________________
દૈવયોગે આ વૃક્ષ ઉપર જ મુનિ બિલીપત્રો વીણતા હતા. તેમને ખ્યાલ પણ નહોતો અને આ ટોકરીમાં તે પક્ષીએ છોડેલ કંદોરો-પેસી ગયો. બિલીપત્રોથી ટોપલો ભરાઈ જવાથી નીચે ઉતરી મુનિ આશ્રમ તરફ ચાલતા થયા.
આ તરફ સ્નાન ક્રિડાથી પરવારી રાણી કિનારા પર મૂકેલો કંદોરો લેવા ગઈ પણ ત્યાં તે જોવામાં ન આવ્યો. તેણે સખિઓને વાત કરી. બધાએ ખૂબ શોધ ચલાવી પણ તે ન મળ્યો. કંદોરો ચોરાઈ ગયેલો સમજી રાણીએ દૂર ઉભેલા સેવકોને પુછપરછ માટે બોલાવ્યા. રાણીબાનો કંદોરો ચોરાઈ ગયેલો જાણી ચોરની શોધ માટે ચારે દિશામાં સેવકો ફરી વળ્યા. એક સેવકે દૂરથી આવતા એક રૂષિને જોયા. તેમના હાથમાં બિલીપત્રોની ટોપલી હતી. સેવકે પ્રણામ કરી કંદોરો ચોરાયાની વાત કહી. કોઈને જોયા-જાણ્યાની વાત પૂછી. રૂષિએ આ બાબતમાં અજાણ હોવાનું જણાવ્યું. ચતુર સેવકે તૂર્તજ રૂષિની ટોપલી છીનવી લઈ નીચે ખંખેરી. બિલીપત્રો સાથે ખનખનાટ ખણખણતો કંદોરો ભૂમિ પર પડ્યો.
મુનિના વેષમાં ચોરને જોઈ સેવકે તેમને પકડી લીધા. અને રાજા સમક્ષ ખડા કર્યા. રાજા પણ મુનિને જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયો. રાજાએ સેવકને ધમકાવતાં પૂછ્યું કે તેં કેવી રીતે માન્યું કે આ માન્યવર રૂષિ ચોર છે ? સેવકે બનેલો સર્વ વૃત્તાન્ત અક્ષરશ: કહી સંભળાવ્યો. એક બાજુ રૂષિની પ્રતિભા અને બીજી તરફ જાણેલી હકીકતો વચ્ચે રાજાનું મન કોઈ નિર્ણય લેવા મુંઝાઈ ગયું. તેણે રૂષિવરને સાદર પૂછ્યું કે એક સજ્જન માટે ત્યાજ્ય એવું અસત્ય ઉચ્ચારણ આપે કેમ કર્યું ?
રાજાના પ્રત્યુત્તરૂપે રૂષિએ કહ્યું કે પૂર્વ જન્મના એક અપરાધને કારણે હું તમારી સામે ચોર ઠર્યો છું. હકીકતમાં મેં કોઈ અસત્ય ઉચ્ચારણ પણ નથી કર્યું પરંતુ મારું ઉચ્ચારણ અસત્ય ઠર્યું. મેં કંદોરો ચોર્યો પણ નથી. તેમ છતાંય હું કંદોરાનો ચોર ઠર્યો છું. ચોરને યોગ્ય શૈલીની સજા મને થવી જોઈએ.
રાજા મુનિની વાત સમજી ન શક્યો. તેણે આ બાબતમાં નિર્ણય લેવા રાજ્યના ધર્માધિકારીને તેડાવ્યા. ધર્માધિકારીએ પણ સર્વ હકીકતો ધ્યાનમાં લઈ નિર્ણય આપ્યો કે એક રૂષિવરની હત્યા ન થઈ શકે માટે તેમને દેશનિકાલની સજા ફરમાવવી. પરંતુ રૂષિએ ધર્માધિકારીના નિર્ણયનો સ્વીકાર ન કર્યો. રૂષિએ તો ચોરીના અપરાધમાં અપાતી શુળીની સજા જ ભોગવવાનો નિર્ણય જાહેર કર્યો. રૂત્રિએ જણાવ્યું કે હું કોઈ મુનિ તરીકે નહીં પણ એક અપરાધી તરીકે સાબિત થયેલો હોઈ આ અપરાધને છાજે એવી સજા આપવામાં રાજાને કોઈ દોષ નડે તેમ નથી. શુળીની સજાથી જ હું મારા પૂર્વ જન્મના અપરાધનું ફળ ભોગવી પાપકર્મના ફલાદેશથી મુક્ત બનીશ. જો હું હાલ આ ફળ ભોગથી મુક્ત બનું તોપણ તેના ફલાદેશથી નિવૃત્ત ન થઈ શકું. આજે અને અત્યારે જ પૂર્વ કર્મના દોષનું ફલ ભોગવી હું તેનાથી નિવૃત્તિ ઇચ્છું છું.
રાજા અને ધર્માધિકારી સૌ રૂષિની વાતથી વિસ્મીત બન્યા. તેઓએ
૪૩