________________
પૂર્વજન્મના અપરાધનું રહસ્ય જાણવા યાચના કરી. પરંતુ રૂષિએ શુળી પર ચઢ્યા પછી જ આ રહસ્યથી વાકેફ કરવા નિર્ધાર દર્શાવ્યો.
રૂષિના આત્યંતિક આગ્રહથી રાજાએ રૂષિને શુળી પર ચઢાવ્યા. હસતે મોંએ શુળી પર ચઢતાં રૂષિએ જણાવ્યું કે મારા પૂર્વજન્મમાં અજાણતાથી કૌતુકવશ એક ભમરાના દરમાં કાંટો નાંખી તેને કાંટાથી ઈજા પહોંચાડી હતી. તે પાપના ફળથી હવે હું નિવૃત્ત થયો છું. પાપના ફળ ભોગથી નિવૃત્ત થવાથી હું પ્રસન્ન બન્યો છું.
કંદોરાની ચોરી પણ મેં કરેલી ન હોવા છતાંય પાપનું ફળ ભોગવવાના સંયોગ વશ આ કંદોરો મારી ટોપલીમાંથી નિકળ્યો છે. હું અસત્ય બોલેલો નહીં તેમ છતાં મારા બોલ અસત્ય ઠર્યા. આ દૈવનું વિધાન છે. દૈવ જ બળવાન છે. દેવ કરતાં પણ દૈવ બળવાન છે. દૈવ એટલે પ્રારબ્ધ. પ્રારબ્ધનું ઘડતર કર્મોથી થાય છે. આ કર્મોનું ફળ નાબુદ કરવાને દેવ કે મનુષ્ય કોઈપણ શક્તિમાન નથી. મારા આ જન્મમાં કંઈપણ ખરાબ કર્મ કરેલું ન હોવા છતાંય પૂર્વજન્મના કર્મે એક રૂષિ અવસ્થામાં પણ મને સજા ફટકારી છે. આ વૃત્તાંત સાંભળી ઈજા ભોગવેલ રૂષિને તૂર્તજ શુળી પરથી ઉતારી સન્માન સહિત વિદાય આપી.
૪૨. પીલુપર્ણિક તીર્થ માંડવ્ય તીર્થની સરસ્વતી આ ક્ષેત્રમાં આવે છે. અહીં જાલેશ્વર મહાદેવનું પ્રાચીન પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. રૂષિમુનિયોથી સેવાયેલું આ શિવલિંગ ઉત્તમ ફળ આપનાર છે. અહીં સરસ્વતીમાં સ્નાન અને પિતૃઓને પ્રસન્ન કરવાના શ્રાદ્ધકર્મો માટે આજુબાજુના વિસ્તારોમાંથી લોકો આવે છે. પીલુ નામના નાના-નાના વૃક્ષોથી છવાયેલી ભૂમિને કારણે પીલુ પર્ણિક ક્ષેત્ર કહી રૂષિઓએ આ ભૂમિને બિરદાવી છે. પર્ણ એટલે પાંદડા. તેના પાંદડાના રસથી લખાયેલું લખાણ શાહી પ્રમાણે દેખાય છે. આ વૃક્ષને લાલચણોઠી જેવાં મીઠાં ફળ પણ આવે છે. સ્વાદથી લોકો ખાય છે. પિત્ત, શોલોદર અને અફીણ જેવા વિષ ઉતાર ઉપર આ વૃક્ષના અવયવો સારું પરિણામ આપે છે.
૪૩. દ્વારાવતી તીર્થ સરસ્વતીના કિનારે આવેલ આ તીર્થમાં ભગવાન વિષ્ણુના યજન-પુજનનું માહાત્મય ખૂબ છે. આ તીર્થના સંબંધમાં એવું કહેવાયું છે કે આ પૃથ્વી પર વેદથી શ્રેષ્ઠ અન્ય ગ્રંથ નથી. માતાથી વિશેષ કોઈ ગુરૂ હોતો નથી. સંસાર સાગર પર કરવાને ધર્મથી ઉત્તમ કોઈ નૌકા નથી. ઉપવાસથી અધિક કોઈ તપ નથી. બાહ્મણત્વથી વિશેષ કોઈ પવિત્રતા નથી. મોક્ષના જ્ઞાનથી વિશેષ કોઈ જ્ઞાન નથી. ભગવાન વિષ્ણુ પ્રત્યેના અનુરાગથી ચઢિયાતો કોઈ રાગ (મોહ) નથી. એવી જ
૪૪