________________
દુર્વ્યય કરવા છતાં જાહેરાતોમાં જેવાં સુંદર શરીરો બતાવેલાં હોય છે તેવાં સુંદર શરીરો બન્યાં હોય તેવો એકપણ દાખલો દુનિયામાં નહીં મળે. આ તો કેવળ માલ ખપાવવા માટેનાં વ્યાપારિક નુસખાં જ હોય છે.
ધાર્મિક સ્નાનવિધિ-વિધાન
1. વૈશાખ સ્નાન : ચૈત્ર સુદ પુનમથી વૈશાખ સુદ પુનમનો સમય વૈશાખી સ્નાન તરીકે વિખ્યાત છે. પ્રતિદિન નિયમ મુજબ નિયત નદી કે સરોવરમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે. નદી સરોવર સ્નાન શક્ય ન બને તો સ્નાન મંત્ર દ્વારા બ્રાહ્મ મુહર્તમાં તારાઓ દેખાય ત્યાં સુધી ઘેરે પણ ઠંડા જળથી સ્નાન કરવાથી વૈશાખ સ્નાનનું ફલ મળે છે.
2. ફલ્ગુ સ્નાન : ભાદરવા સુદ પુનમથી અમાસ સુધી ઉપરોક્ત રીતે સ્નાન કરવાથી ફલ્ગુ સ્નાનનું પુણ્ય મળે છે.
૩. કાર્તિક સ્નાન : આસો સુદ પુનમથી કાર્તિક સુદ પુનમ. (ઉપરોક્ત વિધિ) 4. માઘ સ્નાન : પોષ સુદ પુનમથી માઘ સુદ પુનમ. (ઉપરોક્ત વિધિ) 5. પ્રયાગ સ્નાન : મકરના સુર્યથી કુંભના સુર્ય સુધી. (ઉપરોક્ત વિધિ)
પુણ્યદાયક સ્નાન માટે શ્રીસ્થલની સરસ્વતી સર્વશ્રેષ્ઠ છે જ. પરંતુ સરકારની યોજનાને લઈ સરસ્વતી-સ્નાન, દુર્લભ બની ગયેલ છે. તે સુલભ બને એજ માતા સરસ્વતીને પ્રાર્થીએ, માતા સરસ્વતી અહીં પૂર્વવત દર્શન દો. આપના પવિત્ર જળના સ્નાનથી અમોને વંચિત ન રાખો. અમારા પર ઉપકાર કરો. આ પ્રાર્થના મંત્રથી પ્રતિદિન સરસ્વતીની ઉપાસના કરવામાં આવે તો દુનિયાનું કોઈપણ બળ સરસ્વતીના જળને રોકી શકે તેમ નથી. ફક્ત સવાલ સતત ઉપાસના-પ્રાર્થનાનો છે. પ્રતિદિન નિષ્ઠાપૂર્વક અખંડપણે જો નગરવાસીઓ આ પ્રાર્થના કરે તો સરસ્વતીના સાન્નિધ્યનો લાભ અચુક મેળવીને જ જંપીશું. અને શ્રીસ્થલના સરસ્વતી સ્નાન-માહાત્મ્યનો અવસર ઉજાગર કરીશું.
સંકલ્પ એક બળ છે. સંકલ્પ બળથી જ જીવનનાં બધા જ કાર્યો સફળ બને છે. ઈશ્વર કોને દેખાય છે. પરંતુ દેખવાના સંકલ્પબળ વાળા પુરુષો પોતાનામાં અપૌરુષેય શક્તિ પ્રકટાવી તેનો સાક્ષાત્કાર કરી શકે છે. જરૂર, સંલ્પબળ અને તપના પુરુષાર્થની જ રહે છે. આવો, આપણે પણ એક આ પ્રાર્થનાનું તપ કરીએ.
૬૦. અન્ય વ્રતો : વ્રત-પાલન મહિમા
1. પયોવ્રત : કેવળ દૂધ ઉપર પ્રારંભના ક્રમથી ઉત્તરોત્તર વધારવું. વ્રત-ફાગણ સુદ- એકમથી બારસ સુધી તેમજ ભાદરવા સુદ બારસથી આસો સુદ બાર સુધી બે સત્ર છે.
૫