ગયેલા. આ પટેલે દીકરીને બચાવવા અસામત ગોરને આ વાત કરી અસાયત ઠાકર સીધા જ સુબાના મુકામે સુબાને મળવા પહોંચી ગયા. તેમણે પોતાની મૃત્યુ-સંગીત કલાથી સૂબાને ખુશ-ખુશ કરી દીધો. Page #40 -------------------------------------------------------------------------- ________________ સૂબાએ તેમને ભેટ માંગવા ઓફર કરી. અસાયત ઠાકરે પોતાની અપહૃત દીકરી ગંગાને પરત મેળવવા માંગણી કરી. સૂબાના સરદારોએ આ ગંગા તેમની દીકરી નથી એવું સૂબાને ઠસાવ્યું. સૂબો જાણતો હતો કે બ્રાહ્મણ પટેલના હાથની રસોઈ જમતો નથી. એટલે વાતની પરીક્ષા કરવા સૂબાએ ગંગાના હાથની રસોઈ જમવા અસાયતને નિમંત્રણ આપ્યું. ગંગાએ રસોઈ બનાવી અને અસાયત સ્નાન કરી પિતાંબર પહેરી તે રસોઈ પ્રેમપૂર્વક જમ્યા. બાદશાહના સૂબાને અસાયતની રજુઆત ૫૨ પાકો ભરોસો થઈ જતાં ગંગાને મુક્ત : કરાવી અસાયતને સોંપી દીધી. બે તપસ્વીઓ પ્રાચીન ઋષિમુનિયોની તપોભૂમિ તરીકે સુવિખ્યાત શ્રીસ્થલની ભૂમિએ આ વીસમી સદીમાં બે મૂર્ધન્ય તપસ્વીઓના તપને નિહાળયાં છે. પૂ. શ્રીદેવશંકર ભટે અરવડેશ્વરના શંકરને શરણે સ્વયંને સમર્પણ કરી મા સરસ્વતીના ખોળામાં બેસી દેવશંકરના નામને સાર્થક કરેલું છે. તો પૂ. સિદ્ધ મોતીરામે એ ૯ સરસ્વતીના તીરે હિંગળાજ માતાના સ્થાનથી અવધૂતીના આનંદનો અહલેક જગાવ્યો છે. દેવશંકરના દેહ-દર્શનથી શંકરનું સ્વરૂપ આંખોમાં સમ ઈ જાય છે તો મોતીરામની મૂર્તિ નજરે પડતાં જ એ જ શંકરના અવધૂતેશ્વર અવતારનું સ્મરણ માનસ પટલ પર છવાઈ જાય છે. બંનેના શરીર કેવળ ભસ્મ, મેખલા અને લંગોટીથી જ દૈદિપ્યમાન છે. બંનેના ચિન્તનનો ક્ષણભર સ્વાદ પણ ચિત્તને પરમાત્માના પ્રશાંત ક્ષેત્રમાં પ્રવેશ કરાવે છે. દાર્શનિક શિરોમણિ જયદત્ત શાસ્ત્રી તપસ્વીઓના તપની સાથે-સાથે વેદવિદ્યાના ક્ષેત્રે દેશના વિદ્વાનોમાં આ નગરને ગૌરવ અપાવનાર દાર્શનિક શિરોમણિ જયદત્ત શાસ્ત્રીને યાદ કર્યા વિના નગરનો ઇતિહાસ અધૂરો રહેશે. પ્રખર વિદ્વાન અને કર્મકાન્ડના રહસ્યોના શ્રેષ્ઠ જ્ઞાતા હોવા છતાંય કર્મકાન્ડને એક વ્યવસાય તરીકે અપનાવી તેમણે ધનોપાર્જનનો જીવનભર પ્રયાસ કર્યો નથી. દક્ષિણા લેવા હાથ લંબાવ્યો નથી. તેઓ કહેતા કે કપાળમાં તિલક કરવું તે તેની બુદ્ધિની પુજા છે અને તેથી કેવળ દ્રવ્યોપાર્જન માટે તેઓએ કોઈને તિલક કર્યું નથી. વિદ્યાદાનને જ જીવનવ્રત નાવી રાજપૂર પાસેના નિર્જન વિસ્તારમાં સંસ્કૃત મહાવિદ્યાલયના શ્રીગણેશ કરી તેમાં જ તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે. તેઓ કેવળ કોરા વિદ્વાન જ નહીં પણ રાષ્ટ્રની સ્વતંત્રતા માટે બલિદાન દેનારા ક્રાન્તિકારી સંઘટનના સક્રિય અંગ હતા. મૂળ ઈશ્વરલાલ નામને છોડી જયદત્ત નામ Page #41 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરી પ્રવૃત્તિશીલ રહેવાનો તેમનો ઇતિહાસ ઘણા ઓછા લોકોના ખ્યાલમાં હશે. . એક વિદ્વાન, વીરપુરૂષ અને નિર્મોહી વ્યક્તિત્વનું તેમનું જીવન નગરના યુવાનોને સદાય પ્રેરણારૂપ બને તેવું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ તેઓ નિકટવર્તી સહયોગી હતા. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં લખાયેલાં વેદ, તર્ક, ન્યાય, અને મિમાંસાના તેમના ગ્રંથ દેશભરમાં આદરપાત્ર બનેલા છે. ભારત સરકાર દ્વારા દેશના સન્માનિત સામાન્ય વિદ્વાનોમાં તેમનું માન અદ્વિતીય હતું. ભક્તિ અને કીર્તનની સંસ્કૃતિના ક્ષેત્રે - શર્મા મહારાજના નામે ઓળખાતા એક ઝળહળતા વ્યક્તિત્વ પણ નગરના ઉત્કર્ષમાં ઘણા રંગો પૂરેલા છે. તેમના પુરૂષાર્થના ફળ રૂપે બિન્દુસરોવર રાજમાર્ગ પર આવેલ ગોપાલકૃષ્ણ સનાતન સંસ્કૃત વિદ્યાલય આજે પણ શહેરના નગરજનોને બાહ્મમુહૂર્તમાં વેદગાનના સ્વર સંભળાવે છે. વિદ્યાર્થીઓને નિશુલ્ક રહેવા-જમવાની સગવડ ધરાવતું આ મહાવિદ્યાલય શહેગ્ની શોભારૂપ છે. શર્મા મહારાજની વિવિધલક્ષી પ્રતિભાએ શહેરની જનતામાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની સારસ્વત સંસ્કૃતિ નિર્માણ કરવામાં અજોડ યોગદાન કરેલું છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રભુતા જમાવવા અન્ય એક વ્યક્તિત્વ ધનુ મહારાજના નામે સુપ્રસિદ્ધ છે. જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય દ્વારા જીવના કલ્યાણની સાથે-સાથે દેહના પણ કલ્યાણનો આયુર્વેદિક રંગ મિલાવી ધનુમહારાજે રોગ અને ભવરોગ બંને મટાડવાનું બીડું ઝડપેલું છે. સમસ્ત સિદ્ધપુર પરગણામાં આ સંતે જ્ઞાનનું મોજું ફેલાવવા જે પુરુષાર્થ આદરેલો તેના પરિણામે કપિલમુનિના આશ્રમ પાસેનું તેમનું નિવાસસ્થાન ભક્તિ સંÍતના સુરોથી ધમધમતું રહેતું. અનેક અભણ મહિલાઓ પણ આ પુરુષના સત્સંગમાં આવી યોગવસિષ્ઠ જેવા ગૂઢ રહસ્યોના વિષયોની ચર્ચા કરતાં આ લેખકે અનુભવેલું છે. શહેરની બ્રાહ્મણીયા પોળે કેવળ મહારાજ નામે પ્રસિદ્ધ એક પ્રખર કિર્તનકાર અને વિદ્વાન સંતનું નિવાસસ્થાન પણ ભક્તિ સંગીતની પ્રવૃત્તિઓથી ધમધમતું રહેતું. કેવળ મહારાજના આ પુરુષાર્થે એક વિશાળ શિષ્યવૃંદ નિર્માણ થયેલ હતું. અંગપ્રત્યંગો અને મન સાથે ભક્તિ સંગીતની તલ્લીનતામાં તદરૂપ બને. કેવળ મહારાજને જોવા એ પણ જીવનનો એક લ્હાવો ગણાતો. વૈદિક કર્મકાન્ડ અને પૌરાણિક ઇતિહાસ કથનના ક્ષેત્રે પણ આ નગરે ગુજરાતભરમાં નામના ફેલાવતા વિદ્વાન નરરત્નોની ભેટ આપેલી છે. આ ક્ષેત્રમાં છેલ્લામાં છેલ્લા હયાત એવા વિદ્વાન શિરોમણી અને કર્મકાન્ડના પ્રખર આચાર્ય પંડિત Page #42 -------------------------------------------------------------------------- ________________ નરહરિ શાસ્ત્રી કાવ્ય-પુરાણ વેદ મીમાંસાતીર્થ તરીકે સમસ્ત ગુજરાતના વિદ્વાનોમાં વિખ્યાત હતા. જ્ઞાનની ક્ષિતીજે તેમની વિદ્યોપાસનાના ફલસ્વરૂપે તેઓશ્રી ‘‘રાષ્ટ્ર સમ્માનિત પંડિત’' પદવીઘર બન્યા હતા. કાવ્ય સાહિત્યના ક્ષેત્રે અપૂર્વ કિર્તી મેળવનાર મનુભાઈ હ. દવેનું નામ મહેસાણા જિલ્લામાં સર્વપ્રથમ કવિરત્ન તરીકે પ્રસિદ્ધ થયેલું છે. ઈ. સ. 1935માં ફક્ત વીસ વર્ષના આ નવલોહિયા યુવાને રાગ-તાલ અને છંદબદ્ધ લગભગ એક હજાર જેટલાં વિવિધ વિષયોને સ્પર્શતાં કાવ્યો પ્રકટ કરી ગુજરાતની સાહિત્યિક અસ્મિતાને આંજી દીધી હતી. ગ્રામ્યજીવન, પુષ્પહાર, કાવ્યકલગી, રાસકાવ્ય જેવા શાસ્ત્રીય કાવ્ય રચનાના સમૂહ પ્રકટ કરી ગુજરાતના તે સમયના સુપ્રસિદ્ધ કવિયોની તેમણે પ્રશંસા મેળવેલી છે. આ યુવાન કવિએ કવિતાના પ્રત્યેક ક્ષેત્રે હાથ અજમાવી સાહિત્ય રસિકોમાં અદભૂત આકર્ષણ જમાવેલું છે. એટલું જ નહીં પણ રાગ અને છન્દના તાલબદ્ધ સંયોગથી ગાઈ બતાવી શ્રોતાઓને પણ મંત્રમુગ્ધ કરેલા છે. રાગ અને છંદબદ્ધ ગવાતા રાસ કાવ્યો સમૂહ નાદ બ્રહ્મની શક્તિ ઉત્પન્ન કરે છે એવું માનનાર આ કવિ સ્વયં પણ દાંડિયા સાથે સમૂહ રાસ ગવરાવી નાદ બ્રહ્મનું વાતાવરણ સર્જવામાં પાવરધા સાબિત થયેલા છે. જે સમયે આ ક્ષેત્રે મહેસાણા જિલ્લો પછાત ગણાતો તે સમયે સિદ્ધપુર અને જિલ્લાને બહુમાન અપાવનાર આ કવિને જૂના વડોદરા રાજ્યે સન્માનેલા છે. વ્યવસાયે તેઓ પ્રાથમિક શિક્ષક હોવા છતાં જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા અને કોઠાસુઝથી કાવ્યતીર્થ બનેલા છે. તેમના કાળથી અદ્યપિ પર્યંત અનેક અન્ય નવલોહિયા સાહિત્ય સર્જકો એ સાહિત્ય રચનાના ક્ષેત્રે એવોર્ડ પણ પ્રાપ્ત કરેલા છે. સિદ્ધપુરના વતની શ્રી જતીનભાઈ આચાર્ય તેમાં મોખરે છે. સ્વાતંત્ર્ય લડતમાં પણ ભેખ ધરનાર અનેક મહાનુભાવો પૈકી શ્રી છોટુભાઈ પંડિત સર્વોદય પ્રવૃત્તિના રાજ્યવ્યાપી ક્ષેત્રે સુવિખ્યાત છે. દત્ત સંકીર્તન પરિવારની પ્રવૃત્તિનો પાયો જમાવનાર સ્વ. શ્રી કેશવલાલ વૈદ્યને શહેર ભૂલે તેમ નથી. કુટિરવાસી રંગ અવધૂત માટે ગંગાવાડીમાં ઘાસની કુટીર બનાવી આ સંતના સત્સંગનો લ્હાવો અપાવનાર આ કુશળ કિર્તનકારને ભૂલ્યા ભૂલાય તેમ નથી. શ્રીપાદ પૂ. વલ્લભાચાર્ય પણ આ તીર્થભૂમિને વંદન કરી વૈષ્ણવ ભક્તિનો રંગ લગાવી ગયેલા છે. કદંબવાડી તરીકે પ્રસિદ્ધ નિમ્બાર્ક સમ્પ્રદાયના સ્થાનમાં તેઓએ સર્વ પ્રથમ મુકામ કરેલો છે. હાલ તેની નજીકમાં દેશની વૈષ્ણવ પીઠો પૈકીની એક પીઠ પ્રસ્થાપિત છે. કદંબવાડીના સ્થાનમાં પંદરમી સદીમાં નેપાળથી હાથી ઉપર પંદર મણ વજનનો એક ઘંટ આવેલો છે. જે ગુજરાતભરમાં મશહૂર છે. આ સ્થાનના છેલ્લા ગાદીપતિ પૂ. શ્રી ભીમાચાર્યજી મહારાજે શહેરમાં અપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સહજાનંદ સ્વામી પણ આ શહેરમાં સત્સંગનો લાભ આપી ગયા છે. આ ભૂમિ પર પ્રભુનું શિખરબંધ દેવાલય પણ બનેલું છે જે હાલ સ્વામી નારાયણ સમ્પ્રદાયનું શ્રદ્ધા કેન્દ્ર છે. | નદીના ઘાટ પર હાટકેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય છે. આજથી એકસો છ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રના અવધૂત સંત પૂ. વાસુ દેવાનંદ સરસ્વતીએ આ મંદિરમાં ચાર્તુમાસ ગાળી સત્સંગ કરાવેલો છે. પૂર્વાશ્રમના મૂળશંકર એવા સ્વામી દયાનંદ સરસ્વતી શ્રી નીલકંઠ મહાદેવ ના સ્થાનમાં રોકાઈ તીર્થયાત્રા કરી ગયા છે. પૂ. દંદિપરિવ્રાજક માઘવાતીર્થ સનાતન શંકર મતના પ્રણેતા પૂ. આદ્ય શંકરાચાર્ય મહારાજ પ્રણિત દંડિ સન્યાસીઓને ઉતરવા માટે એક સન્યસ્તાશ્રમ બ્રાહ્મણીયા પોળે આવેલ છે. પીઠના એક સમર્થ પરિવ્રાજક વિદ્વાન સન્યાસી પૂ. માધવતીર્થ દ્વારિકાપીઠના શંકરાચાર્ય પદે પણ વરાયેલા છે. - પરમહંસ સન્યાસીઓને ઉતરવા માટે ગોવિંદમાઘવના મહાડમાં એક મઠ પણ આવેલ છે. અનેક સન્યાસી અહીં ચાતુર્માસ રહી સત્સંગનો લાભ આપે છે. સિદ્ધનાથ મહાદેવ નદીના પશ્ચિમ કિનારે સિદ્ધનાથ મહાદેવનું એક વિશાળ મંદિર આવેલું છે. વિશાળ પ્રાંગણ, વિશાળ સભામંડપ, વિશાળ ગર્ભગૃહ તેમજ વિશાળ સ્વતંત્ર નંદિના સ્થાન માટે આ શિવાલય ગુજરાતભરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સુપ્રસિદ્ધ એવા આ સ્થાનનો જીર્ણોદ્ધાર જૂના વડોદરા રાજ્ય તરફથી દિવાન શ્રી બાબાજીએ કરાવેલ હોઈ આ સ્થાન બાબાજીની વાડી નામે ઓળખાય છે. પ્રાચી માઘવ આ નગરના ગ્રામ દેવતા ગણાતા પ્રાચીમાઘવ શ્રી ગોવિંદમાઘવનું વિશાળ મંદિર શહેરની મધ્યમાં આવેલું છે. આ પ્રાચીમાઘવ દેવનો ઠાઠમાઠ રાજવૈભવની ઝાંખી કરાવે છે. માઘવ ભગવાન વિષ્ણુનું એક નામ છે. તેમના અનેક નામો ગુણો પ્રમાણેનાં છે. તેમાનું એક નામ અય્યત પણ છે. અશ્રુતનો અર્થ જે કદી ચલિત ન થાય તેમ છે. અય્યતની ભક્તિ અમ્રુત બનીને જ કરાય. અશ્રુત બનનારને અશ્રુત અવશ્ય દર્શન દે છે. ભગવાન વિષ્ણુ માટે કર્દમના અશ્રુત તપબળ વડે જ અશ્રુત કર્દમ સમક્ષ ઉપસ્થિત થયેલા છે. કેવળ દર્શન જ નહિ પણ તેમના પુત્રરૂપે અવતાર લેવાનું વિષ્ણુએ કદમને વચન આપેલું હતું. Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉષા કાળની મંગળા આરતીથી શયન આરતી સુધીના ત્રણે કાળના દર્શનકિર્તન માટે અહીં દરરોજ ભારે ભીડ રહે છે. આ ભગવાન વિષ્ણુના માહાભ્યને કારણે જ રૂષિમુનિયોએ શ્રીસ્થલનું બીજું નામ પ્રાચીમાઘવ તીર્થ કહેલું છે. શ્રી રણછોડ રવરૂપ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ નામ રણછોડ છે. સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીની પ્રેરણાથી લગભગ સો વર્ષ ઉપરાંતથી શ્રીકૃષ્ણ નવરાત્રિના સમયે શ્રી રણછોડ સમક્ષ સતત ચોવીસે કલાક ખડા પગે મહારાષ્ટ્રીયન ભાઈબહેનો આ મંદિરમાં નામ-સંકીર્તન સંગતવર્ષાની સાપ્તાહિક હેલી વર્ષાવે છે. મંડીચોક પાસે આ મંદિર આવેલું છે. રણછોડ શબ્દનો ગુઢાર્થ જીવનના લક્ષ્યની યાદ અપાવે છે. રણ શબ્દના અનેક પર્યાય છે. સંસારને પણ રણ કહે છે. સંસારમાં મનુષ્ય સમાજ પ્રત્યેનું એક ઋણ લઈને આવે છે. આપણે ત્યાં તેને ઋષિઋણ કહે સતુ-અસતુ વચ્ચેના દ્વન્દયુદ્ધમાં સ-ના પક્ષધારી બની સતને વિજય અપાવી શ્રીકૃષ્ણ સંસારને છોડી દીધો હતો. સમાજનું આ પણ ફેડી જે સંસારને અલવિદા આપે છે. એજ સાચો રણછોડ છે. આ કર્તવ્યપૂર્તિ એ જ રણછોડની ભક્તિ છે. રણછોડનો વાચ્યાર્થ રણમાંથી પલાયન થનાર એવો થાય છે. પણ તે આપણો રણછોડ નથી. જે શ્રીકૃષ્ણ યુદ્ધમાંથી પલાયન થવા તૈયાર થયેલ અર્જુનને “3 સૈન્ય ન પતાયન'' નો મંત્ર આપી કર્તવ્યપૂર્તિ માટે યુદ્ધ કરવા પ્રેરેલો છે. તે શ્રીકૃષ્ણ માટે આ યુક્તિસંગત કે ન્યાયસંગત નથી. સદ્ પ્રવૃત્તિઓ આ નગરના આધ્યાત્મિક દરજ્જાને ધ્યાનમાં રાખી દેશભરના સાધુ-સંતોના મઠોના આશ્રયસ્થાનો અહીં આવેલ છે. તદુપરાંત બહારના અનેક દાની સદગૃહસ્થોએ અહીં દાનની પરબો ઊભી કરેલી છે. મુંબઈના કાનજી ખેતજી ટ્રસ્ટ દ્વારા સંન્યાસિઓને ઉતરવા જમવાના પ્રબંધ સાથેનો એક ભવ્ય પ્રાસાદ પસવાદળની પોળે આવેલ છે. જે ચૌધરી બાગ નામે પ્રખ્યાત છે. આ સ્થાનમાં આવેલ એક પ્રાચીને સુર્યકુંડ મરમ્મત કરાવી તૈયાર કરાવેલો છે. તદુપરાંત અનેક નામોથી અનેક ધર્મશાળાઓ યાત્રિકો માટે બહારના સંગ્રહસ્થો દ્વારા બંધાવાયેલી છે. શહેરમાં છેલ્લા દોઢસો વર્ષ ઉપરાંતથી ઉપેક્ષિત મૂંગા પશુઓની સેવા-સુશ્રુષા માટે સિદ્ધપુર મહાજન સંચાલિત પાંજરાપોળ પ્રશંસનીય સેવાઓ આપી રહેલ છે. સિદ્ધપુર મહાજન સંલગ્ન વિભીન્ન સંસ્થાઓમાં સક્રિય ચાણક્ય નેતૃત્વ સંભાળનાર Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગન્નાથ લાલુભાઈ ઠાકરનું નામ પણ નગરના ઇતિહાસમાં મશહુર કારકિર્દી ધરાવે છે. તેમના અનુગામી તરીકે એ જ ક્ષેત્રમાં નગરના એક વિદ્વાન સિનીયર વકીલ શ્રી લાભશંકર ૨. દવેની સેવાઓ પણ પ્રશંસનીય કામગીરી સૂચવે છે. સિદ્ધપુર મહાજનના વરિષ્ઠ આગેવાન શ્રી જગન્નનાથ લાલુભાઈ ઠાકર વગેરેની પ્રેરણાથી શહેરના એક સદ્દગૃહસ્થ હેરૂ પરિવારે શ્રીગોવિંદમાઘવની નગર પરિક્રમા માટે એક વિશાળ ચાંદીનો રથ તૈયાર કરાવી ભગવાનને અર્પણ કરેલો છે. અષાઢ સુદ બીજને રથયાત્રાના દિવસે આ રથમાં સવાર થઈ શ્રીગોવિંદમાઘવ ભગવાન નગરપરિક્રમા માટે નીકળે છે. ચાંદીના સિંહાસન અને ઘોડાઓવાળો ઘૂઘરીયોથી ઘમઘમતો આ રથ એક અજબ નગરપરિક્રમાની યાદ અપાવે છે. રાધે ગોવિંદ રાધે... ના જયજયકારોથી શહેરનો આબાલવૃદ્ધ આ પરિક્રમામાં રસતરબોળ જોવા મળે છે. શહેરના એક સુપ્રસિદ્ધ ધનિક વણિક શેઠ લક્ષ્મીચંદ સુંદરજીની દાનવૃત્તિમાંથી વિજ્ઞાન પ્રવાહ સાથેનું એક લ. સું. વિદ્યાલય શહેરનું પ્રથમ કક્ષાનું વિદ્યાલય છે અને શહેરની મધ્યમાં જ સ્વતંત્ર માલિકીનું એક લ. સું. સાર્વજનિક પુસ્તકાલયવાંચનાલય ઘણા વર્ષોથી શૈક્ષણિક સેવાઓ આપી રહ્યું છે. શેઠ મગનલાલ પ્રભુદાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલમંદિરથી બારમાં ધોરણ સુધીનું એક ભવ્ય શૈક્ષણિક સંકુલ શહેરની મધ્યમાં સેવા આપી રહ્યાં છે. શેઠ માઘવલાલ મુળચંદ પ્રાથમિક કન્યા વિદ્યાલયે તો સર્વપ્રથમ કન્યા કેળવણી ક્ષેત્રે પદાર્પણ કરેલું છે. આ સંગ્રહસ્થના નામે એક ધર્મશાળા નદી કિનારે સુંદર વ્યવસ્થા પૂરી પાડે છે. પી. જે. ઠાકરના દાનપ્રવાહથી પ્રારંભ થયેલ પી. જે. ગર્લ્સ હાઈસ્કૂલ પણ આજે એક માતબર સંસ્થાનું સ્થાન લઈ રહી છે. વિદ્યોત્તેજક મંડળ દ્વારા અભિનવ હાઈસ્કૂલ પણ શૈક્ષણિક સંસ્કાર સેવાનું કાર્ય કરી રહી છે. - રાધેશ્યામ ભટ (અમેરિકાવાળા)ના માતબર દાન-પ્રવાહથી પ્રારંભિત લાલન સરસ્વતી ધામ નામે એક આવાસી વિદ્યાલયનો પ્રોજેક્ટ પણ ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સિંચન સાથે આધુનિક કેળવણીની વિકાસશીલ કેડી પર ગતિમાન છે. ઉત્તર ગુજરાત લોક કલ્યાણ ટ્રસ્ટનાં સરસ્વતી શિખું મંદિરો અને પ્રાથમિક કેળવણીની શાળાઓ ઉન્નતિના પગલે અગ્રેસર છે. લાલન સરસ્વતી ધામ, અભિનવ હાઈસ્કૂલ, સરસ્વતી શિશુમંદિરો અને પ્રાથમિક કેળવણીની શાળાઓની પ્રવૃત્તિઓ અખિલ ભારતીય વિદ્યા ભારતી સંસ્થાનના શૈક્ષણિક નેતૃત્વના ઉપવીતથી સંકળાયેલ છે. નાનાલાલ ભટ્ટના મા. અનંતરાય કાળે / મા. કાશીનાથ બાગડે Page #46 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપુરના ઇતિહાસના સિંહાવલોકન સમયે ઉપરોક્ત બે કર્મવીરોને યાદ કર્યા વિના નગરના ઇતિહાસની ગાથા અપૂર્ણ રહેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સમર્પિત જીવનપુષ્પોની એક અખ્ખલિત પુષ્પમાળાના આ બે કર્મઠવીરોના પ્રેરણાત્મક જીવનનો સત્સંગ સિદ્ધપુરને સવિશેષ મળેલો છે. આ બંનેએ આ નગરની ધૂળને રગદોળી અહીંના આબાલવૃદ્ધોમાં રાષ્ટ્રભક્તિના સંસ્કાર સિંચનમાં પોતાના પ્રાણ રેડેલા છે. સંસ્કારલક્ષી તેમજ સ્વાવલંબી આદર્શોનું ભાથું પીરસવામાં આ બંને મહાપુરૂષોએ અહીં કોઈ શક્તિની કચાસ વર્તાવા દીધી નથી. ફક્ત સ્વયંસેવકો જ નહિ પણ માતાઓ-બહેનો અને નગરના તમામ નગરજનોને તેમના રાષ્ટ્રીય પરિવ્રાજક જીવનનો રંગ સ્પર્શેલો છે. ભૌગોલિક સ્થાન-સ્થિતિ, સિદ્ધપુર નગર 23-50 ઉ. અક્ષાંસ તેમજ 73. પૂ. રેખાંશ પર આવેલું છે. અમદાવાદ-દિલ્હી રેલ્વે માર્ગ અને હાઈવે સડક માર્ગ નં 8 પર વસેલું છે. સમ આબોહવા ધરાવે છે. ધરતી પણ સમતલ છે. નગરની બાંધણી પૂર્વ-પશ્ચિમ છે. પૂર્વ-પશ્ચિમ રચના ધરાવતું આ નગર પૂર્વમાં નદી હોવાને કારણે પશ્ચિમ તરફ વિકસતું જાય છે. ઉત્તર તરફ પણ અવકાશ છે. જ્યારે દક્ષિણ તરફ નદી આવે છે. નદી પાર કરી પૂર્વ તરફ જવા કોઝવે તૈયાર થયેલો છે. વરસનો સરેરાશ વરસાદ પચીસ ઇંચ છે. મોક્ષેશ્વર બંધ થયા પહેલાં નદીના જળનું વહન અને ચોમાસાની ઋતુમાં વારંવાર ભારે મહાપૂર આવવાને કારણે નગરની ભૂગર્ભ જળ સપાટી પણ ઉપરતલમાં રહેતી. વાતાવરણ હરિયાળું આનંદદાયક અને ઠંડકવાળું રહેતું. મુંગા ઢોરના ચારા માટે નદી કિનારો અન્નપૂર્ણા સમાન હતો. સ્નાન ધ્યાનપુજા માટે નદી કિનારો એક ઉપાસનાગૃહ જેવો રહેતો. પ્રાચીન શ્રીસ્થલ એજ સિદ્ધપુરની ભૂમિ હોવાનું પ્રતિપાદન સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. સાન્ડેસરાએ પણ પ્રકટ કરેલું છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ VDC उर्वग -आश्रम XMN उर्वग - आश्रम तपोममि हिमालय he Mr(CIVANATA पिपलादका तप Page #48 -------------------------------------------------------------------------- ________________ C MW , ઉર્વગ-આશ્રમ હિમાલય સરસ્વતીઅવતરણ Page #49 -------------------------------------------------------------------------- ________________ વિષ દ્વારા શાંતના વડવાનલ આગ Page #50 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી ઉત્પત્તિ માહાસ્ય બૃહસ્પતિની પત્ની તારા માટે થયેલા દેવાસુર સંગ્રામમાંથી પાછા ફરેલા ઇન્દ્ર આદિ દેવો આકાશ માર્ગે પોત પોતાના સ્થાને જઈ રહ્યા હતા ત્યારે પૃથ્વી ઉપર નજર પડતાં સ્વર્ગથી પણ સુંદર એવો એક મનોહર આશ્રમ નજરે પડ્યો. વિવિધ પ્રકારના ફળ-ફુલોથી લદાયેલાં વૃક્ષો, વૃક્ષો પર વિંટળાયેલા સુંદર વેલાઓ, સુગંધ અને સુંદરતાથી મઘમઘી રહેલાં પુષ્પોવાળા નાના મોટા છોડ તેમજ પુષ્પો પર ગુંજારવ કરતા મનોમોહક પતંગીયા તેમજ ભમરાઓથી આ આશ્રમ શોભી રહ્યો હતો. આ વનસૃષ્ટિનો શણગાર સજી સ્વયં લક્ષ્મીજી પણ જાણે અહીં ઉપસ્થિત હોય તેમ વિવિધ ફળફુલોથી આશ્રમ દીપી રહ્યો હતો. સ્વર્ગ સમાન સુંદરતાવાળા આ આશ્રમને જોવા ઇન્દ્રાદિ દેવોનું મન લલચાયું અને તેઓ ધરતી પર ઉતરી પડ્યા. પ્રાતઃ કાળનો આ સમય હતો. સુર્યના સોનેરી કિરણો પણ આશ્રમને શોભાવવા પ્રકાશ પાડી રહ્યા હતા. ભસ્મલેપનથી દેદિપ્યમાન મુનિકુમારોના મુખેથી નીકળતા વેદમંત્રોના સંગીતમય સ્વરો આશ્રમની પવિત્રતાનો પ્રભાવ ફેલાવી રહ્યા હતા. જ્યાં જોવામાં આવે ત્યાં સ્વચ્છતા, હરિયાળી સભર સુંદરતા તેમજ વેદગાનની પવિત્રતાના જ દર્શન થતાં. પ્રભાવિત થયેલા ઇન્દ્ર દેવગણ સહિત આશ્રમમાં પ્રવેશ કર્યો. મુનિકુમારોએ આ આગંતુક અતિથિયોને જોતાં જ તેમના આગમનના સમાચાર આશ્રમમાં આપ્યા. આ આશ્રમ દધિચિ મુનિનો હતો. સમાચાર મળતાં જ દધિચિ આશ્રમના દ્વારે ઉપસ્થિત થયા. ઇન્દ્ર વગેરે દેવોને જોઈ હર્ષઘેલા બનેલા દધિચિ સૌને સન્માન સહિત આશ્રમમાં તેડી લાવ્યા. જળ-પુષ્પ અને ચંદનના અર્થથી સૌનું વિધિવત સન્માન કર્યું. દધિચિનો સૌમ્ય સ્વભાવ જોઈ દવો પ્રસન્નતાથી પુલકિત બન્યા. દધિચિની સૌજન્યતાથી પ્રભાવિત ઇન્દ્ર સર્વ શસ્ત્રો આશ્રમમમાં થાપણ તરીકે સાચવવા મૂકી આગળ નીકળવાનો મનોમન સંકલ્પ વ્યક્ત કર્યો. દધિચિએ ઇન્દ્રના આ મનોભાવને સહર્ષ સ્વીકારી સંમતિનો સૂર દર્શાવ્યો. શસ્ત્રો આશ્રમમાં સુરક્ષિત સચવાશે એવા આત્મવિશ્વાસ સાથે દેવોએ વિદાય લીધી. આ પ્રસંગને ખૂબ સમય વિત્યા બાદ દધિચિએ તીર્થાટને જવા સંકલ્પ કર્યો પરંતુ શસ્ત્રોને અસુરક્ષિત છોડી જવા તેમનું મન માનતું ન હતું. આખરે પુખ્ત વિચારને અંતે તેમણે એક નિર્ણય લીધો. શસ્ત્રોમાં જે શક્તિ છે, વીર્ય છે, તેનું મંત્રબળથી પાણી કરી દધિચિ પી ગયા. આ રીતે આ નિર્વીય શસ્ત્રોને આશ્રમમાં છોડી દધિચિ યાત્રાએ નીકળી પડ્યા. અનેક દુર્ગમ પહાડો, વનો અને સ્થળોનું પ્રાકૃતિક સૌન્દર્ય જોતાં જોતાં ધરતીને ખૂંદતા દધિચિ હિમાલયમાં જઈ પહોંચ્યા અહીં ચન્દ્રભાગા નદીના કિનારે આશ્રમ બનાવી ત્યાં રોકાયા. હિમાલયની પ્રાકૃતિક શોભાના દર્શનથી દધિચિ આનંદવિભોર થઈ ગયા. Page #51 -------------------------------------------------------------------------- ________________ એક સમયે રાત્રે એક દુ:સ્વપ્નના પરિણામે દધિચિનું વીર્ય સ્ખલન થઈ ગયું. આંખ ખૂલી ગઈ. સફાળા જાગૃત થઈ દધિચિએ સ્નાન કરી લીધું. વીર્યસ્રાવથી ખરડાયેલો લંગોટ ધોવા માટે છોડી દઈ દધિચિ પશ્ચાતાપ કરતા કરતા પુન: નિદ્રાધીન થયા. સવાર પડતાં આશ્રમની પરિચારિકા સુભદ્રાએ વસ્ત્રો ધોવાના ઉદેશ્યથી લંગોટ ધોવા માટે લીધો. લંગોટના સ્પર્શથી દધિચિના વીર્યકણો શુભદ્રાના શરીરમાં પ્રવેશ્યાં. સમય વિત્યા પછી સુભદ્રાને પોતે સગર્ભા હોવાનું ભાન થયું. આવી નિંઘ પરિસ્થિતિમાં મુકાવાને કારણે ક્ષોભ, શરમ અને ક્રોધથી સુભદ્રા અકળાઈ ઊઠી તે મનોમન વિચારવા લાગી કે મેં જાણે અજાણે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું નથી તો પછી કોના દુષ્કૃત્યથી મને આ પરિણામ મળ્યું ? ક્રોધના ઉભરામાં આવી તેણે શાપ આપી દીધો કે જે કોઈના દુષ્કૃત્યે મને આ ફળ ચખાડ્યું છે તે પંચત્વ પામે. ગર્ભ અવતરિત થતાં તેણે શરમ અને સંકોચથી બાળકને એક પીપળાના વૃક્ષને આશ્રયે છોડી દીધો. બાળકનો ઉછેર પીપળાના આશ્ચયે થવાથી બાળકનું નામ પિપ્લાદ પાડવામાં આવ્યું. બાળકને સુભદ્રાએ આશ્રમમાં લાવી ઉછેરી મોટો કર્યો. દેવાસુર સંગ્રામ પુન: શરૂ થતાં ઇન્દ્રને શસ્ત્રોની જરૂર પડી. ઇન્દ્રાદિ દેવો દધિચિના નિવાસે જઈ પહોંચ્યા તો ખબર પડી કે દિધિચ તો યાત્રાએ નીકળેલા છે. દિધિચને શોધતાં શોધતાં તેઓ હિમાલયમાં ચન્દ્રભાગાના કિનારે આવેલા આશ્રમમાં આવી પહોંચ્યા. દેવોએ પોતાના શસ્ત્રોની માંગણી કરી દધિચિએ આશ્રમમાં નિર્વીય હાલતમાં છોડેલા શસ્ત્રોની વિગત કહી. દધિચિની વાત સાંભળી ઇન્દ્રાદિ દેવો ખૂબ દુ:ખી અને ચિંતીત બન્યા. હવે આ નિર્વીય શસ્ત્રોનો ઉપયોગ શું ? તેના વડે યુદ્ધ જીતાય જ કેવી રીતે ? દિચિએ દેવોની મનોવ્યથા સમજી લઈ એવા જ ઘાટના નવીન શસ્ત્રો તૈયાર કરી આપવાની વાત કરી. દધિચિના આ પ્રસ્તાવના પ્રત્યુત્તરમાં જૂના શસ્ત્રોને રૂદ્રના સન્નિહિત તેજનું જે બળ હતું તે હવે આ નવાં શસ્ત્રોમાં કેમકરી દાખલ કરી શકાય તેની ચિંતા ઇન્દ્રે વ્યક્ત કરી. દધિચિ ઉપસ્થિત પરિસ્થિતિને પામી ગયા. તેમણે ઇન્દ્રને કહ્યું કે આ શસ્ત્રોના વીર્યનું પાણી મારા શરીરના અસ્થિયોમાં પચી ગયું છે. મારા અસ્થિયોનું દાન દેવા હું તૈયાર છું. મારા અસ્થિયોમાંથી શસ્ત્રો બનાવી તમે વિજય મેળવો. દધિચિએ સ્વયં સમાધિસ્થ બની પ્રાણને દેહથી અલગ કરી દીધો. દિધિચએ પરોપકાર માટે પ્રાણાર્પણનો એક અમર ઇતિહાસ સર્જ્યો. દધિચિએ જીવનનો મર્મ સાર્થક કર્યો. परोपकारायमिदं शरिरं..... दधिचि દધિચિના દેહત્યાગ પછી લોહી, માંસ, મજ્જા વગેરેથી ખરડાયેલ અસ્થિયોને સાફ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. સ્વર્ગના રાજા ઇન્દ્રે સ્વર્ગમાંથી ગૌમાતાઓને બોલાવી તેમને આ કામ સોંપ્યું. ગૌતામાઓએ ઇન્દ્રના કહેવાથી પોતાની કરકરી જીભ વડે અસ્થિયો સાફ કરી આપ્યાં. દેવોનું કાર્ય તો પત્યું પણ બ્રહ્માની પુત્રી Page #52 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીએ આ નિંદ્ય કર્મ માટે ગૌતામાઓની ભરપેટ નિંદા કરી. પરોપકાર માટે કરાયેલા આ કર્મની સરસ્વતી દ્વારા થયેલ નિંદાથી ગૌમાતાઓના અંત:કરણમાં દાહ ઉત્પન્ન થયો. દાહથી દુભાયેલી ગૌમાતાઓએ પોતાના જેવો જ દાહ ટૂંકમાં તને થશે એવો તેમણે સરસ્વતીને શાપ આપ્યો. બીજી તરફ પિપ્લાદ મોટો થતાં આશ્રમનાં અન્ય બાળકો સાથે રમવા લાગ્યો. રમતાં-રમતાં બાળકો તેમનાં પિતાના ખોળામાં પણ જઈ બેસતાં. આ નાના કિશોરને વિચાર આવ્યો કે મારા બાપ કોણ ? તેણે માને પુછ્યું. માતાએ જણાવ્યું કે તારા પિતા તો દધિચિ છે. જે પંચત્વ પામ્યા છે. સુભદ્રાએ દધિચિના મ૨ણ અંગેનો બલિદાનનો સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો આ ઇતિહાસ સાંભળી પિપ્લાદ સમસમી ઊઠ્યો. સ્વાર્થી લોકોને શિક્ષા કરવાનો તેણે સંકલ્પ કર્યો. પિતાના શત્રુ જેવા દેવોની જડ ઉખેડવા કૃત્યાની સાધના માટે તેણે તપનો પુરૂષાર્થ આદર્યો. તે ત્યાંથી હિમાલયના અંતરિયાળ પ્રદેશમાં પહોંચી ગયો. ભૂખ-દુ:ખ-તૃષા-ઠંડી-ગરમી વેઠી કૃત્યાની સાધનામાં તે મચી પડ્યો. ઘોર તપશ્ચર્યાને અંતે એક દિવસ એક ભયાનક વડવા તેની જાંઘમાંથી ઉત્પન્ન થઈ અગ્નિસમાન તેજપુંજ ગર્ભને તેની સામે છોડી અદશ્ય થઈ ગઈ. પ્રચન્ડ અગ્નિજ્વાળા જેવા ગર્ભને જોઈ પિપ્પલાદ ક્ષણભર મુંઝાઈ ગયો. ગરજતા ગર્ભે પિપ્લાદને લલકાર કર્યો. ‘‘બોલ, કયું કામ પૂર્ણ કરવા મારી સાધના કરેલી છે. બતાવ. જે કાર્ય હોય તે પૂર્ણ કરીને જ હું જંપીશ.'’ પિપ્લાદે આ વડવાનલને દેવોના નાશ માટે પ્રાર્થના કરી. આ સમાચાર જાણતાં જ દેવોમાં ખળભળાટ મચી ગયો. બધા દેવો આ આફતથી રક્ષણ મેળવવા દેવોમાં શ્રેષ્ઠ એવા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ દેવોને સાંત્વન આપ્યું. સર્વ દેવોને સાથે લઈ વિષ્ણુ બ્રહ્માજી પાસે પહોંચી ગયા. આ ઉપસ્થિત સંકટથી બ્રહ્માજીને વાકેફ કરાયા. સર્વ દેવોને બ્રહ્મા પાસે બેસાડી વિષ્ણુ સીધા વડવાનલ પાસે પહોંચી ગયા. વડવાનલ પાસે જઈ તેમણે તેના કાર્ય સંબંધે પુછ્યું. વડવાનલે સર્વ દેવોના ભક્ષણ માટેનો પોતાનો નિર્ધાર બતાવ્યો. વડવાનલના સારને જાણી લઈ તેના નિર્ધારને સફળ રીતે અમલમાં મુકવા એક સૂચન કર્યું. વિષ્ણુ બોલ્યા, હે ભાઈ, દેવો તો ઘણા છે. તે બધાને એક સામટા તું ભક્ષણ કેવી રીતે કરીશ ? મારું જો માને તો એક ઉપાય બતાવું. એક પછી એક એમ બધા દેવોને ભક્ષ બનાવી તું તારું કાર્ય પૂર્ણ કર. સૌથી મોટા દેવ જળદેવ છે. તેમના ત્યાં જઈ સર્વ પ્રથમ તેમનું ભક્ષણ કર. વડવાનલ વિષ્ણુના આ યુક્તિપૂર્વકના વેણ સાથે વડવાનલ સહેલાઈથી સહમત થઈ ગયો. પરંતુ તેણે કહ્યું કે ત્યાં સુધી પહોંચવા માટે એક યથાયોગ્ય યાન જોઈએ, એક સુંદર કુમારિકા જ મારું યાન હોઈ શકે. વિષ્ણુએ યાનની વ્યવસ્થા માટે ખાતરી આપી યાન લેવા ત્યાંથી વિદાય થઈ ગયા. વિષ્ણુ ત્યાંથી સીધા બ્રહ્માના સ્થાને પહોંચી ગયા. બ્રહ્મા તથા સર્વ દેવો તેમની Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રતીક્ષામાં બેઠા હતા. વિષ્ણુએ વડવાનલ સંકટ નિવારણ અંગેની સર્વ યોજના સંભળાવી. બધા જ પ્રસન્ન થયા. પણ આ કામ કરે કોણ ? વિષ્ણુએ બ્રહ્માજીને સમજાવ્યું કે આ કાર્યનું સામર્થ્ય કેવળ તમારી બેટી સરસ્વતીમાં જ છે. જો તે આ કાર્ય પૂર્ણ કરે તો જ આ આપત્તિ ટળે. બ્રહ્માજીએ આ યોજનાને ધ્યાનથી સાંભળી વધાવી લઈ પોતાની વહાલસોઈ બેટીને બોલાવી. સરસ્વતી સમક્ષ તેમણે દેવોની આ આપત્તિ નિવારવા માટેનું વિષ્ણુનું સુચન રજુ કર્યું. સરસ્વતીએ કહ્યું કે જ્યાં સુધી બેટી કુમારિકા છે ત્યાં સુધી તે પિતાને અધીન છે. પરણ્યા બાદ તે પતિને અધીન બને છે. હું એક કુમારિકા છું. તેથી પિતાનો જે નિર્ણય એ જ મારો. સરસ્વતીના આવા બોધભર્યા વચનને જાણી સૌ પ્રસન્ન બન્યા. સરસ્વતીએ પરોપકારાયમિદં શરિર ના શાસ્ત્ર વચન મુજબ સહર્ષ સહમતી દર્શાવી. યોજના તૈયાર થઈ. આ યોજના મુજબ વડવાનલ જ્યાં ઉપસ્થિત છે તે ઉર્વગ આશ્રમમાં પિંપળાના વૃક્ષ ઉપર સરસ્વતી જળસ્વરૂપે ત્રાટકી મેઘના પ્રચંડ ગડગડાટ સાથે સરસ્વતી એક વિશાળ નદીના રૂપમાં પલટાઈ ગઈ. વિષ્ણુએ વડવાનલને એક શાન્તકુંભમાં સ્થાપી સરસ્વતીની ગોદમાં અર્પણ કર્યો. ઉપસ્થિત દેવસમૂહે આનંદોલ્લાસથી દુંદુભિયોના નાદ વડે આકાશ ગજાવી દીધું. વિદાય સમયે વિષ્ણુએ વડવાનલના દાહથી તેને અધવચ્ચે છોડી ન દેવા સરસ્વતીને શિખામણ આપી કહ્યું કે જો દાહ સહેવાતો ન હોય તો ભૂગર્ભમાં અંતર્ધાન થઈ વહન કરવું. ગમે તેમ થાય પણ ઘડી ઉપર અને ઘડી ભૂતલ એ રીતે વહન કરતાં કરતાં તેને પશ્ચિમ સાગરમાં પહોંચાડવો. પ્રયાણ સમયે ઉપસ્થિત સખિઓએ સરસ્વતીને પ્રાચીના જળમાં મળવાનું વચન આપ્યું. સર્વ દેવોના આર્શીવાદ લઈ સરસ્વતી વડવાનલને ગોદમાં રાખી પશ્ચિમ સાગર ભણી ચાલી નીકળી. વિષ્ણુની સલાહ અનુસાર પ્રકટ અને અંતર્ધાન વહેતી સરસ્વતી પશ્ચિમ સાગરને કિનારે પ્રભાસ પાસે જઈ પહોંચી. પોતાના તગડા ભક્ષને નિહાળતાં જ વડવાનલ ઉન્મત્ત બની ગયો. સરસ્વતીના કાર્યથી ખુશખુશાલ બનેલા વડવાનલે સરસ્વતીને વરદાન માંગવા કહ્યું. ઉપસ્થિત વિષ્ણુની સલાહ અનુસાર સરસ્વતીએ સોયના નાકા જેવા છિદ્રવાળા મુખથી જળદેવને ભક્ષણ કરવાનું વરદાન મેળવી લીધું. વડવાનલને જોઈ સાગર અને સાગરના જળચર જીવો ગભરાઈ ગયાં. આર્તનાદ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. સાગર પણ સર્વનાશની ચિંતાથી વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. વિષ્ણુએ સૌને વડવાનલથી નિર્ભય બનવાનું આશ્વાસન આપી શાંત કર્યા. વડવાનલના ભક્ષથી સર્વનાશ ઉત્પન્ન ન થાય તે રીતે સાગરને અક્ષય બનાવવાનો કોલ આપ્યો. વિષ્ણુના અભયવચનથી સૌ ભયમુક્ત બન્યા. Page #54 -------------------------------------------------------------------------- ________________ હિમાલય માં સરસ્વતી રેખાચિત્ર યમનોત્રી ગંગોત્રી છે સરસ્વતી કેદારનાથ6 બદ્રીનાથ ગૌરીકુંડ છે. ગિજુગીનાથ જોષીમઠ ઓખીમઠ ૦નંદપ્રચાગ કર્ણપ્રયાગ જે સ્ક્રપ્રયાગ દેવપ્રયાગ Notes ઉ.પ્ર-ટુ-ડેકો.લી.લખનઉપજના માનપિંગથી “ સુસંગત રેખાચિત્ર તૈયાર ગજાનંદ Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉર્વાંગ આશ્રમ કેદાર શિખર ૧. ૨. ૩. સુગંઘતીર્થ. ભૂતીશ્વર. ૪. ૫. રૂદ્રકોટિ (શ્રીકંઠદેશ) ૬. કુરુક્ષેત્ર ૭. વિરાટનગર ૮. આરિષેણ પુષ્કર તીર્થ ૯. ૧૦. નન્દા સરસ્વતી . ૧૧. મર્કટતીર્થ ૧૨. અર્બુદારણ્ય . ૧૩. કોટિતીર્થ. ૧૪. ઉદ્ગમઘટ ૧૫. ૧૬. ૧૭. ગંગોભેદ ૧૮. માતૃકાતીર્થ. ૧૯. તારક તીર્થ.. ઘારેશ્વર. અનક તીર્થ ૨૦. સંગમેશ્વર . ૨૧. કોટર તીર્થ વિષય : સરસ્વતીની ગરિમા પ્રાસંગિક સંસ્કારણ-વિવેચન ૨૨. ભૃકુંડેશ્વર ૨૩. મોક્ષેશ્વર ૨૪. કેદાર સ્થાપન ૨૫. મદનેશ્વર.. વિષચસૂચી વિભાગ-૧ ૧ ૧ ૨ ૨ ૩ ૪ ૫ ૫ ૫ ૬ ૭ 2 2 ૧૧ ૧૧ ૧૧ ૧૨ ૧૨ ૧૩ ૧૬ ૧૬ ૧૬ ૧૭ ૧૭ ૧૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ - . ......................... .............. ૧૮ 22 ........•••• ૨૯ ••••••••• ૩૯ ..૪૦ ૨૬. ભયહારક તીર્થ .. ........ ૧૮ ૨૭. કાલિર્જર દેવ ............... ................... ..... ૧૮ ૨૮. સિદ્ધેશ્વર ................. ....... ૧૮ ૨૯. અરવડેશ્વર ..... ૩૦. શ્રી સ્થલ અર્થાત પ્રાચીમાઘવ તીર્થ (શ્રીસ્થલ તીર્થ) ... ૩૧. વૃક્રમલિક (શ્રીસ્થલ તીર્થ) . ............. ૩૨. પિંડતારક (શ્રીસ્થલ તીથી ......... ............. ૩૩. મહાલય (શ્રીસ્થલ તીર્થ) .... ૩૪. અશ્વતીર્થ (શ્રીસ્થલ તીર્થ) .... .............. ૩૧ ૩૫. વાલ્મખિભેશ્વર (શ્રીસ્થલ તીર્થ) ૩૬. એકદ્વારકીર્થ (શ્રીસ્થલ તીર્થ) ... ૩૭. બિન્દુતીર્થ (શ્રીસ્થલ તીર્થ) ... ૩૮. વટેશ્વર ..... ૩૯. ચન્દ્રતીર્થ....... ૪૦. મુંડીશ્વર........ ૪૧. માંડવ્યતીર્થ..... ............. .....૪૧ ૪૨. પિલુપર્ણિક .. ૪૩. દ્વારાવતી... ............................................................... ............... ૪૪ : ૪૪. ગોવત્સતીર્થ ... ૪૫. લોહયષ્ટિ ....... .......... ४६ ૪૬. ઝિલ્લતીર્થ...... ૪૭. કુષ્માન્ડેશ્વર.. ૪૮. કોલ્હાસરસ્વતી..... ............. ૪૯. શત્રુમર્દન ૫૦. ખદિરામોટ (કૃતસ્મર) ...... ................. ૫૧. પ્રભાસક્ષેત્ર વિભાગ-૨ પ૨. દ્રશ્યોદશ્ય સરસ્વતી - Dલસંકેત . ૫૩. કર્દમ દેવહુતિ-એક ઐતિહાસિક દષ્ટિપાત ......... ... ૫૬ ૫૪. કપિલ દેવહૂતિ મોક્ષસંવાદ...... ..... ૫૮ ...૪૪ ૪૫ ............. .... ૪૬ ४७ .४८ •. ૫૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ ••••••. ૬૦ ............... ... ૭૩ ૮૭. ૧૦૧ ૫૫. અલક્ષ્ય ગણપતિ માહાસ્ય ... પ૬. તપ મોક્ષ બન્ધન એટલે શું ? ....... ૬૨ ૫૭. શ્રેષ્ઠ ટેવો. .............. ૫૮. નિષિદ્ધ કર્મોને ઓળખો..... .... ૬૯ ૫૯. સ્નાન માહાભ્ય ..................... .......... .......... ૬૦. અન્યવ્રતો ................. ૬૧. એકાદથી માહાત્મય............ ૬૨. પ્રદોષવ્રત ................. ૬૩ ભોજન-એકવ્રત... .... ૮૦ ૬૪. વ્રતોનું ઔચિત્ય ................... .... ૮૫ ૬૫. અશ્વત્થ વૃક્ષ ................. ૬૬. વટ વૃક્ષ ...................................................................... ૬૭. બિલ્વ વૃક્ષ ............... ..... ૯૦ ૬૮. સૃષ્ટિની ઐશ્વરીય શક્તિઓ ... ................. ૬૯. અવતારવાદ - એક અવધારણા. ૭૦. રાષ્ટ્રચિંતન.... ૭૧. રાષ્ટ્રીય કર્તવ્ય - પૂ. શ્રીગુરુજી ........... - ૧૦૩ ૭૨. રાષ્ટ્ર સર્વોપરી - સમર્થ રામદાસ ............................. ૧૦૪ ૭૩. સ્વાતંત્ર્યવ્રતી પ્રતાપ... ૭૪. શિખવાનું શું - શિખવવાનું શું ? . ૭૫. સંસ્કાર - આજનું એક ઉપેક્ષિત પહેલું............. ૧૦૯ ૭૬. શ્રી ગુરુ મહારાજ અને શ્રીગુરુજી - એક સંસ્મરણીય મિલન..... ૭૭. સંઘશાખા અને પૂ. ગુરૂ મહારાજ...... ૭૮. સ્વર્ગ નહીં - મોક્ષ અરિષ્ટનેમી...... ........... ૭૯. ઉપસંહાર .............. ૮૦. ફળશ્રુતિ ........................... ... ૧૨૭ ૮૧. મહિનાવાર તહેવાર................................. ......... .... ૧૩૦ ૮૨. નગરની નવીન રંગ રંગોળી.............. ... ૧૩૩ ૮૩. નગરનાં દેવસ્થાન ૧૩૫ ૮૪. માતૃષોડષી (ઉધૃત) ... ૧૩૭ ૮૫. પત્ની ષોડષી (ઉધૃત) ............ ૧૩૮ ૮૬. સવિચારનાં મોતી ....................... ૮૭. મલકાઓ અને મૂલવો ............ ૧૪૧ ........ • • • •••••••••............. ૧૧૭ ૧૨૦ ૧૩૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ ( વિભાગ-૧ ) તીર્થસ્થાનો ૧. ઉર્વગ આશ્રમ હિમાલયમાં આવેલું સરસ્વતી નદીનું આ ઉદ્ગમ સ્થાન છે. પિપ્પલાદની તપોભૂમિ છે. એક અશ્વત્થ વૃક્ષ ઉપરથી આ ભૂમિ પર બ્રહ્મપુત્રી સરસ્વતીનું જળ રૂપે અવતરણ થયેલું છે. પવિત્રમાં પવિત્ર ભૂમિ હિમાલય. વૃક્ષોમાં પવિત્ર વૃક્ષ અશ્વત્થ અને નદીયોમાં શ્રેષ્ઠ પ્રાચીન નદી સરસ્વતી. આ ત્રણેનું સંગમ સ્થળ એટલે ઉર્વગ આશ્રમ. દેવોના સંકટ નિવારણના શુભ હેતુ પૂર્વક આ સ્થાનમાં અવતરિત સરસ્વતીને પશ્ચિમ સાગર ભણી પ્રસ્થાન કરવાના સમયે વિષ્ણુ સહિત સર્વ દેવો અહીં ઉપસ્થિત થયેલા છે. મંગળ વાજિંત્રોના આનંદ સાથે શ્રીવિષ્ણુએ એક શાન્તકુંભમાં વડવાનલને મૂકી આ શાન્તકુંભ પશ્ચિમસાગરમાં પધરાવવાને સરસવતીની ગોદમાં અર્પણ કર્યો. આ મંગલ પર્વ પ્રસંગે ઉપસ્થિત સર્વ દેવસમુદાય તેમજ સખિ નદીયોની શુભ કામનાઓ સાથે સરસ્વતીએ આ ભૂમિ ઉપરથી અંતર્ધાન થઈ કેદાર શિખર પર પ્રકટ થઈ. ૨. કેદારશિખર હિમાલયનું આ એક ઉચ્ચ શિખર છે. શિવનું નિવાસ સ્થાન છે. આ શિખરે પરમેશ્વર અને પ્રકૃતિ એકરૂપ બની જઈ સોળે કળાઓ સાથે સુરમ્ય વાતાવરણ સર્જ છે. તેના દર્શનથી સ્વર્ગનું દર્શન પણ ફીકું લાગે એવું મહાદેવજીનું આ મનોહર સ્થાન છે. હિમાલયને પૃથ્વી પરનું એક અવર્ણનીય સ્વર્ગ ગણેલું છે. કેદારેશ્વરના નિવાસથી આ શિખરે પવિત્ર માહાભ્ય પ્રાપ્ત કરેલું છે. શંભુના સ્નાન માટે સરસ્વતી અહીં પ્રકટ થઈ શિખરની પવિત્રતાને વિશેષ તીર્થસ્થાન બનાવી દીધું છે. અહીં કેદારેશ્વરનું દર્શન તેમજ સરસ્વતીમાં સ્નાન આલોક અને પરલોકમાં ભોગ તેમજ મોક્ષ આપનાર ગણાયેલ છે. કેદાર શિખર પર ધ્યાનસ્થ શિવ, શિવની જટામાંથીગંગાસ્રોત, શિવના ભાલ પર ચન્દ્ર, શુભ્ર હિમકણોનું આવરણ, સૂર્ય અને ચન્દ્રના અલૌકિક પ્રકાશનું દર્શન Page #59 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ પ્રાકૃતિક સૌન્દર્ય. સરસ્વતીનો કલકલમધુર ધ્વનિ આ સર્વશ્રેષ્ઠ આવરણ સહિત કેદારનું મનોમન સ્મરણ પણ વ્યક્તિને સમાધિ દર્શનનું સામર્થ્ય પૂરું પાડે છે. અહીંથી સરસ્વતી સુગંધ તીર્થમાં પ્રકટ થાય છે. ૩. સુગંધતીર્થ અહીં સરસ્વતી કુંડમાં પ્રસ્તુરિત છે. સાથે સંલગ્ન રેખાચિત્ર અનુસાર કેદારથી દક્ષિણે ગૌરીકુંડનું સ્થાન છે. માકડેયના મતાનુસાર આ પ્રાચીન સુગંધતીર્થ સ્થાન છે. આ તીર્થના મુડમાં નીચે ઉતરી સ્નાન કરનારને સમાધિસ્થ બ્રહ્મદર્શનનો લાભ મળે છે. ઉપરથી દર્શન કરનારને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે એવી પુરાણ માન્યતા છે. તેના માહાભ્યમાં એવું કહેવાયું છે કેઅહીં શાકનું દાન કરવાથી પિતૃ વાસનાઓ તૃપ્ત થઈ તેમને અક્ષય આનંદ મળે છે. પિતૃવાસનાઓની તૃપ્તિથી મનવાંછિત ફળ મળે છે. અહીંથી સરસ્વતી દક્ષિણ-પશ્ચિમે આવેલા ભૂતિશ્વરમાં પ્રકટ થાય છે. ૪. ભૂતીશ્વર આ સ્થાન સુગંધ તીર્થ (ગૌટિકુંડ)થી દક્ષિણ-પશ્ચિમે છે. હાલ આ સ્થાન ત્રિજુગીનાથ નામે નકશામાં ઉલ્લેખિત છે. ત્રિજુગીનાથનો મહિમા ભૂતીશ્વર માહાભ્યનોજ સંકેત કરે છે. સમસ્ત ભૂતો (પ્રાણી)ના નાથ ભૂતનાથ અહી સ્વયંભૂ શિવલિંગના રૂપમાં ઉપસ્થિત છે. આ તીર્થક્ષેત્રના એક પૂર્વોકત ઇતિહાસ મુજબ પૂર્વે સુનાભ નામે એક તપસ્વી ઋષિનું આ સ્થાન છે. સુનાભે કેવળ બિલ્વ પત્રો અને ફળોને જ આહાર બનાવી મહાદેવની પ્રસન્નતા માટે કચ્છ તપવ્રત કર્યું હતું. એક દિવસે બિલ્વપત્રો લેવા તેઓ જંગલમાં ગયા હતા. ત્યારે પગમાં એક કાંટો વાગ્યો. લોહી બહાર આવ્યું. મુનએ જોયું તો લોહીનો રંગ અને સુગંધ બિલ્વ ફળનો રસ જ જાણે જોઈ લો. મુનિ આનંદવિભોર બની ગયા. ' લોહીના રંગ ને ગંધને પોતાની તપશ્ચર્યાનો ચમત્કાર જાણી મુનિ આનંદમાં નાચવા લાગ્યા. મુનિને નાચતા જોઈ તે વિસ્તારના સર્વ જીવો પણ આનંદમાં નાચવા કૂદવા લાગ્યા. ચારે તરફ ભારે કોલાહલ મચ્યો. આ કોલાહલ પાર્વતિપતિ શંકરના ધ્યાનમાં આવ્યો. એક તપસ્વી મુનિના વેષમાં શંકર તે વનમાં જઈ પહોંચ્યા: પોતાના સમક્ષ મુનિને આવતા જોઈ સુનામે નમસ્કાર અને સ્વાગત કરી પુન: નાચવા લાગ્યા. મુનિના વેશમાં ઉપસ્થિત શંકરે આ આનંદ અને નાચગાનનું કારણ પુછ્યું સુનાભે કહ્યું. અરે, જુઓ તો ખરા મારા તપથી પ્રસન્ન શંકરે મારા લોહીનો રંગ અને સુગંધ બિલ્વ ફળના રસમાં ફેરવી નાંખ્યો. મારું જીવન કૃતાર્થ બની ગયું. આ નાચગાન મારી પ્રસન્નતાની અભિવ્યક્તિ છે. પ્રસન્ન મન શું-શું નથી કરતું ? Page #60 -------------------------------------------------------------------------- ________________ હું આનંદમાં નાચું નહિ તો શું કરું ? શંકરે મુનિના મનનું રહસ્ય જાણી લીધું. શંકરે જોયું કે-મુનિની પ્રસન્નતાના આવરણમાં અહંનો અંકુર ફૂટી રહ્યો છે. શંકરે મુનિને કહ્યું કે આમ માત્ર લોહીનો રંગ-સુગંધ બદલાવાથી આટલો આનંદ કેમ? કહેવ્વામાં આવ્યું છે કે આહાર અનુસાર લોહીના રંગ-ગંઘ બનતા હોય છે. જુઓ. હું પણ એક તપસ્વી છું. કેવળ ભસ્મનો જ આહાર કરું છું. તો મારા શરીરમાં ભસ્મ જ ભસ્મ ભરેલી છે. શંકરે તુર્તજ પોતાના નખ વડે પેટને ચીરી તેમાંથી ભસ્મ કાઢી બતાવી. આ દશ્ય સુનાભ આભો બની જોઈ જ રહ્યો. દશ્યને જોતાં જ સુનાભના આનંદ પાછળ સુપ્ત અહંનો પાયો ઓગળી ગયો. શંકરે તૂર્તજ મુનિ સમક્ષ સ્વ-સ્વરૂપ પ્રકટ કર્યું. શંકરના સ્વરૂપ દર્શનથી કૃતકૃત્ય સુનાભે ત્યાં જ દેહાભિમાન સાથે દેહને પણ સમર્પિત કરી શિવ સાયુજ્ય મેળવ્યું. સુનાભ સમક્ષ શંકરે જ્યાં સ્વ-સ્વરૂપ પ્રકટ કર્યું તે સ્થાન ભૂતીશ્વર નામે વિખ્યાત છે. અહીં સરસ્વતીમાં સ્નાન, ભૂતીશ્વરના દર્શન અને શંકરની ભસ્મનો મહિમા સુવિખ્યાત છે. અહીંની ભસ્મ ધારણ કરવાથી ભૂત-પ્રેત-પિશાચ અને રાક્ષસ યોનિની અડચણોથી મુક્ત થવાય છે. આ ક્ષેત્રને પોતાને જળ સિંચનથી તૃપ્ત કરી સરસ્વતી શ્રીકંઠ દેશ તરફ નીકળી. ૫. શ્રીકંડ દેશ (રૂદકોટિ તીર્થ) આ તીર્થ ભૂતીશ્વરથી દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. દક્ષે અહીં એક યજ્ઞનું આયોજન કરી યજ્ઞમાંથી શંકરનું સ્થાન અને ભાગ ટાળવાની પેરવી ગોઠવી હતી. પૌરાણિક ઇતિહાસ અનુસાર આ દક્ષને પચ્ચીસ કન્યાઓ હતી. જેમાંથી એક સતિનો વિવાહ શંકર સાથે થયો હતો. આ પિતાના ઘેર આયોજિત વિશળ યજ્ઞમાંથી પતિનું સ્થાન અને ભાગ હટાવી દેવાના પિતાના મિજાજ ઉપર સતિ ખૂબ ક્રોધે ભરાઈ હતી. દક્ષે પતિ સાથે સતિને પણ આમંત્રણ મોકલ્યું નહોતું. સતિએ પિતાને સમજાવવા ગોકર્ણ નામના એક દૂતને પિતા પાસે મોકલ્યો. ગોકર્ષે સતિના મનનું દુ:ખ તેમજ શંકરની અવજ્ઞાથી ઉત્પન્ન થનારા અનિષ્ટ સંકેતો તરફ દક્ષનું ધ્યાન દોર્યું. પરંતુ ધમંડથી ઘેરાયેલા દક્ષના મને ગોકર્ણની વાતને અનસુની કરી તેને વિદાય આપી દીધી. ગોકર્ણે આવી સતિને દક્ષના મનનો સર્વ વૃત્તાંત સંભળાવ્યો. શંકર તો ભૂતપ્રેત-પિશાચ અને રમશાનનો સંગી છે. નાચગાન અને નિર્લજ્જતાનો વ્યવહાર કરે છે. એવા તેને યજ્ઞ જેવા પવિત્ર કાર્યમાં આમંત્રિત કરાય નહીં. યજ્ઞભાગ માટે તે યોગ્ય નથી. પિતાના મુખે બોલાયેલી પતિની નિંદાના આ વચનો સાંભળી સતિના મનનો ક્રોધ પારાવાર ઉભરાવા લાગ્યો. આઘાતજનક આ વચનોથી, તે બેચેન બની ગઈ. Page #61 -------------------------------------------------------------------------- ________________ તે મનમાં વિચારવા લાગી કે શંકર જો ખરેખર આવો જ દેવ હતો તો મને આ મૂર્ખ પિતાએ તેના હાથમાં અર્પણ કેમ કરી ? ક્રોધના આવેશમાં આવી સતિએ આ અવિવેક અને અવહેલનાના પાયા પર મંડાયેલા યજ્ઞમાં ઉત્પાતના મંડાણનો શાપ આપી દીધો. સતિના માનસિક આઘાત અને દુ:ખને નિવારવા તેમજ પિતાને ક્ષમાદાન દેવા શંકરે સતિને ખૂબ સમજાવી. પણ સતિના મનનો રોષ શમ્યો નહીં. પતિની સલાહને પણ અવગણી તે પિતાના ઘેર પહોંચી. ઉદંડ પિતાની સાન ઠેકાણે લાવવા ચાલી નીકળેલી સતિનું. ઘેર માતાએ તો તેનું વહાલભર્યું સ્વાગત કર્યું, પરંતુ પિતાના દુર્વ્યવહારે સતિના મનને હચમચાવી દીધું. પિતાના દુર્લક્ષ્ય ભર્યા વર્તને સતિને યજ્ઞકુંડની જ્વાલાઓમાં આહુતિરૂપે કૂદી પડવા વિવશ કરી. * ઉત્સવનો આનંદ વિષાદમાં પલટાઈ ગયો. સતિના આ પગલાએ ચોતરફ ક્રોધની અગ્નિ જ્વાળાઓ પ્રકટાવી. શંકરના રૂદ્રગણોએ યજ્ઞસ્થાનામાં યજ્ઞ વિધ્વંશ માટે ભયાનક ઉત્પાત મચાવ્યો. ઉપસ્થિત દેવસમુદાયે યજ્ઞની નિર્વિધ સમાપ્તિ માટે સમાધાન કરવા દક્ષને ખૂબ સમજાવ્યો. યજ્ઞમાં શિવનું સ્થાન અને ભાગ સુનિશ્ચિત રાખી શંકરની પ્રેરણાથી યજ્ઞ પૂરો કરાયો. રૂદ્રગણોની કોટિ આ સ્થાનમાં વસી તેથી આ સ્થાનને રૂદ્રકોટિ નામે ઓળખવામાં આવે છે. અહીં સરસ્વતીમાં સ્નાન અને રૂદ્રનું પૂજન યથેષ્ટ ફળદાયી મનાયું છે. અહીંથી અંતર્ધાન થઈ સરસ્વતી કુરુક્ષેત્રમાં પ્રકટ થઈ. ૬. કુરુક્ષેત્ર સરસ્વતીના સ્નાન માટે કુરૂક્ષેત્ર એ સુપ્રસિદ્ધ તીર્થ છે. દેશના પાંચ પ્રમુખ તીર્થો જ્યાં પ્રાચી સરસ્વતી છે તેમાં કુરૂક્ષેત્રની ગણના કરાય છે. અહીં સરસ્વતી એક વિશાળ સરોવર રૂપે પ્રસ્તુરિત છે. સૂર્ય ગ્રહણના અવસરે આ સરસ્વતીમાં સ્નાન માટે દેશભરના યાત્રાળુઓ આવે છે. વિષ્ણુના સાનિધ્યમાં કુરૂ નામના એક બ્રાહ્મણે મોક્ષત્વ પ્રાપ્ત કર્યું હતું. તેથી આ સ્થાનનું નામ કુરૂક્ષેત્ર ગણાય છે. એક પ્રાચીન ઇતિહાસ મુજબ અહીં કુરુ નામે એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. પ્રતિદિન સંધ્યાવંદન, સ્વાધ્યાય અને ઈશ્વરપરાયણ કાર્યોમાં જીવન વ્યતીત કરતો હતો. એક સમયે તેણે યજ્ઞ આયોજનનો સંકલ્પ કર્યો. યજ્ઞ કરવા માટે ભૂમિને સમતલ બનાવવા તે સખ્ત પરિશ્રમમાં લાગી ગયો. એક દિવસે તે ભૂમિને સમતલ બનાવવાના કાર્યમાં પરોવાયેલો હતો તે સમયે સ્વયં વિષ્ણુ એક ચોરના વેશમાં ત્યાં આવ્યા. ખેતર ખેડી તૈયાર કરવાની તેની પેરવી જોઈ આ ચોર વેષધારી વિષ્ણુએ તેને પુછ્યું કે આ ખેતરમાં શું વાવવાનું છે? બ્રાહ્મણે Page #62 -------------------------------------------------------------------------- ________________ કોઈ ઉત્તર ન આપ્યો. વારંવાર પુછવાથી ખિજાયેલા બ્રાહ્મણે તેમાં કાંટાળા થોર અને ચોર વાવવાના છે એવું જણાવ્યું. ચોરના વેશમાં ઉપસ્થિત વિષ્ણુએ તથાસ્તુ કહી પોતાનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું. ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપ દર્શનથી હેબતાઈ ગયેલા કુરૂએ ભગવાનના સાનિધ્યમાં જ ભવબંધનથી મુક્ત થઈ વૈકુઠમાં વિષ્ણુપદ પામ્યો. કુરૂના વચન અને ભગવાનના તથાસ્તુ શબ્દોને કારણે આ ક્ષેત્રમાં ભયાનક ચોર અને કાંટાળા ઝાડો ઊગી નીકળેલાં છે જે ક્ષેત્રમાં કુરૂને વિષ્ણુપદ પ્રાપ્ત થયું. તે ક્ષેત્ર કુરૂક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ બન્યું છે. મહાભારતનું યુદ્ધ પણ આ ક્ષેત્રમાં લડાયેલું છે. વિષ્ણુના અવતાર એવા શ્રી કૃષ્ણ આ જ ક્ષેત્ર ઉપર ભગવદ્ ગીતાનો બોધ અર્જુનને આપેલો છે. અહીંથી આગળના માર્ગે પ્રસ્થાન માટે નીકળેલી સરસ્વતી અંતર્ધાન થઈ વિરાટનગરમાં પહોંચી છે. વિરાટનગર મહાભારતના ગ્રંથમાં વિરાટ રાજા અને વિરાટનગરનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે. નગરોમાં તેનું ગૌરવપૂર્ણ સ્થાન છે. પાંડવોએ ગુપ્તવાસ દરમ્યાન વિરાટનગરમાં વિગટ રાજાના આશ્રયે રોકાઈ જે પરાક્રમો સર્જેલા છે તે ઇતિહાસ પ્રસિદ્ધ છે આ ક્ષેત્રની ભૂમિને પોતાના જળથી રસતૃપ્ત કરી સરસ્વતી આરિષણ ક્ષેત્રમાં પહોંચી ૮. આરિણતીર્થ અહીં જયંતિ નામે પ્રસિદ્ધ ચંડિકા દેવિનું સ્થાન છે. અહીં પણ સરસ્વતી સરોવરૂપે ઉપસ્થિત છે. આ સરસ્વતીને જયંતિસરોવર નામે ઓળખવામાં આવે છે. અહીં શ્રાદ્ધ દ્વારા પિતૃઓને પિંડદાન થાય છે. અહીં બિલ્વફળ અને ગોલીયાના ફળથી પિંડદાન કરવાનું માહાભ્ય છે. આ પિંડદાનથી પિતૃઓની અક્ષય તૃપ્તિ થાય છે. જયંતિ સરોવરની સરસ્વતીમાં સ્નાન અને જયંતિ દેવિના દર્શનનો યોગ મંગળકારી મનાયેલો છે. અહીંથી પ્રયાણ કરી સરસ્વતી પુષ્કરારણ્યના ક્ષેત્રમાં પ્રવેશે છે. ૯. પુષ્કર તીર્થ દેશની પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ અરણ્યોમાં થયેલો હોઈ તેને આરણ્યક સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આ અરણ્યોમાં પુષ્કરારણ્ય પણ એક મહત્ત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાયેલું છે અનેક પ્રાચીન મહર્ષિઓએ આ અરણ્યની સુંદરતા અને સરસ્વતીની પવિત્રતાના સંગમ સ્થળે નિવાસ બનાવી તપશ્ચર્યા કરેલી છે. એક એવું ઐતિહાસિક દષ્ટાંત આવે છે કે આ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ બાર વર્ષ ચાલે એવા એક મહાન યજ્ઞનું અહીં આયોજન કરેલું. એ જ નામે એક Page #63 -------------------------------------------------------------------------- ________________ રાક્ષસ દેવનું રૂપ લઈને આ યજ્ઞકાર્યમાં સામેલ થઈ ગયો હતો. બ્રહ્માજીએ તેને ઓળખી કાઢ્યો અને યજ્ઞમાં બલિ ચઢાવી દીધો. તેને કારણે આ ક્ષેત્રને પ્રાચીન સમયમાં અજગંધા નામથી પણ ઓળખાવેલ છે. સંભવ છે કે પ્રાકૃત પ્રચલિત શબ્દોમાં અજના આ દષ્ટાંતને લઈ અજમેર શબ્દ બનેલો હોય. અહીં અજગંધા ભગવાનના દર્શનનો બહુ જ મહિમા છે. પુષ્કરમાં સરસ્વતી ભૂગર્ભ સ્રોતોથી ત્રણ સરોવરોમાં સમ્મિલિત છે. આ ત્રણમાં એક વિશાળ, એક મધ્યમ અને એક સામાન્ય છે. આ ત્રણે સરોવરના સ્નાન માટે અલગ અલગ ફળનું માહાભ્ય છે. અહીં પિતામહ બ્રહ્માનો વાસ હોઈ આ તીર્થમાં પિતૃતર્પણ કરવા દેશભરના યાત્રિકો આવે છે. એક એવી લોકશ્રદ્ધા છે કે સર્વપ્રથમ આ પિતામહ તીર્થમાં શ્રાદ્ધ તર્પણ કરી ત્યારબાદ પિતૃતર્પણ કરવાથી પિતૃઓને અક્ષય આનંદ મળે છે. વિવિધ પ્રસંગોમાં સરસ્વતી સ્નાનનું જે મહત્ત્વ દર્શાવેલું છે; તેમાં કારતક માસમાં પુષ્કર અને શ્રીસ્થલ વૈશાખમાં પ્રભાસ તેમજ સૂર્યગ્રહણ યોગમાં કુરૂક્ષેત્રનું નામ છે. અહીંથી અંતર્ધાન થઈ સરસ્વતી ખજુરી વનક્ષેત્રમાં પ્રવેશી. ૧૦. (નંદા-સરસ્વતી) આ ક્ષેત્ર સિદ્ધ અને તપસ્વી રૂષિમુનિઓનું કેન્દ્ર છે. અહીં પ્રકટ સરસ્વતી નન્દા સરસ્વતી નામે પ્રસિદ્ધ છે. પૂર્વ કાળની એક ઘટના અનુસાર પ્રભંજન નામે એક પ્રસિદ્ધ રાજા હતો. તે મૃગયા રમવાનો ખૂબ શોખિન હતો. એક દિવસ મૃગયા રમવા નીકળેલા રાજાએ ઘોર વનમાં એક ગીચ ઝાડીમાં એક સુંદર મૃગલીને જોઈ. રાજાએ નિશાન તાકી તીર છોડી મૃગલીને ઘાયલ કરી દીધી. આ સમયે મૃગલી પોતાના શિશુને સ્તનપાન કરાવતી હતી. શાસ્ત્રોનું વચન છે કે સ્તનપાન કરાવતા પશુનો શિકાર અઘમ અપરાધ છે. ઘાયલ મૃગલીએ પ્રાણ છોડતાં છોડતાં શાપ આપ્યો કે જે કોઈ મનુષ્ય આ અધમ કૃત્ય આચરેલું છે તે એક હિંસક વાઘનું સ્વરૂપે પ્રાપ્ત કરે. શાપના પ્રભાવથી પ્રભંજન તત્કાળ એક હિંસક વાઘ બની ગયો. વાઘ બનતા પહેલાં ભયગ્રસ્ત રાજાએ મૃગલી પાસે જઈ શાપમુક્ત બનવાની પ્રાર્થના કરી. પ્રાણ છોડતી મૃગલીએ પ્રભંજનને જણાવ્યું કે નંદા સાથેના તારા સંયોગ સમયે તું શાપમુક્ત થઈશ. શાપને કારણે હિંસ્ત્ર પશુ બનેલ પ્રભંજન ઉદરનિર્વાહ માટે દરરોજ ઘણા પશુઓની હત્યા કરતો જંગલમાં ભટકતો ફરતો હતો. એક દિવસે આ વાઘની ઝપટમાં એક ગોવંદ આવી ગયું. ભયથી નાસવા માંડેલી ગાયોમાંથી એક ગાય વાઘના પંજામાં ફસાઈ પડી. ગાયે સર્વ હિંમત એકઠી કરી વાઘને પ્રાર્થના કરી. ગાયે કહ્યું કે ઘેર એક નાના શિશુને છોડી હું તારો ભક્ષ બની છું. હું મારા બાળકને સ્તનપાન કરાવી પાછી ફરું. ત્યાં સુધી તું રોકાવ. સ્તનપાન કરાવી હું તૂર્તજ તારો ભક્ષ બનવા અહીં આવીશ. Page #64 -------------------------------------------------------------------------- ________________ વાઘે કહ્યું કે શાસ્ત્રોમાં કહેલું છે કે વિવાહ, યુદ્ધ અને પ્રાણસંકટના પ્રસંગે જુઠ બોલવામાં મહા અપરાધ નથી અને ઈશ્વર પ્રત ભક્ષને જતો કરનારથી અન્ય કોઈ મુર્ખ નથી. દેવ, મનુષ્ય, પ્રાણી, યક્ષ કે પિશાય કોઈપણ આપત્તિ સમયે સત્ય બોલતા નથી. તું આ સત્ય જ કહે છે તેનું પ્રમાણ શું ? કોઈ સોગંદ લઈને તું સ્તનપાન કરાવવા જઈ શકે છે.. વાઘના આવા દયાભર્યા વચનથી ગાયે નીચે મુજબ સોગંદના વચનો કહ્યાં. બ્રાહ્મણનો જન્મ લઈને જે સ્નાન, સંધ્યા, સ્વાધ્યાય, સત્ય અને શૌચનું પાલન કરતો નથી. જે વિક્રય માટે અનુચિત ચીજોનો વિક્રય કરે છે. ન માંગવાના સ્થાને જે માંગે છે. જે શવભોજન અને સૂતક ભોજન કરે છે. જે શૈય્યાદાન ગ્રહણ કરે છે. જે માતપિતાનો નિર્વાહ કરતો નથી. જે ઈરાદાપૂર્વક નિત્ય લસણ, પ્યાજ વગેરે કરે છે. જે અભક્ષણનું ભક્ષણ કરે છે. છેદન અને જે વૃત્તિછેદન અને વૃક્ષછેદન કરે છે. જે બ્રાહ્મણ થઈને પરસ્ત્રી સાથે ભાર્યા સમાન વ્યવહાર કરે છે. જે કુતરા તેમજ રજસ્વલાથી અડકાયેલી રસોઈનું ભોજન કરે છે. મોહને તાબે થઈ જે રજસ્વલા અને કુમારિકા સાથે સુખશૈચ્યા માણે છે. જે કૃતઘ્ન બને છે. કપટના ખેલ ખેલે છે. મિત્રદ્રોહ અને ચોરી કરે છે. જે બાલહત્યા, સ્ત્રીહત્યા અને ગૌહત્યાના કર્મ કરે છે. જે બીજાને ઝેર આપે છે. જે પુત્ર કે કન્યાના વિક્રયથી ધન મેળવે છે. જે સત્કર્મમાં વિધ નાંખે છે. તેમજ કન્યાને એક સ્થાનથી બીજે બેસાડે છે. ઉપરોક્ત તમામ પાપો કરવાથી જે ફળ મળે છે તે ફળ જો હું અસત્ય નીવડું તો મને પ્રાપ્ત થાય. ગાયે કહ્યું કે તમામ પાપોમાં વિશ્વાસઘાત સૌથી મહાન પાપ છે. ગાયના વચનોમાં વિશ્વાસ રાખી વાઘે તેને સ્તનપાન માટે રજા આપી. ગાય અને વાઘના આ સંવાદ સમયે સત્ય પરિક્ષણ માટે ધર્મરાજ પણ ગુપ્ત વેષે ત્યાં ઉપસ્થિત હતા. બાળકને સ્તનપાન કરાવી ગાય તૂર્તજ પાછી ઉપસ્થિત થઈ અને પોતાનો ભક્ષ બનાવવા વાઘને કહેવા લાગી. ગાયની સત્યનિષ્ઠાને પારખી વાઘ પ્રસન્ન થઈ કહેવા લાગ્યો. કે હે કલ્યાણી; તારું નામ શું છે ? નંદા નામ સાંભળતાં જ વાઘ શાપમુક્ત બની એક પ્રભંજન રાજા તરીકે નંદા સમક્ષ નતમસ્તક થઈ તેના ચરણોમાં પડ્યો. એક પશુના આવા સત્ય અને ધર્મનિષ્ઠ વ્યવહારને જોઈ ઉપસ્થિત ધર્મરાજ પણ ઘડીબર દિંગ થઈ ગયા. ધર્મરાજ નંદા અને તેના શિશુને સ્વર્ગમાં સાથે લઈ ગયા. આ ક્ષેત્રમાં નન્દાના સત્પ્રભાવને કારણે અહીં સરસ્વતી ના સરસ્વતી નામે પ્રસિદ્ધ છે. ૧૧. મર્કટ તીર્થ મેરૂપાદ ક્ષેત્ર એક વિશાળ તપોવન ભૂમિ છે. પ્રાચીન સમયમાં માર્કંડેય ઋષિની તપોભૂમિ તરીકે સુખ્યાત છે. તેમાં એક મર્કટ તીર્થ છે. આ તીર્થના વિષયમાં માર્કડેયે પોતાના શિષ્ય સુમતિને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવ્યો હતો. ७ Page #65 -------------------------------------------------------------------------- ________________ મૃગકેતુ નામનો એક વિદ્યાઘર હતો. સુકેશી તેની પત્ની હતી. દેવયોનિની જેમ વિદ્યાઘરોની પણ એક યોનિ સ્વર્ગમાં રહે છે. વિદ્યાઘટો પણ દેવોની જેમ સ્વર્ગ આકાશ અને મૃત્યુલોકમાં વિહાર કરી શકે છે. સર્વત્ર વિચરે છે. એક દિવસે મૃગકેતુ પત્ની સહિત આ ઉપવનમાં આવી પહોંચ્યો. આ વનમાં એક સુંદર બાલિકા દડે રમતી હતી. બાલિકાને જોઈ તેણે પત્નીને તેના વિષયમાંપુછ્યું કે આ કોણ છે ? ઘોર જંગલમાં એકલીને રમતી જોઈ તેને નવાઈ લાગી. સુકેશીએ જણાવ્યું કે આ બાલિકા ભાર્ગવશ્રેષ્ઠ શુક્રાચાર્યની પુત્રી છે. પિતાના પ્રભાવથી તે પણ જ્યાં ઇચ્છે ત્યાં નિર્ભયતાથી હરેફરે છે. મજાકીયા વિઘાઘરે મજાક કરવાના હેતુથી ચૂપચાપ દડો ઉઠાવી સુકેશીના હાથમાં આપી દીધો. વિદ્યાઘરના આ નટખટ કૃત્યથી ચિઢાઈ દેવયાનીએ તેને શાપ આપ્યો કે એક વાનરની જેમ નટખટ વૃત્તિથી જેણે આ કામ કર્યું છે તે એક વાનર બને તેમજ આ દડો જેના હાથમાં છે તે મૃત્યુલોકમાં એક સ્ત્રી બની અવતરે. એકાએક મળેલા શાપથી ડઘાઈ ગયેલા વિદ્યાઘર અને તેની પત્નીએ દેવયાનીની માફી માંગી અને શાપથી છુટકારાનો માર્ગ પૂછ્યો. દેવયાનીએ જણાવ્યું કે એક સ્ત્રીના અવતારે તારી મુલાકાત જ્યારે થશે ત્યારે તમો બંને શ્રાપમુક્ત બની પોતાના અસલ સ્વરૂપને પ્રાપ્ત થશો. શાપના પ્રભાવે વિદ્યાધર એક વાનર બની ગયો. સુકેશી મૃત્યુલોકમાં એક સ્ત્રી તરીકે અવતરી. મોટી થયે તેનો વિવાહ એક પુરુષ સાથે થયો. એક દિવસ આ પુરુષ પોતાની પરણેતર સ્ત્રીને લઈ સાસરેથી પોતાના ગામ ભણી જવા નીકળ્યો. માર્ગમાં ઘનઘો૨ જંગલ આવતું હતું. વનમાં આ પુરુષે એક વિકરાળ વાનરને પોતાના તરફ આવતો જોયો વાનરના હુમલાના ભયથી આ પુરુષ જ્યાં ધનુષ્ય ઉઠાવી રહ્યો હતો; એટલામાં તો ચપળ વાંદરાએ તેના હાથમાંથી ધનુષ્ય છીનવી લઈ તોડી નાંખ્યું. ભયથી ગભરાયેલ અને શસ્ત્રવિહીન આ પુરુષે પ્રાણ બચાવવા ગામ તરફ દોટ મૂકી. ગામમાં પહોંચી પોતાના સગાસંબંધી અને હથિયાર સાથે તે પાછો આ જંગલમાં આવી વાંદરાને શોધવા માંડ્યો. તેઓએ જોયું તો એક ઝાડ નીચે સ્ત્રીના ખોળામાં માથું મૂકી આ વાંદરો ઊંઘી રહ્યો હતો. દૂરથી ભારે કોલાહલ મચાવી વાંદરાને જગાડવામાં આવ્યો. ધનુષ્યના પ્રહારોથી લોકોએ વાંદરાને મારી નાંખ્યો. મૃત્યુ સમયે ચીસો પાડતા આ વાંદરાના શરીરને ખોળમાં લઈ પેલી સ્ત્રી પણ અફાટ રૂદન કરવા લાગી. ઉપસ્થિત લોકોએ આ વાંદરાથી સ્ત્રીને અલગ પાડવા ઘણી કોશિષ કરી ખૂબ ખૂબ સમજાવી. છતાં સ્ત્રી તો વાંદરાના મૃત દેહને વળગી રહી રોકકળ કરવા લાગી. આ સ્ત્રીએ લાજ-શરમ છોડી લોકોને સાફ-સાફ જણાવી દીધું કે હવે આ વાનર વિના મારું જીવતર બેકાર છે. હવે હું જીવતી રહેવા માંગતી નથી. જાઓ લાકડાં લાવી ચિતા સજાવો. ચિતામાં આ વાનરના દેહની સાથે મારો દેહ પણ બળી રાખ થશે. Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીના આવા વચનોથી સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા. સમજાવવાના સર્વ પ્રયાસો નિષ્ફળ બન્યા. આખરે નાઈલાજ ચિતા સજાવવામાં આવી. સ્ત્રીના મનનું રહસ્ય કોઈ સમજી શક્યું નહીં અને સળગતી ચિતામાં વાનરને ખોળામાં લઈ સ્ત્રી તેમાં કૂદી પડી. બંનેના દેહ એક સાથે રાખ બની ગયા. બંને શાપમુક્ત બની પુન: અસલ સ્વરૂપને પામ્યા. પૂર્વવત શરીર પ્રાપ્ત કરી જતાં-જતાં આકાશ માર્ગેથી વિદ્યાધરીએ પૂર્વ પિતા અને પતિને શોક ન કરવા અને ઘેર જઈ સુખી થવાનો આશીવાદ આપ્યો. આ અભૂતપૂર્વ બનાવને કારણે આ ક્ષેત્ર મર્કટતીર્થ તરીકે ઓળખાય છે. અહીંની ભૂમિ, વૃક્ષો-વનસ્પતિ અને જીવોને જલથી તૃપ્ત કરી સરસ્વતી આગે પ્રયાણ માટે અર્બુદારણ્યના માર્ગે વળી. ૧૨. અદારચા મર્કટ તીર્થથી સરસ્વતી આ વિશાળ અરણ્યમાં આવી. સરસ્વતીના જળના રસકસથી તૃપ્ત આ ધરતી પર એક વિશાળ વનસૃષ્ટિ સર્જાયેલી છે. આ વનસૃષ્ટિમાં અનેક પ્રકારના વૃક્ષોમાંથી અનેક અમૂલ્ય પદાર્થોની ભેટ મનુષ્યને મળી છે. અનેક પ્રકારની તિર્યકસ્રોતા સૃષ્ટિ (પશુ પંખી)થી આ વનની શોભા આશ્ચર્ય મુગ્ધ બનાવે તેવી છે. આ ઉપવનમાં પ્રાકૃતિક સૌન્દર્યની હેલી વરસાવી પ્રકૃતિએ પોતાની સોળેકળાઓ પ્રકટ કરેલી છે. પ્રાકૃતિક સુંદરતાના મનોહર સ્વરૂપની સાથે સરસ્વતીના નીરે પણ તેમાં પવિત્રતાનો રંગ છાંટી આ ભૂમિને રૂષિમુનિયોના વસવાટનું કેન્દ્ર બનાવ્યું છે. ઇતિહાસ પ્રસિદ્ધ વસિષ્ઠ મુનિની આ તપોભૂમિ છે. જ્યાં રૂષિમુનિઓ વસતા હોય તે તપોભૂમિ તીર્થભૂમિ એટલા માટે બને છે કે ત્યાં વિદ્યા-પ્રસારણનાં કેન્દ્રો બને છે. વિદ્વદ પુરુષોના આવાગમન થયા કરે છે. જ્ઞાનની ચર્ચાઓના સંમેલનો ભરાય છે. સમાજોપયોગી ઉત્કર્ષના નિર્ણયો લેવાય છે. વિદ્યા-જ્ઞાનનું આદાન-પ્રદાન યોજાય છે. માટે આવાં તીર્થો પણ સામાન્ય જનસમૂહ માટે આકર્ષક કેન્દ્ર બને છે. મહાપુરુષોના દર્શન-સત્સંગનો લાભ મેળવાય છે. રાજા-મહારાજા, મુનિ તપસ્વી, વિદ્વાન અને શ્રેષ્ઠી (વેપારી) લોકોના આવાગમનથી આ તીર્થો સંસ્કૃતિના પ્રચારના માધ્યમ બને છે. અર્બુદારણ્ય નિકટ વડગામ નામે એક નગરનો ઇતિહાસ પુરાણોમાં પ્રસિદ્ધ છે. સરસ્વતીના કારણે આ નગરના નરનારિ ઉત્તમ આચરણ માટે પ્રશસ્ય છે. અહીંથી સરસ્વતી ઉદુમ્બર વન ભણી પ્રયાણ કરે છે. ૧૩. કોટિતીર્થ આ ક્ષેત્રને આરાસન ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભૂમિ પર તંડિ મુનિ નામે સુવિખ્યાત એક રૂષિનો આશ્રમ હતો. એક દિવસ પ્રાત:કાળનો સમય Page #67 -------------------------------------------------------------------------- ________________ હતો. મુનિ નિત્ય નૈમિત્તિક કાર્યમાં વ્યસ્ત હતા સૂર્યના સોનેરી કિરણોએ આશ્રમના તપોવનમાં નવીન ઉલ્લાસ પ્રકટાવી ચેતનાનો સંચાર શરૂ કર્યો હતો. શિષ્યો સ્વાધ્યાયના વેદમંત્રોથી આશ્રમના વાતાવરણને પવિત્રતાના વાયુમંડળમાં પરિવર્તિત કરી રહ્યા હતા. એવામાં એક નવીન આગંતુકે આશ્રમમાં પ્રવેશ કર્યો. આ આગંતુક વ્યક્તિ કોઈ સર્વસાધારણ પુરુષ નહીં પણ મનુષ્યના વેશમાં સ્વયં વિષ્ણુ ઉપસ્થિત હતા. મુનિએ તેમને ઓળખી લીધા અને શિષ્યોને આસન આપવા જણાવ્યું. ભગવાનને આસન આપવાના ઉપલક્ષમાં (ચિન્હ) આ ક્ષેત્રનું નામ આરાસન ગણાય છે. મુનિએ અર્થપાટથી ભગવાનનું પુજન કરી આ આશ્રમને પાવન કરવાનું પ્રયોજન પુછ્યું. | મુનિના વેશમાં ઉપસ્થિત વિષ્ણુએ જણાવ્યું કે હે, મુનિ, સંતાન પ્રાપ્તિની ઇચ્છાએ સર્વત્ર ફરી-ફરીને હું નિરાશ થયેલો છું. અહીં આપના માર્ગદર્શન માટે આવ્યો છું. આપ મારી મનોકામના પૂર્ણ બને એવો ઉપાય બતાવો. | નવીન આગૃતકના વચનો સાંભળી તંડિ બોલ્યા કે કહેવાયું છે કે આ સૃષ્ટિમાં દષ્ટ અથવા અદષ્ટ કોઈપણ ફળ પ્રાપ્તિ માટે શિવ જ એકમાત્ર આરાધ્ય દેવ છે. શિવ શીધ્ર પ્રસન્ન થઈ મનોકામના પૂર્ણ કરે છે. સુર, અસુર, અને મનુષ્ય બધાજ પોતાની મનોકામના પૂર્ણ કરવા તેમને ભજે છે. શિવની ઉપાસના વિના અન્ય કોઈ માર્ગ પુત્ર કામના માટે નથી. ઉપાસના માટે વિધિ વિધાનના ઉત્તરમાં તંડિએ જણાવ્યું સર્વપ્રથમ તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વકનું અંત:કરણ જોઈએ. તમામ વિષયોના વિકારો પર વિજય મેળવ્યા વિના અંત:કરણ નિર્મળ થતું નથી. સામાન્ય અનુભવ એવો છે કે વાસનાઓ પર કાબુ મેળવ્યા વિના મન પુરુષાર્થમાં દઢ બનતું નથી. દઢ મન જ ન હોય તે કામમાં મન પરોવાતું નથી. અને જે કામમાં સ્વયં મન પરોવાયેલું ન હોય તે કામમાં આનંદ મળતો નથી. જે કામમાં આનંદ ન મળતો હોય તે કામ દ્વારા મનોકામના પૂર્ણ થતી નથી. મનોકામનાની પૂર્તિનો આધાર કામ દ્વારા થતી મનની પ્રસન્નતા પર અવલંબે છે. એટલા માટે સાધનાના માર્ગમાં નિર્મલ અને નિશ્ચલ મન કારણભૂત છે. ફળનો ઉપભોક્તા પણ મન સ્વયે જ હોય છે. શિવની ઉપાસનાનો અર્થ જીવને શિવમાં ફેરવવાનો છે. વાસનાઓની જાળમાંથી તેને નિવૃત્ત કરવો. નિરંકુશ એવા મનને ઇન્દ્રિયોના વિષયોથી નિસંગ બનાવવું. વાસનાઓથી નિસ્પૃહ બનેલું મન સંકલ્પ વિકલ્પ રહિત થઈ જશે. વિષયવાસનાના સંકલ્પો સમાપ્ત થઈ મન શિવ સંકલ્પો તરફ વળશે. શિવ યોગના અધિષ્ઠતા છે. સ્વભાવે સરલ છે. નિષ્કપટ છે. નિષ્કામ મનના સ્વામી છે. નિર્મલ અંત:કરણ વાળા છે. નિર્મોહી છે. નિ:સંગ છે. નિર્વિકાર છે. ૧0 Page #68 -------------------------------------------------------------------------- ________________ નિર્ભય અને નિરંજન પણ છે. નિર્મળ અને નિર્લિપ્ત છે. નિરાધાર અને નિર્વિકલ્પ છે. અને નિષ્ઠાવાન છે. આ શિવની ઉપાસના માટે કહેવાયું છે કે 'शिवो भूत्या शिवंयजेत' સ્તુતિ માટે સ્તોત્રની માંગણી કરતાં તંડિએ કહ્યું કે ‘‘કોઈ વિશેષ સ્તુતિસ્તોત્રનું મહત્વ હોતું નથી. મહત્ત્વ તો મનના સમર્પણ ભાવનું છે. સ્તોત્ર તો એક સ્તુતિ છે. સ્તુતિ એ વાણીનો વિષય છે. વાણી નિષ્કપટ હોવી જોઈએ. કેવળ વાક્ચાતુર્ય જેવી વાણીની શોભાથી મનનું પરિક્ષણ થતું નથી. અવ્યક્ત મનમાં જો શિવતત્ત્વ બિરાજમાન ન હોય તો ઉપાસના કેવળ વાણીવિલાસ બની જશે. કોટિ-કોટિ ફળ આપનાર તંડિના આ નિર્મળ વચનોને કારણે આ ક્ષેત્રને કોટિ તીર્થ કહે છે. દેવોમાં શ્રેષ્ઠ વિષ્ણુ, રૂષિઓમાં શ્રેષ્ઠ તંડિ અને નદિયોમાં શ્રેષ્ઠ સરસ્વતી આ ત્રણેના સંગમ સ્થાનનો મહિમા અદ્વિતિય મનાએલો છે. મેરૂપાદ ક્ષેત્ર વર્ણન આ વિશાળ ઉપવનમાં અનેક પ્રકારનાં વૃક્ષો છવાયેલાં છે. કદંબ, કંદુક, અર્જુન, અને બિલીનાં વૃક્ષોથી ઊભરાતા વનમાં સફેદ બલવાન વાનરોના ઝુંડના ઝુંડ નજર આવે છે. વાનરોની ચિચિયારીઓથી આ વન હંમેશ ગુંજતુ રહે છે. આ ક્ષેત્ર ગાયના પુંછડા જેવું લંબક્ષેત્ર છે. અહીં વાંસના મુળિયાઓની ઝાડીમાંથી સરસ્વતી વહે છે અને પ્રથમ દક્ષિણ તથા પાછળથી પશ્ચિમ તરફ વહે છે. ૧૪. ઉદ્ગમઘટ તીર્થ ભાદરવા માસની અમાસે પિતૃવાસનાઓ તૃપ્ત કરવા અસંખ્ય લોકો અહીં વિશેષ આવે છે. પિતૃતર્પણ માટે સરસ્વતી સ્નાન-દાન અને પૂજાનો મહિમા અહીં ખૂબ પ્રચલિત છે. ૧૫. તારક તીર્થ ઉદ્ગમ ઘટ તીર્થતી સરસ્વતીના માર્ગ પર અનેક મંદિર અને તીર્થ આવેલાં છે. પ્રાચીન સમયથી એક લોકોકિત ચાલી આવે છે. એક ચક્રવાત પક્ષીનું જોડું અહીંથી સદેહે સ્વર્ગ ગયું હતું. અહીં સરસ્વતી પ્રકટ વહે છે. ચક્રવાત પક્ષીને પણ તારવાનું સામર્થ્ય આ ભૂમિ ૫૨ સરસ્વતિના સંયોગથી થયેલું છે તેથી તેને તા૨ક તીર્થ કહે છે. ૧૬. ધારેશ્વર ઘારાઘરની બાજુમાં આવેલ આ ક્ષેત્રને ઘારેશ્વર તીર્થ કહે છે. અહીં સરસ્વતી ૧૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ પ્રવાહમાં વહે છે. ઘારેશ્વરની સરસ્વતીના દર્શન અને ઘારેશ્વરની પૂજાનું માહાત્મ્ય આસપાસના વિસ્તારોમાં રહેતી પ્રજામાં શ્રદ્ધાસહ જોવા મળે છે. અહીંથી સરસ્વતી ગંગોદ્ ભેદ તીર્થમાં જાય છે. ૧૭. ગંગોદ્ ભેદ સિદ્ધ મુનિજનોનું નિવાસ કેન્દ્ર છે. પુરાણોક્ત કથન અનુસા૨ સરસ્વતીને મળવા ગંગા અહીં માર્ગમાંથી પ્રકટ થયેલી છે. તેથી ગંગોદ્ ભેદ તીર્થ કહેવાય છે. અહીં ગંગા અને સરસ્વતીના જળમાં સ્નાન કરવાને લોકો અહોભાગ્ય સમજે છે. આ તીર્થનું સેવન ચારે પુરુષાર્થ સિદ્ધ કરનાર ગણાયેલું છે. અહીંથી થોડે દૂર એક માતૃકા તીર્થ આવેલું છે. ૧૮. માતૃકા તીર્થ ગંગોદ્ ભેદ તીર્થથી પ્રયાણ કરી સરસ્વતી આ તીર્થમાં ઉપસ્થિત થઈ. માતૃકાઓ અહીં તપમાં બેઠેલી હોઈ આ ક્ષેત્રને માતૃકા તીર્થ કહે છે. એક પ્રાચીન ઇતિહાસ મુજબ મુંડકાસુર સાથેના યુદ્ધમાંથી પલાયન થઈ માતૃકાઓ અહીં તપમાં બેસી ગઈ છે. અંધક નામે એક મહા બલવાન અસુરે શંક૨ પાસે પહોંચી તેમને યુદ્ધ કરવા લલકાર્યા. શંકરે લલકારને સ્વીકારી પ્રથમ વાર (હુમલો) કરવા અંધકને લલકાર્યો. અંધકે શંકર ૫૨ ગદાથી પ્રહાર કરવા હાથ ઉઠાવવાનો જેવો વિચાર કર્યો. તેવો જ શંકરના મુષ્ટિ પ્રહારથી સ્તબ્ધ બની ગયો. ફરી હોશમાં આવી હુમલો કરવા જ્યાં યત્ન કરવા જાય છે ત્યાં તો શંકરે તેની મુરાદને સમજી લઈ ત્રિશુલના પ્રહારથી પરલોક પહોંચાડી દીધો. અંધકના ખુનમાંથી મુંડકાસુર નામે એક બળવાન અને હજારો અસુર ઉત્પન્ન થયા. જ્યાં જુઓ ત્યાં અસુર જ અસુર ઘૂમવા લાગ્યા. અસુરોના ભયથી ચારેકોર ભયના ભયાનક ઓળા છવાઈ ગયા. દેવો ગભરાઈ ગયા. આ અસુરોના વિનાશ માટે પોતાની શક્તિમાંથી એક એક કૃત્યા ઉત્પન્ન કરવાને શંકરે દેવોને આવાહન કર્યું. બ્રહ્માએ એક ભયાનક કૃત્યા ઉત્પન્ન કરી. વિષ્ણુએ વૈષ્ણવી, સ્કંદે કૌમારિ, યમે વારાહી, ઇન્દ્રે માહેન્દ્રી, વાયુએ વાયવી, સોમે સૌમ્યા અને શિવે શિવદૂતી નામે મૃત્યા ઉત્પન્ન કરી અંધકારસુરના ખૂનથી ઉભરેલા અસુરોના ભક્ષણ માટે આજ્ઞા કરી. આ ઉત્પન્ન નૃત્યાઓએ અસુરોના ભક્ષણ માટે ભરસક પ્રયાસો તો કર્યા પરંતુ મુંડકાસુરના બળ સામે પરાભવ માની લઈ જીવ બચાવવા યુદ્ધના મેદાન પરથી પલાયન થઈ ગઈ. આ પલાયન માતૃકાઓ અહીં તપખાં બેસી ગઈ. ૧૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ પલાપન શિવદૂતી શિવ પાસે પહોંચી શિવદૂતીની પલાયન વૃત્તિથી છંછેડાઈ ક્રોધે ભરાયેલા શિવે તેનો ડાબો કાન જોરથી મસળ્યો. કાન મસળવાથી તેમાંથી એક વિકરાળ કૃત્યા ઉત્પન્ન થઈ. તેની આંખમાંથી અંગારા ઝરતા હતા. આગ જેવી જીભ લપ લપાવતી આ કૃત્યા કર્ણમોટીએ શંકર પાસે આદેશ માંગ્યો. શંકરનો આદેશ શિર પર ચઢાવી આ વિકરાળ કર્ણમોટી એક સાથે સો-સો અસુરોનું ભક્ષણ કરતી ઘૂમવા લાગી. અસુર છાવણીમાં આતંક ફેલાઈ ગયો. પ્રાણ રક્ષા માટે અસુરો પલાયન કરવા લાગ્યા. મુંડકાસુર પણ પ્રાણસંકટની બાજીને સમજી જઈ ભૂમિ ફોડી પાતાલમાં પેસી ગયો. કર્ણમોટી પણ તેના પાછળ-પાછળ ભૂમિ ફોડી પાતાળમાં જઈ પહોંચી અને તેને યમસદન પહોંચાડી દીધો. કર્ણમોટીએ આ અસુરની ચામડી ઉતારી તેને શરીર પર ઓઢી હાથમાં તેનું મસ્તક પકડી ભયંકર અટ્ટહાસ્ય સાથે શંકર સમક્ષ ઉપસ્થિત થઈ. કર્ણકોટીના આ અભૂતપૂર્વક પરાક્રમના સ્વરૂપ સાથે દૂરથી આવતી જોઈ શંકરે પ્રસન્ન ઉદ્ઘોષ સાથે વધાવી ને બોલ્યા, હે ચર્મમુડાં, ચામુંડા, આ કર્ણકોટીને શકરે ચામુંડા નામથી સંબોધી. પ્રસન્ન શંકરે તેને વરદાન મેળવવા કહ્યું. પણ તેણે આ કૃત્ય બદલ કેવળ અપરાધ મુક્તિની ક્ષમા માંગી શંકરે અન્ય માતૃકાઓની જોડે તપમાં જોડાઈ જેમ માતા બાળકનું રક્ષણ કરે છે તેમ લોકરક્ષાની જવાબદારી નિભાવવા ત્યાં જ રહેવા અનુરોધ કર્યો. પુત્રની રક્ષા માટે ચિંતીત માતા આ તીર્થમાં ત્રણ ઉપવાસ સાથે ત્રણ સમયનું ત્રિકાળ સ્નાન કરી માતૃકાઓના મંત્રજાપનું અનુષ્ઠાન કરે તો માતૃકાઓ સર્વ મનોરથ પૂર્ણ કરે છે. અહીંથી વિદાય લઈ સરસ્વતી અનરક તીર્થમાં પહોંચી. ૧૯. અનારક તીર્થ આ તીર્થના પ્રાચીન ઇતિહાસ મુજબ સોમશર્મા નામે એક અત્યંત દરિદ્ર પણ ધર્મપરાયણ બ્રાહ્મણ અહીં રહેતો હતો. ધર્મના સાક્ષાત અવતાર જેવી દમની નામે તેને પત્ની હતી. દમનીનો અર્થ થાય છે. મનનું દમન કરનારી. સાચે જ આ સ્ત્રી એક ધર્મપરાયણ પત્ની હતી. બંને પતિ-પત્ની દરિદ્ર હોવા છતાંય સદૈવ આનંદથી દિવસો વિતાવતા હતાં. તેમના આનંદનું કારણ એક બીજાને અનુકૂળ થઈ પરસ્પર વ્યવહાર કરવાનો તેમનો સ્વભાવ હતો. પતિની સેવા અને આજ્ઞાને જ દમની ધર્મ સમજતી હતી. પતિને સદા-સર્વદા પ્રસન્નચિત્ર રાખવામાં જ દમની સ્વયંની પ્રસન્નતા અનુભવતી હતી. સોમશર્મા પણ સ્ત્રીના સ્વમાન અને આદરને સાચવવામાં સ્વયંના સ્વમાન અને આદરનું દર્શન કરતો ૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ હતો. સ્ત્રીના સ્વમાન અને આદરને આઘાત પહોંચાડવામાં તે અધર્મ સમજતો હતો. દૈનદિનના વ્યવહારમાં પણ બંને આત્મસંયમથી કામ ચલાવતા હતા. ખાનપાન તેમજ અન્ય ઉપભોગના વિષયોમાં તેમના સ્વભાવમાં સંતોષ અને સંયમના ગુણો ઝબકતા હતા. અપ્રાપ્ય સુખોની લાલસાઓથી દૂર રહી પ્રાપ્ય પદાર્થોનો સંતોષપૂર્વક ઉપભોગ કરવાનું સ્વસ્થ માનસ તેમણે કેવળ્યું હતું. લાલસાઓ કેળવવી અને તે પૂર્ણ કરવા નિષિદ્ધ કર્મોમાં પ્રવૃત્ત થવાનો તલભાર વિચાર બંનેના મનને સ્પર્શો પણ ન હતો. મનમાં થતા આવા સ્પર્શને જ તેઓ અસ્પૃશ્યતા સમજતાં હતા. મનને દુષિત કરે એવા વિચાર દોષોને તેઓ સ્વાધ્યાય સદ્ ચિંતન અને સત્સંગના સ્પર્શથી છેટે રાખતા હતા. સંતોષ અને સંયમના સ્વભાવે તેમને ચિંતા અને ઉદ્વેગના અગ્નિથી દૂર રાખ્યા હતા. ઈશ્વર પર વિશ્વાસ અને દંભરહિત ચારિત્ર્યના પ્રભાવે તેમને જીવનમાં ઈશ્વર-સાન્નિધ્યના આનંદનો અનમોલ સ્વાનુભવ થતો હતો. એક સમયે સૌભાગ્યવશ તેમના ઘેર પુત્રજન્મનો પ્રસંગ આવ્યો. આનંદઉલ્લાસથી બંને પુલકિત થઈ ગયા. પુત્ર જન્મથી જીવનમાં નૂતન આનંદ જન્મ્યો. નંદ-જસોદા જેવા ભાવવિભોર બની બંને પુત્રનું લાલન પાલન કરતા. દમની જીવથી પણ અધિક આ નવજાત શિશુનું જતન કરતી. એક દિવસ સોમશર્મા બળતણ માટે સૂકાં જલાઉ લાકડાં લેવા જંગલમાં ગયેલો હતો. ઘેર દમનીએ બાળકને સ્તનપાન કરાવી સુવાડી દીધો હતો. અને પોતે રસોઈના કામમાં લાગી હતી. દરમ્યાન પતિ લાકડાનો ભારો લઈ પાછો ફર્યો અને મકાનના પાછળના ભાગે વાડામાં માથેથી ભા૨ો પટકી એક અન્ય કામ માટે ગામમાં ચાલ્યો ગયો. ભારાના જોરદા૨ ધમાકાથી લાગેલા આઘાતથી ચમકી શિશુનું પ્રાણપખેરું ઉડી ગયું. આ ધડાકાથી રસોઈ બનાવતી દમની પણ ચોંકી ઊઠી. તે બહાર દોડી આવી પણ પતિ ન દેખાયો. ભારો પડેલો હતો. પાછી ઘરમાં જઈ જ્યાં બાળકને ચુંબન કરવા ઉઠાવે છે ત્યાં તો તેનું મોં કરમાઈ ગયું જોયું તો તે શિશુ ન હતો પણ કેવળ શવ હતું. દમનીનું મન ચકરાવે ચઢ્યું. તેને ન સમજાયું કે આમ કેમ બન્યું ? હવે શું કરવું તેની દુવિધામાં મન ગુંચવાઈ ગયું. તે સમજી ગઈ કે પતિએ પટકેલા ભારાના જોરદાર ધડાકાના આઘાતથી આમ બન્યું છે. પણ હવે શું ? જે નિર્મીત હતું તે નિર્માણ થયું. આવા સમાચારથી પતિને જો વાકેફ કરવામાં આવશે તો પતિનું મન વજ્રાઘાતથી કમકમી ઉઠશે. પુત્રહત્યાના દોષનો ડાઘ દિલ પર સદાને માટે જડાઈ જશે. જીવનભર પશ્ચાતાપનો અગ્નિ પતિના મનમાં પ્રજ્વલિત રહેશે. શું કરવું શું કહેવું. તેવા, વિચારમંથનમાં દમની અટવાઈ ગઈ. એટલામાં જ પતિના પગલાં દેખાયા. બાળકને ખોળામાં સુવાડી તદ્દન શૂનમૂન હાલતમાં બેઠેલી પત્નીને જોઈ પતિ વિસ્મય પામ્યો. તેને ન સમજાયું કે શું બન્યું ૧૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ છે ? પતિ કંઈ કહે તે પહેલાં જ વિચારોની સલવામણ છોડી દઈ કાળજા પર પત્થર મૂકો ભારે વિલાપ ના સ્વરોએ દમની બોલી. ‘‘સર્પદંશથી બાળકનું મોત થયું છે. વહાલસોયા શિશુના મોતના સમાચાર સાંભળતાં જ પતિના કાળજાની ધડકન વધી ગઈ. બંને પતિ પત્ની ભારે શોકના આઘાતથી સૂધ બૂધ ખોઈ બેઠ્યાં. વિલાપ ના સ્વરોથી ઘ૨ ગુંજી ઉઠ્યું પડોસીયો ભેગા થઈ ગયા. દિલાસાના સ્વરોથી હવે પછીનું કામ પૂર્ણ કરવા સમજાવવા લાગ્યા. બંને દંપતિએ આઘાતને જીરવી શબનો વિધિવત નિકાલ કરી સ્નાન કરી તૈયાર થયાં. લોકાચારની વિધિ પતી ગઈ. દિવસો ૫૨ દિવસ જેમ વીતતા ગયા તેમ બંને સ્વસ્થ ચિત્ત થવા લાગ્યાં. આ આઘાત સમે તેવો તો ન હતો જ. પરંતુ દિલ પર પત્થર મૂકી ભૂલ્યા સિવાય અન્ય વિકલ્પ પણ શો ? કહેવાય છે કે શોકનું શમન સમય કરે છે. દિલ ઉપર ના વજ્રાઘાતનું ઔષધ સમય જ છે. શુદ્ધ ચિંતન પણ શોકને દૂર કરે છે. આ બંને સમજદાર અને શુદ્ધ ચિંતનથી ટેવાયેલા હતાં. જન્મ-મરણ, સંબંધ અને રૂણાનુબંધના જ્ઞાનથી તેઓ સંસ્કારિત હતાં. કર્મ બંધનના તત્ત્વજ્ઞાનથી તેમના મન ભરપૂર સિંચાયેલાં હતાં. રૂણાનુબંધથી સંબંધો સર્જાય છે અને સમાપ્ત પણ થાય છે એવી પ્રતીતીથી જ શોક અને દુ:ખ પણ સમાપ્ત થાય છે અને પુન: પ્રસન્નતા મેળવાય છે. પ્રામાણિક પ્રયાસોથી પ્રસન્નચિત્ત પ્રકૃતિ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એક દિવસ રાત્રે દમનીને પતિસુખ ભોગવવાનું યાદ આવ્યું. પતિના અતિ નિકટ સંપર્કમાં જતાં દમનીએ જોયું તો તેના એક અંગમાંથી દુર્ગંધની વાસ આવી. આ અંગમાંથી પરું આવતું હતું અને તેમાં સડો માલુમ પડ્યો. દમની પતિના આ દુ:ખનું કારણ સમજી ગઈ. સવાર થયે ગામથી થોડે દૂર વહેતી નદીમાં જઈ અંગની દુર્ગંધ અને પરૂને સાફ ધોઈ સ્નાન કરી આવવા તેણે પતિને સૂચવ્યું. દમનીની સુચનાનુસાર પતિ આ નદીમાં જઈ સ્નાનથી શુદ્ધ થઈ સંધ્યાવંદન કરી મધ્યાન્હે ઘરે પાછો ફર્યો. થોડાક દિવસો સુધી પતિના જીવનનો આ એક ક્રમ બની ગયો. પતિના દ૨૨ોજના’આ ક્રમથી દમની પ્રસન્ન બની. એક દિવસ ફરી દમનીએ જ્યારે પતિસુખ માટે પ્રયાસ કર્યો તો પતિનું શરી૨ પવિત્ર કાંતિમાન અને રોગમુક્ત માલુમ પડ્યું. દમનીને આ ચમત્કારથી આશ્ચર્ય થયું. આ ચમત્કારનું મૂળ શોધતાં તેને માલુમ પડ્યું કે આ નદી તે કોઈ વહેળો નહીં પણ સરસ્વતીનો જળપ્રવાહ હતો. સરસ્વતીના જળમાં નિત્ય સ્નાનથી આ જળ રોગમુક્ત પણ કરી શકે છે. એવું પ્રતીત થતાં તેને સમજાયું કે પાપકર્મના ફ્ળથી પ્રાપ્ત રોગનાં દુ:ખો દૂર કરવાનું સામર્થ્ય પણ સરસ્વતી જળમાં છે. ૧૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ બંનેએ સરસ્વતીના આ તીર્થમાં નિત્ય સ્નાનનો જીવનક્રમ બનાવ્યો. નિત્ય આ તીર્થમાં સ્નાન દેવ અને પિતૃતર્પણ કરી સદેહે સ્વર્ગનો આનંદ મેળવવા તેઓ ભાગ્યવાન બન્યા એવો ઈતિહાસ પ્રાપ્ય છે. અહીંથી સરસ્વતી સંગમેશ્વર તીર્થમાં પહોંચી ૨૦. સંગમેશ્વર અહીં સંગમેશ્વર ભગવાનનું સ્થાન છે. ઋષિ મુનિઓના તપથી આ ભૂમિ પવિત્ર બન્યાનો પ્રાચીન ઇતિહાસ છે. સરસ્વતીના જળમાં સ્નાન અને પિતૃતર્પણ માટે આસપાસના વિસ્તારોમાં સુપ્રસિદ્ધ સ્થાન છે. ૨૧. કોટર તીર્થ આ ક્ષેત્ર પણ સરસ્વતીના જળના રસકસથી સમૃદ્ધ છે. વનસૃષ્ટિ અને જીવ સૃષ્ટિ સરસ્વતીના જળથી સંતુષ્ટ થઈ પ્રસન્નતા વ્યક્ત કરે છે. મનુષ્યો તીર્થસ્નાન માટે આવી પરમ આનંદનો લ્હાવો લૂંટે છે. ૨૨. મૃકુંડેશ્વર તીર્થ સરસ્વતીના કિનારે આવેલું આ એક સુપ્રસિદ્ધ તીર્થ છે. અહીં મૃકંડેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. વિભિન્ન પર્વ અને તહેવારો પર જનસમૂહ સ્નાનદાન અને પિતૃઓનું તર્પણ કરવા અહીં આવે છે. અહિં સરસ્વતીને મળવા અન્ય સખિઓ પણ આવે છે. આ લખી રહ્યો હતો ત્યારે ઉપસ્થિત એક મિત્રે સવાલ કર્યો કે સરસ્વતીને વળી સખિઓ કઈ ? સૌ કોઈ જાણે છે કે સરસ્વતી બ્રહ્મપુત્રી છે. બ્રહ્માની બેટી છે. પણ દેવોના કાર્ય માટે જળ સ્વરૂપ બની સ્વર્ગમાંથી ભારતની ભૂમિ પર અવતરી છે. આપણે અવતારવાદમાં વિશ્વાસ ધરાવીયે છીએ. આ વિચારો સમજવા મેં તેમને અવતારવાદનું પ્રકરણ વાંચી જવા સૂચવ્યું. જો સરસ્વતી જલ સ્વરૂપે વહે તો જળની સખિઓ પણ જળ પ્રવાહો જ હોય જ્યાં ત્યાંથી દોડી આવી સરસ્વતીને ભેટવા ઘણા જળપ્રવાહો પ્રયત્નશીલ દેખાય છે. જેમ સમર્થ મનુષ્યને ભેટવા માનવો મળતા હોય છે તેમ પવિત્ર નદિયોને ભેટવા અનેક નાના-મોટા પ્રવાહો ઉત્સુક બની આવતા હોય છે. આકાશમાંથી વરસતા જળપ્રવાહો પણ પવિત્ર નદિયોના સંગમ-સત્સંગ કરી જળદેવના આદિસ્થાન સમુદ્રમાં પુન: જતા રહેતા હોય છે. મિત્રે કેટલાક વિવાદ ખડો કરતાં તેના પ્રત્યુત્તરમાં જલ પણ જન્મ લે છે. તે વાત સમજાવી પડી. જલનો ભંડાર સમુદ્ર, નદિયો, ઝરણાં, વાવ, કુવા, વહેળા અને પૃથ્વી પર થતી વૃષ્ટિ છે. આ જલસૃષ્ટિ છે; આ જળો વિષ્ણુના પ્રભાવથી વૃક્ષ Page #74 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ તેમજ જીવસૃષ્ટિને ઉપકારક બની; અન્ય સૃષ્ટિમાં પણ આડકતરી રીતે જન્મો લેતા હોય છે. જળ અને જળથી ઉત્પન્ન થયેલા અનેક પદાર્થોના સેવનથી જ વિવિધ સૃષ્ટિઓ સર્જાય છે. દા. ત. જળ અને તેનાથી ઉત્પન્ન ધનધાન્યથી મનુષ્યદેહનું પોષણ થાય છે અને તે પોષણથી જ નવાં શરીરો જન્મે છે. એમ આ જળ અનેક અવતાર ધારણ કરે છે. જે જળ તૂર્ત જ નાશ પામી બાષ્પિભવનની પ્રક્રિયાથી ઉર્ધ્વગમન થઈ મેઘ બને છે તે પણ પુન: જળરૂપે જ ભૂમિ પર અવતરિત થાય છે. વૃષ્ટિ અને જલના જન્મથી જ વિષ્ણુ સમસ્ત પૃથ્વીઓ (સૃષ્ટિ)નું પોષણ કાર્ય કરે છે. જળનો તે અધિપતિ દેવ છે. અને માટે જ જળમાં શયન કરે છે. ભગવાન શિવ મૂકુંડેશ્વરની આ સમસ્ત લીલા છે. ૨૩. મોક્ષેશ્વર તીર્થ મૂકુંડેશ્વર પછી સરસ્વતી સાખિઓના જલ સાથે મોક્ષેશ્વર તીર્થમાં આવે છે. તમામ સૃષ્ટિના જીવોને મોક્ષ પ્રદાન કરનાર એક જ શક્તિ છે. જે શિવ છે. મોક્ષનો અર્થ મુક્તિ થાય છે. જ્યાં પણ જે સ્વરૂપમાં હોય તે સ્વરૂપમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ફક્ત શિવ શક્તિ પાસે જ છે. શિવની ઉપાસનાથી પ્રાપ્ત કૃપા દ્વારા જીવ ભવબંધનથી જે મુક્તિ પામે છે તેને જ મોક્ષ કહે છે. અહીં મોક્ષેશ્વરમાં સરસ્વતી સાક્ષાત જળ સ્વરૂપે છે. એવું કહેવાય છે પ્રેતપિશાચ જેવી યોનિ પ્રાપ્ત જીવાત્માની સદ્ગતિ થઈ મુક્તિ થવા માટે મોક્ષેશ્વર સમર્થ છે. પ્રેતાત્માઓની મુક્તિની પ્રાર્થના માટે આ સ્થાન સુપ્રસિદ્ધ છે. આ સ્થાનમાં કરવામાં આવેલા શ્રાદ્ધકર્મો અને પિતૃતર્પણની ક્રિયાઓથી ભયાનક પ્રેત-પિશાચ યોનિમાં ગયેલા મનુષ્ય જીવોની સગતિ થઈ તેમાંથી તેઓ નિવૃત્ત થાય છે. અનેક સ્થાનો પરથી શ્રદ્ધાળુઓ અહીં આવી સરસ્વતીમાં સ્નાન અને પિતૃઓનું તર્પણ કાર્ય કરે છે. મોક્ષેશ્વર તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભીષ્મપંચક સમયે અહીં યાત્રાળુઓ આવાં કર્મકાંડ માટે પધારે છે. ભીષ્મપંચકમાં અહીં સ્નાન તર્પણ અને મોક્ષેશ્વરના દર્શનનું ઘણું જ માહાભ્ય છે. ૨૪. કેદાર સ્થાપન તીર્થ સરસ્વતીના માર્ગ પરનું એક પ્રાચીન તીર્થ છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ગુપ્તવાસ દરમ્યાન પાંડવોએ અહીં મૂકામ કરી કેદારેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે. માટે તે કેદારસ્થાપન તીર્થ તરીકે ઓળખાય છે. ૨૫. મદનેશ્વર તીર્થ સરસ્વતીના તીરે આવેલું એક તીર્થ છે. એવી લોકશ્રદ્ધા છે કે મદને અહીં ૧૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ મદનકદન (શિવ)નું પુજન કરી તેમને પ્રસન્ન કર્યા હતા. તેથી આ શિવલિંગને મદનેશ્વર કહે છે. સરસ્વતીમાં સ્નાન અને મદનેશ્વરની પૂજા કરવાથી મદન એટલે મનની વાસનાઓનો ક્ષય થાય છે. ભાગ્યોદયનો યોગ સર્જાય છે. ૨૬. ભચહારક તીર્થ સરસ્વતી અને યોજની નદીનું સંગમ સ્થાન છે. અનેક પ્રકારના ભયોથી ગ્રસ્ત માનસમાં મૃત્યુનો ભય પણ સદા સતાવતો જ રહે છે. તમામ ભયોથી મુક્તિ મેળવવાનું સ્થાન હોઈ તેને ભયહારક તીર્થ કહે છે. મોક્ષના માર્ગમાં જો કોઈ અડચણરૂપ હોય તો તે ભવબંધનનો ભય છે. આ ભયથી મુક્તિ આપનાર તીર્થ છે. અહીં અસ્થિ વિસર્જનના કાર્યથી જીવાત્માને મુક્તિ મળે છે. એવું માહાસ્ય છે. ૨૦. કાલિંજર દેવતીર્થ એક પ્રાચીન ઇતિહાસ અનુસાર કાલિંજર નામના એક રાજાએ મોહમાયા અને મમતાના બંધનો ફગાવી જીવને શિવમાં જોડવા જે પુરુષાર્થ કરેલો અને શિવ સ્વરૂપ બની મુક્તિ પ્રાપ્ત કરેલી તેમની સ્મૃતિરૂપે આ તીર્થ કાલિંજરદેવ તીર્થ તરીકે ઓળખાય છે. સરસ્વતીના કિનારે આ પ્રસિદ્ધ સ્થાન છે. ૨૮. સિદ્ધેશ્વર તીર્થ સિદ્ધ મુનિ જનોના નિવાસને કારણે આ ક્ષેત્ર સિદ્ધેશ્વર તીર્થ નામે સુખ્યાત છે. પ્રત્યેક માસની શુક્લ પંચમીના દિવસે અહીંની સરસ્વતીમાં સ્નાન-દાન અને સિદ્ધેશ્વરના પુજનથી મનોવાંછિત ફળ મળે છે. ૨૯. અરવડેશ્વર તીર્થ આ તીર્થક્ષેત્ર શ્રીસ્થલથી નિકટ પૂર્વ દિશાએ આવેલું છે. અહીં સરસ્વતીના તીરે પ્રાચીન અવડેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવબાણ છે. કહેવાયું છે. કે અનેક સિદ્ધ રૂષિમુનિઓએ આ બાણની ઉપાસના કરી શિવ સાયુજ્ય મેળવેલું છે. સ્થાનનું વાતાવરણ તમામ પ્રાકૃતિક સંપત્તિઓથી ભરપૂર છે. નિર્જન છે. ઉપાસના માટે પ્રેરણાદાયક કેન્દ્ર છે. વીસમી સદીમા અહીંના મૂર્ધન્ય તપસ્વી બ્રાહ્મણ દેવશંકરની (ગુરૂબાપા) પણ આ તપોભૂમિ છે. સ્વયંના દેહનું બ્રહ્માર્પણ કરી બ્રહ્મની ઉપાસનામાં નિત્ય-નૈમિત્તિક કર્મો માટે સદા પ્રેરણારૂપ આ ગુરૂદેવના દર્શનાર્થે દેશભરના સંતો-તપસ્વીઓ અહીં આવી આ ભૂમિને વંદન કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતિય સરસંઘચાલક શ્રીગુરૂજી અને નારેશ્વરના પ્રખર સંત અવધૂત શ્રીરંગ પણ આ ભૂમિ પર પધારી ૧૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ આ ગુરૂદેવથી સત્સંગ અને પ્રેરણાત્મક સંવાદ કરી ગયેલા છે. આ સ્થાનની ઉત્તર પૂર્વમાં અરવલીની ગિરીમાળાઓ આવેલી છે. સ્થાનના પ્રાંગણમાં ઊભા-ઊભા કલકલ કરતી વહેતી સરસ્વતીનાં સુરમ્ય દર્શનનો પણ લાભ મળે છે. સરસ્વતીના વિશાળ તટ અને જળ તેમજ જળથી પલ્લવિત પ્રાકૃતિક સૌન્દર્યની શોભા અંતરાત્માને પ્રસન્ન બનાવે છે. સરસ્વતીને કિનારે જ જળના સાનિધ્યમાં આ ગુરૂદેવે આસન લગાવી વર્ષોના વર્ષની ત્રણ વિવિધ રૂતુઓની વિવિધ સંધ્યાદેવિના દર્શન કરેલાં છે. ૩૦. શ્રીસ્થલ અર્થાત્ પ્રાચીમાઘવ તીર્થ (મહિમા) શ્રીસ્થલની ઉત્પત્તિ અંગે એક પૂર્વોક્ત ઇતિહાસ પુરાણોમાં છે. ત્રેતાયુગમાં દુર્વાસા મુનિના શાપને કારણે લક્ષ્મીજી સમુદ્રમાં પડ્યાં. જ્યારે સમુદ્રમંથન યોજાયું ત્યારે લક્ષ્મીજી પણ બહાર આવ્યાં અને પુન: શ્રીહરિને વર્યાં. શ્રી તેમજ શ્રી હરિ ગરુડ ૫૨ સવાર થઈ વૈકુંઠ ભણી જઈ રહ્યાં હતાં તે સમયે નીચે પૃથ્વી ઉપર સુમધુર કોલાહલ સંભળાયો. વેણુથી ઉત્પન્ન કવણ-કવણ મધુર કલકલાટના દૃશ્યને નજરે નિહાળવા લક્ષ્મીએ આગ્રહ કરતાં ગરૂડસહિત બધાં પૃથ્વી પર ઉતર્યાં. અહીં તો દેવો, યક્ષો, કિન્નરો, ગંધર્વો સાથે શ્રીમહાદેવજી અને પાર્વતી સંમોહક તાંડવનૃત્યુ કરી રહ્યાં હતાં. ડમરું, વેણુ અને અનેક વાદ્યોના મધુર સ્વરો અને અંગ-પ્રત્યંગની ચપળ સ્ફૂર્તિભર્યા નૃત્ય મહોત્સવને જોઈ લક્ષ્મીજી તો આનંદવિભોર બની ગયા. નૃત્યમાં ફરતાં-ફરતાં ધૂમરીઓ લેતાં પાર્વતીજીએ શ્રીલક્ષ્મીજીના ગળામાં મઘમઘાટ પુષ્પોનો એક હાર પહેરાવી દીધો. નૃત્યના મનમોહક-વાતાવ૨ણે લક્ષ્મીજીના મનમાં આ ભૂમિ ૫૨ મહાદેવ પાર્વતી સાથે વસવાનો મોહ જગાડી દીધો. લક્ષ્મીજીએ શ્રી હરિને મનની વાત કહી નાંખી. શ્રી હરિએ શ્રીના મનને જાણી ભૂમિ પર રહેવા એક સુંદર નગર બનાવવા વિશ્વકર્માને આદેશ કર્યો. શ્રી હરિએ કહ્યું કે શ્રીની ઇચ્છાથી આ નગરનું નિર્માણ થયું છે; તેથી હવેથી આ નગર શ્રીસ્થલ નામથી ઓળખાશે શ્રી સાથે શ્રીહરિના નિવાસને કારણે રૂષિ-મુનિયોએ તેને પ્રાચીમાધવ તીર્થનું પણ નામ આપેલું છે. શ્રીહરિના નિવાસને કારણે નિવાસના ચારે દરવાજે શ્રીહરિના દર્શન માટે દેવો અહીં અહર્નિશ આવાગમન કરે છે. એવું કહેવાય છે, કે સામ્બ સદાશીવ તો હિમાલયમાં રહે છે. તો આ ભૂમિ વળી સામ્બ સદાશીવનું મહાલય તીર્થ કેવી રીતે ? આ પ્રશ્ન રૂષિઓએ સુત પુરાણીને પણ પૂછેલો છે. સુત પુરાણીએ રૂષિઓને આ સંબંધે એક પ્રાચીન ઇતિહાસ સંભળાવેલો છે. સુત પુરાણીએ સ્ફોટ કરતાં કહ્યું કે ઉનાળો તેમજ ચોમાસાના આઠ મહિના મહાદેવજી હિમાલયમાં રહે છે પરંતુ શિયાળાના ચાર મહિના આ શ્રીસ્થલની ભૂમિ પર આવી રહે છે. રૂષિ મુનિયોએ આતુરતા પૂર્વક આ રહસ્યને સમજવા બીજો ૧૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન કર્યો કે આમ કેમ? મુનિઓની ઉત્સુક્તા જાણી સુતપુરાણીએ સમગ્ર ઇતિહાસ કહ્યો. સ્વાયંભૂ મનુના પૂર્વ હિરણ્યા નામે એક બળવાન અસુર હતો. બળના ગર્વથી છકેલા આ અસુરે દેવોનો પરાજય કરી ઇન્દ્રાસન કબજે લેવા ઇન્દ્ર પર ચઢાઈ કરી. યુદ્ધમાં દેવો હારી ગયા. હિરણ્યાક્ષે ઇન્દ્રાસન કબજે કર્યું. દેવો ગભરાઈ જઈ કંદરાઓમાં લપાઈ ગયા. ઇન્દ્ર પણ લપાતો-છુપાતો ઉપાય સોચવા લાગ્યો. તેણે મહાદેવનું શરણ લીધું. ઉગ્ર તપ આદર્યું. ઇન્દ્રના તપથી મહાદેવ પ્રસન્ન થઈ એક પાડાના સ્વરૂપે તેની સમક્ષ ઉપસ્થિત થયા. મહાદેવે ઇન્દ્રને તપનું કારણ પુછ્યું. ઇન્દ્ર હિરણ્યાક્ષ વિગેરે અસુરોથી થયેલી દુર્દશાનો ચિતાર રજુ કર્યો. અને તેના નાશ માટે પ્રાર્થના કરી. ઇન્દ્રના મનોરથ પૂર્ણ કરવા મહાદેવજીએ એ જ સ્વરૂપમાં આ અસુરને હણવા અસુરની ભૂમિપર ચઢાઈ કરી. પાડાના વિકરળ રૂપમાં શીંગડાના બળે તેમણે હિરણ્યાક્ષ અને તેના સાથીઓને ચીરી મારી નાંખ્યા. અસુરના ત્રાસથી આ ભૂમિને મુક્ત કરી અને ઇન્દ્રને પુન: ઇન્દ્રાસન અપાવ્યું. કાર્ય પૂર્ણ થયે મહાદેવજી પુન: હિમાલયમાં જવા તૈયાર થયા. ઇન્દ્ર મહાદેવજીની સ્તુતિ કરતાં કહ્યું કે આપ ત્રિલોકના રક્ષણકર્તા છો. ત્રિલોકના રક્ષણ માટે આપ આ ભૂમિ પર પણ નિવાસ કરો તો ત્રિલોકનું યથેષ્ટ રક્ષણ સચવાશે. હું સ્વર્ગમાંથી પ્રતિદિન આવી આપનું પુજન કરીશ. ઇન્દ્ર મહાદેવજીની ઇચ્છાથી અહીં મહાદેવજીની બાણ-સ્વરૂપે સ્થાપના કરી. ઇન્દ્રની ઇચ્છાને પૂર્ણ કરવા શિયાળાના ચાર મહિના આ ભૂમિ પર વસવા સામ્બ-સદાશીવે સંમતિ દર્શાવી. આ ઇતિહાસને કારણે શ્રીસ્થલ એક મહાલય તીર્થ તરીકે પ્રાચીનતમ સમયથી સુવિખ્યાત છે. શ્રીહરિ તેમજ રૂદ્રદેવના નિવાસને કારણે આ ભૂમિએ એક સર્વોત્તમ તીર્થનું સ્થાન લીધેલું છે. પ્રાચી સરસ્વતી પણ આ ભૂમિને પોતાના પાવન જળથી પખાળતી આગળ વધે છે. શ્રી અને શ્રીહરિના નિવાસને કારણે શ્રીસ્થલની શોભા વર્ણનાનિત બની. ઘટાદાર સુંદર વૃક્ષો અને પ્રાકૃતિક સૌંદર્યની સજાવટથી ધરતી પ્રફુલ્લિત થઈ ઊઠી. છએ રૂતુઓ પોતાના મનોહર સ્વરૂપો સાથે અહીં દર્શન દેવા લાગી. સૂર્ય અને ચન્દ્ર સોળે કળાઓ સાથે પ્રકાશમાન બન્યા. મેઘા, પ્રજ્ઞા, સ્મૃતિ, કાંતિ, મતિ અને બુદ્ધિ તેમજ પરાવાણી જેવા સરસ્વતીના રસોથી ધરતી પલ્લવિત થઈ ઊઠી. વેદજ્ઞાનના જ્ઞાતા બ્રાહ્મણોની આ ભૂમિ તપોભૂમિ બની. મંદિરોમાં વેદમંત્રો ગુંજવા લાગ્યા. વિવિધ વ્રતો પણ મનુષ્યદેહોનો અવતાર લઈ શ્રીસ્થલને શોભાવા લાગ્યા.. સરસ્વતીના જલ સેવનથી ધરતી તૃપ્ત બની ફળ-ફુલો અને પોષણ કણોમાં જ્ઞાનનું અમૃત સિંચવા લાગી. ભગમન શ્રીહરિ કે જેઓ બ્રાહ્મણોના મુખે વસેલા () Page #78 -------------------------------------------------------------------------- ________________ છે તે વેદરક્ષક બ્રાહ્મણોથી આ ભૂમિ ઉભરાવા લાગી. સમસ્ત ગુજરાતમાં શ્રીસ્થલ વિચાર અને આચારના આદર્શોની એક મૂર્તિમંત નગરી તરીકે પૂજાવા લાગી. શ્રીસ્થલ માટે હજાર વર્ષ પૂર્વેની સંસ્કૃતિ માટે કહેવાયું છે કે आदौसिद्धपुरंप्रसिद्धनगरं स्वर्गोपमसुन्दरम् । विद्यागद्यविवेकज्ञानचतुरं तीर्थंचकाशीसमं ॥ विश्वामित्रप्रभृतिभि: सेव्यंच प्राचीतटम । વીમાધવરુદ્રદેવ સહિત તીર્થક્ષુટમમુમિ | (ઓ. પ્રકાશ) શ્રીસ્થલમાં પ્રાચી માઘવનાં દર્શન ભોગ અને મોક્ષ બંને દેનાર છે. માઘવના મનોહર દર્શન માત્રથી નર્કના દુઃખોથી દૂર રહી શકાય છે. શ્રીસ્થલમાં પ્રવેશથી જ પાપો તત્કાલ નાશ પામે છે. માઘવના દર્શન અને પ્રદક્ષિણાના માહાસ્ય માટે એક પૂર્વ ઇતિહાસ પ્રકાશમાં આવેલો છે. રાજાવિભાવસુ દક્ષિણ દેશમાં વિભાવસુ નામે એક પ્રબળ સત્તાસમ્પન્ન રાજા હતો. અઢળક સમૃદ્ધિ માટે તેનું રાજ્ય ચોતરફ પ્રસિદ્ધ હતું. એક સમયે રાણી કાંતિમતી સાથે રાજા પોતાના નિવાસ સ્થાને વાર્તા-વિનોદ કરી રહ્યો હતો ત્યારે પૃથ્વી પર વિચરતા નારદમુનિએ ત્યાં પ્રવેશ કર્યો. રાજારાણીએ સન્માનપૂર્વક નારદમુનિનું સ્વાગત કર્યું. ઉત્તમ આસન આપ્યું. આસન પર બેસતાં જ નારદ ધ્યાનમાં ગરકાવ થઈ ગયા. આંખો ખોલતાં વિભાવસુએ નારદજીને તેમની ગંભીર મુખમુદ્રા માટે પુછ્યું. નારદજીએ રાજાની ધનસંપત્તિના વખાણ કરી પ્રસન્નતા વ્યક્ત કરી. રાજાએ પણ પોતાની સંપત્તિના ઐશ્વર્ય માટે પ્રસન્નતા દર્શાવી. રાજાએ નારદજીને આ વિપુલ ધનસંપત્તિના ઐશ્વર્ય પ્રાપ્તીનું કારણ પુછ્યું. નારદજીએ વિભાવસુના પૂર્વજન્મનો એક વૃત્તાંત સંભળાવ્યો. નારદે કહ્યું કે પૂર્વજન્મમાં એક કદંબવૃક્ષનો તારો અવતાર હતો. કોઈ સમયે તારું એક ડાળું ભાંગી પૃથ્વી ઉપર પડ્યું હતું. સમય જતાં ડાળું સૂકાઈ ગયું હતું. કોઈ એક સમયે એક પારઘી શિકાર માટે ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો એટલામાંજ વીજળી અને વરસાદનું ભીષણ તોફાન શરૂ થયું. ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા. આ કદંબવૃક્ષને આશ્ચર્ય પારધી લપાઈને બેસી ગયો. તે ઠંડીથી થરથર ધ્રુજવા લાગ્યો. તોફાન શમ્યું એટલે જવા તૈયાર થયો. પેલું સૂકું ડાળું જોઈ તાપવાના ઇરાદે તેણે ઉઠાવી લીધું. અગ્નિ મળે તો પ્રકટાવી ઠંડી ઉડાવવાના વિચાર કરતો તે આગળ વધ્યો. દૂર નજર પડતાં ધૂમાડો દેખાયો. ધૂમાડાની દિશાએ આગળ વધ્યો તો ત્યાં એક મંદિર બહાર બુઝાતો અગ્નિ જોયો. આ અગ્નિની મદદથી તેણે પેલું ડાળું સળગાવી ટાઢ ઉડાડી ખૂબ તાપ્યો ઘણા ૨૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ લોકો મંદિરમાં આવતા જતા હતા. તે પણ દેખાદેખી અંદર ગયો. મંદિરમાં માઘવના દર્શન કર્યાં. દેખાદેખી પ્રદક્ષિણાઓ પણ કરવા લાગ્યો. દર્શન અને પ્રદક્ષિણાઓ કરી ઘર તરફ વિદાય થયો. ખૂબ તરસ લાગેલી હતી. જળ પીવાના ઈરાદે રસ્તામાં આવેલા પાણીના એક ઊંડા ઘરામાં તે પાણી પીવા ગયો. પરંતુ પ્રારબ્ધના યોગે તે તેમાં પડ્યો અને ઊંડા પાણીના વમળમાં ફસાઈ મરણ પામ્યો. તેના પામર જીવને યમદૂતો લઈ ગયા. તેને યમરાજ સમક્ષ હાજર કરાયો. એટલામાં જ ભગવાન વિષ્ણુના પાર્ષદો યમરાજ પાસે પહોંચી જઈ તે જીવાત્માની સોંપણી માટે માંગણી કરી. યમરાજે કહ્યું કે આ તો અઘમ જીવ છે. કોઈ એક પણ સત્કર્મ તેના દ્વારા થયેલું નથી. આ તો ઘોર નરકનો અધિકારી છે. પાર્ષદોએ કહ્યું કે તે ગમે તે હોય પરંતુ મરતાં પહેલાં તેણે માઘવનાં દર્શન કરી એકસો આઠ પ્રદક્ષિણાઓ કરેલી છે. આ એક જ કર્મ તેને મૃત્યુ પછીની ઘોર યાતનામાંથી મુક્તિ અપાવનાર છે. મરણ પહેલાં મન જે સ્થિતિ અનુભવે છે તે સ્થિતિ તેને તારવા કે ડૂબાડવા શક્તિમાન બને છે. જેવું મન તેવી ગતિ થાય છે. પારિષ્ઠ હોવા છતાં મરણ પૂર્વેનું તેનું મન ભગવાનના દર્શન-ચિંતનમાં રોકાએલું હોઈ આ પારઘી વિષ્ણુલોકને પામ્યો હતો. અન્ત સમયેના પણ સ્મરણથી તે સદ્ગતિ પામ્યો હતો. જો એક નાનું સરખું ઝેરનું બુંદ આખા શરીરની નસનાડીઓને વિષાકત બનાવી મૃત્યુના કિનારે મનુષ્યને ધકેલી શકતું હોય તો હરિનામ રસનું અમૃત મનુષ્યને આલોક તેમજ પરલોકમાં તારવાને સમર્થ હોય તેમાં આશ્ચર્ય શાનું? જો દૂધ ભરેલા કઢાયાને એક છાશનું ટીપું દહીંમાં પરિવર્તન કરવાને શક્તિમાન બની શકતું હોય તો પાપથી ખદબદતા જીવાત્માના અંત:કરણનું ભગવાન નામસ્મરણનું એક સામાન્ય કર્મ પણ તેના ભાવિને પલટાવવા સમર્થ બને તેમાં નવાઈ શું ? ઓરડામાં વ્યાપેલ રાત્રિના ગાઢ અંધકારને એક નાનો સરખો દીપ પ્રકાશમાં પલટાવી અંધકારને જેમ હડસેલી શકે છે; તેમ માઘવનું નામસ્મરણ પણ પાપકર્મોના પરિણામોને પલટાવવાનું સામર્થ્ય દાખવી શકે છે. નારદે કહ્યું કે હે રાજા, તારા પૂર્વજન્મના પુણ્ય કર્મોની વાત તો હવે શરૂ થાય છે. તારા વૃક્ષની ડાળીને સળગાવ્યા પછી જે અંગારા ત્યાં પડી રહ્યા હતા તે અંગારાને એક ભક્ત મંદિરમાં લઈ ગયો. આ અંગારાને પ્રજ્વલિત કરી તેના વડે ભગવાન સમક્ષ દીપ પ્રકટાવ્યો. આ સ્મારામાં સુગંધિત ધૂપ નાંખી ભગવાન સમક્ષ ધૂપ કર્યો. આ તારા શરીરના અંગારાની મદદથી તેણે ભગવાનનું નૈવેદ્ય તૈયાર કરી ભગવાનને અર્પણ કર્યું, નૈવેદ્યનો પ્રસાદ વહેંચ્યો કદંબ વૃક્ષના તારા શરીરના એક ડાળામાંથી ભગવાન માટે જે-જે સેવાઓ ઉપયોગમાં લેવાઈ તેના ફળસ્વરૂપે તું આ જન્મમાં આ વિશાળ સંપત્તિનો સ્વામી બની શક્યો છે. પૂર્વ જન્મના તારા આ અવતારનું ફળ તને આ જન્મમાં ભોગવવા પ્રાપ્ત થયું છે. (૨૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ નારદજી પાસેથી પૂર્વજન્મની આ ઘટના સાંભળી વિભાવસુ વિચારમાં ડૂબી ગયો. તેણે આ મનુષ્ય જન્મમાં માઘવની સેવા-પૂજા કયા પ્રકારે કરવી તેનો મહિમા પુક્યો. નારદે કહ્યું કે જે પ્રકારનો મનુષ્ય દેહ મળેલો છે તેમાં બ્રાહ્મમુહર્તમાં ઉઠવું. પરોઢિયે ઊઠી ભૂ શુદ્ધિ અને પ્રાત:વિધી પતાવી તારા-સ્નાન કરવું. તારા સ્નાન પૂણ્ય કર્મોને વધારનારું છે. સ્નાન બાદ સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ સૂર્યનારાયણને અર્ધ્વ પ્રદાન કરવા. અર્થમાં શુદ્ધ જલ-કરેણ કે જાઈનું પુષ્પ-અને રાતાચંદનનું ગંધ લેવું, સાત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. સાત પ્રદક્ષિણાઓ કરવી. ત્યારબાદ માઘવના મંદિરે દર્શનાર્થે જવું. દર્શન પ્રાર્થના-સ્તુતિસ્તોત્ર ગાઈ નૃત્ય સાથે કાલાવાલા કરી ભગવાનને પ્રસન્ન કરવા ઉદ્યમ કરવો. કહેવત છે કે કાલાવાલા સૌને વહાલા. શરીરના અંગપ્રત્યંગો સાથે મનનો તાલમેલ મિલાવી એક્તાન બની ચિત્ત ભગવાનને અર્પણ કરવું. ભગવાન સમક્ષ દીપ પ્રકટાવવો. રક્તચંદન-કરેણ અને જાઈના પુષ્પથી પૂજા કરવી નૈવેદ્ય સમર્પણ કરી નિરાજન કરવું. અષ્ટાંગ પ્રણામ પ્રદક્ષિણા સાથે-સાથે કરવાં. સત્યયુગમાં ઉપવાસ, પંચાગ્નિ સેવન, માઘ-સ્નાન, દાન-ગૌદાન, શિશિરમાં જળભર રહેવું વર્ષોમાં ચબુતરે બેસવું, આ બધા કચ્છ તપોનું જે ફળ મળે છે તે ફળ કલિયુગમાં કેવળ ઉપરોક્ત ઉપચારોથી પ્રાપ્ત થાય છે. શ્રીસ્થલના બ્રાહ્મણોની વિદ્વતા તેમજ ઉચ્ચતમ આચાર-વિચારોની જીવનશૈલીથી વિમોહીત થયેલા મૂળરાજે પોતાના પાપકર્મોના પરિણામરૂપે બળતા અંત:કરણનો દાહ શમાવવા શ્રીસ્થળના બ્રાહ્મણોનું શરણ લીધું હતું. પશ્ચાતાપપૂર્વક મનના પ્રાયશ્ચિતથી જીવાત્માના સર્વ પાપો દગ્ધ થઈ જીવાત્માનું અંત:કરણ આલ્હાદક શીતળતા પ્રાપ્ત કરે છે તેનું મુળરાજ એક ઉદાહરણ છે. એક અન્ય ઘટના શ્રી સ્થલમાં પ્રાચીમાઘવના માહાસ્ય તેમજ બ્રાહ્મણોની પુજ્યતા પર પ્રકાશ પાડે છે. એક સમયે ઉત્તરમાંથી શ્રીસ્થલની યાત્રાએ આવેલા કેટલાક બ્રાહ્મણો જ્યારે સરસ્વતીમાં સ્નાન કરી રહ્યા હતા; ત્યારે તેમણે એક કૌતુક જોયું. પ્રાચી માઘવના મંદિર પર આકાશમાંથી જલ પુષ્પની અર્થવર્ષા થઈ રહી હતી. આશ્ચર્યચકિત આ બ્રાહ્મણોએ સરસ્વતીના તીરે જપમગ્નમાં સુમેઘા નામના બ્રાહ્મણને આ આશ્ચર્ય અંગે પુછયું. સુમેઘાએ પ્રાચી માઘવના મહિમાને સમજાવ્યો. વાત ચાલી રહી હતી એટલામાં એક મનોહર પ્રૌઢ યૌવના સુમેઘાની પાસે આવી તેના ચરણોમાં ગંધ-પુષ્પ-જલનો અર્થ આપી સડસડાટ ચાલતી થઈ ગઈ. ભાગ્યવાન એવી આ સ્ત્રીને જોઈ આ બ્રાહ્મણોએ તેના અંગે પુછપરછ કરી. સુમેઘાએ જણાવ્યું કે ગુર્જર નરેશ મહારાજા મુળરાજની આ ધર્મપત્ની છે. ભીષ્મપંચકમાં સરસ્વતીમાં તીર્થસ્નાન માટે તે આવે છે. શ્રીસ્થલમાં પ્રાચીમાઘવ અને રૂદ્રદેવનું સ્થાન હોઈ અહીં પ્રકૃતિની સમતોલ વ્યવસ્થા ઉપલબ્ધ છે. પ્રાકૃતિક અસંતુલનતાનું અહીં વાતાવરણ નથી. કુદરતી અસંતુલનતાથી જીવો દુઃખી-દુ:ખી બને છે. અનેક પ્રાકૃતિક આપત્તિથી વિનાશના (૨૩) ૨૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ ઓળા ઉતરે છે. પ્રાકૃતિક સંતુલન એટલે ભીષણ ગરમી કે ઠંડીના હાડ ગાળે તેવાં તોફાનો અહીં નથી. સુરજ સમતોલ માત્રાથી પ્રકાશ અને ગરમી આપે છે. ચન્દ્ર મનોરમ્ય ચાંદનીથી અમૃત વરસાવે છે. અહીં વરસાદના વિઘાતક તોફાનો નથી ગરમ અથવા ઠંડીના વાયરાઓના ઝંઝાવાતી આક્રમણો નથી, જળબંબાકારના તોફાની પૂર નથી. સૂકો ભંઠ મરૂપ્રદેશ નથી હરિયાળી છે પણ કાંટાળા થોરના વન નથી. ઘુમ્મસની ધિંગામસ્તી નથી. ધરતીકંપના વિનાશક આંચકા નથી. આકાશમાંથી પૃથ્વીને ચીરતી વીજળીઓના આઘાત નથી. ધરતી તેના ઉદરમાંથી અગ્નિના ગોળા (લાવા) ઓકતી નથી. સૂર્ય, ચન્દ્ર, મરૂત, વરૂણ, અગ્નિ, વિ. દેવો પ્રાચીમાઘવ અને રૂદ્રદેવના સાન્નિધ્યમાં સદા અમી વર્ષાથી સ્તુતિ કરતા રહે છે. માટે પૃથ્વી ઉપરના સર્વ તીર્થોમાં શ્રીસ્થલને એક સર્વોત્તમ તીર્થ ગણેલું છે. આ સર્વોત્તમ તીર્થની ઉજ્વલ યશોગાથાના મૂળમાં વેદરક્ષક બ્રાહ્મણોની સંસ્કૃતિ સચવાયેલી છે. બ્રાહ્મણ એક ધર્મરૂપી વૃક્ષ છે. આ વૃક્ષનાં મૂળ સંધ્યા છે. વેદ તેની શાખા છે. ધર્મકાર્યો તેના પાંદડા છે. જો મૂળ કપાઈ જશે તો શાખા પાંદડા કે વૃક્ષ કદી ટકી શકશે નહીં. વેદોમાં-પુરાણોમાં કે ઉપનિષદોમાં આ સંધ્યા-વંદન કર્મને ધર્મના મૂળ તરીકે સ્વીકારાયેલું છે. સંધ્યા-વંદન એટલે શું ? વિષ્ણુના રૂપમાં સાક્ષાત-સવિતાનારાયણ સૂર્ય આપણને જીવનદાન આપે છે. વર્ષની છ એ ઋતુઓ અહીં પ્રાપ્ય છે. પ્રત્યેક દિનના પ્રાત: મધ્યાન્હ તેમજ સાયં કાળના ઋતુ-ઋતુ પ્રમાણેનાં અલગ-અલગ સ્વરૂપો સૂર્યનારાયણ ભારત ભૂમિ ૫૨ પ્રકટ કરે છે. જુદી-જુદી સંધ્યા સમયે સૂર્યનારાયણના આ જુદા-જુદા નિત્ય નવીન સ્વરૂપોના દર્શન-વંદન કરવાં તે કર્મને સંધ્યાવંદન કર્મ કહે છે. મંદિરમાં ભગવાન મૂર્તિ સ્વરૂપે છે. સંધ્યાવંદનમાં તો સાક્ષા તસ્વરૂપે પ્રકાશમાન છે. પ્રાકૃતિક સૌન્દર્યના ખોળામાં બેસી સંધ્યાવંદન કરવાથી સૂર્યનારાયણની વિવિધ કલાઓની સંધ્યાનું અમૃતપાન કરી શકાય છે. આ વાતાવરણમાં જપપ્રાણાયામ તેમજ અર્ધ્યપ્રદાન અત્યંત બળ, ઓજ, બુદ્ધિ અને સદ્ગુણોને ખિલવનારું છે. શ્રીસ્થલમાં માઘવનું સ્થાન હોઈ માઘવનાં દર્શન પૂજન પુરુષ (જીવ)ને પૂર્ણ પુરુષોત્તમ બનાવામાં વિશેષ સહાયક છે. આગળ શ્રીગોવિંદમાધવની સ્તુતિમાં ગવાયેલું છે કે योगेशसिद्धविषुधैपरिभाव्यमानं लक्षम्यालयं जननंबंघहरंपवित्रम । भक्तार्तिभंजनपरंमुनिवृन्दपूज्यं गोविन्दमाघवमुदारमहंनमामि 11 દેવ જે છે તેવા બનવું, તેવો પુરુષાર્થ કરવો, તેનું નામ તેની પુજા છે. પૂજા ૨૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ માટે ભગવાનને કપાળમાં જે તિલક કરીયે છીએ તે કપાળની ખોપરીના હાડમાંસને નહીં પરંતુ અંદર બિરાજમાન ઉત્તમ તત્ત્વોને માટે હોય છે. અન્ય સમાજોની જેમ હાડમાંસના ઢેરની પૂજા હિન્દુસમાજમાં નથી. વિગ્રહ પૂજામાં (મૂર્તિ) પણ ધાતુપુજા નથી પરંતુ તે વિગ્રહ પાછળ જે પ્રતિમા રહેલી છે તેની પુજા છે. ઉપર શ્લોકમાં માઘવને યોગેશ-સિદ્ધ-કહ્યા છે. આ યોગવિધાને જાણવી અને તેની ઉપાસના દ્વારા સિદ્ધ બનવાનો પ્રયાસ કરવો એ જ માઘવની પૂજા છે. એ જ દર્શન છે. એ જ તેનું કિર્તન છે. ભગવાન સમક્ષ થતી નૃત્યકલા પણ યોગનો જ એક ભાગ છે. નૃત્યકલામાં પ્રવીણ હોવાને કારણે ભગવાનનું એક નામ નટવર પણ છે. યોગમાં કુશળ લોકોને નટરાજ કહે છે. નટરાજ શબ્દ મહાદેવજી માટે વપરાય છે. શ્રીકૃષ્ણને નટવર કહે છે. યોગ-માર્ગ યોગના આઠ અંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. યમ (જુઓ ચાટ) ઇન્દ્રિયનિગ્રહ દ્વારા મનને જીતવું. મનના ગુલામ નહીં પણ મનને ગુલામ બનાવવું મન એક મુક્ત ઘોડા જેવું છે. ઘોડાને યથેચ્છ સ્થાને હાંકી જવા જેમ તેના પર લગામની જરૂર રહે છે તેમ યથેષ્ટ આદર્શો અનુસાર મનને ચલાવવા તેના પર લગામ લગાડવી જરૂરી બને છે. આ લગામને નિયમ કહે છે. યમનું શિક્ષણ દસ પ્રકારનું છે. નિયમ (જૂઓ ચાટ) આચાર-વિચાર, ખાન-પાન, આહાર-વિહાર, મન, વાણી, બુદ્ધિ અને રહેણીકરણી જેવી તમામ બાબતોને સમ્યક દિશામાં વાળવા જે નિયમોની જરૂર છે તે નિયમોને શાસ્ત્રકારોએ પ્રયોજેલા છે. શું કરવું - શું ન કરવું તેની લક્ષ્મણ રેખા શાસ્ત્રકારોએ હિન્દુ જીવનદર્શન માટે દર્શાવેલી છે. આ લક્ષણ રેખાઓને સમજી તેના પાલનનો પુરુષાર્થ કરવો તે નિયમ પાલન ગણાય છે. નિયમ-પાલન એક વ્રત ગણેલું છે. નિયમો પણ દસ છે. આસન શરીરના વિવિધ અંગ-પ્રત્યંગોના સુયોગ્ય હલન-ચલનથી તેને શક્તિ-સ્કૂર્તિર્મા સદૈવ જીવંત રાખવા આસનોની આવશ્યકતા છે. આસનોથી શરીરનું આંતરિક સંચાલન આંતરિક અવયવોને બળ અને સ્કૂર્તિના કણો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આસનોની પ્રક્રિયાથી મન પણ અનેકવિધ માર્ગે ગતિમાન બને છે. શરીરના વિવિધ બાહ્ય તેમજ આંતરિક અવયવોને શક્તિ-સ્કૂર્તિ પ્રદાન કરવા હજારો આસનો છે. શરીરના બલ અને સમય મુજબ યોગ્ય આસનો પસંદ કરી તેમાં શરીરની ૨૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રવીણતા કેળવવી તે આસનવિદ્યા છે. ભગવાન સામે નિત્ય નૃત્ય કરવું તે એક સર્વસામાન્ય આસન છે. જે તમામ ઉંમરના તેમજ અલ્પબળવાળા લોકોને પણ નૃત્ય દ્વારા આસનનો લાભ આપી શકે છે. પ્રાણાયામ કુંભક-રેચક અને પુરક એ ત્રણ અંગો પ્રાણાયામના છે. ભજનમાં ગવાયેલું છે કે ““કોણે બનાવ્યો આ પવન ચરખો” શરીરનો પ્રાણ એ જ પ્રાણવાયુ છે. ખુલ્લી શુદ્ધ હવામાં પ્રાણવાયુના તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં તરતાં હોય છે. શરીરના આંતરિક અવયવોના કાર્યોથી શરીરમાં સ્વાથ્યને હાનિકારક ઝેરી વાયુ (કાર્બન ડાયોકસાઈડ) સદાય ઉત્પન્ન થયા જ કરે છે. શ્વાસોશ્વાસ ક્રિયાથી પ્રાણવાયુ લેવાય પણ છે અને ઝેરી વાયુ બહાર છોડાય પણ છે. પરંતુ સ્વાથ્યવર્ધક ક્રિયા તરીકે આપણા પૂર્વજોએ પ્રાણાયામને નિત્ય નૈમિત્તિક કર્મોમાં સ્થાન આપી દીર્ઘ સમયસુચકતાનો ખ્યાલ આપ્યો છે. ત્રણે કાળની સંધ્યા સમયે પ્રાણાયામની વિધિ જો કરવામાં આવે તો વાતાવરણમાં પ્રકટ થતી જુદી-જુદી પ્રાણશક્તિઓ શરીરમાં પ્રવેશી સમગ્ર શરીરના ચેતનાતંત્રને અહર્નિશ નવીન પ્રાણ બક્ષે છે. ટૂંકમાં ઝેરી વાયુઓને બહાર કાઢવા તેમજ શુદ્ધ પ્રાણશક્તિને શરીરમાં પ્રવેશ કરાવવા પ્રાણાયામ એક પંપ તરીકે કામ કરે છે. . પ્રત્યાહાર વિવિધ ઇન્દ્રિયોના જે વિષયો છે તે વિષયો તે ઇન્દ્રિયોનો આહાર છે. જેમ આહારમાં મિતાહારનું મુલ્યાંકન શરીર માટે લાભદાયક મનાયેલું છે તેમ ઇન્દ્રિયોને વિષયોના આહાર પાછળ ન દોડાવતાં રોકવાની પ્રક્રિયાને પ્રત્યાહાર કહે છે. મનના સંકલ્પો વિકલ્પો ઇન્દ્રિયોના વિષયોના અનુસંધાનમાં ન કરતાં મનને શ્રેષ્ઠ વિચારોની દિશાઓમાં રોકવાથી પ્રત્યાહારની કેળવણી મળે છે. અનાયાસે પ્રાપ્ત પદાર્થોમાં સંતોષ તેમજ અપ્રાપ્ય પદાર્થોની લાલસા હટાવવી તે પ્રત્યાહાર સિદ્ધીનું પ્રમુખ લક્ષણ છે. પ્રત્યાહારની સિદ્ધિથી મન અ ભુત શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય મેળવે છે. મનની અશાંતિ, ઉદ્વેગ અને અસ્વસ્થતાનું મુખ્ય ધરણ જ અપ્રાપ્ય પદાર્થોની લાલસામાં રહેલું છે. પ્રત્યાહારની સમ્યક આદતથી મનની સ્વસ્થતા મેળવી શકાય છે. મનના સ્વાથ્ય માટે આ યૌગિક ક્રિયા જરૂરી છે. ધ્યાન મનને નિર્વિષય બનાવવું અને તેને ઇચ્છીત લક્ષ્યમાં જોડવું તે ક્રિયાને ધ્યાન કહે છે. ધ્યાનના મહાવરાથી મન ધીરેધીરે જે શક્તિ પ્રાપ્ત કરે છે. તે ઉચ્ચતમ માનસિક અવસ્થાનો પરિચય કરાવે છે. ઇચ્છા મુજબના સંકલ્પોમાં મનને દોડાવવાની આ એક કસરત છે. આ કસરતથી મન અનેક અગોચર શક્તિઓનો સાક્ષાત્કાર કરી Page #84 -------------------------------------------------------------------------- ________________ શકે છે. ઇન્દ્રિયોના વિષયો પાછળ દોડવું એ મનનો સ્વાભાવિક ગુણધર્મ છે. વિષયોના ઉપભોગ માટેના પદાર્થોનું ચિંતન-મનન કરવું તે આ ગુણધર્મનો સાર છે. પરંતુ સારાસારના વિવેકપૂર્વક મનને દોરવાથી ધ્યાનની સિદ્ધીનો માર્ગ સરળ બને છે. મંત્રો ધ્યાન માટે સહાયક છે. મંત્રોના અનુષ્ઠાનથી ધ્યાનમાં પારંગત બની શકાય છે. ધારણા પ્રત્યાહાર તેમજ ધ્યાનની સિદ્ધીથી ધારણા શક્તિને સફળતા મળે છે. કોઈપણ વિષયના અનુસંધાનમાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારી ધારણા સત્ય નીવડી. ધારણા શક્તિ ને સત્ય અને સફળ બનાવવા યોગના ઉપરોક્ત પગથિયાંઓની સિદ્ધિ સર કરવાની જરૂર રહે છે. એક એક પગથિયે ચઢતાં ચઢતાં જેમ ઉપર પહોંચી શકાય છે તેમ યોગના ઉપરોક્ત છ પગથિયાં ચઢ્યા વિના ધારણા-શક્તિની સફળતા સંભવિત નથી. ધારણા શક્તિની સિદ્ધિથી મન જેવું ધારે તેવું જ બને એવી માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે. સમાધિ સમાધિ પણ મનની એક એવી સ્થિતિનું લક્ષણ છે જેમાં મન બાહ્ય આડંબરોના વાતાવરણથી મુક્ત બની ઇચ્છિત વાતાવરણનું દર્શન કરવા સમર્થ બને છે. ચર્મચક્ષુઓથી દર્શનનો જે આનંદ મળે છે તેવો જ અને તેટલો જ આનંદ ન જોયેલા વિષયોની બાબતમાં સમાધિ-દર્શનથી પ્રાપ્ત કરી શકાય છે. લક્ષ્ય સાથે સંકલિત અને અન્ય વિક્ષેપરહિત માનસિક અવસ્થાની તાલીમને સમાધિ દર્શન કહે છે. આ તાલીમથી મન સમસ્ત બ્રહ્માંડના અધિનાયક ઈશ્વર તત્ત્વ સાથે નાતો સ્થાપિત કરી . શકે છે અને બ્રહ્મચેતન્યનો રસાસ્વાદ માણી શકે છે. ૩૧. વૃક મુલિક તીર્થ '' આ તીર્થનું મહત્વ સરસ્વતીના જળ અને અશ્વત્થ (પીપળો) વૃક્ષના સંયોગથી પ્રાપ્ત મોક્ષના મહિમાનું છે શ્રીસ્થળમાં બનેલી એક પ્રાચીન ઘટનાનો ઇતિહાસ આ સાથે સંકળાએલો છે. અબુંદારણ્યમાં પાંડુરક નામે એક શિકારી રહેતો હતો. કુટુંબ નિર્વાહ માટે પ્રતિદિન તે અનેક પ્રાણિઓની હત્યા કરતો હતો. એક દિવસે તેણે દૂર જંગલમાં એક સુંદર વૃકી (મૃગલી) જોઈ. શિકાર માટે નિશાન તાકી બાણ છોડ્યું. સડસડાટ કરતું બાણ વૃકીના શરીરમાં ઊંડે ધૂસી ગયું. આહત વૃકી વેદનાની ચિચિયારીઓ પાડતી ભયથી બચવા ભાગવા માંડી. દોડતી વૃકીએ એક વિશાળ જળપ્રવાહ જોયો. વિહવલ વૃકી તેમાં કૂદી પડી. પ્રવાહમાં તણાતી તણાતી તે શ્રીસ્થળમાં આવી ચઢી. આ જળપ્રવાહ સરસ્વતીનો હતો. શ્રીસ્થળમાં એક અશ્વત્થ o Page #85 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષને