________________
2. દ્વિદલવ્રત : આસો સુદ બારસથી કારતક સુદ બારસ પર્યંત. ૩. નક્તવ્રત : શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ એકમ સુધી. 4. દધિવ્રત : શ્રાવણ સુદ બારસથી ભાદરવા સુદ બારસ.
5. શાકવ્રત : અષાઢ સુદ એકાદશીથી શ્રાવણ સુદ બારસ.
6. અશ્વત્થ-મારુતિ-શનિપુજન : શ્રાવણ માસમાં પ્રત્યેક શનિવારે આ પુજનનો
ક્રમ છે.
7. કોકિલાવ્રત : આષાઢ સુદ નવમીથી શ્રાવણ સુદ પુનમ.
8. સરસ્વતી-પુજનયોગ : આશ્વિન શુક્લ પક્ષમાં છઠથી આઠમ.
9. વટસાવિત્રી વટપૂજા : જ્યેષ્ઠ સુદ બારસથી પુનમ (સ્ત્રીઓ માટે) અખંડ સૌભાગ્ય રક્ષણ વ્રત.
10. મંગલાગૌરી વ્રત-પૂજા : શ્રાવણ માસમાં પ્રત્યેક મંગળવારે મંગળા નૈરિદેવીનું પુજન ર્યન.
11. કોજાગરી વ્રત : આસો સુદ શરદપુનમનું વ્રત છે. ઉપવાસ-એકટાણુંઇન્દ્ર- લક્ષ્મીજીનું પૂજન થાય છે.
12. સોમવાર વ્રત : શ્રાવણના પ્રથમ સોમવારથી વર્ષપર્યંત સોમવારે મહાદેવજીનું પૂજન-અર્ચન, એકટાણું ભોજન. કેવળ નૈવેદ્ય ભક્ષણ . રામનવ૨ાત્ર ચૈત્રમાસમાં
13. નવરાત્ર વ્રત : દેવિનવરાત્ર - નૃસિંહ નવરાત્ર : વૈશાખ માસમાં
વિઠ્ઠલ નવરાત્ર : આષાઢ માસમાં
-
- કૃષ્ણ નવરાત્ર : શ્રાવણ માસમાં
-ગણેશ નવરાત્ર : ભાદ્ર માસમાં
- શારદીય નવરાત્ર : અશ્વિન માસમાં
-
વિઠ્ઠલ નવરાત્ર : કાર્તિક માસમાં
ભૈરવ નવરાત્ર : માગસ૨ માસમાં
દત્ત નવરાત્ર : માગસર માસમાં
શાકંભરી નવરાત્ર : પોષ માસમાં
અનેક પદ્ધતિઓ દ્વારા નવરાત્ર પુજન થાય છે. ઘટસ્થાપન-ષોડષોપચાર પુજન તેમજ કેવળ દીપ-પુજા કરીને પણ થાય છે. નૈવેદ્ય, ઉપવાસ, એકટાણું કે કોઈ પણ નિયમ રાખી પણ પુજા થાય છે. કોઈ પણ પ્રકારમાં પ્રતિદિન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું ચૂકવું નહીં, પુજા શક્ય ન હોય ત્યાં દર્શન-સ્મરણ પણ નિત્ય નિયમથી રાખી શકાય છે.
14. સૌરવ્રત : માગસર સુદ છઠથી એક વર્ષ પર્યંત પ્રત્યેક રવિવારે આદિત્ય મંત્રજપ, એકટાણું ભોજન અને સુર્યને અર્ધ્ય દાનથી પુજા કરાય છે. ભોજનમાં દૂધભાત અને ઘી લેવું.
(૪)