________________
રીતે વિષ્ણુ સાયુજ્ય પ્રાપ્ત કરવા દ્વારાવતીથી કોઈ શ્રેષ્ઠ તીર્થ નથી. વૈકુંઠ ધામનું આ તીર્થ એક કાર હોઈ તેને દ્વારાવતી તરીકે ઓળખાયું છે.
૪૪. ગોવત્સ તીર્થ સરસ્વતીના કિનારે ઝાડી-ઝાંખરાની વચ્ચે આવેલું એક સ્વયંભૂ શિવલિંગ સ્થાન છે. સ્વયં પાર્વતિપતિ મહાદેવજી ગાયના વાછરડા સ્વરૂપે પ્રકટ થઈ આ શિવલિંગ પ્રકટ કરેલું છે તેથી તે તીર્થને ગોવત્સતીર્થ કહે છે.
આ તીર્થની ઉત્પત્તિ સંબંધમાં એક પ્રાચીન ઇતિહાસ માકડિયે કહેલ છે. મહાબલ નામે સુવિખ્યાત શિવભક્ત રાજા હતો. એક રાજા તરીકે મૃગયા ખેલવાન પણ તે બહુ જ શોખિન હતો. એક સમયે આ રાજા પોતાના કેટલાક ચુનંદા સાથીઓ સાથે ઘોર જંગલમાં મૃગયા માટે નિકળેલો. મૃગયા માટે ઘોડા દોડાવતા દોડાવતા બધા એકબીજાથી દૂર દૂર અંતરે ચાલી ગયા હતા. અલગ પડેલા એક સાથીએ તેના માર્ગમાં એક કૌતુક જોયું. મૃગ-મૃગલીયોના એક ટોળા વચ્ચે ગાયનું એક વાછરડું બેઠેલું હતું. સાથીએ આ નવું કૌતુક મહારાજાને બતાવવા તેની શોધમાં ઘોડો દોડાવ્યો.
મહારાજાને તેણે શોધી કાઢ્યા. આ કૌતુક નિહાળવા તે આ સ્થળે મહારાજાને તેડી લાવતો હતો. ઘોડાઓના પગના ડાબલાના ખડખડાટથી મૃગલાઓના આ ટોળામાં નાસભાગ મચી ગઈ. વચ્ચેનું ગોવત્સ પણ ભાગી ઝાંડી ઝાંખરાના જાળામાં ભરાઈ ગયું. મહારાજાએ આ ગોવત્સને ઝાડીમાં ભાગતું જોઈ ઘોડા પરથી ઉતરી પૈદલ દોડતા તેના પાછળ પડ્યા. કાંટાળી ઝાડીના અંતરિયાલ ભાગમાં નીચા નમી ચારે પગે ભાગતા મહારાજાએ ગોવત્સની પાસે પહોંચી પકડ્યું-પકડ્યું એવી બૂમ મારતાં તેમણે એક નવીન કૌતુક જોયું. ગોવત્સને પકડવા હાથ લંબાવી જ્યાં મહારાજાએ હાથમાં ઝાલ્યું તો તે ગોવત્સના સ્થાને એક શિવલિંગ હાથમાં આવ્યું. ગોવત્સના સ્થાને એક સ્વયંભૂ શિવલિંગની ઉત્પત્તિ જોઈ મહારાજા સાનંદાશ્ચર્ય બોલી ઊઠ્યા. ‘હર હર મહાદેવ હર'.
- પ્રત્યક્ષ આંખો સામે ગોવત્સમાંથી નિર્માણ થયેલ આ સ્વયંભૂ શિવલિંગને મહારાજાએ બે હાથોથી સ્પર્શ કરેલું હતું. અનાયાસ આ ચમત્કારને નિહાળી મહાબલનું મન શિવચિંતનમાં શિવ સાનિધ્યમાં સમાઈ ગયું. હરહર મહાદેવની અખંડ ધૂન સાથે મહાબલનો દેહ શિવસાનિધ્યમાં જ દેહમાં વ્યાપ્ત શિવથી છુટો પડી ગયો. દેહ દેહના ધામ પૃથ્વી પર પડ્યો અને જીવ-શિવ સાથે તદ્રુપ થઈ મળી ગયો. હર-હર મહાદેવનો અમર નાદ બ્રહ્મનાદમાં વિલીન થઈ ગયો.
જંગલની જે ઝાડીમાં મહાબલે પ્રાણોત્સર્ગ દ્વારા ગોવત્સમાંથી પ્રકટ સ્વયંભૂશિવલિંગના દર્શન-સાક્ષાત્કાર કર્યા તે સ્થાનનું દર્શન-પુજન શિવસાયુજ્ય પમાડનારું
૪૫