ઘસડાઈ વહેતી સરસ્વતીના જળમાં વૃક્ષના મૂળમાં ફસાઈ તેણે પ્રાણ છોડ્યા. તે સમયે સરસ્વતીના કાંઠે અનેક ઋષિ-મુનિઓ પ્રાત: સ્નાન સંધ્યામાં વ્યસ્ત હતા. એકાએક આકાશ તરફથી દુંદુભિયોના મધુર અવાજ સંભળાયા. આ શું-શું છે ના આશ્ચર્યજનક ઉચ્ચારોથી તેઓ આકાશ ભણી જોવા લાગ્યા એટલામાં તો ઘરઘરાટ કરતું એક વિમાન કિનારે ઉતરી પડ્યું. મરણ પામેલ વૃકી એક સુંદર દેવાંગનાનું રૂપ સજી વિમાનમાં ચડવા લાગી. ચડતાં ચડતાં વૃકીએ આ બ્રાહ્મણોને વંદન કરી કહેવા લાગી કે હે, તપસ્વીઓ. હું તો એક અધમ યોનિમાં જન્મેલ પશુ છું. પારઘીના બાણથી ઘાયલ થઈ પ્રાણ બચાવવા વિષ્ણુનું સ્મરણ કરતાં કરતાં આ જળપ્રવાહમાં હું કૂદી પડી. સદ્ભાગ્યે આ પ્રવાહ સરસ્વતીનો હતો. સરસ્વતીના જળમાં તણાતાં તણાતાં શ્રીસ્થળના અશ્વત્થ વૃક્ષ સાથે વિંટળાઈ જળમાં મરણ શરણ પામી. આ સરસ્વતીનાં જળ અને અશ્વત્થ વૃક્ષના સંયોગે મરણ પામવાથી મને આ સદ્ગતિ મળેલ છે. આપ તો સૌ ઉચ્ચ તપસ્વીઓ છો. આપની તો વાત જ શી, એવું કહેતાં કહેતાં તો વિમાન સરસરાટ આકાશ ભણી ઊડી ગયું. આ ભૂમિ એ જ સરસ્વતીના પશ્ચિમ કિનારે મોક્ષ પીંપળાનું સ્થાન છે. અશ્વત્થ વૃક્ષમાં વિષ્ણુનો વાસ છે. તેને બ્રહ્મ પીંપળો પણ કહે છે. આયુર્વેદમાં સંખ્યાબંધ રોગોમાં તેના મૂળ, છાલ, પાન, ફળ અને લાકડાના ઉપયોગો દર્શાવેલ છે. યજ્ઞોમાં તેનું સૂકું લાકડું સમીધ તરીકે વપરાય છે. પીપળાની વડવાઈ બાળકોની આંચકી ઉપર ઘસીને પાવાનો રામબાણ ઈલાજ ગણાય છે. તેનાં પાકાં ફળ હૃદ તથા શીતળ છે. ૩૨. પિંડ તારક તીર્થ સરસ્વતીને પશ્ચિમ કિનારે અન્ય એક તીર્થ પિતામહોનું છે. આ અંગે એક પૂર્વોક્ત ઇતિહાસ જાણવા જેવો છે. શ્રીસ્થળની ધરતી પર ભૂમિમાં બહુ ઊંડે વિવર બનાવી હિરણ્યપાદ નામે એક અતિ બળવાન અસુર રહેતો હતો. તેણે ક્રૂર હિંસક કૃત્યોથી ચોમેર ભય અને ફડફડાટનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. ભલભલા મહાબલી પણ તેની સન્મુખ જવાનું ટાળી આડી વાટે પલાયન થઈ જતા હતા. આ અસુરે બ્રહ્માનું ઉગ્ર તપ આદરી તેમની પ્રસન્નતાથી એક યુક્તિપૂર્વકનું વરદાન મેળવી લીધું હતું. આ વરદાનને પરિણામે જે કોઈ પુરુષ તેની સન્મુખ આવી જતો તે સ્ત્રી બની જતો હતો. આ વરદાનથી તે નિર્ભયપણે આતંક ફેલાવતો હતો. આ નિરંકુશ સમાજશત્રુના વિનાશનું કામ એકલા બળથી બર આવી શકે તેમ નહોતું. તમામ દેવો શૂન્ય મનસ્ક બની ગયા હતા. ભયના ગભરાટથી શ્રીસ્થળની ભૂમિ વેરાન જેવી બની ગઈ હતી. દેવોની પ્રાર્થનાથી વિષ્ણુએ આ અસુરનો ખાત્મો બોલાવવાનો નિર્ધાર કર્યો. વિષ્ણુ પણ તેને મળેલ વરદાનથી વાકેફ હતા. સમ્મુખ કે પીઠ પાછળ પણ પ્રહાર કરી મારવાનું જોખમ તે જાણતા હતા. ખૂબ મનોમંથન બાદ ભગવાને એક ઉપાય ગોતી કાઢ્યો. ૨૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુએ કુંભકુક્ષી નામના એક પર્વતને ઉખાડી સાથે લીઘો. મધ્યરાત્રિના સમયે * આ અસુર જ્યારે તેના વિવર (ગુફા)માં ઘસઘસાટ ઊંઘની મજા માણતો હતો તે સમયે વિષ્ણુ કુંભકુક્ષીને લઈ તેના વિવરના દ્વારે પહોંચ્યા. નસકોરાની ઘરઘરારીટીનો અવાજ સાંભળી ઉચિત અવસર સમજી કુંભકુક્ષીને વિવરના મુખ પર મજબૂત ઢાંકણની જેમ ગોઠવી દીધો. બહારની શુદ્ધ હવાના અભાવે અસુર ઊંઘમાં જ ગુંગળાઈ વિવરમાં જ તેના રામ બોલાઈ ગયા. અત્યંત ચતુરાઈથી કરાએલી આ અસુરની હત્યાના સમાચાર પવનવેગે ચોમેર પ્રસરી ગયા. ભગવાનની યુક્તિ-પ્રયુક્તિવાળા પરાક્રમોની સર્વત્ર પ્રશંસા થવા લાગી. ફરી નિર્ભયતા અને પ્રસન્નતાના વાતાવરણે સાત્વિક પરિબળોમાં નવું જોમ પૂર્યું. સૌ કોઈ પ્રસન્ન થયા પણ આવા નિંઘ કામ માટે પોતાના ઉપયોગ બદલ કુંભકુક્ષી ઉદાસ બન્યો. જેના ઉપર ઋષિ-મુનિ તપ કરી તેને પવિત્ર બનાવતા હતા તે કુંભકુક્ષી મલીનતાના આવરણમાં છવાઈ ગયો. તેને લાગ્યું કે તે હવે સાવ અપવિત્ર અને અસ્પૃશ્ય જેવો બની ગયો. તેણે પોતાને પવિત્ર બનાવવા વિષ્ણુને પ્રાર્થના કરી. વિષ્ણુએ તેની મનોવેદના સમજી તેને પુન: પવિત્ર બનાવવા તે સ્થાન ઉપર પિતામહોનો યજ્ઞ કરવા બ્રહ્માને સુચવ્યું. બ્રહ્માએ આ સ્થાન ઉપર પિતામહોની સ્થાપના કરી યજ્ઞ કર્યો અને આ સ્થાન ઉપરથી જ પિંડ ગ્રહણ કરવા પિતામહોને આદેશ આપ્યો. પિતામહોની સ્થાપના દ્વારા કરાયેલા આ યજ્ઞથી શ્રીરથળની આ ભૂમિ પિંડતારક તીર્થ બની. આ સ્થાનમાં કરાએલી શ્રાદ્ધ ક્રિયાઓથી પિતૃઓ અક્ષય પ્રસન્નતા અનુભવે છે. સૌ કોઈ જાણે છે કે દશા-એકાદશાના શ્રાદ્ધ કર્મો નદી કિનારે જ થાય છે. આ સ્થાન સરસ્વતીના પશ્ચિમ કિનારે પશ્ચિમ-દક્ષિણે આવેલું છે. કૈલાસ ભૂમિ તરીકે અહીં સુખ્યાત છે. તેના કુવાના કોપરાના પાણી જેવા નિર્મળ અને મધુર જળથી સિદ્ધપુરવાસીઓ તૃપ્ત-તૃપ્ત બનેલા છે. ૩૩. મહાલય તીર્થ શ્રીસ્થલમાં રૂદ્રનો પણ વાસ છે. મહાદેવના વાસને કારણે આ ભૂમિને મહાલય તીર્થ કહે છે. મહાલય તીર્થના સંબંધમાં એક પ્રાચીન ઇતિહાસ મળી આવે છે. ભયાનક હિંસક ક્રત્યો માટે કુખ્યાત હિરણ્યપાદની વિષ્ણુ દ્વારા યુક્તિપૂર્વક કરાએલી હત્યાથી ભયભીત થઈ તેનો પુત્ર મહારાવ શ્રીસ્થલ છોડી લંકાના રાજા પૌલત્સયને આશ્ચયે ભાગી ગયો. ત્યાં તેને સમુદ્રની ચોકીનું કામ મળયું. લંકાના એક બળવાન અસુર પરના પુત્ર મકરાક્ષની જાંભુ નામે એક કન્યા સાથે તેનો વિવાહ થયો દર્ભની સળીયો જેવા ઊભા કાળા બરડ વાળ, બિહામણો ચહેરો અને મદોન્મત હાથીની જેમ ઉત્પાત મચાવનાર બર્બરક નામે અસુર આ મહારવનો જ્યેષ્ઠ પુત્ર હતો. મોસાળમાં ઉછરતાં તેણે એક દિવસ પૂર્વજોના વતન અંગે માતાને પ્રશ્ન પૂછ્યો. Page #87 -------------------------------------------------------------------------- ________________ માતાએ તેના દાદા હિરણ્યપાદના વતન અને ત્યાં વિષ્ણુના હાથે થએલી તેમની બેરહમ હત્યાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. આ વૃત્તાંત સાંભળતા જ બર્બરક લાલપીળો થઈ ગયો. ક્રોધથી તેની આંખો લાલ અંગારા જેવી બની ગઈ. વૈરની ભાવનાથી તે સમસમી ઊઠ્યો. હોઠ પીસી વૈરનો બદલો લેવા તે તાડૂકી ઊઠ્યો. તેણે એક દિવસ ચલતી પકડી. શોધતાં શોધતાં તે શ્રી સ્થલમાં આવી પહોંચ્યો. દાદાના મોતનું સ્થાન શોધી કાઢ્યું. એ જ સ્થાનને રહેઠાણનો અડ્ડો બનાવી પુન: ઉત્પાત મચાવવાના કાર્યમાં લાગી ગયો. દિન-પ્રતિદિન બર્બરકના બર્બર કૃત્યોથી ફરી શ્રીસ્થલની શાંતિ ભયના ઓથારમાં ફેરવાઈ ગઈ. હિંસાના ઓળા કાળા ડુંમર મેઘની જેમ છવાઈ ગયા. સંપૂર્ણ સમાજ ભયથી થરથરવા લાગ્યો. ચોતરફ આંતક અને અત્યાચારની બોલબાલા થઈ ગઈ. પિંડદાન અને યજ્ઞયાગ દ્વારા દેવ અને પિતૃઓને મળતા પોષણની ક્રિયાઓમાં ઓટ આવી ગઈ. આ ક્રિયાઓ દ્વારા પ્રાકૃતિક સમતુલાની જાળવણી મંદ પડી ગઈ. કુદરતી સંતુલન હચમચી ઊઠ્યું. પૃથ્વી અને વાતાવરણ નિરસ બની શુષ્કતાનું સામ્રાજ્ય છવાવા લાગ્યું. બર્બરકના ચાલી નીકળયા બાદ તેના બાપ મહારવની ઊંઘ પણ ઊડી ગઈ. મહારવ વિષ્ણુના બળ અને યુક્તિના પરાક્રમોથી પરિચિત હતો. બર્બરક પણ વિષ્ણુના હાથે રહેસાંઈ ન જાય તેની ચિંતાથી તેનું મન ચકરચકર થવા લાગ્યું. તે પણ શ્રીસ્થલમાં આવી પહોંચ્યો. વૈરના કૃત્યો છોડી દેવા તેણે બર્બરકને બહુ વિનવ્યો. પણ માને તો એ બર્બરક શાનો. વેરના શમનનું સામર્થ્ય પણ ગમે તેની પાસે નથી હોતું. વૈરભાવ પશુતાનો ગુણ છે તે સંસ્કારથી છૂટવા માટે દૈવી સંપત્તિઓના વિચારનો આવિષ્કાર થવો જોઈએ. આ આવિષ્કાર સત્સંગના માર્ગ વિના શક્ય નથી. બર્બરકનો દેહ એ બર્બરતાનો સ્તંભ નથી. સ્તંભ તો તેની માનસિકતા છે. જાત જાતની માનસિકતા જાતજાતના સંસર્ગોથી જન્મે છે. જ્યારે મનુષ્યના હાથ હેઠા પડે છે. ત્યારે કાર્યસિદ્ધિ માટે કોઈ દૈવિ શક્તિઓનો સહારો લેવાની સુઝ ઉત્પન્ન થાય છે. મહારને પણ આ મહાલય તીર્થના અધિષ્ઠાતા દેવ મહાદેવનું શરણું શોધ્યું. તપ દ્વારા મહાદેવને પ્રસન્ન કરી પુત્રને યોગ્ય રાહે લાવવા અને બચાવવાનો સંકલ્પ કર્યો. નિષ્ઠાપૂર્વકના તપથી મહાદેવ મહારવ ઉપર પ્રસન્ન થયા. મહારવે મહાદેવ સમક્ષ પુત્રની ચિંતાની અંતર વ્યથા ઠાલવી. મહાદેવે મહારવને પુત્રની ચિંતાથી મુક્ત થઈ જવા કહ્યું. તેમણે કહ્યું કે તારા બર્બરકને કોઈ મારી શકશે નહીં અને આ બર્બરક કદાપિ મરશે પણ નહીં. આ તારા બર્બરક હવેથી તેની બર્બરક શક્તિનો ઉપયોગ શિવભક્તના કોઈપણ કઠણમાં કઠણ કાર્યોને પાર પાડવામાં કરશે. તારો બર્બરક હવે સમાજ માટે ચિંતા ઉત્પન્ન કરનારો નહીં પણ ચિંતા મુક્ત કરનારો મહાબલિ બનશે. મહાલય તીર્થમાં મહાદેવની ઉપાસના શીઘ્ર ફળ દેનારી છે. મહાદેવને ઓઢરદાની કહેલા છે. આસ્થા સાથેની નિષ્ઠાથી મહાદેવ તૂર્ત પ્રસન્ન બને છે. ૩૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ આ સ્થાન નદીના પશ્ચિમ કિનારે આવેલા નવા આરાથી શરૂ થાય છે. હાલ જ્યાં ભગ્નાવશેષ રૂદ્રમહાલય છે તે તેનું કેન્દ્રસ્થાન છે. ૩૪. અશ્વીર્થ શ્રીસ્થલની સરસ્વતીને પૂર્વ કિનારે પુરાણપ્રસિદ્ધ એક અશ્વતીર્થ આવેલું છે. સરસ્વતીના તટને અડકીને આ સ્થાન છે. બ્રહ્માએ આ સ્થળ ઉપર એક સમયે અશ્વમેઘ યજ્ઞ કરેલો હોઈ પુરાણોમાં તેને અશ્વતીર્થ તરીકે વર્ણવેલું છે. યજ્ઞમાં યજ્ઞ સમાપ્તિના અંતે અવભૃથ સ્નાનનું વિધાન કરાયેલું હોઈ બ્રહ્મા દ્વારા અહીં એક બ્રહ્મકુંડ તૈયાર કરાયેલો છે. આ બ્રહ્મકુંડમાં સરસ્વતીનું જળ મળે એવી ગોઠવણ સાથેનો આ બ્રહ્મકુંડ બનાવેલો હતો. યજ્ઞ પૂર્ણ થયા બાદ બ્રહ્માએ આ બ્રહ્મકુંડના જળથી સ્નાન કરી તેની સમીપમાં એક શિવલિંગ સ્થાપિત કરી તેની પુજા-અર્ચના કરેલી છે. સર્વ પ્રથમ બ્રહ્મા દ્વારા પુજાયેલું આ શિવલિંગ અનેક ઋષિ-મુનિઓ દ્વારા સેવાયેલું છે. બ્રહ્મા દ્વારા પ્રતિષ્ઠિત આ શિવલિંગ બ્રહ્માન્ડેશ્વ૨ નામે ઓળખાયું છે. જે શિવલિંગ સ્વયં અેવો દ્વારા પ્રસ્થાપિત થઈ તેમના દ્વારા સર્વપ્રથમ પુજાએલ છે તે શિવલિંગ પૃથ્વી ઉપર સ્વયંભૂ શિવલિંગ ગણાય છે. આ સ્થાન વિશાળ ભૂમિમાં વિસ્તરેલું છે. પૂરાતત્ત્વીય અવશેષો મળી શકે એવા અણસાર વરતાય છે. પ્રાકૃતિક શોભા તેમજ આલ્હાદાયક શાંતિ આપી શકે એવું મનોહર સ્થાન પૂજા-તપ અને ધ્યાન માટે સિદ્ધપુરનું એક મહત્વનું સ્થાન છે. ૩૫. વાલ્યખિલ્યેશ્વર અશ્વતીર્થથી સ્ટેજ દક્ષિણે આ તીર્થભૂમિ છે. પ્રાચીન મતાનુસાર વાલેખલ્ય મુનિઓએ સરસ્વતીને પૂર્વ કિનારે પોતાનો વસવાટ કરેલો છે. અને શ્રીસ્થળને તપોભૂમિ બનાની છે. આ મુનિયો શિવના પરમ ઉપાસક હતા. શ્રીસ્થળમાં મહાલય તીર્થ હોવાથી તેઓએ આ ભૂમિને ઉપાસના માટે પસંદ કરેલી છે. પ્રાચીન ઇતિહાસ અનુસાર વાલ્યખિલ્ય મુનિઓ દક્ષના યજ્ઞમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાયની ખરીના આકાર જેવો જળપ્રવાહ જોયો. આ જળ પ્રવાહ તરીને પાર કરવાના વિચારમાં ઊભા હતા એટલામાં આકાશ માર્ગથી ઇન્દ્ર તેના વિમાન દ્વારા તેમના ઉપ૨થી ઉડીને ચાલી ગયો. ઇન્દ્રના આ પગલાને પોતાનું અપમાન સમજી ઇન્દ્રને શિક્ષા કરવા એક નવો ઇન્દ્ર તૈયાર કરવા મુનિઓ વિચારવા લાગ્યા. બ્રહ્માના સમજાવવાથી વાલ્યખિલ્ય મુનિઓએ ઇન્દ્રના આ કૃત્યને માફ કર્યું. બ્રહ્માના કહેવાથી જ આ વાલ્યખિલ્ય મુનિઓએ અહીં સરસ્વતીના કિનારે ૩૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ વાલ્યખિભેશ્વર મહાદેવ તરીકે એક શિવલિંગની સ્થાપના કરેલી છે. અહીં સરસ્વતીમાં સ્નાન કરી વાલ્મખિભેશ્વરની જે વિધિવત ઉપાસના પૂજા કરે છે તે બ્રહ્મ હત્યાના પાપથી પણ છૂટી જાય છે. ખાસ કરીને આ શિવલિંગની ઉપાસના કરી કુમારિકાઓનું પુજન તથા શિવ-પાર્વતી પરાયણ સુવાસિનીઓના જોડાને ભોજન કરાવવાથી ચોરી, પર સ્ત્રી ગમન, અને ભક્ષ્યાભઢ્યના મહાપાતકો પણ નાશ થાય છે. શ્રાવણ માસમાં આઠમ અને ચૌદશની તિથિઓ શિવ-પાર્વતીના પુજન માટે શ્રેષ્ઠ ગણેલી છે તાંબાના પાત્રમાં અન્ન વિ. ભરી વસ્ત્ર સાથે પુરાણના જાણકાર કે વાર્તાકારને દાન આપવાથી શિવ-પાર્વતી ખૂબ પ્રસન્ન બને છે. આ વાભેખિલ્ય આશ્રમ શિવની ઉપાસના માટે સર્વોત્તમ સ્થાન છે. ૩૬. એકધાર તીર્થ - સરસ્વતીના કિનારે ઉત્તર દિશામાં એક વિશાળ ઉપવન હતું. આ ઉપવનમાં બનેલ એક ઐતિહાસિક ઘટનાએ તેના ઉત્તર ભાગને એકદ્વાર તીર્થ તરીકેની પ્રસિદ્ધિ બક્ષેલ છે. આ તીર્થ દાનવ્રતની ઉજ્વલ પરમ્પરાના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે. આ વ્રત માણસને મમતાના બંધનમાંથી છોડાવવાનું સામર્થ્ય ધરાવે છે. આંગણે આવેલા યાચકને પ્રસન્નતાપૂર્વક દાન આપી સંતોષવાથી મનમાં જે વૃત્તિ વિકસે છે તે વૃત્તિ જ મમતાના બંધનો કાપવામાં સહાયક બને છે. જો આ દાનવૃત્તિનો વિકાસ ન થતો હોય તો મનુષ્યનું મન મનુષ્યને ભયાનક સંગ્રાહક વૃત્તિઓનો શિકાર બનાવી કેવળ સંગ્રહખોર પ્રાણી જ બનાવે છે. લેવું, મેળવવું, પડાવવું કે લૂંટવું તે સ્વાભાવિક વૃત્તિઓ છે. આ સ્વાભાવિક વૃત્તિઓ ઉપર વિજય મેળવવા માટે દયાના આધારવાળી દાનવૃત્તિ મનુષ્યને ઉચ્ચતમ સંસ્કાર અર્પે છે. અન્યોના દુ:ખથી રૂદયને પીગાળવાનું કામ દયા જ કરી શકે છે અને દયા જ દાનવૃત્તિને વિકસાવે છે. એટલે મમત્વના બંધન કાપી મોક્ષનું સાધન સંપાદન કરવામાં દાનવ્રતનો ખૂબ જ મહિમા છે. દાનવ્રતના કઠોર નિયમ પાલનથી સર્જાતી મુશ્કેલીઓમાં પણ જે અકા રહે છે તેનું દષ્ટાંત આ ઇતિહાસ પુરું પાડે છે. કુશકેતુ નામના રાજાને ધનકેતુ નામે એકનો એક પુત્ર હતો. ઉંમરલાયક થતાં પુત્રનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યની તમામ કાર્યભાર પુત્રને સોંપી પિતાએ નિવૃત્તિ લઈ લીધી. ધનકેતુ જેવો કુશળ પ્રશાસક હતો તેવો જ દાનવૃત્તિ માટે મશહૂર હતો. દાનવૃત્તિને કારણે તેની પાસે યાચકોની ભારે અવરજવર રહેતી. દાનથી રાજ્યનો કોષ ઘટતો જતો નહોતો પરંતુ નિરંતર સમૃદ્ધ થયે જતો હતો. ધનતુ માનતો હતો કે આપ્યા વિના મળતું જ નથી. માંગીને કે પડાવીને મેળવી શકાય પણ અનાયાસ આપોઆપ તો ત્યારે જ મળે કે જ્યારે આપવાની મનોવૃત્તિ પૂરજોશમાં ખીલે. ધરતી પાસેથી અન્ન વિ. મેળવવા માટે પ્રથમ તેને અર્પણ કરવું * ૩૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ પડે છે. અર્પણનો ગુણ કેળવ્યા વિના મનોવાંછિત ફળો પ્રાપ્ત થઈ શકે જ નહીં. રાજ્યમાં રિપુમર્દન નામે એક શુભંકર હાથી હતો. રાજા તેમજ પ્રજા બધા જ આ રિપુમર્દનને રાજ્યનું સૌભાગ્ય ચિન્ડ-લેખતા. આ હાથીને કારણે રાજ્યમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિની બોલબાલા હતી. એક પડોસી રાજાને આ રિપુમર્દન મેળવી સમૃદ્ધ થવાની લાલસા જાગી. તે સ્વયં તો બળમાં ફાવી શકે તેમ નહોતો. તેથી કોઈ કચાલ દ્વારા મેળવવાનો પેંતરો ગોઠવ્યો. તેણે એક લોભી બ્રાહ્મણ શોધી કાઢ્યો. પુષ્કળ ધન આપવાની લાલચ બતાવી દાનમાં રિપુમદન મેળવી લઈ આપવાની તેણે પેરવી ગોઠવી. આ બ્રાહ્મણ ધનકેતના ઉંબરે પહોંચ્યો. તેણે દાનમાં રિપુમદનની માંગણી કરી. ધનતુએ રિપુમર્દન સિવાય અન્ય મનમાગ્યું ધન મેળવવા બ્રાહ્મણને ખૂબ વિનાવ્યો. પરંતુ દુરાશય સિદ્ધ કરવા આવેલ આ બ્રાહ્મણે તેની અવળચંડાઈ છોડી નહીં. કાં તો રિપુમર્દન કાં તો ખાલી હાથે પાછા ફરવાની અકડાઈ પર અણનમ રહ્યો. આ અડબંગ બ્રાહ્મણની યાચના અને દાનવૃત્તિના પાલન અંગેની દુવિધામાં ધનકેતુ અટવાઈ ગયો. પરંતુ તુર્ત જ પ્રબળ દાનવૃત્તિના એક જ ઝટકેથી મમત્વના બંધનને કાપી નાંખી રિપુમર્દન બ્રાહ્મણને સોંપી દીધો. બ્રાહ્મણ રિપુમર્દનને લઈ પેલા રાજા પાસે પહોંચી ગયો અને ઘનના બદલામાં સુપરત કરી દીધો. રિપુમર્દનના દાનની વાત અને પડોસી રાજાના આ ષડયંત્રના સમાચાર ચોતરફ ફેલાઈ ગયા. રાજ્યના મંત્રીઓ નારાજ થયા. મંત્રીઓએ આ યંત્રની યુવરાજને જાણ કરી. અને કોઈપણ ભોગે રિપુમર્દનને પરત મેળવવા વિનંતી કરી. પેલા બ્રાહ્મણને બોલાવી તેને અઢળક ધનના બદલામાં રિપુમર્દન પરત મેળવી લેવાની યોજના સમજાવી. રિપુર્મદન એ રાજ્ય માટે શુભંકર હાથી છે. માટે પેલો બ્રાહ્મણ તેમજ રાજા પણ જો હઠે ચઢે તો બળથી પણ રિપુમર્દન પરત મેળવી લેવાનું યુવરાજ સમક્ષ સુચન કર્યું. પરંતુ એકવાર અર્પણ કરેલું દાન પરત મેળવવાની ઇચ્છા માટે યુવરાજે સાફ નન્નો સંભળાવી દીધો. દાન સંબંધે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી મંત્રીઓએ અભિપ્રાય મેળવ્યો. શાસ્ત્ર મતાનુસાર કેવળ વાજપેય યજ્ઞમાં જ ગુરૂને હાથીના દાનનો મહિમા છે. આ દાન કપટબુદ્ધિથી લેવાએલું હોઈ તેને યોગ્ય બદલો આપી પરત મેળવી શકાય. પુરોહિતોની આ વાતથી યુવરાજના પિતા કુશકેતુ પ્રસન્ન થયા અને યુવરાજ જો ન માને તો પણ રિપુમર્દન મેળવવા મક્કમ બન્યા. યુવરાજના અટલ નિર્ણયને જાણી ક્રોધે ભરાએલા પિતાએ યુવરાજને સંભળાવી દીધું કે તારા વિના રાજ્યને ચાલશે પણ રિપુમર્દન વિના હરગિજ નહીં ચાલે. તારે જો આવા જડ નિર્ણયને વળગી રહેવું હોય તો રાજ્ય છોડી ચાલ્યો જા. પિતાના મન અને વચનના ફરમાનને માથે ચડાવી બીજા જ દિવસે યુવરાજ પોતાની પત્ની અને બે બાળકોને સાથે લઈ એક રથમાં બેસી રથને વન તરફ હંકારી ૩૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ગયો. વનના વિકટ રસ્તે ચાલતાં ચાલતાં રસ્તામાં તેને એક નિર્ધન બ્રાહ્મણનો ભેટો થયો. બ્રાહ્મણે પોતાનું દરિદ્રય ફોડવા બે અશ્વોની યાચના કરી. અશ્વો દાનમાં બ્રાહ્મણને સોંપી દઈ બાળકોને રથમાં બેસાડી બંને પતિ-પત્ની રથને ખેંચતા વાટે આગળ વધ્યા. સ્હેજ આગળ વધતાં અન્ય એક દરિદ્ર યાચક હાથ જોડી ગળગળા સ્વરે રથની યાચના કરવા લાગ્યો. પ્રારબ્ધના હેતુને સમજી લઈ ધનકેતુએ રથ પણ સોંપી દઈ પરિવાર સહ પગપાળા ચાલવા માંડ્યું. વનના મધ્યમાં જળ-ફળ-મૂળની સુંદર સુવિધા જોઈ ધનકેતુએ ત્યાં જ પર્ણકુટિ બાંધી રહેવાનો નિશ્ચય કર્યો. પર્ણકૂટિ બનાવી જળ-ફળ અને કંદમૂળના સેવનથી તેઓ આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા. સવાર પડતાં પત્ની કંદમૂળ-ફળ લેવા વનમાં નીકળી પડતી, બાળકો આંગણામાં રમતાં કિલ્લોલ કરતાં. ધનકેતુ ધ્યાન-પુજામાં વ્યસ્ત રહેતો. આ વનમાં કપિલ નામે એક કુટિલ બ્રાહ્મણ પણ રહેતો હતો. તેને તેની ફળસ્નાતા પત્ની માટે એક પરિચારિકાની જરૂર હતી. પણ ધનની સગવડ માટે તે વેતમાં હતો. એક દિવસ સવારે લાગ મળતાં કપિલ ધનકેતુ પાસે પહોંચી ગયો. ધનકેતુને, પ્રસન્ન મુદ્રામાં જોઈ કપિલે ધનની યાચના કરી. આપી શકાય એવું કોઈ પણ ધન પાસે ન હોવાથી ધનકેતુએ નમ્રતાપૂર્વક લાચારી દર્શાવી. કપિલ ક્રુટિલ બુદ્ધિમાં ઉણો ઉતરે તેમ ન હતો. તેણે ધન નહીં તો આ બે બાળકોની માંગણી કરી. બાળકોના વેચાણમાંથી ધન મેળવી તે ધન દ્વારા પોતાની જરૂરીયાત પૂરી કરવાનો મનસૂબો ગોઠવ્યો. કપિલના વલોપાત ભર્યાં વલખાંથી પીગળી જઈ ધનકેતુએ બે પુત્રોને દાનમાં સોંપી દીધા. આનંદના ઉભરાથી મલકાતો કપિલ બે પુત્રોને લઈ બાજુના રાજ્યમાં પહોંચી ગયો. નગરના એક ચોતરે બાળકોને ખડા કરી કપિલ જોરશોરથી વેચાણ માટે બૂમાબૂમ કરવા લાગ્યો. બે સુંદર લિલાઉં બાળકોની ચર્ચા ચોખૂંટ ચકરાવે ચડી. વાત ઠેઠ રાજદરબાર સુધી પહોંચી. ધનકેતુના ચાલ્યા ગયા બાદ પરિવાર સુખના સ્વાદ વિના શૂઢમૂઢ બનેલા તેના પિતાને આ બે બાળકો ખરીદી આનંદ મેળવવાનો તાલ જાગ્યો. તેણે તે બંને બાળકોને ખૂબ ધન આપી મંગાવી લીધા. નજર પડતાં જ બાળકોને કુશકેતુ ઓળખી ગયો. બાળકો પણ મા-બાપની પાસે પહોંચવા આક્રંદ કરવા લાગ્યા. કુશકેતુ પરિસ્થિતિને પામી ગયો. બાળકોને સાથે રાખી વનમાંથી ધનકેતુને શોધી કાઢી રાજ્યમાં ફરી તેડી લાવવાનો તેણે નિર્ધાર કર્યો. પ્રભાત થતાં ધનકેતુની શોધ માટે કુશકેતુ પોતાના મંત્રીઓ અને બાળકો સાથે નીકળી પડ્યો. ધર્મનું નિરીક્ષણ અને પરીક્ષણ કરનારો દેવ ધર્મરાજા છે. ધર્મરાજાએ ધનકેતુની અંતિમ પરીક્ષા માટે એક પાસો ફેંક્યો. ધર્મરાજા એક તેજસ્વી મુનિના વેશમાં ધનકેતુને બારણે જઈ ઊભા રહ્યા. સેવા-સશ્રુષા માટે તેમણે તેની પત્નીની માંગણી કરી. મુનિના તપના તેજથી પ્રભાવિત બનેલ ધનકેતુએ સ્ટેજ પણ ખચકાટ વિના પત્નીને સોંપવા ધનકેતુએ પ્રસન્નતા જાહેર કરી. ૩૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ ધનકેતુની આ પ્રબળ દાનવૃત્તિના દર્શનથી ધર્મરાજ અને ઇન્દ્રે મુખમાં આંગળાં નાંખ્યા. તેઓએ પોતાનું સ્વ-સ્વરૂપ પ્રકટ કર્યું. ઇન્દ્ર અને ધર્મરાજાને સમ્મુખ ઊભેલા જોઈ ધનકેતુ અર્ધાથી પાદપુજા કરવા લાગ્યો. આ કાર્ય ચાલુ જ હતું. એટલામાં તો કુશકેતુ અને તેનો રસાલો ત્યાં આવી પહોંચ્યો. પિતા અને વડીલ મંત્રીવર્ગને જોઈ ધનકેતુએ તેમનું પણ સ્વાગત-અર્ચન કર્યું. પિતાએ સન્માનસહિત ધનકેતુને પુન: રાજ્યમાં તેડી જવાની વાત રજુ કરી. આ બાજુ ધર્મરાજા અને ઇન્દ્રે ધનકેતુને સદેહ સ્વર્ગમાં સાથે લઈ જવાનો દૃઢ નિરધાર વ્યક્ત કર્યો. ધનકેતુએ બંનેની વાત સાંભળી. ધર્મરાજાને જણાવ્યું કે પિતા અને પૂજ્ય મંત્રીઓ તેમજ સાથેના સમુદાયને અહીં પડતા મૂકી સ્વર્ગના સુખો માણવા એકલપંડે આવવાની ધનકેતુની તનિક પણ ઇચ્છા નથી. સ્વર્ગનાં સુખો ગમે તેવાં સોહામણાં હોય પણ સથવારો છોડીને એકલપેટે માણવાનો ધનકેતુ ને જરા પણ શોખ નથી. ધનકેતુના પ્રેરક વચનોથી વધુ પ્રભાવિત બનેલા ઇન્દ્ર અને ધર્મરાજે ઉપસ્થિત સર્વ મંડલી સાથે સ્વર્ગમાં આવવાનો આગ્રહ કર્યો ત્યારે સરસ્વતીના ઉત્તર ભાગથી જે રસ્તે સમસ્ત મંડલી સ્વર્ગ તરફ જવા નીકળી તે ભૂમિને એકદ્વા૨ તીર્થ તરીકે ઓળખાવાઈ છે. દાનવૃત્તિની એક જ અડગ ટેક સાથે જે દ્વારથી સૌ સ્વર્ગમાં ગયા તેનો મહિમા દર્શાવતું આ એક ઐતિહાસિક ઉદાહરણ છે. દાનથી દિલને જીતી શકાય છે. દિલને જીતવાથી સ્વર્ગનાં સુખો પણ ભોગવાય છે. દાનથી સંસારનાં પદાર્થો ઉ૫૨નું મમત્વ અને મમતાનું બંધન પણ કાપી શકાય છે. મોહ-માયા-મમતાના બંધનો કપાતાં પુનર્જન્મનો ભય પણ ટળી મોક્ષનું સાધન સંપાદન થાય છે. ચિત્ર બિન્દુ સરોવર ૩૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ બિન્દુ સરોવર શ્રી સ્થળની ભૂમિ પર મહર્ષિ કર્દમે વિષ્ણુની પ્રસન્નતા માટે ઉગ્ર તપ કરેલું છે. તપના પ્રભાવથી પ્રસન્ન વિષ્ણુએ અહીં કદમને સ્વ-સ્વરૂપનું દર્શન કરાવેલું છે, એટલું જ નહીં પણ કદમની અદ્ભુત શક્તિઓથી અંજાઈ સ્વયં વિષ્ણુએ કઈમના તેજમાં તેજ મિલાવી તેમના વીર્યથી અવતરવાનું વચન પણ આપેલ છે. યોગ્ય સમય પાકે ત્યારે વિવાહનો પ્રસ્તાવ સ્વીકારી ગૃહસ્થાશ્રમમાં જોડાવા વિષ્ણુએ કર્દમને બોઘ કરેલો છે. કર્દમના તપોબળથી પ્રસન્ન વિષ્ણુના ચક્ષુઓમાંથી હર્ષાશ્રુ આ ધરતી પર ટપકેલાં છે જેમાંથી બિન્દુ સરોવર બનેલું છે. આર્યાવર્તને પવિત્ર સરોવરોમાં બિન્દુસરોવરનું મહત્વ સવિશેષ છે. આ સરોવર સરસ્વતીના વહન માર્ગથી થોડા અંતરે દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. લગભગ ચાલીસ ફુટ લંબાઈ પહોળાઈ ધરાવતો આ સમચોરસ કુંડ શ્રીગયાગદાઘર વિષ્ણુની મૂર્તિના સાનિધ્યમાં જ આવેલ છે. પાસે જ કર્દમ-દેવહૂતિ અને કપિલની મૂર્તિઓ વિદ્યમાન છે. વિષ્ણુના દર્શન બાદ કર્દમ બિન્દુસરોવર ઉપર ઘણો સમય તપ અને ધ્યાનમાં પ્રવૃત્ત રહ્યા. યોગાનુયોગ એવો સમય આવ્યો કે બ્રહ્માવર્તના પ્રજાપતિ મનુ સપરિવાર સુવર્ણના છત્રવાળા રથમાં શ્રીસ્થળની યાત્રાએ આવ્યા. તેઓએ કર્દમના તપોબલની પ્રશંસા તો સાંભળેલી પરંતુ પ્રત્યક્ષમાં કદમની દેદિપ્યમાન પ્રતિભાને નિહાળી તો આનંદવિભોર બની ઊઠ્યા. કદમને જોતાં જ મનુએ પોતાની વહાલસોયી બેટી દેવહૂતિનો હાથ કર્દમના હાથમાં સોંપવા તલપાપડ બની ગયા. મનુએ દેવહૂતિના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કર્દમે પણ દૈવ સંકેત સમજી તેને વધાવી લીધો. ધામધૂમપૂર્વક લગ્ન યોજાયાં. લગ્ન બાદ જાતે તૈયાર કરેલા વિમાનમાં કદમ દેવહૂતિ અને તેની સખિઓ પૃથ્વીના પરિભ્રમણ માટે નીકળી ગયાં. સંપૂર્ણ યાત્રાને અંતે તેઓ આશ્રમમાં પરત આવ્યાં. કર્દમ અને દેવહૂતિના ગૃહસ્થાશ્રમનો સંસાર શરૂ થયો. આદર્શ ગૃહસ્થાશ્રમ વિના ઈશ્વરનો અવતાર સંભવિત નથી. તપથી મનુષ્યને જે તપોબલ પ્રાપ્ત થાય છે તેમાં જ ઈશ્વરનો અંશ સન્નિહિત હોય છે. આ તેજનો અંશ ધર્મપરાયણ ગૃહસ્થાશ્રમ દ્વારા પૃથ્વી ઉપર અવતરે છે. આ રીતે પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર થાય છે. સમય વિત્યે ગૃહસ્થ ધર્મથી દેવહૂતિ ગર્ભવતી બની. એક શુભ દિવસના શુભ Page #94 -------------------------------------------------------------------------- ________________ મુહર્ત ભગવાન શ્રીહરિ દેવહૂતિની કુખે અવતરિત થયા. દેવોએ દુંદુભિયોના મધુર ઘોષથી હર્ષોલ્લાસ પ્રકટ કર્યો. શ્રીહરિએ કપિલ નામ ધારણ કર્યું. કપિલ વયસ્ક બન્યા એટલે કદમ તપ માટે વનમાં જતા રહ્યા. કપિલને પણ ઉપાસના માટે વનમાં જવું હતું. પરંતુ માતા પ્રત્યેના ઉત્તરદાયિત્વે તેમને રોકી દીધા. જેણે જન્મ આપ્યો. ઉછેર માટે કષ્ટો સહ્યાં. પુત્રને જોતાં જ જેનું હૈયું આનંદના મહાસાગરમાં હિલોરે ચડે છે, એવી માતાને આજ્ઞા વિના ત્યજાય કેવી રીતે ? કપિલ જાણતા હતા કે માતાની સેવા જે ફળ આપે છે તે ફળ આપવાનું સામર્થ્ય કોઈપણ દૈવી-શક્તિઓમાં નથી. માતાના અંત:કરણને ઠારવાથી જે આર્શીવાદ મળે છે તેવા શ્રેયસ્કર આર્શીવાદ કોઈપણ સંત-મહાત્મા પણ આપી શકે તેમ નથી. સંસારને સર્વોત્તમ બનાવવાની રચના માટે કપિલે લખ્યું છે. “પુત્ર માતા-પિતાને અધીન હોવો જોઈએ, પત્ની પતિને અધીન હોવી જોઈ. કનિષ્ઠ ભાઈ યેષ્ઠને અધીન જોઈએ. મનુષ્ય દેવ અને ગુરૂને અધીન રહેવો જોઈએ અને સમાજ આદર્શોને અધીન હોવો જોઈએ." આ બ્રહ્માંડનું દર્શન કરાવનાર કેવલ માતા છે. પુત્ર રાખે કે ન રાખે પણ પુત્ર સાથેના મમત્વનું બંધન માતાના પ્રેમનું પ્રતિક છે. દેવહૂતિને પણ દેવ જેવા પુત્ર સાથે મમતાની ગાંઠ, એટલી બધી ગંઠાઈ ગયેલી હતી કે પુત્રના વન-ગમનની વાત કાને સાંભળવા પણ તે તૈયાર ન હતી. કપિલને માતાના મનમાં રહેલી આ મમત્વની ગાંઠને સમજતાં વાર ન લાગી. માતાને મોક્ષના અધિકારી બનાવવા માટે સર્વપ્રથમ માતાને જ મોક્ષના સાધનરૂપ જ્ઞાનના છાંટણા છાંટવા કપિલ શરૂ કર્યા. સમસ્ત સંસારને સાંખ્ય તત્ત્વના જ્ઞાનનું ઉદ્ધોધન કરનાર કપિલે તેનો પ્રથમ પ્રયોગ માતા ઉપર જ કર્યો. મોક્ષ અને બંધનનું સ્પષ્ટ જ્ઞાન સરલ શબ્દોમાં કપિલ ધીરે ધીરે માતાને સમજાવ્યું. વિષયોની વિષય-વાસના અને મમત્વના ચક્કરમાં જીવ જ્યારે ચકરાવે ચડે છે; ત્યારે જન્મ-મરણના ભવબંધનમાં જકડાતો જાય છે. એ જ જીવ આ દશ્ય જગતના આધારરૂપ બ્રહ્મ-ચૈતન્યના વિચારોના રસપાનમાં જ્યારે રૂચિ ધરાવતો થાય છે. ત્યારે વેદાંત પઠન-શ્રવણ અને નિદિધ્યાસન દ્વારા વિષય-વાસના અને મમત્વના બંધનોથી મુક્ત થવા લાગે છે. કપિલ સાથેના સત્સંગથી દેવહૂતિને સમજાયું કે વારંવાર જન્મ-મરણના ફેરામાં ન ફસાવું હોય તો વાસનાઓ અને મમત્વના બંધનોથી મનને મુક્ત કરવું જ પડશે. જ્યાં સુધી દેહ અને પ્રાણનો સંબંધ છે ત્યાં સુધી દેહના કેવળ રક્ષણ માટે જ ભોગ એ સિદ્ધાન્તને અપનાવવો પડશે. સંકલ્પ-વિકલ્પ વિના અનાયાસ પ્રાપ્ય ભોગોને 3o Page #95 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની મર્યાદામાં રહીને ભોગવવાનું મન બનાવવું પડશે. અપ્રાપ્ય વસ્તુ કે ભોગોની લાલસા ન કેળવવી એજ મનની સાચી કેળવણી છે. બ્રહ્મચિંતનના સારરૂપ વેદાન્તના વિચારોથી જ મનને ભર્યું-ભર્યું રાખવું જોઈશે.' પરિણામે જેમ પ્રકાશના ઉદયથી અંધકાર આપોઆપ હટી જાય છે તેમ જીવ અને બહ્મવિદ્યાનો સંબંધ જોડાતાં માયા અને વાસનાના આવરણો છેદાઈ જશે. કામક્રોધ-લોભ-મોહ-મદ અને મત્સર જેવા ષડરિપુઓ મમત્વ અને વાસનાના વિકારોમાંથી ઉત્પન્ન થતા શત્રુઓ છે. વિશુદ્ધ બ્રહ્મજ્ઞાનના સંસ્કારથી દેવહૂતિનું મન નિર્મલ જલ જેવું બન્યું. શુદ્ધ જ્ઞાનના આવરણથી વિષયોમાં મનની રખડપટ્ટી બંધ થઈ ગઈ. મનમાં ફૂટેલા જ્ઞાનના આ નવીન ફણગાઓએ દેવહૂતિના અંત:કરણમાં આનંદનું એક ઝરણું વહાવી દીધું. જ્ઞાનથી પ્રાપ્ત પ્રસન્નતાના મહાસાગરના જળમાં દેવહૂતિ સદેહ તરબોળ બની ગઈ. તેની આંખમાંથી જ્ઞાનના જળના જે આસુ છલકાયાં તે ભૂમિ પર ટપકીને તેમાંથી જ્ઞાનવાપી બની. જ્ઞાનવાપીના જળનું અમૃત પ્રદાન કરી દેવહૂતિનો દેહ જ્ઞાનગંગામાં વિલીન થઈ ગયો. તેની સખિ અલ્પા જે તેના સુખ-દુ:ખમાં સદૈવ સાથે રહેતી તે પણ જ્ઞાનના ઝરણાના અમૃતપાનથી જલસ્વરૂપ. નિર્મળ બની દેવહૂતિના બગલમાં બેસી ગઈ. જે અલ્પા સરોવર તરીકે વિખ્યાત છે. આ સરોવર બસો ફૂટ લાંબુ અને એકસોફુટ પહોળું છે. દેવહૂતિના દેહ વિલય બાદ માતાનો વિધિવત ઉદ્ધાર કરી કપિલ આત્મદર્શન માટે ચાલી નીકળ્યા. ગયાગદાધર વિષ્ણુ કપિલ મહામુનિ - 1 12 - Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૮. વટેશ્વરતીર્થ બિન્દુ તીર્થથી લગભગ અર્ધા યોજન દૂર પશ્ચિમમાં સરસ્વતીને કિનારે સ્વયંભૂ શિવલિંગ વટેશ્વર મહાદેવનું અત્યંત પ્રાચીન સ્થાન આવેલું છે. જૂના સમયમાં આ સ્થાનની નજીકમાં દધિચિ મુનિનો આશ્રમ આવેલ હતો. આ સ્થાનમાં હાલ એક નાનકડું ગામ દેહસ્થલી (દથળી) નામે વસેલું છે. અહીં ચામુંડાનું પ્રાચીન સ્થાન છે. પુરાણ પ્રસિદ્ધ આ સ્થાન છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે પાંડવોએ ગુપ્તવાસ દરમ્યાન આ વટેશ્વર તીર્થમાં મૂકામ કરેલો છે. વેદનિપુણ મહર્ષિ વ્યાસ અહીં પણ રહેલા છે. પાંડવોએ અહીં વેદવ્યાસનું પુજન અભિવાદન કરી સત્સંગ કરેલો છે. યુધિષ્ઠિરે વેદવ્યાસ સાથેના સત્સંગમાં મોક્ષ ધર્મ અંગે વેદવ્યાસ પાસેથી માર્ગદર્શન આ ભૂમિ પર મેળવેલું છે એવો ઉલ્લેખ મળે છે. વેદવ્યાસે યુધિષ્ઠિરના પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું છે કે ““તમામ પદાર્થોમાં નિર્જીવથી સજીવ શ્રેષ્ઠ છે. સજીવ સૃષ્ટિમાં પ્રાણી શ્રેષ્ઠ ગણાય છે. પ્રાણિઓમાં પાદવિહીન શ્રેષ્ઠ છે. તેમાં પણ અનેક પાદવાળા શ્રેષ્ઠ છે. અનેક પાદ પ્રાણિઓમાં ચારપગવાળાં શ્રેષ્ઠ છે. ચાર પગવાળાં પ્રાણિઓમાં બે પગવાળા શ્રેષ્ઠ છે. તેમાં પણ માનવ શ્રેષ્ઠ છે. માનવમાં પણ બ્રાહ્મણપણું પ્રાપ્ત શ્રેષ્ઠ છે. બ્રાહ્મણમાં પણ વેદવિદ્યા જાણનાર શ્રેષ્ઠ છે. વેદવિદ્યા જાણનારાઓમાં પણ તેના અર્થને જાણનાર શ્રેષ્ઠ છે. અર્થજ્ઞાતાઓમાં પણ બ્રહ્મદ્રષ્ટા શ્રેષ્ઠ છે. અનુમૂત આત્મજ્ઞાનના સાક્ષાત્કારથી નિર્વાણ પદનો અધિકાર પ્રાપ્ત કરનારાથી આ સંસારમાં અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. આ બધામાં ઉપસ્થિત શંકાનું સમાધાન કરવામાં પ્રવીણ શ્રેષ્ઠ ગણાય છે. આ સમસ્ત પૃથ્વી પર તેના સમકક્ષ કોઈ નથી. આ સંસારનું એક ચિત્ર છે. અહીં એક વિશાળ જળકુંડ છે. પ્રાચીન પુરાણ પ્રસિદ્ધ આ સ્થાનમાં કચ્છ તપનું સવિશેષ માહાભ્ય છે. મહાશિવરાત્રીના પર્વ અહીં મોટો મેળો ભરાય છે. તે દિવસે અહીં માનવ કિડીયારું ઉભરાય છે. બ્રહ્મચિંતન માટે સરસ્વતીના કિનારે આવેલું શ્રેષ્ઠ નિર્જન પણ મનોહર સ્થાન છે. હાઈવે-8 થી ઉતરી પશ્ચિમે જવા કાચી સડક આવેલી છે. ૩૯. ચન્દ્રતીર્થ વટેશ્વરથી લગભગ એક કોસ દૂર સરસ્વતીના તીરે આ તીર્થ આવેલું છે. એક ઐતિહાસિક પ્રાચીન ઘટનાનુસાર દક્ષના શ્રાપથી ચન્દ્રને ક્ષય રોગ લાગુ પડ્યો હતો. આ શાપથી ગભરાઈ ચન્દ્ર શિવની ઉપાસના માટે તપ પ્રારંભ કર્યું હતું. સરસ્વતીના આ તટ પર શિવની ઉપાસના માટે ચન્ટે કરેલા કઠોર તપથી પ્રસન્ન શિવે ક્ષય રોગથી ૩૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રના રક્ષણ માટે શુક્લ પક્ષમાં તેની વૃદ્ધિનું વરદાન આપ્યું હતું. શુક્લ પક્ષમાં થતી વૃદ્ધિના કારણે ચન્દ્ર અક્ષય રહી શાપમુક્ત બન્યો છે. ચન્દ્રની કામગીરી પૃથ્વી પરની વૃક્ષ-વનસ્પતિ સૃષ્ટિ અને જીવસૃષ્ટિને પોતાના કિરણોથી અમૃતતત્ત્વ પ્રદાન કરી સજીવનતામાં વૃદ્ધિ કરવાની હોઈ મહાદેવજીએ તેને આ વરદાન આપ્યું હતું. ચન્દ્ર જલ પર પણ પોતાની શક્તિઓ વરસાવે છે. સમુદ્રની ભરતી-ઓટનું કામ ચન્દ્રની કલા પર આધારિત છે. શાસ્ત્રોમાં બતાવેલ બ્રાહ્મમુહૂર્તના સમયે પૃથ્વી પર જે અમૃતવર્ષા થતી હોય છે તેનો લાભ તે સમયે જાગૃત થઈ વાતાવરણમાં સમરસ થવાથી મળે છે. બંધ-બારણાવાળા હવામાનમાં ગોંધાઈ પથારીમાં ગોદડા નીચે સૂનાર આ વાતાવરણનો લાભ મેળવી શકતો નથી. આ સમયનું એક નામ અમૃતવેળા પણ કહે છે. ખુલ્લા અને મુક્ત વાતાવરણનો લાભ લેનાર અમૃતવેળાનો ઉપાસક ગણાય છે. સૂર્યોદયથી વાતાવરણનું આ તત્ત્વ નાશ પામે છે. નવા વાતાવરણનો પ્રારંભ થાય છે. ચન્દ્ર અહીં એક શિવલિંગની સ્થાપના પણ કરેલી છે. સરસ્વતીના જળમાં સ્નાન અને આ શિવલીંગના પુજન અર્ચનથી ક્ષય જેવા રોગ પણ દૂર થઈ શકે છે એવો પુરાણ મત પ્રસિદ્ધ છે. શ્રદ્ધા-ભક્તિપૂર્વક શ્રાદ્ધ કર્મ અને પિતૃ તર્પણ અહીં થાય છે. ચન્દ્રને સમર્પિત કરવાના ઉદ્દેશ્યથી વિવિધ દાન આપવાથી ભગવાન શિવની પણ પ્રસન્નતા વધે છે એવું માહાસ્ય છે. શિવના મસ્તક પર જ ચન્દ્ર બિરાજમાન છે. ૪૦. મુંડીશ્વર તીર્થ આ તીર્થક્ષેત્ર મુંડી નામના એક સુપ્રસિદ્ધ મુનિના નામે ઓળખાય છે. સરસ્વતી અને આમર્દકી નદીના સંગમ સ્થાને આ મુનિનો આશ્રમ આવેલો હતો. પ્રાચીન સમયમાં આ વનવિસ્તારમાં પ્રાંથિક નામે એક પારધી રહેતો હતો. શિકારની શોધમાં દરરોજ જંગલમાં રખડતો ફરતો હતો. અનેક પ્રાણીઓની હત્યાઓ તેણે કરેલી હતી. એક દિવસ સરસ્વતી અને આખર્દકી નદીના સંગમ સ્થાને શિકારની શોધમાં રખડતા આ પારધીને કોઈ હિંઝ પશુએ મારી નાંખ્યો. આ હિંન્ને પશુએ તેના લોહી-માંસને આરોગી વિદાય લીધી. માંસ ભુખ્યા નાના પશુપક્ષીઓએ બાકીના કલેવરમાંથી મિજબાનીનો લાભ ઉઠાવી તેને ફેંદી નાંખ્યું. વેરણછેરણ અસ્થિઓ પડ્યાં રહ્યા. એક દિવસ મુંડિએ એક ખોપરી જોઈ. શૌચ માટે જલ ભરવાના આશયથી મુંડિ ખોપરીને આશ્રમમાં લઈ ગયો. મુંડિ રાતના સમયે આ ખોપરીમાં સંગમનું જળ ભરી રાખતો. ઉપયોગમાં લેતો. દિવસે તો આ ખોપરી આમ તેમ રખડતી પડી રહેતી. એક સમયે એક દરિદ્ર બ્રાહ્મણ ધનની શોધમાં ફરતો ફરતો. આ જંગલમાં આવી ચડ્યો. આકાશમાં સૂર્ય અસ્તાચલ તરફ ઢળી રહ્યો હતા અને રાત્રીના ૪૦. Page #98 -------------------------------------------------------------------------- ________________ આગમનનાં એંધાણ વરતાતાં હતાં. રાતના સમયે આગળ વધવાનું ઉચિત ન માની એક વિશાલ વૃક્ષની છાયામાં આરામ વિશ્રામ લેવાનો સંકલ્પ કર્યો. આ ઝાડની છાયામાં ઉપવસ્ત્રનું આસન બિછાવી તે તેના નીચે બેઠ્યો. ચારે બાજુ નજર ધૂમાવતાં ધૂમાવતાં તેણે જોયું કે તે બેઠો હતો તેના ઉપર જ એક ડાળી પર મોટું પેટ અને વિશાળ કાયાવાળું પ્રાણી ઉંધા મસ્તકે લટકતું હતું. મનમાં ભય તો લાગ્યો પરંતુ મેં તેનું કશુંજ બગાડ્યું નથી એવો મનોમન દિલાસો મેળવી રાત ત્યાંજ ગુજારવાનું તેણે નક્કી કર્યું. રાતના કાળા ઓળા છવાઈ ગયા. ઉંઘ તો આવા અજાણ અને ભયાનક સ્થાનમાં આવે નહીં પરંતુ પગ લાબાં કરી સુઈ ગયો. ઉંઘના અભાવમાં મન અનેક અટકળોમાં ચકરાવે ચઢ્યું. મધ્યરાત્રી જેવો સમય શરૂ થયી હશે એટલામાં શહનાઈઓના સ્વરો સંભળાયા. ઉઠી બેસી આમતેમ જોવા લાગ્યો તો માણસોની હિલચાલ નજરે પડી. રથ, ઘોડા, હાથી આવ્યા. બંધાયા. જોતજોતામાં એક રાજાનું સૈન્ય ત્યાં મૂકામ માટે રોકાયું. એક માણસે એક પલંગ જેવું સુવાનું આસન આ બ્રાહ્મણના પાસે જ બિછાવી દીધું. આ માણસે તેના બીજા નોકરને હુકમ કર્યો કે આ બ્રાહ્મણને પણ સુખચેનથી રાતભર રાખો. જોતાં-જોતાં તો ડાળ પરનું પેલું પ્રાણી નીચે પલંગમાં પડ્યું. રાજાના નોકરોએ બ્રાહ્મણને પણ મોજમજા સાથે સુખશય્યાનો આનંદ આપ્યો. સુખમૈયાના સેવનથી બ્રાહ્મણ ઉંઘી ગયો. સવાર પડતાં જ્યાં સુર્ય નારાયણના કિરણો પૃથ્વીને પ્રકાશ્તિ કરવાં લાગ્યાં તો આ બ્રાહ્મણ પણ જાગી ગયો. જાગતાં જ તેણે જોયું તો રાત્રે જે જોયેલું તેમાંનું કશું જ ત્યાં જોવામાં ન આવ્યું. એજ ઉપવસ્ત્રની પથારી અને એજ નિર્જન વન. વૃક્ષ પર નજર કરી તો એજ પ્રાણી એજ સ્થિતિમાં ત્યાં લટકતું હતું. આ બ્રાહ્મણનું મન ચકરાવે ચઢ્યું. તેણે વિચાર કર્યો કે જે જોવામાં આવ્યું; અનુભવવામાં આવ્યું; તે સ્વપ્ન તો નહોતું જ. તો શું હતું તે ? કોઈ ઇન્દ્રજાળ હતી ? માયાવી રાક્ષસમાયા હતી ? ચકરાવે ચઢેલા બ્રાહ્મણના મને મનોમન નક્કી કર્યું કે આ બધું મેં જે જોયું તે સ્વપ્ન નહીં પણ પ્રત્યક્ષ અનુભવ છે. જાગૃત અવસ્થામાંનું જ દર્શન છે. કોને પુછવું કે આ શું હતું ? ડાળ ઉપર લટકતા પ્રાણી સિવાય કોઈ હાજર નહોતું. બ્રાહ્મણે પેલા પ્રાણીને આ અંગે પૂછ્યું. પ્રાણીએ કહ્યું કે કોઈ અપરિચિતને વિના જાણ્યે કંઈ કહેવાય નહીં. તું અહીં રહે. રોકાવ. તારો પરિચય થશે પછી જણાવીશ. પરિચયથી સંબંધ બંધાય છે. સંબંધથી ઓળખ દ્રઢ થાય છે. અને ઓળખથી અંતરની વાતો કરાય છે. ઓળખાણને લઈ એકબીજાને ઉપયોગી પણ થવાય છે. બ્રાહ્મણ બે ત્રણ દિવસ ત્યાં રોકાઈ ગયો. પેલા પ્રાણીએ જણાવ્યું કે તું ધનની શોધમાં નીકળ્યો છે તો હું તને ધન બતાવીશ. પણ તે પહેલાં તું મારું એક કામ કર. અહીંથી થોડે દૂર જઈશ ત્યાં એક મુનિનો આશ્રમ આવશે. રાતના સમયે મુનિ એક ખોપરીમાં સંગમનું જે જળ ભરી ૪૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ રાખે છે તેના પ્રભાવથી મને રાત્રે રાજાના સુખનો આસ્વાદ મળે છે. દિવસે ખોપરી ખાલી પડી રહે છે. ખોપરી સાથે સરસ્વતીના જળના સમ્પર્ક સમયે તો મને આ આનંદ મળે છે. પરંતુ દિવસે હું મારા કર્મોની સજા ભોગવું છું. પૂર્વજન્મમાં એક શિકારીના રૂપમાં મેં અસખ્ય પ્રાણીઓની હત્યાઓ કરેલી છે. એક દિવસે એક હિંસક પ્રાણીથી મારી હત્યા થયેલી છે. મારાં અસ્થિઓ સંગમના સ્થળે વેરાએલાં પડેલાં છે. ખોપરી મુનિના આશ્રમમાં છે. આ ખોપરી મેળવી અસ્થિઓ અને હાડપિંજરને અગ્નિસંસ્કાર આપી તેની ભસ્મને તું આ સંગમ જળમાં પધરાવી દે. પછી અહીં આવ હું તને ધન બતાવીશ. બ્રાહ્મણ પ્રાણીના આ વચનો સાંભળી ઉંડા વિચારમાં પડી ગયો. તે ઊઠ્યો અને પ્રાણીએ કહેલી દિશા તરફ ચાલવા લાગ્યો. આશ્રમ જોવામાં આવ્યો. આશ્રમમાં જઈ આ સર્વ વૃત્તાંત મુનિને પણ સંભળાવ્યો. મુનિ પણ વિસ્મય પામ્યા. મુનિ પાસેથી ખોપરી મેળવી તે નદી કિનારે આવ્યો. વીણી વીણી અસ્થિઓ ભેગાં કરી તેને તેણે અગ્નિ સંસ્કાર આપ્યો. રાખ નદીમાં પધરાવી પાછો તે વૃક્ષ તરફ વળ્યો. ત્યાં જઈને જોયું તો એક દિવ્ય પુરુષ ત્યાં ઉભો હતો. તેણે આ બ્રાહ્મણને દૂર એક વૃક્ષ નીચે ખોદી ધન મેળવવાનું કહ્યું. આ દિવ્ય પુરુષ વિદાય થઈ ગયો. બતાવેલા સ્થળે ખોદતાં હાથ લાગેલ સોનામહોરોનો ગગરો લઈ ખૂશબૂશ થઈ બ્રાહ્મણ ચાલતો થયો. ૪૧. માંડવ્યતીર્થ સરસ્વતીના કિનારે એક માંડવ્ય રૂષિનો પણ આશ્રમ હતો. હાલ આ સ્થાને માંડેલ્મેશ્વર શિવલિંગનું સ્થાન છે. જંગમ તીર્થ સમાન માંડવ્યની સ્મૃતિમાં આ સ્થાન છે. આ સંબંધમાં માંડવ્ય રૂષિનો એક પ્રેરણાત્મક ઇતિહાસ પ્રસિદ્ધ છે. માંડવ્ય શિવભક્ત હતા. શિવપુજન અને શિવચિંતન તેમનો નિત્ય ક્રમ હતો. એક દિવસે ઉંડા અરણ્યમાં બિલીપત્રો લેવા એક કરંડિયો લઈ તેઓ જંગલમાં ગયેલા. બિલી વૃક્ષની એક ડાળ પર આ ટોકરીને ઠરાવી બિલીપત્રો તોડી તેમાં એકઠા કરતા હતા. આ વનની નિકટમાં જ સરસ્વતી વહેતી હતી. ધર્મવર્મા નામે રાજાની રાણી સખિયો સાથે સરસ્વતી સ્નાન માટે અહીં આવી હતી. દૂર-દૂર રાજાના સેવકો રાણીની રક્ષા માટે ઉભા હતા. રાણી પોતાના કપડાં પરનો સોનાનો કંદોરો ઉતારી કિનારે મૂકી સખિઓ સાથે સ્નાનક્રિડા કરી રહી હતી. દરમ્યાન એવું બન્યું કે આકાશમાં ઉંચે ઉડતા ચીલ નામના એક પક્ષીની નજર માંસના ટૂકડા જેવા ચળકતા આ કંદોરા પર પડી. ચીલ ઝડપે નીચે ઉતરી ચાંચમાં ઘાલી તે પક્ષી ચાલતું થઈ ગયું. દૂર એક વૃક્ષ ૫૨ ઉંચે બેસી તેણે તે ખાવા ચાંચમાં દબાવ્યું. પણ ખાઈ ન શકાય એવો કઠણ પદાર્થ જાણી તેણે તેને છોડી દીધું. ૪૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ દૈવયોગે આ વૃક્ષ ઉપર જ મુનિ બિલીપત્રો વીણતા હતા. તેમને ખ્યાલ પણ નહોતો અને આ ટોકરીમાં તે પક્ષીએ છોડેલ કંદોરો-પેસી ગયો. બિલીપત્રોથી ટોપલો ભરાઈ જવાથી નીચે ઉતરી મુનિ આશ્રમ તરફ ચાલતા થયા. આ તરફ સ્નાન ક્રિડાથી પરવારી રાણી કિનારા પર મૂકેલો કંદોરો લેવા ગઈ પણ ત્યાં તે જોવામાં ન આવ્યો. તેણે સખિઓને વાત કરી. બધાએ ખૂબ શોધ ચલાવી પણ તે ન મળ્યો. કંદોરો ચોરાઈ ગયેલો સમજી રાણીએ દૂર ઉભેલા સેવકોને પુછપરછ માટે બોલાવ્યા. રાણીબાનો કંદોરો ચોરાઈ ગયેલો જાણી ચોરની શોધ માટે ચારે દિશામાં સેવકો ફરી વળ્યા. એક સેવકે દૂરથી આવતા એક રૂષિને જોયા. તેમના હાથમાં બિલીપત્રોની ટોપલી હતી. સેવકે પ્રણામ કરી કંદોરો ચોરાયાની વાત કહી. કોઈને જોયા-જાણ્યાની વાત પૂછી. રૂષિએ આ બાબતમાં અજાણ હોવાનું જણાવ્યું. ચતુર સેવકે તૂર્તજ રૂષિની ટોપલી છીનવી લઈ નીચે ખંખેરી. બિલીપત્રો સાથે ખનખનાટ ખણખણતો કંદોરો ભૂમિ પર પડ્યો. મુનિના વેષમાં ચોરને જોઈ સેવકે તેમને પકડી લીધા. અને રાજા સમક્ષ ખડા કર્યા. રાજા પણ મુનિને જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયો. રાજાએ સેવકને ધમકાવતાં પૂછ્યું કે તેં કેવી રીતે માન્યું કે આ માન્યવર રૂષિ ચોર છે ? સેવકે બનેલો સર્વ વૃત્તાન્ત અક્ષરશ: કહી સંભળાવ્યો. એક બાજુ રૂષિની પ્રતિભા અને બીજી તરફ જાણેલી હકીકતો વચ્ચે રાજાનું મન કોઈ નિર્ણય લેવા મુંઝાઈ ગયું. તેણે રૂષિવરને સાદર પૂછ્યું કે એક સજ્જન માટે ત્યાજ્ય એવું અસત્ય ઉચ્ચારણ આપે કેમ કર્યું ? રાજાના પ્રત્યુત્તરૂપે રૂષિએ કહ્યું કે પૂર્વ જન્મના એક અપરાધને કારણે હું તમારી સામે ચોર ઠર્યો છું. હકીકતમાં મેં કોઈ અસત્ય ઉચ્ચારણ પણ નથી કર્યું પરંતુ મારું ઉચ્ચારણ અસત્ય ઠર્યું. મેં કંદોરો ચોર્યો પણ નથી. તેમ છતાંય હું કંદોરાનો ચોર ઠર્યો છું. ચોરને યોગ્ય શૈલીની સજા મને થવી જોઈએ. રાજા મુનિની વાત સમજી ન શક્યો. તેણે આ બાબતમાં નિર્ણય લેવા રાજ્યના ધર્માધિકારીને તેડાવ્યા. ધર્માધિકારીએ પણ સર્વ હકીકતો ધ્યાનમાં લઈ નિર્ણય આપ્યો કે એક રૂષિવરની હત્યા ન થઈ શકે માટે તેમને દેશનિકાલની સજા ફરમાવવી. પરંતુ રૂષિએ ધર્માધિકારીના નિર્ણયનો સ્વીકાર ન કર્યો. રૂષિએ તો ચોરીના અપરાધમાં અપાતી શુળીની સજા જ ભોગવવાનો નિર્ણય જાહેર કર્યો. રૂત્રિએ જણાવ્યું કે હું કોઈ મુનિ તરીકે નહીં પણ એક અપરાધી તરીકે સાબિત થયેલો હોઈ આ અપરાધને છાજે એવી સજા આપવામાં રાજાને કોઈ દોષ નડે તેમ નથી. શુળીની સજાથી જ હું મારા પૂર્વ જન્મના અપરાધનું ફળ ભોગવી પાપકર્મના ફલાદેશથી મુક્ત બનીશ. જો હું હાલ આ ફળ ભોગથી મુક્ત બનું તોપણ તેના ફલાદેશથી નિવૃત્ત ન થઈ શકું. આજે અને અત્યારે જ પૂર્વ કર્મના દોષનું ફલ ભોગવી હું તેનાથી નિવૃત્તિ ઇચ્છું છું. રાજા અને ધર્માધિકારી સૌ રૂષિની વાતથી વિસ્મીત બન્યા. તેઓએ ૪૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજન્મના અપરાધનું રહસ્ય જાણવા યાચના કરી. પરંતુ રૂષિએ શુળી પર ચઢ્યા પછી જ આ રહસ્યથી વાકેફ કરવા નિર્ધાર દર્શાવ્યો. રૂષિના આત્યંતિક આગ્રહથી રાજાએ રૂષિને શુળી પર ચઢાવ્યા. હસતે મોંએ શુળી પર ચઢતાં રૂષિએ જણાવ્યું કે મારા પૂર્વજન્મમાં અજાણતાથી કૌતુકવશ એક ભમરાના દરમાં કાંટો નાંખી તેને કાંટાથી ઈજા પહોંચાડી હતી. તે પાપના ફળથી હવે હું નિવૃત્ત થયો છું. પાપના ફળ ભોગથી નિવૃત્ત થવાથી હું પ્રસન્ન બન્યો છું. કંદોરાની ચોરી પણ મેં કરેલી ન હોવા છતાંય પાપનું ફળ ભોગવવાના સંયોગ વશ આ કંદોરો મારી ટોપલીમાંથી નિકળ્યો છે. હું અસત્ય બોલેલો નહીં તેમ છતાં મારા બોલ અસત્ય ઠર્યા. આ દૈવનું વિધાન છે. દૈવ જ બળવાન છે. દેવ કરતાં પણ દૈવ બળવાન છે. દૈવ એટલે પ્રારબ્ધ. પ્રારબ્ધનું ઘડતર કર્મોથી થાય છે. આ કર્મોનું ફળ નાબુદ કરવાને દેવ કે મનુષ્ય કોઈપણ શક્તિમાન નથી. મારા આ જન્મમાં કંઈપણ ખરાબ કર્મ કરેલું ન હોવા છતાંય પૂર્વજન્મના કર્મે એક રૂષિ અવસ્થામાં પણ મને સજા ફટકારી છે. આ વૃત્તાંત સાંભળી ઈજા ભોગવેલ રૂષિને તૂર્તજ શુળી પરથી ઉતારી સન્માન સહિત વિદાય આપી. ૪૨. પીલુપર્ણિક તીર્થ માંડવ્ય તીર્થની સરસ્વતી આ ક્ષેત્રમાં આવે છે. અહીં જાલેશ્વર મહાદેવનું પ્રાચીન પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. રૂષિમુનિયોથી સેવાયેલું આ શિવલિંગ ઉત્તમ ફળ આપનાર છે. અહીં સરસ્વતીમાં સ્નાન અને પિતૃઓને પ્રસન્ન કરવાના શ્રાદ્ધકર્મો માટે આજુબાજુના વિસ્તારોમાંથી લોકો આવે છે. પીલુ નામના નાના-નાના વૃક્ષોથી છવાયેલી ભૂમિને કારણે પીલુ પર્ણિક ક્ષેત્ર કહી રૂષિઓએ આ ભૂમિને બિરદાવી છે. પર્ણ એટલે પાંદડા. તેના પાંદડાના રસથી લખાયેલું લખાણ શાહી પ્રમાણે દેખાય છે. આ વૃક્ષને લાલચણોઠી જેવાં મીઠાં ફળ પણ આવે છે. સ્વાદથી લોકો ખાય છે. પિત્ત, શોલોદર અને અફીણ જેવા વિષ ઉતાર ઉપર આ વૃક્ષના અવયવો સારું પરિણામ આપે છે. ૪૩. દ્વારાવતી તીર્થ સરસ્વતીના કિનારે આવેલ આ તીર્થમાં ભગવાન વિષ્ણુના યજન-પુજનનું માહાત્મય ખૂબ છે. આ તીર્થના સંબંધમાં એવું કહેવાયું છે કે આ પૃથ્વી પર વેદથી શ્રેષ્ઠ અન્ય ગ્રંથ નથી. માતાથી વિશેષ કોઈ ગુરૂ હોતો નથી. સંસાર સાગર પર કરવાને ધર્મથી ઉત્તમ કોઈ નૌકા નથી. ઉપવાસથી અધિક કોઈ તપ નથી. બાહ્મણત્વથી વિશેષ કોઈ પવિત્રતા નથી. મોક્ષના જ્ઞાનથી વિશેષ કોઈ જ્ઞાન નથી. ભગવાન વિષ્ણુ પ્રત્યેના અનુરાગથી ચઢિયાતો કોઈ રાગ (મોહ) નથી. એવી જ ૪૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ રીતે વિષ્ણુ સાયુજ્ય પ્રાપ્ત કરવા દ્વારાવતીથી કોઈ શ્રેષ્ઠ તીર્થ નથી. વૈકુંઠ ધામનું આ તીર્થ એક કાર હોઈ તેને દ્વારાવતી તરીકે ઓળખાયું છે. ૪૪. ગોવત્સ તીર્થ સરસ્વતીના કિનારે ઝાડી-ઝાંખરાની વચ્ચે આવેલું એક સ્વયંભૂ શિવલિંગ સ્થાન છે. સ્વયં પાર્વતિપતિ મહાદેવજી ગાયના વાછરડા સ્વરૂપે પ્રકટ થઈ આ શિવલિંગ પ્રકટ કરેલું છે તેથી તે તીર્થને ગોવત્સતીર્થ કહે છે. આ તીર્થની ઉત્પત્તિ સંબંધમાં એક પ્રાચીન ઇતિહાસ માકડિયે કહેલ છે. મહાબલ નામે સુવિખ્યાત શિવભક્ત રાજા હતો. એક રાજા તરીકે મૃગયા ખેલવાન પણ તે બહુ જ શોખિન હતો. એક સમયે આ રાજા પોતાના કેટલાક ચુનંદા સાથીઓ સાથે ઘોર જંગલમાં મૃગયા માટે નિકળેલો. મૃગયા માટે ઘોડા દોડાવતા દોડાવતા બધા એકબીજાથી દૂર દૂર અંતરે ચાલી ગયા હતા. અલગ પડેલા એક સાથીએ તેના માર્ગમાં એક કૌતુક જોયું. મૃગ-મૃગલીયોના એક ટોળા વચ્ચે ગાયનું એક વાછરડું બેઠેલું હતું. સાથીએ આ નવું કૌતુક મહારાજાને બતાવવા તેની શોધમાં ઘોડો દોડાવ્યો. મહારાજાને તેણે શોધી કાઢ્યા. આ કૌતુક નિહાળવા તે આ સ્થળે મહારાજાને તેડી લાવતો હતો. ઘોડાઓના પગના ડાબલાના ખડખડાટથી મૃગલાઓના આ ટોળામાં નાસભાગ મચી ગઈ. વચ્ચેનું ગોવત્સ પણ ભાગી ઝાંડી ઝાંખરાના જાળામાં ભરાઈ ગયું. મહારાજાએ આ ગોવત્સને ઝાડીમાં ભાગતું જોઈ ઘોડા પરથી ઉતરી પૈદલ દોડતા તેના પાછળ પડ્યા. કાંટાળી ઝાડીના અંતરિયાલ ભાગમાં નીચા નમી ચારે પગે ભાગતા મહારાજાએ ગોવત્સની પાસે પહોંચી પકડ્યું-પકડ્યું એવી બૂમ મારતાં તેમણે એક નવીન કૌતુક જોયું. ગોવત્સને પકડવા હાથ લંબાવી જ્યાં મહારાજાએ હાથમાં ઝાલ્યું તો તે ગોવત્સના સ્થાને એક શિવલિંગ હાથમાં આવ્યું. ગોવત્સના સ્થાને એક સ્વયંભૂ શિવલિંગની ઉત્પત્તિ જોઈ મહારાજા સાનંદાશ્ચર્ય બોલી ઊઠ્યા. ‘હર હર મહાદેવ હર'. - પ્રત્યક્ષ આંખો સામે ગોવત્સમાંથી નિર્માણ થયેલ આ સ્વયંભૂ શિવલિંગને મહારાજાએ બે હાથોથી સ્પર્શ કરેલું હતું. અનાયાસ આ ચમત્કારને નિહાળી મહાબલનું મન શિવચિંતનમાં શિવ સાનિધ્યમાં સમાઈ ગયું. હરહર મહાદેવની અખંડ ધૂન સાથે મહાબલનો દેહ શિવસાનિધ્યમાં જ દેહમાં વ્યાપ્ત શિવથી છુટો પડી ગયો. દેહ દેહના ધામ પૃથ્વી પર પડ્યો અને જીવ-શિવ સાથે તદ્રુપ થઈ મળી ગયો. હર-હર મહાદેવનો અમર નાદ બ્રહ્મનાદમાં વિલીન થઈ ગયો. જંગલની જે ઝાડીમાં મહાબલે પ્રાણોત્સર્ગ દ્વારા ગોવત્સમાંથી પ્રકટ સ્વયંભૂશિવલિંગના દર્શન-સાક્ષાત્કાર કર્યા તે સ્થાનનું દર્શન-પુજન શિવસાયુજ્ય પમાડનારું ૪૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૫. લોહયષ્ટિ તીર્થ ગોવત્સથી નૈરુત્ય કોણમાં આ તીર્થ આવેલું છે. લોહયષ્ટિનો અર્થ લોઢાની લાકડી થાય છે. લોહયષ્ટિ નામે એક સ્વયંભૂ શિવલિંગનું સ્થાન છે. લોહધાતુમાંથી પ્રકટેલ આ સ્વયંભૂ શિવલીંગ દુખ, દારિદ્રયં અને વિવિધ પાપોનું નાશકારક ગણાય છે. સર્વપિતૃ અમાસના દિવસે પિતૃશ્રાદ્ધ કર્મો માટે અહીં આસપાસના વિસ્તારોમાંથી લોકો જમા થાય છે. સરસ્વતીમાં સ્નાન-દાન અને પિતૃકર્મ માટે સુવિખ્યાત તીર્થ છે. ૪૬. ઝિલ્લતીર્થ ઘડીકમાં ઉત્તર અને ઘડીકમાં દક્ષિણ એમ આડીઅવળી વહેતી સરસ્વતી લોહયષ્ટિથી આગળ આ તીર્થમાં આવે છે. અહીં રેતના વિશાળ થરો જામેલા હોઈ ત્યાં સરસ્વતી પાણીના એક ઉંડાણ ઘરાની માફક઼ ફેલાઈ ગયેલી છે. ત્યાં પાણીના વિશાળ ઘરારૂપે સરસ્વતી દેખાતી હોઈ જળક્રિડા માટેનું એક મનોહર સ્થાન જેવું બનેલું છે. પુરાણોમાં આવેલ વર્ણન મુજબ જ્યારે શિવ-પાર્વતીના ઠપકાથી રિસાઈ કાર્તિકેય દક્ષિણમાં ચાલ્યો ગયો હતો ત્યારે પુત્રને શોધવા બંને દક્ષિણમાં ગયાં હતાં. ત્યાં એક ઉપવનમાં કપિલધારા નામે વહેતી ગંગાના સ્થાને કાર્તિકેય મળી આવ્યા હતો. શિવ પાર્વતીની સાથે જોડાયેલા દેવો અને ગંધર્વો, યક્ષો, કિન્નરો જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઝિલ્લ જેવા વિશાળ પાણીના ઘરામાં તેઓએ સ્નાનક્રિડા કરી હતી. સ્નાનક્રિડાની રમતો ખૂબ પ્રખ્યાત છે. જળક્રિડાનો આનંદ આ ઝીલમાં શંકરપાર્વતી સહિત દેવો વિ.