________________
આચરણની સંજ્ઞામાં આવે છે. ભોજન જેટલું ગુણ સંપન્ન છે; એટલું જ તેના અતિરેકથી દોષ બની જાય છે. પ્રિય ભોજનના પદાર્થો અતિરેકના સંબંધથી મનુષ્યની કાંતિ, બળ, આરોગ્ય અને આયુષ્ય વૃદ્ધિના લક્ષણો વધારવાને બદલે ઓછાં કરવામાં પણ ભાગ ભજવે છે. માટે કહેવાયું છે કે “અતિ સર્વત્ર વર્ધયેત” અતિરેકનો વ્યવહાર નિષિદ્ધ વ્યવહાર ગણાયો છે. જ્ઞાન દષ્ટિનો વ્યવહાર સિદ્ધિ દાતા છે.
11. અન્યોના દુ:ખમાં ઉપયોગી બનવું તે સત્કર્મ છે. પણ તેમના સુખોના સમયમાં વિવેવહીન બની સહભાગી થઈ જવાની વૃત્તિ નિષિદ્ધ ગણાયેલી છે. બીજાના ઐશ્વર્ય અને સુખોમાં ડોળો રાખવો અને તેમાં અમર્યાદ ઘૂસણખોરીનું માનસ રાખી તેમની સાથેના ગાઢ સંપર્કો કેળવવા તે નિષિદ્ધ આચરણ તરીકે શાસ્ત્રોમાં ઓળખાયેલું છે. શાસ્ત્રોએ બીજાના સુખોમાં સમરસતા કેળવવા નહીં પણ દુ:ખના પ્રસંગોમાં સમરસતા અર્થાત્ આત્મીયતા કેળવવાના ગુણ ઉપર ભાર મૂકેલો છે.
૫૯. નાન મહત્વ
ભારતીય માનસમાં નદીઓ, સરોવરો, તેમજ વિભિન્ન જળસ્થાનોને પવિત્ર સ્થાનોનું સ્થાન મળેલું છે. તેમાં સ્નાન કરવાનું માહાત્મ ધર્મના એક અંગ તરીકે સ્વીકારાયેલું છે. કોઈ પણ ધર્મકાર્ય કરતાં પહેલાં સ્નાનવિધિ પ્રથમ આવે છે. સ્નાન ગમે તે સ્થળે; ગમે તે જળથી કરવામાં આવે પણ તે જળમાં પવિત્ર નદીઓના જળને આવાહન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. તે નીચે મુજબ છે.
गंगेच यमुनेचैय गोदावरी सरस्वती ।
नर्मदे सिन्धुकावेरी जलेस्मिन सन्निधिमकुरु ॥ સ્નાનથી શરીરનો મળ તો નાશ પામે છે પરંતુ ઉચ્ચ ભાવના સહ કરાયેલું સ્નાન મનને પણ પવિત્ર કરે છે. મનને પવિત્રતાનો સંસ્કાર પ્રદાન કરે છે. શુદ્ધતા તેમજ શુચિતાના ભાવ વડે મન સંસ્કારિત બને છે. તેથી પ્રફુલ્લતા વધે છે. મન અકલ્પિત આનંદની અનુભૂતિ કરે છે. સ્નાનથી શરીરના આંતર અવયવોને સ્કૂર્તિ પ્રાપ્ત થાય છે. તેમના ચૈતન્યમાં વધારો થાય છે. ચૈતન્ય શક્તિ વધવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ સુધરે છે. રોગ પ્રતિકાર શક્તિનો સુધારો આરોગ્ય અને આયુષ્ય બલમાં વૃદ્ધિ કરે છે. શરીરના આંતરિક અવયવોમાં ગરમી ઉત્પન્ન થતી રહેતી હોય છે. તેથી આપણા સમશિતોષ્ણ હવામાનવાળા દેશમાં તેનું આગવું મહત્ત્વ સ્વીકારાયેલું છે. શાસ્ત્રોએ તો ત્રિકાળ સ્નાનનું મહત્ત્વ ગાયેલું છે. પરંતુ દેશ, કાળ અને તંદુરસ્તીને લક્ષ્યમાં રાખી સ્નાન કરવું ઘણું જ હિતાવહ છે. પ્રત્યેક સુર્યોદયમાં એક વાર સ્નાન પણ ન થયું હોય તો જેનું મન દુભાય છે તે સાચો હિન્દુ છે. હિન્દુત્વની ઓળખ છે. હિન્દુત્વના જે સંસ્કારો છે તેમાંનો આ એક સંસ્કાર છે. આ સંસ્કાર હિન્દુસ્થાનના વાતાવરણને અનુલક્ષીને હિન્દુ માનસે સ્વીકારેલો છે.
૦૩