________________
છે. વૈશાખી પુનમે અહીં સરસ્વતીમાં સ્નાન-દાન અને યજેનપુજન માટે મેળો ભરાય છે. આ ભૂમિ અને આસપાસ પ્રાચીન સમયમાં મુનિશ્વરોએ વાસ કરેલો છે.
૪૮. કોલ્હાસરસ્વતી અહીં સરસ્વતી કોલ્હા નામે પ્રકટ થયેલી છે. કોલ્હાનો અર્થ બળદ ઘાણી માટે બળદને ફરવા જે ખાડો બનાવેલો હોય છે તે કોલ્ડ તરીકે ઓળખાય છે. અહીં સરસ્વતી આવા વિશાળ ખાડામાં ભૂગર્ભથી ઉત્પન્ન થયેલી છે. તેથી તે કોલ્હાસરસ્વતી તરીકે પ્રસિદ્ધ છે. તેનું માહાભ્ય એવું દર્શાવાયું છે કે વાંઝણી સ્ત્રી પણ જો આ સરસ્વતીમાં ત્રણ ઉપવાસ સાથે સ્નાન કરે તો પુત્રવતી બને છે. ગમે તેવા રોગ, ઉત્પાત અને ઉપદ્રવોની શાંતિ આ સરસ્વતીમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે.
૪૯. શત્રુમદન તીર્થ કોલ્હાથી અંતર્ધાન થયેલી સરસ્વતી આ મનોહર તીર્થમાં આવેલ છે. અહીં મુનિઓએ પોતાના તપોબલથી સ્વયંના શત્રુસમાન કામ ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા પડ઼ રિપુઓનો પરાજય કરી દેવત્વ સંપાદન કરેલું હોઈ આ ક્ષેત્રને શત્રુમદન તીર્થ કહેવામાં આવેલું છે. મર્દન એટલે મસળીને નાશ કરવું. સિદ્ધ જનોના વસવાટે આ નામ બક્ષેલું છે.
૫૦. ખદિરામોટ શત્રુમદન તીર્થથી અંતર્ધાન થયેલી સરસ્વતી અહીં પ્રકટ છે. ફળ કુલો અને સુંદર વૃક્ષોથી શોભતો ખદિરામોટ પર્વત પુરાણોમાં પ્રસિદ્ધ છે. આ પર્વત પર ચઢી જોવામાં આવે તો સામે ખળભળતા સાગરના ગર્જનના દર્શન થાય છે. આકાશમાં મેઘોની ગડગડાહટ ગાજી ઉઠે છે. અંતિમ સ્થાનની નિકટ પહોંચેલી સરસ્વતી જાણે પ્રસન્ન થયેલી હોય તેમ અહીંથી પાંચ પ્રવાહમાં વહે છે.
હરિણી, વજિણી, ચંકુ, કપિલા અને સરસ્વતી એવા પાંચ નામોવાળા પાંચ પ્રવાહોમાં સરસ્વતી આ પર્વતમાંથી આગળ પ્રકટ થાય છે.
સરસ્વતીએ જ્યારે પોતાના લક્ષ્ય માર્ગમાં એક આડા સૂતા માર્ગ રોકીને પડેલા આ પર્વતને જોયો ત્યારે માર્ગ શોધવા મુંઝાઈ ગયેલી. તે ત્યાં ઉભી રહી. તે સમયે તે પર્વત પર એક સુંદર પુરુષ પ્રકટ થયો. પોતાની સમીપ સરરવતીના કલકલ થતા નાદે તેને જાગૃત કર્યો. તેણે કહ્યું કે અહીં તારા માટે કોઈ માર્ગ નથી. તું જાણી લે કે હું કૃતમ્મર પર્વત છું. પર્વતરૂપે પુરુષ છું. તું અહીં જ રહે. મારી થઈને રહે. હા, શાસ્ત્રમાં કહેલું છે કે સ્ત્રીને અડવામાં દોષ છે. પરંતુ તું તો કુમારિકા છે તેથી તે દોષ મને નહીં સ્પર્શે. તું મારી સાથે વિવાહ કર અને મારી પાસે જ રહે.
૪૦