ખૂબ પ્રેમથી માણેલો છે એવો પુરાણોક્ત ઇતિહાસ છે. સ્વર્ગમાંથી વિદ્યાધરો અને દેવોની યોનિયો પણ આ ઝીલમાં સ્નાનક્રિડા માટે આવજા કરે છે. માટે આ તીર્થને ઝિલ્લ તીર્થ કહે છે. ઝિલ્લનો અર્થ ઝીલવું એવો પણ થાય છે. એક બીજાના ઉપર પાણી ઉછાળી રમાતી રમતમાં પાણી ઝીલવાનું હોય છે. તેથી આ ધરાનું નામ ઝિલ્લ છે. અહીં આનંદક્રિડા શંભુએ કરેલી હોઈ આનંદેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગનું સ્થાન છે. આ તીર્થમાં સ્નાન-દાન અને ઉપવાસનું માહાત્મ્ય છે. અહીં સ્નાન-દાનપાન- તર્પણ અને આનંદેશ્વરનું યજનપુજન કરવાથી મનના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. ૪૭. કુષ્માંડેશ્વર તીર્થ કુષ્માંડ મુનિના આશ્રમ ઉપ૨થી આ તીર્થનું નામ કુષ્માંડેશ્વર તીર્થ કહેવાયેલું ૪૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ છે. વૈશાખી પુનમે અહીં સરસ્વતીમાં સ્નાન-દાન અને યજેનપુજન માટે મેળો ભરાય છે. આ ભૂમિ અને આસપાસ પ્રાચીન સમયમાં મુનિશ્વરોએ વાસ કરેલો છે. ૪૮. કોલ્હાસરસ્વતી અહીં સરસ્વતી કોલ્હા નામે પ્રકટ થયેલી છે. કોલ્હાનો અર્થ બળદ ઘાણી માટે બળદને ફરવા જે ખાડો બનાવેલો હોય છે તે કોલ્ડ તરીકે ઓળખાય છે. અહીં સરસ્વતી આવા વિશાળ ખાડામાં ભૂગર્ભથી ઉત્પન્ન થયેલી છે. તેથી તે કોલ્હાસરસ્વતી તરીકે પ્રસિદ્ધ છે. તેનું માહાભ્ય એવું દર્શાવાયું છે કે વાંઝણી સ્ત્રી પણ જો આ સરસ્વતીમાં ત્રણ ઉપવાસ સાથે સ્નાન કરે તો પુત્રવતી બને છે. ગમે તેવા રોગ, ઉત્પાત અને ઉપદ્રવોની શાંતિ આ સરસ્વતીમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે. ૪૯. શત્રુમદન તીર્થ કોલ્હાથી અંતર્ધાન થયેલી સરસ્વતી આ મનોહર તીર્થમાં આવેલ છે. અહીં મુનિઓએ પોતાના તપોબલથી સ્વયંના શત્રુસમાન કામ ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા પડ઼ રિપુઓનો પરાજય કરી દેવત્વ સંપાદન કરેલું હોઈ આ ક્ષેત્રને શત્રુમદન તીર્થ કહેવામાં આવેલું છે. મર્દન એટલે મસળીને નાશ કરવું. સિદ્ધ જનોના વસવાટે આ નામ બક્ષેલું છે. ૫૦. ખદિરામોટ શત્રુમદન તીર્થથી અંતર્ધાન થયેલી સરસ્વતી અહીં પ્રકટ છે. ફળ કુલો અને સુંદર વૃક્ષોથી શોભતો ખદિરામોટ પર્વત પુરાણોમાં પ્રસિદ્ધ છે. આ પર્વત પર ચઢી જોવામાં આવે તો સામે ખળભળતા સાગરના ગર્જનના દર્શન થાય છે. આકાશમાં મેઘોની ગડગડાહટ ગાજી ઉઠે છે. અંતિમ સ્થાનની નિકટ પહોંચેલી સરસ્વતી જાણે પ્રસન્ન થયેલી હોય તેમ અહીંથી પાંચ પ્રવાહમાં વહે છે. હરિણી, વજિણી, ચંકુ, કપિલા અને સરસ્વતી એવા પાંચ નામોવાળા પાંચ પ્રવાહોમાં સરસ્વતી આ પર્વતમાંથી આગળ પ્રકટ થાય છે. સરસ્વતીએ જ્યારે પોતાના લક્ષ્ય માર્ગમાં એક આડા સૂતા માર્ગ રોકીને પડેલા આ પર્વતને જોયો ત્યારે માર્ગ શોધવા મુંઝાઈ ગયેલી. તે ત્યાં ઉભી રહી. તે સમયે તે પર્વત પર એક સુંદર પુરુષ પ્રકટ થયો. પોતાની સમીપ સરરવતીના કલકલ થતા નાદે તેને જાગૃત કર્યો. તેણે કહ્યું કે અહીં તારા માટે કોઈ માર્ગ નથી. તું જાણી લે કે હું કૃતમ્મર પર્વત છું. પર્વતરૂપે પુરુષ છું. તું અહીં જ રહે. મારી થઈને રહે. હા, શાસ્ત્રમાં કહેલું છે કે સ્ત્રીને અડવામાં દોષ છે. પરંતુ તું તો કુમારિકા છે તેથી તે દોષ મને નહીં સ્પર્શે. તું મારી સાથે વિવાહ કર અને મારી પાસે જ રહે. ૪૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ કૃતમ્મરના આવા વાહિયાત વચનો સાંભળી સરસ્વતીએ યુક્તિપૂર્વક વચનો બોલી પર્વતને વશ કરી લક્ષ્ય સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે હું વિવાહ માટે તૈયાર છું. પણ હું કુમારિ હોવાથી પિતાને વશ છું. હાલ હું એક દેવકાર્ય પૂર્ણ કરવા નિકળેલી છું. કાર્ય પુરું થયે પિતાની આજ્ઞા લઈ તમારી સાથે હું વિવાહથી જોડાઈશ. હાલ મને મારી જવાબદારી પૂર્ણ કરવા માર્ગ આપો. પણ કામ-વાસનાથી લોલુપ બનેલા કૃતમ્મરે બલાત્ સ્પર્શ કરવા જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે સરસ્વતીએ કહ્યું કે થોભો. થોડી વાર થોભો. શાસ્ત્રમાં કહેલું છે કે વિવાહ સમયે કન્યાએ સ્નાન કરવું જોઈએ. આ કુંભ થોડી વાર પકડો. હું હાલ સ્નાન કરી લઉં. પછી આપણે તમારી ઇચ્છા પૂર્ણ કરવા વર્તીએ. પ્રલોભનભર્યા સરસ્વતીના આવા વચનો સાંભળી વિકારથી ઉન્મત્ત બનેલા કૃતમ્મરે સરસ્વતી પાસેનો કુંભ હાથમાં લીધો. કુંભને અડકતાં જ વડવાનલના દાહથી કૃતમ્મર બળીને ખાખ થઈ ગયો. પર્વતના પથરા તૂટી-ફૂટી ચૂરચૂર થઈ ગયા. શિલ્પીઓ આ પથરા ઘરો અને દેવમંદિરોના નિર્માણ માટે લઈ જાય છે. આ પ્રમાણે કૃતસ્મરને ભસ્મ કરી વડવાનલને પાછો ઉઠાવી સરસ્વતી સમુદ્રની નજીકમાં જઈ ઉભી - સરસ્વતીએ વડવાનલને કહ્યું કે આ તારો ભક્ષ સામે દેખાઈ રહ્યો છે. જો ઘૂઘવતા ઉછળતા અને છોળો મારતા તગડા ભક્ષને જોઈ વડવાનલ પ્રસન્ન થઈ ગયો. સાગરની છોળો ધરતીને અથડાઈ પાછી નાસતી જોઈ વડવાનલ સરસ્વતીને કહેવા લાગ્યો કે તે શું મારાથી ગભરાય છે ? સરસ્વતીએ કહ્યું કે તારાથી કોણ ન હીએ ? તગડા ભક્ષ પાસે લાવવાની જવાબદારી બનાવવાના કાર્યથી વડવાનલ સરસ્વતી ઉપર પણ ખૂબ ખુશ થયો. તેણે સરસ્વતીને કોઈ વરદાન મેળવવા કહ્યું. સરસ્વતીએ અય્યતનું સ્મરણ કર્યું. અય્યતની પ્રેરણાથી સોયના નાકા જેવું હોનું છિદ્ર બનાવી જળદેવને ભક્ષ કરવાનું વરદાન સરસ્વતીએ વડવાનલ પાસેથી મેળવી લીધું. આ વડાવનલને જોઈ જળદેવ સાગર પણ ગભરાઈ ગયો. પણ વિષ્ણુએ તેને કુનેહથી છેતરેલો જાણી પ્રસન્ન થયો. ૫૧. પ્રભાસ ક્ષેત્ર કૃતમ્મરની વિકાર વાસનાના કૂચા કુરચા ઉડાડી આગળ માર્ગ ભેદી સરસ્વતી પ્રભાસ ક્ષેત્રમાં પ્રવેશી. વડવાનલ પાસેથી વરદાન મેળવી તેને પણ ડબામાં પૂરી દઈ સર્વ મનોરથ પૂર્ણ કરવાને કારણે સરસ્વતીની પ્રસન્નતા અહીં પૂરબહાર ખિલી ઉઠી. અહીં તે પાંચ પ્રવાહોમાં પુલકિત થઈ વહે છે. પ્રભાસ ક્ષેત્ર તીર્થોનું સંગમ સ્થાન છે. અહીં અગ્નિતીર્થમાં સ્નાન કરવાથી રૂદ્ર લોકની પ્રાપ્તિ થાય છે. કુમારગ્રહ તીર્થમાં સ્નાન કરવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. અહીં કાર્તિક સ્વામીનું સ્થાન છે. કાર્તિક સ્વામીએ દસ ઇન્દ્રિય અને અગિયારમાં ૪૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ મનને વશ કરી ઇન્દ્રિયનિગ્રહ દ્વારા દસ-રથવાળા દેહ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. આ દસ-રથને વશ કર્યા વિના દેહ સુદઢ બની શકે નહીં. દેહ સુદઢ બન્યા વિના યુદ્ધમાં સેનાપતિ પદ પ્રાપ્ત કરી શકે નહીં. જૂના સમયના યુદ્ધ અને હાલના યુદ્ધમાં મોટો તફાવત છે. ક્યાં સૈનિકોની સાથે સંગ્રામ ભૂમિ પર લડતો અને દોરવણી આપતો પ્રાચીન સેનાપતિ કાર્તિકેય અને સુરક્ષાના કવચમાં રહેતો વર્તમાન સેનાપતિ એકાદશ ઈન્દ્રિયોને જે કબજે કરી કુમારગ્રહ તીર્થનું સેવન કરે છે તેને જ તીર્થનું ફળ મળે છે. બીજું એક ભલ્લી તીર્થ છે. જેમ જ્ઞાનથી અજ્ઞાન નાશ પામે છે તેમ આ તીર્થ સર્વ પાપો (મનની ખરાબ વાસના)ને બાળી ખાખ કરનારું છે. માતૃસ્થાન નામે એક સર્વોત્તમ તીર્થ છે. માતાને ઉદ્દેશી કરવામાં આવતાં તમામ શ્રાદ્ધ કર્મો પણ અહીં થાય છે. યાદવાસ્થલ નામે એક તીર્થ અહીં છે. આ તીર્થમાં યાદવોની ઉત્તમ ગતિ થયેલી છે. યાદવોના અપકારક તત્ત્વો અહીં જેમ નાશ પામેલાં છે તેમ મનના સર્વ દોષો આ તીર્થ સેવનથી નાશ પામે છે. સોમેશ્વર નામે સુપ્રસિદ્ધ તીર્થ અહીં છે. સાક્ષાત્ સ્વયં શંકર સોમનાથ નામે સ્વયંભૂ લિંગ સ્વરૂપે અહીં પ્રકટ છે. ઈતિહાસ અને પ્રાગૈતિહાસિક મહત્ત્વ ધરાવતું આ સ્થાન છે. ગાયત્સર્ગ નામે તીર્થ કૃષ્ણના દેહોત્સર્ગ માટે સુવિખ્યાત છે. અહીં દેહનો ત્યાગ કરી પૂર્ણ પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ અંતરિક્ષમાં સીધાવ્યા હતા. દેવશયની તેમજ દેવ ઉઠી અગિયારસે આ તીર્થમાં ઉપવાસ અને જાગરણ કરવાથી જન્મબંધનથી મુક્ત થવાય છે. બ્રાહ્મણોને સહસ્ત્ર ગાયોનું દાન આપનારો, પંચાગ્નિની ધૂણીથી તપ કરનારો અને અહીં ફક્ત હરિદર્શનમાં રાચનારો બધા સમાન ફલના ભોક્તા ગણાયેલા છે પ્રભાસ ક્ષેત્રની સરસ્વતીમાં સ્નાન-દાન-ધર્મ કે તપ પ્રત્યેક કાર્ય શિવલોક તેમજ વૈકુંઠની પ્રાપ્તિ કરાવનાર છે. સોમેશ્વરને ભજનાર શિવલોક પ્રાપ્ત કરે છે અને પૂર્ણ પુરૂષોત્તમના સ્મરણવાળો વૈકુંઠ લોક પ્રાપ્ત કરે છે. પૃથ્વી પરના તીર્થોમાં પ્રભાસની ગણના એક સર્વોત્તમ તીર્થમાં થયેલી છે. અહીં સોમેશ્વર મહાદેવ અને વિષ્ણુનો વાસ છે. શ્રીસ્થલની જેમ મહાદેવ અને માધવની લીલાઓનું ક્ષેત્ર છે. અહીં પાંચ અલગ અલગ પ્રવાહો વાળી સરસ્વતીના સ્નાનના માહાભ્ય પણ અલગ અલગ છે. બ્રહ્મહત્યા અને જીવહત્યા જેવા પાપો સરસ્વતીના સ્નાનથી, અભક્ષા ભક્ષણનું પાપ કપિલાના સ્નાનથી, ચોરી અને નિદાનું પામ ચંકુના સ્નાનથી, પર સ્ત્રીગમનનું પાપ વજિણીના સ્નાનથી અને સંયોગ સંચિત પાપો હરિણીના સ્નાનથી તત્કાળ નાશ પામે છે. વૈશાખ માસમાં આ ક્ષેત્રમાં કરાયેલું સ્નાન અધિક ફલદાયક મનાયેલું છે. પ્રભાસ તીર્થની ઉત્પત્તિ અતિ પ્રાચીન છે. તેની ઉત્પત્તિ સંબંધનેનો એક પ્રાચીન ઈતિહાસ પ્રકાશમાં આવેલો છે. ઉત્તમ નામે એક વિખ્યાત રૂષિની અહીં તપોભૂમિ ૪૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ હતી. રૂપ, યૌવન, અંગ સૌષ્ઠવ તેમજ સુંદર મુખ કાન્તિવાળી એક સુંદર સ્ત્રી આ રૂષિની ધર્મપત્ની હતી.. એક દિવસ કામલોલુપ ચન્દ્ર આ સ્ત્રીના રૂપૌવનથી મોહિત થઈ રૂષિની અનુપસ્થિતિમાં ઘ૨માં ઘૂસી ગયો હતો. બહારથી આવેલા આ ઉત્તુંગ મુનિએ દુરાત્મા ચન્દ્રના આ કૂકર્મને જાણી ક્રોધની જ્વાલાઓમાં ફેરવાઈ ગયા હતા. યજ્ઞકુંડનાં લાલ અંગારા જેવી આંખો વાળા આ મુનિએ યજ્ઞકુંડમાંના કરકને પકડી ચન્દ્ર પર જોરદાર પ્રહાર કર્યો. પ્રહારની ચોટથી ચન્દ્રના મુખમંડળ પર કાળો ધબ્બો પડ્યો. ચન્દ્ર નિસ્તેજ બની ગયો. તપ્ત કરકના દાહથી ચન્દ્રનું શરીર કાળું બની ગયું. પ્રભાવિહીન બન્યું. પ્રભાને પુન: પ્રાપ્ત કરવા તેણે પ્રમથનાથની આરાધના કરી. સોમનાથની કૃપાથી ચન્દ્રને પ્રભાનું દાન મળ્યું. જે ક્ષેત્રમાં તેણે મહાદેવ સોમેશ્વરની ઉપાસના કરેલી તે ક્ષેત્ર પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાય છે. આજે પણ રાતના સમયે ચન્દ્રના મુખમંડળ પરનો કાળો ડાઘ દેખાય છે. ચન્દ્રને પ્રભાનું દાન દેવાથી રૂષિઓએ શિવનું નામ પ્રભાસ રાખ્યું છે. પાંચપાંચ કોશ સુધીના વિસ્તારોમાં આ એકજ પુણ્યક્ષેત્ર છે. તે તીર્થના બ્રહ્મકુંડમાં જે એકવાર પણ સ્નાન કરે છે.પિતૃતર્પણનું કર્મ કરે છે તે અક્ષય કાંતિ અને સંતતિ પ્રાપ્ત કરે છે. સરસ્વતીનાં જળ સર્વત્ર પુણ્યકારી છે પણ પાંચ પ્રમુખ તીર્થોમાં તેનું માહાત્મ્ય અજોડ છે. આ પાંચમાં રૂદ્રાવર્ત-કુરુક્ષેત્ર-પુષ્કર-શ્રીસ્થલ અને પ્રભાસ પ્રમુખ તીર્થો છે. દેવો દ્વારા દુંદુભિયોના કરાયેલા મંગળનાદ સાથે સરસ્વતીએ સાગરને વડવાનલ અર્પણ કર્યો. વડવાનલથી ગભરાયેલા સાગર અને તેના જીવોની રક્ષા માટેના પ્રબંધનો મર્મ સમજાવી અચ્યુતે સૌમાં આનંદ પ્રકટાવ્યો. L ૫૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ (વિભાગ-૨) પર. દડ્યાદેશ્ય સરસ્વતી નદી આ સાથેના રેખાચિત્રમાં કુરુક્ષેત્રથી પ્રભાસ પર્યત સરસ્વતી જળવહનનું પૌરાણિક આકલન પ્રસ્તુત છે. હિમાલયમાં સરસ્વતી’ એ રેખાચિત્રમાં સરસ્વતીના ઉત્પત્તિ સ્થાનથી હિમાલયમાં આવેલા અંતિમ તીર્થ રુદ્રકોટિ સુધીની સરસ્વતીનું રેખાદર્શન પ્રાપ્ત છે. આ રુદ્રકોટિ તીર્થથી ભૂમિમાં અંતર્ધાન થયેલ સરસ્વતી કુરુક્ષેત્રના સરોવરમાં પ્રસ્ફટિત થયેલી છે. કુરુક્ષેત્ર હાલના હરિયાણા રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશાએ આવેલું છે. સરસ્વતી સ્નાનાર્થે દેશભરના યાત્રાળુઓ માટે આ સ્થાન સુવિખ્યાત છે. અહીંથી અંતર્ધાન થઈ સરસ્વતી ગોપાયન પર્વત અને જયંતિ સરોવરમાં પ્રકટ થઈ પુષ્કરારણ્યના પુષ્કરિનું સરોવરમાં ઉપસ્થિત છે. પુષ્કર ક્ષેત્ર પણ સરસ્વતી સ્નાન માટે સુપ્રસિદ્ધ છે. પુષ્કરિનું શબ્દનો અર્થ જ સરોવર થાય છે. પુષ્કરારણ્યમાં નાનાં-મોટાં ઘણાં સરોવરો છે. પુષ્કરિન્ શબ્દને જ અનુલક્ષી આ અરણ્યને પુષ્કરાય નામ મળેલું છે. આ વિસ્તારનો સરેરાશ વરસાદ સો-દોઢસો મી.મી.થી વધુ નથી. કોઈ મહા નદી પણ તેમાં નથી. તેમ છતાંય પુષ્કરિનું અને અરણ્યનો વિકાસ ધરતીના ભૂગર્ભ જળસ્રોતો તરફ આંગળી ચીંધે છે. પ્રાકૃતિક સંપદાના આ અનવરત ચિત્રને ધ્યાનમાં લેતાં પુરાણ ગ્રંથકારોના એ મંતવ્યને માન આપવું જ પડે તેમ છે કે આ વિસ્તારમાં સરસ્વતી ભૂગર્ભમાં અંતર્ધાન સ્વરૂપે વહે છે. જળસંપત્તિ જ વનસ્પતિ સર્ગના અભ્યત્થાન માટે આધારભૂત પરિબળ છે. પછી તે જળ વર્ષા કે નદીઓ સ્વરૂપે મળે અથવા ભૂગર્ભ સંચાલિત જળપ્રવાહોના પ્રસ્તુરણ રૂપે પ્રકટ બને. રાજસ્થાનની સરસ્વતીના સંદર્ભમાં જે સંશોધન પ્રવૃત્તિયો ચાલે છે, તેના સ્પષ્ટ સંકેત આ વાતને પુષ્ટ કરે છે. પુષ્કરારણ્યમાંથી સરસ્વતી અર્બુદારણ્યમાં પ્રવેશે છે. અર્બુદારણ્યને સ્પર્શતો ભૂમિનો પટ્ટો અંબિકાવન નામે પ્રસિદ્ધ છે. અબુંદારણ્યના ભૂગર્ભ જળપ્રવાહોનો એક પ્રવાહ અંબિકાવનમાં એક પ્રવાહ રૂપે પ્રસ્તુરિત થઈ વહે છે. જે આગળ જતાં નદીનું સ્વરૂપ ધારણ કરે છે. પુરાણ વર્ણનો અનુસાર તો અબ્દારણ્યથી ગુજરાતની આ સરસ્વતીનો પ્રવાહ ભૂમિ સ્તર પર પ્રકટ વહેતા વિશાળ જળપ્રવાહરૂપે ધરતી માટે અમૃત સમાન તૃપ્તિદાયક હતો. આ માર્ગ પર શ્રીસ્થલ અર્થાત્ આજનું સિદ્ધપુર સરસ્વતી સ્નાન માટે સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થભૂમિ તરીકે દેશભરમાં વિખ્યાત છે. શ્રીસ્થળના માર્ગેથી પ્રકટ વહેતાં સરસ્વતીનાં જળ કચ્છ તરફ વળી સૌરાષ્ટ્રના માર્ગે ફંટાઈ પ્રભાસતીર્થમાં પ્રાચી સરસ્વતી તરીકે પ્રકટ થાય છે. સૌરાષ્ટ્રનું પ્રભાસતીર્થ પણ સરસ્વતી સ્નાન માહાભ્ય માટેનું એક અતિપ્રાચીન તીર્થક્ષેત્ર છે. પ૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ આ રેખાચિત્રની સરસ્વતીના વિષયમાં અંતિમ સમાલોચનાને અંતે સામ્પ્રત પરિસ્થિતિઓની નોધ લેવી આવશ્યક છે. આ રેખાચિત્રમાં દર્શાવેલ હરિયાણાનો ઉત્તર-પશ્ચિમ પ્રદેશ રાજસ્થાનના જેસલમેર બાડમેર કરતાં કંઈક ઓછો પણ રેતાળ પ્રદેશ તો છે જ. પાકિસ્તાન તરફનો હરિયાણાથી શરૂ થતો અને રાજસ્થાનમાંથી છેક કચ્છ સુધી આ પશ્ચિમ ભાગ ભારતની વર્તમાન પ્રાકૃતિક ભૂસ્તરીય રચનાનો એક રેતાળ પટ્ટો દેખાય છે. પરંતુ ત્યાં પણ થતા સંશોધનો સંકેત કરે છે કે જેસલમેર અને બાડમેરના રણ વિસ્તારોમાં સરસ્વતીના ભૂગર્ભ જળભંડારો સંગ્રહાયેલા છે. પુષ્કરિન વિસ્તારથી અર્બુદારણ્ય અને છેક અંબિકાવન સુધીનો ધરતીનો પટો હરિયાળા છે. વૃક્ષો, અરણ્યો અને પુષ્કરિનોથી છવાયેલો છે. અહીં અન્ય પણ એક મહત્ત્વપૂર્ણ વાત સમજવા જેવી છે. રાજસ્થાનમાં લુણી નદીનો એક પ્રકટ પ્રવાહ પણ ઉત્તર-દક્ષિણ વહે છે. રાજસ્થાનમાં અપૂરતા વરસાદ અને અપૂરતા જળની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર તરફથી ભૂગર્ભમાંથી પાણી લેવા નળકૂપોની યોજના ઘણા સમયથી ચાલે છે. આ નળકૂપોની યોજનાનો એક સુખદ અનુભવ એ જાણવા મળ્યો છે કે સરસ્વતીના પટામાં આવેલ નળ કૂપોમાંથી મીઠું જળ મળે છે જ્યારે લુણીના પટાના સ્થળોમાં ખારું જળ પ્રાપ્ત થયું છે. સંક્ષિપ્તમાં સરસ્વતીના આ સમગ્ર પટામાં આવેલ ભૂગર્ભ જળો મીઠાં અને લગભગ સમાન ગુણધર્મો ધરાવે છે. ગુજરાતની સરસ્વતીનું પ્રકટ જળ તો સર્વોત્તમ મીઠા જળ પૈકી એક ઉચ્ચતમ કક્ષાનું મીઠું જળ સાબિત થયેલું જ છે. તેની રેતી પણ રેતીના તમામ પ્રકારોમાં ધ્યાનાકર્ષક સાબિત થયેલી છે. આ રેતી શુદ્ધ આરસના પત્થરકણોની છે. આ રેતીમાં બેસનારને કપડાં પર રેતીનો રંગ સ્વાભાવિક રીતે પણ સ્પર્શતો નથી તે એક ધ્યાનાકૃષ્ટ હકીકત છે. શ્રીસ્થલની સરસ્વતી વેદકાલિન સરસ્વતીનાં જળોની એક સંપત્તિ છે તેના ઐતિહાસિક પ્રમાણો પણ મળે છે. ઉત્તરની બ્રાહ્મણ સંસ્કૃતિનો એક પ્રવાહ પણ અહીં પરાપૂર્વકાળથી વસેલો છે અને અહીંથી જ સમસ્ત ગુજરાતમાં પ્રસરેલો છે. એ હકીકત તો નિર્વિવાદ પુરવાર થયેલી છે કે શ્રીસ્થલ સોલંકીકાળ પહેલાંનું પ્રાચીન બ્રાહ્મણ સંસ્કૃતિનું કેન્દ્ર છે. સૃષ્ટિના ઉત્પત્તિ ખંડમાં બ્રહ્મા દ્વારા ઋષિઓની જે એક સર્વપ્રથમ સૃષ્ટિની ઉત્પત્તિ થયેલ છે તેમાંના કર્દમમુનિ એક છે. કદમ મુનિનો ઇતિહાસ શ્રીસ્થલ સાથે સંકલિત છે. પ્રાચીનતમ સમયમાં વાલ્યખિલ્ય મુનિયોના વસવાટના કેન્દ્ર તરીકે શ્રીસ્થલ સુવિખ્યાત છે. ઋષિ સૃષ્ટિના અનેક ગોત્રોનો અહીં પ્રાચીન સમયથી વાસ છે. શ્રીસ્થલ ગુજરાતનું એક પુરાતન સાંસ્કૃતિક કેન્દ્ર અને સરસ્વતીના વહન માર્ગનું સર્વોત્તમ તીર્થ હોવાથી તેની સામ્પ્રત સમસ્યાના એક દ્રષ્ટિકોણનું ચિત્ર ઉપસ્થિત કરી સમાપન કરીશું. ૫૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ વર્ષો પહેલાં પાટણ નજીક સરસ્વતીના જળ માટે એક બંધ બંધાયો હતો. તે સમય હતો કે જ્યારે સરસ્વતી અંબિકા વનથી કચ્છ સુધી સતત વહન કરતી હતી. ચોમાસાની ઋતુમાં તો સરસ્વતીનું સ્વરૂપ એક વિરાટ ઘૂઘવતા સાગરની યાદ આપતું હતું. આ જળને નાથવા આ બંધનો વિચાર એવી રીતે હાથ ધરાયો હતો કે જેથી શ્રીસ્થળના સરસ્વતી માહાભ્યને બંધ અવરોધરૂપ ન બને. આ પરિસ્થિતિને પરિણામે આ પટની સરસ્વતી આ વિસ્તારનાં ભૂગર્ભ જળોને પણ છેક ઉપલા સ્તરે અક્ષય જળ આપવામાં સહાયભૂત બનતી. આ સમગ્ર વિસ્તાર સરસ્વતીનાં જળ તેમજ ભૂગર્ભ જળોની દષ્ટિએ અત્યંત સમૃદ્ધ મનાતો હતો. સરસ્વતીના વહેણની આજુબાજુની ધરતી પણ પાણીથી લદબદ રહેતી. હરિયાળી રહેતી. પશુ-પંખીઓને ઘાસચારા અને જળ માટે તે વરદાનરૂપ રહેતી. સરસ્વતીનાં જળ ધર્મભાવનાને બળવત્તર બનાવતાં, હજારો ગાઉ દૂરથી શ્રદ્ધાળુઓ સ્નાન-દાનનો લાભ લેતા. મોક્ષેશ્વર બંધના નિર્માણથી આ ચિત્ર ધુળમાં રગદોળાઈ ગયું છે. સમગ્ર વિસ્તાર મરપ્રદેશની જેમ ભીષણ દુરાવસ્થાની ચપેટમાં લપટાઈ ગયો છે. પાણી માટે વિઠ્ઠલ પશુપંખીઓ તડફડતાં તડફડતાં મોતને ભેટે છે. વેરાન પ્રદેશના હવામાનમાં આ વિસ્તાર પલટી ખાઈ ગયો છે. જ્યાં હાથવેંત ખોદતાં પાણી મળતું ત્યાંના ધાર્મિક સ્થાન બિન્દુ સરોવર અને અલ્પાસરોવર પાણી વિનાના હવાડા જેવા દેખાઈ રહ્યા છે. ટૂંકમાં સમાજજીવનની ધાર્મિક આસ્થાઓ અને શ્રદ્ધાઓનો ભાવાત્મક પ્રશ્ન પણ મોક્ષેશ્વર બંધના જળમાં ડચકા ખાઈ રહેલો દેખાય છે. સ્થળ-સંકેત પરિશિષ્ટ 1. ઉર્વગ :- પુરાણ ગ્રંથોમાં આ સ્થળને સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન બતાવેલું છે. હિમાલયમાં બદ્રીનારાયણથી ઉપર ઉત્તર-પશ્ચિમમાં આ સ્થાન આવેલું છે એવાં વર્ણન મળે છે. ઉત્તર પ્રદેશ ટૂરીસ્ટ ડે. કો. દ્વારા પ્રકાશિત માનચિત્રમાં આ સ્થાન નિર્દોષ પુરાણ કથનની પુષ્ટિ કરે છે. 2. કેદારનાથ:- બદ્રીનારાયણથી સમાંતરે બેંતાલીસ કિ.મી. દૂર આ યાત્રાધામ આવેલું છે. અહીં સરસ્વતી વહે છે. ૩. સુગંધતીર્થ :- પુરાણ શબ્દચિત્ર અનુસાર કેદારથી દક્ષિણે આ સ્થાન આવેલું છે. પુરાણનાં વર્ણન પ્રમાણે અહીં સરસ્વતી એક કુંડમાં પ્રકટ છે. હાલના નકશામાં કેદારથી દક્ષિણમાં ગૌરિફંડ બતાવેલ છે. આ ગૌરીકુંડ એજ પુરાણોમાં વર્ણનમાં વપરાયેલ સુગંધતીર્થ કૂપ હોય તેવા સંકેત મળે છે. 4. ભૂતીશ્વર :- પુરાણ વર્ણન પ્રમાણે સુગંધતીર્થથી દક્ષિણ-પશ્ચિમમાં આ સ્થળ આવેલ છે. હાલના નકશામાં તે સ્થાન ત્રિજુગનીનાથ તરીકે ઓળખાય છે. નામ ભલે જુદા પડતાં હોય પણ આ બંને નામો ધરાવતા સ્થાનનો મહિમા એક સમાન ૫૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ છે. ભૂતીશ્વરમાં પણ શંકરની ભસ્મનું માહાત્મ છે. ત્રિજુગીનાથ પણ ભસ્મની મહિમા માટે સુપ્રસિદ્ધ છે. 5. રૂદ્રકોટિ :- આ સ્થાનને શ્રીકંઠ દેશ પણ કહે છે. પુરાણ નિર્દેષ મુજબ ભૂતીશ્વરથી દક્ષિણ-પશ્ચિમમાં આ સ્થાન છે. દક્ષ પ્રજાપતિ અહીં યજ્ઞ કરેલાનો ઇતિહાસ આ સ્થાન સાથે સંકળાયેલ હોઈ યજ્ઞ-ધ્વંશ માટે અહીં આવેલ રૂદ્રોની કોટિ અહીં વસેલી હોઈ તે રૂદ્રકોટિ તરીકે ઓળખાય છે. હાલના નકશામાં દિશા નિર્દેષને જો પ્રમાણભૂત ગણવામાં આવે તો અહીં રૂદ્રપ્રયાગ આવેલ છે. 6. કુરુક્ષેત્ર :- આ સ્થાન હાલના હરિયાણા રાજ્યમાં આવેલ છે. ત્યાં જવા માટે દિલ્હીથી અંબાલા જતી રેલ્વે લાઈન છે. દિલ્હીથી સડક માર્ગ પણ છે. અહીં સ્થાણેશ્વર, કરુક્ષેત્ર વગેરે આવે છે. સ્થાણેશ્વર નગરના પ્રાચીન અવશેષો અહીં જોવા મળે છે. અહીં સરસ્વતી સરોવરમાં ઝૂરે છે. સ્થાણુ એટલે મહાદેવ. મહાદેવના નામ ઉપરથી સ્થાણેશ્વર નામ પડેલું છે. ચીની મુસાફર હ્યુએન સંગ, અબુબ ફઝળ, અને અલ્બરૂની જેવા ઇતિહાસકારોએ કુરુક્ષેત્રની સરસ્વતી પ્રત્યે લોકભાવના અને સ્થાણેશ્વરની યશોગાથાના વર્ણન નોંધેલા છે. સૂર્યગ્રહણ જેવા વિશેષ પર્વોએ તો અહીં પ્રાચીન કાળથી સરસ્વતી સ્નાન માટે લાખો લોકો એકત્ર થતા હોવાના વર્ણનો મળે છે. હાલ થાય પણ છે. 7. વિરાટનગર :- કુરુક્ષેત્રમાંથી સરસ્વતી ઘાઘરા (ઘરઘરા) નદીને મળી સમુદ્ર જેવું વિશાળરૂપ ધારણ કરી પતિયાળાના રણમાં લુપ્ત થાય છે એવાં અનેક વર્ણનો છે. પતિયાળાના રણમાં લુપ્ત થયેલ અલ્વરને માર્ગે વિરાટનગરમાં પુન: દેખા દે છે. વિરાટનગર દિલ્હીથી દક્ષિણે લગભગ એકસો માઈલ તેમજ જયપુરથી ઉત્તરમાં ચાલીશ માઈલ દૂર આવેલું છે. આ પ્રાચીન નગરના ઉલ્લેખો મહાભારતમાં ખૂબ છે. વિરાટનગર પાસે ગોપાયન પર્વત ગોપાયન દેવીના નામથી ઓળખાય છે. હકીક્તમાં તો હરિયાણા સુધી વિસ્તરેલ અરવલ્લીનો જ એક ભાગ છે. આ પર્વત ઉપર 60 ફુટ સમચોરસ અને પંદર ફૂટ ઊંચી એક ગુફા ભીમગુફાના નામે ઓળખાય છે. આ વિસ્તાર તાંબાની ખાણો માટે સુપ્રસિદ્ધ છે. ઇતિહાસ નોંધે છે કે આ બધાં નગરો મહમદ ગઝનીના હાથે નાશ થયેલાં છે. જયંતિસરોવર વિ. અહીં આવેલાં 8. પુષ્કરજી :- આ સ્થાન રાજસ્થાનમાં અજમેરથી દસ કિ.મી. જેવું દૂર આવેલ છે. આ સમસ્ત વિસ્તારને પુષ્કરારણ્ય કહે છે. પ્રસિદ્ધ પ્રાચીન તીર્થક્ષેત્ર છે. 9. નન્દા-સરસ્વતી :- પુષ્કરારશ્યમાંથી ખજુરિયનમાં સરસ્વતી વહે છે. અહીં નન્દાસરસ્વતી તરીકે સુપ્રસિદ્ધ છે. 10. મેરુપાદ ક્ષેત્ર :- રાજપૂતાનામાંથી સરસ્વતી મેરૂપાદ ક્ષેત્રમાં આવે છે. આ ક્ષેત્રમાં આરિપેણ, માતુકાતીર્થ, મર્કટતીર્થ, અનટક તીર્થ વિ. ઘણાં નાના-મોટાં તીર્થોનું વર્ણન છે. 11. મોક્ષેશ્વર :- અનરકતીર્થ પછી સંગમેશ્વર થઈ સરસ્વતી મોક્ષેચર આવે છે. સંગમેશ્વરમાં યોજની નદીનો સંગમ થાય છે. મોક્ષેશ્વર ગુજરાત રાજ્યમાં આવેલું પ૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ છે. ઉત્તર-ગુજરાતનો એક ભાગ છે. 12. શ્રીસ્થલ :- મોક્ષેશ્વરથી અનેક નાના મોટા તીર્થને પાવન કરી સરસ્વતી શ્રીસ્થલમાં આવે છે. શ્રીસ્થલ અને તેની માસપાસના વિસ્તારમાં દસ તીર્થો આવેલાં છે. સરસ્વતીના પાંચ પ્રમુખ તીર્થોમાં તે એક છે. 13. વટેશ્વર :- શ્રીસ્થલનું સમીપવર્તા તીર્થ છે. સરસ્વતીના કિનારે આવેલ છે. સિદ્ધપુરથી આઠ કિ.મી. દૂર છે. આદિ પુરાણ રચનાકાર મહર્ષિ વ્યાસ અને પાંડવોની મુલાકાતનાં વર્ણનો મળે છે. 14. મુંડીશ્વર :- સરસ્વતી અને આખર્દકી નદીનું સંગમ સ્થાન છે પુરાણપ્રસિદ્ધ સ્થાન છે. એક ઐતિહાસિક પ્રસંગ મુજબ સિદ્ધરાજના પિતૃવ્યક પ્રેમરાજે અહીં ઉત્તરકાળ ગાળી તપ કર્યું હતું. - 15. માંડવ્યેશ્વર :- મુંડીશ્વર પછી સરસ્વતીના કિનારે માંડવ્યેશ્વરનું પ્રાચીન સ્થાન છે. માંડવ્યેશ્વર પછીના તીર્થસ્થાનો પાટણ સહસ્ત્રલિંગ તળાવમાંથી સરસ્વતી બહાર નીકળી આગળ વધે છે. રસ્તામાં પિલુપર્ણિક, ધારાવતી, ગોવત્સ તીર્થ, ઝિલ્લતીર્થ, લોહયષ્ઠિતીર્થ, વિગેરે તીર્થોમાં થઈ સરસ્વતી કચ્છના રણમાં લુપ્ત થાય છે. નોંધ : લોહપાષ્ટિ એટલે હાલના લોટેશ્વર મહાદેવ એવા સંકેત મળે છે. હાલ લોટેશ્વરથી સરસ્વતી ત્રણ માઈલ જેવી દૂર છે. ચૌદમી સદી સુધી અહીં પ્રવાહ હતો એવા ઐતિહાસિત સંકેત મળે છે. આ સ્થાન રાધનપુર પાસે છે -ગોવત્સતીર્થ સંબંધે પઢિયારમાં કચ્છના રણ પાસે વાછડા સોલંકી સ્થાન છે જ્યાં સરસ્વતીનો પ્રવાહ પણ છે અને શિવાલય (પ્રાચીન) છે. તેની ધારણા છે. કેટલાક વિવેચકો અડિયા મહાદેવના સ્થાનને પણ ગણે છે. -ઝિલ્લતીર્થ સંબંધે રાધનપુર પાસે આવેલ ઝીલવાણા ગામે એક મોટા ખાડામાં સરસ્વતીનો જળપ્રવાહ એટલા જોરથી ફરે છે કે પત્થર નાંખવાથી પત્થર પણ બહાર ફેંકાઈ જાય છે. 16. પ્રભાસ : કચ્છના રણમાંથી લુપ્ત સરસ્વતી ખદિરવનમાં પ્રકટ થાય છે. ખદિરવન સંબંધે એવું કહેવાય છે કે ગીરની પર્વતમાળામાં ખદિરના વૃક્ષો ખૂબ છે. તેથી ગીરના ડુંગરો પૈકી કાંટાસૂળીયા અને મથુરામાળના ડુંગરાઓમાંથી સરસ્વતી વહે છે. આ રીતે ખદિરવન ગીરનો જ પ્રદેશ છે. ખદિરવનમાંથી સરસ્વતી કૃતસ્મર પર્વતને બાળી પ્રભાસમાં જાય છે. ખદિરા મોટ ઉપરથી પ્રભાસનો ઘુઘવતો સાગર દેખાય છે. કૃતમ્મર પર્વત પ્રત્યે સ્કંદપુરાણમાં સોમનાથથી શિવાલયની પૂર્વમાં ત્રણસો ધનુષ દૂર હતો એવા ઉલ્લેખ મળે છે. પ્રભાસમાં સરસ્વતીના જે પાંચ પ્રવાહોનું વર્ણન પુરાણમાં છે તે પાંચેય પ્રવાહો આમ તો સ્વતંત્ર વહેલા જણાય છે. પરંતુ તેમનું ઉદગમ સ્થાન, ખદિરવનના આ ડુંગરાઓજ છે. 17. પ્રભાસમાં પ્રાચી સરસ્વતી પ્રાચી તીર્થ પ્રભાસથી લગભગ ચૌદ માઈલ દૂર સરસ્વતીના કાંઠા ઉપર આવેલું છે. ત્યાંથી સરસ્વતી પ્રાચી બની પ્રભાસમાં વહે છે. ૫૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫૩. મહર્ષિ કર્દમ અને દેવહુતિ એક ઐતિહાસિક દષ્ટિપાતા આ સચરાચર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી ગણાય છે. પૂર્વોક્ત એક સમયે જ્યારે આ સૃષ્ટિ જેવું કશુંજ અસ્તિત્વમાં નહોતું ત્યારે સમસ્ત બ્રહ્માંડના અધિપતિ દેવોના પણ મહાદેવ ગણાતા સામ્બ સદાશિવે સૃષ્ટિ રચનાના હેતુથી પોતાના નામ અંગમાંથી એક દિવ્ય પુરુષ-શક્તિ નિર્માણ કરી. આ પુરુષ-શક્તિ સર્વવ્યાપક બની તેથી “વેછી વિષ્ણ' એમ વિષ્ણુ નામે પ્રસિદ્ધ બન્યા. શિવના આદેશથી વિષ્ણુએ ઉગ્ર તપનો પ્રારમ્ભ કર્યો. તપથી પરિશ્રમીત વિષ્ણુના અંગમાંથી પ્રચંડ જળધારાઓ પ્રકટ થઈ. વિષ્ણુએ આ જળધારામાં અયન કર્યું. જળમાં અયનને કારણે તેઓ નારાયણ નામથી પણ ઓળખાયા. નાર એટલે પાણી અને અયન એટલે મૂકામ. આ નારાયણ જ્યારે જળમાં શયન કરી રહ્યા હતા. ત્યારે શિવે પોતાના જમણા અંગમાં એક અન્ય પુરુષ નિર્માણ કરી નારાયણના નાભિ કમળમાં મૂકી દીધો. કમળમાંથી ઉત્પન્ન આ પુરુષ બ્રહ્મા નામથી ઓળખાયા. કમળમાંથી ઉત્પન્ન બ્રહ્માએ વિચાર કર્યો કે અરે, હું કોણ, હું ક્યાંથી ઉત્પન્ન થયો, કેમ ઉત્પન્ન થયો, શા માટે ઉત્પન્ન થયો ? બ્રહ્મા આવા વિચારોમાં અટવાઈ ઉત્પન્ન થવાનું મૂળ શોધવા મથતા હતા એટલામાં આકાશવાણી થઈ. “તપ કરો. ત૫ કરો. આ સૃષ્ટિની ઉત્પત્તિ માટે તમે ઉત્પન્ન થયા છો.” આ આકાશવાણી સાંભળી સૃષ્ટિ ઉત્પન્ન માટે બ્રહ્મા તપમાં લાગી ગયા. તપ એટલે પુરુષાર્થયુક્ત ચિંતન. જ્યારે આ તપ આદરવામાં આવે છે ત્યારે તેના પરિણામરૂપ પ્રાપ્ત પણ થાય છે. આ બ્રહ્માજીએ તપના પ્રભાવથી અનેકવિધ સૃષ્ટિઓની રચના કરી છે. વૃક્ષ-વનસ્પતિ સર્ગ (કૃતિ)ના પ્રારમ્ભથી લઈ તિર્યકસ્રોતા (પશુપક્ષી) દેવસર્ગ, કૌમાર સર્ગ, પંચમહાભૂત, પર્વતો તેમજ વિભીન્ન શરીરો ધરાવતા અસુરોની સાત્ત્વિક - રજોગુણી - તમોગુણી સૃષ્ટિઓ બ્રહ્મા દ્વારા રચાયેલી છે. પરંતુ પુરુષાર્થ રહિત આ વિભીન્ન સૃષ્ટિઓને જોઈ બ્રહ્માને સંતોષ ન થયો. તેમણે વધુ તપશ્ચર્યા કરી સાધન પરાયણ રૂષિ-મુનિઓની સૃષ્ટિ પણ પોતાના અંગમાંથી નિર્માણ કરી. આ રૂષિઓમાં મરિચી, ભૃગુ, અંગિરા, પુલહ, પૌલત્સ્ય, વસિષ્ઠ, ક્રતુ, અત્રિ, દક્ષ, નારદ અને કર્દમ જેવા સમર્થ પુરુષો પણ નિર્માણ થયા. બ્રહ્માએ પોતાના અંગમાંથી રતિ અને કામદેવને જન્મ આપી સૃષ્ટિ-નિર્માણના કાર્યમાં પ્રવૃત્ત થવા આદેશ આપ્યો. પરંતુ સૃષ્ટિ રચનાનું કામ આગળ ન વધી શક્યું. આ કાર્ય સ્વયં સંચાલિત રીતે આગળ ધપે એવું લક્ષ્ય હજુ સિદ્ધ ન થઈ શક્યું ત્યારે બ્રહ્માએ પ્રેરણા માટે પુન: સદાશિવનું ધ્યાન ધર્યું. સદાશિવ બ્રહ્મા સમક્ષ અર્ધનારીશ્વરના સ્વરૂપે પ્રકટ Page #114 -------------------------------------------------------------------------- ________________ થયા. આ અર્ધનારીશ્વરના સ્વરૂપે પ્રકટ શિવે પોતાના સ્વરૂપ દર્શનથી સૃષ્ટિ રચનાની પ્રેરણા કરી. આ અર્થનારીશ્વર શિવ સ્વરૂપનું ચિંતન કરતાં તપમાં લાગેલા બ્રહ્માજીનો દેહ એક પુરુષ અને સ્ત્રી એમ બે વિભાગમાં વહેંચાઈ ગયો. પુરુષ અને સ્ત્રીનું જોડું અસ્તિત્વમાં આવ્યું. આ પુરુષ તે સ્વયંભૂવ મનુ અને સ્ત્રી એ યોગમાયા શતરૂપાને નામે ઓળખાયા. આ જોડાએ પાણિગ્રહણ સંસ્કારથી જોડાઈ ગૃહસ્થામનો પ્રારંભ કર્યો. આ રીતે જગતમાં પ્રથમવાર મૈથુન સૃષ્ટિ રચનાનું કાર્ય પાટા પર ચડ્યું. સ્વયંભૂવ મનુ અને શતરૂપાના સંસારથી બે પુત્રો અને ત્રણ પુત્રીઓએ જન્મ ધારણ કર્યો. બે પુત્રોમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ તેમજ પુત્રીઓમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસુતિ નામ સૌપ્રથમ સંસારના સંતાનો તરીકે ઓળખાયાં. આ સંતાનોના સંતાનોની પરમ્પરાથી સમસ્ત માનવજગત ઉત્પન્ન થયું છે. સ્વયંભૂવ મનુએ તીર્થયાત્રા કરતાં કરતાં શ્રીસ્થલમાં આવી શ્રીસ્થલનાં આદિ તપસ્વી રૂષિશ્રેષ્ઠ કદમ મહર્ષિને પોતાની કન્યા દેવહૂતિ સાથે પાણિગ્રહણ કરવા અનુરોધ કર્યો. સૃષ્ટિ રચનાના આદિ મહામાનવ કર્દમ રૂષિએ દેવહૂતિ સાથે વિવાહ કરી ગૃહસ્થાશ્રમ પ્રસ્થાપિત કર્યો. બંનેના સંસારથી ભગવાન વિષ્ણુએ તેમના અંશથી કપિલ નામે જન્મ ધર્યો. આ ઇતિહાસ સૃષ્ટિ રચના સમયની ઘટનાના વૃત્તાંત પર પ્રકાશ પાડે છે અને પ્રાચીન તીર્થક્ષેત્ર તરીકેના સિદ્ધપુરના માહાભ્યને અનુમોદન આપે છે. * 1 2 Jit / દેવહુતિ પછે. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થલના આ આદિ માનવ દંપતિ મહર્ષિ કર્દમ અને દેવહૂતિને લાખલાખ સાષ્ટાંગ દંડવત પ્રણામ. પ૪. કપિલ - દેવહુતિ મોક્ષ-સંવાદ દેવહૂતિ : હે પ્રભો, વિષયોના ઉપભોગ દ્વારા પ્રાપ્ત આનંદ તો અનુભવ્યો છે. ઉપભોગથી આનંદ તો અવશ્ય મળે છે પણ પૂર્ણ સંતોષ અને તૃપ્તિ અનુભવાતી નથી. નિત્ય નવી-નવી વાસનાઓ જન્મે છે અને તૃપ્તિ માટે મન ભટકતું જ રહે છે. ઉપભોગના અતિરેકથી કાયા પણ ક્ષીણ બનતી જાય છે અને દેહ દૌર્બલ્ય પ્રાપ્ત થાય છે. ગમે તે અવસ્થામાં દેહ મૂકાયો હોય પણ વાસના નિર્મળ થતી નથી. તેને નિર્મળ કરવાનો ઉપાય શો ? કપિલ : વાસનાની તૃપ્તિ માટે જીવ જે-જે કર્મ કરે છે તેના ફળ ભોગવવા માટે જીવને સુખ-દુ:ખની છાયામાં ભટકવું જ પડે છે. જન્મ અને મરણનું બંધન કર્મ પ્રમાણે સુખ- દુ:ખો ભોગવવા માટે જ સર્જાયેલું છે. મનુષ્ય સિવાયના અન્ય દેહ કેવળ ફળ ભોગવવાને જ અધીન છે. અનેક સત્કર્મોના સંચયથી માનવ દેહ મળે છે. દેવયોગથી સત્સંગ મળે છે. સત્કર્મોના ફળથી જ સત્સંગમાં રુચિ જામે છે. રુચિથી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. જિજ્ઞાસાની પ્રબળ શક્તિ વડે જ જીવ નિત્ય-અનિત્યનો વિવેક, વિષયોથી વૈરાગ્ય, સુખ-દુ:ખમાં સમત્વ, તેમજ મોક્ષ-જ્ઞાનના સાધનરૂપ આત્મસાક્ષાત્કારનો આનંદ અનુભવે છે. જેમ પ્રકાશ અંધકારને હટાવે છે તેમ વેદાન્તના વિષયો સંસાર સંબંધેના અજ્ઞાનના આવરણને ભેદવા એક ઔષધ સમાન છે. સંકલ્પોના શમન માટે યોગ્ય વિકલ્પોનું શસ્ત્ર જ કામયાબ બની શકે છે. દેવહૂતિ : હે ભગવાન, આપે જીવને વાસનાઓના જાળમાંથી મુક્ત કરવાનું સૂચન તો કર્યું પણ આ જીવ દેહ સાથે સંકળાયેલો છે. દેહ ઇન્દ્રિયો સાથે સંબંધિત છે. આ બંનેના સતત સંપર્ક વચ્ચે જીવ શંકરના તત્ત્વને કેવી રીતે સ્મરી શકે ? પ્રત્યક્ષના સંબંધથી વિખુસે પડી અપ્રત્યક્ષ સંબંધમાં જીવ જોડાઈ કઈ રીતે મુક્ત બની શકે ? કપિલ : જીવ દેહ સાથે રહે છે પણ દેહ સાથે તેને કોઈ સંબંધ નથી. દેહ પડ્યો રહે છે અને જીવ જતો રહે છે એ તો સૌના અનુભવની વાત છે. જેમ જેવા વાયુના આવરણથી ઠંડી કે ગરમીનો દેહ અનુભવ કરે છે. પણ હકીકતમાં તો વાયુનો ગુણ ઠંડો કે ગરમ કોઈપણ નથી. વાયુ ઠંડો કે ગરમ આવરણને કારણે બને છે. ગરમ હવામાનને લઈ વાયુ આપણને ગરમી આપે છે, એવી જ રીતે ઠંડા આવરણથી એજ વાયુ શિયાળામાં ઠંડીનો ચમકારો બતાવે છે. આ નિયમથી જ દેહમાં સ્થાન પામેલો હોવા છતાં જીવ વિચારોના આવરણને જ આધીન રહે છે. જેમ ભયના વિચારો શરીરને કંપાવી શકે છે તેમ શૌર્યના વિચારોથી જ ક્ષત-વિક્ષત દેહ યુદ્ધભૂમિમાં ઝઝૂમી શકે છે. સ્વાર્થના આવરણમાં ઘેરાયેલો જીવ પ્રત્યેક પળે સ્વાર્થપૂર્તિમાં જ ફર્યા | ૫૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ કરે છે તેમ નિસ્વાર્થ અભિલાષાઓ વાળા જીવોના પ્રત્યેક કામ પરમાર્થ પ્રેરિત જ હોય છે. જીવ જે જે વિચારોના સંબંધમાં આવે છે તેવો તે બને છે. નિત્ય વેદાંત અને ઉચ્ચ ઇતિહાસોના સંસ્કાર સેવનથી વિષયોથી વૈરાગ્ય પામી જીવ બ્રહ્મ સાથે સંબંધ જોડી શકે છે. વિષયોના વિચારોથી મુક્તિ એજ મોક્ષ છે. વિષયોના વિચારોમાંથી સર્જાતા વિકારોમાં ફસાયેલો જીવ જન્મ-મ૨ણ બંધનમાં ફસાઈ ચોરાસી લાખ યોનિયોના ચક્કરમાં અટવાયેલો જ સૃષ્ટિમાં ભમ્યા કરે છે. દેવહુતિ : હે ભગવાન, આપના સત્સંગથી મારું મન શિવ સંકલ્પોની અખૂટ ખાણસમાન બની ગયું છે. મન સંશયોથી શૂન્ય બની સત્યને પામી ચૂક્યું છે. હવે આ દેહ અને તેના વિષયોનું સેવન તૃણ સમાન બની ગયું છે. પરિપૂર્ણ પરિબ્રહ્મના દર્શનથી આ જન્મનો ફેરો સાર્થક બની ગયો છે. અસ્તુ. આ દેહ હવે વાસનાવિહીન અવસ્થામાં જ વિરામ પામે. આ દેહ અને તેનાથી ઉત્પન્ન સંબંધોનો મોહ હવે ખતમ પામ્યો છે. આ દેહ ભલે માતાનો હોય, પુત્રનો હોય, કે પિતાનો હોય. આ સંબંધો દેહ પૂરતા જ છે. વ્યવહારને લગતા જ છે. વાસ્તવિકમાં તો આ તમામ દેહ પંચમહાભૂતના જ અંશો છે. પંચમહાભૂતમાં જ તે ભળે છે. પંચમહાભૂતના સમન્વયમાંથી જ સર્જાઈ સાંસારિક સંબંધો ઉત્પન્ન કરે છે. કપિલ : હે માતા, જગદ્અંબા. અન્નપૂર્ણા. આ દેહ અન્નથી નિર્માણ અન્નમય કોષ છે. આ દેહના પોષણ માટેનું અન્ન તેં જ પુરું પાડ્યું છે. હું ચાલતો, દોડતો, ફરતો અને વિચારતો થયો તે તારી કૃપાનું જ પરિણામ છે. આ પૃથ્વીનું દર્શન તેમજ પરમાત્માનું જ્ઞાન પણ તારા વડે જ મને પ્રાપ્ત થયું છે. આ પૃથ્વી કે પરમાત્માને ઓળખવાનું સામર્થ્ય તારા સ્તનપાન વિના સંભવે જ કેવી રીતે ? તદ્દન અશક્ય વાત છે. અન્ન મેળવવાનું સામર્થ્ય નહોતું ત્યારે તેંજ અન્નનો કોળિયો મારા મોંમાં મૂકેલો છે. મારું સંપૂર્ણ સામર્થ્ય તારા પ્રયાસોને આભારી છે. તારા પરિશ્રમ અને પ્રયત્નોના રૂણ નીચે હું દબાયેલો છું. ઉપકારનો બદલો વાળ્યા વિના હું જો ચાલ્યો જાઉં તો પુનર્જન્મ લઈ રૂણ ચૂકવવું પડે. રૂણ ચૂકવ્યા વિના તો ન ચાલે પણ સાથે કૃતઘ્નતાનો દોષી ઠર્ં. કૃતઘ્નતા એ મહાપાપ છે. હું પાપી પણ બનું અને પાપના ફળો પણ ભોગવું. તારી પ્રસન્નતામાંજ મારી પ્રસન્નતા છે. તને પ્રસન્ન વદને નિહાળી હું કૃતકૃત્ય બન્યો છું. મારું એક કામ પૂર્ણ થયું. હવે બીજા કામ માટે મને રજા આપ. હવે તું દેવહૂતિ નથી. દેવ-સ્વરૂપ બની છે. મારે હજુ કપિલમાંથી કેશવ બનવાનું બાકી છે. તું જે પરમપદને પામી આત્મસંતોષ માણ્યો છે તે દુર્લભ છે. આ જ્ઞાન પામ્યા પછી કોઈ માતા નથી. પિતા નથી. પુત્ર નથી. સૌ કોઈ વિરાટ પરમાત્માના અંશના વિવિધ સ્વરૂપ માત્ર છે. તે જ સાચી વિદ્યા છે, જે મુક્ત કરે છે. " सा विद्या या विमुच्यते" Че Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૫. શ્રીસ્થલમાં અલક્ષ્ય ગણપતિ માહાત્મ્ય શ્રીસ્થલના ઇતિહાસમાં અલક્ષ્ય ગણપતિના દર્શન, અર્ચન તેમજ વ્રતપાલનનો મહિમા ખૂબ વર્ણવ્યો છે. કોઈ પણ દેવની પૂજા-અર્ચના સર્વપ્રથમ ગણપતિની આરાધના કર્યા વિના સફળ થતી નથી. સર્વ દેવોએ ગણપતિને ગણનાયક બનાવ્યા છે. અને પ્રથમ ગણનાયક ગણપતિના પૂજન અર્ચન બાદ જ સર્વ દેવોના યજનપૂજનનો વિધિ સ્વીકારાયો છે. વિદ્યા પ્રાપ્તિ, સંગ્રામ કે રાજ્યદ્વા૨ે વિજય, સિદ્ધિ પ્રાપ્તિ, વિઘ્નનાશ, લક્ષ્મી કે સરસ્વતીની ઝંખના, સ્પર્ધામાં વિજય, શત્રુ પર વિજય, ટૂંકમાં તમામ કાર્યોમાં સફળતા મેળવવા સૌ ગણપતિનું સ્મરણ વંદન કરે છે. તમામ દેવો તેમજ માતાપિતાના આશીર્વાદથી ગણેશને આ શક્તિઓ પ્રાપ્ત થઈ છે. રિદ્ધિ તેમજ સિદ્ધિ બંનેના દાતા દેવ શ્રીગણેશ છે. તમામ પ્રકારનાં અનિષ્ટો ટાળવા. ઘેરથી બહાર જવું હોય, ઘરમાં પ્રવેશ કરવો હોય, કોઈપણ કાર્યનો શુભારંભ કરવો હોય, કાર્ય નાનું કે મોટું કોઈ પણ હોય તો પણ તે કરતાં પહેલાં ગણપતિનું સ્મરણ કરી કરવાથી વિઘ્નો ટળે છે તેમજ સફળતા વરે છે. ગણપતિનાં મુખ્ય બાર નામ છે. બાર નામોના સ્મરણવાળું સ્તોત્ર બહુ જ સિદ્ધિદાયક ગણાય છે. ગણપતિ અજન્મા છે. અજન્મા એટલા માટે છે કે કોઈ પણ યોનિથી તેઓ જન્મ્યા નથી. તેમને અલક્ષ્ય એટલા માટે કહેલા છે કે તેમનું સર્જન કોઈપણ લક્ષ્ય વિના થયેલું છે. સામાન્ય રીતે સર્જન હંમેશા પ્રજોત્પત્તિના લક્ષ્યથી જ થાય છે. પ્રજોત્પત્તિના લક્ષ્યનું લક્ષણ કામોત્પત્તિ છે. ગણપતિનું સર્જન અપવાદરૂપ છે. પીંપળાના વૃક્ષને પ્લક્ષ વૃક્ષ પણ કહેવાય છે. આ પ્લક્ષ વૃક્ષમાંથી લક્ષ એટલે લાખ સર્જાય છે. પ્લક્ષમાં વિષ્ણુનો વાસ ગણાય છે. માટે વિષ્ણુના તમામ લક્ષણો પીંપળાના રસમાં છે. માટે જ વૃક્ષોમાં પીંપળો મુખ્ય પુજ્ય છે. પીંપળાની લાખમાં પણ એવાજ ગુણો છે. એક સમયે માતા પાર્વતીજીએ ક્રીડા કરતાં કરતાં રમતમાં લાખમાંથી એક પૂતળા જેવું રમકડું બનાવ્યું. આ પૂતળાનું શરીર મોટું, પેટ મોટું, હાથ-પગ નાના તેમજ મસ્તક હાથીના જેવું હતું. એક દંત બહાર દેખાતો હતો, પૂતળાને જોતાં જ એવું લાગે કે તેનું મસ્તક હાથીના જેવું તેમજ શરી૨ મનુષ્યની આકૃતિ ધરાવે છે. પાર્વતીજીએ આ પૂતળું તો બનાવ્યું પણ તે તો નિર્જીવ હતું. મનમાં વિચાર આવ્યો કે તે સજીવન હોય તો કેવું. પોતે તો પૂતળું સર્જી શક્યા પરંતુ તેને સજીવન બનાવવાનું સામર્થ્ય તો નહોતું. તેમણે શંકરને કહ્યું કે આ પૂતળું એજ મારો પુત્ર છે. આ પુત્રને સજીવન બનાવો અને જગતમાં તેનો મહિમા વધે એવો પુરુષાર્થ કરો. તમે તો તપમાં જ વ્યસ્ત અને મસ્ત રહો છે. ઘર માંડ્યું પણ ગૃહસ્થાશ્રમનો ૬૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ તો વિચાર જ નથી. આ પુતળું મારો પુત્ર બને તેવું કરો.------- પાર્વતીજીના આગ્રહથી દેવાધિદેવ મહાદેવે જીવસુક્ત અને સૃષ્ટિસુક્તના મંત્રોનો પાઠ શરૂ કર્યો. મંત્રો ભણતાં-ભણતાં શંકરે આ પૂતળાના શરીરને સ્પર્શ કર્યો. મંત્રોના આવાહનથી પૂતળામાં જીવ દાખલ થયો. પૂતળામાં બ્રહ્મ ચૈતન્ય પ્રવેશ કર્યો. બ્રહ્મ ચૈતન્યના પ્રવેશથી પૂતળું ચૈતન્યમય બની ગયું. પાર્વતી તો હર્ષઘેલી બની. સર્વ દેવો પણ મહાદેવના આ પુરુષાર્થથી પ્રસન્ન બન્યા. શંકરના મંત્રબળથી ઉત્પન્ન થનાર ગણપતિને તમામ દેવોએ સર્વપ્રથમ દેવ તરીકે સ્વીકાર્યા. આ ગણપતિએ તારકાસુરના વધ માટે ખેલાયેલા યુદ્ધમાં કાર્તિકેયની પડખે રહી જે પરાક્રમ સર્જેલું છે તે પરાક્રમથી સર્વ દેવો વિસ્મય પામેલા છે. દેવોના રાજા ઇન્દ્ર ગણપતિના રૂધિરથી ખરડાયેલા અને ક્ષત-વિક્ષત દેહને જોઈ પ્રસન્નતાથી સર્વપ્રથમ પૂજન કરેલું છે. અને સર્વ દેવોના પહેલાં તેમના પૂજનનો મહિમા પ્રસ્થાપિત કરેલો છે. શ્રીસ્થલની ભૂમિના આ અલક્ષ્ય ગણપતિનું માહાભ્ય છે. આ અલક્ષ્ય ગણપતિ પ્રાચી સરસ્વતી તટે પૂજાયેલા છે. ઇતિહાસ એમ કહે છે કે વિશ્વામિત્રે બ્રાહ્મણપણું પ્રાપ્ત કરવા જ્યારે મહાદેવજીને પ્રસન્ન કર્યા ત્યારે તે સિદ્ધિ મેળવવા મહાદેવજીએ ગણપતિના યજન-પૂજનથી બ્રાહ્મણ પણું મેળવવાનો રાહ ચીંધ્યો છે. વિશ્વામિત્રે પ્રાચી સરસ્વતી તટે એક વર્ષ ઉપાસના કરી ગણપતિના વરદાનથી બ્રાહ્મણપણું પ્રાપ્ત કરેલ છે. માર્કન્ડેય મુનિએ રોહીતાક્ષ નામના રાજાને પણ શ્રીસ્થલમાં જઈ અલક્ષ્ય ગણપતિની પ્રસન્નતા માટે તપ કરવાનો રાહ બતાવેલો છે. રોહીતાફ રાજાએ ગણપતિની પ્રસન્નતા કેળવી રિદ્ધિ-સિદ્ધિ મેળવ્યાનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. કોઈપણ દેવની ઉપાસનાનો પણ વિધિ હોય છે. જે દિવસે મહાદેવે સૃષ્ટિસૂક્ત અને જીવસૂક્તનો પાઠ ભણી ગણપતિમાં બ્રહ્મચૈતન્યનું સર્જન કરેલું તે દિવસ માઘમાસની શુક્લ ચતુર્થીનો હતો. ગણપતિને રીઝવવા માઘમાસની શુક્લ ચતુર્થીએ તેમનાં દર્શન-પૂજન કરવાં સિદ્ધિદાયક મનાય છે. પ્રત્યેક માસની શુક્લ ચતુર્થીનો દિવસ વિનાયક ચતુર્થી ગણાય છે. વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિની ઉપાસના રિદ્ધિ-સિદ્ધિ દાતા ગણાયેલી છે. તેનું એક વ્રત વિજ્ઞવિનાશક વ્રત તરીકે ઓળખાય છે. કૃષ્ણપક્ષની ચતુર્થી સંકષ્ટચતુર્થી છે. આગામી સંકટોના નિવારણ માટે તે પણ મુકરર દિવસ છે. માઘશુક્લ ચતુર્થીથી એક વર્ષ પર્યત ગણપતિની ઉપાસના “વિબ વિનાશક વ્રત' તરીકે બતાવેલું છે. બની શકે તો પોડષોપચાર પૂજા શ્રેષ્ઠ છે. દર્શન-અર્ચન અને તેમનું સતત સ્મરણ પણ ફળદાયી છે. આ વ્રત પાલનથી સર્વ મનોરથ સિદ્ધ થાય છે. માતા પાર્વતીજીએ તેમના એક હાથમાં પરશુ અને બીજા હાથમાં મોદક મૂકેલો છે. પરશુ અનિષ્ટોના સંહાર માટે છે, મોદક અંતરાત્માની પ્રસન્નતા માટે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ મોદકનું નૈવેદ્ય ધરાવી પ્રસાદરૂપે અંતરાત્માની પ્રસન્નતા વહોરવાનું નૈવેદ્ય એક સાધન છે. એવો એક પ્રાચીન ખ્યાલ છે કે દેવને ધરાવેલ નૈવેદ્ય પ્રસાદ ગણાય છે અને તે પ્રસાદનો સર્વાધિકાર દેવનો હોઈ પ્રસાદ વિતરણ પણ એક પુણ્ય કર્મના ભાગરૂપે છે. સંકટતાશન ગણેશરતોત્ર (દ્વાદશ તામયુક્ત) પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિના .કું। ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થસિદ્ધયે ॥1॥ પ્રથમં વક્રતુંડં ચ એકદન્ત દ્વિતીયકમ્ । તૃતીયં કૃષ્ણપીંગાક્ષં ગજવત્રં ચતુર્થકમ્ ॥2॥ લમ્બોદરં પંચમં ચ ષષ્ઠે વિકટમેવચ । સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટમમ્ II3II નવમં ભાલચન્દ્ર ચ દશમં તુ વિનાયકમ્ । એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ||4|| દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસન્ગ્વે ય: પઠેન્નર: ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરું પરમ્ IIII વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થીલભતે ધનં પુત્રાર્થી લભતે પુત્રાન્બોક્ષાર્થી લભતે ગતિમ II6II જપેત ગણપતિસ્તોત્રં બિભર્માસૈ: ફલં લભેત, સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નાત્ર સંશય:॥7॥ અષ્ટાનાં બ્રાહ્મણાનાં લિખિત્વા યે સમર્પયેત્, તસ્ય વિદ્યા ભવેત્સર્વ ગણેશસ્ય પ્રસાદત: ।।8।। ૫૬. તપ એટલે શું - મોક્ષ એટલે શું બંધન કર્યું ? - વિશ્વની તમામ પ્રજાઓના જીવનદર્શનોમાં હિન્દુ જીવનદર્શન સર્વોત્તમ સ્વીકારાયેલું છે. હિન્દુ જીવન-દર્શનનાં મુલ્યો કાળ અબાધિત છે. તેથી તે ધર્મ (ફરજ)ને સનાતન ધર્મ કહેવામાં આવે છે. આ સનાતન મુલ્યોને આચરણમાં ઉતારી આ સંસ્કૃતિને પણ સનાતન બનાવવાની જવાબદારી આપણી આ પેઢીમાં બાળકો, યુવાનો, પ્રૌઢો, કુમારિકાઓ, બહેનો અને માતાઓને શિરે આવે છે. 1. જેમ ઘરના રસોડામાં અન્ન રંધાય છે પણ તે બધા સમાન પણે નહીં પણ પોત પોતાની શક્તિના અનુપાતમાં તેનું સેવન કરે છે. ધર્મ પણ પ્રત્યેકને પોતાની શક્તિના અનુપાતમાં સેવન કરવાનો વિષય છે. ૬૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ 2. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર (પાયાઓ) ઉપર હિંદુજીવનદર્શનની ઇમારત ખડી છે. હિન્દુ એ કેવળ જન્મથી નહીં પણ આચરણની ઓળખથી હિંદુત્વ પ્રકટ કરવાનો વિષય છે. આ ચાર સિદ્ધાંતોમાં જેમ અર્થ અને કામ સાંસારિક સફળતા માટે જરૂરી છે તેમ સંસારમાં મનુષ્યદેહમાં આવેલા જીવની સદ્ગતિ માટે ધર્મ તેમજ મોક્ષના સિદ્ધાંતો પણ અનિવાર્ય છે. આ અનિવાર્ય ફરજો બજાવી આ સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવીએ. 3. બંધન કર્યું ? દેહ ઇન્દ્રિયોના વિષયથી સંકળાયેલો છે. જીવ જુદો છે. આ આપણો નિત્યનો અનુભવ છે. જીવ જ્યારે નિદ્રા માણે છે ત્યારે તેને દેહનું ભાન હોતું નથી. દેહ ગમે ત્યાં પડ્યો હોય પણ સ્વપ્નમાં જીવ ગમે ત્યાં હરેફરે છે. વિવિધ અનુભવો પણ કરે છે. અને સ્વયં જ તે સુખ કે દુ:ખની મજાનો સ્વાદ ચાખતો હોય તેવો સ્વાનુભવ વ્યક્ત કરે છે. જીવને સુખ કે દુ:ખ માણવાનું દેહ એક માધ્યમ છે. બધીજ ઇન્દ્રિયો દેહને લાગેલી છે. એટલાજ માટે મૃતદેહને હાથ, પગ, નાક, કાન, આંખ બધુંજ જેમ ને તેમ હોવા છતાં આંખ જોઈ શકતી નથી. કાન સાંભળતો નથી. હાથ પગ હાલતા ચાલતા નથી. વિજળીનાપંખા, ટ્યુબો કે બીજા અનેક ઇલેક્ટ્રોનિક માધ્યમો માત્ર દેહની જેમ સાધનો છે. સાધનો પ્રાણ વિના સંચાલિત થઈ શકતા નથી. દેહનો પ્રાણ જેમ જીવાત્મા છે તે। આ ઇલેક્ટ્રોનિક સાધનોનો પ્રાણ વિજળી છે. આ જીવાત્મા જો દેહની ઇન્દ્રિયોના વિષયોનો ગુલામ બને, તે વિષયોના સુખ કે દુ:ખના ભોગમાં આસક્ત બને, તો પરિણામ એવું આવશે કે તે સદાને માટે આશક બની જશે. આશક બનવાને કારણે જીવ સામાજિક માન-મર્યાદાઓ માટે દોરાયેલી લક્ષ્મણ રેખાને પણ ઓળંગી જશે. જીવના આ સ્વરૂપને જ ઇન્દ્રિયોનું બંધન ગણવામાં આવેલું છે. બંધનમાં બંધાયેલો મનુષ્ય કે પ્રાણી યથેચ્છ સંકલ્પોનો જેમ ઉપભોક્તા બની શકતો નથી તેમ જીવાત્મા સ્વસંકલ્પોને પણ આ બંધનના કારણે આચરણમાં મૂકવા લાચાર બની જાય છે. મોક્ષ માર્ગ અને તેના સાધનો સંબંધોનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યા છતાંય આ બંધનને કારણે જન્મ-મરણના સંસાર ચક્રમાં જીવ ટકરાવે ચડ્યે જાય છે. કેવળ મનુષ્ય દેહમાં જ આ બંધનને ફગાવી દેવાનું સામર્થ્ય ઈશ્વરપ્રદત્ત છે. માટે મનુષ્ય દેહ એક એવો દેહ છે જે આ સંસારમાં મોક્ષનો અધિકારી છે. પાત્રતા ધરાવે છે. (4) તપ એટલે શું ? આ સવાલ બહુ અગત્યનો એટલા માટે છે કે તેની અવધારણા સંબંધે અનેક ભ્રમ ફેલાયેલા છે. પ્રાચીન સમયનો માનવી મહદ્અંશે આ સાધન માટે આરણ્યક જીવન ઉપાસનાનો પરિચાયક હશે પરંતુ આ સાધન માટે સ્થાનના કરતાં તેમાં લક્ષ્યોના આચરણનું મહત્વ સવિશેષ છે. સાધ્ય અને સાધનમાં જે તફાવત છે તેવોજ તફાવત તપ અને તેના સાધનોમાં છે. ભલે આરણ્યક જીવન ન જીવાય પરંતુ તપના જે લક્ષ્યાંકો છે તે પૂરા કરવા ગૃહસ્થાશ્રમ મનુષ્યની આડે ૬૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ આવી શકે તેમ નથી. પ્રાચીન સમયમાં જે ઋષિઓ તપ કરતા હતા તેઓ પણ મહદ્દઅંશે ગૃહસ્થાશ્રમી જ હતા. એવું કથન હેજેય અતિશયોક્તિયુક્ત નથી કે આદર્શ ગૃહસ્થાશ્રમી જીવન એજ તપ છે. તપ અનેક પ્રકારનાં હોઈ શકે છે. ઈશ્વર પ્રાપ્તિ માટેનું તપ ઘોર ઇન્દ્રિયનિગ્રહ માર્ગનું છે તો એક આદર્શ ગૃહસ્થાશ્રમી ત્રષિ બનવા માટેનું તપ ભોગ અને મોક્ષ બંને માર્ગનું સંચાલન થઈ શકે તેવું જીવનદર્શન પ્રદાન કરે છે. વેદશાસ્ત્રોક્ત માર્ગ પર આધારિત જીવન દર્શન ભોગ અને મોક્ષ બંનેનું જ્ઞાન આપે છે. દેહાદિક વિષયોના સેવનને અજ્ઞાન કહેવામાં આવે છે. સમજપૂર્વક આ અજ્ઞાનના ત્યાગને જ્ઞાનપૂર્વકનું આચરણ કહે છે. વિષયોથી વૈરાગ્ય અને સંયમપૂર્વક ઉપભોગ ત્યારે જ શક્ય બને છે જ્યારે વ્યક્તિ અનાયાસ પ્રાપ્ત ભોગોને ભોગવવાનું તેમજ અપ્રાપ્ય પદાર્થોની લાલસા છોડી દેવાનું મન બનાવે છે. આવું મન જીવનમુક્ત મન કહેવાય છે. ટાઢ-તડકો-ભુખ-દુ:ખ વેઠવાં તેમજ વૈદોક્ત માર્ગનાં વ્રતો અપનાવવાં તે કાયાનું તપ છે. અતિ સુખશૈયા તેમજ બેઠકોવાળાં સાધનોના ઉપયોગને બદલે ઓછામાં ઓછા સુખો આપનારાં સાધનો વાપરવાં તે તપ છે. સત્ય છતાંય પ્રિય વચનો બોલવાં એ વાણીનું તપ ગણાય છે. પ્રિય વચનો માટે વિવેકનો આશ્રય લેવો પડે છે. વિવેકબુદ્ધિથી બોલાયેલી વાણી તો મોટું તપ ગણાય છે. આ તપ ઘણી સિદ્ધિઓનું દાતા કહેવાય છે. બાર વર્ષ સુધી સતત કરાયેલી સત્ ક્રિયા તપ ગણાય છે. મનુષ્ય આવી સત્ ક્રિયાઓ પૈકી કોઈપણ એક કે એકી સાથે અનેકને સતત અય્યત પણે જો વળગી રહે તો (અત એટલે વિષ્ણુ) તેના મનમાં અય્યતનો વાસ બની જાય છે. ભગવાનનો વાસ થવાથી દુર્ગતિનો ભય ટળી જાય છે. વાણીનો ઉપયોગ વેદ-વેદાંગ, ઉપનિષદ, પુરાણ, રામાયણ, મહાભારત વિ. ગ્રંથોના પ્રસંગોની ચર્ચા-વિચારણામાં કરો. પ્રત્યેકનું સન્માન સચવાય એવું જ બોલો. સ્વાદના વિષયોની લાલસા ન રાખી અનાયાસ પ્રાપ્ત ભોજન મળે તે સ્વીકારવું તેવું વ્રત અપનાવો. છ રસોથી યુક્ત પદાર્થો પ્રેમથી ખાવો. રુચિ-અરુચિનું માનસ બદલો. ષડરસયુક્ત ભોજન પણ મિતાહારની ટેવ પાડી ખાઓ, બસ મુખનું સંપૂર્ણ તપ તેમાં સમાવેશ થઈ જશે. મિતાહાર એ પેટનું તપ ગણાય છે. મિતાહારના તપથી પેટને સુરક્ષિત રાખો. શ્રેયસ્કર સ્થાનોમાં જ પગને લઈ જવા એ પગનું તપ છે. એવાં કોઈ સ્થાને ન જાઓ જ્યાંથી કુબુદ્ધિ પ્રાપ્ત થઈ શકે. સારાં કાર્યો પૂર્ણ કરવા હાથને લગાવવા તે હાથનું તપ છે. નિષિદ્ધ દશ્યો ન જોવાં એ આંખનું તપ છે. નિષિદ્ધ વિચારો ન સાંભળવા તે કાનનું તપ છે. નિષિદ્ધ પદાર્થો ન ખાવાં તે જીભનું તપ છે. નિષિદ્ધ વિચારોવાળાં સાહિત્યથી મન ફેરવી લેવું તે મનનું તપ છે. કાયિક-વાચિક-માનસિક નિષિદ્ધ કર્મો ન કરવાં તે સંપૂર્ણ દેહનું તપ છે. આવાં ૬૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ કર્મો થઈ ગયાં હોય તો તેનું પ્રાયશ્ચિત કરી મનને તેમાંથી ખેંચી લેવું તેને પ્રત્યાહારનું તપ કહેવામાં આવેલ છે. 5. તપ દ્વારા મન જ્યારે નિર્વિષય બને છે ત્યારે જ મનની તે સ્થિતિને ધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાનથી જ સંસાર ભુલાય છે અને ઈશ્વ૨૫રાયણ જીવન બને છે. ઈશ્વરપરાયણતા વાળું જીવન જન્મ-મરણના ફેરાઓથી જીવને મુક્ત બનાવે છે. માટે આ મોક્ષવિદ્યા કહેવાય છે. 6. પરખાય છે :- કુળ આચરણથી, શરીર ભોજનથી, મન વાર્તાલાપથી, સ્નેહ નેત્રથી. આકાર, ચાલ-ચલન, ચેષ્ટા, વાણી, નેત્રો, મ્હોંના હાવભાવથી મનની સ્થિતિ જાણી શકાય છે. કહેવત છે. ‘આકૃતિ મુળાનાં થયેત' ૫૭. શ્રેષ્ઠ ટેવો (ઉપકારક) સૌ કોઈ જાણે છે કે ડીગ્રીઓ વ્યક્તિત્વના સર્જનમાં જેટલો ભાગ ભજવે છે તેનાથી સવિશેષ પ્રભાવ વ્યક્તિની ટેવોથી સર્જાય છે. શ્રેષ્ઠ ટેવો શ્રેષ્ઠ વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. ખાસ કરીને ટેવો જ વ્યક્તિનું માન ગૌરવ વધારે છે. વિદ્યા વધારે છે. પ્રતિષ્ઠા વધારે છે. નોકરી કે ધંધામાં તેને સફળતા મેળવી આપે છે. સારી ટેવો જીવનના વિકાસ પંથ માટે સહાયક મિત્રો ગણાય છે. સારી ટેવો પાડવી અને કુટેવોથી બચવું એજ ઉત્તમતા પ્રાપ્ત કરવાની મુખ્ય ચાવી છે. ઇતિહાસના અવલોકનથી જણાશે કે મહાપુરુષોના જીવનનું ઘડતર તેમજ શક્તિમાન પુરુષોના જીવનનું પતન બંને તેઓની ટેવોમાંથી જ સર્જાયેલું છે. હિન્દુત્વના વિચારોની વિશ્વમાં વિજય પતાકા લહેરાવનાર સ્વામી વિવેકાનંદના સ્વભાવનો નિષ્કર્ષ એવો નીકળે છે કે જ્ઞાન સંચય માટે વિશાળ વાંચનનો પરિશ્રમ જ વ્યક્તિત્વનું ઘડતર કરે છે. જેમ મધમાખી મધપુડામાં મધસંચય માટે ફૂલે-ફુલે રખડી જે ઉદ્યમ કરે છે તે ઉદ્યમના ફળ સ્વરૂપ મોટો મધપુડો બને છે. સ્વામી વિવેકાનંદે પણ જ્ઞાન-સંચય માટે આવોજ પુરુષાર્થ આન્દ્રેલો છે અને પ્રાપ્ત જ્ઞાનના વિષયોને ચિંતનનો વિષય બનાવી સારાસારનો વિવેક વ્યક્ત કરેલો છે. કોઈ પણ વિષય તેમના ચિંતનક્ષેત્રથી અછૂત રહ્યો નથી અને પોતાની વિવેકબુદ્ધિથી જ સત્યને ગ્રહણ કરી તે સત્યને પ્રસ્થાપિત કરવાનો પુરુષાર્થ કરેલો છે. વિપક્ષના સત્યનો સ્વીકાર કરી સ્વપક્ષના સત્યને પ્રસ્થાપિત કરવાના તેમના સ્વભાવને કારણે તેઓએ વિશ્વમાં એક પણ વિરોધી નહીં પણ મિત્રો અને શિષ્યોનો વિશાળ સમુદાય ઉભો કરેલો છે. જ્ઞાનસંચયની ટેવ અને સત્યના સ્વીકાર તેમજ સત્ય માટે વિજય પ્રસ્થાપિત કરવાના પુરુષાર્થની ટેવે સ્વામીજીને વિચારોનું સામ્રાજ્ય સ્થાપવામાં વિશ્વ વિજેતા બનાવેલા છે. જ્ઞાનસંચય તો સ્વામીજીની જેમ અનેક સંતોએ કરેલા હોય છે પરંતુ સાક્ષાત્કારિત સત્યોને સમાજમાં પ્રસ્થાપિત કરવા સામાજિક ઉદ્યમ આચરવાની ટેવ અસંખ્યોમાં ૬૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ નથી હોતી. પરંતુ વિવેકાનંદે સમાજલક્ષી ટેવ પાડી સમાજને પણ તે જ્ઞાનનો સાક્ષાત્કાર કરાવવા પુરુષાર્થ કરેલો છે. જેના પરિણામે સમસ્ત વિશ્વમાં ભારતીય યોગવિદ્યાએ અદ્ભુત કામણ કરેલું છે. અનેક પ્રખ્યાત વિભૂતિઓએ તે જ્ઞાનને ચરિતાર્થ કરેલું છે. મહારાણા પ્રતાપ તેમજ માનસિંહ બંને સમકાલિન સમાન સમર્થ પુરુષો હતા. બંનેમાં અજેય બળ હતું. પરંતુ સિદ્ધાંતના ભોગે પણ વૈભવલક્ષી જીવન સ્વીકારવાની ટેવને કારણે માનસિંહે અક્બરની શરણાગતિ સ્વીકારી દેશભક્ત સ્વાભિમાની શક્તિઓના પરાજયમાં જ પોતાનું બળ ખર્યું હતું. જ્યારે મહારાણા પ્રતાપની ધનસંપત્તિને ઠોકર મારી રાષ્ટ્રીય સ્વમાનને વળગી રહેવાની અણનમ ટેવે મહારાણાને ભિખારી ભલે બનાવ્યા હશે; પરંતુ રાષ્ટ્રના એક અણનમ યોદ્ધાનું મહાન ગૌ૨વ પ્રાપ્ત કરાવેલું છે. માનસિંહની ટેવે તેને સંપત્તિના ઉપભોગનો સ્વામી ભલે બનાવ્યો હશે પરંતુ રાષ્ટ્રીય સમ્માનના ઇતિહાસને પાને સદા કાળ માટે તેતે આદર્શહીન નૃપતિ તરીકે ચિતરાએલ છે. ગમે તે ભોગે સંપત્તિઓ પ્રાપ્ત કરી જીવન જીવવાની ટેવવાળા અમીચંદોના નામો ઇતિહાસમાં કાળા અક્ષરોથી લખાયા છે ત્યારે ન્યાયોપાર્જિત ધનને પણ રાષ્ટ્રોત્થાનના યજ્ઞમાં સમર્પિત કરનાર ભામાશાને લોકો વંદે છે. અમાપ બળ હોવા છતાં યૌન વિલાસમાં મસ્ત રહેવાની ટેવને કારણે પૃથ્વીરાજનો ઇતિહાસ સ્હેજ ઝંખવાયો છે પરંતુ યૌન સુખોને ઠોકર મારનાર શિવાજીનો ઇતિહાસ અમર પદને વરેલો છે. સુંદ૨માં સુંદર યુવતિને પણ હાથ લગાડયા સિવાય તેના સ્થાને સમ્માનભેર પહોંચાડનાર શિવાજીને લોકો શિવજીનો અવતાર માને છે. બળ, સંપત્તિ કે શક્તિના સાર્વભોમત્વની પૂજા આ દેશમાં થતી નથી. અહીં તો સદ્ગુણોની ટેવ પૂજાય છે. સંકલ્પો કરવાની મનની ટેવ પણ એક મહત્ત્વપૂર્ણ ટેવ ગણાય છે. આ માટે પ્રાચીન ઇતિહાસમાંથી એક અનુકરણીય દ્રષ્ટાંત મળી આવે છે. મહાન રાજર્ષિ ખટવાંગે દેવોને યુદ્ધમાં ભારે મદદ કરેલી અને તેમાં દેવોનો વિજય થયેલો. દેવોએ ખટવાંગને વરદાન મેળવવા કહ્યું. ખટવાંગે દેવોને પૂછ્યું કે આવા વરદાનને ભોગવવા આ જગતમાંના મારા આયુષ્યનો કેટલો કાળ બાકી છે ? દેવોએ કહ્યું કે માત્ર એક મુહૂર્ત જ બાકી છે. તૂર્ત જ ખટવાંગે કહ્યું આ એક જ મુહૂર્તમાં મને બ્રહ્માનંદ પ્રાપ્તિનો આનંદ મળે તેવું વરદાન મને આપો. જોયો. ખટવાંગનો સંકલ્પ. બધા જ આનંદોમાં બ્રહ્માનંદની પ્રાપ્તિનું શ્રેષ્ઠ વરદાન તેણે મેળવી લીધું. મહાત્મા ગાંધીજીની આત્મકથાનો અભ્યાસ કરો તો જણાશે કે ગાંધીજીની ટેવોએ જ તેમને મહાન બનાવ્યા છે. ગાંધીજી શારીરિક શ્રમના હલકાં મનાતાં કાર્યો અને બુદ્ધિના ગૌરવભર્યા કામો વચ્ચે કોઈ પણ પ્રકારની ભેદ દ્રષ્ટિ રાખતા નહોતા. એકવાર તેમના આશ્રમમાં એક બુદ્ધિમાન સજ્જન આવેલા. તેઓ તેમાં જોડાયા. ૬૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની યોગ સાધનાથી પણ તેઓ પરિચિત હતા. તેઓ તેમની પાસે તે વિદ્યા શીખવાની અપેક્ષાએ જોડાયેલા. એક વાર ગાંધીજીએ તેમને બોલાવ્યા. અને જાજરૂ સાફ કરવાનું કામ બતાવ્યું. આ સગૃહસ્થ એકદમ અચંબામાં મૂકાઈ ગયા. તૂર્તજ ગાંધીજીએ તેમને સાથે રાખી જાજરૂ સફાઈનું કામ પોતે પતાવી દીધું. ગાંધીજીના સહવાસથી આ સગૃહસ્થ યોગ-ધ્યાન તેમજ વૃત્તિનિરોધના જ્ઞાનની સાથે-સાથે હલકાં ગણાતાં કાર્યો ગૌરવભેર કરવા ટેવાઈ ગયા. સારી ટેવોના ચમત્કારિત પરિણામોનું આ એક ઉદાહરણ છે. જે કામ હલકાં ગણાવેલાં છે તે કામો સ્વંય કરી બતાવવાની ટેવ ગાંધીજીની ખાસ વિશિષ્ટતા હતી. મિથ્યાભિમાનને છોડી દઈ સાફસૂફીથી લઈ બુદ્ધિ પરાક્રમના સર્વ કામો કરવાની ટેવ મનુષ્યને મહાનતા મેળવવામાં ઉપયોગી છે. સુંદર ટેવોના માહાભ્ય બાબત એક અન્ય પ્રાચીન ઉદાહરણ પણ મળે છે. એકવાર પાર્વતીજીએ શિવને પૂછ્યું કે જન્મ-મૃત્યુના ચક્રમાંથી છુટવાનો ઉપાય જો જ્ઞાન જ હોય તો પછી યોગના પુરુષાર્થની શી જરૂર ? શંકરે ઉત્તર આપ્યો કે યુદ્ધમાં લડવા અને વિજય મેળવવા તલવાર કામ આપે છે પણ સૈનિકની વીરતા વિના કેવળ તલવાર પકડવાથી શું વળે. વીરતા અને તલવાર બંને વિજય અપાવે છે, તેમ જ્ઞાન અને યોગ (યોગ ક્રિયાત્મક માર્ગ છે) બંને સાધનોથી જ સફળતા મેળવી શકાય છે. બન્નેની દેવી જોઈએ. અષ્ટાવક્ર મુનિનું દષ્ટાંત એમ સુચવે છે કે તેમનું સ્વરૂપ જ ઘણું કુરૂપ હતું. સુંદરતાનું નામનિશાન તેમનાં શરીરમાં નહોતું. પરંતુ અષ્ટાવક્રે શરીરને સુંદરતાના પ્રસાધનો વડે સજાવવાની ટેવ પાડવાને બદલે જ્ઞાન દષ્ટિ વિકસાવવાની જે ટેવ પાડેલી તે ટેવને કારણે તેઓ જનકરાજા જેવા સંપત્તિવાન રાજાના દરબારમાં પણ આદરપાત્ર બન્યા હતા. અનેક મૂર્ધન્ય વિદ્વાનોમાં પણ તેઓ તેમનાથી ઉત્તમ વ્યક્તિત્વ દર્શાવી તેઓનું પણ પરાસ્ત માનસ સર્યું હતું. શરીરની સુંદરતાના સાક્ષાત્કાર માટે જુદી જુદી ટેવો પાડવાને બદલે જો જ્ઞાનનું પ્રતિબિંબ પાડી શકાય એવા વ્યક્તિત્વ ઘડતરની ટેવ પાડવામાં આવે તો આલોક અને પરલોક બંનેમાં વિજયનો માર્ગ મોકળો કરી શકાય તેમ છે. અષ્ટાવક્રનું ઉદાહરણ મહત્ત્વપૂર્ણ છે. ભગવાન કૃષ્ણનું ઉદાહરણ તપાસો. કૃષ્ણ શબ્દ કૃષ ધાતુથી બનેલો છે. કૃષ એટલે ખેંચવું. સમસ્ત જગતને જેણે પોતાના તરફ ખેંચ્યું છે. આકર્ષે છે. તે કૃષ્ણ છે. આ મહાનતા કેવી રીતે મળી ? કૃષ્ણ જે ટેવો જીવનમાં વિક્સાવી તે ટેવોએ જ તેમને આ મહાનતાના શિખરે પહોંચાડેલા છે. કૌરવો અને પાંડવો બને જેમને મહાન ગણતા હતા. તે કૃષ્ણ અર્જુનનો રથ હાંકવા જેવા હલકા કાર્યનું સારથીપણું પણ એક ફરજરૂપે બજાવ્યું. યુધિષ્ઠિરના યજ્ઞમાં બ્રાહ્મણોનાં જન્મેલાં પતરાળાં ઉપાડવા જેવું હલકું કામ પણ નિસંકોચપણે કર્યું. પાંડવોના વિષ્ટીકાર પણ બન્યા. દુર્યોધનના ઘેર સવારથી રાત સુધી વિષ્ટીમાં સમય વિતાવ્યો પણ ભૂખ્યા હોવા છતાંય દૂર્યોધનના Page #125 -------------------------------------------------------------------------- ________________ મેવા-મિષ્ઠાન્ન આરોગવાનું મન ન બનાવ્યું. અને અર્ધ રાત્રીએ ગામના છેવાડે રહેતા વિદુરના ઘરની ભાજી ખાઈ સંતોષ માન્યો. મનની સુંદરમાં સુંદર ટેવનું આ ઉદાહરણ છે. ઉત્તમ રાજનિતીજ્ઞ હોવા છતાં રથ હાંક્યો. બાળપણમાં ગાયો ચરાવી. કાલિય નાગ જેવાને પણ નાથ્યો. બંસીના સંગીતથી અનેકને મંત્રમુગ્ધ બનાવ્યા. અનેકવિધ લીલાઓનો વેષ ભજવ્યો. પૂર્ણ બને ત્યારેજ પૂર્ણ પુરુષોત્તમ ગણાય. