________________
કૃતમ્મરના આવા વાહિયાત વચનો સાંભળી સરસ્વતીએ યુક્તિપૂર્વક વચનો બોલી પર્વતને વશ કરી લક્ષ્ય સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે હું વિવાહ માટે તૈયાર છું. પણ હું કુમારિ હોવાથી પિતાને વશ છું. હાલ હું એક દેવકાર્ય પૂર્ણ કરવા નિકળેલી છું. કાર્ય પુરું થયે પિતાની આજ્ઞા લઈ તમારી સાથે હું વિવાહથી જોડાઈશ. હાલ મને મારી જવાબદારી પૂર્ણ કરવા માર્ગ આપો. પણ કામ-વાસનાથી લોલુપ બનેલા કૃતમ્મરે બલાત્ સ્પર્શ કરવા જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે સરસ્વતીએ કહ્યું કે થોભો. થોડી વાર થોભો. શાસ્ત્રમાં કહેલું છે કે વિવાહ સમયે કન્યાએ સ્નાન કરવું જોઈએ. આ કુંભ થોડી વાર પકડો. હું હાલ સ્નાન કરી લઉં. પછી આપણે તમારી ઇચ્છા પૂર્ણ કરવા વર્તીએ.
પ્રલોભનભર્યા સરસ્વતીના આવા વચનો સાંભળી વિકારથી ઉન્મત્ત બનેલા કૃતમ્મરે સરસ્વતી પાસેનો કુંભ હાથમાં લીધો. કુંભને અડકતાં જ વડવાનલના દાહથી કૃતમ્મર બળીને ખાખ થઈ ગયો. પર્વતના પથરા તૂટી-ફૂટી ચૂરચૂર થઈ ગયા. શિલ્પીઓ આ પથરા ઘરો અને દેવમંદિરોના નિર્માણ માટે લઈ જાય છે.
આ પ્રમાણે કૃતસ્મરને ભસ્મ કરી વડવાનલને પાછો ઉઠાવી સરસ્વતી સમુદ્રની નજીકમાં જઈ ઉભી - સરસ્વતીએ વડવાનલને કહ્યું કે આ તારો ભક્ષ સામે દેખાઈ રહ્યો છે. જો ઘૂઘવતા ઉછળતા અને છોળો મારતા તગડા ભક્ષને જોઈ વડવાનલ પ્રસન્ન થઈ ગયો. સાગરની છોળો ધરતીને અથડાઈ પાછી નાસતી જોઈ વડવાનલ સરસ્વતીને કહેવા લાગ્યો કે તે શું મારાથી ગભરાય છે ?
સરસ્વતીએ કહ્યું કે તારાથી કોણ ન હીએ ? તગડા ભક્ષ પાસે લાવવાની જવાબદારી બનાવવાના કાર્યથી વડવાનલ સરસ્વતી ઉપર પણ ખૂબ ખુશ થયો. તેણે સરસ્વતીને કોઈ વરદાન મેળવવા કહ્યું. સરસ્વતીએ અય્યતનું સ્મરણ કર્યું. અય્યતની પ્રેરણાથી સોયના નાકા જેવું હોનું છિદ્ર બનાવી જળદેવને ભક્ષ કરવાનું વરદાન સરસ્વતીએ વડવાનલ પાસેથી મેળવી લીધું.
આ વડાવનલને જોઈ જળદેવ સાગર પણ ગભરાઈ ગયો. પણ વિષ્ણુએ તેને કુનેહથી છેતરેલો જાણી પ્રસન્ન થયો.
૫૧. પ્રભાસ ક્ષેત્ર કૃતમ્મરની વિકાર વાસનાના કૂચા કુરચા ઉડાડી આગળ માર્ગ ભેદી સરસ્વતી પ્રભાસ ક્ષેત્રમાં પ્રવેશી. વડવાનલ પાસેથી વરદાન મેળવી તેને પણ ડબામાં પૂરી દઈ સર્વ મનોરથ પૂર્ણ કરવાને કારણે સરસ્વતીની પ્રસન્નતા અહીં પૂરબહાર ખિલી ઉઠી. અહીં તે પાંચ પ્રવાહોમાં પુલકિત થઈ વહે છે.
પ્રભાસ ક્ષેત્ર તીર્થોનું સંગમ સ્થાન છે. અહીં અગ્નિતીર્થમાં સ્નાન કરવાથી રૂદ્ર લોકની પ્રાપ્તિ થાય છે. કુમારગ્રહ તીર્થમાં સ્નાન કરવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. અહીં કાર્તિક સ્વામીનું સ્થાન છે. કાર્તિક સ્વામીએ દસ ઇન્દ્રિય અને અગિયારમાં
૪૮