________________
૪૫. લોહયષ્ટિ તીર્થ
ગોવત્સથી નૈરુત્ય કોણમાં આ તીર્થ આવેલું છે. લોહયષ્ટિનો અર્થ લોઢાની લાકડી થાય છે. લોહયષ્ટિ નામે એક સ્વયંભૂ શિવલિંગનું સ્થાન છે. લોહધાતુમાંથી પ્રકટેલ આ સ્વયંભૂ શિવલીંગ દુખ, દારિદ્રયં અને વિવિધ પાપોનું નાશકારક ગણાય છે. સર્વપિતૃ અમાસના દિવસે પિતૃશ્રાદ્ધ કર્મો માટે અહીં આસપાસના વિસ્તારોમાંથી લોકો જમા થાય છે. સરસ્વતીમાં સ્નાન-દાન અને પિતૃકર્મ માટે સુવિખ્યાત તીર્થ છે.
૪૬. ઝિલ્લતીર્થ
ઘડીકમાં ઉત્તર અને ઘડીકમાં દક્ષિણ એમ આડીઅવળી વહેતી સરસ્વતી લોહયષ્ટિથી આગળ આ તીર્થમાં આવે છે. અહીં રેતના વિશાળ થરો જામેલા હોઈ ત્યાં સરસ્વતી પાણીના એક ઉંડાણ ઘરાની માફક઼ ફેલાઈ ગયેલી છે. ત્યાં પાણીના વિશાળ ઘરારૂપે સરસ્વતી દેખાતી હોઈ જળક્રિડા માટેનું એક મનોહર સ્થાન જેવું બનેલું છે.
પુરાણોમાં આવેલ વર્ણન મુજબ જ્યારે શિવ-પાર્વતીના ઠપકાથી રિસાઈ કાર્તિકેય દક્ષિણમાં ચાલ્યો ગયો હતો ત્યારે પુત્રને શોધવા બંને દક્ષિણમાં ગયાં હતાં. ત્યાં એક ઉપવનમાં કપિલધારા નામે વહેતી ગંગાના સ્થાને કાર્તિકેય મળી આવ્યા હતો. શિવ પાર્વતીની સાથે જોડાયેલા દેવો અને ગંધર્વો, યક્ષો, કિન્નરો જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઝિલ્લ જેવા વિશાળ પાણીના ઘરામાં તેઓએ સ્નાનક્રિડા કરી હતી.
સ્નાનક્રિડાની રમતો ખૂબ પ્રખ્યાત છે. જળક્રિડાનો આનંદ આ ઝીલમાં શંકરપાર્વતી સહિત દેવો વિ.ખૂબ પ્રેમથી માણેલો છે એવો પુરાણોક્ત ઇતિહાસ છે. સ્વર્ગમાંથી વિદ્યાધરો અને દેવોની યોનિયો પણ આ ઝીલમાં સ્નાનક્રિડા માટે આવજા કરે છે. માટે આ તીર્થને ઝિલ્લ તીર્થ કહે છે. ઝિલ્લનો અર્થ ઝીલવું એવો પણ થાય છે. એક બીજાના ઉપર પાણી ઉછાળી રમાતી રમતમાં પાણી ઝીલવાનું હોય છે. તેથી આ ધરાનું નામ ઝિલ્લ છે.
અહીં આનંદક્રિડા શંભુએ કરેલી હોઈ આનંદેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગનું સ્થાન છે. આ તીર્થમાં સ્નાન-દાન અને ઉપવાસનું માહાત્મ્ય છે. અહીં સ્નાન-દાનપાન- તર્પણ અને આનંદેશ્વરનું યજનપુજન કરવાથી મનના સર્વ મનોરથ પૂર્ણ થાય છે.
૪૭. કુષ્માંડેશ્વર તીર્થ
કુષ્માંડ મુનિના આશ્રમ ઉપ૨થી આ તીર્થનું નામ કુષ્માંડેશ્વર તીર્થ કહેવાયેલું
૪૬