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે કૃષ્ણની જેમ જીવનમાં સુંદર ટેવો વિકસાવવાની આવશ્યકતા રહે છે. શબરી અજ્ઞાન અને અભણ હોવા છતાંય સેવાની શ્રેષ્ઠ ટેવને લઈ આ જગતમાં નામના કરી ગઈ. રામે પણ તેનાં એંઠા બોર પ્રેમથી ખાધા છે. સેવાની ટેવ એવી સુવાસ ઉત્પન્ન કરી શકે છે જે અજ્ઞાનમાં અજ્ઞાની હોય પણ રામ જેવા વ્યક્તિત્વને પણ આંજી શકે છે. કેવળ જ્ઞાનનું પ્રદર્શન માણસને તારતું નથી પણ સેવાના સત્કર્મોની ટેવો અબુધને પણ મહાન બનાવી શકે છે. રાવણે પણ સારાં કૃત્યોની ટેવને લઈને જ શંકરને પ્રસન્ન કરી વરદાન મેળવ્યાં હતાં પણ એજ રાવણની કુટેવોના કારણે રાવણે રાજ્ય અને સ્વયંના વિનાશનો અનુભવ પણ કર્યો હતો. સારી ટેવો જેમ ઉન્નત બનાવે છે તેમ કુટેવો મનુષ્યને પતનની ખાઈમાં ધકેલે છે તેનો ઇતિહાસ રાવણના દષ્ટાંતમાંથી મળી આવે છે. આલિંદીના પ્રસિદ્ધ પુરુષ જ્ઞાનદેવે માત્ર સોળ વર્ષની ઉંમરે જ ગીતા ઉપર ટીકા લખેલી છે. જે જ્ઞાનેશ્વરી ટીકાના નામે ઓળખાય છે. માત્ર સોળ વર્ષની ઉંમરે ગીતાની ટીકા લખવા જેવું જ્ઞાન જ્ઞાનદેવે કેવી ટેવોથી સંપાદન કર્યું હશે ? જ્ઞાન પ્રાપ્તિની અનુપમ ટેવ જ આમાં કારણભૂત છે. પૂર્વ જન્મના સંસ્કાર અને જ્ઞાનની લાલસાએ જ્ઞાનદેવના વ્યક્તિત્વનું સર્જન કરેલું છે. એક વિદ્યાર્થી પણ સોળ વર્ષની વયે જ્યારે ગ્રેજ્યુએટ બની શક્તો નથી; જ્ઞાનના વિષયની ટીકા લખવાનું સામર્થ્ય ગ્રેજ્યુએટ થયા બાદ પણ મેળવી શકતો નથી. તો વિના ડીગ્રીના અભ્યાસક્રમ સિવાય આ સામર્થ્ય જ્ઞાનદેવે જે મેળવ્યું છે તે બચપણમાંથી જ જ્ઞાન મેળવવાની ટેવને આભારી છે. આજે જે સ્થિતિ છે તેમાં સોળ વર્ષ સુધીનાં બાળકો મહત્વહીન નાની-નાની મામુલી વિષયોની રમતોમાં સમય વિતાવે છે. તે સ્થિતિને બરકરાર રાખી આગેકુચ કરવાથી જ્ઞાનદેવ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? અત્યંત નાની ઉંમરના સનકુમાર અને શુકદેવ જેવા વ્યક્તિત્વ જે સંસ્કૃતિએ ભારતમાં સજ્ય છે તે ટેવોના માધ્યમથી જ ઘડાયેલાં છે. ફક્ત બત્રીસ વર્ષની નાની ઉંમરે જ્ઞાનના ક્ષેત્રમાં આદ્ય શંકરાચાર્યે જે દિગ્વિજય સર્જેલો છે તે જ્ઞાન પ્રાપ્તિની પ્રચંડ અભિલાષાની ટેવ સિવાય શક્ય કેવી રીતે બને ? મહાપુરુષ જન્મથી જ સર્જાતા નથી. જીવનની ટેવોમાંથી જ મહાપુરુષ સર્જાય છે. અંતમાં તુલસીના છોડનું એક ઉદાહરણ ચર્ચા આ વિષયને સમાપ્ત કરીએ. આ છોડ ઉગે છે, વિકસે છે અને અંતે નાશ પણ પામે છે. પણ નાશ પામતાં પહેલાં તે બીજ મૂકીને જાય છે. આ બીજમાં તુલસીનું સામર્થ્ય સચવાયેલું હોય છે. બીજ ૬૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ જે નવા છોડ તૈયાર કરે છે તેમાંથી તુલસીનું સામર્થ્ય પ્રકટે છે. મનુષ્ય પણ સારાનરસાં કર્મોના બીજ છોડીને જ મૃત્યુ પામે છે. સારી ટેવોવાળા વ્યક્તિઓ સારાં બીજ મૂકી જાય છે. ૫૮. નિષિદ્ધ કર્મોને ઓળખો (દોષકારક) 1. ઇન્દ્રિય નિગ્રહ લાભદાયી છે પણ ઇન્દ્રિયોના વિષયોને બહેકાવે એવો વ્યવહાર નિષિદ્ધ છે. 2. ઇન્દ્રિય નિગ્રહ અનુકુળ એવાં દર્શન ઉપયોગી છે પરંતુ તેથી પ્રતિકુળ દર્શન નિષિદ્ધ છે. આંખેથી એવાં દશ્યો કે બનાવ જોવાં જ નહીં. દર્શનની ટેવથી મન પર સંસ્કાર પડે છે. માટે દર્શન સંસ્કાર મેળવવાનું સાધન ગણાય છે. 3. ભગવાન નામનું સંકીર્તન, ઇતિહાસ, પુરાણ, વેદ-ઉપનિષદના વિચારો તેમજ સંતોની વાણી દ્વારા મેળવાતું શ્રવણ (સાંભળવું) મનુષ્યને ઉચ્ચ ગતિ તરફ લઈ જાય છે પરંતુ અધોગતિ તરફ દોરતું; શ્રવણ; જેમાં નિંદા, વિષય; વિકારના વિષયો ખોટા માર્ગે ખેંચાઈ જવાય તેવાં વચનો-વાતોનું શ્રવણ નિષિદ્ધ મનાયેલું છે. આવું સાંભળવાથી હંમેશા દૂર રહો. આવું સંભળાવનારનો સંગ કુસંગમાં ગણાય છે. 4. સત્ય પણ પ્રિય વાણી જ બોલો. અશ્લિલતા કે અવિવેકના ઉચ્ચારણોવાળી વાણી નિષિદ્ધ મનાયેલી છે. ગુણ અને વયમાં શ્રેષ્ઠ એવા લોકો પ્રત્યે આદરભાવ સાથેની વાણી તેમજ વૈદિક સંસ્કૃતિને ગૌરવ અપાવે એવી વાણી દેવવાણી કહેવાય છે. રાક્ષસ તેમજ તમોગુણના વિચારો ધરાવતી વાણી; આસુરિક ભાવોની પ્રતિનિધિ રાક્ષસવાણી ગણાયેલી છે. તેનાથી દૂર રહો. સંયમના વિચારો વ્યક્ત કરતી વાણી વ્યક્તિત્વને શોભાવે છે એટલું જ નહિ તેનું ઘડતર પણ કરે છે. વાણીથી વ્યક્તિની ઓળખ પણ થાય છે. તેનું અંતર્ગત મન વાણીથી બહાર પ્રકટ થાય છે. પરંતુ વાણીથી કૃત્રિમ ઓળખ ઉત્પન્ન કરવા માટે દાંભિક ન બનો તેની ખાસ કાળજી રાખો. દંભ અને કપટયુક્ત વાણી અસુરોની છે. તે નિષિદ્ધ છે. 5. શરીર માટે વસ્ત્રો જરૂરી છે, વસ્ત્રોથી શરીર શોભે છે. પણ સ્વામી વિવેકાનંદના વિચારોને યાદ રાખો. પશ્ચિમના પ્રવાસમાં તેમણે કહેલું કે “in your Country a tailer makes a man perfect but in my country A caracter makes a man perfect." અર્થાત્ તમારા દેશમાં દરજી માણસને મોટો બનાવે છે જ્યારે મારા દેશમાં ચારિત્ર જ માણસને મોટો બનાવે છે. સાદા વસ્ત્રોમાં સજ્જ એવા વિવેકાનંદે ઉચ્ચ વિચારો; ઉચ્ચ અભિવ્યક્તિના માધ્યમથી વિશ્વના લોકોને ઘેલા બનાવ્યા હતા. વસ્ત્રોથી શરીરને સુંદર સર્જવું એ જરૂરી હશે પરંતુ વાસનાઓને ભડકાવે એવાં વસ્ત્રપરિધાન નિષિદ્ધ છે. યાદ રાખવાનું એટલું જ છે કે વ્યક્તિત્વના ઘડતરમાં વસ્ત્રો નહીં, વિચાર- વાણી અને વ્યવહાર જ મુખ્ય પરિબળો છે. કેવળ અભિનેતા કે અભિનેત્રી જેવા શણગારોથી તેમનું કૌશલ્ય ૬૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રાપ્ત કરી શકાતું નથી. જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્તિ એ જેની પાસે છે તેને તેનું ગૌરવ મળે છે. આડંબરથી નહીં. ભડકાવનારાં વસ્ત્રો આસુરિક શક્તિઓના શિકાર પણ બનાવે છે. પાશ્ચાત્ય સભ્યતાનું આ એક સામાજિક દૂષણ છે. સભ્યતા સંસ્કૃતિને અનુરૂપ બને તો જ સંસ્કૃતિનું રક્ષણ સંભવ છે. 6. સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનો વાંધો નથી પરંતુ તે મનનો કાયમી સોબત જ બની જાય તે નિષિદ્ધ છે. ખોરાક પણ એક ભોગ્ય પદાર્થ ગણાય છે. માટે ભોગ ભોગવાની ટેવ રોગનું કારણ ન બની જાય તેની કાળજી એજ સંયમ ગણાય છે. સંયમથી જ શરીરબળ અને આત્મબળની વૃદ્ધિ થાય છે તે સુત્રની સમજ કેળવો. સંયમનું સુત્ર આ લોક તેમજ પરલોક બંનેના સુધારનું સાધન છે. યોગમાર્ગનું પ્રથમ પગથિયું જ યમ છે. સમ્યક દૃષ્ટિથી ભોગ ભોગવવા તેનેજ સંયમ કહે છે. સંયમથી યમ સઘાય છે. જેથી શરીરને જે બળ મળે છે તેનાથી યમરાજા પણ જીતાય છે. યમરાજાને જીતવા એ આલોકનું લક્ષ્ય છે. અને સંયમના આધારથી ચાલેલી જીવન નૌકાં જીવને મૃત્યુ બાદ પરલોકમાં યમલોકમાં પહોંચાડતી પણ નથી. તેથી તે પરલોક સુધારવાનું પણ સાધન મનાય છે. સંયમથી રોગ પણ દૂર રહે છે. કામ, ક્રોધ, લોભ, મદ અને મત્સર જેવા શત્રુઓ સંયમ કેળવવાથી શરીરમાં બળવાન બનતા નથી. આ શત્રુઓ બળવાન બને તો જ અધ:પતનનો માર્ગ ખુલ્લો થાય છે. સંયમપૂર્વકના આચરણથી આ શત્રુઓ પાંગરતા નથી. પુષ્ટ થતા નથી. સંયમ સિદ્ધિ અપાવનાર છે અને સદ્ વિચારોના અંકુશ વિનાનું નિરંકુશ માનસ નિષિદ્ધ મનાયેલું છે. 2. સમાજ સાથે હળવું મળવું જરૂરી છે પરંતુ કુસંગનો સંગ નિષિદ્ધ છે. સમાજમાં બધાજ પ્રકારના લોકો હોય છે. પ્રત્યેક વર્ગથી સવ્યવહાર જરૂરી છે. સત્સંગ સિવાયનો સંગ રંગ ન લગાડે એવો મર્યાદિત હોવો શ્રેયસ્કર છે. પ્રત્યેક વર્ગ સાથે સદ્ભાવ અને સર્વ્યવહાર કેળવવાથી જીવન નૌકા વાયરાઓના તોફાનથી ડગમગતી નથી. સદ્ વ્યવહારના કાર્યોની ટીકા-ચર્ચા લાભદાયક છે પણ દુર્વ્યવહારના કૃત્યોની ટીકા-ચર્ચા મનને દુષિત બનાવે છે. દુર્જનોની પણ ચર્ચા નિંદા નિષિદ્ધ કર્મમાં આવે છે. સંગનો મહિમા અવર્ણનીય છે. કહેવત છે કે છાણનો પોદલો ધૂળના પોપડા સાથે જ ઉપડે છે. ખૂની કે ચોર વિગેરેના હાથ વિગેરાના સ્પર્શથી પદાર્થો પર પણ જે અસ૨ ઉપજે છે તેની મદદથી ગુનેગારો પણ શોધી કાઢવાનુ જ્ઞાન આજે વિકસેલું છે. હલકા પ્રકારના સંગવાળા લોકોના દર્શન માત્રથી મન તેમના ગુણોનું સ્મરણ કરે છે. સંગતિથી દોષોના ધબ્બા આપણા મન પર જામતા જાય છે. ધીરે ધીરે દોષો ગ્રહણ કરતા જવાથી આ દોષોના ડુંગરા બને છે. બીજ નાનું હોય છે પણ તેને પાંગરવા જો ભૂમિ મળે તો તેમાંથી તોતીંગ વૃક્ષ પણ સર્જાય છે. માટે સંયમના શસ્ત્રથી ભોગ્ય પદાર્થોનો નિસંગ કેળવો. જે જરૂર છે તેના વિના ચાલે તેમ પણ નથી; પરંતુ આ જરૂરિયાત જીવનું બંધન ન બને તેવું માનસ કેળવવું એજ સંયમનું શિક્ષણ છે. આ શિક્ષણને સફળ બનાવવા નિષિદ્ધ આજ્ઞાઓના પાલનની ખાસ જરૂર રહે છે. or Page #128 -------------------------------------------------------------------------- ________________ 6. વર્ય પદાર્થો ખાવા તે યોગ્ય છે પણ અવર્ય પદાર્થોનું ભક્ષણ નિષિદ્ધ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ પ્રાકૃતિક જાતિઓ પ્રકૃતિના સર્જનની ઈશ્વરીય વ્યવસ્થા છે. મનુષ્ય જ નહિ પ્રાણીમાત્રના સ્વભાવ વિગેરેનું સંવર્ધન તેના ખોરાકથી જ થાય છે. આપણે જોઈએ છે કે કેવળ વનસ્પતિના આહારવાળા પ્રાણીઓ વધુ હિંસક હોતા નથી પરંતુ પ્રાણીઓને મારી તેમનાં લોહી-માંસ વિ. પદાર્થોથી પોષણ મેળવતા જીવો હિંસક જ બનતા હોય છે. માંસાહારી જન-જાતિઓમાં હિંસક વ્યવહારનું પ્રમાણ સૌથી વધુ ટકા હોય છે. પક્ષીઓમાં પણ કેવળ અન્નના દાણા ઉપર નભતાં કબુતરો હિંસક નથી પરંતુ ચકલી-કાબર-કાગડા-ગીધ, વિ. પક્ષીઓ હિંસક સ્વભાવવાળાં છે. ઉપરની માનષિક જાતિઓ માટે કર્મ અનુસાર આ વર્ય, આ અવર્ય એવા ભોગ્ય પદાર્થોનું વિધિ-વિધાન શાસ્ત્રોથી નિર્માયેલું છે. શાસ્ત્ર અનુસાર આચરણ એજ ભોગ્ય પદાર્થો માટેનું ધર્માચરણ ગણાયેલું છે. ઈડા-માંસમાછલી જેવા પદાર્થોની બનાવટો પણ બળપ્રદ છે પરંતુ તે અવર્ય હોઈ તેની અવેજમાં અડદ, બદામ વિગેરે સંખ્યાપ્રદ વનસ્પતિઓ એટલી જ બળપ્રદ છે. ઈડા-માછલી અને વિવિધ પ્રાણીઓના અવયવો, રક્ત, માંસ વિગેરેમાંથી તૈયાર થતી દવાઓ અને ખાદ્ય ચીજોના સેવનથી તેમની સંકરતાના સ્વભાવો પણ મનુષ્ય સ્વભાવમાં જન્મે છે. પરિણામે મનુષ્ય જાતિમાં સંકરતા ઉત્પન્ન થાય છે. વર્ષો માટે જે વર્ણાશ્રમ ધર્મ વ્યવસ્થા છે તેમાં પણ ખોરાકના માધ્યમથી સ્વભાવોની જે વિચિત્રતાઓ સર્જાય છે તેને જ વર્ણ-સંકરતાના નામે ઓળખવામાં આવે છે. આચરણ અને ખોરાક બંનેની મિશ્ર વર્ણસંકરતાની અસરોથી જાતિ પોતાની વિશિષ્ટ ઓળખ ગુમાવી બેસે છે. વિશિષ્ટ ઓળખ ગુમાવવાથી જાતિની પ્રાધાન્યતા નાબુદ થઈ એક સમાન વ્યવહારવાળો સમૂહ અસ્તિત્વમાં આવે છે. બ્રાહ્મણ માત્ર જન્મથી જ બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. વૈશ્ય વૈશ્યત્વ ગુમાવે છે. ક્ષત્રિય ક્ષત્રિયત્વથી છુટે છે. સેવા ભાવનાના ગુણ ઉપર ઓળખાતા શુદ્ર-માનવમાંથી સેવાભાવનાનો સદંતર લોપ થઈ જાય છે. શુદ્ર એ હલકાપણા માટેનો પરિચાપક શબ્દ કે જાતિવાચક શબ્દ નથી. બુદ્ધિનો વિકાસ મંદ હોય પરંતુ સેવાના ઉત્તમ ગુણથી જે ઉત્તમ વ્યક્તિત્વનું સર્જન કરે છે; ઉત્તમોની હરોળમાં આવે છે અને ઉત્તમ બનવાનો જે પુરુષાર્થી છે તે મુદ્ર છે. દરેક પ્રકારના ગુણોવાળા ઉત્તમ વ્યક્તિત્વથી ઉત્તમ સમાજ સર્જાય છે. વર્ણવ્યવસ્થામાં બુદ્ધિના ઉત્તમ ગુણથી સર્જાતા વ્યક્તિત્વને બ્રાહ્મણ કહેવામાં આવે છે. પૃથ્વીમાંથી અન્ન-પદાર્થોનું સર્જન કરી તેની ભેટ ધરનારને વૈશ્ય કહે છે. સમાજ માટે ઘડાયેલા શ્રેષ્ઠ આચાર-વિચાર કાનુનોને શાસનબળથી સંચાલિત કરનાર અને શૌર્યથી સમાજનું રક્ષણ કરનાર પરિબળને ક્ષત્રિય તરીકે ઓળખવામાં આવે છે. સેવા એજ પરમધર્મ જેનો છે તેવા મનુષ્યને ક્ષુદ્ર કહેવામાં આવે છે. બુદ્ધિ કે બળનું કાળજું ન હોય તેનાથી ક્ષુદ્રની મહાન સેવા-ભાવનાને નિમ્ન કોટીમાં મૂકી ન શકાય. એક ઓફિસમાં બધાજ સાહેબો હોય જે બુદ્ધિનાં કામો કરતા હોય પણ ૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિશ્રમના કાર્યો કરનાર કોઈ ન હોય તો તે ઓફિસનું સંચાલન અશક્ય બની જશે. પટાવાળો આવાં કાર્યો કરે તેનાથી તેને નિકૃષ્ટ કોટિનો ગણવાનું માનસ જ નિકૃષ્ટ કોટિનું ગણાયેલું છે. નિકૃષ્ટ માનસવાળા વ્યક્તિત્વને ઉત્તમ ગણાય જ કેવી રીતે ? વર્જ્ય પદાર્થો ખાવા એ ઇષ્ટ છે પરંતુ સંયમની લગામ વિના મનને તે ચોંટી પડે તેવી રીતે તેનો ઉપયોગ નિષિદ્ધ છે. શાસ્ત્રમાં જે વ્યસન શબ્દની વ્યાખ્યા છે તે પ્રાણઘાતક પદાર્થો માટે જ છે એવું નથી. ઇન્દ્રિયોના જે વિષયો છે તે વિષયોમાં સંયમ વિના મન આસક્ત બની વર્તે છે તે બધું જ આચરણ વ્યસનમાં લેખાયું છે. દા. ત. કોઈ વિશિષ્ટ ઇષ્ટ ખાદ્યપદાર્થોની આસક્તિથી મન બંધાઈ ગયું હોય. મનને તેના સેવન વિના બેચેની અનુભવાતી હોય તો તે પદાર્થનું વ્યસન મનને વળગેલું છે તે નિશ્ચિત જાણજો. મનને વ્યસ્ત રાખતા પદાર્થો પણ વ્યસનની વ્યાખ્યામાં આવે છે. જ્યાં, કોઈ પદાર્થે પણ મન પર વિજય સ્થાપેલો નથી; એવા મનને જ અજેય તેમજ અપૌરુષેય મનની સંજ્ઞા આપવામાં આવે છે. આ અપૌરુષેય મન એજ ઈશ્વરીય મન છે. ઈશ્વરીય મનના ગુણો સંપાદન કરવાનું શિક્ષણ એ ધર્મ કાર્ય છે. ગ્ 8. મિત્ર હોવો જોઈએ તે જરૂરી છે પણ કુટુંબનો જ સભ્ય બની જાય એવો મિત્ર- વ્યવહાર નિષિદ્ધ મનાયેલો છે. કુટુંબ તે કુટુંબ જ છે. મિત્રતા તેનાથી એક અલગ વ્યવહારની પરિભાષા ધરાવતો શબ્દ છે. કુટુંબના સર્વ સભ્યો સાથે કુટુંબના સભ્યોની સમાન ગુંથાઈ જનાર મિત્ર કોઈક સમયે કુટુંબ માટે હાનિકારક પણ બની શકે છે. વૈયક્તિક લાલસાઓ તેમાં નિમિત્ત પણ બને છે. ઘરના રંગમાં સંગ થવા મિત્રતા નથી પણ એકબીજાના પ્રાસંગિક કાર્યોમાં મદદરૂપ બનવા મિત્રતા કેળવવાની હોય છે. કુટુંબના સભ્યો સિવાય ઘનિષ્ઠ આત્મીયતા કેળવી તેમને ઘરના વાતાવરણમાં ઘનિષ્ટ રીતે સાંકળી દેવા તેના ખૂબ જોખમો છે. સમાજ સામે તેના અત્યંત ખરાબ પરિણામોનાં દાંતો હોય જ છે. અનેક હેતુઓથી મિત્રો ધનિષ્ઠ સંબંધો કેળવવા આતુરતા બતાવતા હોય છે. પણ કુટુંબ સાથેના સમન્વયમાં મિત્રો માટે લક્ષ્મણરેખાની જરૂર રહે છે. સાધુ હોય કે રાક્ષસ હોય પણ સીતાના રક્ષણ માટે દોરેલી લક્ષ્ય રેખાના ઉલ્લંઘનનું પરિણામ સર્વવિદિત છે. વસ્ત્રો બદલી, કેશવ ધારી, માળાઓ પહેરી, ભસ્મ ચોળી કે પવિત્ર મીઠી મીઠી વાણીથી આકર્ષનારા ઉત્તમ લોકો જેવા દેખાતા લોકોમાં પણ ઉપરોક્ત વસ્તુઓ દંભ અને આડંબરના માત્ર સાધનો પણ નજરે પડે છે. બાહ્ય દેખાવ નહીં પણ અંદરના મનને ઓળખવાની દૃષ્ટિ એજ સાચી જ્ઞાન દૃષ્ટિ છે. 10. જ્ઞાન દૃષ્ટિના ક્ષેત્રો ખૂબ વિશાળ છ. પ્રત્યેક પદાર્થોના ગુણો પણ હોય છે તેમ દોષો પણ હોય છે. અનેક વાર એવું બને છે કે ગુણના આકર્ષણથી અતિરેકના ફંદામાં ફસાઈ જવાય છે. આ અતિરેકના ફંદામાં ફસાવું નિષિદ્ધ છે. તે નિષિદ્ધ ૦૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ આચરણની સંજ્ઞામાં આવે છે. ભોજન જેટલું ગુણ સંપન્ન છે; એટલું જ તેના અતિરેકથી દોષ બની જાય છે. પ્રિય ભોજનના પદાર્થો અતિરેકના સંબંધથી મનુષ્યની કાંતિ, બળ, આરોગ્ય અને આયુષ્ય વૃદ્ધિના લક્ષણો વધારવાને બદલે ઓછાં કરવામાં પણ ભાગ ભજવે છે. માટે કહેવાયું છે કે “અતિ સર્વત્ર વર્ધયેત” અતિરેકનો વ્યવહાર નિષિદ્ધ વ્યવહાર ગણાયો છે. જ્ઞાન દષ્ટિનો વ્યવહાર સિદ્ધિ દાતા છે. 11. અન્યોના દુ:ખમાં ઉપયોગી બનવું તે સત્કર્મ છે. પણ તેમના સુખોના સમયમાં વિવેવહીન બની સહભાગી થઈ જવાની વૃત્તિ નિષિદ્ધ ગણાયેલી છે. બીજાના ઐશ્વર્ય અને સુખોમાં ડોળો રાખવો અને તેમાં અમર્યાદ ઘૂસણખોરીનું માનસ રાખી તેમની સાથેના ગાઢ સંપર્કો કેળવવા તે નિષિદ્ધ આચરણ તરીકે શાસ્ત્રોમાં ઓળખાયેલું છે. શાસ્ત્રોએ બીજાના સુખોમાં સમરસતા કેળવવા નહીં પણ દુ:ખના પ્રસંગોમાં સમરસતા અર્થાત્ આત્મીયતા કેળવવાના ગુણ ઉપર ભાર મૂકેલો છે. ૫૯. નાન મહત્વ ભારતીય માનસમાં નદીઓ, સરોવરો, તેમજ વિભિન્ન જળસ્થાનોને પવિત્ર સ્થાનોનું સ્થાન મળેલું છે. તેમાં સ્નાન કરવાનું માહાત્મ ધર્મના એક અંગ તરીકે સ્વીકારાયેલું છે. કોઈ પણ ધર્મકાર્ય કરતાં પહેલાં સ્નાનવિધિ પ્રથમ આવે છે. સ્નાન ગમે તે સ્થળે; ગમે તે જળથી કરવામાં આવે પણ તે જળમાં પવિત્ર નદીઓના જળને આવાહન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. તે નીચે મુજબ છે. गंगेच यमुनेचैय गोदावरी सरस्वती । नर्मदे सिन्धुकावेरी जलेस्मिन सन्निधिमकुरु ॥ સ્નાનથી શરીરનો મળ તો નાશ પામે છે પરંતુ ઉચ્ચ ભાવના સહ કરાયેલું સ્નાન મનને પણ પવિત્ર કરે છે. મનને પવિત્રતાનો સંસ્કાર પ્રદાન કરે છે. શુદ્ધતા તેમજ શુચિતાના ભાવ વડે મન સંસ્કારિત બને છે. તેથી પ્રફુલ્લતા વધે છે. મન અકલ્પિત આનંદની અનુભૂતિ કરે છે. સ્નાનથી શરીરના આંતર અવયવોને સ્કૂર્તિ પ્રાપ્ત થાય છે. તેમના ચૈતન્યમાં વધારો થાય છે. ચૈતન્ય શક્તિ વધવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ સુધરે છે. રોગ પ્રતિકાર શક્તિનો સુધારો આરોગ્ય અને આયુષ્ય બલમાં વૃદ્ધિ કરે છે. શરીરના આંતરિક અવયવોમાં ગરમી ઉત્પન્ન થતી રહેતી હોય છે. તેથી આપણા સમશિતોષ્ણ હવામાનવાળા દેશમાં તેનું આગવું મહત્ત્વ સ્વીકારાયેલું છે. શાસ્ત્રોએ તો ત્રિકાળ સ્નાનનું મહત્ત્વ ગાયેલું છે. પરંતુ દેશ, કાળ અને તંદુરસ્તીને લક્ષ્યમાં રાખી સ્નાન કરવું ઘણું જ હિતાવહ છે. પ્રત્યેક સુર્યોદયમાં એક વાર સ્નાન પણ ન થયું હોય તો જેનું મન દુભાય છે તે સાચો હિન્દુ છે. હિન્દુત્વની ઓળખ છે. હિન્દુત્વના જે સંસ્કારો છે તેમાંનો આ એક સંસ્કાર છે. આ સંસ્કાર હિન્દુસ્થાનના વાતાવરણને અનુલક્ષીને હિન્દુ માનસે સ્વીકારેલો છે. ૦૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ જીવનદર્શનમાં સ્નાનના પણ પ્રકારો બતાવેલા છે. જેમાં ડૂબકી મારીને સર્વાંગ શરીરથી સ્નાન થઈ શકે તે ઉત્તમ સ્નાન કહેવાય છે. નદી અને સરોવરના સ્નાન આ કક્ષામાં ગણવામાં આવે છે. અનેક પદાર્થોના ઉપયોગ વડે પણ સ્નાનનું મહત્ત્વ વર્ણવેલું છે. આ સ્નાનને અમ્પંગ સ્નાન કહે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં ગૂડી પડવે તેમજ કાર્તિક માસમાં નૂતન વર્ષારંભ પ્રસંગે અલ્ટંગ સ્નાન સવિશેષ બતાવેલું છે. આમળાંનો પાવડર, હળદર, કપૂસાચલીનો પાવડર, તલનો પાવડર અને ચણાનો લોટ મેળવી ભીંજવી એક કલાક સુધી પલાળી રાખી, વાટવામાં આવે તો ઉત્તમ. તેનું શરીરે મર્દન કરી અર્ધા કલાક બાદ સ્નાન કરવું તેને અત્યંગ સ્નાન કહે છે. આ સ્નાનથી શરીરના આંતરિક અવયવોનું બળ તેમજ બહારની કાંતિ તેમજ મનની પ્રસન્નતાનો અલભ્ય લાભ મળે છે. આજકાલ વિવિધ સાબુની બનાવટો (ન્હાવાના)ની જે આકર્ષક જાહેરાતો છપાય છે તેનાથી આપણો યુવાન વર્ગ આકર્ષાઈ તેનો ઉપયોગ કરવા લાગે છે. આ ઉપયોગથી શરીરની ત્વચા અને છિદ્રો પર જે ઘાતક અસરો થાય છે તે અજ્ઞાન અને આકર્ષક વિજ્ઞાપનોના ઓઠા નીચે વિસરી જવાય છે. ન્હાવાનો હોય કે ધોવાનો કોઈ પણ પ્રકારના સાબુમાં કોસ્ટીક સોડા હોય છે. તેના વિના સાબુ બને જ નહીં. તદુપરાંત તેમાં પ્રાણિજ ચરબીનો છૂટથી ઉપયોગ થાય છે. તેલ મોંઘા પડે છે. જ્યારે પ્રાણીજ ચરબી સસ્તી પડતી હોય ત્યારે તેનો ઉપયોગ કરી, કમાણી, (નફો) વધુ મેળવવાના ઉદ્યોગનો લાભ કોણ જતો કરે ? પ્રાણીજ ચરબી તેમજ કોસ્ટીક સોડા બન્ને ચામડી અને છિદ્રો માટે ખૂબ જ જોખમકારક ગણાય છે. જો આપણા તરુણો આપણા ઘરગથ્થુ પ્રયોગોથી શરીરને શુદ્ઘ તેમજ તંદુરસ્ત રાખવા પ્રયત્ન કરે તો માત્ર નજીવા ખર્ચથી પણ કામ ચાલે તેમ છે. માથું ધોવા માટે આંબળા અને શિકાકઈનો પાવડર કેશવર્ધક અને કેશને કાળા બનાવી ખરતા અટકાવામાં નોંધપાત્ર કામગીરી બજાવે છે. ચામડીને સુંદ૨, કાંતિમાન, તેમજ ચામડીના વાર્ધક્ય (વૃદ્ધપણું)ને અટકાવી તેજસ્વી બનાવનાર પ્રયોગ આયુર્વેદમાં જે બતાવેલો છે તે આમળાં-તલના મર્દન કરાયેલા રસની માલિસ પછી થોડી વારે ઠંડા જળથી સ્નાન કરવાનો છે. પ્રસંગોપાત તેમજ ખાસ કરીને શિયાળામાં તલના તેલની માલિસ પછી સ્નાન પણ ફાયદાકરક છે. ધાર્મિક વિધિ તરીકે અભંગ સ્નાન બતાવેલું છે. તેમ પોષ વદ અગિયારસને ષટતિલા એકાદશી બનાવી તલ વડેના સ્નાનનો મહિમા સૂચવાયેલો છે. એ જ રીતે ફાગણ સુદ એકાદશી આમલકી એકાદશી છે. તેમાં આમળા વડેનો સ્નાનનો મહિમા છે. આ રીતે સ્નાનના કાર્યક્રમમાં આમળાં અને તલના ગુણોને ધ્યાનમાં લઈ તેને ધાર્મિક વિધિ- વિધાન બનાવેલાં છે. સાબુના ઉપયોગથી સુંદરતા વધારવાના વિજ્ઞાપનોથી આકર્ષાઈ નાણાંનો ૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ દુર્વ્યય કરવા છતાં જાહેરાતોમાં જેવાં સુંદર શરીરો બતાવેલાં હોય છે તેવાં સુંદર શરીરો બન્યાં હોય તેવો એકપણ દાખલો દુનિયામાં નહીં મળે. આ તો કેવળ માલ ખપાવવા માટેનાં વ્યાપારિક નુસખાં જ હોય છે. ધાર્મિક સ્નાનવિધિ-વિધાન 1. વૈશાખ સ્નાન : ચૈત્ર સુદ પુનમથી વૈશાખ સુદ પુનમનો સમય વૈશાખી સ્નાન તરીકે વિખ્યાત છે. પ્રતિદિન નિયમ મુજબ નિયત નદી કે સરોવરમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે. નદી સરોવર સ્નાન શક્ય ન બને તો સ્નાન મંત્ર દ્વારા બ્રાહ્મ મુહર્તમાં તારાઓ દેખાય ત્યાં સુધી ઘેરે પણ ઠંડા જળથી સ્નાન કરવાથી વૈશાખ સ્નાનનું ફલ મળે છે. 2. ફલ્ગુ સ્નાન : ભાદરવા સુદ પુનમથી અમાસ સુધી ઉપરોક્ત રીતે સ્નાન કરવાથી ફલ્ગુ સ્નાનનું પુણ્ય મળે છે. ૩. કાર્તિક સ્નાન : આસો સુદ પુનમથી કાર્તિક સુદ પુનમ. (ઉપરોક્ત વિધિ) 4. માઘ સ્નાન : પોષ સુદ પુનમથી માઘ સુદ પુનમ. (ઉપરોક્ત વિધિ) 5. પ્રયાગ સ્નાન : મકરના સુર્યથી કુંભના સુર્ય સુધી. (ઉપરોક્ત વિધિ) પુણ્યદાયક સ્નાન માટે શ્રીસ્થલની સરસ્વતી સર્વશ્રેષ્ઠ છે જ. પરંતુ સરકારની યોજનાને લઈ સરસ્વતી-સ્નાન, દુર્લભ બની ગયેલ છે. તે સુલભ બને એજ માતા સરસ્વતીને પ્રાર્થીએ, માતા સરસ્વતી અહીં પૂર્વવત દર્શન દો. આપના પવિત્ર જળના સ્નાનથી અમોને વંચિત ન રાખો. અમારા પર ઉપકાર કરો. આ પ્રાર્થના મંત્રથી પ્રતિદિન સરસ્વતીની ઉપાસના કરવામાં આવે તો દુનિયાનું કોઈપણ બળ સરસ્વતીના જળને રોકી શકે તેમ નથી. ફક્ત સવાલ સતત ઉપાસના-પ્રાર્થનાનો છે. પ્રતિદિન નિષ્ઠાપૂર્વક અખંડપણે જો નગરવાસીઓ આ પ્રાર્થના કરે તો સરસ્વતીના સાન્નિધ્યનો લાભ અચુક મેળવીને જ જંપીશું. અને શ્રીસ્થલના સરસ્વતી સ્નાન-માહાત્મ્યનો અવસર ઉજાગર કરીશું. સંકલ્પ એક બળ છે. સંકલ્પ બળથી જ જીવનનાં બધા જ કાર્યો સફળ બને છે. ઈશ્વર કોને દેખાય છે. પરંતુ દેખવાના સંકલ્પબળ વાળા પુરુષો પોતાનામાં અપૌરુષેય શક્તિ પ્રકટાવી તેનો સાક્ષાત્કાર કરી શકે છે. જરૂર, સંલ્પબળ અને તપના પુરુષાર્થની જ રહે છે. આવો, આપણે પણ એક આ પ્રાર્થનાનું તપ કરીએ. ૬૦. અન્ય વ્રતો : વ્રત-પાલન મહિમા 1. પયોવ્રત : કેવળ દૂધ ઉપર પ્રારંભના ક્રમથી ઉત્તરોત્તર વધારવું. વ્રત-ફાગણ સુદ- એકમથી બારસ સુધી તેમજ ભાદરવા સુદ બારસથી આસો સુદ બાર સુધી બે સત્ર છે. ૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ 2. દ્વિદલવ્રત : આસો સુદ બારસથી કારતક સુદ બારસ પર્યંત. ૩. નક્તવ્રત : શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ એકમ સુધી. 4. દધિવ્રત : શ્રાવણ સુદ બારસથી ભાદરવા સુદ બારસ. 5. શાકવ્રત : અષાઢ સુદ એકાદશીથી શ્રાવણ સુદ બારસ. 6. અશ્વત્થ-મારુતિ-શનિપુજન : શ્રાવણ માસમાં પ્રત્યેક શનિવારે આ પુજનનો ક્રમ છે. 7. કોકિલાવ્રત : આષાઢ સુદ નવમીથી શ્રાવણ સુદ પુનમ. 8. સરસ્વતી-પુજનયોગ : આશ્વિન શુક્લ પક્ષમાં છઠથી આઠમ. 9. વટસાવિત્રી વટપૂજા : જ્યેષ્ઠ સુદ બારસથી પુનમ (સ્ત્રીઓ માટે) અખંડ સૌભાગ્ય રક્ષણ વ્રત. 10. મંગલાગૌરી વ્રત-પૂજા : શ્રાવણ માસમાં પ્રત્યેક મંગળવારે મંગળા નૈરિદેવીનું પુજન ર્યન. 11. કોજાગરી વ્રત : આસો સુદ શરદપુનમનું વ્રત છે. ઉપવાસ-એકટાણુંઇન્દ્ર- લક્ષ્મીજીનું પૂજન થાય છે. 12. સોમવાર વ્રત : શ્રાવણના પ્રથમ સોમવારથી વર્ષપર્યંત સોમવારે મહાદેવજીનું પૂજન-અર્ચન, એકટાણું ભોજન. કેવળ નૈવેદ્ય ભક્ષણ . રામનવ૨ાત્ર ચૈત્રમાસમાં 13. નવરાત્ર વ્રત : દેવિનવરાત્ર - નૃસિંહ નવરાત્ર : વૈશાખ માસમાં વિઠ્ઠલ નવરાત્ર : આષાઢ માસમાં - - કૃષ્ણ નવરાત્ર : શ્રાવણ માસમાં -ગણેશ નવરાત્ર : ભાદ્ર માસમાં - શારદીય નવરાત્ર : અશ્વિન માસમાં - વિઠ્ઠલ નવરાત્ર : કાર્તિક માસમાં ભૈરવ નવરાત્ર : માગસ૨ માસમાં દત્ત નવરાત્ર : માગસર માસમાં શાકંભરી નવરાત્ર : પોષ માસમાં અનેક પદ્ધતિઓ દ્વારા નવરાત્ર પુજન થાય છે. ઘટસ્થાપન-ષોડષોપચાર પુજન તેમજ કેવળ દીપ-પુજા કરીને પણ થાય છે. નૈવેદ્ય, ઉપવાસ, એકટાણું કે કોઈ પણ નિયમ રાખી પણ પુજા થાય છે. કોઈ પણ પ્રકારમાં પ્રતિદિન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું ચૂકવું નહીં, પુજા શક્ય ન હોય ત્યાં દર્શન-સ્મરણ પણ નિત્ય નિયમથી રાખી શકાય છે. 14. સૌરવ્રત : માગસર સુદ છઠથી એક વર્ષ પર્યંત પ્રત્યેક રવિવારે આદિત્ય મંત્રજપ, એકટાણું ભોજન અને સુર્યને અર્ધ્ય દાનથી પુજા કરાય છે. ભોજનમાં દૂધભાત અને ઘી લેવું. (૪) Page #134 -------------------------------------------------------------------------- ________________ 15. ધાત્રી રસાયન ભોજન : કાર્તિક સુદ એકાદશીથી કાર્તિક વદ અમાસ સુધી આમળાનું સેવન બતાવેલું છે. એક સમય ભોજન-સાથે આમળાં સેવનનું આ વ્રત છે. 16. ચાતુર્માસ વ્રત : આ વ્રત ભગવાન વિષ્ણુના શયનોત્સવ-પ્રબોધોત્સવનું છે. ભોગ પણ જીવનનો અવિચ્છિન્ન ભાગ હોઈ તેનાથી સંપૂર્ણ મુક્તિ તો મૃત્યુથી જ છે, પણ ટેક અને નિયમ રાખી નિરંકુશ ઉપભોગથી બચવા આ ચાર મહિનાનું વ્રત છે. 1. શ્રોતાચલન વ્રત : સૂર્ય, ચન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ વગેરે દેવો શરીરની અંદર અને આસપાસ સર્વત્ર વ્યાપ્ત છે. તેથી પિતૃકર્મમાં; રૂદન સમયે, પશુ-સ્પર્શ, છીંક, બગાસું, અઘોવાયુ છૂટે, બીજાની મશ્કરી-તિરસ્કાર ક્રોધ થઈ જાય ત્યારે “ઓમ વિષ્ણવે નમઃ” બોલી જમણા કાને હાથ અડાડવો. ૬૧. એકાદશી વ્રત મહિમા એકાદશીનું વ્રત તન અને મન બંનેના દોષોનું દહન કરનાર સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત ગણાયેલું છે. આ દિવસે જો શક્ય બને તો કેવળ જળ સાથે નિરાહાર વ્રત કરવું. ન ચાલે તો દુગ્ધપાન કરવું. તેથી પણ ન રહેવાય તો ક્ષારયુક્ત ફરાળ કે ફળાહાર લેવો. જે લેવું તે ફક્ત એક જ વાર લેવું. બીજી વાર જળ સિવાયની કોઈ પણ ચીજ મહોંમાં ન નાંખવી. આ રીતે એકાદશી એકાહારકત ગણાશે. વારંવાર ખાવાની ટેવ તો નિષિદ્ધ મનાયેલી છે પરંતુ આ વ્રતમાં ખૂબ નિષિદ્ધ છે. યજુર્વેદમાં એવું માહાભ્ય છે કે મનુષ્ય જો કેવળ બે સમય જ અન્ન લે. તે સિવાય મ્હોંમાં કંઈપણ ન પધરાવે તો તેને કાયમી એકાદશી વ્રત પાલનનો લાભ મળે છે. અર્થ સિદ્ધિઓ તેની સન્મુખ રહે છે. સ્વાધ્યાય ન કરવો, શક્ય એટલું યજન-પુજન, સત્સંગ કે કથા શ્રવણમાં સમય ગાળવો. ત્રિકાળ સ્નાનનું ઘણું જ મહત્ત્વ છે. સ્નાન પણ નદી, સરોવર, વાવમાં થાય તો ઉત્તમ ગણાય છે. અન્યથા ઠંડા જળથી સ્નાન આવશ્યક છે. નામ સંકીર્તન, ધૂન કે કથા-ભજન શ્રવણ સાથેનું રાત્રી જાગરણ અત્યંત પુણ્યદાયી છે. નિંદા અને નિદ્રા બંનેનો ત્યાગ બતાવેલો છે. તે દિવસ પૂરતી સંસારિક વાતોને ન કરવાનો જો સંકલ્પ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ સંકલ્પ તરીકે ઓળખાયેલો છે. ઇન્દ્રિય નિગ્રહનું પાલન પરમ શૌચ છે. (પવિત્રતા) જીભ ઉપરનો સંયમ તેમાં આવે છે. સાંસારિક ચિંતન કે ચર્ચાઓની રજા રાખવી જરૂરી છે. બાર વર્ષ પર્યત અખંડ વ્રતપાલન એક તપ ગણાય છે. આ વ્રતથી તમામ મનોરથ સિદ્ધ થાય છે. - પ્રત્યેક માસમાં બે અલગ-અલગ સિદ્ધીદાતા એકાદશી - આવે છે. છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ 1. કાર્તિક શુક્લપક્ષ : પ્રબોધિની એકાદશી પૂર્ણિમા સુધી ભીષ્મપંચક વ્રતનો આરંભ દિવસ કાર્તિક કૃષ્ણ પક્ષ : ઉત્પત્તિ એકાદશી 2. માગસર શુક્લ પક્ષ : મોક્ષદા એકાદશી ગીતાજયંતિ - વૈકુંઠ પ્રાપ્તી એકાદશી માગસર કૃષ્ણ પક્ષ : સલા એકાદશી 3. પોષ શુક્લ પક્ષ : પુત્રદા એકાદશી પોષ કૃષ્ણ પક્ષ : પર્તિલા એકાદશી તલથી સ્નાન, તલમિશ્રીત જલપાન, તલભક્ષણ 4. માઘ શુક્લ પક્ષ : જયા એકાદશી માઘ કૃષ્ણ પક્ષ : વિજયા એકાદશી 5. ફાગણ શુક્લ પક્ષ : આમલકી એકાદશી આમળાથી સ્નાન, આમળાનું જલપાન, આમળાં ભક્ષણ ફાગણ કૃષ્ણ પક્ષ : પાપમોચીની એકાદશી 6. ચૈત્ર શુક્લ પક્ષ : કામદા એકાદશી ચૈત્ર કૃષ્ણ પક્ષ : વરૂથિની એકાદશી 7. વૈશાખ શુક્લ પક્ષ : મોહિની એકાદશી વૈશાખ કૃષ્ણ પક્ષ : અપરા એકાદશી 8. જ્યેષ્ઠ શુક્લ પક્ષ : નિર્જલા એકાદશી આખા વર્ષની એકાદશીનું ફળ, અશ્વમેઘ યજ્ઞ ફળ - છત્રી-જોડા-દાન. જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષ : યોગિની એકાદશી 9. અષાઢ શુક્લ પક્ષ : શયની એકાદશી ચાતુર્માસ આરંભ - વિષ્ણુ રાયનોત્સવ દિવસ અષાઢ કૃષ્ણ પક્ષ : કામિકા એકાદશી 10. શ્રાવણ શુક્લ પક્ષ : પુત્રદા એકાદશી શ્રાવણ કૃષ્ણ પક્ષ : અજા એકાદશી 11. ભાદ્ર શુક્લ પક્ષ : પરિવર્તિની એકાદશી ભાદ્ર કૃષ્ણ પક્ષ : ઈદિરા એકાદશી 12. આસો શુક્લ પક્ષ : પાશાંકુશા એકાદશી આસો કૃષ્ણ પક્ષ : રમા એકાદશી નોંધ:- પાંચ જ્ઞાનેન્દ્રિય - પાંચ કર્મેન્દ્રિય અને મન મળી આ અગિયાર તત્ત્વોને પરમાત્માના પરમ લક્ષ્યમાં કેન્દ્રિત કસ્વાના કર્મને એકાદશી વ્રત કહે છે. o૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬૨. પ્રદોષ વ્રત માહાત્મ્ય વિશેષ કરીને બ્રાહ્મણો માટે પ્રદોષ વ્રતનું માહાત્મ્ય બહુ જ વર્ણવાયેલું છે. દાન વિ.ના પ્રતિગ્રહથી પ્રાપ્ત દોષો નિવારવા અને મહાદેવની પ્રસન્નતા માટે આ વ્રતપાલનનો મહિમા છે. પરંતુ કોઈ પણ દ્વિજ આ વ્રતપાલનથી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરી-શકે છે. પરાન્ત ભોજનનો દોષ આ વ્રત પાલનથી દૂર થાય છે. પાસે આવેલ પરદ્રવ્યના દોષો હરનાર છે. આ વ્રત સંધ્યા સમયે સાયંકાલ મહાદેવની પુજા-અર્ચના કરી ત્યારબાદ પ્રસાદ નિમિત્તે ભોજન ગ્રહણ કરવાનો મહિમા સુચવે છે. સંપૂર્ણ દિવસ ઉપવાસ રાખી સાંજે યજન- પુજન કે દર્શનનો ક્રમ રાખી ચિત્તને મહાદેવના ચરણોમાં સમર્પિત કરવાનું હોય છે. એવું કહેવાય છે કે પ્રદોષના દિવસે સંધ્યા સમયે પ્રદોષ કાળે આકાશમાં શિવપાર્વતી મનોરમ નૃત્ય કરે છે. આ સમયે આકાશ ભણી દૃષ્ટિ રાખી પ્રદોષ સમય સુધી શુદ્ધચિત્તે શિવ સ્તવન તેમજ નૃત્યનો યોગ કરવામાં આવે તો આ વ્રત શીઘ્ર ફલદાયક બને છે. શિવપાર્વતી પ્રસન્ન થઈ યથાકાળે દર્શન પણ દે છે. કાળના પણ મહાકાળ શિવના પ્રદોપ નૃત્યનો આ દિવસ છે. દિવસની વિદાય અને રાત્રીના પ્રારંભ વચ્ચેના સમયને પ્રક્રોપ સમય કહે છે. વ્રત કરનારે દર્શનયજન- પુજન નૈવેદ્ય સમર્પણ કરી પ્રસાદ લેવાનો હોય છે. જન્મ-જન્માંતરના અઇચ્છનીય પ્રતિગ્રહના દોષનું નિવારણ કરવા મનુષ્ય દેહ જ સમર્થ છે. મનુષ્ય દેહમાં આ પ્રદોષવ્રત પાલનથી સામ્બ સદાશિવની પ્રસન્નતા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. પ્રદોષ સમયે સ્તવન સ્તોત્ર श्री गणेशाय नमः । सत्यं ब्रवीमी परलोकहितं ब्रवीमि सारं बवीम्युपपनिषद्धघृदयं ब्रवीमि । संसार मुल्वणमसारमवाप्य जंतोः सारोऽयलीश्वर पदांषुरुहस्य सेवा ॥१॥ ये नार्चयंति गिरिशं समये प्रदोषे येतार्चितं शिवमपि प्रणमंति व्याज्ये । एतत्कथां श्रपतिपुटेन विषांते मूढास्ते जन्म जन्मसु भपंति नरा दरिद्राः ॥२॥ येवै प्रदोष समये परमेश्वरस्य कुर्वंत्यनन्य मनसों ऽघ्रिसरोजपूनाम् । नित्य प्रवृद्ध धनधान्यकलप्रपुत्र सौभाग्य संपदधिनमस्त हहैव लोके ॥३॥ कैलासशैलभुपने त्रिनगज्जनित्री गौरीं निणेस्य कनकक्षितराजपीठे नृत्यं विद्यातुमभिवाछंति शूलपाणौ देवाः प्रदोष समये नु भजंति सर्वे ॥४॥ पाग्देवी घृतवल्लकी शतमत्वो वेणु दधत्पअजस्तालो निजप्रकरो रमा 1 ૭૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ भगवती श्रेय प्रयोगान्यिता । विष्णुः सांद्रमृदङ्गवादन पटुर्देवाः समंतात्स्थिताः सपते तमनु प्रदोषसमये देवं मृडानीपतिम् ॥५॥ मंघर्व यक्षपतगोरमसिद्धसाध्यविद्याधरामरवराप्सरसां गणाचा । येऽन्ये त्रिलोक निलयाः सहभूतवर्गाः प्राप्ते प्रदोष समये हरपार्श्वसंस्थाः ॥६॥ अतः प्रदोष समये शिव एक एव पूज्योऽथ नान्येहरिपअजाद्याः । तास्मिन्महेशे विधिनेज्यमाने सर्वे प्रसीदंति सुराधिनाथाः ॥७॥ हष ते तनयः पूर्वजन्मनि ब्राह्मणोत्तमः । प्रतिव्रहैर्वयोत्तिन्यै न दानाधैः सुकर्मामिः ॥८॥ अतो दारिद्रयमापन्नः पुत्रस्ते द्विजभामिनी । तद्दोष परिहारार्थं शरणं यातु शंकरम् ॥९॥ તિ શ્રીપુરાળ પ્રદોષપ્તોત્રાટ સંપૂણ્ | - વાત, પિત્ત અને કફ આ ધાતુઓની વિષમતા સર્જાયી જે દોષ ઉત્પન્ન થાય છે તે વ્યાધિ છે. દોષથી જ આ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. - “સમત્વ યોગ ઉચ્યત” ઘાતુઓનું સમત્વપણું એજ યોગ છે. વિષમતા રોગ છે. - ૬૩. ભોજન એક વત હિન્દુ જીવન-દર્શનમાં વ્રત-પાલન સંબંધે જે અનુષ્ઠાન બતાવેલાં છે તેમાં ભોજનનો વિષય પણ સંકલિત છે. અનેક પ્રકારની ટેક તથા નિયમ સાથે ભોજનને જોડી વ્રતો આચરાતાં હોય છે. વ્રતોનો આશય શરીર તથા મનને સંયમિત ઉપભોગના શિક્ષણથી સંસ્કારિત કરવાનો હોઈ તેમાં ભોજનનું મહત્ત્વ નકારી શકાય નહીં. કારણ ભોજન પણ ભોગનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. એક ટાણું, ઉપવાસ, નમકરહિત ભોજન, કેવળ દૂધ કે ફળો આધારિત પદ્ધતિનું ભોજન, ફરાળનો ઉપયોગ, આવી વિવિધ રીતે ભોજન લેવાનો ક્રમ અપનાવી માનસિક બદલાવ લાવી મનને ભોજનના વિશિષ્ટ સંગ-રંગથી મુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા પ્રયાસોથી અમુક વસ્તુ વિના નહીં ચાલે એવો મનનો પ્રતિસાદ અવશ્ય અંકુશમાં આવે છે. તે પણ સંયમનો જ એક ભાગ ગણાય. ભોજન સંબંધેની શરીરની જરૂરિયાત એવી તો નથી કે તે કોઈ ખાસ પદાર્થોના ઉપયોગ વિના સંતોષાય નહીં. મનને ખાસ પદાર્થો લેવાનો સંગ પણ જો લાગી જાય તો મન એવું ટેવાઈ જશે કે તે એક વ્યસનની માફક વળગી પડશે. શાસ્ત્ર મત પ્રમાણે વ્યસન મુક્તિનો જો વિચાર કરવામાં આવે (૮૦) Page #138 -------------------------------------------------------------------------- ________________ તો મન સાથે પદાર્થોનો સંગ પણ એક વ્યસનના પ્રકારમાં સમાઈ જાય છે. નિસંગપણાની જે વાત કહેવાય છે તેનો સંબંધ કેવળ વ્યક્તિઓ બાબત જ નહીં પરંતુ પદાર્થોની બાબતમાં વિશેષ નિસ્બત ધરાવે છે. કોઈપણ પદાર્થનો સંગ મન પર રંગ ન ચઢાવે એજ સાચું નિસંગપણું છે. મનને આ સંગ રંગથી છોડાવવું એજ સાચી વ્યસનમુક્તિ છે. એટલા જ માટે ભોજનના પદાર્થોમાં બદલાવ લાવી મનને સંયમના સંસ્કારથી સંસ્કારિત કરી શકાય છે. હવે ભોજન સંબંધેનો બીજો મુદ્દો તપાસીયે. ભોજન સિવાય બીજા સુખોમાં પણ સંયમ રાખવા માટે ભોજનનો પ્રકાર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે કંઈ ખાવામાં આવે છે તેનાથી શરીર અને મનના વિકાસની રચના થાય છે. કહેવત છે કે જેવું અન્ન તેવું મન. ભોજનના પદાર્થોમાંથી પાચન ક્રિયા દ્વારા જે રસ તૈયાર થઈ તેમાંથી છેલ્લી ધાતુ વીર્યમાં પરિણમે છે, તે વીર્યનું રક્ષણ મનુષ્યનો પરમ ધર્મ મનાયેલો છે. ભોજનના પ્રકારથી વીર્ય બે પ્રકારનું બને છે. આયુર્વેદના મત પ્રમાણે ઉષ્ણ પદાર્થોના વધુ પડતા સેવનથી ઉષ્ણ વીર્ય બને છે જ્યારે શીત પદાર્થો શીતવીર્ય બનાવે છે. સંગ્રહ અને ધારણ કરી રાખવા માટે શીતવીર્ય ઉપયોગી છે ઉષ્ણવીર્ય જલદીથી અલન થઈ જાય છે. બ્રહ્મચર્ય પાલન માટે તે અનુકૂળ નથી. સંયમના ઉપાસક ગૃહસથાશ્રમીએ વ્રતોના માધ્યમથી આવા પદાર્થોના સંગથી શરીર દૂર રહે એવું આયોજન કરવું જોઈએ. ભોજનની અસરો શરીર પર ખૂબ ઝડપી અને દૂરગામી ધોરણે પડે છે તેનો દાખલો આજના ચિકિત્સા-વિજ્ઞાનમાંથી પણ મળે છે. હૃદયરોગ, બી.પી. કે ડાયાબીટીસમાં જે પદાર્થોનો ત્યાગ બતાવેલો છે તેનો ઉપયોગ ત્વરિત અસર ઉપજાવે છે. હૃદયરોગમાં હુમલાના એંધાણ સમયે જે એક નાનીસરખી ટીકડી જીભ નીચે મૂકી રાખવાનું કહેવામાં આવે છે તે ટીકડી કેટલી ઝડપે સમસ્ત શરીર પર અસર ઉપજાવી શકે છે તે સૌનાં જાણની બાબત છે. ખાવાપીવાના પદાર્થો પણ શરીર પર પોતાનો પ્રભાવ છોડે છે તેનું આ એક જાણીતું ઉદાહરણ છે. બહુ ઓછા લોકોના ધ્યાનમાં હશે કે મિતાહાર શરીરના બળ, આરોગ્ય અને કાંતિમાં વધારો કરે છે જ્યારે અકરાંતિયું ભોજન શરીરને તેનાથી વિપરીત અસરો ભોગવવા દબાણ કરે છે. સામાન્યમાં સામાન્ય રોગથી લઈ શરીર વિનાશક ભયંકર રોગો પણ આહાર વિહારના કુપ્રભાવથી જન્મે છે અને આહાર વિહારના સુપ્રભાવથી તેને ટાળી તેમજ મટાડી શકાય છે તે વાત ચિકિત્સા વિજ્ઞાને પણ સ્વીકારેલી છે. હિન્દુ જીવન-દર્શનમાં જીવનને એક યજ્ઞ ગણવામાં આવે છે. યજ્ઞમાં મન ફાવે તેવા પદાર્થો હોમી દેવતાઓને હવિષ્ય આપવામાં આવતું નથી તેમ શરીરમાં પણ જે-તે પદાર્થો પધરાવી શરીરમાં વિરાજમાન દેવોને કષ્ટ આપવાનું ઔચિત્ય સ્વીકારાયેલું નથી. આજના યુગમાં તૈયાર પેકેજ-ફુડનું તથા તૈયાર વાસી ખાદ્ય પદાર્થો અને પેયોનું જે પ્રચલન શરૂ થયેલું છે તેના દ્વારા પણ અનેક વિઘાતક અસરો (૮૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉપજાવવાના સેંકડો પ્રસંગો જાણવા મળે છે. બ્રિટનના ગોમાંસ પેકેજ ઉત્પાદનની વર્તમાન ઘાતક અસરો એક મોટું ઉદાહરણ છે. બ્રિટનના વૈજ્ઞાનિકોનું મંતવ્ય છે કે ગાયોને લાગુ પડેલ પાગલ ગાય-રોગ પણ ગાયોના પરમ્પરાગત ખોરાકમાં આવેલ બદલાવનું કારણ છે. ત્યાં ગાયોમાં માંસનું ઉત્પાદન વધારવા અન્ય નાનાં પ્રાણીઓનું માંસ ગાયોને ખવરાવવાનું એક કોર્મશીયલ કામ કેટલાય વર્ષોથી શરૂ થયેલું, આ માંસ ભક્ષણ દ્વારા ગાયોમાં આ રોગ ફેલાયેલો છે. ગાયના પરંપરાગત ખોરાકની સાથે ચેડાં કરવાનું પરિણામ એ આવ્યું છે કે આજે લાખો ગાયોની કતલ કરવામાં ન આવે તો બ્રિટનનો માંસ-ઉદ્યોગ પડી ભાગે તેમ છે. યુરોપીય બજારોએ તેની આયાત પર પ્રતિબંધ મૂકેલો છે. ભારતીય પરંપરા મુજબ તાજો ઘરમાં કે સમુહમાં જાત નિરીક્ષણ નીચે તૈયાર કરાયેલો ખોરાક એજ સર્વોત્તમ ખોરાક છે. બજારૂ ખોરાકો શરીર પર તાત્કાલિક કે દૂરગામી વિપરીત અસરો ઉપજાવી શકે છે તેના ઉદાહરણોથી છાપાં ભરપૂર હોય હવે ત્રીજા મુદ્દાને સ્પર્શીએ. ભોજનના કાચા પદાર્થો ઉત્તમ, શુદ્ધ, સાત્ત્વિક અને પૌષ્ટિક કક્ષાના હોવા જોઈએ. તેની સાબિતી તો ફક્ત જાત નિરીક્ષણ નીચે તૈયાર થયેલા ભોજન સિવાય તદ્દન અસંભવિત છે. આકર્ષક વિજ્ઞાપનોથી તે સાબિત થઈ શકે નહીં. ભોજ્ય પદાર્થો શુદ્ધ હવા જોઈએ તેની સાથોસાથ તે પદાર્થો શુદ્ધ જળ, શુદ્ધ વાસણ અને શુદ્ધ હાથે તૈયાર થયેલા હોવા જોઈએ. તૈયાર પીણાંઓ કે ખાદ્યપદાર્થો આવી સો ટકા ગેરંટી તો પૂરી પાડી શકે નહીં. પદાર્થો ભલે શુદ્ધ અને સારા હોય પણ તેને ખોરાક તરીકે ઉપયોગમાં લેવા અપનાવાયેલી પ્રક્રિયા પણ જો પ્રદુષણયુક્ત હોય તો પણ તેની શુદ્ધતા જોખમાય છે. ઉપયોગમાં લેવાતા વાસણો પણ પ્રદુષણમુક્ત ખોરાક બનાવવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતાં માટી, પત્થર કે તાંબા-પિત્તળની ધાતુઓનાં વાસણો, ખોરાકમાં કોઈ ઝેરી પદાર્થો છોડતા નથી તે એક અનુભવિત જ્ઞાન છે. જ્યારે પ્લાસ્ટિક, લોખંડ કે એલ્યુમીનમના વાસણો ખોરાકમાં પોતાની અસરો છોડે છે તે એક નિર્વિવાદ સત્ય છે. ખાવા-પીવામાં આવા વાસણોનો ઉપયોગ હિતાવહ નથી એવી ચેતવણીઓને અનસુની કરવામાં પણ શરીરનું હિત સચવાયેલું નથી. આજના કોર્મશીયલ યુગમાં ઘણું ઘણું અવનવું તૈયાર થશે પણ તેનો ઉપયોગ બીન જોખમી છે તેવું માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. ભોજનના પદાર્થોના ગુણદોષોનું અવલોકન પણ જરૂરી છે. આજથી ચાર દસકા પહેલાં દાળો-ચોખા જે રીતે તૈયાર કરવામાં આવતા હતા તેમાં યંત્ર ઉદ્યોગોથી ભારે પરિવર્તન આવેલું છે. આજે જે સફાઈબંધ દાળો કે ચોખા ખરીદવામાં આવે છે તે બનાવટો યંત્રોના ઉપયોગથી આકર્ષક પદાર્થો બનાવવાના હેતુથી થાય છે. આ હેતુથી પદાર્થો આકર્ષક તો લાગે છે પરંતુ તેનું પોષણ મુલ્ય નષ્ટ પામે છે. (૮રો Page #140 -------------------------------------------------------------------------- ________________ પોષણ મુલ્ય નષ્ટ થવાથી તે નિસત્વ જેવો થઈને રહે છે. નિસત્વ ખોરાક શક્તિપ્રદ ખોરાકનું સ્થાન લઈ શકે નહીં. ફરસાણ જેવા બજારૂ ખોરાકો ભલે સ્વાદ અને ભૂખને સંતોષતા હશે પરંતુ તે લાંબા સમય પૂર્વ તૈયાર થયેલા હોવાથી વાસી પદાર્થોની સંજ્ઞામાં આવે છે. વાસી પદાર્થો હોજરીની પાચનક્રિયાને અવરોધે છે. તૂર્ત જ તૈયાર થયેલો ખોરાક આંતરડા અને હોજરી બંનેની ક્રિયાઓમાં મદદરૂપ બને છે. ઓછા પોષણમુલ્ય વાળો ખોરાક પચાવવા હોજરીને કસરત તો કરવી પડે છે. ઓછાં પોષણમુલ્ય ધરાવતો તેમજ પોષણમુલ્યહીન ખોરાક હોજરીને નિરર્થક કસરત આપી શરીરને પણ કોઈ બલ પ્રદાન કરતો નથી. આરોગ્ય શાસ્ત્રમાં એવું મંતવ્ય છે કે હોજરીની આ નિરર્થક કસરત માટે પણ હોજરીને લોહીની જરૂરત રહે છે. આ નિરર્થક કસરત અટકાવી એ જ લોહી બીજા અવયવોને જો પૂરું પાડવામાં આવે તો બીજા અવયવોની કાર્યશક્તિ ખીલી ઉઠે છે. બહુજ સ્વાદિષ્ટ ખોરાક જીભને આનંદદાયક લાગતો હશે પરંતુ તે આનંદના અતિરેકમાં યોગ્ય પ્રમાણની મર્યાદા ઓળંગવાનો ખતરો સામે લટકતો જ હોય છે. આ ભયથી હોજરીને અતિરિક્ત બોજો ઉઠાવવાનો રહે છે. સંયમપૂર્વકની ટેવ તેનો રામબાણ ઇલાજ છે. આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવવા વપરાતા રંગ અને એસેન્સ તેમજ વિવિધ ક્ષારોવાળા ખોરાકની આદત બહુ જ જોખમી છે. શરીરના વિકાસ માટે; મિલાવટ થતા આ પદાર્થોનો કોઈ ઉપયોગ તો નથી જ પણ ભયસ્થાનો અવશ્ય છે. ભોજનમાં ઉપયોગમાં લેવાતી થાળી-વાટકો-ગ્લાસ વગેરે વસ્તુઓની સંપૂર્ણ કાળજીભરી સફાઈ લૉજ-રેસ્ટોરાં કે સમુહ ભોજનના પ્રસંગોમાં થતી હશે જ એવી સો ટકા ખાતરી ધરાવી ન શકાય. ડીટેજન્ટ પાવડરથી ઓછા પાણીથી સાફ થતાં વાસણો ખોરાકમાં ડીટર્જન્ટની અસરો પણ છોડે છે. ડિટર્જન્ટ પાવડર કે સાબુ એટલી બધી વ્યાપક અસરો વાસણ કે કપડાં પર છોડે છે જે સામાન્ય સાફસુફીથી નષ્ટ થતી નથી. તે નોંધ લેવા જેવી હકીકત છે. આ લેખકે ઉત્તર ભારતના ઘણા જાહેર ભોજનાલયો જોયેલાં છે કે જેમાં ભોજન માટે પત્તલ આપવામાં આવે છે. નિર્દોષ ભોજન માટે બહાર સમૂહમાં આ એક ઉત્તમ અને સસ્તું સાધન છે. સમૂહમાં થાળી-વાટકાને બદલે પડિયા-પતરાળાંનો ઉપયોગ બહુ જ ઉત્તમ અને નિર્દોષ ગણી શકાય તેવો છે. પીવાનું જળપાત્ર અને જળ પોતાનું જ હોય તો અનેક સંગ-દોષોના આક્રમણથી બચી શકાય તેમ છે. શાંત, પ્રસન્ન અને એકાગ્રચિત્તે જમવાનું મહત્ત્વ સવિશેષ છે. કહેવત છે કે ભજન તેમજ ભોજન એકાંતમાં જોઈએ. - ભોજનના પ્રારંભમાં આદુ સાથે ભાત ખાવાનો જે રિવાજ છે તે જેટલો લાભદાયક છે એટલો જ લાભ ભોજનાને છાશ પીવાના ક્રમનો છે. કહેવાયું છે કે ભોજનાને અમૃતમ તક્રમ્ (તક્ર એટલે છાશ) ૮૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદના મત પ્રમાણે રોટલી-રોટલો, ભાખરી, લાડુ જેવા કોઈપણ કઠણ પદાર્થો એકલાં જ ખાવાં ખૂબ હિતાવહ છે. આ પદાર્થો એકલા જ ખાવાથી સારી રીતે ચવાઈ પછી ઉતારવાનું સરળ રહેશે. આ પદાર્થો સાથે દાળ-વિ. ખાવાથી સારી રીતે ચવાયા પહેલાં જ અંદર ઉતરી જવાનું જોખમ રહેલું છે. દાળ ભાતે સાથે ખવાય. સારી રીતે ચાવીને જ ઉતારવું શ્રેષ્ઠ છે. અંગ્રેજીમાં કહેવત છે કે ‘Eat milk and drink food." પીવાય એવો રસમય બનાવી ખોરાક ખાવો અને પેય પદાર્થો ઘૂંટડે ઘૂંટડે ધીરે-ધીરે ઉતારવા. આ તેનો સાર છે. દૂધ ને પાણી એકજ ધારે ગટગટાવી જવું હિતાવહ મનાયેલું નથી. ભોજન સમયેનાં વસ્ત્રોનું પણ આગવું સ્થાન છે. આજકાલ એવી ફેશન થઈ પડી છે કે જે-તે પહેરેલાં વસ્ત્રોથી ભોજન તૈયા૨ ક૨વું અને જમવું. બહારના હવામાનમાં પહેરેલાં વસ્ત્રો પ્રદૂષણયુક્ત હોય છે. જ્યારે ભોજન તૈયાર કરવા અને જમતી વખતે પહેરવાનાં વસ્ત્રો પ્રદુષણ મુક્ત હોવા જોઈએ. અબોટીયું એક એવું પ્રદુષણમુક્ત વસ્ત્ર છે જે ઘરના કબાટમાંજ સંઘરાયેલું રહે છે. બહારના વાતાવરણથી મળતા પ્રદૂષણની તેના ૫૨ કોઈ અસર હોતી નથી. સુતરાઉ વસ્ત્રો પ્રદૂષણ જલદી ગ્રહણ કરે છે જ્યારે રેશમી વસ્ત્રમાં પ્રદૂષણથી બકાત રહેવાનો ગુણ સચવાયેલો છે. સંડાસ-બાથરૂમના ઉપયોગ સમયે પહેરેલાં વસ્ત્રો ભોજન તૈયાર કરવા કે જમવા નિષિદ્ધ મનાયેલાં છે. ભોજનવ્રતમાં સંયમનું જે સ્થાન છે તે દ્રષ્ટિયે અબોટિયું પણ સંયમનું એક સાધન છે. મનને સંયમી બનાવવા તેના જેવું એક પણ સાધન નથી. સાધ્ય માટે યોગ્ય સાધનની પણ જરૂ૨ ૨હે છે. ભોજન માટે સંયમ એ જો સાધ્ય છે તો અબોટિયું એક સાધન છે. અબોટિયું પહેર્યા વિના તૈયાર કરાયેલું, અબોટિયું પહેર્યા વિના પિરસાયેલું, તેમજ અબોટિયું પહેર્યા વિના ન જમવાનું જો વ્રત અપનાવવામાં આવે તો સંયમનો સંસ્કાર મન પર જાદુઈ અસર ઉપજાવશે. મન સંયમી બનશે. અંતમાં ભોજન પર મંત્રના પ્રભાવની વાત છેડીયે. ભોજનસમય બોલવાના મંત્રો નીચે મુજબ છે. 1. જમતા પહેલાં અન્નને પ્રણામ કરી બોલવાનો મંત્ર. અન્ન બ્રહ્મા રસો વિષ્ણુર્ભોક્તા દેવો મહેશ્વર ! એવં ધ્યાત્વા તુ યો ભુક્ત સૌંડનદોર્ષેર્નલિખતે '’ ભોજનથી વાત-પિત્ત અને કફ સમપ્રમાણમાં બને તો તે નિર્દોષ છે. વધુ પ્રમાણમાં તે દોષ છે. આ દોષ આ મંત્રથી ન સર્જાય એવી પ્રાર્થના છે. પ્રાર્થના હંમેશ ફળે છે. ભોજન બાદ બોલવાનો મંત્રો : 1. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતા । ૮૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાપાન સમાયુક્તે: પંચામ્યહંનાં ચતુર્વિધમ્ ॥ 2. આતાપો મારિતોયેન વાતાપિચ નિપાતીત: । સમુદ્ર: શોષિતોયેન સમગત્સ્ય પ્રસીદતુ I 3. અગસ્ત્ય કુમ્ભકર્ણ ય શનિ ચ વડવાનલમ । આહાર પરિપાકાર્થ સ્મરામિ ચ વૃકોદરમ્ ॥ 4. શર્યાતિ ચ સુકન્યાં ચચ્યવનં શુક્રમશ્વિનૌ । ભોજનાન્તે સ્મરેન્નિત્યં તસ્ય ચક્ષુર્નહિયતે । કેટલાક ભોજ્ય પ્રયોગો 1. જરા ન આવવા માટે : આમળાં (સૂકાં) પાણીમાં વાટી શરીરે લગાવી થોડી વારે સ્નાન કરવું. નિત્યક્રમથી વાઘકાર્ય (વૃદ્ધપણું) દેખાતું નથી. કેશ ધોળા થતા નથી. 2. શરીરની ક્રાંતિ સારી થવા : આમળાં અને ધોળા તલ બારીક લસોટી (પાણીમાં) શરીરે ચોળવાં - બાદ એક કલાકે સ્નાન કરવું. 3. આમળાં અને આસુંદનું ચૂર્મ સમભાગે લઈ ઘી અને મધ વિષમ પ્રમાણમાં લઈ શિશિર રૂતુમાં ચાટવું. 20 દિવસ. દિવ્ય દેહ પ્રાપ્તિ માટે ઃ આમળાં અને તલનું ચૂર્ણ ઉ૫૨ પ્રમાણે મધ-ઘીમાં પ્રાત:કાળે ખાવું. શરીરનું વૃદ્ધપણું દૂર થશે. 5. વીર્યવૃદ્ધિ માટે : આમળાનો રસ અને ઘી એકત્ર મેળવી આપવું. 6. ધાતુપુષ્ટિ માટે :- આમળાં-ગોખરૂં-ગળોનું રસાયણચૂર્ણ પ્રતિદિન સેવન કરવું. विषं विषयवैषम्यं न विषं विषमुच्यते 1 जन्म जन्मातरज्ञाविषया एक जन्म हरविषं ।। (મહોપનિષદ) 1. તુલસી ચ્હા પીઓ :- તુલસી, વરિયાળી, ઇલાયચી, ફુદીનો, સુંઠ, કાળાં મરી, બ્રાહ્મી, તજ, લવીંગનું ચૂર્ણ ઉકાળી દૂધ-સાકર નાંખી પીવો. ૬૪. વ્રતોની વિશિષ્ટતા (વ્રતોનું ઔચિત્ય) ઇન્દ્રિયોના વિષયોમાં જીવની આસક્તિને સંયમમાં રાખવા માટે વ્રત-પાલનનો મહિમા હિન્દુ જીવનદર્શનમાં સ્વીકારાયેલો છે. આ આસક્તિ એજ બંધન છે. બંધન પુનર્જન્મ કરાવે છે. પુનર્જન્મ ન લેવો હોય તો આ આસક્તિ ભાવને શૂન્ય ડીગ્રીએ લઈ જવા વ્રતોનાં અનુષ્ઠાન ગોઠવાયેલાં છે. અનેક યોનિઓના જીવોને આપણે જોઈએ છે. આ બધાં પ્રારબ્ધ પ્રાપ્ત સુખ-દુ:ખો ભોગવે છે. મોટા ભાગે દુ:ખો જ વેઠવા આ યોનિઓ છે. હવે પુનર્જન્મ કઈ યોનિમાં થાય એ તો આપણા કર્મોને અધીન છે. ઘી આણી ઇચ્છાનો વિષય નથી. ૮૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ જન્મ સુખો અને દુ:ખો બંનેના ભોગ કરાવે છે. જન્મ-મરણના આ સંસાર ચક્રમાંથી નિવૃત્તિ એજ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્તિના સાધન તરીકે વ્રતપાલન બહુજ ઉપયોગી છે. આ વ્રતપાલન મનુષ્ય યોનિના દેહથી જ શક્ય છે. ‘‘પુર્ણમો માનુષો વેહ''- મનુષ્ય દેહ દુર્લભ છે. મૃત્યુ સમયેની અતૃપ્ત વાસનાઓ જ પુનર્જન્મનું કારણ છે. વાસનાક્ષયનું ગણિત વ્રતપાલનમાં સચવાયેલું છે. એ તો સૌ કોઈ જાણે છે કે દેહના તમામ અવયવોનું સંચાલન જીવ કરે છે. જીવ હાથને હુકમ કરે છે તો હાથ કામે લાગે છે. પગને હુકમ કરે તો પગ ચાલવા લાગે છે. ઘોડો અને ઊંટ આપણી સવારી માટેના પ્રાણી છે. ફક્ત તેના ઉપર બેસી જવા માત્રથી આ પ્રાણીઓ જે-તે સ્થાને જવા આપણા વાહનનું કામ ક૨શે તેમ માની લેવું ડહાપણ નથી. મનુષ્યે ડહાપણનો ઉપયોગ કરી ઘોડાને લગામ અને ઊંટના નાકમાં નકેલ પહેરાવી છે. આ લગામ અને નકેલની દોરી જો મનુષ્યના હાથમાં ન હોય તો તે પ્રાણીઓ ચાલશે-દોડશે ખરાં પણ તે તેમના મન મુજબ. મનુષ્ય જે ધારેલું છે તે જ માર્ગને તેઓ અનુસરશે એવું નહીં બને. લગામ અને નકેલ આ પ્રાણીઓને સ્વનિર્ધારિત લક્ષ્ય લઈ જવા એક સાધન છે. આ સાધન વિના લક્ષ્ય પ્રાપ્તિમાં તેઓ સહાયક બનતા નથી. મનુષ્યનો દેહ પણ એક સાધન છે. જીવને ઇન્દ્રિયોના વિષય ભોગો સાથે સીધો સંબંધ છે. ભોગ વિના જીવન શક્ય જ નથી. હિન્દુ જીવનદર્શન ભોગનું વિરોધી નથી. તે ભોગને દેહ તેમજ જીવના સાચા કલ્યાણને માર્ગે દોરી જવાનું જ્ઞાન પ્રદાન કરે છે. આ જ્ઞાન એજ મોક્ષજ્ઞાન છે. અત્યધિક નિરંકુશ ભોગવાદ મનુષ્યને યમને માર્ગે ખેંચી જાય છે. આ યમના સ્થાનનાં દર્શન અને તેના કાયદાઓના ફલાસ્વાદથી બચવા યમને સંયમના માર્ગની જરૂર છે. સંયમપૂર્વકનો ઉપભોગ તારે છે. સંયમપૂર્વકનો ઉપભોગ માણવા માટે ત્યાગ-વૈરાગ્યની જરૂર રહે છે. માટે જ કહેવાયું છે કે ‘‘ત્યરેન મૂાિથા'' ત્યાગ પણ કર અને ભોગ પણ કર. શાસ્ત્ર વચન અનુસાર ભોગને તો સ્વરૂદયમાં વિરાજમાન ઈશ્વરની પૂજા બતાવેલી છે. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય મહારાજે માનસપૂજાના ક્રમમાં ગાયેલું છે કે પૂના તે વિષયોપમોળ વના'' પૂજા માટે વિષયોપભોગની રચના છે. પરંતુ આ ત્યારે જ પૂજા બને જ્યારે શાસ્ત્રસમંત ઉપભોગની વાત સ્વીકારવામાં આવે. શાસ્ત્રસંમત ઉપભોગ મોક્ષ-સાધન છે જ્યારે પશુવૃત્તિવત ઉપભોગ બંધનનું સાધન છે. આ દ્રષ્ટિએ હિન્દુ જીવનદર્શનમાં વ્રતો અને તેના પાલનનો માર્ગ કંડરાયેલો છે. ૮૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ શયનોત્સવ...બોલોત્સવ માહાયા શયન સમયે દેહ ભોગરહિત શાંત મુદ્રામાં જીવે છે. દક્ષિણાયનથી વિષ્ણુનો શયનકાળ શરૂ થાય છે. વિઠ્ઠલ નવરાત્રે પ્રબોધ્ધત્સવ આવે છે. સંપૂર્ણ ચૈતન્યને પ્રબોધ અવસ્થા કહે છે. આમળાં એ ઉત્તમ જીવનીય રસાયણ તત્ત્વ છે. પ્રબોધિની એકાદસીથી ધાત્રી- રસાયણ ભોજનવ્રત શરૂ થાય છે. શરીરને તેજ, કાંતિ, બળ અને રોગ પ્રતિકારક શક્તિ આપનાર આ વ્રત છે. - मूलतो ब्रह्मरुपाय मध्यतो विष्णुरुपिणे । अम्रत: शिवरुपाय अश्वत्थाय नमो नमः ॥ ૫. પીપળો (અશ્વત્થ વૃક્ષ) મહિમા હિન્દુસ્થાનમાં લોકો આ વૃક્ષને એક પવિત્ર વૃક્ષમાં ગણે છે. તેનું પુજન કરે છે. પ્રદક્ષિણાઓ ફરે છે. વૃક્ષના માહાસ્યની દૃષ્ટિએ તો આ કર્મ આવકારણીય તો છે જ પરંતુ આ વૃક્ષમાં વિષ્ણુનો વાસ રહેલો છે તે વાત સ્વીકારતા કોઈ કદાચ અસંમતિનો સુર પ્રકટ કરે. પરન્તુ હિન્દુ જીવન-દર્શનમાં તો આ વાત ભારપૂર્વક પ્રતિપાદન કરવામાં આ વેલ છે. કોઈ શંકા કરે; કે બતાવો કે વિષ્ણુ પીંપળાની કઈ ડાળીએ બેઠેલા છે, જ્યાં પ્રત્યક્ષ અનુમોદન નથી ત્યાં આવી ટીકાઓ સ્વાભાવિક ઊઠે. પરંતુ આ શંકાઓ અજ્ઞાનજન્ય માનસની છે. વિષ્ણુ- એશું છે તેની સમજના અભાવે મન અજ્ઞાનતાના આવરણથી દોરાઈ જાય છે. અજ્ઞાનતાના આવરણને હટાવવું અને જ્ઞાન મેળવવું એ મનુષ્યનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. આ દશ્ય જગતમાં જે કંઈ ચૈતન્ય તત્ત્વ છે તે સર્વ વિષ્ણુનું જ છે. વિષ્ણુ વિના ચૈતન્ય તત્ત્વનું અસ્તિત્વ ઉદ્ભવે એ ખ્યાલ અજ્ઞાન સૂચક છે. વેદમાં સૂર્યને વિષ્ણુ કહેલો છે. સૃષ્ટિના તમામ સજીવ કે નિર્જીવ દેખાતા પદાર્થો સૂર્યમાંથી જ ચૈતન્ય તત્ત્વ મેળવે છે. ગાયત્રી મંત્રમાં જે ચૈતન્ય પ્રાપ્તિ માટે ઉપદેશ કરાયેલો છે તે ભર્ગ (તજ) સૂર્યમાંથી પ્રાપ્ત કરવાની પ્રાર્થના છે. સમસ્ત બ્રહ્માન્ડનું ઉર્જા કેન્દ્ર સૂર્ય છે તે હકીકત તો વિજ્ઞાને પણ સ્વીકારેલી છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવું છે કે મનુષ્ય કે પ્રાણીઓ કરતાં ચૈતન્ય તત્ત્વ સૌથી પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ સૃષ્ટિમાં સંગ્રહાયેલું છે. મનુષ્ય કે પ્રાણીઓને પોતાનું ચૈતન્યતત્ત્વ વધારવા કે લાંબો સમય ટકાવવા જે જરૂરિયાતોની જરૂર રહે છે તેનાથી અનેકગણી ઓછી જરૂરિયાતો વનસ્પતિ સૃષ્ટિને જરૂર છે. લગભગ એવું મંતવ્ય સ્વીકારવામાં કશોજ વાંધો નથી કે મનુષ્ય પોતાના ચૈતન્યની અભિવૃદ્ધિ માટે વનસ્પતિ સૃષ્ટિ પર આધારિત છે. મનુષ્ય કે પ્રાણીઓ પોતાના ચૈતન્ય તત્ત્વને વિકસાવવા () Page #145 -------------------------------------------------------------------------- ________________ પરાવલમ્બિત છે. જ્યારે એટલું બધું પરાવલમ્બિતપણું વનસ્પતિનું નથી. જળ, આકાશ વાયુ, પૃથ્વીના માધ્યમથી જ તેઓ અબાધિત પણે વિકસી ચૈતન્યતત્ત્વને પ્રકટ કરી શકે છે; એટલું જ નહીં પણ પોતાના ચૈતન્યતત્ત્વના વિકાસની આ પ્રક્રિયા દ્વારા સમસ્ત બ્રહ્માંડની જીવસૃષ્ટિને પોષક તત્ત્વોના પ્રજીવકોની ભેટ પણ તે આપી શકે છે. વૃક્ષો કે વનસ્પતિ દ્વારા આ મળતી ભેટ મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે પ્રકૃતિનું એક મહત્તમ દાન છે. આ દાનની વ્યવસ્થા જો ન હોય તો પ્રાણીઓ કે મનુષ્યનું જીવન શૂન્ય ચૈતન્યમાં પણ પરિણમી શકે. આ એક ઈશ્વરીય યોજના છે. બીજું તો ઠીક પણ વનસ્પતિ સૃષ્ટિ સૂર્યની હાજરીમાં વાતાવરણમાંથી કાર્બનડાયોક્સાઇડ નામનો ઝેરી વાયુ શોષી લઈ અન્ય સજીવો માટે મહત્ત્વપૂર્ણ વાયુ પ્રાણશક્તિનું જે સર્જન કરે છે તે વિષ્ણુ (સૂર્ય) અને વૃક્ષોને જ આભારી છે. વિષ્ણુની આ યોજના મનુષ્ય અને પ્રાણીજગત માટે એટલી બધી ઉપકારક છે કે તેના ઉપકારનો બદલો કેવળ ઉપાસના-પ્રાર્થના સિવાય વાળી શકાય તેમ નથી. આ ઈશ્વરીય યોજનાને અનુરૂપ જીવન જીવવું એજ તેના ઉપકાર નો બદલો છે. સર્વ વૃક્ષોમાં પીંપળાના વૃક્ષમાં વિષ્ણુનું ચૈતન્ય તત્ત્વ સર્વાધિક માત્રામાં છે. તેના બીજમાં એવું સામર્થ્ય છે કે તે કોઈ પણ પ્રત્યક્ષ આધાર દેખાતો ન હોવા છતાં દીવાલોમાં, પત્થરોમાં, કે જ્યાં પાણી કે માટીનો સહયોગ નહિવત રહેલો છે ત્યાં પણ ઉગી શકે છે, વિકસી શકે છે અને પોતાના ચૈતન્ય તત્ત્વને વધુમાં વધુ માત્રાએ પ્રકટ કરી શકે છે. આવા નિ:સહાય સંજોગોમાં પણ પૂર્ણ યૌવન સાથે વિકસવાનું સામર્થ્ય તે કેવળ વાતાવરણમાંના વિષ્ણુ ચૈતન્ય તત્ત્વમાંથી પ્રાપ્ત કરી શકે છે. પીંપળાની આ પ્રાણશક્તિ વિષ્ણુ-સ્વરૂપનું ચૈતન્ય પ્રકટ કરે છે. માટે કહેવાયું છે કે પીંપળા ઉમાં વિષ્ણુનો વાસ છે. તેની છાલ, લાકડું, ફળ, પાન, રસ ડુંખો, મૂળ એ બધામાં પ્રાણશક્તિનો વિપુલ સંગ્રહ રહેલો છે જેના કારણે સર્વ વૃક્ષોના ગુણાનુરાગમાં આયુર્વેદે પણ આ વૃક્ષને પ્રાધાન્ય આપેલું છે. અનેક રોગોમાં તેના ઉપયોગની સાથે આ વૃક્ષને હૃદ્ય (રૂદય) માનેલું છે. હૃદ્ય એટલે રૂદયને બળ આપનાર, રૂદયની કાર્યશક્તિને અવરોધક પરિબળોનો નાશ કરનાર. રૂદયના ચૈતન્ય તત્ત્વને વિકસાવનાર. પીપળાના રોગનાશક ચમત્કાર આ વૃક્ષની છાયા શિતળ છે. હવામાંના દોષ શુદ્ધિકા૨ક છે. તદુપરાંત નીચેના રોગોમાં તેનાં મૂળ, છાલ, આંતરછાલ, ફળ, પાન, ડુંખો, રાખ, તેની વડવાઈઓ અને રસ તમામ રોગનાશક ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. રોગોના નામ : કફ, પિત્ત, દાહ, વ્રણ, શોષ, અરુચિ, રક્તવિકાર, વિષમજ્વર, યોનિશુદ્ધિકારક, હૃદ્ય, વિષ ઉતાર, હેડકી, દમ, ઉધરસ, ઉરુક્ષત, નાસા መሪ Page #146 -------------------------------------------------------------------------- ________________ રોગ, વિસર્ષ, કૃમિ, કુષ્ઠ, વગદોષ, ખસ, દાદર, પ્રદર, રૂદયનારોગ, ફોડકીઓ, વાચાશુદ્ધિ, સ્તનરોગ, રક્તાતિસાર, ઢોરોના જખમ, રોકાયેલ અટકાવ લાવવા, મોઢું આવ્યું હોય, 1. બાળકોની હેડકી ઉપર : પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને પાવી રામબાણ ઈલાજ છે. 2. ફોલ્લીઓ - પીપળાનું છોડીયું અને નવું રોડ એકત્ર મલમ જેવું ઘસી લેપ કરો. (6) ૩. ઉરૂમાં સંચય થયેલ લોહી શુદ્ધ થવા માટે : પીંપળાના પાન અને ડુંખોનો રસ કાઢી મધમાં ગાળી પાવો. (4) 4. દમ-ઉધરસ ઉપર : પીંપળાની લાખનું ચૂર્ણ ઘી-સાકરમાં આપવું. (26) 5. ક્ષય ઉપર : પીપળાના લાખનું ચૂર્ણ ઘી અને મધ વિષમ ભાગે લઈ તેમાં આપવું. (18) (આર્યભિષક) ૬. વટ-પૂજા (માહાભ્ય) હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જે ત્રણ વૃક્ષોને અતિ પવિત્ર માની ભગવાન સાથે સંબંધ જોડેલ છે તેમાં વટવૃક્ષ (વડ) પણ એક છે. આ વૃક્ષમાં વિષ્ણુતત્ત્વ એટલું બધું વ્યાપક અને અમાપ પ્રમાણમાં સંકળાયેલ છે જેનો અન્ય જોટો જડે તેમ નથી. આ સચરાચર જગતમાં તેના જેવું અને જેટલું ચૈતન્ય તત્ત્વ વિકસેલ જોવા મળતું નથી. નર્મદા કિનારે આવેલ કબીર વડ વિશ્વવિખ્યાત છે, આ વૃક્ષ દૂરથી એક મોટા અરણ્ય જેવું લાગે છે. સાડા ત્રણસો ઉપરાંત વડવાઈઓ તેને છે. આ વડવાઈઓમાંથી પણ નવીન ડાળિયો ફૂટે છે. આ વડવાઈઓને જ ત્રણ હજારથી વધુ ડાળિયો ફુટેલી છે. આ પ્રમાણે તેમાંથી હજારો ડાળિયો અને ડાળિયોને વડવાઈઓ ફુટવાનો ક્રમ ઉત્પન્ન થયા જ કરે છે. લગભગ એક હજારથી વધુ વર્ષ પર્યત તે જીવે છે. ( પુરાણ મત મુજબ સુર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવિ સાવિત્રીનો સંબંધ આ વૃક્ષ સાથે સંકળાયેલો છે. સૂર્ય એજ વિષ્ણુ છે. સત્યવાનને યમ પાસેથી પરત મેળવવા અશ્વપતિની પુત્રી સાવિત્રીએ યમ સાથે જે સંવાદ કરેલો છે તેમાં યમે પતિસુખ, ધન-ધાન્ય અને મંગલ કામનાઓ પૂર્ણ કરવા વટમાં રહેલી સાવિત્રી દેવી માટે પૂજાઅર્ચનાનો મહિમા બતાવેલો છે. અને સાવિત્રીને સ્ત્રીઓની મંગલકામનાઓ પૂર્ણ કરવા કેટલાંક વ્રતો બતાવેલાં છે. તેમાં (1) જ્યેષ્ઠ સુદ ચૌદસથી સાવિત્રી-વ્રત (2) ભાદરવા સુદ આઠમે મહાલક્ષ્મી વ્રત (3) પ્રત્યેક મંગળવારે મંગળ ચંડિવ્રત (4) પ્રત્યેક માસની સુદ છઠે ષષ્ઠીદેવીનું વ્રત (5) અષાઢ માસની સંક્રાતિએ મનસાદેવીનું વ્રત (6) કાર્તિકી પુનમે રાધાદેવીનું વ્રત (7) પ્રત્યેક સુદ આઠમે દુર્ગાદેવીનું વ્રત. આ વ્રતો સ્ત્રીઓના અખંડ સૌભાગ્યનું રક્ષણ કર્તા અને તેમને ધન-ધાન્ય, પુત્ર-પૌત્ર અને Page #147 -------------------------------------------------------------------------- ________________ પતિસુખ પ્રાપ્ત કરાવનારાં ગણાયેલાં છે. આ વટવૃક્ષના પત્રમાં બાલમુકુંદ શયન કરે છે. માટે જ ગવાયું છે કે વટસ્ય પત્રસ્ય પુટે શયાન બાલ મુકુન્દ મનસા સ્મરામિ.” બાલમુકુંદના શયનથી આ વૃક્ષ હજારો વર્ષ પર્યત પોતાનું બાલસ્વરૂપ ટકાવી રાખે છે. હજારો વર્ષ વીતવા છતાંય આ વૃક્ષના બાલસ્વરૂપમાં ફેરફાર દેખાતો નથી. બાલ સ્વરૂપનો અર્થ થાય છે વિકાસમાન પ્રક્રિયા. આ પ્રક્રિયાને અંગ્રેજીમાં Grouth કહે છે. આ વૃક્ષની પૂજા, છાયા, સ્પર્શ અને તેના સર્વ અવયવ પરોપકારી છે. તેના રોગ પ્રતિકારક અને રોગનાશક ગુણો વર્ણનાતીત છે. તે સ્વયં જીવંત છે અને જીવન અર્પનાર ગણાયું છે. કહેવાય છે કે બીલી, પીપળો તેમજ વડના અવયવોનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરવાનું; તેનું પૂજન કરવાનું; જો શ્રદ્ધાપૂર્વક મન બનાવવામાં આવે તો ડૉક્ટરોના દવાખાનાની દોડધામ ઓછી થઈ આરોગ્ય પ્રાપ્તિ કરી શકાય. આયુષ્યમાન બની શકાય છે. સંપત્તિવાન બની આ લોક તેમજ પરલોકમાં સુખનું સાધન મેળવી શકાય છે. આ રહ્યા તેના ચમત્કારિક પ્રભાવ : પિત્ત, દાહ, જવર, મધુરો જવર, મુળવ્યાધિ, જવરમાં દાહ, તૃષા, ઉલટી, કફ, યોનિદોષ, નખદંતવિષ, વિછીનું વિષ, પ્રમેહ, ગર્ભધારણ, કૃમિ, ધાતુપુષ્ટિ, આંખના ફુલ, અતિસાર, રક્તપિત્ત, મુખરોગ, મળ-મુત્ર બંધાઈ ગયા હોય. (આર્યભિષક) સુવિચાર પ્રકૃતિનો નિયમ : જ્યારે આદાનની ક્રિયા વધુ હોય અને વિસર્ગ ન્યૂન હોય ત્યારે વિકાસ વધે છે. આવક વધુ અને જાવક ઓછી હોય તો જેમ લક્ષ્મી વધે છે. તેમ જીવનીય તત્ત્વો ઉત્પન્ન થતાં હોય અને વપરાશ ન્યૂન હોય તે અવસ્થા બાલ્યાવસ્થા- યુવાવસ્થા કહે છે. આ તત્ત્વો ઉત્પન્ન ઓછાં થાય અને વપરાશ વધે ત્યારે જરાવસ્થા દેખાય છે. લક્ષ્મી આરોગ્ય-આયુષ્ય સુચવે છે. આ લક્ષ્મી શરીરમાં વિકસાવવા આદાન-વિસર્ગના નિયમો અનુસાર ઉદ્યમ કરવો જોઈએ. ૬૦. બિલ્વ વૃક્ષ (માહાભ્ય) સર્વેદના શ્રીસુક્તમાં એવું કહેવાયું છે કે આદિત્યવર્ણે તપસોધિજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોડથ બિલ્વ: તસ્ય ફલાનિ તપસાનુદન્તુ, મયાન્તરાયાશ્ય બાહ્યા અલક્ષ્મી." આ સંબંધે પુરાણમાં પણ બિલ્ય વૃક્ષ સાથે શ્રીલક્ષ્મીજીનો સંબંધ દર્શાવતું દષ્ટાંત આવેલું છે. શ્રીલક્ષ્મીજી બિલ્લવૃક્ષના રસરૂપે સ્વયં તે વૃક્ષમાં સન્નિહિત છે. તેમાં સુવર્ણ કણો હોવાને કારણે શ્રી વૃક્ષને કહે છે. બિલ્વ વૃક્ષના પાન મહાદેવજીને (૯૦) Page #148 -------------------------------------------------------------------------- ________________ ધરવામાં આવે છે. જલ અને બિલીપત્રથી અનાયાસ એક પારધી દ્વારા થયેલી મહાદેવજીની પુજા પણ ચમત્કારિક ફળ આપે છે તેનું ઉદાહરણ શિવમહાપુરાણમાં છે. બિલીના પત્રથી શિવપુજા માટે નો મંત્ર કહે છે કે त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिविघायुधं । त्रिजन्मपापसंहारमेक बिल्व शिवार्पणम् ॥ બિલ્વપત્રના મુળમાં જનાર્દન, મધ્યમાં બ્રહ્મા, અંતમાં રૂદ્ર અનેતળમાં સર્વદેવોનો વાસ છે. બિલીવૃક્ષની પ્રદક્ષિણા, પુજન, ઉછેર, તેમજ તેનું સેવન સર્વ રીત મંગળદાયી છે. તેની છાયા શીતળ અને આરોગ્યદાયક છે. વધુમાં વધુ પ્રાણશક્તિ આ વૃક્ષ પણ વાતાવરણમાં છોડે છે. લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે પુજાના ઉપયોગમાં જે પુષ્પો-પત્રો મહાદેવજીને અર્પણ કરાય છે. તેમાં બિલીપત્ર પણ છે. આ વૃક્ષનાં પાન, ફળ તેમજ મુળ અને છાલ બધુંજ અત્યંત ગુણકારી છે. પત્રનો સ્પર્શ અને ગંધ શોક, મોહ, દારિદ્રય, અપમૃત્યુ અને અલક્ષ્મી નાશક મનાયેલ છે. પાનનો રસ આરોગ્ય માટે ઘણો જ હિતાવહ છે. પાનને પકવી અરિષ્ટ બનાવી પીવાથી તે ઘણા રોગોમાં ઉપયોગી બને છે. બીલી મધુર, હૃદ્ય, તૂરી, ગુરુ, રુચિકર, દીપક, ઉષ્ણ, ગ્રાહક, રૂક્ષ, કડવી, તીખી તથા પાચક છે. ““બિલ્વે ભરણાદૂ વાભેદનાદુ વા” એમ કહેવાયું છે. તેના આયુર્વેદિક ગુણો નીચે પ્રમાણે છે. * 1. પાંદડા વાટી આંખમાં આંજવાથી નેત્ર રોગ મટે છે. 2. પાન જળમાં પકવી બનાવેલ અરિષ્ટ પીવાથી તાવ મટે છે. 3. પાંદડાનો અર્ક બાળકોના ઝાડા-કફને મટાડે છે. 4. તેના ફલ પૌષ્ટિક, લોહી સુધારનાર અને કબજિયાત દૂર કરનાર છે. 5. છાલનો ક્વાથ હૃદયની ઘખઘખાટ બંધ કરે છે. 6. ફલનો ગર્ભ લોહી બગાડ મટાડે છે. 1. છાયા પ્રાણદાયી છે. તદુપરાંત નીચેના રોગોમાં ઉપયોગી છે. આંખો દુખવી, શૂળ ઉપર, અજીર્ણ, લોહીવિકાર, ઝાડા ઉલટી, તાવ, બાળકોને થતો આમ, ગુલ્મવાયુ, મુત્રકુચ્છ, ત્રિદોષ, કફ, પિત્ત, વાયુ, કૃમિ, અમ્લપિત્તથી થતી ગળામાં બળતરા, બહેરાપણું, આમ, સંગ્રહણી, ધાતુપુષ્ટિ, રક્તાતિસાર, મોટું આવવું, મરડામાં લોહી જવું, ગર્ભિણીની ઉલટી, સર્વપ્રકારની ઉલટી, વિષમજ્વર, ધાતુપતન, બાળકોની સંગ્રહણી, મેદરોગ, અંગની દુર્ગધ દૂર થવા, સોજો, મલબદ્ધતા, કમળો, વિષુમિકા. (આર્યભિષક) * આપુ આયુષ્ય જ્યોતિ, જ્ઞાન, અને આરોગ્યવર્ધક હોઈ (આર્યભિષક) ભરણાદું કહેવું છે. અને અજ્ઞાન, અંધકાર, અલક્ષ્મી તેમજ અનારોગ્ય નાશક હોઈ ભેદનાદું કહેવાયું છે. (નિરૂક્ત) ૯૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૬૮. સૃષ્ટિની એશ્વરીય શક્તિઓ આ બ્રહ્માંડમાં જે સૃષ્ટિનું દર્શન આપણે કરી રહ્યા છીએ તેના સંચાલનમાં ત્રણ મૂળભૂત શક્તિઓ નજર સામે તરી આવે છે. આ ત્રણ શક્તિઓના અધિષ્ઠાતા તરીકે ત્રણ દેવોની ઉપાસનાનું માહાભ્ય હિન્દુ જીવનદર્શનમાં વિકસેલું છે. આ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા ગણાય છે. વિષ્ણુ પાલનકર્તા અને સંહારક શક્તિના દેવ તરીકે રૂદ્રની ગણના થાય છે. સૃષ્ટિ રચનાના દૃષ્ટાંતમાં એવું વર્ણન આવે છે કે જ્યારે આ સૃષ્ટિ જેવું કશું જ અસ્તિત્વમાં નહોતું ત્યારે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે એકમાત્ર દેવ સામ્બ સદાશિવ પરિબળ રૂપે વિદ્યમાન હતા. સૃષ્ટિ રચનાના હેતુથી શિવે સર્વપ્રથમ પોતાના વામ અંગમાંથી એક દિવ્ય ચૈતન્ય પુરુષ નિર્માણ કર્યો. આ વિષ્ણુ નામથી વિખ્યાત છે. તત્પશ્ચાત આ હેતુપૂર્તિ માટે શિવે પોતાના જમણા અંગમાંથી જેને પ્રકટ કરી આ વિષ્ણુના નાભિ કમળમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ તે પુરુષ બ્રહ્મા નામથી પ્રસિદ્ધ બનેલા છે. તદુપરાંત પોતાના હૃદયમાંથી જે એક અન્ય શક્તિ પરુષ નિર્માણ કર્યો તે રૂદ્રદેવના નામે પ્રસિદ્ધ છે. આ બધા દેવો ગણો કે શક્તિઓ એકમાત્ર શિવનાજ અંગભૂત તત્ત્વો છે. અને વિવિધ શક્તિઓના કારણે વિવિધ નામોથી ઓળખાઈ પૂજાય છે. બ્રહ્માના વિવિધ તપથી વિવિધ સૃષ્ટિઓ નિર્માણ થઈ વિરાટ વિશ્વ તરીકે ઓળખાય છે. આ ત્રણે દેવો પોતપોતાનું કાર્ય લાખો વર્ષથી સતત અવિરત પણે કર્યું જાય છે. જેના પરિણામે આ સૃષ્ટિતંત્ર પોતાનું ચૈતન્ય તત્ત્વ કાળ અબાધિત રીતે સાચવી રાખે છે. પ્રત્યેક સૃષ્ટિના જીવો કે પદાર્થોના કદ-સ્વરૂપ કે સ્થાનો બદલાયા કરે છે પરંતુ ઉત્પત્તિ-સ્થિતિ અને સંહારના ક્રમે ચાલતા આ સૃષ્ટિતંત્રની કાર્યશૈલીમાં કોઈ ખાસ અંતર કે ગતિરોધ ઉત્પન્ન થતો નથી. આ વિશ્વમાં જડ ગણાતી સ્થાવર સૃષ્ટિને પણ નિર્જીવ કેવી રીતે કહી શકાય ? આ સ્થાવર સૃષ્ટિઓ સર્જાય પણ છે. સ્થિતિબદ્ધ પણ રહે છે. અને સંહારની શક્તિનો શિકાર પણ બનતી હોય છે. ત્રણ ભાગ જળ અને માત્ર એક ભાગ માટીથી સર્જાયેલી આ પૃથ્વીને કેવળ પ્રલયકાળના ઉદાહરણ સિવાય જળ ગળી ગયું હોય એવો ઇતિહાસ મળતો નથી. આ સર્વ ઉત્પન્ન સૃષ્ટિઓ એકબીજાના વિધ્વંસક તરીકે નહીં પણ પુરકબળના સિદ્ધાંતને આધારે કામ કરતી જવામાં આવે છે. પરિવર્તનોની દૃષ્ટિએ જ્યાં જળ ત્યાં સ્થલ અને સ્થલના સ્થાને જળભંડારો પણ થયા કરે છે. પર્વતો અને પહાડો બને પણ છે અને તૂટે પણ છે. ધરતી શરીર પરના અબ્દની જેમ ઉપસી પણ આવે છે અને ખાઈ જેવા વિશાળ ખાડાઓ રૂપે પોતાના વિવિધ સ્વરૂપો પ્રકટ પણ કરે છે. જ્યાં ઘનઘોર વનસૃષ્ટિઓ સર્જાયેલી હોય છે ત્યાં ટાલ જેવા સફાચટ મેદાનો પણ બનતા રહે છે. નદીઓ જન્મે છે. વહે છે. દિશાઓ પણ બદલે છે Page #150 -------------------------------------------------------------------------- ________________ અને અંતે પોતાની કાર્ય લીલાઓ સમાપ્ત કરેલી પણ દેખાડે છે. ધરતી પર હિમવર્ષાના ખડકો પણ સર્જાય છે. વિખરાય છે. જલસ્ત્રોતો સરોવરોના રૂપે પ્રકટ પણ થાય છે અને અદશ્ય પણ થતા રહે છે. આકાશગંગાના ચિરંજીવ ગ્રહો પૃથ્વીની ભ્રમણ ગતિને લઈ જુદા-જુદા વિસ્તારોમાં જુદા-જુદા પ્રભાવથેત્રો પણ સર્જતા હોય છે અને આયુષ્ય-ક્ષય થયે ખરતા પણ હોય છે. સંક્ષિપ્તમાં સમીક્ષા કરતાં જણાશે કે પૃથ્વીજલ-વાયુ-આકાશ-અગ્નિ જેવા પંચભૂતોના તોફાની ચાબખાઓથી ઘણીવાર આ સૃષ્ટિતંત્ર હચમચી પણ ઉઠે છે; પરંતુ તેના સર્જક પરિબળો જેવા આ દેવોના નિયંત્રણનો પણ પરિચય કરાવે છે, આ બ્રહ્માંડમાં બ્રહ્માએ જે અનેક ગુણો અને શક્તિઓ ધરાવતી દૈવી અને આસુરી સૃષ્ટિઓ સર્જેલી છે તેનો ઇતિહાસ આપણા પૌરાણિક ગ્રંથો મહદ્અંશે વર્ણન કરે છે. - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણે દેવોની કાર્યશૈલીનો પરિચય કરાવતાં અનેક આખ્યાનો તેમજ તત્ત્વ-નિરૂપણની પદ્ધતિનાં લખાણોથી આપણું પ્રાચીન વાડ્મય સમૃદ્ધ રીતે ખેડાયેલું છે. શિવ મહાપુરાણમાં આપેલા વર્ણન અનુસાર સર્વપ્રથમ સૃષ્ટિની શરૂઆત વૃક્ષ-વનસ્પતિ સર્ગથી થયેલી છે. આ સૃષ્ટિમાં પણ ઉત્પત્તિ સ્થિતિ અને સંહારક શક્તિઓનું સર્વવ્યાપક તત્ત્વ વિદ્યમાન છે. તેથી આ કાર્યશક્તિઓની કાર્યશૈલીને સમજવા સૌપ્રથમ તેનાથી શરૂઆત કરીએ. આપણા ધર્મશાસ્ત્રોએ વૃક્ષોના પ્રતિનિધિ રૂપે અશ્વત્થ (પીંપળો) વૃક્ષને સ્વીકારી તેના દ્વારા વૃક્ષોના માહાભ્યને વ્યક્તિના ધર્મ (ફરજ) સાથે સાંકળી લીધેલ છે. લાખો વર્ષની રૂઢ થયેલ સામાજિક પરમ્પરાને કારણે અબોધમાં અબોધ માનવીથી લઈ મૂર્ધન્ય વિદ્વાન સુધી પ્રત્યેક હિન્દુ આ વૃક્ષના માહાત્મને સમજે છે. તેને પૂજે છે. દેવમંદિરો અને વસવાટના આસપાસના વિસ્તારોમાં તેને ઉછેરે છે. પાણી સીંચે છે. તેને કાપતો નથી. તેમજ તેના લાકડાને બળતણ તરીકે વાપરતો નથી. કેવળ યજ્ઞકાર્ય સિવાય તેના સૂકા લાકડાને પણ રોજિંદા બળતણમાં ન વાપરવાનો દઢ સંકલ્પ તેના પ્રત્યેના આદરભાવનો સૂચક છે. હિન્દુ તત્ત્વદર્શીઓએ ફક્ત પીપળાને જ નહિ પણ વૃક્ષ છેદનની પ્રવૃત્તિને એક અપરાધ ગણેલો છે. વૃક્ષ-ઉછેરને પુણ્ય અને છેદનને પાપકર્મોની યાદીમાં સમાવેશ કરેલો છે. અરે, એટલું જ નહીં પણ આ વૃક્ષોને પૃથ્વી પરનાં સ્વયંભૂ શિવલિંગ ગણેલાં છે. વૃક્ષ પૂજાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા તરીકે ગણાવેલી છે. આ વૃક્ષોનો સહારો લઈ પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ આરંભાયેલો છે. અનેક તત્ત્વદર્શી તેમજ પ્રજ્ઞાન પ્રણેતા નરરત્નોએ વૃક્ષ નીચે પદમાસન લગાવી જ્ઞાન-ગંગાનો સાક્ષાત્કાર કરેલો છે. એક એક પાંદડામાં વિષ્ણુનો વાસ સ્વીકારી આપણા પૂર્વજોએ મુક્તકંઠે વિષ્ણુની સ્તુતિ કરતાં ગાયેલું છે કે, "वटस्य पत्रस्यपूटेशयानम बालमुकुन्दम मनसास्मरामि." આમ તો વન-વગડાઓમાં આ વનશ્રી વિશાળ સ્વરૂપે પ્રકટ થયા જ કરે છે ૯૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ પરંતુ એક ફરજરૂપે ભાન કરાવતું આ સૃષ્ટિનું માહાભ્ય હિન્દુ જીવનદર્શનમાં પ્રસ્થાપિત અનેક સૃષ્ટિઓ પ્રત્યેના આદરભાવવાળા ઉત્કૃષ્ટ માનસને પ્રદર્શિત કરે છે. પ્રાર્થના મંત્રમાં ગવાયું છે કે, "मूलतो ब्रह्मरुपाय मध्यतो विष्णुरूपिणे अग्रत: शिवरुपाय अश्वत्थाय नमोनमः ॥" આ પ્રાર્થના મંત્રનો અર્થ એવો થાય છે કે વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં રૂદ્ર રહેલા છે. આ ત્રણે દેવોની કાર્ય-શક્તિઓ વૃક્ષમાં અદશ્યરૂપે સચવાઈ વૃક્ષના જીવનક્રમને વિકસાવે છે. અશ્વત્થ વૃક્ષનું નામ પાડી ગવાયેલી આ પ્રાર્થના હકીકતમાં તો નાના-મોટા સર્વ વૃક્ષ સમુદાયને સમાનપણે લાગુ પડે છે. વૃક્ષોના આ માહાભ્યને કારણે જીવનના અનેક પ્રસંગોમાં વૃક્ષોને પ્રાધાન્ય આપતા વિધિ-વિધાન હિન્દુ જીવન-દર્શનમાં સ્વીકારાયેલાં છે. હવે આ દેવોની કાર્યશક્તિઓની વૃક્ષ પર થતી અસરોનું વિશ્લેષણ કરીએ. સૌ જાણે છે કે વૃક્ષનું સર્જન મૂળ મારફતે જ થાય છે. સંસ્કૃતમાં કહેવત છે કે, “નાતિમૂનો તોશાવા’ વૃક્ષનું સર્જક પરિબળ તેના મૂળમાં જ સંગ્રહાયેલું છે. મૂળ આદાન ક્રિયાનું કામ કરે છે. આ ક્રિયા વિના ઉત્પત્તિ સંભવિત જ નથી. ઉત્પન્ન કરવાનું કાર્ય મૂળ પર નિર્ભર હોઈ તેના મૂળમાં બ્રહ્મા રહેલા છે એવો નિર્દેષ છે. જો બ્રહ્માની સર્જક શક્તિ મૂળમાં ન રહેલી હોય તો વૃક્ષની ઉત્પત્તિ અને સ્થિતિ સંભવે જ કેવી રીતે ? મૂળની આ શક્તિના સંદર્ભમાં જ કહેવાયું છે કે “મૂલતો ब्रह्मरुपाय' મૂળ પછીનો વૃક્ષનો મધ્યભાગ થડ છે. વૃક્ષને ઉપયોગી તમામ જીવનરસો વૃક્ષની ટોચ સુધી પ્રસરાવી તેને પોષણ દ્વારા જીવતદાન આપવાનું કામ આ મધ્ય ભાગ જ કરે છે. સમગ્ર વૃક્ષના ચૈતન્યને ટકાવી રાખવાનું, તેના અસ્તિત્વને બલવત્તર બનાવવાનું તેમજ વિકાસની તકો પ્રદાન કરવાનું સામર્થ્ય પોષણકાર્ય વિના સિદ્ધ ન થઈ શકે. વૃક્ષની સમસ્ત સંપત્તિનો આધાર સ્તંભ આ ભાગ પર અવલંબતો હોઈ આ મધ્ય ભાગની કામગીરી ધ્યાનમાં રાખી કહેવાયું છે કે “મધ્યતો વિપિને' હવે વૃક્ષના અંતિમ એવા અગ્રભાગની કામગીરીનું અવલોકન કરીયે. આ અગ્રભાગમાં શિવના અંગમાંથી સર્જાયેલી રુદ્રની સંહારક શક્તિ પણ પોતાની જવાબદારી એટલી જ સક્રિયતાપૂર્વક અદા કરે છે. આ અગ્રભાગમાં આવેલા પાંદડા, પુષ્પો અને ફળો તેના યથોચિત કાળે ખરી ખરીને નાશ પામતાં જ હોય છે. વૃક્ષના અગ્રભાગમાં વ્યાપ્ત આ સંહારક શક્તિ જ વૃક્ષની ચૈતન્યક્ષમતા અને સર્જકક્ષમતા ના કાર્યને મદદરૂપ થઈ પડે છે. આ વિસર્ગ બળને આધારે વૃક્ષ નવયૌવન અને નવસર્જનની ક્ષમતા સિદ્ધ કરી શકે છે. પુષ્પો, પાંદડા અને ફળો જો આ સંહારક શક્તિના યોગે વૃક્ષથી વિખુટા પડી નાશ ન પામતાં હોય તો તેના નવયૌવન અને ૯૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ નવસર્જનની પ્રાકૃતિક ક્ષમતા મળે જ ક્યાંથી ? વાસ્તવિક સત્ય એ છે કે આ સંહારનું તત્ત્વ વિનાશ માટે નહીં પણ વિકાસ માટે ઉપકારક છે એવું પ્રતિપાદન આ સંહારક શક્તિ સિદ્ધ કરે છે. ઘણા, વિવેચકો આ સંહારક શક્તિના તત્ત્વને કારણે રુદ્રને એક અમંગળ દેવ ગણે છે પરન્તુ વૃક્ષના આ ઉદાહરણથી સિદ્ધ થાય છે કે સંહારક શક્તિ અમંગળ ઉત્પાદક તરીકે નહીં પણ મંગળપ્રદ અર્થ સિદ્ધિ માટે જ પ્રયોજાયેલી છે. આ સંહારક શક્તિને કારણે તમામ સજીવ સૃષ્ટિઓની અજરતા-અમરતા યથાવત યૌવન ટકાવી શકે છે. માટે વૃક્ષના અગ્રભાગમાં દેવોના પણ મહાદેવ શિવનું મંગળકારી સ્વરૂપ બિરાજમાન છે. તેથી કહેવાયું છે કે, ‘અગ્રત: શિવરુપાય' મૂળથી લઈ ટોચ સુધીના વૃક્ષના તમામ અવયવો મનુષ્ય માટે એટલા બધા ઉપકારક છે કે જેનો મહિમા વર્ણનાતીત છે. આ વૃક્ષો મનુષ્યના સમતોલ આહાર માટેના છ એ છ રસોનું ઉત્પાદન કરે છે. તેનાં મૂળ, છાલ, પાંદડા, પુષ્પો, ફળો અને લાકડાસહિત તમામ અંગોની ઉપયોગિતા તો જગપ્રસિદ્ધ હકીકત છે. પુષ્પોમાંથી રસ ગ્રહણ કરી મધમાંખીઓ મધપુડા તૈયાર કરે છે. થડોમાંથી ઝરતા રસો આપણને ગુંદર આપે છે. વૃક્ષ-વનસ્પતિ સૃષ્ટિમાંથી જ આપણા વસ્ત્રો બને છે. મનુષ્યની લગભગ સો ટકા જરૂરિયાતોનો કાચો કે પાકો પુરવઠો આ સૃષ્ટિમાંથી જ મળે છે. લોહ, સુવર્ણ અને તમામ ધાતુઓના જીવન્ત રસો પણ તેની પેદાશોમાંથી ખોરાકરૂપે આપણા શરીરને મળે છે. શરીરને બળ, આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ માટે આ સૃષ્ટિનો ફાળો અજોડ છે. આહારના સર્વોત્તમ પદાર્થોની ભેટ તે મનુષ્યને બક્ષે છે. શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા માટે યોગ્ય રસ-રસાયણોનું સર્જન કરી દ્રવ્યોરૂપે આપણને કુદરતી ભેટ પ્રદાન કરે છે. રોગ નિવારણના ઔષધો તૈયાર કરી મનુષ્યને જીવતદાન પણ આપે છે. સૂર્યના પ્રખર તાપના કિરણો સ્વયં ઝીલી ધરતી અને તેના બાલુડાઓને આલ્હાદક શીતળતા આપે છે. આકાશમાંના મેઘ સમુદાયને આકર્ષી ધરતીને શુદ્ધ જલપાનથી તૃપ્ત કરવાનું તેમજ મેઘની પ્રચંડ ધારાઓથી ધરતીના થતા ધોવાણને અટકાવવાનું બેવડું કાર્ય આ સૃષ્ટિ બજાવે છે. આ વૃક્ષો-વનસ્પતિની સૃષ્ટિ ધરતી અને તેના પરના જીવોને સજીવ શક્તિનું દાન પણ પ્રદાન કરે છે. તે પોષણ કુદરત પાસેથી મેળવે છે પણ પ્રદાન જીવસૃષ્ટિને કરે છે. જીવસૃષ્ટિ તેને આપતી કશું જ નથી ફકત લીધે જ કરવાનું લ્હેણું બતાવે છે. ઘણા વિસ્તારોમાં કે જ્યાં ધરતી લૂખી બની સૂકી રેતના ઢગલાઓ સર્જે છે તેનું કારણ આ સૃષ્ટિની અનુપસ્થિતિ જ વરતાય છે. એવા અનેક દશ્યો હાલના યુગમાં જોવા મળે છે કે મનુષ્ય પોતાની મન કલ્પિત સુખ-સુવિધાઓ ખાતર આ સૃષ્ટિનો કચ્ચરઘાણ કાઢી ધરતીને નાગી-પૂગી બનાવી છે અને તેના પર સીમેન્ટ કોંક્રિટના ૯૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ શુષ્ક અરણ્યો ઊભા કર્યા છે, પરિણામે તે વિસ્તારોમાં ધરતી લુખી અને રસહીન બની છે. સૂર્યના કિરણોથી ગરમીનો પારો ઊંચા તાપમાને પહોંચ્યો છે. વૃષ્ટિનું પ્રમાણ ઓછું તેમજ અસંતુલિત બનેલું છે. ધરતીના ભૂગર્ભ જલસ્તરો નિરંતર નીચે ને નીચે ઉતરતાં જાય છે. ગ્રામ્ય વિસ્તારો કે વનવિસ્તારોમાં જ્યાં આ વનસૃષ્ટિ પૂરબહાર ખિલેલી હોય છે ત્યાંનું તાપમાન ગરમીના દિવસોમાં પણ મન બહેલાવનારું રહેતું હોય છે. ગ્રીષ્મની પ્રચંડ ગરમીમાં પણ ઠંડા હવામાનનો અનુભવ કરાવવામાં જો કોઈ સૃષ્ટિ સમર્થ હોય તો તે વૃક્ષોની છે. આ સૃષ્ટિ આંખને આનદ અને ઠંડક આપે એવી મનોહર હરિયાળી ચાદર ધરતી પર બિછાવી ધરતીના પ્રાકૃતિક સૌન્દર્યની સજાવટ કરે છે. વૈજ્ઞાનિક વિશ્લેષકોનું મંતવ્ય છે કે એક લીમડાનું વૃક્ષ ગ્રીષ્મઋતુમાં બે એરકન્ડીશન બોક્સ જેટલી શીતળતા વાતાવરણમાં પ્રસરાવે છે. આ સૃષ્ટિના કારણે વાયુમંડળમાં પ્રાણશક્તિ વિકસે છે. પ્રાણઘાતક વાયુ તત્ત્વોનો સંહાર થાય છે. ભગવાન શિવના સંબંધમાં એક એવું દષ્ટાંત આવે છે કે જ્યારે સમુદ્રમંથનમાંથી હલાહલ વિષ બહાર નીકળ્યું ત્યારે દેવોની પ્રાર્થનાથી મહાદેવે આ વિષને પોતાનામાં ધારણ કરી સમગ્ર અન્ય સૃષ્ટિઓને ઉગારી લીધી છે. સ્વયં વિષપાન કરી સમગ્ર સૃષ્ટિને અમૃત પ્રદાન કર્યું છે. આ વૃક્ષોને સ્વયંભૂ શિવલિંગ એટલા માટે કહેવામાં આવ્યાં છે કે તેઓ વાતાવરણમાં ઉત્પન્ન વિષ તત્ત્વને પોતાનામાં ધારણ કરી અમૃત સમાન પ્રાણવાયુ તેમજ અમૃત ઉત્પન્ન કરનારા ખાદ્ય પદાર્થોને સર્જી વિશ્વને ભેટ ધરે છે. આ પદાર્થોથી વિશ્વના તમામ જીવો અને સૃષ્ટિ સંચાલનમાં દૈવી પરિબળોને પોષણ મળે છે. આ સૃષ્ટિ સંચાલનના વિવિધ દૈવી પરિબળોનું સંચાલન શક્તિસ્રોત એકમાત્ર શિવશક્તિ છે. માટે શિવના સ્તુતિ-સ્તોત્રોમાં ગાવામાં આવ્યું છે કે “સર્વ મંત્ર માંજો शिवे सवार्थसाधिके' વૃક્ષોના આ અમુલ્ય માહાભ્યને અનુલક્ષીને હિન્દુ જીવનદર્શનમાં કોઈને કોઈ વૃક્ષને, વૃક્ષના પાંદડાઓને, તેના પુષ્પોને, તેમજ ફળોને ધાર્મિક દૃષ્ટિકોણનો ઓપ આપી બિરદાવવામાં આવેલ છે. પવિત્રતાના અમીરસનું તેમાં સંપુટ પ્રદાન કરી વૃક્ષને પણ વંદન કરવાનો વિધિ દર્શાવેલો છે. માટે જ કહેવાયું છે કે, “ગરવત્થાય નમોનમ:' બ્રહ્મા-વિષ્ણુ-મહેશની આ ત્રણ અલગ-અલગ શક્તિઓના સ્વરૂપ દ્વારા એક માત્ર શિવ સમગ્ર સૃષ્ટિઓનું સંચાલન કાર્ય જે રીતે બજાવે છે તે કાર્યોના અનુસંધાનમાં તાત્વિક વિવેચના પણ પ્રાસંગિક છે. સામાન્ય નજરે ઘણાને ગપગોળા જેવું લાગે કે શિવે પોતાના જમણા અંગમાંથી બ્રહ્માને પ્રકટ કરી વિષ્ણુની નાભિમાં સ્થાપિત કર્યા. પણ આ તો તત્ત્વ વિવેચનાનો એક સાહિત્યિક પ્રકાર છે. મૂળ ગહન મુદ્દાઓને જન- સામાન્ય માનસ સુધી સ્પર્શાવવા સાહિત્યક્ષેત્રે આવા ઉદાહરણોનો કોઈ તોટો નથી. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રીર વિજ્ઞાન ખુદ પ્રકાશ પાડે છે કે તેનું જમણું અંગ ઉત્પાદકશક્તિ અને ડાબું અંગ પોષણ શક્તિનાં કાર્યો સંભાળે છે. શરીરને પોષણ શક્તિ આપનાર ડાબા અંગમાં હૃદય આવેલું છે. અને આ હૃદયકમળમાં પોષણના નિયંતા દેવ વિષ્ણુ બિરાજમાન છે. શરીરના નિભાવ માટેની ઊર્જા-ઉષ્મા તેઓ ત્યાંથી નખથી ચોટી સુધી પ્રસારે છે. શરીરના જમણા અંગોના કાર્યો દ્વારા ઉત્પાદન થતી ઉત્પાદક શક્તિની છેલ્લામાં છેલ્લી ઉર્જાધાતુ વીર્ય છે. આ સર્જક શક્તિ છે. એક શ૨ી૨માંથી બીજું ઉત્પન્ન કરવાની સર્જકક્ષમતા આ ધાતુ ધરાવે છે અને શિવે તેને જમણા અંગમાંથી ઉત્પન્ન કરી ડાબા અંગમાંથી ઉત્પન્ન કરેલ વિષ્ણુની નાભિમાં સ્થાન આપ્યું છે. વીર્યનું સંચય સ્થાન નાભિપ્રદેશ છે. નાભિનું આ અમૃત સર્જન ક્ષમતા ધરાવે છે. શરીરની પોષણ અને ઉત્પાદક શક્તિઓ ભલે જમણા-ડાબા અંગોનું કાર્ય હોય પરંતુ સમગ્ર શરીરનું નિયંત્રણ તો અંતરિક્ષમાં રહેલા શિવ દ્વારા જ થાય છે. અંતરિક્ષ એટલે મસ્તક. સૌથી ઉપરનું સ્થાન. સૌથી ઉ૫૨ની શક્તિને જીવ કહેવામાં આવે છે. આ જીવ સમગ્ર શરીરનું નિયંત્રણ કરે છે. શરીરના વિભિન્ન અંગોને કાર્યો કરવા પ્રેરે છે. આ અંગે ઉપનિષદમાં મંત્ર આવે છે કે, " વેદો ફેવાલય પ્રો: સીવ: જેવત શિવ: ।'' त्यजेदअज्ञाननिर्माल्यं सोहमभावेन पूजयेत ॥ આનો અર્થ સ્પષ્ટ છે કે દેહ એ જ દેવાલય છે. તેમાં જીવ એજ શિવ કહેવાય છે. વ્યાપ્ત અજ્ઞાનને નિર્માલ્ય ગણી કાઢી નાંખી હું એ જ શિવ છું તેવા ભાવથી શિવની પૂજા કરવી. આ અજ્ઞાન એટલે મોહ-માયા અને મમતાના તામસગુણો ૨જો ગુણ અને તમોગુણ. ભેદદૃષ્ટિ. સૃષ્ટિ રચનાના સિદ્ધાંતની દૃષ્ટિએ ઉત્પન્ન અને પોષણ કરનાર શક્તિઓ મંગળ છે; અને સંહારક શક્તિ અમંગળ છે તેવો ખ્યાલ ખોટો છે. રચનાના આ રહસ્યને સમજવાથી સંહારનું પ્રયોજન વિનાશ માટે નહીં પણ વિકાસલક્ષી છે તે સુત્ર સમજાશે. શિવ તો કલ્યાણસૂચક છે. કલ્યાણ કરનાર શક્તિ કદી અમંગલ હોઈ શકે જ કેવી રીતે ? કેવળ સર્જન અને પોષણશક્તિ કલ્યાણકારી સિદ્ધ થઈ શકે નહીં જ્યાં સુધી તેમાં સંહારનું તત્ત્વ ભળે નહીં. સમગ્ર જીવસૃષ્ટિ જેમાં વૃક્ષ-વનસ્પતિ સૃષ્ટિનો પણ સમાવેશ છે; આ તર્કની પુષ્ટિ કરે છે. અરે, નિર્જીવ દેખતી જડસૃષ્ટિ પણ આ નિયમને જ અનુસરે છે. હિમાલયમાં જો બરફના થરો જામતા જ હોય. પીગળીને તેનો સંહાર જ ન થતો હોય તો પ્રતિવર્ષ હિમાલય અને તેના શિખરો માત્ર ઉંચાઈ જ વધારતા રહે.આ ઉંચાઈ ક્યાં જઈને અટકે તે ખ્યાલ કલ્પનાતીત બની રહેશે. વૃક્ષના નવયૌવન અને નવસર્જનની શક્તિ તેની સંહારક શક્તિની યોજના સાથે જ જોડાયેલ છે. એક વાર ઉત્પન્ન થયેલાં એના એજ પાંદડા, પુષ્પો અને ફળો co Page #155 -------------------------------------------------------------------------- ________________ એની એજ સ્થિતિમાં સદા-સર્વદા લટક્યા કરે તો વૃક્ષ ન તો યૌવન પ્રાપ્ત કરી શકશે ન નવું સર્જન. નાશની સંહારક શક્તિના યોગે તેને નવયૌવન તેમજ નવીન પુત્રપૌત્રોને નિર્માણ કરવાની મહાન શક્તિ પ્રાપ્ત થાય છે. ઉત્પત્તિ-સ્થિતિ અને સંહારની ત્રણે શક્તિઓ વિકાસલક્ષી અને મંગળદાતા છે. નિત્ય નવીનતા અને પ્રફુલ્લતાના તત્ત્વોથી સૃષ્ટિને સજાવવા આ ક્રમ ઘડાયેલો છે. મનુષ્ય પોતાની સૃષ્ટિ માટે લખ્યું છે કે “માધુર્નતિ પ્રતિદિન પ્રતિક્ષ.” કેટલી સુંદર ઉક્તિ આ છે. પ્રકૃતિનાં અર્થોપદેશથી આ ઉક્તિ ભરેલી છે. આયુ. એટલે જ ઉત્પન્ન થાય છે. આ અભિવૃદ્ધિનો રસ પણ મનુષ્ય શરીરમાં કેવલ ઉત્પન્ન જ થયા કરે. ઉત્પનથી પોષણ ભલે મળે. પરંતુ પ્રતિદિન પ્રતિક્ષણ નાશની વ્યવસ્થા જો ન હોય તો શરીરની દુર્ગતિની કલ્પના પણ રોમાંચ ખડા કરશે. એક સીધી સાદી વાત બધા જાણે છે કે કુવાના પાણીના ઉત્પન્ન જલસ્રોત ત્યારે જ સ્વચ્છ રહી શકે જ્યારે પાણી યથોચિત માત્રામાં ઉલેચાતું હોય. વપરાશ વિના ઉત્પન્નનો અર્થ પણ શો ? વપરાશ વિનાનું બંધિયાર પાણી પ્રદૂષણોનું જન્મસ્થાન બને છે. બાલ્યાવસ્થા યુવાની અને જરાવસ્થાનો અભ્યાસ કરવાથી જીવનનો મર્મ સમજાઈ જશે. એક વેપારી પેઢી પણ આ એકજ નિયમથી કામ કરી શકે છે. પેઢીમાં પણ જો આવક કરતાં (પેદાશ) જાવકનું સિંહાર) પ્રમાણ વધવા લાગે તો પેઢી સમાપ્તિની દિશામાં પહોંચશે. મનુષ્ય શરીર રચનામાં જરાઅવસ્થાને સંહારની દિશા ગણવામાં આવે છે. જો આ જરાવસ્થાને દૂર રાખવી હોય તો કુદરતના સર્ગ અને વિસર્ગના નિયમાનુસાર જીવનક્રમ ગોઠવવો પડશે. બાલ્યાવસ્થા અને યુવાની સમયે એટલે કે લગભગ એકવીસ વર્ષની ઉંમર સુધી જે શારીરિક ક્ષમતા મેળવાય છે તેનું કારણ ઉત્પન્નનું પ્રમાણ વિશેષ છે અને વપરાશનું પ્રમાણ નહિવત છે. ત્યારબાદ ભોગના માર્ગથી ઉત્પન્નના અવેજ કરતાં વપરાશ વધતો જાય છે. આ ગાળો વધતો-વધતો શરીરને જરાવસ્થાની દિશામાં ખેંચી જાય છે. ઉત્પન્ન વધુ અને અને વપરાશ સંયમિત રહે એવી જીવન પદ્ધતિ હિન્દુ જીવનદર્શનમાં સંકલિત છે. ઉત્પન્ન અને નાશ વચ્ચેનો જે તફાવત છે તે સ્થિતિ સર્જે છે. સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા આપણા પૂર્વજોએ વયં સ્થિરત્વની પ્રાર્થના ગાયેલી છે. વયને સ્થિરત્વ પ્રદાન કરવાના ઉપાય સુચવેલા છે. વીર્ય ઉત્પન્ન કરવા અને તેના સંરક્ષણથી વયને સ્થિર બનાવવાની ઉપાસનાને બ્રહ્મચર્યોપાસના કહે છે. આ ઉપાસના વિના જીવ જીવ જ રહી ભટકશે પરંતુ શિવ સ્વરૂપ નહીં બની શકે. દેહ રૂપી દેવાલયમાં શિવને પ્રકટ કરવા જીવને કેળવણી આપી કેળવવો પડશે. શિવ માટે કહેવાયું છે કે, “તેડમિન સર્વ તિ શિવ'' જે સર્વ શક્તિઓને પોતાની અંદર સમાવેશ કરે છે તે શિવ. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૬૯. અવતારવાદ : એક હિન્દુ અવધારણા અવતારનો પર્યાય શબ્દ જન્મ થાય છે. જન્મથી જ જીવન પ્રારંભ થાય છે. જીવન આચરણથી વ્યક્ત થાય છે. એક સુનિયોજિત સમાજ રચનાના કાર્ય માટે સુવિચારીત જ્ઞાન અને આચારની જે પરિપક્વ પરિપાટી હોય છે તેને જીવનદર્શન કહે છે. કર્મ ફળના સૈદ્ધાત્તિક પાયા પર રચાયેલા હિન્દુ જીવનદર્શનમાં અન્ય અનેક મહત્ત્વપૂર્ણ અવધારણાઓ પૈકી અવતારવાદ એક કરોડરજ્જુ સમાન અવધારણા છે. હિન્દુ જીવનદર્શનની ધારણા અનુસાર કર્મ અને કામનાઓ જન્મ તેમજ જીવન નિર્માણની દિશા નક્કી થવામાં આધારભૂત યોગદાન આપે છે. માટેજ હિન્દુ માનસમાં એક દઢ માન્યતા પ્રવર્તે છે કે જેવું ચિત્ત બને છે. એવું જ કર્મ સંભવે છે. અને જેવું કર્મ બને છે એવું જ ફળ મળે છે. ગીતામાં કર્મફળ યોગનો સિદ્ધાન્ત સ્પષ્ટ અને સરળ રીતે વર્ણવેલો છે. સરસ્વતી પ્રકરણમાં આવેલા ઇતિહાસોમાં જે જીવનદર્શનના માર્ગદર્શક સિદ્ધાન્તો સચવાયેલા છે તેની સમજથી શૂન્ય માનસમાં તેમાંની કેટલીક વાતો અત્યંત અટપટી માલુમ પડે તેવી છે. એવી કેટલીક માન્યતાઓ હોય છે, જે, જે તે સિદ્ધાન્તો સાથે સંકળાયેલ હોય છે. આ સિદ્ધાન્તોના રહસ્યને જાણવાના અભ્યસ્ત મન વિના આ વિષયોના ભેદ ઉકેલવાની વાત આકાશકુસુમવત જેવી લાગે છે. મુળભૂત તત્ત્વોના વિષયો એટલા સરળ નથી હોતા કે અખબાર વાચનની જેમ આંખો ફેરવી લેવાથી તે મનમાં ઠસી જાય. હિન્દુ જીવનદર્શનના ચિન્તનમાં અવતારવાદ પણ એક એવો મૌલિક રહસ્યમય સિદ્ધાન્ત છે જે હિન્દુ માનસની અવધારણા સાથે જોડાયેલ છે. કોઈપણ સમાજમાં વ્યાપ્ત અવધારણાઓને સમજવા માટે તેના આધારભૂત રહસ્યોનું જ્ઞાન મેળવવું જરૂરી બને છે. તેમાં સચવાયેલા ચિંતનનું પણ ચિંતન કરવાનો અભ્યાસ કેળવવો પડે છે. અનેક એવા અજ્ઞાત સિદ્ધાંતોના વિષયો રહેલા છે જે આપણા અજ્ઞાત મનમાં માત્ર વાચનની પ્રક્રિયાથી સમજમાં બેસી શકે તેમ નથી. આવા વિષયોને સમજવા વાંચન સાથે મનન ચિંતન અને નિદિધ્યાસનપૂર્વકના અધ્યયનની જરૂર રહે છે. વ્યસ્ત મનને વિષયાનુરાગી બનાવી ઊંડા ચિંતનમાં કેન્દ્રિત કર્યા સિવાય ગૂઢ વિષયોમાં વશિત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. મહાભારતના કાળખંડમાં જે નિષ્ઠા અને પુરુષાર્થ સાથે શ્રીકૃષ્ણ અધર્મ સાથે સંઘર્ષ કરીને ધર્મના પુનરુત્થાન માટે જે પ્રવૃત્તિ કરી હતી, તે સૌ જાણે છે. શ્રીકૃષ્ણના આ પ્રવૃત્તિમાર્ગ પાછળ તેમની મનોકામનાઓનું સંકલ્પ બળ જ ઉદ્યમશીલ હતું. કર્મના અનુષ્ઠાનને કામનાઓનું બળ જ ગતિ પ્રદાન કરે છે. કર્મથી જીવનની દિશા કિંડરાય છે. એક પૂર્ણ પુરુષોત્તમ તરીકે શ્રીકૃષ્ણનું જીવન હિન્દુ માનસ માટે માર્ગસ્રષ્ટા બન્યું છે. આ કાળખંડમાં ધર્મ અને અધર્મના સિદ્ધાન્તોના સંઘર્ષ વચ્ચે વહેંચાયેલા Page #157 -------------------------------------------------------------------------- ________________ જનસમાજનું જે ભયાનક ચિત્ર શ્રીકૃષ્ણ સ્વયં નિહાળ્યું છે, તેના સંબંધમાં શ્રીકૃષ્ણ ગીતામાં ઉદ્ઘોષ કરેલો છે કે, “વલા યા શ્રી ધર્મણ...'' શ્રીકૃષ્ણનો આ ઉદ્યોષ અવતારવાદના તેમના અંતરાત્માની પુષ્ટિ કરે છે. શાસ્ત્ર વચનાનુસાર જે જે કામનાઓ મનમાં સંગ્રહાય છે તે તે દિશામાં મનુષ્યનું મન ગતિ કરવા પ્રેરાય છે. મનની ગતિ પ્રમાણે કર્મનું અનુષ્ઠાન રચાય છે. કર્મના અનુષ્ઠાનના આધાર પર ફળ વિન્યાસનું ક્ષેત્ર રચાય છે. કર્મનો ઉત્તરાધિકારી જીવ ગણાય છે. પ્રવર્તમાન કાયદાઓમાં પણ ખૂન જેવા કૃત્યો માટે ખૂની માનસને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. ખૂન જો જીવતો પકડાયો હોય તો જ તેને ફાંસીએ ચઢાવવામાં આવે છે. જો તે મૃત અવસ્થામાં મળી આવેલો હોય તો તેના દેહને કોઈ સજા કરવામાં આવતી નથી. આ કાયદાઓનો સ્પષ્ટ અર્થ એ જ સુચવે છે કે દેહ નહીં પણ કર્મની સજા ભોગવવા તેનો જીવ જ જવાબદાર છે. મૃત દેહને કોઈ કાંકરી પણ મારતું નથી. મૃતદેહને સજા કરવાનું માનસ હિન્દુ માનસ નથી. હિન્દુ જીવનદર્શનમાં કર્મફળ ભોગવવાના હેતુ-સેતુ પર અવતારવાદ નિર્માયેલો છે. કર્મફળના ભુક્તાન માટે જન્મ- જન્માંતરવાળા આ સંસારનો આડંબર રચાયેલો છે. અવતારવાદની આ અવધારણાથી સંકલિત અવતાર અને અવસાનનો સિલસિલો ગોઠવાયેલો છે. એટલા માટે જ દાર્શનિકોએ સંસારને ચલા-ચલીનો ખેલ એવું નામ આપ્યું છે. આ અવધારણાની પરિભાષામાં મૃત્યુ એ તો માત્ર વણતર છે. જીવાત્માને સંચિત કર્મફળોને ભોગવવા વિવિધ ભિન્ન વર્ગો (દેહ) ને પણ ધારણ કરવા પડે છે. અવતાર એટલે જન્મની રચનામાં કેવળ મનુષ્યો, પ્રાણિયો કે નાનામોટા વિવિધ જીવજંતુઓનો જ સમાવેશ થાય છે એવું નથી. પણ પ્રત્યેક દશ્ય પદાર્થ આ નિયમથી બદ્ધ છે. વૃક્ષ- વનસ્પતિ, નદી, સરોવર, ઝરણાં અને અરણ્યો સુદ્ધાં તમામ દશ્ય પદાર્થોનાં પરિબળો આ નિયમના સંવિધાનમાં સમાવિષ્ટ છે. આ તમામ દશ્ય પરિબળો નિર્માણ અને નાશની પ્રક્રિયા સાથે સુસંકલિત છે. જે માટીમાંથી સજીવ જીવોનો જન્મ થતો અનુભવવામાં આવે છે એ માટીના સંયોજનોમાંથી જ નિર્જીવ જેવા દેખાતા તમામ પદાર્થો સર્જાય છે. ભૂમિ પર દેખાતા કોઈ પણ પદાર્થો ભૂમિના અધિષ્ઠાન વિના જન્મ લેતા જ નથી. તેમનો જન્મ સંભવિત જ નથી. ભૂમિના અધિષ્ઠાનથી જેમ તાંબુ, ચાંદી, સોનું, લોખંડ વગેરે પદાર્થો આપણે પ્રાપ્ત કરીએ છીએ, જેને આપણે નિર્જીવ ગણીએ છીએ, તેના અંશો પણ વનસ્પતિ ફળો અને અન્નવર્ગમાં સમાવાયેલા હોય જ છે. દશ્ય પદાર્થો તરીકે જેની ગણનાં આપણે નિર્જીવ તરીકે કરેલી છે તે પદાર્થોના જ અંશો શરીરમાં જીવંત કોષો તરીકે કામગીરી બજાવે છે. જો આ પદાર્થોનો મુળ ગુણધર્મ નિર્જીવ જ હોય તો જીવંત કોષ તરીકે સક્રિય ભૂમિકા શરીરમાં ભજવી શકે જ કેવી રીતે ? ધાતુઓમાંથી ઉત્પન્ન ૧00 Page #158 -------------------------------------------------------------------------- ________________ રસો તેમજ પર્વતોત્પન્ન જેવા શિલાજિત પદાર્થો પણ જીવંત શુક્રાણુઓ ઉત્પન્ન કરી શરીરના આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ કરવા સહાયભૂત બને છે. શાસ્ત્ર મતાનુસાર સજીવ અને નિર્જીવની માન્યતા આધારહીન છે. અવાસ્તવિક છે. પ્રાકૃતિક પરિસ્થિતિનો અભ્યાસ કરતાં જણાશે કે માટીમાંથી ઈટનો જન્મ થાય છે. ઈટોમાંથી ભવનનો જન્મ થાય છે. પણ આ ઈટ તેમજ ભવનને પણ ઉત્પત્તિસ્થિતિ અને લયનો સિદ્ધાન્ત લાગુ પડે છે. એક એવો પણ સમય આવે છે કે નિર્માણ થયેલ નવીન ભવન પણ જીર્ણશીર્ણ બની ઘસી પડે છે. નવી ઈટ પણ રોટું બની જઈ આખરે ચૂર-ચૂર થઈ માટીમાં જ વિલિન થઈ જાય છે. ઈટનો જન્મ સ્વ સાર્થ માટે નહીં પણ પરોપકાર માટે છે. ભવનનો જન્મ પણ બીજાના માટે છે. ભવનમાં વપરાતી કોઈ પણ ચીજ સ્વસ્વાર્થ માટે તેમાં સામેલ નથી. પરોપકાર માટે જ તેઓ જીવે પણ છે અને આયુષ્ય પૂર્ણ થયે પ્રકૃતિની ગોદમાં સમાઈ પણ જાય છે. સૃષ્ટિના તમામ દશ્ય પદાર્થો પરોપકારના હેતુ પુરત્સર સર્જાય પણ છે અને કાર્યમાં પ્રયોજાય પણ છે. યોજાય પણ છે. અરે ખૂદ મનુષ્ય પણ જે પરિશ્રમ અને પુરુષાર્થ ખેડે છે. તેમાંથી પ્રાપ્ત ભોગ્ય પદાર્થોમાં તેના કરતાં અન્યોને ભોગવવાનો ફાળો સિંહફાળો હોય છે. -વનસ્પતિ, માટી, પર્વત, નદી, સરોવર પશુ-પક્ષીઓ બધાજ પરોપકાર માટે જીવે છે અને પરોપકાર માટે જ મરે પણ છે. સમસ્ત દશ્ય પદાર્થો માટે અવતાર અને અવસાનનો આ ક્રમ સંસારને સદાય હરિયાળી અને નવજીવનથી ભર્યોભાદર્યો રાખે છે. આ અવધારણા એક વૈજ્ઞાનિક પરિપાક રૂપે હિન્દુ જીવનદર્શનમાં પ્રસ્થાપિત છે. હિન્દુ જીવનદર્શન સાથે સંકલિત આવી અવધારણાઓના સિદ્ધાંતોનો આત્મા સાક્ષાત્કાર કર્યા સિવાય સમજવી મુશ્કેલ રહે તે સ્વાભાવિક છે. ખૂદ સરસ્વતીના આ પ્રકરણમાં સ્વયં સરસ્વતી પણ પરોપકારાર્થે અવતીર્ણ જળસ્વરૂપ છે. એક નિર્ધારિત લક્ષપૂર્તિ માટે પૃથ્વી પર અવતરિત થઈ સરસ્વતીએ સ્વયંના પ્રજ્ઞા, મેઘા, સ્મૃતિ, મતિ, બુદ્ધિ અને પરાવાણી જેવા છ એ છ ગુણોનું જળ સ્વરૂપે ભૂમિમાં સિંચન કર્યું છે. સરસ્વતીના અવતારથી ભૂમિ આ ગુણોથી લાભાન્વિત બની છે. માટે જ આ ભૂમિ દેવભૂમિ છે. પશુના સ્તરથી ઉચ્ચતમ દેવસ્તર સુધી વિકાસોન્મુખ બનવાનું આ એક જ ક્ષેત્ર છે. ભારતવર્ષની ભૂમિમાં તો આ રસો પૂર્ણ પલ્લવિત છે જ પરંતુ જીવ તેના પ્રારબ્ધ અને પુરુષાર્થની અવસ્થાના અનુપાતમાંજ રસપાન કરી શકે છે. ૭૦. રાષ્ટ્રચિંતન રાષ્ટ્ર ચિંતન એટલે શું? પ્રશ્ન બહુજ વિશાળ મુદ્દાઓ સાથે સંબંધ ધરાવે છે ૧૦૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ પરંતુ અહીં કેટલાક પ્રાસંગિક ઉદાહરણ દ્વારા તથ્ય રજૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રચિંતન કરનારને રાષ્ટ્રની પ્રતિભાનું સ્પષ્ટ દર્શન હોવું જોઈએ. જેમ વિચાર અને આચાર વ્યક્તિની મહાનતાનો માપદંડ ગણાય છે તેમ એજ મુદ્દાઓથી કોઈ પણ રાષ્ટ્રની પ્રતિભાનું મુલ્યાંકન પણ થતું હોય છે. કોઈ પણ રાષ્ટ્ર કેટલું ઉન્નત છે તે તેના જીવનદર્શનથી સુનિશ્ચિત થાય છે. રાષ્ટ્રની ઓળખ સમાજ જ છે અને સમાજની પહચાન તેના જીવનમુલ્યોથી થાય છે. ભારતીય રાષ્ટ્રજીવનના સંદર્ભમાં વિશ્વ વિચારક ગાંધીજીએ કહ્યું છે કે સત્યઅહિંસા- અસ્તેય-અપરિગ્રહ અને બ્રહ્મચર્યના પાંચ મૂળભૂત આધાર-સ્તંભ ઉપર જે સંસ્કૃતિ આ દેશમાં વિકસેલી છે જે જીવનદર્શનનું અનુસરણ કરનાર કરોડો લોકોનો જનસમાજ અહીં વિદ્યમાન છે; તે જીવનદર્શન આ રાષ્ટ્રની ઓળખ છે. પશ્ચિમની વિચારસરણીની જેમ અહીં માત્ર બળ, સત્તા અને અર્થ (પૈસો)ના માપદંડથી વ્યક્તિની મહાનતાનું પારખું થતું નથી. ઉલટું, અહીં તમામ સુખ સુવિધાઓ અને સત્તાથી વંચિત રહેવા છતાંય ઓછામાં ઓછી જરૂરિયાતો સમાજ પાસેથી મેળવી ઉચ્ચતમ જીવનદર્શનના આચરણ પ્રકટ કરનારની આ દેશમાં પૂજા થાય છે. 6 પુજા માટે એવું પણ કહેવાયું છે કે - ક્રુષુિ પુનાસ્થાનં મુળ: નવ लिंगम नचयम्'' અહીં સંગ્રહ અને પરિગ્રહનું આચરણ કરનારને નહીં પણ ત્યાગ અને અપરિગ્રહના આચરણને મોટાઈ ગણવામાં આવી છે. સંગ્રહ વૃત્તિના વિસર્જક બળ તરીકે અહીં દાનની ભાવનાને ધર્મનો (ફરજ) પાયો બનાવવામાં આવ્યો છે. અપરિગ્રહની મનોવૃત્તિ ધર્મના આચરણ તરીકે અહીં વિકસેલી છે. હત્યા એજ હિંસા છે એવું ઉપરચોટિયું તત્ત્વજ્ઞાન આ દેશની સંસ્કૃતિ સાથે સંબંધિત નથી. અહીં તો પ્રાણીમાત્રના દિલને દુભાવનાર કોઈ પણ ક્રિયાને હિંસા માની અહિંસાનો આચાર પ્રકટ થયેલો છે. અહિંસા એ આદર્શ મહામંત્ર હોવા છતાંય આતાતાયી પરિબળો સાથે પુણ્ય પ્રકોપ પૂર્વક તેમના વિનાશનો વિચાર પણ ધર્મ તરીકે સ્વીકારવામાં આવેલો છે. વૈયક્તિક સ્વાર્થપૂર્તિના માનસમાંથી ઉદ્ભવતી અનેક સમાજવિરોધી વૃત્તિપ્રવૃત્તિઓમાં (સ્તેય) ચોરીની વૃત્તિ-પ્રવૃત્તિઓને અહીં નિંદ્ય કર્મ તરીકે ઓળખાવી એક અપરાધમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ વૃત્તિ-પ્રવૃત્તિઓને હીન કૃત્યોની યાદીમાં મૂકવામાં આવેલ છે. સ્તેયને બદલે અસ્તેયને એક ધર્મનું સ્વરૂપ આપી અહીંના જીવનદર્શનમાં તેને નીતિ વિષયક ગુણ ગણવામાં આવેલ છે. નીતિ વિષયક મુલ્યોનો અપરાધ કરનાર અહીં પુજાતો તો નથી જ. ૧૦૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ આચાર-વિચાર અને વાણીની એકરૂપતાના વ્યવહાર વાળા વ્યક્તિને અહીં સત્યવાદી ગણવામાં આવેલ છે. સત્યને જીવનદર્શનનો એક મહત્ત્વપૂર્ણ ધર્મ માનવામાં આવે છે. આચાર-વિચારમાં એકરૂપતાના વ્યવહારહીન લોકોને અહીં પાખંડી અને ઢોંગી હોવાનું બિરૂદ મળે છે. કેવળ વિચાર અને વાણીના વિલાસી પુરુષોને નહીં પણ અહીં સત્યના પારખાથી સન્માનિત કરવામાં આવે છે. સત્ય વ્યવહારને દૈવી અને દંભ-પાખંડને આસુરિક લક્ષણ ગણનારી આ સંસ્કૃતિ છે. આદર્શ ગૃહસ્થાશ્રમની રચના કરી તેના આધાર પર સંચાલિત યૌન સુખોને પણ બ્રહ્મચર્ય પાલનની ભાવના તરીકે અહીં આદર બળેલો છે. ગૃહસ્થાશ્રમના આધાર ૫૨ સ્વીકારાયેલ યૌનસુખને ભોગવવા અહીં ‘‘વય स्थिरत्वं ललना સુમોશ'' ના પ્રાર્થનામંત્રો પણ અહીં રચાયા છે, લલના એટલે સ્વપત્ની અને સુભોગનો અર્થ સુખી દાંપત્ય જીવન એવો કરાયેલો છે. સંયમિત ઉપભોગ એ આ સંસ્કૃતિનું લક્ષણ છે. સુખી દાંપત્યજીવનનો ગૃહસ્થાશ્રમ આ સંસ્કૃતિનો પ્રાણસ્તંભ છે. આ આશ્રમ બાકીના તમામ આશ્રમ જીવન માટે એક વટવૃક્ષ સમાન છે. આ આશ્રમ શ્રીકૃષ્ણ જેવા સમર્થ પુરુષો અને સીતા-મંદોદરી- અહલ્યા જેવા નારીરત્નો તેમજ ધ્રુવ-પ્રલ્હાદ અને શુકદેવ જેવા સમર્થ બાળકો સમાજને ચ૨ણે ઘરવા શક્તિમાન છે. આ આશ્રમ માટેના આચાર- વિચારો વાળા જીવદર્શનમાં યૌનસુખનું ઉજ્જવલિત સ્વરૂપ આકલિત છે. પશુપક્ષીઓની યોનિઓ જેવા યૌનસુખ માણવા મનુષ્ય દેહ નથી એવો દૃઢ નિર્ધાર અહીં ધર્મને નામે પ્રસ્થાપિત થયેલો છે. વ્યક્તિ અને સમાજ બંનેના સમુત્કર્ષમાં આદર્શ ગૃહસ્થાશ્રમ યુક્ત બ્રહ્મચર્યને અહીં પ્રાધાન્ય અપાયેલું છે. આ પ્રકારની બ્રહ્મચર્ય ઉપાસના વિના કોઈપણ સમાજ પશુ જેવો અને નિષ્પ્રાણ બની શકે છે તેનાં ઐતિહાસિક દૃષ્ટાંત મૌજુદ છે. તેના વિનાનું વ્યક્તિ જીવન પણ તેજહીન નિષ્પ્રાણ અવસ્થાને વરે છે. આ જીવનદર્શનને આત્મસાત્ કરનાર ગાંધીજી જેવા ચિંતનકારોએ આ મુદ્દાઓને જ લક્ષ્યમાં રાખી પોતાની જાતને સનાતની હિન્દુ કહેવરાવવામાં ગૌરવ અનુભવેલું છે. ગાંધીજીએ તો ત્યાં સુધી કહેલું છે કે હિન્દુજીવનદર્શન દ્વારા જ મારો મોક્ષ છે એમ હું ચોક્કસપણે માનું છું. ૭૧. રાષ્ટ્રીય કર્તવ્ય - પૂ. શ્રી ગુરુજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલેક શ્રીગુરુજીએ કહેલું છે કે રાષ્ટ્ર પ્રત્યેની ઉદાસીનતાને હું અધર્મ સમજું છું. પૂ. શ્રીગુરુજીએ રાષ્ટ્રીયતાના નિર્વાહ માટે એક આદર્શ કેડી પ્રસ્થાપિત કરેલી છે. મુળથી જ આધ્યાત્મવિદ્યાના ઉપાસક એવા ૧૦૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રીગુરુજીએ કેવળ સંસાર જ નહીં પણ મોક્ષસાધન માટેની અંત:કરણની આકાંક્ષાઓને પણ છોડી દઈ નિષ્કામ પ્રેરણાથી સમાજને જ ઈશ્વરનું વ્યક્ત સ્વરૂપ સમજી સંઘના સામાજિક ઉત્થાનના યજ્ઞકાર્યમાં જોડાઈ ગયા હતા. તેઓ સમયે-સમયે વાર્તા-વિનોદ કે વ્યાખ્યાનોમાં રાષ્ટ્રજીવનના પ્રાણપ્રશ્નો પ્રત્યેના પોતાના અંત:કરણને પ્રકટ કરતા હતા. તેમના આ સરળ રાષ્ટ્રીય માનસને સમજી ન શકનાર કેટલાક લોકો તેમને એક રાજકીય પુરુષ તરીકે પણ ચીતરતા. પરંતુ સરળ અને નિર્ભય વ્યક્તિત્વના પ્રતિક જેવા શ્રીગુરુજી પોતાના વિષે પ્રચલિત આ ખ્યાલના પ્રત્યુત્તરમાં માત્ર એટલું જ કહેતા કે રાજકીય ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરવાની મારી મનોકામના નથી. સંસદ સભ્ય થવું, પ્રધાન કે પ્રધાન મંત્રી બનવું, રાષ્ટ્રપતિ કે ગર્વનર અથવા વિદેશોમાં હાઈ કમિશ્નર થવું, આ બધી જ લાલસાઓથી હું મુક્ત છું. રાજકીય કે સામાજિક પદોન્નતિની મહત્ત્વાકાંક્ષાઓની સ્પર્ધામાં ક્યાંય હું સંકળાયેલ નથી. હું આવા ઉમેદવારોની પંક્તિ બહારનો વ્યક્તિ છું. પરંતુ એ વાત સાચી છે કે રાષ્ટ્રજીવનને સ્પર્શતા પ્રાણપ્રશ્નો ૫૨ હું મારું અંત:કરણ બીડવામાં અધર્મ સમજું છું. રાષ્ટ્રજીવનના પ્રાણપ્રશ્નો પર અંત:કરણનો મત બનાવવો અને તે વ્યક્ત કરવો તે એક રાષ્ટ્રીય નાગરિક તરીકેના મારા કર્તવ્યને જ હું અદા કરું છું. હું માનું છું કે સંત હોય કે વૈરાગી, નગરમાં રહેતો હોય કે નિર્જનમાં, વ્યવસાયી હોય કે મોક્ષ માટેનો મુમુક્ષુ પરંતુ સર્વપ્રથમ તે એક રાષ્ટ્રીય નાગરિક છે. તેથી રાષ્ટ્ર પ્રત્યેની ઉદાસીનતા એક અધર્મ છે. શ્રીગુરુજીએ અનેક સમય આ સંબંધે સ્પષ્ટીકરણ કરતાં કહેલું છે કે નિજી જીવનમાં જે વ્યક્તિત્વ અપનાવેલું હોય તે વ્યક્તિત્વની છબીમાં રાષ્ટ્રીયત્વની સુગંધ ઉમેર્યા સિવાયની મહાનતા રાષ્ટ્રજીવન માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. રાષ્ટ્રીય પ્રશ્નો ૫૨ ચિન્તનયુક્ત જાગૃતિ એ રાષ્ટ્રીય કર્તવ્ય છે. રાષ્ટ્ર પ્રત્યેના આ કર્તવ્યમાંથી છટકવાની મનોવૃત્તિ સમાજ માટે ઘાતક છે. કર્તવ્યહીનતા છે. ૭૨. રાષ્ટ્ર સર્વોપરી સ્વામી રામદાસ મહારાષ્ટ્રના પ્રખર સંત શિરોમણી સ્વામી રામદાસે કહેલું છે કે સંધ્યાવંદન કે ઉપાસના રાષ્ટ્રીય કર્તવ્યથી ચઢિયાતું કર્મકાન્ડ નથી. રાષ્ટ્રજીવન જ્યારે સર્વનાશની કગા૨ પર ખડું હોય ત્યારે એકાંતમાં બેસી રહી ઈશ્વરોપાસના કરવા માટે મને ફુરસદ નથી. એકાંતમાં ઈશ્વરોપાસના માટે લંગોટી લગાવનાર ફક્કડ વૈરાગી બનનાર એવા સમર્થ રામદાસે મઠ-મંદિર છોડી મહારાષ્ટ્રના જનજીવનને રાષ્ટ્રીય ખતરા સામે ઢંઢોળનારું કાર્ય કેમ ઉપાડ્યું ? તે એક સમય હતો જ્યારે વિદેશી સામ્રાજ્યવાદી તાકતોના અત્યાચારોથી દેશનું ૧૦૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ જનજીવન પારાવાર મુશ્કેલીઓમાં તડફડતું હતું. દેશના ખૂણેખૂણે આ સામ્રાજ્યવાદી તાકતોની તલવારો ઘૂમી રહી હતી. સર્વત્ર નિરાશા અને ફડફડાટનો ભય છવાઈ ગયો હતો. ધર્મ છોડનારને પ્રલોભનો અને ચુસ્ત નિષ્ઠાવાનને ભયના સંકેતો અપાઈ રહ્યા હતા. શૂરવીરોનો તો ખાતમો સર્જાઈ રહ્યો હતો. જે દેશમાં સ્વધર્મ અને સ્વદેશી ભાવનાવાળા શૂરવીરોને વીણી વીણી મોતને ઘાટ ઉતારવામાં આવતા હોય તે દેશમાં આ પડકારનો પ્રત્યુત્તર એજ ધર્મ ગણાય છે. હવે ભક્તિ પછી. ભજન સંધ્યાવંદન પછી. દેવદર્શન પછી. તીર્થાટન પછી. આ બધા વૈયક્તિક કલ્યાણ સાધનાના મનસુબાઓને એક પોટકીમાં બાંધી દઈ રામદાસે વન- જંગલ અને ઝુંપડાઓમાં ફરી ફરી છત્રપતિ શિવાજીના બાવડામાં બળ પુરવાનો પુરુષાર્થ આદર્યો. જનજાગૃતિની લહેર ઉત્પન્ન કરી એક છત્ર નીચે છત્રપતિ શિવાજીના કાર્યને સફળ બનાવવા ઉદ્યમ . સમાજ સામેના પડકારને ઝીલી લીધો. પડકારના પ્રત્યુત્તર માટે સમાજને તૈયાર કર્યો. ( રામદાસે લખેલું છે કે હું જો સંધ્યાવંદન કે મઠમાં જ અટવાયેલો રહીશ તો આ આતાતાયીઓ મદ-મંદિરને પણ છોડશે નહીં. રામદાસ પણ નહીં રહે, તેનો શિષ્ય પણ નહીં રહે, તેનો મઠ કે મંદિર કશુંજ નહીં બચે. દેશનો સમાજ બચશે તો જ એ બધું બચશે. રામદાસે જોયું કે આ વિદેશી સામ્રાજ્યવાદી તાકાતને અહીં ગુલામી નિર્માણ કરવા સિવાય કશું જ ખપે તેમ નથી. તાકાતના જોરે સામ્રાજ્ય અને સામ્રાજ્યના જોરે અહીંના સમાજજીવનને ખતમ કરવા સિવાય કોઈ ચિત્ર તેમને દેખાયું નહીં. સંત હોય કે સજ્જન, જો આ દેરીના મૂળભૂત સામાજિક જીવનને જીવંત રાખવા માટે જો તે અપેક્ષા ધરાવતો હોય, તો તેણે સામાજિક જાગૃતિના અભિયાનમાં પોતાનો અર્થ આપવો પડશે. વ્યક્તિ વ્યક્તિમાં શૌર્ય અને બલિદાનના સંસ્કારોનો રંગ લાવવો પડશે. આ ગુણોયુક્ત સમાજની સંઘટિત તાકાત ખડી કરવી પડશે. આ તાકાતના માધ્યમથી આ આક્રમણને લલકારનાર વીર પુરુષોના હાથ મજબુત કરવા પડશે. એકસુત્ર સંઘટિત તાકાત વિનાનો બળવાન સમાજ પણ સામર્થ્યહીન બની જશે. સ્વામી રામદાસે સમાજમાં સુપ્ત સામાજિક વેદનાને વાચા આપી શિવાજીને અદ્ભુત સામર્થ્યનું બળ પ્રદાન કર્યું. વિદેશી સામ્રાજ્યવાદી તાકાતના ઓળાઓને હટાવવા સમર્થ બનનાર આ સંતને સમર્થ રામદાસ સ્વામીનું નામ મળ્યું. છત્રપતિ શિવાજી મહારાજ સંબંધે કવિએ કહ્યું છે કે “જો શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી.” પરંતુ શિવાજીના આ સામર્થ્યના મુળમાં આ સમર્થ સંતનું બળ હતું. