________________
અરિષ્ટનેમિ : અરે, ભાઈ, તું મને જ્યાં તેડી જવા આવ્યો છે તે સ્વર્ગ શું છે; તે તો મને સમજાવ, હું જાણી તો લઉં કે મારે ક્યાં જવાનું છે. તારી વાત જાણી પછી હું મારો નિર્ણય તને કહીશ.
દૂત : તો સાંભળો. સુખો ભોગવવાના અધિષ્ઠાનને સ્વર્ગ કહે છે. અહીં પુણ્યના હિસાબે સુખો ભોગવવા મળે છે, અને હિસાબ પૂરો થયે પાછા મર્યલોકમાં ફરવું પડે છે. સુખો પણ પુણ્યના પ્રકારે પ્રાપ્ત થાય છે. પુણ્ય જો ઉત્તમ પ્રકારના હોય તો ઉત્તમ સુખો મળે છે. પુણ્ય જો મધ્યમ કક્ષાનાં હોય તો મધ્યમ પ્રકારનાં સુખો મળે છે અને પુણ્ય જો કનિષ્ઠ પ્રકારનાં હોય તો તેવાં કનિષ્ઠ પ્રકારનાં સુખો મળે છે.
ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકારનાં સુખો ભોગવાતાં હોઈ ત્યાં ઈર્ષાનું પ્રમાણ ખૂબ રહે છે. ઇર્ષાને કારણે દ્વેષ પણ જન્મે છે. દ્વેષ પેદા થવાથી સ્પર્ધાનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. સ્પર્ધાના યુદ્ધમાં કર્મની દિશા જ બદલાઈ જાય છે. ફરી મર્યલોકમાં પુનરાગમન બને છે. દૂતના આ વચનો સાંભળી અરિષ્ટનેમિ સાવધાન બની ગયો.
અરિષ્ટનેમિ : હે દૂત, સ્વર્ગના તારા રાજા ઇન્દ્રને જઈ કહેજે કે અરિષ્ટનેમિ ને સ્વર્ગના સુખો ભોગવવાનું મન નથી. મહત્ત્વાકાંક્ષા નથી. અરિષ્ટનેમિને તો ખપે છે, મોક્ષનું જ્ઞાન. મોક્ષનાં સાધન. સુખના સાધન નહીં.
દૂતે પાછા ફરી સ્વર્ગમાં ઇન્દ્રને અરિષ્ટનેમિની આ વાત સંભળાવી. ઇન્દ્રસહિત સૌ દેવો મર્યલોકના આ જીવાત્માની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા. તેમને થયું કે મર્યલોકમાં તો જીવાત્માઓ સુખ જ સુખ ઝંખે છે. આ અરિષ્ટનેમિ જુદી પ્રકૃતિનો
છે.
ઇન્દ્ર દૂતને ફરી ગંધમાદન પર્વત પર જ્યાં અરિષ્ટનેમિ તપ કરતો હતો ત્યાં મોકલ્યો અને કહ્યું કે અરિષ્ટનેમિને મોક્ષજ્ઞાન સંપાદન માટે પૃથ્વી ઉપરના વાલ્મિકી આશ્રમે લઈ જાવ.
વાલ્મિકી મુનિને મારો સંદેશ કહે છે કે આ અરિષ્ટનેમિને મોક્ષજ્ઞાનની આકાંક્ષા જાગી છે. અધિકાર પ્રાપ્ત કર્યો છે. તો તેને ઉપાય બતાવજો.
દૂતે આવી અરિષ્ટનેમિને ઇન્દ્રની વાત સંભળાવી. અરિષ્ટનેમિ ખૂશ ખૂશ થઈ દૂત સાથે વાલ્મિક મુનિના આશ્રમે જવા ઉપડી ગયો.
૦૯. ઉપસંહાર આ નાની સરખી પુસ્તિકા દ્વારા જે સંસ્કૃતિની છાયા ઉપસી આવે છે તે હિન્દુ જીવનદર્શનની છે. અન્ય અનેક સંસ્કૃતિઓની જેમ હિન્દુ જીવનદર્શન ભોગ માટે મર્યાદિત નથી. આ હિન્દુ જીવનદર્શનમાં ભોગ સાથે મોક્ષનો સિદ્ધાન્ત પણ સ્વીકારાયેલો છે. ભોગ અને મોક્ષ બંને સિદ્ધાન્તોની સમન્વિત કેડી ઉપર આ
૧૨)