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૦૩. સ્વાતંત્ર્યવતી પ્રતાપ જેમ રાજસ્થાનની ધરતી પર રાજસુખો માણનારા રાણાઓના શૂરાતનનો ઇતિહાસ છે; તેમ સ્વતંત્રતાના ભોગે સુખ નહીં પણ દુઃખના ડુંગરાઓ ખુંદતા દેશભક્તોની શૂરવીરતા પણ ઇતિહાસને પાને ઝળકે છે. સિસોદીયા વંશના રાણા પ્રતાપને રાજસ્થાનમાં રાણા નહીં પણ મહારાણાનો ઇલ્કાબ મળેલો છે. કારણ, આ મહારાણાનો ઇતિહાસ કેવળ રાજકીય લાભો ખાટી વૈયક્તિક સુખ સહુલિયત માટે ઝઝુમવાનો નથી, પણ દુઃખો વેઠીને પણ દેશભક્તિની જ્યોતને પ્રજ્વલિત રાખવાના પુરુષાર્થનો છે. અત્યંત ભીષણ પરિસ્થિતિમાં પણ આ પુરુષ સુખ ભોગવવા લલચાયો નથી, કે નિરાશ-હતાશ બની જીવનની બાજી હારી ગયેલ નથી. તે સમયની વિદેશી તાકાતોથી ભારતમાતાના લૂંટાતા સૌભાગ્ય ચિન્હોની રક્ષા માટે આ નરવીર મરણાન્ત ઝઝૂમતો રહ્યો છે. જે પરિસ્થિતિ આ પ્રતાપે જોયેલી છે, તેમાં જો કેવળ વૈયક્તિક સુખ-સહુલિયત સ્વીકારવાનો અભિગમ તેમણે અપનાવ્યો હોત; તો તેઓ રાજસ્થાનના તત્કાલિન તમામ રાણાઓ કરતાં એક ડગલું આગળ હોત. પરંતુ ઇતિહાસમાં તેઓ મહારાણા તો ન જ કહેવાયા હોત. મહારાણા તરીકેનું તેમનું ગૌરવ વૈભવના કારણે નહીં, પણ ભારત માતાના વૈભવને પુન: પ્રસ્થાપિત કરવામાં તેમનું જે સામર્થ્ય રેડાયું છે તેના કારણે છે. વીરતા અને બલ પરાક્રમમાં માનસિંહ પ્રતાપથી ઉતરતી કક્ષાનો નહોતો પરંતુ વિદેશી તાકાતો સામે અણનમ ઝઝુમવાનો ઇતિહાસ તે સર્જી શક્યો નથી માટે તેને કેવળ રાણા માનસિંહ કહે છે. કેવળ પરાક્રમ અને શૌર્ય એ માણસને મહાન બનાવી શકતા નથી પણ મહાનતાનો આધાર તે સાથે સંબંધિત ઇતિહાસથી સંકલિત હોય છે. માતૃભૂમિને વિદેશી પંજા તળેથી મુક્ત કરવાની મહારાણા પ્રતાપની સાધના અને બલિદાન ઇતિહાસમાં તેમનું સર્વોત્તમ પાસું પ્રકટ કરે છે. આ સાધનાએ દુ:ખ આપ્યાં તો દુઃખ ઝીલ્યાં. ડુંગરે-ડુંગરે રખડાવ્યા તો ડુંગરે રખડ્યા. સૂકા રોટલા ખવરાવ્યા તો તે પણ ખાધા. ભૂમિ પર સુવાડ્યા તો પણ આનંદથી સૂતા. મહેલોના બદલે ઝૂંપડીઓ બતાવી તો ઝૂંપડીઓ અપનાવી. બાગ-બગીચાને બદલે કાંટાળા થોરમાં રખડાવ્યા તો કાંટાઓ સહીને પણ થોર નીચે વિશ્રામ કર્યા. કીમતી વસ્ત્રોને બદલે ફાટેલાં અને મેલાં વસ્ત્રો મળ્યાં તો તે પણ સંકોચ વિના સ્વીકાર્યા, પાણી માટે તલસાયા તો તરસે મર્યા. ટાઢ, તડકો, વરસાદ ને ભુખ તરસ જેવા તરહ તરહના દુ:ખોની રામકહાની આ મહારાણાના જીવન સાથે જડાઈ ગયેલી છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ સ્વ સમાજની દગાવૃત્તિ અને તિરસ્કારની ભાવનાઓને પણ તેમણે નજરે નિહાળેલી છે. સત્કાર કમ પણ તિરસ્કારના તણખા ખૂબ વેઠેલા છે. ગમે તેવા મજબૂત મનને પણ ડગમગાવી દે તેવા કઠોર દુઃખના દશ્યો પણ મહારાણાની દેશભક્તિને ચલાયમાન કરી શક્યાં નથી. મહારાણાની સ્વદેશભાવના પરાજિત થઈ નથી પણ તેમને પરાજિત કરવા મથતી પરિસ્થિતિ અને પરિબળો સ્વયં પરાજિત થયેલા છે. માટે જ પ્રતાપ અણનમ યોદ્ધો ગણાય છે. | દેશી-વિદેશી તમામ શક્તિઓ પણ જેના મનને હરાવવા કામયાબ થઈ શકી નથી; દુ:ખોના ડુંગરા પણ જે મનને ડોલાવી શક્યા નથી; તે મનનું સંકલ્પબળ અજેય છે. અવિરલ છે. અપૌરુષેય છે. તેઓએ સ્વયં જ નહીં પણ આ કષ્ટો સપરિવાર વેઠેલાં છે. ધન્ય છે આ પરિવારને. વૈયક્તિક કે કૌટુમ્બિક સુખ એષણાઓમાં જો મહારાણાનું ચિત્ત ફસાયું હોત તો દેશભક્તિનો આ એક ઉજ્વળ ઇતિહાસ જોવા ન મળત. ધન્ય છે આ દેશભક્તિને ! ધન્ય છે તે મનોબળને ! ૦૪. શિખવાનું શું - શિખવવાનું શું ? – વિવેકાનંદ ભારતીય આધ્યાત્મિક વિદ્યાના પ્રશિક્ષણનું પ્રસારણ વિશ્વમાં સૌપ્રથમ આ યુગમાં જો કોઈએ વિશ્વ- વ્યાપક સ્વરૂપમાં કર્યું હોય તો તેનું સર્વાધિક શ્રેય સ્વામી વિવેકાનંદને ફાળે જાય છે. વિશ્વમાં સૌથી વિશાળ જનસંખ્યા ધરાવતા ધર્મોની શિકાગો પરિષદમાં હાજર થઈ ડંકાની ચોટ સાથે વિવેકાનંદે સૌને મંત્રમુગ્ધ કરી દીધા. જીવનદર્શનના ક્ષેત્રે હિન્દુ જીવનદર્શનની વિશિષ્ટ શૈલી સૌ પ્રથમવાર વિશ્વમંચ પર રજૂ કરનાર સ્વામી વિવેકાનંદને સાંભળવા વિવિધ દેશોના આમંત્રણો તેમને શિકાગોમાં જ મળી ગયાં. એક પછી એક એમ ઘણા દેશોમાં તેઓ ઘૂમ્યા. સર્વત્ર ભારતનું વિશિષ્ટ હિન્દુ જીવનદર્શન અને તેમાંય ખાસ કરી યોગેશ્વર કૃષ્ણની યોગવિદ્યાનો પ્રભાવ તદ્દન સરળ અને પ્રભાવપૂર્ણ શૈલીમાં જ્યારે તેમણે પરકીયો સમક્ષ રજૂ કર્યો, ત્યારે તેમના વિદેશી શિષ્યોની લંગાર લાગતી ગઈ. હિન્દુ જીવનદર્શનની દૈનંદિન રહેણીકરણીથી આકર્ષાઈ અનેક વિદેશી બુદ્ધિજીવીઓ હિન્દુ જીવનદર્શન શિખવા હિન્દુ પણ બન્યા છે. હિન્દુ નામ પણ ધારણ કર્યા છે. અરે, તેમાંના અનેકોએ ભારતભૂમિને જ પોતાની માતૃભૂમિ બનાવી ભારતમાં રહી સેવાકાર્યના ભેખ ધરેલા છે. ભગિની નિવેદિતા તેઓમાંની એક શ્રેષ્ઠ પ્રેરણામૂર્તિ છે. વિદેશોના પ્રવાસે સ્વામી વિવેકાનંદને ભારત સહિત સમગ્ર વિશ્વના સમાજોનું સ્પષ્ટ ચિત્ર સમજાવી દીધું છે. ૧00 Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્વામી વિવેકાનંદે વિશ્વની પરિસ્થિતિનું સમ્યક અધ્યયન કરી કહ્યું કે આત્યંતિક ભોગવાદના દૂષણથી પશ્ચિમના દેશો વધુ દૂષિત છે, જ્યારે ભારત આજે આત્યંતિક દરિદ્રતાના કુપ્રભાવથી પીડિત છે. આ સાક્ષાત્કારિત ચિત્ર દર્શનથી તેમણે સ્પષ્ટ કબુલાત કરી કે દરિદ્રતા ફેડવાનું વિજ્ઞાન ભારતે પશ્ચિમના દેશો પાસેથી આજે શીખવાનું છે જ્યારે પશ્ચિમે ભારત પાસેથી આધ્યાત્મિક યોગવિદ્યા પર આધારિત હિન્દુ જીવનદર્શન માંથી ઘણું ઘણું શીખવાનું છે. પશ્ચિમના દેશોની આર્થિક ઉન્નતિના ઇતિહાસે સ્વામી વિવેકાનંદને દંગ તો અવશ્ય કરી દીધા છે, પરંતુ પશ્ચિમની આ ચકચકિત જાહોજલાલી એ તેમના અત:કરણમાં રહેલ ભારતીય સંસ્કૃતિની ક્ષમતાનું વિસ્મરણ કરાવેલું નથી. સાચી વાતનો સ્વીકાર અને પોતાના સત્યપક્ષનું પ્રતિપાદન એ સ્વામી વિવેકાનંદના જીવનની લાક્ષણિકતા છે. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનું રહસ્ય સમજાવતાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આત્યંતિક ભોગવાદથી જ્યારે જીવાત્મા ઇન્દ્રિયોના વિષયોથી ઉબાઈ જાય છે ત્યારે તેનો જવાબ તેને મનની અક્ષય શાંતિ સર્જનાર યોગ શિક્ષણમાંથી મળી રહે છે. ભારતની સંસ્કૃતિ મનુષ્યને વિષયાનંદ બનાવતી નથી . પણ બ્રહ્માનંદ પ્રાપ્તિના લક્ષ્ય સંધાનનો રાહી બનાવે છે. બ્રહ્માનંદ પ્રાપ્તિના લક્ષ્ય સંધાન માટે મનને ધીરે-ધીરે યોગ્ય પ્રશિક્ષણ દ્વારા સુશિક્ષિત બનાવાની યોગવિદ્યાને યોગમાં પ્રત્યાહાર કહે છે. આ પ્રત્યાહારના અભ્યાસથી મન શાંત અને નિર્મળ બને છે. આસન અને પ્રાણાયામની ક્રિયાઓ શરીરના ઉત્સર્ગ તંત્રને ચૈતન્ય બક્ષી તેની રોગપ્રતિકારક વૈષ્ણવી શક્તિ વધારે છે. ધ્યાન તો મનને વાયુવિહીન પ્રદેશના શાંત દીવા જેવું સુસ્થિર બનાવી મનને તેની ધારણા શક્તિ વિકસાવવામાં મદદરૂપ બને છે. કર્મેન્દ્રિયો, મન અને જ્ઞાનેન્દ્રિયો સહિતનું શરીરનું ચેતનાતંત્ર જ્યારે એકસૂત્રતાના તાંતણાથી સંકળાય છે ત્યારે યોગનિદ્રાનો સાક્ષાત્કાર અનુભવાય છે. તેને સાંભવી મુદ્રા પણ કહે છે. તૃષ્ણારહિત મન શાંતિ અને સુખનો જે સ્વાદ માણે છે તેવો સ્વાદ વિષય તૃષ્ણાઓ પાછળ ભટક્તા મનને અલભ્ય છે. તૃષ્ણાઓની તૃમિથી થતો આનંદ ક્ષણિક છે. ક્ષતિરહિત નથી. તન અને મનનું નિરોગીપણું તેમજ પૂર્ણ વિકાસનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે સર્વોત્તમ પ્રશિક્ષણ ભારતીય યોગ-વિદ્યા ધરાવે છે. તે ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ઉત્તમતાનું મુલ્યવાન વિજ્ઞાન છે. એટલા માટે આ વિજ્ઞાનને પ્રદાન કરવાનું દાયિત્વ ભારતનું છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૦૫. સંસ્કાર-આજનું એક ઉપેક્ષિત પહેલુ કોઈપણ વ્યક્તિના વ્યવહારથી તેના મનના વિચારો વ્યક્ત થતા હોય છે. એટલા માટે માત્ર વિચારો નહીં પણ આચરણ એ જીવનની પારાશીશી ગણાય છે. કહેવાય છે કે મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે. આ કહેવતનો અર્થ એટલો છે કે મનુષ્ય ઘણા ઘણા ક્ષેત્રોમાં વિચાર કરવા તેમજ તદનુસાર આચરણ ગોઠવવાનું અન્ય પ્રાણીઓથી નોખું સામર્થ્ય ધરાવે છે. વ્યક્તિના મનમાં જે-જે વિચારો ઉદભવે છે; તેમાના જે તેની પ્રવૃત્તિનો આધાર બને છે; તે વિચારો તેના લક્ષ્યની પ્રતીતી કરાવે છે. મનુષ્ય જેમ એક વિચારશીલ પ્રાણી છે તેમ તે તેના વિચારોને સુયોગ્ય ઢબે વાણીથી પણ અભિવ્યક્ત કરવાનું ભાષા સામર્થ્ય પણ ધરાવે છે. કોઈપણ મનુષ્યને તેના મનની પરિસ્થિતિને વાણી દ્વારા વ્યક્ત કરવાની અદ્દભૂત શક્તિ તેને જન્મજાતપણે અને આસપાસના વાતાવરણમાંથી સ્વાભાવિક રીતે મળતી રહે છે. નિશાળના પગથિયે પગ પણ ન મૂકનાર એવા વ્યક્તિને આ અભિવ્યક્તિનું શિક્ષણ, તેને વાતાવરણરૂપી શાળામાંથી પ્રાપ્ત થઈ રહે છે. બારાખડીના અક્ષરોમાંથી પહેલો અક્ષર એક પણ ન લખી જાણનાર બોલવામાં તો બધા જ અક્ષરોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે. વાણી અને વિચારોની કેળવણી માટે સામાજિક વાતાવરણ પણ વિશાળ શાળા સમાન છે. અરે, એટલું જ નહીં પણ શાળા અને મહાશાળાના બંધ કમરાના શૈક્ષણિક વાતાવરણની અપેક્ષાએ વ્યક્તિ આ સામાજિક વાતાવરણની મહાશાળામાંથી ઘણું-ઘણું શિખે છે. ઘણું-ઘણું જ્ઞાન મેળવે છે. અક્ષર જ્ઞાન ન મેળવનાર વ્યક્તિ પોતાની દૃષ્ટિથી વાચન કરી શકતો નથી પરંતુ દર્શનના માધ્યમથી તેનું મન ઘણુંઘણું જ્ઞાન માનસ પટલ પર અંક્તિ કરી શકે છે. દર્શનના શક્તિનો મહિમા હિન્દુજીવન દર્શનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શું જોવું, શું ન જોવું તેના ઉપર તો આચારના શાસ્ત્રો રચાયેલા છે. એવી જ એક બીજી જ્ઞાન મેળવવાની શક્તિ શ્રવણશક્તિ છે. ભારતના ગામડાઓ અને શહેરોમાં વસતા કરોડો હિન્દુઓની જો સર્વે કરવામાં આવે તો કક્કો પણ ન શિખેલા લોકો પણ જ્ઞાનના ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવ્યાના અધિકારી દેખાશે. તેનું કારણ શું? કારણ સ્પષ્ટ છે કે દર્શન અને શ્રવણના માધ્યમ દ્વારા જ્ઞાનના સંસ્કારો પ્રાપ્ત કરાવવાની એક શૈક્ષણિક સામાજિક સુવ્યવસ્થા અહીં પરમ્પરાગત અસ્તિત્વમાં હિન્દુ સમાજના સામાજિક વાતાવરણમાં એવી એક શૈક્ષણિક સુવ્યવસ્થા ઉપલબ્ધ છે. જે સુવિધાથી લખ્યા-વાંચ્યા સિવાય પણ જ્ઞાનની ક્ષિતીજ વિસ્તરી શકે છે. અહીં સંસ્કૃતિનો ઇતિહાસ ગામડે બેઠાબેઠાં શ્રવણના માધ્યમથી તદ્દન નિમ્ર સ્તરના માનવીઓ સુધી પહોંચાડવાનું કાર્ય અહીંના પૌરાણિક વર્ગે કથાઓના માધ્યમથી (૧૦૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ કર્યું છે. કરી રહ્યા છે. આ એક એવી સામાજિક શિક્ષણની વ્યવસ્થા છે; જેમાં કોઈ સંસ્થા માટે વેતનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેમના નિર્વાહની જવાબદારી સ્વયં સમાજ જ પૂરી કરે તેવી ગોઠવણ છે. તેઓ સ્વતંત્ર સ્વાવલંબી પુરુષાર્થીઓ છે. વેદવિદ્યાના પ્રસારણ માટે પારંગત વિદ્વાનો પણ યજ્ઞોના અનુષ્ઠાનની ભૂમિકા પર સ્વતંત્ર તેમજ સ્વાવલંબી રીતે માન-સન્માન પૂર્વક જીવન જીવી શકે તેવી સામાજિક સુવ્યવસ્થાનો પ્રાદુર્ભાવ અહીં થયેલો છે. પ્રાચીન સમયથી એક પાઈની પણ ફી આપ્યા સિવાય જ્ઞાનાર્જન કરી શકાય એવી સ્વતંત્ર અને સ્વાવલમ્બી સમાજ વ્યવસ્થા અહીં મજબૂત રીતે પ્રસ્થાપિત થયેલી છે. આ સમાજ વ્યવસ્થાને આશ્ચર્ય બે બદામ જેટલો પણ ખર્ચ કર્યા સિવાય વિદ્વતાની ટોચે પહોંચેલા અનેક ધૂરંધર વિદ્વાનો અહીં નિર્માણ થયેલા છે. આજની સ્થિતિ તદ્દન ભિન્ન છે. ભલે પ્રાથમિક માધ્યમિક શાળાઓના સ્તર સુધી વગર ફીએ પ્રવેશની સુવિધા સરકારે નિર્માણ કરેલી હશે પણ તેમાં ભણનારને ફી સિવાયના ખર્ચની અનેક સમસ્યાઓ સામે આવે છે. દર્શન અને શ્રવણના માધ્યમથી બાળકોમાં વિશિષ્ટ જ્ઞાન સર્જવાના પ્રવાસોની વ્યવસ્થા શાળાઓ કરતી હોય છે. પણ તેનો લાભ ગરીબીની રેખા નીચે જીવતા વાલીઓના વિદ્યાર્થીઓને પહોંચતો નથી. બીજું આજના સામાજિક વાતાવરણ અને શૈક્ષણિક કમરાઓમાં અપાતા શિક્ષણ-સંસ્કારોનું સ્તર એટલું પ્રભાવોત્પાદક રહ્યું નથી કે ટયુશન જેવી કોચિંગની સવલતો સિવાય વિદ્યાર્થી સંપૂર્ણ સફળ બનવા પુરુષાર્થી બની શકે. મારા એક મિત્ર મને કાયમ એક દોહરો સંભળાવતા હતા કે “સબ નોકરી સટરપટર, માસ્તરીમેં મજા બાર માસકા તનખા ઔર છ માસ કી રજા” શિક્ષણ વ્યવસ્થાના વિષયમાં સમાજની આ માનસિકતા છે. જીવનના ઉચ્ચતમ ખ્યાલોના જ્ઞાનનો એકડો પણ ન જાણનાર આ ક્ષેત્રમાં ના છૂટકે નોકરી સ્વીકારે છે અને સ્વીકારનાર પણ કેવળ અભ્યાસક્રમના મહોરા સિવાયનું કોઈપણ ચિંતન બાળકોને પ્રદાન કરવાના સંસ્કાર બાબત લક્ષ્યવિહીન જ હોય છે. શિક્ષણ સંસ્કારોની ક્ષમતા નિર્માણ કરવાના ક્ષેત્રની આ અવદશાને પરિણામે વિદ્યાર્થી અને વાલીઓનું લક્ષ્ય પણ મૂળભૂત ધ્યેયથી ખસી ડીગ્રી-પ્રધાન કોશિષોમાં પલટાઈ ગયું છે. ચોરી અને લાગવગ જેવા સામાજિક પ્રદુષણો પણ આ ક્ષેત્રમાં એટલા બધા મૂળ ઘાલી વિસ્તરી ચૂક્યા છે કે પરીક્ષાઓના સમયે પોલીસ બળનો પણ ઉપયોગ કરવો પડે છે અને પેપરો તપાસવાની કામગીરી બંધ કમરાઓમાં પહેરા નીચે કરાવવામાં આવે છેઅમારા એક વડીલ શ્રી લાભશંકર વકીલ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી જીવનનાં સંસ્મરણો સંભળાવતાં ટાંકતા હતા કે ““તેમના અભ્યાસ સમયમાં ઉત્તરવહીઓ ઉપર તે તપાસનારનું નામ પણ છાપેલું રહેતું.” ૧૧) Page #168 -------------------------------------------------------------------------- ________________ આજે શ્રેષ્ઠતાનું મુલ્યાંકન બદલાઈ ગયું છે. ડીગ્રી સંપાદન શ્રેષ્ઠતાનું સ્થાન લઈ રહ્યુ છે. જ્ઞાન સંપાદન નિરસ બની રહ્યું છે. સારા આચરણ કરતાં પૈસાનો વૈભવ અને ઠાઠમાઠની માનસિકતા લોકમાનસમાં ઘર કરી રહી છે. કુશળ કારીગરીઓમાં પ્રવીણતા કેળવવાને બદલે ઊંચા પગારોના પ્રલોભનોમાં નોકરીની માનસિક્તા વ્યાપક બની રહી છે. નોકરીમાં પણ કામના મહત્વને બદલે ધન વધુ મેળવવાની માનસિક્તા વધુ કેળવાઈ રહી છે. યુવાન વર્ગ આ વૃત્તિપ્રવૃત્તિઓનો શિકાર બનતો જાય છે. આચરણથી વ્યક્તિના મનનું પ્રદર્શન થાય છે. મનુષ્ય વિચાર અને વાણી દ્વારા અભિવ્યક્તિની બેવડી શક્તિઓનું સામર્થ્ય ધરાવતો હોઈ વાણીથી તેની બૌદ્ધિક ક્ષમતા તો પરખાય છે પણ આચરણવિહીન કેવળ બૌદ્ધિક પ્રતિભા તેના વ્યક્તિત્વને ઉજાળી શકતી નથી. આ પ્રકારની બૌદ્ધિક પ્રતિભાને વાણી વિલાસના વિષય તરીકે લોકો ઓળખે છે. મનોવિજ્ઞાન શાસ્ત્રનું એવું મંતવ્ય છે કે ઉચ્ચતમ વિચારોના સંસ્કાર મન પર છવાયેલા હોવા છતાં વાણી અને વ્યવહારના અંતરનું કારણ મનુષ્યની વિશેષ બૌદ્ધિક શક્તિઓમાં છુપાયેલું છે. મનુષ્યની વિકસિત બૌદ્ધિક પ્રતિભાએ તેને અન્ય પ્રાણી કરતાં જુદો નિર્માણ કર્યો છે. અન્ય પ્રાણીઓ તેમના આંતર મનને છુપાવી વિરોધાભાસી વ્યવહાર કરી શકતા નથી. તેમની સ્થિતિ પ્રમાણે તેમને આવું બૌદ્ધિક પ્રશિક્ષણ મળતું પણ નથી. તેમને જરૂર પણ નથી. જ્યારે મનુષ્યને ગમે તેવો વ્યવહાર કરવા છતાંય સારાપણું પ્રકટ કરવું છે અને શ્રેષ્ઠ દેખાવું છે. આ લક્ષ્ય માટે વાણીવિલાસ મનુષ્યને સહાયક બને છે. વાણી વિલાસમાં વપરાતું જુઠનું તત્ત્વ મનુષ્યની આ માનસિકતાનું પ્રતિબિમ્બ પાડે છે. મનુષ્ય ઘણીવાર આવા આંતરમનને સંતાડી વાણી દ્વારા વિરોધાભાસી આભાસ ઉત્પન્ન કરી શકે છે. પરંતુ જુઠનો આ પરપોટો જેવો ઉત્પન્ન થાય છે. તેવા સમાપ્ત પણ થઈ જાય છે. પશુઓમાં પણ મન છે. પરંતુ મનને છુપાવી વિરોધાભાસી રીતે વ્યક્ત કરવાનું કળા કૌશલ્ય નથી. દા.ત. કુતરૂં જ્યારે કરડવાનો વિચાર કરે છે ત્યારે કરડવાનો જ ઉદ્યમ કરે છે. કરડવાનો વિચાર મનમાં છુપાવી રાખી પુંછડી પટપટાવી પ્રસન્નતાની અભિવ્યક્તિ કરવાનું કલાકૌશલ્ય તેનામાં વિકસેલું જ નથી. પ્રસન્નતા અને રોષ બંને પ્રાણીઓ વ્યક્ત કરી શકે છે પણ તેમની માનસિક્તામાં વિરોધાભાસી પણું સર્જી શક્તાં નથી. મનોવિજ્ઞાન શાસ્ત્રમાં મનુષ્યની આ કલાકૌશલ્ય પ્રાપ્તની શક્તિને દંભ નામ આપવામાં આવે છે. આ દંભની શક્તિથી મનુષ્યની પ્રતિભા પણ પરિવર્તીત દેખાય છે. દાંભિક આડંબર ઝાઝો સમય જળવાતો નથી. ' આ તો દાંભિક આચરણ ઉત્પન્ન કરવાની વાત થઈ પરંતુ તે એક સમાન Page #169 -------------------------------------------------------------------------- ________________ રીતે પ્રત્યેકને લાગુ થાય તેમ નથી. મનમાં સત્યરિત્ર નિર્માણ કરવાની એક એવી ‘આકાંક્ષા પણ ચિરસ્થાયી થઈ શકે છે જે મનનું પ્રેરણાસ્રોત બની શકે. મનોવિજ્ઞાન આ પ્રેરણસ્રોતની શક્તિને પણ પિછાને છે. દંભની માનસિકતાને જાણવા છતાંય મનોવિજ્ઞાન શાસ્ત્ર મનુષ્યની મૂળભૂત પ્રેરણાસ્રોતની શક્તિને વિકસાવવા સંસ્કારને એક મહત્વપૂર્ણ સાધન ગણે છે. મનોવિજ્ઞાનના મતે દર્શન અને શ્રવણથી ઉત્પન્ન મન અસાધ્ય સિદ્ધિઓ પણ હાંસલ કરી શકે છે. બીજી એક મહત્વપૂર્ણ વાત તરફ મનોવિજ્ઞાન ધ્યાન દોરે છે. તે વાત મનુષ્યના જન્મજાત સંસ્કારોના વારસાની છે બાળકના સ્થૂલ શરીરમાં જેમ તેના માતા-પિતાના સ્થૂલ તત્ત્વોના અંશ સંગ્રહાયેલા જોવા મળે છે તેમ તેઓના સુક્ષ્મ શરીર (મન) ના કણો પણ બાળકના સુક્ષ્મ શરીર (મન) પર અંક્તિ હોય જ છે. પશુઓના ઉદાહરણથી સમજી શકાય છે કે જે પશુઓનો જીવ (મન) હિંસ્ત્ર પ્રકારનો હોય છે તે સુક્ષ્મ મન તેમના વારસોમાં ઉપસી આવે છે. હિંસ્ત્ર સ્વભાવ એ શરીરનો નહીં પણ મનની માનસિકતાનો પરિચાયક છે. મનુષ્યના જન્મજાત સંસ્કારો મનુષ્યના અવ્યક્ત મનમાં અંકાયેલા રહે છે. સાનુકૂળ આવરણ સાથે સંબંધ સ્થપાતા આચરણરૂપે પ્રકટ થતા રહે છે. બાળકની માનસિક્તાના વિકાસમાં તેને પ્રાપ્ત થતા આવરણનો ફાળો અતિ મહત્વપૂર્ણ છે. હિન્દુ જીવનદર્શનમાં સામાજિક વાતાવરણ સર્જવા જે-જે ક્રિયાઓને પ્રાધાન્ય આપવામાં આવેલું છે તેમાં મહત્વની સોળ સંસ્કાર ક્રિયાનું આયોજન સમાવિષ્ટ છે. ગર્ભાધાનથી લઈ અંતિમ સંસ્કાર સુધીના આ સંસ્કારોનું માળખું એક સાચી સમજ તરીકેના જ્ઞાન દ્વારા જો ચિત્તને સંસ્કારિત કરવામાં આવે તો શ્રેષ્ઠ વ્યક્તિત્વના સર્જનનની દિશામાં ધાર્યું પરિણામ લાવી શકાય તેમ છે. મનોવિજ્ઞાન એમ પણ કહે છે કે મનુષ્યની ગ્રહણ શક્તિનો વિકાસ પાંચમાં વર્ષની ઉંમરેથી શરૂ થાય છે. આ વાતને નજરમાં રાખી શિક્ષણશાસ્ત્રીઓએ પાંચ વર્ષ પૂરું થયા પછી બાળકને શાળામાં પ્રવેશ કરાવવાનો ક્રમ ગોઠવ્યો છે. પાંચ વર્ષથી બાર વર્ષ સુધીની ઉંમર દરમ્યાન બાળક પ્રાથમિક શાળાના વાતાવરણમાં જીવે છે. બાર વર્ષથી સત્તર વર્ષની વય સુધી માધ્યમિક શાળામાં સમય ગુજારે છે. તે પછી તે એક્વીસ વર્ષનો થતાં થતાં મહાશાળાના સ્નાતક અભ્યસક્રમને ગ્રહણ કરે છે. આપણામાં એમ કહેવત છે કે સોળે સાન અને વીસે વાન. સાન એટલે સમજશક્તિ સારા-નરસાને પારખવાની વિવેકશક્તિરૂપી સાન બાળકને સોળ વર્ષની વય સુધીમાં આવી જાય છે. આ સમય દરમ્યાન તે પ્રાથમિક શાળાના વાતાવરણને અનુભવે છે. પ્રાથમિક શાળાના વાતાવરણ અને અભ્યાસક્રમને જો સંસ્કારલક્ષી બનાવવામાં આવે તો બાળકમાં સાચી સાન ઉત્પન્ન થવાને યોગ્ય આવરણ પૂરું પાડી શકાય તેમ છે. વીસે વાનનો અર્થ એટલો જ છે કે સોળ પછીના વીસ વર્ષની વય સુધી બાળકની બુદ્ધિમાં એક ચોક્કસ માનસિક્તા દઢ બને છે. (૧૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ વીસ-એકવીસ વર્ષના આ ઉંમર ગાળાને આપણે બ્રહ્મચર્યાશ્રમના માળખામાં સમાવેશ કરેલો છે. જ્ઞાન-વિજ્ઞાનના સંસ્કારોની ક્ષિતિજ વિસ્તારવામાં આ સમયગાળો મહત્વપૂર્ણ કામગીરી બજાવી શકે તેમ છે. પ્રાચીન અને અર્વાચીન સમીકરણોના આધાર સ્તંભ પર એકવીસ વર્ષની વય સુધીના બાળકના શિક્ષણનું માળખું ગોઠવવા જો પુનર્વિચાર કરવામાં આવે તોજ રાષ્ટ્રને ચારિત્ર્યવાન નવયુવકોની ભેટ ધરી શકાય. | દર્શન અને શ્રવણ સંસ્કાર ઉત્પન્ન થવાના માધ્યમ હોવાથી દશ્યશ્રાવ્યના તમામ વૈજ્ઞાનિક ઉપકરણોને એક સાધન તરીકે ઉપયોગ કરવાની તાતી જરૂરિયાત ઉત્પન્ન થઈ છે. વાંચન સામગ્રી અને મનોરંજનના ક્ષેત્રો પણ આ દિશામાં ધ્યાન માંગી લે છે. મોટા ગણાતા મહાનુભાવોના આચરણ પણ વાતાવરણ ઘડવામાં ભાગ ભજવે છે. હિન્દુ જીવનદર્શનની દષ્ટિને વિકસાવવા ઉપરોક્ત માધ્યમોમાં શક્તિ સંચાર કરવાથી જ સર્વાંગિક ઉન્નતિનું ચિત્ર કંડારી શકાય તેમ છે. હાલના શૈક્ષણિક અભ્યાસક્રમના માળખાનું જો અધ્યયન કરવામાં આવે તો વેદ-પુરાણ-ઉપનિષદ-રામાયણ અને મહાભારતમાં સમાવાયેલા સંસ્કાર-મુલ્યોનું તેમાં લેશમાત્ર પણ સ્થાન દેખાતું નથી. સંસ્કાર નિર્માણ માટે સતત સાનુકુળ વાતાવરણ અપેક્ષિત રહે છે. શાળાકીય અને સમાજિક બંને વાતાવરણમાં સામંજસ્ય સિવાય સંસ્કાર નિર્માણનું કાર્ય સંભવિત નથી. આ બંને ક્ષેત્રના વાતાવરણ માટે સામંજસ્ય સ્થાપિત કરનાર એક સંયુક્ત કડીની જરૂર છે. જેમ અલગ અલગ પુષ્પોને દોરાની એક સાંકળમાં પરોવવાથી એક ખુશબોદાર હાર બનાવી શકાય છે તેમ સમાજનું નેતૃત્વ વહન કરનારા તેમજ શાળા મહાશાળાના સુકાનીઓની સમન્વિત કરી સમાજને નવીન દિશા પ્રદાન કરી શકે ' સાધ્ય અને સાધન બન્નેની એકરૂપતા વડે સાધ્ય સિદ્ધ કરી શકાય છે. શિક્ષણ જો સાધ્ય ગણવામાં આવે તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાધ્યને સિદ્ધ કરવાના સાધન છે. સાધનનો વિચાર કર્યા સિવાય સાધ્યની સિદ્ધી દૂર રહે છે. જેમ એક મૂર્તિકાર અણઘડ પથરાઓમાંથી પણ શ્રેષ્ઠ મૂર્તિના સર્જન માટે તનમનપૂર્વક મચી પડે છે. જેમ એક કુખ્તાર માટીમાંથી વિવિધ રચનાઓમાં કૌશલ્ય દેખાડવા તન-મનને માટીમાં એકાગ્ર ચિત્તે કેન્દ્રિત કરે છે. તેમ તન તેમજ મનના લક્ષ સંઘાન વિના સંસ્કાર નિર્માણ માટે વાંછિત ફલ મેળવી શકાતું નથી. જન્મજાત સંસ્કાર અને આવરણમાંથી પ્રાપ્ત સંસ્કાર પર પ્રકાશ પાડતું એક ઐતિહાસિક દષ્ટાંત શુક રહસ્ય ઉપનિષદમાં વર્ણવેલું છે. શુકદેવ મહર્ષિ વ્યાસનો પુત્ર હતો. એમ કહેવાય છે કે શુકદેવ જન્મજાત જ્ઞાની હતા. શુક્રાણુઓમાં રહેલા જ્ઞાનના સંસ્કારો શુક્રદેવને ગર્ભાવસ્થામાં જ સોળે કળાએ ખિલેલા હતા. પાંચમાં વર્ષે વ્યાસે શુકદેવને યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું કર્મ શરૂ કર્યું. જે-જે વ્યાસ Page #171 -------------------------------------------------------------------------- ________________ સમજાવતા હતા તેને શુકદેવ જાણતો હતો. યજ્ઞોપવિત સંસ્કારમાં જીવનને એક યજ્ઞકાર્ય સમજી તેને સાનુકૂળ આચારવિચારોની સમજ બાળકમાં ઉત્પન્ન કરવા પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. તેનું બીજું નામ ઉપનયન સંસ્કાર છે. નયનનો અર્થ આંખ થાય છે. મને આંખ દ્વારા જોવાનું સમજવાનું કામ કરી શકે છે. આંખ દ્વારા જોવાની શક્તિથી જ સ્પષ્ટ અને સત્ય ચિત્ર મનમાં અંકાય છે. માટે આ સંસ્કારને ઉપનયન નામ આપેલું છે. જ્ઞાનના આ ઉપનયનથી જીવન જીવવાનું સત્યદર્શન બાળકને પ્રદાન કરવાનો હેતુ સચવાયેલો છે. ' ઉપનયન સંસ્કારમાં અંતિમ એક સંસ્કાર બ્રહ્મવિદ્યાના ઉપદેશનો છે. તમામ અન્ય સંસ્કારો પૂરા થયા પછી બ્રહ્મવિદ્યાના સંસ્કાર પ્રદાન કરવા માટે વ્યાસ બાળકને લઈ સદાશિવ પાસે પહોંચ્યા. વ્યાસે શંકરને કહ્યું કે આ મારા બાળકને ઉપનયન સંસ્કારનું કાર્ય ચાલે છે અને હવે તેને બ્રહ્મવિદ્યા સંસ્કાર આપવાનો ક્રમ આવ્યો છે. આ મારા બાળકને આપથી જ આ સંસ્કાર મળે એવી મારી ઇચ્છા છે. શંકરે કહ્યું કે આ બાળક આ સંસ્કાર મારાથી ગ્રહણ કરશે તો તૂર્તજ સંસારનો ત્યાગ કરી દેશે. વ્યાસે કહ્યું ભલે જે બનવાનું હોય તે બને પણ આ સંસ્કાર તેને આપથી જ મળવા ઈએ. વ્યાસ પુત્ર શંકરને સોંપી ચાલ્યા ગયા. શુકદેવ શંકરના સાનિધ્યમાં રહી બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કાર માટે જિજ્ઞાસુ મન બનાવી જે-જે સમજ શિખતા ગયા તેતે બધી જ તેમના અંતઃકરણમાં સન્નિહિત હતી. એકની એક જ વાત મનમાં દઢપણે પ્રસ્થાપિત થવાથી શુકદેવના અંતર્ચક્ષુ ખુલી ગયાં. સંસ્કારનું સાર તત્ત્વ અંત:કરણમાં જડાઈ ગયું. શંકર પાસેથી શુકદેવ સીધા જ તપ માટે વન ગમન કરી ગયા. Hos. શ્રી ગુરુ મહારાજ અને શ્રી ગુરૂજીઃ એક સ્મરણીય મુલાકાત રા. સ્વ. સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માઘવરાવને લોકો જેમ શ્રી ગુરૂજી એવા નામે સંબોધે છે તેમ શ્રીસ્થલમોના અરવડેશ્વર તીર્થના ઋષિવર શ્રી દેવશંકરને Page #172 -------------------------------------------------------------------------- ________________ પણ ગુરૂમહારાજ એવા હુલામણા સંબોધનથી ઓળખવામાં આવે છે. શ્રીસ્થળની જ આ તપોમૂર્તિએ જ્યારથી અરવડેશ્વરના શંકરને શરણે સ્વયંને સમર્પણ કરી નદીના સામા કિનારે વસેલા છે; ત્યારથી શહેર તરફના સરસ્વતીના કિનારાને તેમણે જોયો પણ નથી. એ જ રીતે માતા-પિતાનો એકનો એક લાડલો પુત્ર હોવા છતાંય જ્યારથી શ્રીમાઘવરાવે સમાજ કાર્ય માટે સમર્પિત જીવનવ્રત અંગીકાર કરેલું છે; ત્યારથી ઘરના ઉંબરાના તેમણે દર્શન કરેલાં નથી. ઈ.સ. 1956ના અરસામાં આ બંને મહાપુરુષો વચ્ચે યોજાયેલ મુલાકાતની આ વાત છે. તે દિવસોમાં સંઘના ઉત્તર ગુજરાતના સ્વયંસેવકોનો એક શિશિર શિબિર સિદ્ધપુર મુકામે રાખેલો હતો. કડકડતી ઠંડીમાં પણ લગબગ સાડા ચારસો સ્વયંસેવકો પૂર્ણ ત્રણ દિવસના આ શિબિરમાં પૂર્ણ સમય માટે ઉપસ્થિત હતા. શ્રીગુરુજી પણ પૂર્ણ બે દિવસ માર્ગદર્શન માટે સિદ્ધપુરમાં રોકાયા હતા. શ્રી ગુરુજીના આ રોકાણ દરમ્યાન અહીંના આ મૂર્ધન્ય તપસ્વી ગુરુ મહારાજ સાથે ગુરુજીની એક મુલાકાત ગોઠવાઈ હતી. તે સમયની એક યોજના મુજબ શ્રી ગુરુજીના કાર્યક્રમોની આઘોપાત્ત નોંધ તૈયાર કરવાનું કામ મને સોંપાયેલું હતું. તેથી આ મુલાકાત સમયે હું પણ હાજર હતો. બરાબર સવારના સાતને ટકોરે જીપમાં શ્રીગુરુજી સાથે અમે સૌ તે સ્થાને જવા રવાના થયા. જીપમાં સાથે મા શ્રી અનંતરાય કાળે તેમજ શ્રી અમૃતલાલ મારફતીયા પણ હતા. પરોઢિયે બ્રાહ્મમુહર્તમાં ઉઠી આશ્રમમાં સ્નાન-વિ. પતાવી સરસ્વતી સ્નાન અને કિનારે જ ધ્યાન માટે આસન લગાવવાનો ગુરુ મહારાજનો નિત્ય ક્રમ હતો. નાળીયાના માર્ગેથી જીપ સીધી જ અરવડેશ્વર મંદિરના ઝાંપે જઈ રોકાઈ જીપમાંથી ઉતરતાં જ સામે નદીના પ્રવાહમાં શ્રી ગુરુ મહારાજના દર્શન થયાં. શ્રી ગુરુમહારાજને નિહાળતાં જ વનરાજની ચાલે શ્રી ગુરુજી નદીના પટમાં ઉતરી પડ્યા. સિંહની જેમ છલાંગ ભરતા આવી રહેલા શ્રી ગુરુજીને જોઈ ત્યાં હાજર બ્રાહ્મણોએ ગુરુમહારાજનું ધ્યાન દોર્યું. દષ્ટિ ફેરવતાં જ ક્ષણભરમાં બંનેના નેત્રોનું પરસ્પર મિલન થયું. અતિથિ દેવોભવ જેનો જીવનમંત્ર છે એવા ગુરુ મહારાજે શ્રીગુરુજીને જોતાં જ દંડવત અભિવાદન માટે જ્યાં ધરતી પર દેહ લંબાવવાની લાક્ષણિક મુદ્રા પ્રારંભ કરી એટલામાં જ દુત ગતિએ શ્રી ગુરુજીએ તેમને ઝાલી લઈ તેમના ચરણ સ્પર્શ કરી અભિવાદન કર્યું. કેવું અદભુત આત્મ સમર્પણ અને વંદનના સંસ્કારનું પ્રેરક દશ્ય “અહમ્ નહીં પણ અહમ્ ના સમર્પણનું સૌજન્ય સૂચક દશ્ય” અહીં દંડવત પ્રણામ છે, પરંતુ તેના સ્વીકારનો અહમ્ નહીં; પણ અર્પણનો વિનમ્ર પ્રયાસ દેખાય છે. નદીના પટમાંથી બંને મહાપુરુષોની પાછળ પાછળ અમે સૌ આશ્રમની દિશા તરફ ચાલ્યા. જ્યાં લીલાછમ વૃક્ષો અને ઘટાટોપ અશ્વત્થ વૃક્ષની છાયામાં એક નાની Page #173 -------------------------------------------------------------------------- ________________ સરખી પતરાના છાપરાવાળી પુરાણી ઓરડી આવેલી હતી. એ જ આશ્રમ આ સ્થાનમાં તો ત્યાં પ્રાકૃતિક સૃષ્ટિ સૌન્દર્ય સોળે સોળ કળાએ ખિલી ઉઠેલું હતું. ગુર મહારાજને તો આ ઓરડી સાથે માત્ર સગવડિયો સંબંધ હતો. તેઓ તો પ્રકૃતિના ખોળામાં જ બ્રાહ્મણમુહર્તથી સુર્યાસ્ત પર્વત બ્રહ્મનંદના અમૃતપાનમાં જ નિમગ્ન રહેતા. પ્રકૃતિ દ્વારા પ્રદત્ત ભરપૂર શોભા અને સૌન્દર્યવાળા આ આશ્રમમાં ખીલી ઊઠેલું સૃષ્ટિ સૌન્દર્ય પ્રકૃતિના સ્રષ્ટા સ્વયં ઈશ્વરનું જ પ્રતિબિમ્બ દર્શાવતું હતું. નૈસર્ગિક સૌન્દર્યના સર્જન તેમજ સ્થિતિનો અધિપતિ જે સ્વયં ઈશ્વર જ છે, તે ઈશ્વરના સાક્ષાત્કાર માટે પણ પ્રાકૃતિક શોભાના સાનિધ્યની જરૂરી રહે છે. બંધ કમરાઓના વાતાવરણમાં ભલે ઈશ્વર દર્શન પ્રાપ્ત કરી શકાતું હશે પણ તે ઈશ્વરના ઐશ્વર્યનું અમૃતપાન તો ન જ થઈ શકે. આશ્રમમાંથી શ્રી અને સરસ્વતીના મેળમિલાપવાળું પ્રાકૃતિક દશ્ય મનને આનંદ આપનારું હતું. કલકલ વહેતો સરસ્વતીનો પ્રવાહ ધરતી પર જળની સર્વોપરિતાનું દર્શન સૂચવતો હતો. પ્રાકૃતિક મનોહરતાનું વાતાવરણ જે અકથ્ય આનંદને પિરસતું હતું એવું જ આ બંને મહાપુરુષોના સૌમ્ય વ્યવહારનું દષ્ય મન પર ઉચ્ચ સંસ્કારિતાના આદર્શોની છાપ છોડતું હતું. પીપળાના વૃક્ષની છાયા નીચે ઓરડી બહાર એક જુની પુરાણી પાટ રહેતી હતી. ગુરુ મહારાજે ગુરુજીનો હાથ ઝાલી પાટ પર બેસાડવા પ્રયત્ન કર્યો. આપ બેસો. હું બેસું છું, એમ કહી ગુરુજીએ ગુરુ મહારાજને બેસાડવા આગ્રહ કર્યો. પણ અતિથિ દેવોભવના આદર્શના પુરસ્કર્તા ગુરુ મહારાજ એમ માને ખરા ? દઢ આગ્રહપૂર્વક હાથ ઝાલી શ્રી ગુરુજીને પાટ પર બેસાડીને જ તેઓ જંપ્યા. ઓરડીમાં જઈ ગુરુ મહારાજ ગંધ-પુષ્પ અને અક્ષત લઈ આવ્યા નહીં-નહીંના ગુરુજીના અંતરનાદ વચ્ચે ગુરુ મહારાજે પોતાનો ક્રમ શરૂ કર્યો. સ્વસ્તિવાચક વેદમંત્રોના આશીર્વચનોની વર્ષાથી વાતાવરણ આલ્હાદક દશ્યમાં ફેરવાઈ ગયું. આ સમસ્ત પ્રક્રિયા સમયે વિવશ બનેલા શ્રીગુરુજી તો આંખો બંધ કરી બેસી જ રહ્યા. વેદમંત્રોના સ્વરગાન સંભળાતાં બંધ થતાં શ્રીગુરુજીએ નેત્રો ખોલ્યાં. સાક્ષાત શંકરની મૂર્તિ સમા સામે ઊભેલ ગુરુમહારાજને જોઈ વંદન કરી શ્રીગુરુજી બોલ્યા. “આ તો ઉલટી ગંગા વહી.” આવા શાંત, એકાત્ત અને નૈસર્ગિક સૌન્દ્રયના સામ્રાજ્યમાં પરમપદની પ્રાપ્તી માટેના આપના પુરુષાર્થ જેવું સદ્ભાગ્ય તો મને મળેલું નથી. મારું નસીબ તો કુંભારના ચાકની જેમ ફરવાને નિર્માયેલું છે.” એક પળના પણ વિલંબ વિના ગુરુ મહારાજે પ્રત્યુત્તર વાળ્યો કે “આપનું જીવન તો સૂર્ય સમાન છે. આપનું કાર્ય સૂર્યના કાર્ય જેવું છે. આ સંસારના શ્રેયનું સંચાલન સૂર્યના ફરવામાં જ સચવાયેલું છે. સ્થગિત થવામાં નહીં.' તત્ત્વજ્ઞાન જેટલું પાણીથી સાક્ષાત્કારિત થતું નથી એટલું વ્યવહારના પરિપાલનથી - અનુભવાય છે. વ્યક્તિના શબ્દોની જે છાપ મન પર સંસ્કાર સર્જાવી શકતી નથી ૧૧૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ તે છાપ તેમાં વ્યક્ત વ્યક્તિત્વની ઉત્પત્તિમાંથી આપો-આપ મનને પ્રભાવિત કરી દે છે. વધુમાં વધુ જરૂરિયાતોની ઝંખના ધરાવતી આ વીસમી સદીની સંસ્કૃતિમાં અલ્પતમ આવશ્યક્તા અને ઉચ્ચતમ જીવનદર્શનની ઝાંખી કરાવતો આ બે મહાપુરુષોનો નિષ્કામ કર્મયોગ શિખવાનું ઘણું ઘણું મૂક રીતે પ્રકટ કરતો હતો. કેવળ લંગોટી અને ભસ્મ લેપનથી શોભતો એક દેહ ક્ષણભંગુર છતાંય દુર્લભ દેહની મહત્તાનું મૂલ્ય સમજાવી રહ્યો હતો; તો બીજી તરફ સમાજને જ ઈશ્વરનું એક અભિવ્યક્ત સ્વરૂપ સમજી તેના કાર્ય માટે સમસ્ત આશા-આકાંક્ષાઓનું બ્રહ્માર્પણ કરનાર દેહ સમાજ પ્રત્યેના કર્તવ્યનું ભાન કરાવતો હતો. માર્ગ અલગ અલગ પણ ઉદ્દેશ્ય એક જ એવાં બે જૂજવાં વ્યક્તિત્વનું સંમિલન અહીં યોજાયું હતું. એકે આત્મશ્રેય માટે આશા-તૃષ્ણાઓની ગઠડીને પીંપળાના ઝાડની ડાળે લટકાવી પદ્માસન લગાવ્યું હતું; તો બીજાએ એજ ગઠડીને સમાજોત્થાનની ભાગીરથીમાં ડૂબાવી સંસારનું ડિડિમ બંધ કરી દીધું હતું. આ બંને નરરત્નોનું કર્મ કૌશલ્ય જગતના પ્રવાહથી તદ્દન નિરાલું હતું. આજે જ્યારે સાંસારિક આશા તૃષ્ણાઓના જોરદાર વાવાઝોડામાં જગત અટવાયેલું છે. તે સમયમાં તે જગતથી નોખા બે વ્યક્તિનું એકી સાથે દર્શન પ્રેરણાત્મક વાતાવરણનું સર્જન કરે છે. વ્યક્તિના વાણીવિલાસ કરતાં વ્યવહારનું સ્પષ્ટ દર્શન મન પર જે સંસ્કાર નાંખી શકે છે તેનું અભૂતપૂર્વ દર્શન અહીં થયું. અન્યત્ર તત્ત્વજ્ઞાન માત્ર સાંભળવા મળતું હોય છે; પણ અહીં તો તે અભિવ્યક્તિ રૂપે અવતરણ થયેલું જોવા મળ્યું. નિરીક્ષક - ગજાનન દવે ૦૭. સંઘ શાખા અને પૂ. ગુરૂ મહારાજ સંઘ શાખા સાથેનો પૂ. ગુરુ મહારાજનો નાતો સર્વ પ્રથમ સાવ સ્વાભાવિક રીતે થયો હતો. સંઘની દૈનદિન પ્રવૃત્તિમાં શાખા એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. દૈનંદિન શાખાના કાર્યક્રમ સ્વયં તેના સાંસ્કૃતિક લક્ષ્યને સ્પષ્ટ કરે છે. સંસ્કૃતિના અધિષ્ઠાન પર સંસ્કારના આદાન-પ્રદાન માટે સમાજના સંઘટનનું લક્ષ રા-સ્વ-સંઘ શાખાના પાયામાં રહેલું છે. એક સમયે ધુળેટીના દિવસે ગામના વાતાવરણથી અલિપ્ત એવા અરવડેશ્વરના સ્થાનમાં પ્રભાત શાખાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. બાલ-તરૂણ પ્રૌઢ બધા જ સ્વયંસેવકો ઘાણી-ચણાનો નાસ્તો સાથે લઈ વહેલી સવારે અંબાવાડીમાં એકત્ર થયા હતા. અને અરવડેશ્વર ઉપડી ગયા હતા. સવારના 10નો સમય હતો. સરવડેશ્વરનું મેદાન સ્વયંસેવકોની પ્રવૃત્તિથી ૧૧૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ધમધમતું હતું. એક ગોળ વર્તુલમાં પાણી છાંટી ભગવો ધ્વજ ફરકાવાયો હતો. સંઘના પ્રચારક શ્રી અનંતરાવ કાળે પણ આજે સાથે હતા. સંઘની પદ્ધતિ મુજબ ધ્વજપ્રણામ થયા બાદ વિવિધ રમતો રમાઈ હતી. રમતો પણ બળ, સ્ફૂર્તિ અને સંસ્કાર સર્જનમાં અગત્યનો ભાગ ભજવે છે. બ્રિટનના એક સમયના પ્રધાનમંત્રી ચર્ચીલે એક સમય જાહે૨ કર્યું હતું કે યુદ્ધના મેદાન પર થયેલ બ્રિટનની જીત બ્રિટનના રમતોના મેદાનોને આભારી છે. શૌર્ય અને પરાક્રમની પ્રેરણા ઉત્પન્ન કરે તેવી મતો જે દેશના બાળકો કાયમ રમતા હોય છે તે દેશની પ્રજા ખમીરવંતી નિર્માણ થતી હોય છે. રમતોથી શક્તિ, સ્ફૂર્તિ અને ખેલદિલીના ભાવો સર્જાય છે. રોગમુક્ત અને આરોગ્યવર્ધક શારીરિક સંપત્તિ સર્જાય છે. રમતોનો કાર્યક્રમ પૂરો થઈ સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ચાલતો હતો. સૂર્ય નમસ્કારમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ હોય છે. પૂ. ગુરુ મહારાજને નદીમાંથી પરવારી મહાદેવમાં આવવાનો આ સમય હતો. મંદિરના પગથિયે ચઢતાં જ મિત્રાય નમ’' ના સામૂહિક સ્વરો તેમના કાને અથડાયા. આ સ્થાનમાં સામૂહિક શિસ્તબદ્ધ સૂર્યનમસ્કારના મંત્રો સાથેનો આ કાર્યક્રમ પહેલી જ વાર નજરે પડે તેવો હતો. એક બાજુ ઊભા-ઊભા સસ્વર સૂર્ય નમસ્કારનો આ કાર્યક્રમ તેમણે નિહાળયો ત્યારબાદ તૂર્તજ દક્ષ આહર્મ અને પ્રાર્થનાની આજ્ઞાના સ્વરો વચ્ચે પ્રાર્થના શરૂ થઈ. શુદ્ધ સંસ્કૃતમાં રાષ્ટ્રવંદનાની ભાવવાહી સામૂહિક પ્રાર્થના સાંભળી પૂ. ગુરુ મહારાજની અંતરચેતના તેમના રોમ રોમમાં ખિલી ઊઠી. પ્રાર્થના પૂરી થયા બાદ સીધા જ સ્વયંસેવકો વચ્ચે આવ્યા. સ્વયંસેવકો અને અધિકારીઓએ આવકાર સૂચક વંદન કર્યાં. બધા જ તેમની સામે વંદન મુદ્રામાં ગોઠવાઈ ગયા. આ શું છે, શાની પ્રવૃત્તિ છે, તેવી પુછપરછના પ્રત્યુત્તરમાં મા-અનંતરાવ કાળેએ સંઘની દૈનંદિન શાખાના કાર્યક્રમોનો સુંદર ચિતાર રજુ કર્યો. સંપૂર્ણ દેશભરના હિન્દુ સમાજના આબાલવૃદ્ધ સૌને આ કાર્યક્રમમાં સાંકળવાનો સંઘનો પ્રયાસ જાણી તેઓ આનંદથી પુલક્તિ થઈ ઊઠ્યા. તેઓએ અનહદ આનંદ સાથે કાર્યની અભિવૃદ્ધિના આશીર્વાદ પાઠવ્યા. મા-અનંતરાય કાળેએ સ્વયંસેવકોના અંત:કરણને સ્પષ્ટ વ્યક્ત કરતું એક ભાવવાહી ગીત ગાઈ સાંભળાવ્યું. ગીતના સ્વરો હતા. નિજ રૂદયકા સ્નેહ કણ કણ, દેવ પ્રતિમા પર ચઢા કર રાષ્ટ્ર મંદિર કા પુન: નિર્માણ કરના હૈ હમેં તો ॥1॥ કાટ કણ કણ દેહ જિસકી, દુર્ગકા નિર્માણ હોતા, એક તિલ હટને ન પાતા, ભૂમિ મેં હી પ્રાણ ખોતા. ૧૧૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ જય પરાજય કિર્તી યશકી, છોડ કર સબ કામનાયે. રાતદિન નિશ્ચલ અટલ, ચૂપચાપ ગઢકા ભાર ઢોતા. શોક મેં રોતા નહીં ઔર હર્ષ મેં હસતા નહીં જો રાષ્ટ્ર કી દૃઢ નીંવ કા પાષાણ બનના હૈ હમેં તો ॥1॥ (અપૂર્ણ) મ. અનંતરાવજીના કંઠે ગવાયેલ આ ગીતે સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા. સંઘની શાખામાં રમતો સાથે ભાવપ્રેરક ગીતોનું પણ અદ્વિતીય સ્થાન છે. તાલબદ્ધ સંગીત ગાન નાદ બ્રહ્મની શક્તિ ઉત્પન્ન કરે છે. આ મુદ્દાને પરિલક્ષિત વેદ-પુરાણ રચનાઓ થયેલી છે. વેદ અને પુરાણોના સસ્વર મંત્રોચ્ચા૨ મનુષ્યના અંત:કરણને જગાવે છે. ડોલાવે છે. જેટલી અસર ગદ્ય ઉપજાવી શકતું નથી તેથી વિશેષ છાપ પદગાનથી છે. પડે છે. ભારતીય સંસ્કૃતિનું લગભગ પૂર્ણ સાહિત્ય પદ્યરચનામાં ગવાયેલું છે. પદ્ય રચનાના મંત્રો ગાઈ ગાઈ કંઠસ્થ કરી શકાય છે. ગદ્ય સાહિત્ય આ લક્ષ પૂર્ણ કરી શકે તમ નથી. પદ્યમય સંગિતની સ્વરશક્તિ પ્રાણીઓને પણ ડોલાવે છે. રા.સ્વ. સંઘ પ્રાચીન સંસ્કૃતિના આ વારસાને ગીતોના માધ્યમથી ઉતારવા સંસ્કાર પ્રેરે છે. સંગીતના માધ્યમથી સંસ્કાર સિંચનની પ્રવૃત્તિ સંઘમાં સ્વીકારાયેલી છે. બસ આ એક જ પરિચયે પૂ. ગુરુદેવના અંત:કરણમાં સ્થાન જમાવી દીધું. જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી પ્રતિ વર્ષ ગુરુ દક્ષિણારૂપે સવા રૂપિયો મોકલવાનું તેઓ ચૂક્યા નથી. પ્રત્યક્ષદર્શી ગજાનન દવે. ૧૧૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૦૮. સ્વર્ગના રાજા ઇન્દ્રને જઈ કહેજે અરિષ્ટનેમિને સ્વર્ગનાં સુખો નહીં, મોક્ષ પ્રાપ્તિની મહેચ્છા છે (અરિષ્ટનેમિ) (૧) રાષ્ટ્રની પ્રાચીનતમ સંસ્કૃતિ, તેના સંસ્કાર, તત્ત્વજ્ઞાન તેમજ સંબંધિત ઇતિહાસનું સંકલિત ચિત્ર યોગ વશિષ્ઠમાં અંકિત છે. તેમાં તત્ત્વજ્ઞાન ને ઇતિહાસના માધ્યમથી રસપ્રદ રીતે રજુ કરાયું છે. તેના વૈરાગ્ય પ્રકરણમાં અરિષ્ટનેમિ રાજાનો ઇતિહાસ ઉપલબ્ધ છે. ઇતિહાસ અરિષ્ટનેમિ રાજાનો છે; પણ તેમાં કેવળ અરિષ્ટનેમિનું અંત:કરણ ખુલ્લું કરાયું છે. હિન્દુ જીવનદર્શનમાં મનુષ્ય જીવનનું આખરી સર્વોત્તમ લક્ષ્ય શું છે તેનો યથોચિત ઉત્તર અરષ્ટનેમિના દૃષ્ટાંતથી મળે છે. ભારતીય ઇતિહાસ થાની એ વિશિષ્ટતા છે કે તેમાં તેના દૃષ્ટાઓએ ઇતિહાસને માત્ર મહિતિયોનો સંગ્રહ બનાવ્યો નથી પણ તેમાં પાત્રોના ચરિત્રકથન સાથે પાત્રોના અંત:કરણની છબીઓને ઉતારી તત્ત્વજ્ઞાનને પ્રકટ કરવાનું લક્ષ્ય પણ અપનાવેલું છે. ઇતિહાસ કથનની આ ખૂબીને કા૨ણે પ્રાચીન ઇતિહાસ; ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સંસ્કાર અને શિક્ષણ એમ ચતુષ્કોણ જ્ઞાન સ્તંભોના સાક્ષાત્કારનું એક સાધન બનેલ છે. એક રાજા તરીકે સર્વ સુખો તો તેના પગમાં આળોટતાં હતાં. સુખો તેને શોધવા જવા પડતાં નહોતાં. પણ સુખોના દૈનિક ઉપભોગ છતાંય તે સુખો તેને અક્ષય આનંદ કે સંતોષ આપતા નહોતાં. સુખોનો ભોગ પણ નવાં-નવાં દુ:ખો ઉત્પન્ન કરતાં હતાં. અરિષ્ટનેમિ ઘણીવાર વિચારતો કે જે સાધનો અક્ષય આનંદ અને સંતોષ ન સર્જવી શકે તે સાધનોને સાચા સુખના સાધનો કેવી રીતે કહી શકાય ? સંસારના સુખો માટે એવું કહેવાયું છે કે જ્યારે તેઓ દૂર હોય છે; ત્યારે તેને ભોગવવાની તૃષ્ણાઓ જન્મે છે. જ્યારે તેને માણવાનો મોકો મળે છે; ત્યારે તેના અંદર છુપાયેલી વિષાક્ત અસરો તેનાં પરિણામોથી મનમાં વિષાદ જન્માવે છે. આવા તો ઘણા અનુભવો હોય છે કે માણસ માણે છે સુખ, પણ તે સુખ કેવળ ક્ષણિક આનંદ આપી ચિરકાલીન દુ:ખની છાયા પણ છોડતું જાય છે. અરિષ્ટનેમિએ સમજી લીધું કે સુખો જેમ શરીરથી ભોગવાય છે તેમ દુ:ખો પણ તેનાથી જ ભોગવાય છે. સુખ અને દુ:ખ બંનેના ભોગ માટે દેહ છે. સંસારના તમામ દેહધારીઓમાં મનુષ્ય દેહ એક સર્વોત્તમ રચના છે. આ રચનાથી સર્વોત્તમ સુખો પણ ભોગવવા મળે છે; તેમ નિમ્નતમ દુ:ખો પણ ભોગવાય છે, સાથોસાથ સુખદુ:ખ ઉત્પન્ન કરનાર ભવબંધનથી પણ મુક્તિ મેળવવાનો પુરુષાર્થ પણ સાધી શકાય છે. સુખોથી જ જો અંત:કરણ ઠરતું હોય તો તે અશિષ્ટનેમિને સાવ સુલભ હતું. ૧૨૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ પણ વૈભવ ઠાઠમાઠ અને સુવિધાઓ તેના અંત:કરણને ઝાઝો સંતોષ અને આનંદ આપી શક્યાં નહીં. અક્ષય આનંદ અને સંતોષ મેળવવા તેનું મનોમંથન ચાલુ હતું તે સત્સંગથી જ્ઞાની બન્યો હતો પણ જ્ઞાનના વિષયને આત્મસાક્ષાત્કારથી ચરિતાર્થ કરી શક્યો નહતો. તેણે વૈરાગ્યનો મહિમા જાણ્યો હતો પણ રાગથી મુક્ત બનવાની ક્રિયાનો અભ્યાસ કેળવ્યો ન હતો. જેમ અભ્યાસ વડે જ ભોગ ભોગવાય છે. રાગ કેળવાય છે. તેમ અભ્યાસ વડે જ રાગથી મુક્ત થવાય છે. રાગથી મુક્તિના સ્વરૂપને વૈરાગ્ય કહેવાય છે. કોઈપણ પરિણામોનો સાક્ષાત્કાર અભ્યાસ વડે જ થાય છે. અભ્યાસ એક સાધન છે. સતત એક ક્રિયામાં મનને, શરીરને પ્રવૃત્તિશીલ રાખવું તેનું નામ અભ્યાસ છે. મનુષ્ય સુખો મેળવવા પાછળ જેટલો પ્રવૃત્તિશીલ રહે છે તેનાથી ન્યુનતમ પ્રવૃત્તિ (અભ્યાસ) જો વૈરાગ્યના વિષયમાં કેળવે તો પણ તે પરમેશ્વરની નજીક તો અવશ્ય પહોંચે છે. જે પરમેશ્વરની નિકટ સુધી પહોંચે છે; તેનાં અરિષ્ટો તો ઘટી જ જાય છે. પૂર્ણ વૈરાગ્યની પ્રાપ્તિથી તો જીવ સ્વયં શિવ બની જાય છે. - જરૂર ફક્ત અભ્યાસની છે. વૈરાગી થવું એટલે ઘરબાર છોડી બાવા બની નાસી જવું એવો અર્થ નથી. જટા કે મુંડન કરાવવું તેમ પણ નથી. તિલક કે માળાઓનો બાહ્યાડંબર કરવો તેમ પણ નથી. દેવ મંદિરોમાં પગ ઘસવાનો પણ તે વિષય નથી. નદી કે સરોવરોના જળમાં માત્ર બકિયો મારવાનો પણ તે વિષય નથી. વનવગડાઓમાં વિચરવું કે વસવાટ કરવાથી વૈરાગ્યનો અધિકાર પ્રાપ્ત થતો નથી. તેમજ જ્ઞાનનાં આકર્ષક પ્રવર્ચનો હોવાથી પણ વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. વાદવિવાદોમાં વિજયી થનાર પણ વૈરાગી હોઈ શકે એવો સરળ આ વિષય નથી. વિષયનો અધિકાર પ્રાપ્ત કરવો સરળ નથી પરંતુ પ્રાપ્તિ માટેનો માર્ગ તો સાવ સરળ છે. તેના અભ્યાસથી અંત:કરણમાં જે દીપ પ્રકટે છે તે દીપ માર્ગને પ્રકાશિત કરતો જાય છે. દઢ અભ્યાસથી આત્મસાક્ષાત્કાર હાથવેંત રહે છે. શરીરના બાહ્ય અંગો માટે તેની તાલીમ ઓછી છે; પરંતુ શરીરની અંદર વ્યાપ્ત મન કહો કે જીવ તેને વારંવારના દઢ અભ્યાસ વડે તાલીમ આપતા રહેવું પડે છે. વૈરાગી બનનારે કશું જ છોડવાનું હોતુ નથી; તેમજ મેળવવાનું મન પણ બનાવાનું હોતું નથી. વૈરાગી બધું જ ખાય છે. પીએ છે. સુંધે છે. બધા જ વિષયોમાં આનંદ માણે છે. વસ્ત્રો પણ પહેરે છે. ઘરમાં પણ રહે છે. સમાજમાં પણ હરેફરે છે. બધુંજ જુએ છે. સાંભળે છે. અને સંસારનો આનંદ લૂંટે છે. આ બધું હોવા છતાંય એક જ નિયમ પાલનથી વૈરાગ્યનો અભ્યાસ દઢ બને છે. મન વૈરાગ્યભાવથી પરિપૂર્ણ બનતું જાય છે. મનુષ્યના આચરણમાંથી વૈરાગ્યભાવ પ્રકટ થાય છે. આ નિયમના અભ્યાસથી મન પર છવાયે જતી વૈરાગ્યની છાયા સદા-સર્વદા સર્વ કોઈ હાલતમાં જીવને પ્રસન્નતામાં જ મગ્ન રાખે છે. પ્રસન્નતાના ઝરણામાં તેનું મન ડૂબેલું જ રહે છે. ૧૨૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ આ નિયમ છે અનાયાસે પ્રાપ્ત સુખોનો આનંદ ઉઠાવાનો. અનાયાસે મળતા લાભ ભોગવવાનો. જે સુખો મળે તે આનંદથી માણવા અને અપ્રાપ્ય સુખોની લાલસાઓ છોડવાની ટેવ કેળવવી સુખોના ભોગ માટે સંકલ્પ વિકલ્પોના જાળામાંથી મુક્તિ મેળવવાનો અભ્યાસ મન પર પાડવો. સાંજે શું ખાઈશું, કાલે શું ખાઈશું તેની મથામણ ન કરતાં જે મળે તે પરમ પ્રેમથી ખાવું. રુચિ-ખરુચિના ભેદોથી મનને દૂર રાખવું. પદાર્થોનો સંગ મનને ન થવા દેવો એજ નિસંગપણું છે. એકાંત કે જંગલમાં જવું તે નિસગપણું નથી. માત્ર પદાર્થોના સંગનો રંગ મનને ન લાગે તેની સતત કાળજી લેવી તે નિસગપણાનું લક્ષણ ગણાય છે. વ્યક્તિઓના સંગથી દૂર રહેવું તે નિસંગપણું નથી; પણ તે સંગના દોષથી દૂર રહેવાની ક્રિયાને નિસંગપણું કહે છે. અનાયાસ પ્રાપ્ત ભોગ ભોગવાના અભ્યાસથી મન નિસંગ બને છે. જ્યારે માણસ પાણીવાળી ભીની ધરતી પર ચાલે છે; ત્યારે લપસણા સ્થાનોથી છેટે ચાલે છે. સાચવીને ચાલે છે. લપસણી જગ્યાએ પણ સંભાળપૂર્વક પગ મૂકી ચાલે છે. વિકાસ માટે પુરુષાર્થ કરવો. પ્રાપ્ય સુખો ભોગવવાં અને અપ્રાપ્ય ભોગો ભોગવવા ફાંફા ન મારવા તે વૈરાગ્યની કેળવણી છે. આ કેળવણીથી ભોગો માટે મનનું નિસંગપણું પ્રાપ્ત થશે. નિસંગપણાની કેળવણીથી સંસારના સારા-નરસા ભાવો (વિચારો)નો અભ્યાસ છૂટી જશે. નિસંગપણું કેળવવામાં વાતાવરણ પણ ભાગ ભજવે છે. કહે છે ને કે જેવો સંગ તેવો રંગ, સંગ બદલવા અરિષ્ટિનેમિ એક દિવસ રાતોરાત વનમાં ચાલી ગયો. જંગલનાં ઝરણાં, પહાડ, વૃક્ષો, વનસ્પતિ, પશુ, પક્ષીઓ, આકાશના તારલા, હરિયાળી ધરતી, સૂર્ય અને ચંદ્રના વૈભવો, વિવિધ સંધ્યાઓનાં દશ્યો, આરોગ્યપ્રદ હવામાન અને આહારવાળા આ નવા ઘરમાં અરિષ્ટનેમિને સંસારનું સર્વ રહસ્ય સમજાઈ ગયું. ઝરણાંના જળ અને કંદમૂળ ફળ-ફળાદિએ તેની આહારની તૃષ્ણાઓ શમાવી દીધી. વલ્કલ વસ્ત્રોએ દેહના શણગારની આકાંક્ષાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધો. વનસૃષ્ટિએ તેના ચિંતનની દિશા જ બદલી દીધી. ઉપર આકાશ અને નીચે ધરતી. ધરતી પરના વૃક્ષોના સાનિધ્યથી તેને જે જોવા મળ્યું; જાણવા મળ્યું; તે બધું જ અદ્દભુત અને નિરાળું હતું. તેણે જોયું કે પક્ષીઓ ઝાડ પર બેસે છે. સૂએ છે. તે ફળ ફુલો ખાય છે. રાત્રે સુવે છે. પણ આ મારું કે તારે એવા વિવાદમાં કોઈ ઝગડતું નથી. કોઈ કોઈની બથામણી કરતું નથી. જેને જ્યાં જવું હોય ત્યાં જાય છે. જે મળે છે તે પ્રેમથી ખાય છે. ક્યાંય કોઈનું મકાન નથી. રસોઈઘર નથી. પાણીયારું નથી. શયનખંડ નથી બેઠકખંડ નથી. મારા પણાની જ્યાં એક પણ ચીજ નથી તે વનસૃષ્ટિ સૌને સૌના પ્રમાણમાં સરખો આનંદ લૂંટાવે છે. અરિષ્ટનેમિએ જોયું કે ત્યાં કોઈ બજાર નથી. જ્યાં વેચાતું લેવાનો કે વેચવાનો સવાલ જ ન હોય તે વનસૃષ્ટિ પાસે પણ અઢળક સંપત્તિ છે. અઢળક પદાર્થો છે. (૧૨૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ આ વનસૃષ્ટિમાં વસતાં સર્વ જીવો સમાનપણએ તેનો ઉપયોગ કરવા સ્વતંત્ર છે. સાર્વભૌમત્વના અધિકારી છે. કોઈનો ઓછો કે વત્તો અધિકાર પડ્યો ત્યાં પ્રચલિત જ નથી. અરિષ્ટનેમિએ જે મનુષ્ય સૃષ્ટિમાં જોયેલું તેનાથી વિપરીત વાતાવરણ અહીં તેને માણવા મળયું. આ વનસૃષ્ટિ તો તેના સર્વ જીવોને કહે છે કે આ ધન સૌનું સહિયારું છે. જે તેના સ્રષ્ટા ઈશ્વરનાં સંતાનો છે. સૌ સરખા માલિક, સરખા હક્ક અને જરૂરિયાત મુજબ સરખા હિસ્સાના સૌ ભોક્તા છે. આ વનસૃષ્ટિમાં અરિષ્ટનેમિને ખપ પૂરતા ઉપયોગનો સમાન અધિકાર ભોગવતાં પશુ-પક્ષીઓના દર્શનથી બહુ જ આનંદ થયો. અકલ્પિત આનંદ થયો. તેણે એ પણ વિચાર્યું કે મનુષ્ય જેવી સંગ્રહવૃત્તિના શિકાર આ પશુ-પક્ષીઓ બન્યાં હોત તો બળિયાના બે ભાગ જેવું અહીં પણ થાત. જો તેઓ વીણી વીણીને ભેગું કરવાના પુરુષાર્થમાં લાગી જાય તો આ રળીયાણી વનસૃષ્ટિ માથાની ટાલ જેવી બની જાય. અરિષ્ટનેમિ ને મનુષ્ય સૃષ્ટિના દુખોના મૂળમાં આ વૃત્તિ જ દેખાઈ. - ઇન્દ્રિયોના વિષયોના સુખો ભોગવવાના સ્વાર્થી ચિંતનમાંથી વિવિધ લાલસાઓ જન્મે છે. લાલસાઓ પૂર્ણ કરવાના પુરુષાર્થમાં જ સંગ્રહવૃત્તિ જન્મે છે. આ સંગ્રહવૃત્તિના પરિણામે ભેદ સર્જાય છે. ભેદમાંથી રાગદ્વેષ જન્મે છે. રાગદ્વેષ વિવિધ ઝગડાઓનું જન્મસ્થાન છે. બ્રહ્મવિદ્યાનું ચિંતન એ ભોગના વિષયોનું ચિંતન નથી. આ બ્રહ્માંડ અને તેના સ્રષ્ટાના દર્શનનું ચિંતન છે. નાના બાળકને જેમ એકડો શિખવા પાટીપેનની જરૂર રહે છે. એકડો ઘૂંટાડવા જેમ ગુરુની જરૂર રહે છે. એકડો શિખવા જેમ પાકા મનની જરૂર રહે છે તેમ બ્રહ્મવિદ્યાના અભ્યાસ માટે પણ આ બધાં સાધનોની જરૂર પડે છે. એકડો શિખ્યા પછી જેમ પાટી અને પેન છૂટી જાય છે તેમ આ અભ્યાસમાં પણ બને છે. જેમ બુદ્ધિમાન મનુષ્ય ધાન્યના પરાળને છોડી દઈ ધાન્યને જ પકડે છે તેમ આ માર્ગનો અભ્યાસી નિરર્થક મથામણો છોડી દે છે. સંસારની માયા માટેની મથામણો છુટી જવાથી ઈશ્વરદર્શન થશે પણ તેને જોવાની દૃષ્ટિ બીજી હશે. આ આંખ તો ઈશ્વરે સંસારના દર્શન માટે મનુષ્યને આપેલી છે આત્મસાક્ષાત્કારરૂપી જ્ઞાનનું ત્રીજું નેત્ર ખૂલવાથી અંદરનો જીવ જ શિવરૂપ દેખાશે. અરિષ્ટનેમિના ઉગ્ર તપથી ઇન્દ્ર અકળાઈ ગયો. ઇન્દ્રિયોના સ્વામીને ઇન્દ્ર કહે છે. ઇન્દ્ર અરિષ્ટનેમિના ઇન્દ્રિય નિગ્રહના આ તપને, તપના બળને તોડવા અને સ્વર્ગના સુખો માટે લલચાવવા એક દૂત મોકલ્યો. દુતઃ સ્વર્ગના સ્વામી ઇન્ડે આપને સદેહે સ્વર્ગના સુખો ભોગવવા તેડી લાવવા માટે મને અહીં મોકલ્યો છે. ચાલો જલદી કરો. આ વિમાન તૈયાર છે. વિમાન અપ્સરાઓના સંગ અને સંગીતની મહેફિલ માટે સજાવાયેલું છે. માર્ગમાં પણ આપને આનંદ મળશે. Page #181 -------------------------------------------------------------------------- ________________ અરિષ્ટનેમિ : અરે, ભાઈ, તું મને જ્યાં તેડી જવા આવ્યો છે તે સ્વર્ગ શું છે; તે તો મને સમજાવ, હું જાણી તો લઉં કે મારે ક્યાં જવાનું છે. તારી વાત જાણી પછી હું મારો નિર્ણય તને કહીશ. દૂત : તો સાંભળો. સુખો ભોગવવાના અધિષ્ઠાનને સ્વર્ગ કહે છે. અહીં પુણ્યના હિસાબે સુખો ભોગવવા મળે છે, અને હિસાબ પૂરો થયે પાછા મર્યલોકમાં ફરવું પડે છે. સુખો પણ પુણ્યના પ્રકારે પ્રાપ્ત થાય છે. પુણ્ય જો ઉત્તમ પ્રકારના હોય તો ઉત્તમ સુખો મળે છે. પુણ્ય જો મધ્યમ કક્ષાનાં હોય તો મધ્યમ પ્રકારનાં સુખો મળે છે અને પુણ્ય જો કનિષ્ઠ પ્રકારનાં હોય તો તેવાં કનિષ્ઠ પ્રકારનાં સુખો મળે છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકારનાં સુખો ભોગવાતાં હોઈ ત્યાં ઈર્ષાનું પ્રમાણ ખૂબ રહે છે. ઇર્ષાને કારણે દ્વેષ પણ જન્મે છે. દ્વેષ પેદા થવાથી સ્પર્ધાનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. સ્પર્ધાના યુદ્ધમાં કર્મની દિશા જ બદલાઈ જાય છે. ફરી મર્યલોકમાં પુનરાગમન બને છે. દૂતના આ વચનો સાંભળી અરિષ્ટનેમિ સાવધાન બની ગયો. અરિષ્ટનેમિ : હે દૂત, સ્વર્ગના તારા રાજા ઇન્દ્રને જઈ કહેજે કે અરિષ્ટનેમિ ને સ્વર્ગના સુખો ભોગવવાનું મન નથી. મહત્ત્વાકાંક્ષા નથી. અરિષ્ટનેમિને તો ખપે છે, મોક્ષનું જ્ઞાન. મોક્ષનાં સાધન. સુખના સાધન નહીં. દૂતે પાછા ફરી સ્વર્ગમાં ઇન્દ્રને અરિષ્ટનેમિની આ વાત સંભળાવી. ઇન્દ્રસહિત સૌ દેવો મર્યલોકના આ જીવાત્માની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા. તેમને થયું કે મર્યલોકમાં તો જીવાત્માઓ સુખ જ સુખ ઝંખે છે. આ અરિષ્ટનેમિ જુદી પ્રકૃતિનો છે. ઇન્દ્ર દૂતને ફરી ગંધમાદન પર્વત પર જ્યાં અરિષ્ટનેમિ તપ કરતો હતો ત્યાં મોકલ્યો અને કહ્યું કે અરિષ્ટનેમિને મોક્ષજ્ઞાન સંપાદન માટે પૃથ્વી ઉપરના વાલ્મિકી આશ્રમે લઈ જાવ. વાલ્મિકી મુનિને મારો સંદેશ કહે છે કે આ અરિષ્ટનેમિને મોક્ષજ્ઞાનની આકાંક્ષા જાગી છે. અધિકાર પ્રાપ્ત કર્યો છે. તો તેને ઉપાય બતાવજો. દૂતે આવી અરિષ્ટનેમિને ઇન્દ્રની વાત સંભળાવી. અરિષ્ટનેમિ ખૂશ ખૂશ થઈ દૂત સાથે વાલ્મિક મુનિના આશ્રમે જવા ઉપડી ગયો. ૦૯. ઉપસંહાર આ નાની સરખી પુસ્તિકા દ્વારા જે સંસ્કૃતિની છાયા ઉપસી આવે છે તે હિન્દુ જીવનદર્શનની છે. અન્ય અનેક સંસ્કૃતિઓની જેમ હિન્દુ જીવનદર્શન ભોગ માટે મર્યાદિત નથી. આ હિન્દુ જીવનદર્શનમાં ભોગ સાથે મોક્ષનો સિદ્ધાન્ત પણ સ્વીકારાયેલો છે. ભોગ અને મોક્ષ બંને સિદ્ધાન્તોની સમન્વિત કેડી ઉપર આ ૧૨) Page #182 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન વિકસેલું છે. ભોગની વાત તો સમજમાં આવે તેવી છે. મનુષ્ય તો શું પશુ-પક્ષી જેવા અબોધ જીવો પણ ભોગનું તત્ત્વજ્ઞાન સમજતાં હોય છે. ભોગનો ઉપભોગ પણ કરતા હોય છે પરંતુ કુદરતના કાયદાઓએ તેમને એકદમ અમર્યાદિત ભોગને માર્ગે પહોંચી શકે એવી સુવિધાઓ વાળી જીવનશૈલી બક્ષેલી નથી. પ્રારબ્ધ પ્રાપ્ત ભોગમાં જ તેમને સંતોષ લેવો પડે છે. મનુષ્ય પ્રારબ્ધ પ્રાપ્ત ભોગ તો ભોગવે જ છે પરંતુ પોતાના પ્રયત્નોથી તેમાં ફેરફાર કરી શકવાની બુદ્ધિ-શક્તિ પણ ધરાવે છે. પશુ-પક્ષી અને માણસના તફાવતનો વિચાર કરવામાં આવે તો મનુષ્ય પોતાની બુદ્ધિ-શક્તિથી જ્ઞાનનો અધિકારી બની શકે છે. આપણી સંસ્કૃતિમાં ભોગની સમજ સાથે મોક્ષના વિશિષ્ટ જ્ઞાનનો સંબંધ જોડાયેલો છે.ભોગ આપણને પ્રત્યક્ષ ભોગવવામાં આવતા સુખોની મજા તો ચખાડે છે; પરંતુ તેના ભયસ્થાનોનું જ્ઞાન તે આપી શકતું નથી. આ ભયસ્થાનોનું જ્ઞાન મોક્ષ-સાધનની વિદ્યા દ્વારા મળી શકે છે. મોક્ષ અંગેનું જ્ઞાન આપણને સુખો ભોગવવાનું તો કહે છે; પણ તે દુ:ખોમાં ન પલટાઈ જાય એવી દિશાનો નિર્દોષ કરે છે. સમુદ્રમાં વહાણ ચલાવવાની માત્ર વિદ્યા શિખવાથી સમુદ્ર માર્ગ દ્વારા લક્ષ્ય સ્થાને પહોંચવાનું શક્ય બનતું નથી. સમુદ્રમાં તો પૃથ્વીની જેમ કોઈ રાજમાર્ગો પ્રત્યક્ષમાં નથી હોતા પરંતુ જ્યાં જોઈએ ત્યાં જળ અને ઉપર આકાશ નજરે પડે છે. સમુદ્રમાં વહાણ ચલાવનારે સમુદ્રમાં રહેલા ખડકો અને આઠે દિશાઓના જ્ઞાનથી વહાણ હંકારવાનું હોય છે. આ જ્ઞાનના અનુભવ વિના વહાણ હંકારનાર કાંતો ખડકોથી ભટકાઈ વહાણને તોડીફોડી નાંખે છે; કાંતો વિપરીત દિશાઓ તરફ ભટકાયે જાય છે. વ્યક્તિ સુખો પણ સમાજથી પ્રાપ્ત કરે છે. વ્યક્તિ પોતાની જીવન સફરમાં પતનના વિષુબ્ધ માર્ગે ચઢી જઈ જો સુખો ભોગવવા લાગે તો ભયસ્થાનોના અવરોધોથી ટકરાઈ બર્બાદી શકે છે. પણ તે જો નિયતિના નિર્દોષ માર્ગોને ઓળખી પોતાની જીવનનૌકાને હંકારે તો આ સંસાર-સાગર તરી શકે છે. નિયતિના આ નિર્દોષ માર્ગોની દિશાએ શાસ્ત્ર-વચનો છે. શાસ્ત્રોમાં સમાએલા જ્ઞાનમાં સમાજસંચાલનનું અબોધ શસ્ત્ર પણ છુપાએલું છે. આ શસ્ત્ર વડે જ સંસારને સફળતાપૂર્વક જીતી શકાય છે. અક્ષય સુખોનો અવિરત આનંદ માણી શકાય છે. શાસ્ત્રમાં નિર્દેષિત વિચારો પરિપક્વ બુદ્ધિ અને દૂરંદેશી દષ્ટિકોણથી વિચારાયેલ લક્ષ્ય પ્રાપ્તીના સહાયક સાધનો છે. કોઈપણ લક્ષ્યની સિદ્ધી માટે લક્ષ્યને અનુરૂપ સાધનની પણ આવશ્યકતા રહે છે. જો શાસ્ત્ર-સંમત સાધનો વડે સુખો મેળવવાનો પુરુષાર્થ આપણે અપનાવીયે તો વ્યક્તિ અને સમષ્ટિ બંનેના શ્રેયનો સમાન સરવાળો બને છે. તેનાથી વિપરીત ભૂલચૂકમાં ગુંચવાયેલા સરવાળા જેવો સમાજ બને છે. સમાજમાં સંપને બદલે કુસુંપ, સ્નેહને સ્થાને વેર અને સુખના બદલે દુ:ખના ઓળા (૧૨૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉતરે છે. વ્યક્તિ અને સમાજ બંનેની સુખની આકાંક્ષાઓ દુ:ખમાં પરિણમે છે. દા. ત. કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. સંયમ તેમજ સમજપૂર્વકના ઉપભોગ વિના, ઉપભોગ માટે પણ સમજપૂર્વકના ત્યાગ વિના, તંદુરસ્તીની પ્રાપ્તિ અસંભવિત બને છે. ડૉક્ટરો પાસે ઔષધોનો વિપુલ ખજાનો હોવા છતાંય ડૉક્ટર દરદીને આ ખાવ-આ ન ખાવ એવા આહાર-વિહારનાં સુચનો કરે છે. આ સુચનોનું ઉલ્લંઘન હિતાવહ તો ન જ બની શકે. હિતકર પરિણામ લાવવા માટે તો બતાવેલા સંયમ સાથેના ઉપભોગનું અનુસરણ કરવું પડે. અન્ય સુખોમાં મહત્વનું સુખ યૌનસુખ પણ છે. આ સુખ આપણને પતિપત્નીના લગ્ન સંબંધથી ભોગવવા મળે છે. આ સુખ સંસાર યાત્રાને સફળતાપૂર્વક પાર કરવાનું એક મહત્વનું સાધન છે. બધા સુખોમાં તેને સર્વોત્તમ પણ કહેવાયેલું છે. આદર્શ ગૃહસ્થાશ્રમના સંસારથી જ આ સુખ આપણને ઉપયોગી બને છે. સ્ત્રી કે પુરુષ બંનેમાંથી જો કોઈપણ લગામ વિનાનું લખાડી પ્રાણી બને તો આ સુખની મજા પ્રાણઘાતક અને કુટુંબ નાશક પણ બની શકે. જીવન અને સંસાર ઘુળઘાણી જેવો જોવા મળે. લબાડી પણાની મનોવૃત્તિથી લચપચ વ્યક્તિને આધિ વ્યાધિ અને ઉપાધિયોના દુ:સાધ્ય દુ:ખોના દિવસો દેખવાનો વારો પણ આવે. સદ્નસીબ કમનસીબમાં પણ પલટાઈ શકે. આ સઘળા ભયસ્થાનોથી દૂર રહેવા આદર્શ ગૃહસ્થાશ્રમના પાલનની અનિવાર્ય જરૂર છે. આજનો યુગ ઉપરોક્ત મર્યાદાઓ ઓળંગી એઈડઝ જેવા ઘાતક રોગને ઉંબરે આવી ઊભો છે. આ એઇડઝ રોગ શું છે? તેનું મૂળ તો લગામ વિનાના યૌનસુખો ભોગવવાની લબાડી મનોવૃત્તિમાં છુપાયેલું છે. આ રોગથી દૂર રહેવા આજનું ચિકિત્સા જગત પણ પતિ-પત્નીના મર્યાદિત સંબંધોવાળું યૌન-સુખ ભોગવવાની જ આજ્ઞા ફરમાવે છે. શાસ્ત્ર આજ્ઞા પણ એ જ છે. આ એક માત્ર ઉદાહરણ આપણને સમજાવે છે કે શાસ્ત્રની આજ્ઞાઓ કાળ અબાધિત અને સર્વોત્તમ જીવનદર્શનની સૂચનાઓનો ભંડાર છે. આ રોગ એટલો તો ભયંકર છે કે આજે પણ તેનું ઔષધ આવિષ્કત નથી. નિષ્ણાતોનું મંતવ્ય છે કે અસંયમિત ઉપભોગ અને અનિયંત્રીત યૌન દુરાચારથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે. રોગપ્રતિકારક શક્તિના ક્ષયથી આ રોગ શરીર પર સવાર થઈ જાય છે. કહેવત છે કે સમજે તેને શિખામણ સમજવા તૈયાર જ નથી એવા લોકોને બુદ્ધ ગણવામાં આવે છે. આ બુદ્ધઓને તો બુધાના પ્રહાર જ ખમવાના હોય છે. મહર્ષિ વ્યાસે મહાભારતના એક ઐતિહાસિક પાત્ર દુર્યોધનના મુખેથી ટપકેલા શબ્દો શક્યા છે. ___ "जानामि धर्म न च मे प्रवृत्ति, जानामि अधर्म न च मे निवृत्ति ॥ Page #184 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એ ફક્ત જાણવા માટેનો વિષય નથી. આચરણથી દર્શાવવાનો, સમાજને બતાવવાનો વિષય છે. આદર્શ વ્યવહાર ઉપસ્થિત કરવાનો વિષય છે. એટલે જ કહ્યું છે. आचारो प्रथमोधर्म ૮૦. ફળશ્રુતિ આ પુસ્તિકાના વાંચનથી મન પર જે વિચારોની છાયા છવાય છે તે હિન્દુ સંસ્કૃતિના સંસ્કારોની છે. આ વિચારો આ રાષ્ટ્રના પ્રાચીનતમ વારસાના પ્રતિનિધિ તરીકે છે. આપણા પૂર્વજોના જીવનની અવધારણાના પરિચાયક છે. આ રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતનાના સ્પંદન સમાન છે. તેના વિના રાષ્ટ્ર એક સ્વત્વહીન શરીર જેવું બની જશે. જેમ કુટુંબમાં કુટુંબના વડાની ફરજ પોતાની પ્રજાને ભૌતિક સાઘન-સંપત્તિથી સદ્ધર બનાવવાની હોય છે તેમ તેને સંસ્કૃતિના સંસ્કારોથી સુસંસ્કૃત બનાવી સમાજને ચરણે એક શ્રેષ્ઠ કૌટુમ્બિક જીવનની ભેટ ઘરવાની પણ રહે છે. શિક્ષણનો હેતુ જ આ દૃષ્ટિકોણમાં સમાયેલો છે. પર્યાપ્ત શિક્ષણ અને સંસ્કાર વગરનાં સંતાન સમાજના મુખારવિંદને કદરૂપું બનાવશે. આ સંતાન કુટુંબની કુળવાન કુખને કદાચ બટ્ટો પણ લગાડશે. ધન-સંપત્તિની દષ્ટિથી સંતાનને ભિખારી છોડવાં સારાં પણ સંસ્કારના મુદ્દે તેમને મોભાદાર સ્થાને પહોંચાડવાની વાલીની પ્રાથમિક વારસાઈ ફરજ છે. આર્થિક સદ્ધરતાની સાથે સંસ્કારનું આ પાસું જો લક્ષ્ય બહાર રહી જશે તો પોતાનું સ્વપ્ન ધુળમાં મળી જશે. સમાજને શ્રેષ્ઠ અને સુખાકારી બનાવવાની એક કાર્યશૈલી સમાપ્ત થઈ જશે. સમાજ-જીવન સ્વાર્થ અને આકાંક્ષાઓની અથડામણોનું એક યુદ્ધ મેદાન જેવું બની જશે. આ પુસ્તકમાં પ્રસ્તુત વિચારો અને દષ્ટાંતો હજારો વર્ષ પુરાણા સમાજનું ચિત્ર રજુ કરે છે પણ તે ચિંતનમાં સમાવાયેલ વિચારો આજે પણ સમાજની રગ-રગમાં જોવા મળે છે. તેનું કારણ સાંસ્કૃતિક વારસાની આ પરમ્પરા હજુ અવિરત ચાલુ છે. રામાયણ-મહાભારત-પુરાણો અને ઉપનિષદોના ઐતિહાસિક ગ્રંથોમાં જે તત્ત્વજ્ઞાન અને સામાજિક જીવનમૂલ્યોના સંસ્કાર રજુ થયેલા છે; તેનું પેઢી દર પેઢીએ આદાનપ્રદાન આજદિન ચાલતું રહ્યું છે. આ પ્રક્રિયા જો બંધ પડી જશે તો ભાવિ પ્રજા આ મહામુલો વારસો ખોઈ બેસશે. આ વારસાનું સિંચન અને ક્લન એ આજની પેઢીનું મુકરર કર્તવ્ય છે. એક શ્રેષ્ઠ સંવિધાન સમ્પન સમાજ માટે આ પ્રાચીન સંસ્કૃતિનું ચિંતન જેટલું પુરાતન સમયમાં પ્રાસંગિક હતું; એટલું જ તેનું ઔચિત્ય આજે પણ સમજાય છે. જેમ પારસમણિના સંગથી લોઢું સોનું બની શકે છે. લોઢાને સોનું બનાવવાની Page #185 -------------------------------------------------------------------------- ________________ પારસમણિની ક્ષમતા જેમ કાળ અબાધિત છે. તેમ આ જીવનમુલ્યો પણ સનાતન સંસ્કૃતિના પરિપાકરૂપે વિચારાયેલ કાળ અબાધિત તત્ત્વજ્ઞાનનાં મોતી છે. મોતીને ન ઓળખવાથી કે તેનું મૂલ્ય ન સમજવાથી કંઈ મોતીનું મૂલ્ય ઘટી જતું નથી. મોતી તો મોતી જ રહે છે. મોતીને પારખવાની પરખશક્તિમાં દોષ હોઈ શકે છે. મોતી સ્વયં તો સ્વયંભૂ મૂલ્યવાન છે. આ ગ્રંથમાં અનેક રસપ્રદ તેમજ પ્રેરણાસ્પદ દષ્ટાંતો તો છે જ પરંતુ તેની સાથે સંસ્કૃતિના કેટલાક ગૂઢ તત્ત્વો અને શબ્દોના ગૂઢાર્થનું વિવેચન સરળ શબ્દોની શૈલીમાં પિરસવામાં આવેલું છે. સિંહાવલોકનમાં રણછોડરાયના ઉલ્લેખ સમયે રણ શબ્દના જુદા-જુદા પર્યાય શબ્દો ટાંકી રણ એટલે શું અને તેને છોડવાનો પુરુષાર્થ કયો તેનું માર્મિક અર્થઘટન આપેલું છે. સામાન્ય નજરમાં તો રણ એટલે લડાઈનું મેદાન અને તેમાંથી પલાયન કરનાર તે રણછોડ એવું તારણ બંધ બેસે છે. પણ આ તારણ શ્રીકૃષ્ણને માટે જરાયે બંધબેસતું નથી. યુદ્ધની ભૂમિ પરથી પલાયન થવા તૈયાર થયેલા અર્જુનને જેમણે પલાયનવાદનાં દુષણોનું ભાન કરાવી કર્તવ્યપરાયણતાના જ્ઞાનનો બોધ આપી યુદ્ધ માટે પ્રેરિત કરેલો છે. તેને આ અર્થથી નવાજાય કેવી રીતે ? રણછોડ શબ્દમાં રહેલા હિનપણા નો છેદ ઉડાવી શબ્દના ગૌરવપૂર્ણ અર્થનું અહીં નજરાણું ઘરવામાં આવ્યુ છે. પ્રાચીમાઘવ તીર્થમાં શ્રીહરિના નિવાસ અંગે અહીંના પ્રાકૃતિક વાતાવરણની સમતુલાનો દષ્ટિકોણ રજુ કરી નિવાસની પુષ્ટિ માટે એક યુક્તિસંગત દલીલ ગળે ઉતારવાની કોશિશ કરાયેલી છે. આ દલીલ કેવળ કોરી કલ્પના ન હોઈ વાતાવરણની વાસ્તવિતા સાથે સંબંધિત હોવાથી શ્રીહરિના નિવાસનો સુસંબદ્ધ સંબંધ સૂચવે છે. વૃકમુલિક તીર્થમાં જે ભાવનાઓ વૃકી (મૃગી)ના દષ્ટાંતથી વ્યક્ત થયેલી છે. તે ભાવનાઓ વર્તમાન સમાજના અંત:કરણમાં પણ જડબેસલાક જડાયેલી જોવા મળે છે. એક પશુ યોનિમાં જન્મેલ જીવની આ સદ્ગતિનું દષ્ટાંત ભલે શ્રદ્ધાવિહીન અને જ્ઞાનશૂન્ય બુદ્ધિજીવી વર્ગને કદાચ કપોલકલ્પિત લાગતું હશે; પણ ભારતીય તત્ત્વજ્ઞાનના અવતારવાદને સમજનાર કે શ્રદ્ધાવાન વર્ગને તો તે હેજેય અંડબંડ નહીં લાગે. અહીં એક વાત સ્પષ્ટ કરવાનું મન થાય છે કે બુદ્ધિ એ જ્ઞાનનો પર્યાય શબ્દ નથી. હા, બુદ્ધિમાન વ્યક્તિ બુદ્ધિને સહારે જ્ઞાનના વિષયને સરળતાથી સમજી શકે છે. પરંતુ જ્ઞાનના ક્ષેત્રો મહાસાગરથી પણ વિશેષ વિસ્તાર ધરાવતાં હોઈ પ્રત્યેક બુદ્ધિમાનના મગજમાં તે બધા સંઘરાયેલા જ હોય તેવું સંભવ નથી. કેવળ બુદ્ધિમતાને કારણે કોઈપણ પ્રત્યેક જ્ઞાનની સર્વજ્ઞતાનો દાવો કરી શકે નહીં. જ્ઞાનાર્જન માટે મેઘા અને પુરુષાર્થ બંનેની જરૂર રહે છે. શ્રદ્ધા, મેઘા અને પુરુષાર્થના ત્રિવેણી સંગમથી જ્ઞાનનો આવિષ્કાર થઈ શકે છે. રિતે Page #186 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય અનુભવ એવું કહે છે કે દૂધમાં ઘી રહેલું છે. પણ નજરે જેવાથી, સ્પર્શથી કે ચાખવાથી ઘીનું તત્ત્વ દૂધમાં છે તે સમજાય તેવું નથી. ફક્ત તે સંબંધેના જ્ઞાનથી જ મનુષ્યના મનમાં દઢ પણે અંકાયેલું છે કે તેમાં ઘી છે. અને આ ઘીને જો જુદું તારવી જોવું હોય તો દૂધમાંથી ઘી છુટું પાડવાના પુરુષાર્થયુક્ત જ્ઞાનની જરૂર પડે છે. યોગ્ય જ્ઞાન અને પ્રક્રિયા દ્વારા જ તે દૂધમાંથી મેળવી શકાય છે. બીજું ઉદાહરણ માને છે. બધા જ જાણે છે કે મઘમાખી વનસ્પતિના પુષ્પોમાંથી મઘ મેળવી મધપૂડામાં સંગ્રહ કરી શકે છે. મઘમાખીને આ શક્તિ કુદરતે બક્ષિસ આપેલી છે. પતંગિયા પણ કુલો પર બેસે છે. પણ તેઓ મઘ મેળવી શકતા નથી. તેઓને તો તેના રંગનું જ જ્ઞાન હોય છે. કુલોને રંગ હોય છે, સુગંધ પણ હોય છે, અને તેમાં રસ પણ હોય છે. મઘમાખીને કુલના રંગ કે સુગંધ સાથે વધુ નિસ્બત નથી પણ તે તો પોતાને પ્રાપ્ત શક્તિથી રસના સ્વાદને ચાખે છે. પોતાનામાં રસ એકઠો કરે છે અને મધપૂડામાં તેને ઠાલવે છે. આ રીતે મઘ સંગ્રહ થાય છે. મઘમાખી આ વિશિષ્ટ જ્ઞાનથી મેળવેલ શક્તિ દ્વારા જે મઘસંગ્રહ કરી શકે છે, તેવું જ્ઞાન અને શક્તિ મેળવી કમ સે કમ મનુષ્ય તો કુલમાંથી મઘ મેળવી શકે તેમ નથી. ત્રીજું વ્યવહારિક ઉદાહરણ ઘડિયાળનું છેપ્રત્યેક વ્યક્તિ કાંડા પર ઘડિયાળ બાંધતો હોય છે. તેમાં અનેક યંત્રો હોય છે. યંત્રોના નામ પણ હોય છે અને તેનાં નિશ્ચિત સ્થાન પણ હોય છે, આ ઘડિયાળ બંધ પડવાના પ્રસંગે કોઈપણ બુદ્ધિમાન ભલે તે ગમે તે ક્ષેત્રનો અજેય નિષ્ણાત હોય પણ આ જ્ઞાનથી બીનવાકેફ હોય તો તે તેને ચાલુ કરી શકશે નહીં. આ જ્ઞાન સમ્પન્ન એક સામાન્ય માણસ પણ તેને ચાલુ કરી શકશે. કેવળ બુદ્ધિમત્તાના અહંકારથી જ્ઞાનીપણાનું વ્યક્તિત્વ પૂરવાર કરી શકાતું નથી. પિંડતારક તીર્થમાં પિતામહ યજ્ઞ દ્વારા પિતામહોની સ્થાપના અને તે સ્થાનથી પિંડ ગ્રહણ કરવા બ્રહ્માએ પિતામહોને આપેલ આદેશનું વર્ણન છે. બ્રહ્મા આ પૃથ્વી ઉપરના સર્વપ્રથમ પિતામહ છે. સૃષ્ટિના સર્જનહાર પિતા છે. યજુર્વેદમાં આ સર્જન હાર પ્રજાપતિના વિધાનનું એક ઉદાહરણ આવે છે. તેમાં જે પાંચ પ્રજાઓનું તેમણે સર્જન કરેલું છે. તેમાં પિતૃ એક છે. અસુર, દેવ, મનુષ્ય, પિત, અને પશુ-આ પાંચ પ્રજાઓમાં દેવ-પિતૃ અને પશુ આ ત્રણેને પ્રસન્ન રાખવાનું દાયિત્વ મનુષ્યના કર્તવ્ય સાથે સાંકળવવામાં આવેલું છે. પિતૃઓને પ્રસન્ન રાખવાના પુરુષાર્થને પિંડ પ્રદાન કર્મ કહેવામાં આવે છે. હિન્દુ સિવાય દુનિયાની પ્રચંડ બહુમતિ ધરાવતી અન્ય કોમો જેવી ખ્રિસ્તી-મુસલમાન પણ પિતૃઓની પ્રસન્નતા માટેના વિધિ-વિધાનમાં વિશ્વાસ ધરાવે છે. તફાવત ફક્ત ક્રિયાકાંડોમાં છે. મૃતાત્માપિતૃઓની કબર પાસે બેસી તેમના ધર્મ દ્વારા સૂચવાયેલ દાન-ધર્મના વિધાનો તેઓ પણ આજે આચરે છે. હિન્દુઓમાં અગ્નિસંસાર પદ્ધતિ પ્રચલિત હોઈ કોઈ મુકરર સ્થાન ન હોવાને કારણે મનુષ્યનો પિંડ (દેહ) જેનો બને ૧૨૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ છે તેના પિંડ બનાવી તેમાં પિતૃઓનું આવાહન કરી તેમને સંતોષવાનું કાર્ય કરવામાં આવે છે. ફક્ત પશુઓજ આ કર્મોથી વંચિત છે. કારણ તેઓ ભોગ યોનિના વારસદાર છે. મનુષ્ય ભોગ અને મોક્ષ બંને સંપાદનનો અધિકારી છે. એકદ્વાર તીર્થના દૃષ્ટાંતમાં ધનવાન પણ વ્યવહારિક બુદ્ધિવાળા મનુષ્યો તેમાં અતિરેકના દર્શન થશે. પરંતુ દીર્ઘ દ્રષ્ટિથી સમીક્ષા કરતાં મનમાં સમાધાન થશે કે કોઈપણ વ્રત પાલન માટે નિયમના દૃઢ નિર્ધાર વિના તેનું માહાત્મ્ય અપૂર્ણ રહેશે. અપૂર્ણ કાર્ય કદી પૂર્ણ સફળતાને વરી શકે નહીં. મનુષ્યને તમામ પ્રકારની આસક્તિઓના બંધનમાંથી મુક્ત કરવા માટે દાનવ્રતનો મહિમા બતાવેલો છે. આસક્તિઓના બંધનથી આમૂળ મુક્ત બન્યા સિવાય દાનવ્રતનો યથેષ્ટ અધિકારી બની શકાતું નથી. દાન દેવામાં અડચણરૂપ જો કોઈ મુશ્કેલી હોય તો તે માયાજન્ય આસક્તિ ભાવ જ છે. ધનકેતુની પ્રબળ દાનવૃત્તિથી જ ખૂદ ઇન્દ્ર અને ધર્મરાજા દંગ થઈ ગયા હતા. દાનવ્રતની આવી અસાધારણ ટેકને નિહાળી તેઓ તેને સ્વર્ગમાં લઈ જવા તત્પર બન્યા હતા. આ પ્રસંગે ધનકેતુએ મુરબ્બીઓ પ્રત્યેની સભાન કર્તવ્યપરાયણતાનો આદર્શ જ્યારે રજુ કર્યો ત્યારે તો પ્રભાવિત ઇન્દ્ર અને ધર્મરાજા સર્વ મંડળી સાથે તેને સ્વર્ગમાં લઈ જવા આતુર બન્યા. બિન્દુ તીર્થમાં તો તપ એટલે પુરુષાર્થ બળનું દર્શન થાય છે. તપ એટલે લક્ષ્ય પ્રાપ્તિ માટે અચ્યુત ઝઝુમવું. કર્દમના અચ્યુત તપને લઈ સ્વયં અચ્યુત (વિષ્ણુ) તેની સન્મુખ ઉપસ્થિત થયા હતા અને સમવાયિત્વ સ્થાપ્યું હતું. અચ્યુત વિષ્ણુનું એક નામ છે. અચ્યુત બન્યા સિવાય વિષ્ણુપદ પ્રાપ્ત ન થઈ શકે. અચ્યુત બળને લઈને કર્દમના વીર્યથી અવતરવા વિષ્ણુએ પણ પ્રસન્નતા વ્યક્ત કરી વચન આપેલું હતું. અચ્યુત એટલે ચ્યુત (ચલિત) ન થવું. ૮૧. મહિના પ્રમાણે ઉત્સવો નોંધ : પ્રત્યેક મહિને શુક્લ પક્ષની બીજે ચન્દ્રદર્શન વ્રત આવે છે. ફ ભાદરવા સુદ ચોથનું ચન્દ્રદર્શન નિષેધ ગણાવેલું છે. પ્રત્યેક મહિને કૃષ્ણ પક્ષમાં ચન્દ્ર-દર્શન સંકષ્ટ ચતુર્થી વ્રત આવે છે. એવી જ રીતે પ્રત્યેક માસમાં બંને પક્ષમાં એકાદશી તેમજ તેના બાદ પ્રદોષ વ્રત આવે છે. શિવરાત્રી વ્રત કૃષ્ણપક્ષમાં જ આવે છે. પ્રત્યેક માસે સુદમા દુર્ગાષ્ટમી અને વદમાં કાલાષ્ટમીના વ્રત આવે છે. અષ્ટમી જો બુધવારે હોય તો સુદમાં બુધાષ્ટમી તરીકે ઓળખાય છે. સંકષ્ટ ચતુર્થી મંગળવારે હોય તો અંગારકી તરીકે ઓળખાય છે. કાર્તિક શુક્લપક્ષ : નૂતન વર્ષ અન્નકૂટ, ગોપાષ્ટમી, કુષ્પાન્ડનવમી, વિઠ્ઠલ નવરાત્ર, વિષ્ણુ પ્રબોધોત્સવ, તુલસીવિવાહ, વૈકુંઠ ચૌદશ, ત્રિપુરારી પુનમ, કાર્તિક ૧૩૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ સ્વામી દર્શન, ભાઈબીજ, ભીષ્મપંચક, યમપુજન, ધાત્રીભોજન પ્રારંભ, કાર્તિક કૃષ્ણપક્ષ : કાલાષ્ટમી - ભૈરવજંયતિ, વેતાલ ઉત્સવ. માગસર શુક્લપક્ષ : ભૈરવનવરાત્ર, સ્કંદ છંઠ, દત્તનવરાત્ર, ધનુર્માસ પ્રારંભ, મોક્ષદા એકાદથી, ગીતા જયંતિ, દત્તજયંતિ. માગસર કૃષ્ણપક્ષ : સફલા એકાદશી. પષ શુક્લપક્ષ : મકર સંક્રાતિ, ગુરુ ગોવિંદસિંહ જયંતિ, શાકંભરી નવરાત્ર, પુત્રદા એકાદશી, કાલરાત્રી મહોત્સવ, માઘસ્નાન આરંભ, પૌષ કૃષ્ણ પક્ષ : સ્વામી વિવેકાનંદ જયંતિ, ષટતિલા એકાદશી, માઘ શુક્લપક્ષ : ગણેશ જયંતિ, વસંતપંચમી, ભીષ્માષ્ટમી, જયા એકાદશી, માઘસ્નાન- સમાપ્તિ માઘ કૃષ્ણપક્ષ : રામદાસ નવમી, ઔદુંબર પંચમી, વિજયા એકાદશી, મહાશિવરાત્રી ઉત્સવ, રાત્રે-શિવપુજન. ફાલ્ગન શુક્લપક્ષ: પયોવ્રત આરંભ, રામકૃષ્ણ પરમહંસ જયંતિ, આમલકી એકાદશી, ગૌરાંગ પ્રભુજયંતિ, હોલિકા પુજન, - ફાલ્વન કૃષ્ણપક્ષ: ધુળેટી, વસંતોત્સવ, રંગપંચમી, પાપમોચીની એકાદશી, વિઠ્ઠલરૂક્ષ્મણી ઉત્સવ. ચૈત્રમાસ શુક્લપક્ષ : અત્યંગસ્નાન, ગુડીપડવો, ભવાની ઉત્પત્તિ-દુર્ગાષ્ટમી, રામનવમી, શાલિવાહનજન્મ, રામનવરાત્ર-દેવિનવરાત્ર, કામદા એકાદશી, મહાવીર જયંતિ, હનુમાન જયંતિ, વૈશાખ સ્નાન આરંભ, મસ્મજયંતિ. ચૈત્રમાસ કૃષ્ણપક્ષ : વરુચિની એકાદશી, શ્રીવલ્લભાચાર્ય જયંતિ, ડૉ. આબંડકર જયંતિ વૈશાખ શુક્લપક્ષ : શ્રીબસનેશ્વર જયંતિ, અક્ષય તૃતીયા, પરશુરામ જયંતિ, શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જયંતિ, શ્રી રામાનુજાચાર્ય જયંતિ, ગંગોત્પત્તિ-પુજન, નરસિંહ નવરાત્ર, નરસિંહ જયંતિ, મોહિની એકાદશી, મધુસુદન પુજા, કૂર્મ જયંતિ, વૈશાખ સ્નાન સમાપ્તિ, પુષ્ટિપતિ વિનાયક જયંતિ, શંકરાચાર્યકૈલાસગમન દિન. વૈશાખ કૃષ્ણપક્ષ: નારદજયંતિ-વીણાદાન મહત્ત્વ, તુંબરૂ જયંતિ, અમરા એકાદશી, શનૈશ્વ જયંતિ, રવિન્દ્રનાથે ટાગોર જયંતિ. જ્યેષ્ઠમાસ શુક્લપક્ષ : રંભાવ્રત, રાણાપ્રતાપ જયંતિ, ઉમાવતાર-પુજન, યાજ્ઞવલ્ક જયંતિ, નિર્જલા એકાદશી, ત્રિવિક્રમપુજા, સાવિત્રીવ્રત, શિવરાજ્યાભિષે કદિન, વટપુનમ, કબીર જયંતિ. જયેષ્ઠમાસ કૃષ્ણપક્ષ : વૃષભપુજનદિન, યોગિની એકાદશી. અષાઢ શુક્લપક્ષ દક્ષિણાયન આરબ, શ્રીવલ્લભાચાર્ય વૈકુંઠગમન, કોકિલાવ્રત આરંભ, શયની એકાદશી, શયનોત્સવ, ચાતુર્માસ આરંભ, વામન પુજા, જયાપાર્વતી વ્રત, શિવશયનોત્સવ, ગુરુ પુનમ, શાકવ્રતારંભ, સન્યાસિ-ચાતુર્માસ આરંભ. (૧૩૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ આષાઢમાસ કૃષ્ણપક્ષ : અશૂન્યશયનવ્રત, લો. તિલક જયંતિ, કામિકા એકાદશી, દીપપુજા (દિવાસો). શ્રાવણમાસ શુક્લપક્ષ : નક્તવ્રત પ્રારંભ, બૃહસ્પતિ પુજન, સંપત શુક્રવાર - જીવન્તિકા પુજન વ્રત, અશ્વત્થ - મારુતિ શનિપુજન પ્રત્યેક શનિવારે, વિનાયકવરદ - નાગ ચોથ, પ્રત્યેક રવિવારે આદિત્ય પુજનયોગ, સોમવાર વ્રત, મંગલાગૌરીવ્રત, પ્રત્યેક શુક્રવારે વરદમહાલક્ષ્મી પુજનવ્રત, પુત્રદા એકાદશી, શિવમૂઠ, મગ તલનો પ્રયોગ, શાકવ્રત સમાપ્તિ, દીર્ઘવ્રતારંભ, રક્ષાબંધન, યજ્ઞોપવિત શ્રાવણી, વેદમૂર્તિ ભગવાન જિલ્લેશ્વર જયંતિ, હયગ્રીવોત્પતિ દિન, બુધ-પુજનયોગ- પ્રત્યેક બુધવારે, પ્રત્યેક ગુરુવારે બૃહસ્પતિ યોગ, શ્રાવણમાસ કૃષ્ણપક્ષ : કૃષ્ણ નવરાત્ર, શિવમૂઠ, મગ, (મગપ્રયોગ,) જન્માષ્ટમી, જ્ઞાનેશ્વર જયંતિ, વાસુદેવાનંદ સરસ્વતી જયંતિ, શિવમૂઠ-જવપ્રયોગ, અજા-એકાદશી, (બુધ- ગુરુ, આદિત્ય, જીવંતિકા, મંગલગૌરી, આખો મહિનો પુજા ક્રમ છે) શિવમૂઠ-પુજા પ્રયોગ સોમવાર અને પ્રદોષ શિવરાત્રીનો છે. નાગપાંચમ, શિયાળસાતમ, ભાદ્રપદમાસ શુક્લપક્ષ : નક્તવ્રત સમાપ્ત, શ્રીગણેશનવરાત્ર, સામશ્રાવણી, વરાહજયંતિ, હરિતાલિકા ત્રીજ, વિનાયક ચતુર્થી (પાર્થિવ ગણેશ પૂજા) ચન્દ્ર દર્શનનિષેધ, રૂષીપાંચમ, વેદદિન, જૈનસંવત્સરી, સૂર્યષષ્ઠી, સ્કંદદર્શન, મુક્તાભરણવ્રત, પરિવર્તીની એકાદશી, વામન દ્વાદશી, પયોવ્રત આરંભ, દધિવ્રત સમાપ્તિ, અનંત ચૌદશ, ભાગવત સપ્તાહ સમાપ્તિ, સુદર્શનોત્પત્તિ - પુજા દિન ફલ્યુસ્નાન આરંભ, ઉમામહેશ્વર-મગ પૂજા. ભાદ્રપદમાસ કૃષ્ણપક્ષ : મહાલય આરંભ (શ્રાદ્ધ પક્ષ) જ્ઞાનેશ્વરી-જયંતિ, ગાંધીજયંતિ, માધ્યાવર્ષ શ્રાદ્ધ, અવિધવાનવમી, ઇન્દિરા, એકાદશી, - મધાશ્રાદ્ધ, સન્યાસિ શ્રાદ્ધ બારસ, શસ્ત્રહિત શ્રાદ્ધ ચૌદશ, ભરણી શ્રાદ્ધ-ચોથ, સર્વયિત્રી અમાસ, ફાલ્યુસ્નાન પૂર્ણ. આશ્વિન માસ શુક્લ પક્ષ : શારદીય નવરાત્ર, માતામહ શ્રાદ્ધ, મહાકાલીચંડિકા દેવી પુજન, લલિતપંચમી, તુલા સંક્રાતિ, સરસ્વતી પાર્થિવપુજન પ્રારંભવિસર્જન (છઠથી આઠમ) મહાલક્ષ્મીવ્રત, મહાલક્ષ્મી, ખંડે નવમી (મહાનવમી) વિજયાદશમી, શમીપુજનમહત્ત્વ, અપરાજિતા-શક્તિપુજન, બૌદ્ધ જયંતિ, મધ્વજયંતિ, પાશાંકુશા- એકાદશી, પ્રયોવ્રત સમાપ્ત, દ્વિદલવ્રત આરંભ,કોજાગરી પુજા-ચન્દ્રની, લક્ષ્મીઇન્દ્ર પૂજન, કાર્તિક સ્નાન આરંભ, વાલ્મિકી જયંતિ, આશ્વિનદાસ કૃષ્ણપક્ષ: કરક ચતુર્થી, લક્ષ્મી નિસારણ નિમિત્તે લક્ષ્મીનારાયણ પૂજન પૂજા-પાઠ વિધિ, નક્તભોજન, રમા એકાદશી, ગોવત્સ બારસ, ધનતેરસ, યમદીપદાન, ધન્વતી પૂજન, બ્રહ્મપૂજા (પીંપળા) નરક ચૌદશ, અત્યંગસ્નાનદીપાવલી, યમતર્પણ, ગોવર્ધન પૂજા. ૧૩૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૮૨. નગરની નવીન રંગ-રંગોળી 1. નગરની હાલની જનસંખ્યા ............... છે. જેમાં મુખ્યત્વે બ્રાહ્મણ, વહોરા, પાટીદાર, વાણિયા, મોદી સમાજની જનસંખ્યા આંખે ઊડીને આવે તેવી છે. 2. જેમ આ નગર હિન્દુઓ માટે યાત્રાધામ છે તેમ વહોરા સમાજનું પણ તે એક યાત્રા કેન્દ્ર છે. દેવડી તેમનું મુખ્ય સ્થાન છે. 3. પ્રતિવર્ષ નગરપાલિકાની આવકમાં યાત્રા કર દેખાઈ આવે તેવો હોવા છતાં આ યાત્રાધામ ને સરકારી યાત્રાધામનો દરજ્જો પ્રાપ્ત થઈ શક્યો નથી તે નેતૃત્વની નિર્બળતા જ સુચવે છે. નેતાગીરીનું દુર્લક્ષ્ય જ જવાબદાર ગણાય. 4. આજુબાજુના ગામોની મુમન-પાટીદાર કોમોએ આ નગરને વતન જેવું બનાવી તેના ધંધા-વેપારના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપેલ છે. 5. ભૂતકાળમાં આ શહેરના નાગરિક એવા વણિકોએ શહેરને કાપડઉદ્યોગનું કેન્દ્ર બનાવી સખવતોથી શહેરને સમૃદ્ધ કરેલું છે. સયાજી મીલ, સિદ્ધપુર મીલ તેમજ હરિકોટન મીલ તેમ ત્રણ ત્રણ કોટન મીલોના હજારો કામદારોથી ધમધમતું નગરનું જીવંત દૃશ્ય આજે તો અલોપ થઈ ગયું છે. 6. ભૂતકાળના વહોરા સમાજના દાની સગૃહસ્થોના દાનથી ટાવર-હોસ્પિટલ જેવા અદ્યતન સાધનોથી શહેરની સજાવટ થયેલી છે. આ કોમના સગૃહસ્થો શહેરને અદ્યતન હરોળમાં લાવવા આજે પણ શક્તિમાન છે જ . ફૂત સવાલ એટલો જ છે કે આવા શક્તિસમ્પન્ન પુરુષોનું ધ્યાન જે હાલ બહિર્મુખ છે તેને શહેર ભણી અંતર્મુખ કેમ કરી કરવામાં આવે. 7. એક આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઇસબગુલ ઉદ્યોગ અહીં એક મહત્ત્વના કેન્દ્ર જેવો વિકસેલો છે. આ ઉદ્યોગ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ સમૃદ્ધ બનાવવા હુંડિયામણ કમાવી આપે છે. 8. એવી રીતે હુંડિયામણ કમાવી આપનાર એક અન્ય ઉદ્યોગ હીરા-ઉદ્યોગ છે. તેનો વિકાસ પણ શહેરમાં નોંધપાત્ર રીતે વિકસી રહ્યો છે. . અહીંની મહાપાઠશાળા (કોલેજ) જેવી શૈક્ષણિક વ્યવસ્થા શહેરના વહોરા સગૃહસ્થો દ્વારા શહેરને ઉપલબ્ધ છે. 10. નદી પાસે ધર્મ ચકલામાં નવીન બંધાયેલ ટાવર મનુ. હ. દવે ટાવર તરીકે ઓળખાય છે. 11. નગરપાલિકા પણ એક એવી સંસ્થા છે જે જનહિત અને શહેરની સુખાકારી માટે મહત્ત્વપૂર્ણ છે. મનમાં જનહિતનું ચિંતન અને રટન કરતા નિસ્વાર્થ પ્રતિનિધિઓ શહેરની સ્વચ્છતા, શોભા તેમજ નાગરિકોની સુવિધાઓ પૂર્ણ કરવા કટિબદ્ધ બની શકે છે. શોભા માટે ગંદકી નાબૂદી કાર્યક્રમ, યોગ્ય સ્થળોએ વૃક્ષારોપણ, પહોળા ૧૩૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ રસ્તાઓ, બાગ-બગીચા અને યુવકો માટે રમતના મેદાનોની તાતી જરૂર છે. સુખાકારી માટે નગરની જળવ્યવસ્થામાં સુધારો કરવા ધ્યાન કેન્દ્રિત કરવાની ખાસ જરૂર છે. હાલની જળવ્યવસ્થા અપૂરતી તો છે જ પરંતુ તેથી પણ મહત્ત્વનો મુદ્દો દુષિત પાણીનો છે. ફલોરાઇડ તેમજ અન્ય દોષોવાળું મિશ્રિત પાણી નાગરિકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમી થઈ પડ્યું છે. જળ-વ્યવસ્થાનો યોગ્ય વિકલ્પ શોધી કાઢવા રાજ્યકક્ષાના પ્રવાસો પણ જરૂરી છે. 12. નગરપાલિકાનો ઉત્કર્ષ પણ નાગરિકોના પ્રામાણિક યોગદાન પર નિર્ભર છે. નગરજનોએ પણ આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જવાબદારી વહન કરવાની હોય છે. 13. મુખેશ્વર બંધમાં અટવાયેલાં સરસ્વતીના જળને કારણે તે વિસ્તારોમાં હરિયાળી ક્રાન્તિ સર્જવા તે જળ કેટલો ફાળો આપી રહ્યું છે તે એક જુદી વિચારણાનો વિષય છે, પરંતુ સરસ્વતીનાં જળ સૂકાવાથી શ્રીસ્થલના સરસ્વતી માહાભ્ય તેમજ શ્રીસ્થળના ભૂગર્ભ જળસ્રોતોને ભારે હાનિ ઉઠાવવી પડી રહી છે. 14. મુખેશ્વર બંધથી હરિયાળી ક્રાન્તિનો લાભ કેટલા કુટુંબોને પહોંચાડી શકાય તેમ છે; તેનું જો યોગ્ય સર્વેક્ષણ કરવામાં આવે તો તેના વિકલ્પમાં લાખો કુટુંબોને સરસ્વતી સ્નાનના માહાભ્યના ધાર્મિક લાભથી વંચિત કરી દેવાયાં છે તે એક નોંધપાત્ર હકીકત છે. 15. દેશભરના અસંખ્ય ધાર્મિક શ્રદ્ધાવાન યાત્રિકો અહીં આવીને સરસ્વતીના પટમાં જળને બદલે જે રેતી જુએ છે તેનાથી તેમની ધાર્મિક ભાવના દુભાય છે. જળસ્રોતોના સૂકાવાથી પાણીના સ્તર એટલાં બધાં ઊંડા પહોંચ્યા છે કે પાતાળ કુવાઓનું ફૂલોરાઇડ મિશ્રીત પાણી પીવાનો લાભ આ બંધે પૂરો પાડ્યો છે. જળ એ જીવન છે અને પેય જળની આ દુર્ગતિ નિવારવા જડબેસલાક પ્રયત્નોની જરૂર છે. 16. છેલ્લા બે સત્રથી વિધાનસભાના એક જાગૃત સભ્ય આપણને મળેલાં છે. એવા જાગૃત સભ્યોની શહેરને જરૂર છે. તેમના સહકારથી એચ.વી કેન્દ્ર સેવાનો રાહ કંડાર્યો છે. હજુ પણ ખૂબ ક્ષેત્રે અવકાશ છે. તેઓના જ્ઞાન, અનુભવ તેમજ વ્યક્તિત્વને સહારે શહેરના વિકાસનો નકશો હજુ વિસ્તીર્ણ માનાંકના લક્ષ્ય વિસ્તારી શકાય તેમ છે. 17. શહેરમાં સાહિત્ય વર્તુલની એક પ્રવૃત્તિ ગદ્ય-પદ્ય સાહિત્યની અભિરુચી જગાવવા કાર્યશીલ છે. આ પ્રવૃત્તિએ શહેરના યુવકોમાંથી ગદ્ય-પદ્ય સાહિત્યના ક્ષેત્રે સર્જનના નવીન સર્જકો પણ સર્જેલા છે. 18. શહેરની મધ્યમાં ડોંગરે મહારાજ પ્રેરિત ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સાધુઓને એક સમયનું મધ્યાન્હ ભોજન આપવાની વ્યવસ્થા પણ અસ્તિત્વમાં છે. 19. અરવડેશ્વર વિસ્તારમાં તુલસીદેવ તપોભૂમિ ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે (૧૩) Page #192 -------------------------------------------------------------------------- ________________ સાધના માટે ઇચ્છુક સાધકોને કુટીર-વ્યવસ્થાનું આયોજન પણ ધ્યાનાકર્ષક પ્રવૃત્તિ બની છે. 20. શ્રીરામજી મંદિરના પ્રયાસોથી યુવકો દ્વારા સેવાનુલક્ષી ચાલી રહેલી પ્રવૃત્તિઓ પણ શહેરના ગૌરવને વિકસાવવામાં મહત્ત્વનું યોગદાન કરી રહી છે. 21. શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડવા માટે નગરપાલિકા દ્વારા પણ પ્રાથમિક શાળાઓનું સંચાલન થઈ રહ્યું છે. 22. શ્રીસ્થલ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલનું સંચાલન પણ શિક્ષાર્થીઓમાં અંગ્રેજી ભાષા સાથેનું જ્ઞાન ઉપલબ્ધ કરાવવા પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યું છે. 23. શ્રીબ્રહ્માન્ડેશ્વર, શ્રીવાલકેશ્વર તેમજ શ્રીહિંગળાજ માતાના નદીના પૂર્વ વિભાગના સ્થાનોને વિકસાવવા પણ સહિયારા પ્રયાસથી અનેક યુવકો કાર્યશીલ છે. 24. રક્તદાન તેમજ ચક્ષુદાનના ક્ષેત્રે કામ કરી રહેલા સંઘટનોની સેવા ભાવના પણ શહેરમાં અનેકવિધ પ્રવૃત્તિયો ચલાવે છે. 25. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પરિવાર દ્વારા ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ પણ નગરના ઉત્કર્ષ માટે સરાહનીય ભૂમિકા ભજવે છે. 26. બિન્દુસરોવર રોડ ઉપર વૃક્ષ ઉછેર માટે સતત કાર્યશીલ સ્વર્ગે. નાનાલાલ ભટની સેવાઓથી આ માર્ગ રમણીય બનેલો છે. ૮૩. નગરનાં દર્શનીય દેવસ્થાનો નદીના પશ્ચિમ કિનારે માધુઘાટ તેમ જ સામેજ બ્રહ્માન્ડેશ્વર મહાદેવનું પ્રાચીન બાણ આવેલું છે. સમીપમાં વાલબિલ્વેશ્વર મહાદેવ બિરાજેલા છે. બ્રહ્માન્ડેશ્વરથી ઉત્તર-પશ્ચિમમાં બે માઈલ દૂર અરવડેશ્વર તીર્થ આવેલું છે. પાકો રસ્તો છે. શ્રી દેવશંક૨ ગુરુ મહારાજની તે તપોભૂમિ છે. બાજુમાં જ સાધકો માટે કુટીરની વ્યવસ્થા ધરાવતી તુલસીદેવ તપોભૂમિની જગ્યા આવેલી છે. અરવડેશ્વરમાં પણ સાધક રહી શકે તેવી વ્યવસ્થા છે. ત્યાંથી નદીના ઉત્તર તટે ચમ્પકેશ્વર મહાદેવનું તીર્થ સ્થાન છે. બ્રહ્માન્ડેશ્વરની ઉત્તરે નદી કાંઠે શ્રીહિંગળાજ માતાનું સ્થાન છે. શ્રી મોતીરામ ગુરુની તપોભૂમિ છે. નિરવ અને મનોહર જગ્યા છે. બ્રહ્માડેશ્વરથી દક્ષિણ તરફ નદીમાંથી જ એક રસ્તો શ્રીસહસ્રકલા માતાના સ્થાને જાય છે. પ્રાચીન શક્તિપીઠ છે. વચ્ચે કેવળપરીની થળીમાં કાળભૈરવનું સ્થાન છે. નગર તરફના પશ્ચિમ કિનારે સતિનાં દેરાં, ભૂતનાથ મહાદેવ, માધુઘાટ ઉ૫૨ હાટકેશ્વર મહાદેવ તેમજ સિદ્ધનાથ મહાદેવનાં પુરાણા સ્થાનો છે. બાવાજીની વાડીના નામે ઓળખાતા સ્થાનમાં સિદ્ધનાથ મહાદેવનું ભવ્ય મંદિર છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર વડોદરા રાજ્ય તરફથી બાબાજી નામના એક પ્રધાને કરેલો હોઈ બાબાજીની ૧૩૫૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ વાડી કહેવાય છે. નદી તરફના દરવાજે મોક્ષ પીંપળો (વૃકમુલિકતીર્થ) આવેલ છે. બજારના રસ્તે સરસ્વતી માતાનું મંદિર છે. બાજુમાં લિંબાચીયા કુળની દેવીનું સ્થાન છે. આગળ જતાં જમણા હાથ તરફનો રસ્તો એક્લક્ષ ગણપતિ મંદિર તરફ જાય છે. આ સ્થાન વિઘ્ન વિનાયક તીર્થ છે. આ એકલક્ષ ગણપતિની સાધના વિશ્વામિત્ર રૂષિએ કરી બ્રાહ્મણત્વનું પદ મેળવ્યું હતું. ધર્મચકલેથી જમણા હાથ તરફ વહોરવાડામાં છબીલા હનુમાજીનું પ્રાચીન સ્થાન છે. બાજુમાં ભગ્નાવેષ રૂદ્રમહાલયમાં રૂદ્રદેવ બિરાજે છે. દેસાઈ મહાડ પાસે બહુચરા માતાનું પ્રાચીન સ્થાન છે. શહેરની મધ્યમાં પ્રાચીમાધવ ગોવિંદ માધવનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર પ્રાચીમાધવના પ્રાચીન મંદિરની ઝાંખી કરાવે છે. ઉષાકાળની મંગળા આરતીથી શયન આરતી સુધી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉપસ્થિત રહે છે. ગોવિંદ માધવ શ્રીસ્થલના નગર દેવ છે. બજા૨થી સ્ટેશનને રસ્તે ચોકમાં ગુરુ ઘુંઘલીમલનું સ્થાન છે. દક્ષિણે પંચમુખી હનુમાન, રણછોડરાય, રાધાકૃષ્ણ અને સત્યનારાયણ દેવના પ્રાચીન મંદિરો છે. નિશાલ ચકેલે શ્રીગોવર્ધનરાયજી બિરાજેલા છે. દક્ષિણ તરફ પટેલલોકના માઢમાં સિદ્ધનાથ મહાદેવ, બહાર ઘારંબા માતા, જોષીઓની ખડકી પાસે બ્રહ્માણીમાતા છે. ગોલવાડમાં બાલાજી છે. પત્થર પોળે વટેશ્વર મહાદેવ અને શ્યામજીમંદિર આવે છે. ખિલાતરવાડે આશાપુરા અને મહોલ્લામાં કનકેશ્વરી બિરાજેલ છે. વહેવરવાડા પાસે જાનરેશ્વર છે. વેદવાડામાં અન્નપૂર્ણા, તુલસીપરામાં સિદ્ધેશ્વરી દેવી તેમજ વહેરાઈ મહાડમાં વારાહી માતા, હર્ષિદા માતા તેમજ સહજાનંદ પ્રભુનું શિખરબંધ દેવળ છે.કાળાભટના નાકે માતા ભદ્રકાળી બિરાજે છે. પસવાદળ પોળથી ખડાલિયા હનુમાનના રસ્તે પ્રથમ શિકોતેર માતા, મૃત્યુજય મહાદેવ, ગુરુનાં પગલાં અને છેલ્લે ખડાલિયા હનુમાનનું પ્રાચીન મંદિર આવેલું છે. નદીથી પાછળના રસ્તે દંડિ સન્યાસી પીઠ, પ્રાચીન રોકડીયા હનુમાન, નિલકંઠેશ્વર મહાદેવ, યાગનાથ મહાદેવ, મંડિબજારના રસ્તે વચ્ચે વારુણી માતા, ખોડિયાર માતા, તુળજાભવાની દેવી, બ્રહ્મપોળમાં કાશીવિશ્વનાથ અને ગોવિંદમાધવ માઢમાં લક્ષ્મીજીનું મંદિર આવેલું છે. ઉપલી શેરીમાં આશાપુરા, ક્લ્યાણરાય, વિઠ્ઠલેશ્વર, બુધેશ્વર, ફુલવાડી માતા અને લક્ષ્મીપોળમાં લક્ષ્મી નારાયણનું પ્રાચીન મંદિર છે. બાજુમાં શીતલા માતાનું સ્થાન છે. બ્રાહ્મણ જ્ઞાતિની અંબાવાડીમાં અંબાજી માતાનું ભવ્ય મંદિર, ભવાનીશંકર મહાદેવ અને હનુમાનજીનાં મંદિરો છે. અંબાવાડીની દક્ષિણ પછી તે પાતાલેશ્વર મહાદેવ અને બટુક ભૈરવનાં મંદિરો આવેલાં છે. ૧૩૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ બિન્દુ સરોવર માર્ગ પર પ્રથમ બહુચર માતાનું મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, રામજી મંદિર, આશ્રમમાં ગોપાલ કૃષ્ણ મંદિર, રાજગોપાલ મંદિર, ફાટક પાસે જગદીશજી છે. ફાટક બહાર વાયુકોણે મહાપ્રભુજીની બેઠક, બહુચર માતા મંદિર, સ્વામી નારાયણ મંદિર આવેલાં છે. રામજી મંદિર પાસે દ્વારિકાધીશનું વૈષ્ણવ મંદિર પણ છે. સ્વામી નારાયણ મંદિરથી દક્ષિણ તરફ દંડિ સન્યાસીનાં સમાધિ સ્થાન છે. ત્રણ દરવાજાની અંદર મોરલીમનોહર ભગવાન, સિદ્ધેશ્વર, જ્ઞાનવાવ, साश्रीगोपाण तथा .......... न माहरो छे. मागण ४di २९छोऽ२।य, महstel, (સિદ્ધચામુંડા) તેમજ સત્યનારાયણનાં મંદિરો આવેલાં છે. - બિન્દુ સરોવર, અલ્પા સરોવર, કદમ મહર્ષિ, દેવહુતિ પાતા, કપિલ દેવ અને ગયાગદાધર વિષ્ણુનાં સ્થાનો છે. કાશી વિશ્વનાથ, સોમનાથ વિ. મહાદેવના મંદિરો પણ છે. પાછલ પશ્ચિમ તરફ હાઈવે નં. 8 આવેલો છે. ત્યાંથી નગરમાં પ્રવેશનો २स्तो छ. ૮૪. માતુક્ષી માતાને પિંડદાનના મંત્રો : गर्भस्थे गमने दु:खविसगे प्राणसंकटम् तस्यनिष्क्रमणार्थाय मातृपिंडं ददाम्यहम ॥१।। मासि मासि निषेकाद्यै शिषुसंबान दुखिता । तस्य....॥२॥ मासि मासि कृतंकष्टं वेदनाप्रसवेषु च । तस्य....॥३॥ सम्पूर्णे दशमे मासि हयत्यन्तं मातृपीडनम । तस्य....॥४॥ गायमात्रभडगो भवेन्मातुर्मृत्युरेव न संशयः । तस्य....॥५॥ यावत्पुत्रो न भवति तावन्मातुश्च शोचनम् । तस्य....।६।। शौथिभ्यं प्रसवे प्राप्ते माता विन्दति दुःसहम । तस्य....॥७॥ प्रद्भयां जनयते पुत्रं जनन्याः परिवेदना । तस्य....॥८॥ अल्पाहारकृता माता यावत्पुत्रोऽस्ति बालकः । तस्य....॥९॥ रात्रौ मूत्रपूरीषाभ्यां फिलश्येते मातृकुक्षिके । तस्य....॥१०॥ कटुद्रक्ष्याणि वलार्याश्च विविधानि च भक्ष्यति । तस्य....॥११॥ झ्धया विहवले जाते तृप्ति माता प्रयच्छति । तस्य....॥१२॥ दिवा यत्रो च वन्माता आनन्दति सभर्तुका । तस्य.....॥१३॥ यमद्वारे महाघोरे पथि मातृश्च शोचनम । तस्य.....॥१४॥ पुत्रो व्याधिसभायुक्तो माता हयाक्रन्दकारिणी । तस्य....॥१५॥ यस्मिनकाले मृतामाता गतिस्तस्या नविद्यते । तस्य.....॥१६॥ १30 Page #195 -------------------------------------------------------------------------- ________________ ८५. पत्नी षोडशी १. उदूढम त्रैव पित्रोः कृत्वा विरह दुःखिनी । तस्या उद्धरणार्थाय पत्नीपिंण्डम ददाम्यहम् । २. दासीय गृहकार्येषु या कृता दुःखयोगिनी । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । यामंपर्यचरन्नित्यमन पेक्ष्यात्मनः सुखम । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । स्वश्रुयातुन नान्दादि तर्जनेनाय दुःखिता । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । नो या कर्तुमनुवृत्ति कष्ट बन्धुवमन्यतः । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । मत्पूर्वं स्वपित नो वाऽप्पुत्थितं मदनन्तरम् । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । ७. मय्यजग्घेऽशनामुग्रामपि याऽसहतस्वयम् । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । ८. इषदप्याकुलं थामामवेष्य व्यथिताऽभवत । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । .. धर्मे चार्थे च कामे च ययामयासहोषितम् । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । १०. अहमेवेश्वराधियात ययाऽन्वहमुपासितः । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । ११. न स्वप्ने मनसाऽप्येषा परपुंसानुवर्तिनी । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । १२. रेतोरुपेण यद्योनौ गर्मी भूयऽप्य पीडयम् । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । १३. गर्भगोऽप्यात्मजग्घान्ने मति राप्यायितो मुद्रा । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । १४. अवत्सा मृतवत्सा वाऽजीवद्रत्साऽवकेशिनी । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । १५. पुंनाम्नो नरकाक्षाता नापन्न इति दुःखिता । तस्या उद्धरणार्थाय पत्नीपिण्डम ददाम्यहम् । १६. आत्मज्यानिर्भर्तुरर्थे यावजीवमिति-कृता । तस्या उद्धरणार्थाय पत्नीकि ददाम्यहम् । Page #196 -------------------------------------------------------------------------- ________________ સદવિચાર :- જીવની વાક્ય માનવું. મરણ પછી તમામ વાર્ષિક શ્રાદ્ધ, બ્રહ્મભોજન, અને ગયા ક્ષેત્રમાં પિંડદાન કરવું. આ ત્રણ કાર્યોથી પુત્રપણું સાર્થક બને છે. ત્વષ્ટા ઋષિ (દવિભગવત) कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवती ॥ - આદ્ય શંકરાચાર્ય ૮૬. સદવિચારનાં મોતી 1. ખોરાકથી શરીર અને વાંચનથી (દર્શન) મન ઘડાય છે. સાત્ત્વિક આહાર સત્ત્વગુણ પ્રકટાવે છે. શ્રેષ્ઠ વાંચન શ્રેષ્ઠ મન સર્જે છે. 2. શરીર વડેના પાપકર્મોથી જડ સૃષ્ટિમાં અવતાર થાય છે. વાણીના પાપથી પશુ-પક્ષી સર્ગમાં અવતાર મળે છે. માનસિક પાપથી અધમ માનવનો અવતાર થાય છે. 3. પરસ્પર મળતી વખતે “જયશ્રીકૃષ્ણ” બોલીએ છીએ. પ્રાચીન સમયમાં વેદવાક્યોનો ઉપયોગ થતો. ઉરુ ૧ વેદ પણ ઓળખાતો. ઋગ્વદી : પ્રજ્ઞાન બ્રહ્મ, યજુર્વેદી : અહં બ્રદ મિવેદી : તત્ત્વમસિ. અથર્વવેદી : અયમાત્મા બ્રહ્મ. 4. આચરણથી કુળ, ભોજનથી શરીર, વાર્તાલાપથી વાણી, નેત્રથી સ્નેહ ચેષ્ટાથી ચરિત્ર, અને મુખમંડળના હાવભાવથી મનની સ્થિતિ માપી શકાય છે. આકૃતિં ગુણાનાં કથયેત્ 5. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. માટે પ્રાણ (જીવ)નું ઘડતર શાસ્ત્રોક્ત માર્ગે જ કરો. 6. સારી ટેવ જ મનુષ્યને મનુષ્યમાંથી દેવ બનાવે છે. 7. નિષિદ્ધ કર્મોના ત્યાગથી નિષિદ્ધ મન બનતું અટકે છે. 8. વ્રત પાલનથી વૃત્તિ અને શરીર બંને સમતોલ ઉત્કર્ષને વરશે. 9. દર્શન, શ્રવણ અને કિર્તન સંસ્કાર નિર્માણ થવાનાં સાધનો છે. એવું જોવાશે અને વંચાશે તેનો જ સંગ મનને સ્પર્શશે. સાંભળવામાં આવનાર વિષયો અને વાર્તાલાપ (કીર્તન) પણ મનના ઘડતરમાં સંસ્કાર પ્રદાન કરે છે. 10. વાત, પિત્ત અને કફના દોષ વ્યાધિ જન્માવે છે. 2જોગુણના સંસ્કારથી આધિ જન્મે છે. તેમજ નિંદ્ય-આચરણના કારણે ઉપાધિઓ આવી મળે છે. 11. ધાતુઓનું સમત્વપણું એજ યોગ છે. વિર્ષ એ રોગ છે. તેમજ પદાર્થોમાં આસક્તિ એજ ભોગનું લક્ષણ છે. મન આસક્તિ રહિત બને એજ મોકા છે. 12. જ્યારે આદાન ક્રિયા વધુ હોય અને પ્રદાન ન્યૂન હોય ત્યારે વિકાસ Page #197 -------------------------------------------------------------------------- ________________ વધે છે. આ બાલ્યાવસ્થા અને યુવાની કહેવાય છે. જરાવસ્થાનું સર્જન પ્રદાન ક્રિયાની અધિક્તાને આભારી છે. જેમ આવક વધે અને ખર્ચ ઘટે તેમ પેઢી તરે છે અને આવક ઘટે અને ખર્ચ ન વધે તો પેઢી ડૂબે છે. આ પ્રકૃતિનો સનાતન નિયમ છે. આ નિયમ મુજબ શરીરમાં વિષ્ણુની વૈષ્ણવી શક્તિ સર્જા 13. વેદોચ્ચાર સમયે, પૂજા સમયે, દેવકાર્ય પ્રસંગે, માધુકરી સમયે, દોડતી વખતે, મૈથુન સમયે, મળમુત્ર વિસર્જન સમયે, સ્નાન વખતે, કથા-શ્રવણ સમયે, કોઈને સાંભળવાના સમયે, પ્રશંસા શ્રવણે અને શ્રાદ્ધક્રિયા વખતે મૌનનું વાતાવરણ સર્જે. 14. અનાયાસ પ્રાપ્ત ભોગમાં સંતોષ અને અપ્રાપ્ય પદાર્થોની લાલસાઓના ત્યાગમાંથી જ વૈરાગ્યરૂપી વૃક્ષ જન્મે છે. વિકસે છે. 15. શાસ્ત્રોક્ત લક્ષ્મણ રેખાઓ અનુસાર વર્તવાથી મોક્ષનો માર્ગ પકડાય છે. વિષયોના યથેચ્છ ઉપયોગથી જીવ વાસનાઓના બંધનમાં જકડાય છે. વાસનાઓનું બંધન જીવને જન્મ-જન્માંતરના ચક્રવ્યુહમાં ખેંચી જાય છે, નિર્વિષય મન જ મુક્તિદાયક છે. 16. પ્રશંસાથી જે કાતો નથી. નિદાથી અકળાતો નથી. હર્ષના પ્રસંગે જે ઉન્મત્ત બનતો નથી . એમાં જે સુધબુધ ખોતો નથી એજ સાચો જ્ઞાની છે. પાણીનો આડંબર એ જ્ઞાન નથી. ઉત્તમ આચરણનું પ્રદર્શન એજ જ્ઞાન છે. , 17. જીવનું ઉત્તમ ઘડતર થાય છે : સંયમ અને સદ્ભાવના વ્યવહારથી, દેવદર્શનથી, પ્રાકૃતિક સૌન્દર્યપાનની ટેવથી. વાણીની પવિત્રતાથી. સુખ-દુ:ખ, હર્ષશોક, માન-અપમાન, કામ, ક્રોધ, લોભ, મોહના આવરણ સમયે વિવેકબુદ્ધિ કેળવવાથી. 18. પ્રમાદ, આળસ, રોગ, સંશય, અસ્વસ્થ ચિત્ત, અશ્રદ્ધા, ભ્રાંતિ, દુ:ખ, દર્મનસ્ય અને વિષય લોલુપતા – આ યોગ સાધનાનાં દસ વિદ્ગો છે. 19. લાંબુ જીવવું એ મહત્ત્વનું નથી. પણ કેવું જીવાય છે એ જ મહત્ત્વપૂર્ણ તથ્ય છે. આદ્ય શંકરાચાર્યે કહ્યું છે કે ““સો વર્ષ જીવનાર જે કામો ન કરી શકે તે કામો મેં મારી બત્રીસ વર્ષની ઉંમરમાં પૂર્ણ કર્યા છે. માટે હું પૂર્ણ જીવન જીવ્યો છું.” લક્ષ્યપૂર્તિની પૂર્ણતા એજ પૂર્ણ જીવન છે. સમય તો સૌ કોઈ વિતાવતા હોય છે. 20. કાગડા અને કોયલ વચ્ચેનો ફેર તે તેની જીભના કારણે છે. કાગડો કર્કશ વાણી બોલે છે અને વિષ્ટા પણ પ્રેમપૂર્વક ખાય છે. કોયલ મધુર વાણી બોલે છે અને આંબાના મહોર અને ફળ જ ખાય છે. 21. ઉત્તમ પ્રદાન અને પરોપકારી વ્યવહાર એ સફળ જન્મ અવતારનું લક્ષણ છે. આદર્શગૃહસ્થાશ્રમી છે” આ સંતો અને વૃક્ષો તેના ઉદાહરણ છે. 2. પશુઓના પ્રારબ્ધમાં વેઠ, ખૂબ કામ કરે છે, મેળવે છે ઓછું. પરિશ્રમના હિસાબે સુખો નહીં પણ દુખો જ વધુ ભોગવે છે. પ્રારબ્ધ કર્મની ગતિના વિષમ ફળોનું આ જ્વલંત ઉદાહરણ છે: ૧૪૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ 23. મંત્રોનું જ્ઞાન એ વિદ્યા છે. મર્મનું જ્ઞાન બુદ્ધિમતા સુચવે છે. અને આત્મા સાથેનો તેનો સંબંધ એ સાક્ષાત્કાર છે. 24. શબ્દોને લખી વાંચવા તે સાક્ષરતા છે. શબ્દોના રહસ્યોને ઉકેલવા તે શિક્ષણ છે. અને તેના અર્થો પ્રમાણેનું આચરણ તે સંસ્કાર છે. 25. મન બુદ્ધિથી નહીં પણ સંસ્કારથી વ્યક્ત થાય છે. 26. જે તે વિષયમાં રસપૂર્વક ચિત્તને પરોવવું તેને ધ્યાન કહે છે. સતત અભ્યાસ દ્વારા ધ્યાનમાં દઢ બની શકાય છે. ધ્યાનની સફળતાનો આધાર મનને એકાગ્ર કરવાની શક્તિ પર છે. ધ્યાનના ઉદ્દેશ્યને ધ્યેય કહે છે. ધ્યાનમાં એકાગ્રતાની શક્તિને ધ્યેયનિષ્ઠા કહે છે. . ભગવાન શબ્દ ભાગ ધાતુ પરથી બનેલો છે. ભગવાનને ઈશ્વર પણ કહે છે. બળ, બુદ્ધિ, પરાક્રમ, સંપત્તિ, પુરુષાર્થ અને સચરિત્ર એ છ શક્તિઓને ‘ભગ’ કહે છે. ઐશ્વર પણ કહે છે. આ ભગ ધરાવનારને ભગવાનનો અવતાર કહે છે. આ ઐશ્વર્યના માલિકને ઈશ્વર કહે છે. 28. આહાર શરીરનો ખોરાક છે. સ્વાધ્યાય અને સત્સંગ મનનો આહાર છે. સાત્ત્વિક આહારથી શરીરનું બલ, આરોગ્ય અને તેજ વધે છે. જ્યારે સ્વાધ્યાય અને સત્સંગથી મન બુદ્ધિમાન બને છે. 29. મનુષ્ય શરીરથી નહીં પણ સંસ્કારથી દીપે છે. . ૮૦. મલકાઓ અને મૂલવો - મૌલિક ચિંતન 1. એક સમયે એક બાવાજી એક ઘરના આંગણે આવ્યા. ટહેલ નાંખી. જય સીતારામ. માજી એક ચપટી લોટ આપો. બાવાજી બૂમ પાતા રહ્યા પણ માજી સાંભળે જ નહીં. જયસીતારામની ધૂન ચાલ્યું જ રાખી. છેવટે કંટાળી માજીએ કહ્યું કે મહારાજ આગળ જાઓ આગળ. મહારાજ પણ સાંભળે જ નહીં. માજી બૂમ પાડી બોલ્યાં કે ““મહારાજ હઠીલા છે” હઠીલા ન થાવ. જાઓ આગળ. મહારાજે કહ્યું કે માજી ભગવાને તમને ઘણું-ઘણું આપ્યું છે. મોટું ઘર છે. મારે તો એક ચપટી લોટ જ જોઈએ છે. તમે શાને હઠીલાં થાઓ છો. નક્કી કરો કે કોણ હઠીળું ? બાવા કે માજી ? 2. એક સમયે બે આંધળા વચ્ચે વાદવિવાદ ચગ્યો. હું સાચો છું તે સાબિત કરવા જોરશોરથી એકબીજાને ભાંડવા લાગ્યા. બંને પોતપોતાનો મત બીજા ઉપર ઠોકી બેસાડવા મથતા હતા. આખરે એકે ખિજાઈને કહ્યું કે “તારું કાળું મ્હોં હું જોવા માગતો નથી.” બીજાએ પણ તૂર્તજ પ્રત્યુત્તર આપ્યો કે “અરે, તું હોજ (૧૪) Page #199 -------------------------------------------------------------------------- ________________ ક્યાં જોઈ શકે છે.” એ શક્તિ તારામાં હોત તો તું તારું ખુદનું હો પણ જોઈ શકત. વાસ્તવિકતા એ છે કે વાદવિવાદમાં એક બીજાના ભાવોને સમજવા બંને સમર્થ હોય તો લડાઈનો વારો ન આવે. 3. એક પ્રખર સાધુ પોતાના શિષ્યોને સમજાવી રહ્યા હતા. “આ સંસાર નાશવંત છે. તેના સઘળા પદાર્થો પણ નાશવંત છે. આવા નાશવંત પદાર્થોના વિષયમાં આસક્તિ કેળવવી તે મનુષ્યની નબળાઈ છે. આપણે જે કંઈ ખાઈએ છીએ તે ગળામાં ઉતરતાં જ તે શું છે, તેનો સ્વાદ કેવો છે, તેની કંઈ જ ખબર કોઈને પડતી નથી. ગળામાં ઉતર્યા પછી તો તે નાશવંત બને છે. દૂધપાક દૂધપાક રહેતો નથી. સૂકો રોટલો સૂકો રોટલો રહેતો નથી. દૂધપાક હોય કે રોટલો તેનું સત્વ તો સરખું જ બને છે. થોડું જ બને છે. મળ અધિક વહી જાય છે. મર્યા પછી રાખ પણ બધાની એક સરખી હોય છે. દૂધ કે મેવા આરોગનારની રાખ કંઈ જુદી હોતી નથી. ફક્ત આ બધું મનની માયા છે. મનનો સંસાર છે.” કેટલાક શિષ્યો આ અમુલ્ય ઉપદેશ સાંભળી એકબીજાના કાન કરડતા હતા કે મહારાજ આ શું બોલે છે ! ભિક્ષા માટે તો કહેવરાવે છે કે આ રાંધજો પેલું રાંધજો. ત્રીજાએ કહ્યું કે સંસારમાં મોટા ભાગે પરોપદેશે પંડિત્યમ જ હોય છે. 4. એક વખતે બે સન્યાસીઓ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. માર્ગમાં એક નદી હતી. એક સ્ત્રી નદી પાર કરવા ઉતરતાં ઉંડા જળમાં તે તણાવા લાગી. એક સન્યાસીએ તે જોતાં જ નદીમાં કૂદકો મારી તે સ્ત્રીને પકડી બચાવી કિનારે છોડી દીધી. સ્ત્રીને કિનારે છોડી તેઓ માર્ગ પર આગળ વધ્યા. ઘણું અંતર કાપ્યા પછી બીજા ગામનો સીમાડો દેખાયો. ગામના સીમાડે એક વૃક્ષ નીચે બંને આરામ માટે બેઠયા. બાજુના સન્યાસીએ બીજાને કહ્યું કે સ્ત્રીનો સ્પર્શ કરી તેં એક અધમ કામ કર્યું છે. સન્યાસીથી સ્ત્રીઓનો સ્પર્શ થાય જ નહીં. પેલાએ હસતાં હસતાં કહ્યું કે મેં તો તેનો સ્પર્શ નદીના પાણીથી તે કિનારા સુધી જ કર્યો છે. તું તે સ્ત્રીને અહીં સુધી તારી સાથે લાવ્યો છે. સ્પર્શ શરીર કરતું નથી પણ હકીક્તમાં તો મન જ કરતું હોય છે. કોઈ પણ નિષિદ્ધ કર્મોનો ખરેખર સ્પર્શ મનથી જ થતો હોય છે નિંદ્ય છે. બાપ-બેટીને પણ સ્પર્શે છે પણ સ્પર્શનો ભાવ કોઈ કામલોલુપ મનનો નથી હોતો. કોઈપણ કર્મ કઈ વૃત્તિથી કરવામાં આવે છે તે પ્રમાણે તે પ્રવૃત્તિ તેનું ફળ આપે છે. આ સંદર્ભમાં ઇતિહાસનો એક પ્રસંગ વિચારવા જેવો છે. એક સમયે એક ગોપીએ શ્રીકૃષ્ણને વ્રજમાં પૂછ્યું કે બ્રાહ્મણ જમાડવો હોય તો કોને જમાડવો? શ્રીકૃષ્ણ Page #200 -------------------------------------------------------------------------- ________________ તૂર્ત જ કહ્યું કે દુર્વાસાને જમાડવા. દુર્વાસા તો મથુરામાં હતા. વચ્ચે યમુના નદી. ગોપીએ કૃષ્ણને પૂછ્યું કે તે ઓળંગવી કેવી રીતે ? શ્રીકૃષ્ણે કહ્યું કે નદી પાસે જઈ કહેવું કે જો શ્રીકૃષ્ણ બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપ. ગોપીએ તે પ્રમાણે કર્યું અને માર્ગ મળી ગયો. દુર્વાસાને જમાડી પાછા ફરતી વખતે પણ આ પ્રશ્ન જ નડ્યો. તેણે દુર્વાસાને કહ્યું કે મારે હવે નદી કેવી રીતે પાર કરવી ? દુર્વાસાએ ગોપીને કહ્યું કે યમુના પાસે જઈ કહેજે કે જો દુર્વાસા મુનિ ઉપવાસી હોય તો મને માર્ગ આપ. માર્ગ મળી ગયો. પણ ગોપીના મનમાં સંશય જાગ્યો કે આટલું બધુ ખાવા છતાંય દુર્વાસા ઉપવાસી કેમ, અને સતત ગોપિયોના સંગમાં રહેનાર શ્રીકૃષ્ણ બ્રહ્મચારી કેવી રીતે ? ગોપીએ આ સંશય માટે શ્રીકૃષ્ણને પૂછ્યું. શ્રીકૃષ્ણે કહ્યું કે દુર્વાસા ખાય છે તો ખરા પણ ખાવાના તે પદાર્થોમાં તેમનું મન વાસ કરતું નથી માટે તેઓ સદાય ઉપવાસી છે. માટે જ દુર્વાસા કહેવાય છે. શ્રીકૃષ્ણ ગોપિયોના સંગે રહેવા છતાંય તેમનું મન કામભાવનું સંગી નથી તેથી તે પણ બ્રહ્મચારી છે અનેક ગૃહસ્થી સજ્જનોનાં ઉદાહરણ મળે છે કે સ્ત્રી પાસે હોવા છતાંય મનથી નિસંગીપણાને કારણે તેઓ તેમનું બ્રહ્મચર્ય અક્ષુણ રાખી શકે છે. બધાજ સિદ્ધાંતોનો આધાર મન પર છે. માટેજ શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું છે કે મન મનુષ્યાળાં વારાં बन्धमोक्षया ॥ 5. એક નાના ગામમાં એક નાની શાળા હતી. માસ્તર ગણો કે હેડમાસ્તર એક જ શિક્ષક હતા. આ શાળામાં ગામના મુખી શંક૨ ૫ટેલનો દીકરો મગન ભણવા જતો હતો. એક દિવસ શિક્ષક મગનને નિશાળના પગથિયે ઉભા ઉભા મુતરતો જોઈ ગયા. શિક્ષકે મગનને ધમકાવ્યો ને કહ્યું કે આજે તો તારા બાપાને આ કહેવા આવું છું. તારા બાપાએ આવું શીખવાડ્યું છે ? નિશાળ છુટી એટલે પેલા શિક્ષક રસ્તામાં મુતરી મગનના ઘર તરફ વળ્યા. ! મગનનો બાપ ઘરના ઢાળિયે પૂળા ચઢાવવા ઉપર ચઢ્યો હતો. પૂળા ગોઠવતા ગોઠવતા એકદમ મુતર લાગવાથી શંક૨ પટેલ ઢાળિયા ઉપરથી જ ઉભા ઉભા મુતરતા હતા. માસ્તરે શંકર પટેલને દૂરથી ઢાળિયા પરથી ઊભા ઊભા મુતરતા જોયા. અને તરત પાછા વળી ગયા. કોને કહેવું ? કહેવાનો અર્થ જ ક્યાં છે ? છોકરો પગથિયે ઉભા ઉભા મુતર્યો, બાપ ઠેઠ ઢાળિયે ચઢી મુતર્યો ? અને માસ્તર રસ્તામાં મુતર્યા ! 6. એક સમયે એક વિજ્ઞાન શિક્ષક ઠંડી અને ગરમીની પદાર્થો પર થતી અસરોનો પાઠ શીખવી રહ્યા હતા. સુત્ર હતું. ઠંડીથી પદાર્થ સંકોચાય છે અને ગરમીથી ફૂલે છે. એક ઉદાહરણ આપી શિક્ષકે સમજાવ્યું કે રેલ્વેના બે પાટાઓ જ્યાં ભેગા થાય છે ત્યાં થોડું અંતર એટલા માટે રાખવામાં આવે છે કે ગરમીથી લોખંડ ફૂલે ૧૪૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ છે. જો આ અંતર ન હોય તો જોખમ સર્જાય. શિક્ષકે આવું કોઈ અન્ય ઉદાહરણ શોધવા વિદ્યાર્થીઓને કહ્યું. પણ કોઈ બોલે કે ચાલે. બધા ચૂપચાપ. વર્ગના એક ખુણામાં પાટલી પર એક નાનો ટાબરીયો બેઠો હતો. તેણે જવાબ આપવા આંગળી ઊંચી કરી. શાબાસ. શાબાસ, એક તો નીકળ્યો. બોલ, શિક્ષકે કહ્યું. તમામ વિદ્યાર્થીઓનું ધ્યાન તેના તરફ દોરાયું. ટાબરીયાએ કહ્યું કે સાહેબ જુઓ શિયાળામાં ઠંડી પડે છે ત્યારે આ દિવસ પણ સંકોચાઈ ટૂંકો થઈ જાય છે. જ્યારે ઉનાળામાં પાછી ગરમી પડે છે ત્યારે એક દિવસ કુલાઈ લાંબો થઈ જાય છે. વિજ્ઞાન સાથે સંબંધિત ન હોવા છતાં ટાબરીયાની કુશાગ્ર બુદ્ધિમતા જોઈ શિક્ષક દંગ થઈ ગયા. 7. વિદ્યાબેનના પરિવારમાં ફક્ત ત્રણ જ સભ્યો હતાં. પતિ-પત્ની બે અને એક સાત વર્ષની નાની દીકરી. એક દિવસે બધાના ભાગમાં બે-બે વડાં આવે એવો દહીંવડાનો કાર્યક્રમ વિદ્યાબેને ગોઠવ્યો. ત્રણે સાથે જ જમતા. જમતાં પહેલાં દીકરી સુનિતાએ મમ્મી-પપ્પા સામે એક પ્રશ્ન મૂક્યો. પ્રશ્નનો જવાબ આપવાનો હતો જો જવાબ ન આપી શકે તો, તે બંનેના ભાગનાં વડાં સુનિતાએ ખાઈ જવાં. આવી શરત નક્કી થઈ. બંનેએ કહ્યું કે બોલ તારો પ્રશ્ન શું છે ? સુનિતાએ કહ્યું કે આ દહીં વડામાં જે મીઠું નાંખેલું છે તે તો સ્વાદે ખારૂં દવ છે. તો પછી કોણે તેનું નામ મીઠું પાડ્યું. તે ખારું છે ને મીઠું કેમ ? બાળકના એકાએક આવા અટપટા પ્રશ્નથી બંને મુંઝાઈ ગયા. ગમે તેમ સમજાવે પણ સ્પષ્ટ અને સચોટ ઉત્તર ન મળતા સુનિતા ના-ના જ કહે. આખરે બંનેએ કંટાળી સુનિતાને કહ્યું કે બોલ તારો શો જવાબ છે. સુનિતાએ કહ્યું કે જુઓ. આ આમ તો છે ખારું. મહોમાં મૂકીએ તો ઘૂંકી દેવું પડે. ગળાથી નીચે પણ ન ઉતરે. પણ તેના વિના પણ રસોઈમાં મીઠાશ આવે જ નહીં. બધા મસાલા પડ્યા હોય પણ તેના વિનાની રસોઈ ગળે ઉતરે જ નહીં. રસોઈમાં મીઠાશ લાવવાનો તેનો ગુણ છે તેથી લોકો તેને મીઠું કહે છે. બાળકની ચતુરાઈ જોઈ બંને ખુશ ખુશ થઈ ગયા પણ તેનાથી પણ વિશેષ ખુશી તો તેમને ત્યારે થઈ કે જ્યારે સુનિતાએ બધાંજ વડાં ખાઈ ન જતાં ફક્ત પોતાના ભાગના જ બે ખાવામાં સંતોષ માન્યો. સંતોષ એ પણ સ્વભાવની એક મીઠાસ જ છે. સંતોષની મીઠાશ અભુત આનંદ આપે છે. અન્યને પણ અપાવે કહેવત છે ને કે “સંતોષી સદા સુખી.” 6. એક પરિવારમાં એક સંન્યાસી પધારેલા. સંન્યાસીએ ભગવાં વસ્ત્ર પહેરેલાં. બધાનાં વસ્ત્રોથી તેમનાં વસ્ત્રનો રંગ સાવ જુદો પડે. ભિક્ષાનું કામ પૂરા થયા પછી ૧૪૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ કુટુંબના બધાજ મહારાજની આસપાસ વિંટળાઈ બેઠેલા. મહારાજ જ્ઞાનની ઘણીઘણી વાતો કહે. બધાંજ ધ્યાનથી સાંભળે. એક નાનો ટાબરીયો પણ બધું ધ્યાનથી સાંભળે. પણ તેની નજર તો મહારાજની ચાદર પર, બધાજ રંગો જોયેલા પણ આ રંગથી તે ખુશખુશ થઈ ગયેલો. કેવો સુંદર અને આકર્ષક રંગ ? વાર્તાલાપ પૂરો થયો કે છોકરાએ તૂર્ત જ મહારાજને પૂછ્યું કે આ રંગ કયો ? મહારાજે કહ્યું કે બેટા આ ભગવો રંગ છે. દીકરાએ તૂર્તજ પાછું પૂછ્યું કે આપ આ રંગનાં કપડાં કેમ પહેરો છો ? મહારાજે સમજાવતાં કહ્યું કે બેટા જેઓ સંન્યાસીઓ છે તેમને આ રંગના કપડાં પહેરવાનાં હોય છે. સન્યાસીઓના કપડાંનો રંગ ભગવો નક્કી થયેલ છે. છોકરાએ પાછું પૂછ્યું કે ભગવો જ કેમ ? છોકરાના આવા અણધાર્યા પ્રશ્નોના ઘણા ઘણા ઉત્તરો આપ્યા પણ તેને સંતોષ ન થયો. છેવટે મહારાજે કહ્યું કે બેટા તું કંઈ જાણે છે? બતાવ. છોકરાએ કહ્યું કે મહારાજ આ રંગને ભગવો એટલા માટે કહે છે કે તેમાં ભગ સમાયેલું છે. ભગ એટલે તેજ. આ ભગ શબ્દ ઉપરથી જ ભગવાન શબ્દ બન્યો છે. ભગવાનને બધાજ નમે છે. જે તેજ ભગવાનમાં રહેલું છે તે તેને પામવા જે પ્રયત્નશીલ છે. જે પુરુષાર્થી છે તેના કપડાંનો રંગ ભગવો નક્કી થયેલ છે. છોકરાની ચતુરાઈ અને જ્ઞાનદષ્ટિથી બધાંજ વિસ્મય પામ્યાં. દુનિયામાં મોહ એ તેજનું લક્ષણ નથી. નિર્મોહીપણામાં જ તેજ છુપાયેલું છે. આ તમે આ બાળકને જાણો છો ? જો જાણતા હો તો પોસ્ટકાર્ડથી લેખકને જણાવશો. Page #203 -------------------------------------------------------------------------- ________________ (સંદર્ભ ગ્રંથ (૪) (૧) માકડયોક્ત સરસ્વતી પુરાણ શ્રીમદ્ ભાગવત દશમસ્કંધ (૩) ઔદિચ્ય પ્રકાશ સો-ઉપનિષદ ગ્રંથ (પ) નિર્ણય સિધુ (૬) બૃહતસ્તોત્ર રત્નાકર જૈમીનીય બ્રાહ્મણ (૮) શતપથ બ્રાહ્મણ (૯) તાન્ડય બ્રાહ્મણ (૧૦) સ્કંદપુરાણ (૧૧) પદ્મપુરાણ (૧૨) શુક્લ યજુર્વેદ ૨૪/૧૧ (૧૩) ઋગ્વદ ૨/૪૧/૧૬ (૧૪) આર્યભિષક (૧૫) સરસ્વતી પુરાણ - ઉપયુક્ત વિવેચન (ફાર્બસ ગુજરાતીસભા મુંબઈ) વિવેચક : કનૈયાલાલ ભા. દવે Page #204 -------------------------------------------------------------------------- ________________ અને ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુથી બનેલ હર્ષ બિન્દુ સરોવર (સિધ્ધપુર) Age loio Sii